________________
૧૭૭
૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ
-
20
જેઠાભાઈએ પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, ‘થોડાં વર્ષો પહેલાં આપ અહીં પધાર્યા હતા. આપનું પ્રવચન ચાલતું હતું. ઘણા બધા લોકો આવ્યા હતા, તેમાં હું પણ આવ્યો હતો. તેમાં તમે ઘણી બધી વાતો કરી હતી. પણ તે બધું જ મને સમજાય તેમ ન હતું. આમ છતાં તેમાંથી કેટલીક વાતો મને બરાબર સમજાણી હતી.’
Jain Education International
- 457
આપે કહ્યું હતું કે ‘આ મનખાનો અવતાર મોક્ષની સાધના કરવા માટે છે. સંયમ વગર મોક્ષ મળે નહીં, માટે મનુષ્ય જીવન પામીને સંયમ લેવું-પાળવું ખાસ જરૂરી છે. એ વિના આ મનુષ્ય જીવન સફ્ળ નહિ થાય. છેવટે સંસારમાં રહેવું જ પડે તેમ હોય તો પણ પાછળની જવાબદારી સંભાળનાર કોઈ હોય, તો સંસારની કોઈ પ્રવૃત્તિ ન કરવી અને બીજું કાંઈ ન આવડે તો છેવટે પરમાત્માનું નામસ્મરણ કરવું, પણ સંસારની કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લેવો. એમાં કોઈએ પ્રશ્ન કર્યો કે ઘ૨માં વડીલ તરીકે બેઠા હોઈએ અને કાંઈ ન કરીએ તો દુનિયા અમને ગાંડા કહે. ત્યારે આપે કહ્યું કે, ‘સંસારરસિક દુનિયા જ્યારે તમને ગાંડા કહે ત્યારે સમજજો કે તમે ડાહ્યા છો; હવે તમારામાં સાચો ધર્મ આવ્યો.' આવી કેટલીક સારી-સારી વાતો જે મને સમજાણી તે મારા અંતરમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી.
મને થયું કે, મારી જિંદગીનાં મોટા ભાગનાં વર્ષો તો પૂરાં થઈ ગયાં. હવે હું શું કરી શકું ? ઘરબાર છોડી શકું, એવું મને લાગ્યું નહીં. છતાં મને તમે તરવાનો રસ્તો બતાવી દીધો હતો. ‘બીજું કાંઈ ન આવડતું હોય તો પરમાત્માનું નામ લેવું પણ સંસારની કોઈ ભાંજગડમાં પડવું નહિ, સંસારમાં માથું મારવું નહિ.’ મેં એ રસ્તે ચાલવાનું નક્કી કર્યું.
For Private & Personal Use Only
હું ઘ૨માં સૌથી મોટો હતો. નાના ચાર ભાઈઓ હતા. મા-બાપ નાનપણમાં જ ગુજરી ગયાં હતાં. બધા ભાઈઓને મેં જ નાનામાંથી મોટા કર્યા હતા. બધાને ભણાવી-ગણાવી-પરણાવીને ધંધે ઘાપે મેં જ લગાવ્યા હતા. તેથી એક દિવસ તેમને બોલાવીને કહ્યું કે, ‘આજ સુધીમાં મારું જે સાંસારિક કર્તવ્ય હતું તે મેં અદા કર્યું છે. તમને બધાને બરાબર ગોઠવી દીધા છે. અત્યાર સુધી મેં તમારાં બધાનું કર્યું, હવે મારી ઉંમર થઈ છે, મારે મારું, મારા આત્માનું કરવું છે. એ માટે મારે પરમાત્માને ભજવા છે; આજ પછી તમારે સંસારની કોઈ વાત મને પૂછવી નહિ.’ - જો તમે મારી આટલી વાત માનો તો હું મારું કાંઈક કરી શકું. બધાએ
www.jainelibrary.org