________________
૨૨૬
૨ - આતમ જાગો ! -
506
પ્રબુદ્ધપણાનું પરિણામ છે કે, અમારા અબુધપણાનું પરિણામ છે?
જો અમે અમારી જાતને ભગવાન કરતાં ય વધારે પ્રબુદ્ધ માનતા હોઈએ તો એનાથી મોટો અમારો અબુધપણાનો પરિચય બીજો ક્યો હોઈ શકે ?
ભગવાને અર્થનો અનર્થકારી શા માટે કહ્યો? ઘણા અમારે માટે કદાચ એવી કલ્પના પણ કરે છે કે, “બિચારા મહારાજ ! એમણે પૈસો ક્યાં જોયો-જાણ્યો ને માણ્યો ? “પૈસો કેવો છે' - એની એમને શું ગતાગમ પડે ?”
એમ પણ કહેનારા મળ્યા કે, “પૈસાથી શું ન મળે ? મા-બાપ પણ મળે. આગળ વધીને ગુરુ પણ મળે.” – આવું કહેનારને એમના સંતોષ માટે મારે કહેવું છે કે, ચાલો “અમે તો પૈસાનું સ્વરૂપ જાણતા નથી. કબૂલ !, પણ ત્રણ લોકના નાથ, સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા માટે શું કહેવું છે ? એ તો સર્વજ્ઞ હતા ને ? એમણે આ પૈસાનું સ્વરૂપ જાણ્યું હતું કે નહિ ? એમણે તો પૈસાનો પ્રભાવ પણ જોયો હતો ને? આમ છતાં એ જ ભગવાને કહ્યું છે કે,
“ર્વ સુક્વા જ મુદ્' જે પરિગ્રહ રાખશે – રખાવશે - રાખનારને સારો
માનશે, તે દુ:ખથી મુક્ત નહિ થાય.' જો ભગવાન ઉપર શ્રદ્ધા હોય તો વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે. આમ છતાં પ્રબળ કર્મના ઉદયથી આ વાત જો તમારા ગળે ન ઉતરતી હોય તો વિચારો કે, મારી બુદ્ધિ મર્યાદિત છે, અજ્ઞાન મને ઘેરો લગાવીને બેઠું છે, એટલે ભલે મને ન પણ સમજાય; પણ સર્વજ્ઞ-વીતરાગ એવા મારા પ્રભુની વાત તો સો એ સો ટકા સાચી અને શંકા વગરની છે. તો ફરી પ્રભુ વીરનાં એ વચનને યાદ કરો કે,
'चित्तमंतमचित्तं वा, परिगिज किसामवि ।
अण्णं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुञ्चइ ।।' ‘સજીવ કે અજીવ, થોડો કે ઘણો, એક તણખલા જેટલો પણ પરિગ્રહ જે રાખે, રખાવે કે રાખનારને અનુમતિ
આપે કે, અનુમોદન કરે તે દુ:ખથી મુક્ત નહિ થાય.' આ નિશ્ચિત વાત છે. આ એક ત્રિકાલાબાધિત સત્ય છે, પરમ સત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org