________________
૯૨
–
૨ - આતમ જાગો
–
-
342
જૂનું થઈ જાય, કામમાં ન આવતું હોય તો શું કરે ? બાજુમાં મૂકે ને ? તેમ આ મહાપુરુષે પોતાના કાળધર્મના પંદર દિવસ પહેલાં અમને બોલાવી કહ્યું હતું કે, આજ સુધી મને એમ લાગતું હતું કે, હું આ શરીરથી શાસનની સેવા કરી શકીશ. સંઘનો યોગક્ષેમ કરી શકીશ, માટે તમે એને માટે જે કાંઈ કરતા હતા, તે હું તમને કરવા દેતો હતો, પણ હવે લાગે છે કે આ શરીર શાસનના કશા કામમાં આવે તેમ નથી. માટે એ માટેની બધી દોડધામ બંધ કરો ! મને એક ખૂણામાં મૂકી દો !” દેહ પ્રત્યે કેવો નિર્મમભાવ હશે ત્યારે આ નિર્ણય લેવાયો હશે !
એની સામે હવે આપણે આપણો વિચાર કરીએ. કોઈક એવી માંદગીમાં આપણે ઘેરાઈ ગયા હોઈએ. એમાં જો ડોક્ટર હાથ ખંખેરી નાંખીને કહી દે કે બાજી હવે હાથમાં નથી, ત્યારે આપણે શું કહીએ ? “સાહેબ ! કાંઈક પ્રયત્ન કરો ! તમારે વધારે પૈસા જોઈએ તો વધારે આપીશું, પણ જીવાડો !” જ્યારે આ મહાપુરુષે સામેથી કહ્યું કે “મને એક ખૂણામાં મૂકી દો !'
આત્મબોધ વગર, આત્માની ઝાંખી કર્યા વગર, શરીર એ પણ આત્માનું એક બંધન જ છે, એમ સ્વીકાર્યા વગર સહજભાવે આવા ઉદ્ગારો નીકળવા એ શક્ય નથી. જ્યારે જ્યારે પણ આ આગમો વાંચું છું, તેનાં એક એક પદો વિચારું છું, ત્યારે એ મહાપુરુષ શરીરથી પણ કેવા નિર્લેપ હતા, કેવી આધ્યાત્મિક ઉચ્ચદશાને વરેલા હતા, તેનો ખ્યાલ આવે છે.
આ શાસ્ત્રો, આ આગમો જો શ્રદ્ધાનો, બોધનો અને પ્રતીતિનો વિષય બન્યાં હોય તો તે ઉપકાર આ મહાપુરુષનો છે. એમણે માત્ર જાણવાની વાતો નથી કરી, માત્ર શ્રદ્ધાની ય વાતો નથી કરી, પણ તે આગમોને, તે શાસ્ત્રોને જીવનમાં તાણે-વાણે વણીને જીવી બતાવ્યાં છે. શાસ્ત્રથી પરિકર્મિત થઈને જો તેમનાં વચનો વાંચવામાં આવે તો જ એ વાત બરાબર સમજમાં આવે.
આપણી મૂળ વાત યુન્નિg' ની છે. જાગો ! “આત્માને જાણો” ની વાત છે. આત્માને ઓળખો ! આત્માને ઓળખ્યો એટલે બીજા નંબરે બંધનોને ઓળખો ! બંધનો ઓળખ્યાં પછી એ બંધનોને તોડો ! જૈનશાસનનો માર્ગ કેવો અદ્ભુત છે ! કે જેમાં જ્ઞાન અને ક્રિયા તાણેવાણે વણાયેલાં છે. જગતમાં એવાં પણ દર્શનો છે, જે માત્ર ક્રિયા દ્વારા જ મોક્ષને માને છે. એવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org