________________
૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20
રહેતી કે મેં સ્પ્રે કર્યો છે. તમે ત્યાંથી નીકળો એટલે આપોઆપ જ બધાનાં નાક ભરાઈ જાય. તેમ સમ્યગ્દર્શન આવ્યા પછી કહેવું ન પડે કે હું સમ્યગ્દષ્ટિ છું, તેના વ્યવહારો અને તેના ઉદ્દગારોમાંથી જ જાણકારને ખ્યાલ આવી જાય કે આ સમ્યગ્દષ્ટિ છે.
૧૯૯
પરિગ્રહ પણ બંધન છે :
મિથ્યાત્વ અને અવિરતિ જેમ બંધન છે તેમ પરિગ્રહ અને આરંભ પણ બંધન છે. જે વાત સૂયગડાંગસૂત્રની ટીકામાં પૂજ્ય આ. શ્રી શીલાંકાચાર્યજી મહારાજે સમજાવી છે. તમને સમજાય તેવી ભાષામાં તેઓશ્રીએ સમજાવ્યું છે. પહેલા નંબરે પરિગ્રહ અને બીજા નંબરે આરંભ.
449
-
तद्धेतवो वा मिथ्यात्त्वाविरत्यादयः परिग्रहारम्भादयो वा । शीला. टीका. “બંધના હેતુઓ મિથ્યાત્વ અને અવિરતિ વગેરે છે અથવા પરિગ્રહ અને આરંભ વગેરે છે.”
પરિગ્રહ બંધનનું કારણ છે. એટલે અપેક્ષાથી પરિગ્રહ પોતે જ બંધન છે. જેણે બંધનોને તોડવાં હોય, તેણે પરિગ્રહને છોડવાનું કામ કરવું જ પડે. જેની પરિગ્રહ છોડવાની તૈયારી ન હોય તેને બંધન છોડવાનું મન છે, - એવું ભૂલેચૂકે પણ માનવું નહિ.
ન
જે પરિગ્રહને ન છોડી શકે તે બંધનને ન તોડી શકે. આપણે માટે મોટામાં મોટું બંધન જો કોઈ હોય તો તે પરિગ્રહ છે. ‘મારે પરિગ્રહના બંધનથી છુટવું છે’ - આ મુદ્દા ઉપર હવે આપણે ઠરવું છે.
સભા : પરિગ્રહ એટલે શું ?
પરિગ્રહ એટલે શું ? એ પણ તમને સમજાવવું પડશે !
‘પ્રવચનસારોદ્વાર’ ગ્રંથમાં પરિગ્રહની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે 'परिगृह्यते आद्रीयतेऽस्मादिति परिग्रहः परिग्रहणं वा परिग्रहः ।' ‘જેનાથી (વસ્તુઓ) સ્વીકારાય-ગ્રહણ કરાય છે તે પરિગ્રહ છે અથવા મૂર્છા એ પરિગ્રહ છે.’
જે આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ અને આ પરિગ્રહ નવ પ્રકારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org