________________
૪ : દીપ સે દીપ જલે : પ્રવર વૈરાગી જંબૂસ્વામી - 17
રહેવું. માટે આપની અનુમતિ લેવા આવ્યો છું.’ આ સાંભળીને મા-બાપને ત્યાં જ મોહનો ઉછાળો આવ્યો. મૂચ્છિત થઈ ગયાં. વર્ષોનો સજાવેલો સપનાનો મહેલ કકડભૂસ થતો જોવામાં આવ્યો. દુઃખ ઘણું થયું, અવિરતિ કર્મનો હુમલો જરૂર આવ્યો પણ મિથ્યાત્વ એમની પાસે ફરકી પણ ન શક્યું.
૭૫
મિથ્યાત્વનો જ્યારે હુમલો આવે ત્યારે શું શું ન બોલાય, એ સવાલ છે. ‘દીક્ષા લઈને શું ઉકાળવું છે ? ઘ૨માં ધર્મ ક્યાં નથી થતો, ત્યાં જઈને બધા શું કરે છે ?
એની તને ક્યાં ખબર છે. ત્યાં પણ અહીં જેવો જ સંસાર છે, ત્યાંય માટીના ચૂલા છે, અમારા જેવો પરિપકવ થા, તારી જેમ અમને પણ ઘણા ઉછાળા આવતા હતા, પછી બધો અનુભવ થયો. થોડો ઠરેલ બન. મહારાજ તો બધી આવી જ વાતો કરે, એ બધી વાતો સાંભળવાની હોય. એમાં આગળ વધતાં લાખ વાર વિચારવું પડે. યુદ્ધસ્ય વાર્તા રમ્યા. ડુંગરા દૂરથી જ રળીયામણા’ - આવી તે કેટલીયે વાતો થાય.
355
તમે જ વિચારો, તમારો જ દીકરો, લક્ષણ અને યોગ્યતા જોતાં લાગતું નથી, છતાં માનો કે કોઈ સારા સદ્દગુરુ ભગવંતના પરિચયમાં આવે, વૈરાગી બને અને જંબૂકુમાર જેવો સંવાદ તમારી સાથે જ કરે તો તમે એને શું કહો ? તમે સાધુપણા માટે નબળું તો કાંઈ ન જ બોલો ને ?
સભા: ના, સાહેબ !
કાંઈ મજા નથી, પોતાના પગ નીચે રેલો ન આવે ત્યાં સુધી જ તમારી ના છે.
મારા પરમતારક ગુરુદેવે અનુભવેલી એક વાત કરું, વ્યાખ્યાનમાં છેક આગળ એમની પાટને પાયે બેસનારા, ભલભલાને દીક્ષા અપાવનારા, ઝંજાવાતોમાં છાતી કાઢીને ઉભા રહેનારા એક ભાગ્યશાળી હતા; તેમના જ દીકરાને દીક્ષાના ભાવ થયા ને બાપાને કહ્યું તો વ્યાખ્યાનમાં આગળ બેસનારા એ બાપે જ આંખો લાલ કરીને કહ્યું કે, ‘આ મહારાજે તો મારા ઘરને પણ ન છોડ્યું ? છેવટે મારા ઘ૨માં પણ હાથ નાંખ્યો ?' અંતે પાટનો પાયો છોડીને
ચાલ્યા ગયા.
એવા પણ જોવા મળ્યા છે કે જેઓ વ્યાખ્યાનમાં રોજ આવે, સામાયિક ને પૌષધ કરે. એમની ક્રિયા જોઈ હોય તો એક-એક ક્રિયા અપ્રમત્ત, બરાબર ઉભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org