________________
૪૦
૨ - આતમ જાગો !
320
પુરુષાર્થ થાય છે ત્યારે ગ્રંથીની ઓળખ થઈ અને ગ્રંથીભેદનો પુરુષાર્થ પ્રારંભાયો એમ સમજવું.
આ પુરુષાર્થમાં જ્યારે સફળતા મળે છે ત્યારે ગ્રંથભેદ થાય છે અને એ ગ્રંથભેદ થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, જેના સહારે આત્માની અનુભૂતિનો, આત્મિક સુખનો, સ્વાભાવિક સુખનો સ્વસ્થતાની અનુભૂતિનો પ્રારંભ થાય છે. માટે જ આ સ્થિતિને “સુખારંભ” તરીકે ઓળખાવવામાં આવી છે.
આજે રાગ એ સ્વાભાવિક લાગે છે, દ્વેષ એ સ્વાભાવિક લાગે છે. વિષયો કર્તવ્ય લાગે છે, કષાયો કરવા જેવા લાગે છે, એ આત્માના રોગ છે એમ નથી લાગતું – એ એમ સૂચવે છે કે, આત્મા હજુ જાગ્યો નથી.
જ્યારે ધન મેળવવાની ઈચ્છા જાગે ત્યારે થાય કે, મને આ ઈચ્છા કેમ જાગી ? આહાર કરવા બેસે ત્યારે અણાહારી પદ યાદ આવે તો એમ સમજવું કે હવે આત્મા જાગ્યો છે. સંસારની પ્રવૃત્તિ કરવા જાવ અને લાગે કે, આ મારું સ્વરૂપ નથી. આ મારું કર્તવ્ય નથી, તો માનવાનું કે, હવે હું જાગ્યો છું. હવે નક્કી કરો કે મારે જાગવું છે.
સભા પણ સાહેબ, એ જાગૃતિ ટકતી નથી.
એવું તો બનવાનું. આ તો શરૂઆત છે યોગની પ્રારંભિક દશામાં આવું પણ બની શકે. પણ આત્માની જાગવાની શરૂઆત પહેલા ગુણસ્થાનકે થાય છે, તેમાં યોગની પહેલી દૃષ્ટિ, બીજી દૃષ્ટિ, ત્રીજી દૃષ્ટિ અને ચોથી દૃષ્ટિ - એમ ચાર દૃષ્ટિ જેટલો વિકાસ હોય છે. આ દરેક દૃષ્ટિનો બોધ સમ્યગ્દર્શન પ્રગટ્યા પછીની પાંચમી દષ્ટિ જેવો નિર્મળ અને સ્થાયી નથી હોતો. હજુ પ્રકાશ પ્રગટ્યો, ન પ્રગટ્યો અને બુઝાઈ જાય, એવું વારંવાર બને છે. તે પ્રકાશને – તે બોધ, સ્થાયી, સ્થિર કરવો છે.
જે જાગીને વિરૂપને જોઈ શકે તે જ સ્વરૂપને જોઈ શકે, માટે જ પહેલાં “વંધvi પરિનાળીલા' બંધનને ઓળખવાની વાત કરી. એ બંધનો બરાબર ઓળખવામાં છે. ચારે બાજુથી ઓળખવાનાં છે - સભા: એ બંધન કયાં છે ? શાનાં છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
..
..........
..............................................................................................
....................................................................
....................................................................................................................................................