________________
८८
-
૨ - આતમ જાગો !
-
368
દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને એ જ એક દિવસ એ નડતર દૂર કરી ચોક્કસપણે આત્મસ્વરૂપનું દર્શન કરે છે.
આત્મદર્શન કરવા માટે આંખ ખુલ્લી રાખવાની છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભ યોગ અને પ્રમાદના ભારથી આ આંખ બંધ ન થઈ જાય તેને માટે સતત કાળજી રાખવાની છે. આત્માની ઓળખ એટલે સાધનાની શરૂઆત :
આત્મદર્શન કરવા માટે પહેલાં આત્મા ઓળખીએ, આત્માને પીછાણીએ. જ્યારે આત્મા ઓળખાશે ત્યારે આત્માને લાગેલાં બંધનો પણ ઓળખાશે. પછી થશે કે “આત્મા જેવો છે તેવો કેમ નથી દેખાતો ? કાંઈક વિંટળાયેલું - લાગેલું છે, તે શું છે ?' આત્માને વળગેલાં બંધનોને ઓળખવા એ પણ આત્મદર્શન માટેની સાધના છે. આત્માને ઓળખ્યો એટલે એક પગથિયું ચડાયું, પણ એટલા માત્રથી કામ પતતું નથી. આત્માની ઓળખથી સાધનાની શરૂઆત થાય છે અને બંધનને ઓળખવાથી સાધના આગળ વધે છે. માત્ર આત્માને ઓળખવાથી કામ નથી થતું, બંધનો ઓળખવાં પડે છે.
જે ક્યારેય બંધન જોવાનો પ્રયત્ન કરતા નથી તે વીતરાગતાના સાધક બની શકતા નથી. માત્ર આત્માની વાતો કરીને જે સોહેં-સોહ, કર્યા કરે છે, શુદ્ધોડાંબુદ્ધોડહં કર્યા કરે છે પણ બંધનને ઓળખવાનો પ્રયત્ન જ નથી કરતા, તેણે આત્માને જાણ્યો જ નથી. જો આત્માને જાણ્યો હોત તો તેને વળગેલાં બંધનોને જોવાની-જાણવાની ઈચ્છા જાગી જ હોત ! અને એ પછી જો બંધનો જોયાંજાણ્યાં હોત તો બંધનો તોડવાની ભાવના જાગી જ હોત !
જે દર્શનો, મતો કે પંથો માત્ર આત્માની જ વાત કરે પણ તેનાં આવરણોને જાણે જ નહિ, તેને જોવા-જાણવા, તોડવાની વાત કરે જ નહિ, તે માટેનો માર્ગ બતાવે જ નહિ તે દર્શન, દર્શન જ નથી.
આત્માની સાથે બંધનોને ઓળખવાં જરૂરી છે. બંધનો જાણવાં અલગ છે અને બંધનોને ઓળખવાં તે અલગ છે. બંધનને ઓળખવાં એટલે ચારે બાજુથી, દરેક પ્રકારે, સર્વાગ શોધ દૃષ્ટિથી ઓળખવાનાં છે.
જે આત્માને ઓળખે છે તે સાધનાના પહેલે પગથિયે છે. આત્માને ઓળખ્યા બાદ જે બંધનોને જાણે છે, ઓળખે છે તે સાધનાનાં બીજે પગથિયે છે. બંધનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org