________________
૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘણું નથી લાગતાં
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા બીજબુદ્ધિના સ્વામી એવા પંચમ ગણધરશ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ ૫૨મતારક પરમાત્માના મુખેથી પન્નૂફ વા, વિનમેક્ वा ने धुवेइ वा આ મહામંગલકારી ત્રિપદીને પ્રાપ્ત કરીને અન્ય દસ ગણધરોની જેમ જ માત્ર અંતર્મુહૂર્તમાં ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગીની રચના કરી.
એ પૈકીના પ્રથમ અંગ-આગમ શ્રીઆચારાંગ સૂત્ર દ્વારા આત્માના સ્વરૂપનો બોધ કરાવ્યો છે અને બીજા અંગ-આગમ શ્રી સૂયગડાંગ સૂત્ર દ્વારા એ આત્માને વળગેલાં બંધનોનો અને તેને દૂર કરવાના ઉપાયોનો બોધ કરાવ્યો છે.
તેનો સાર ‘બંધનને જાણવાં અને બંધનને જાણીને તોડવાં' તે છે.
-
બંધનને જાણવાનું અને બંધનને તોડવાનું મન કોને થાય ? જેણે આત્માને જાણ્યો હોય તેને જ બંધનને જાણવાનું અને તોડવાનું મન થાય.
જેણે આત્માને જાણ્યો ન હોય, આત્મસ્વરૂપને પિછાણ્યું ન હોય તેને બંધનની કલ્પના પણ શી રીતે આવે ? અને બંધનની જાણકારી વગર એને તોડવાની ઇચ્છા અને તે માટેનો પુરુષાર્થ પણ શી રીતે સંભવે ?
જ્યાં સુધી આત્મા ઓળખાતો નથી, ત્યાં સુધી બંધનની કલ્પના પણ આવતી નથી. બંધનની કલ્પના આવ્યા વિના બંધનને તોડવાનું મન થતું નથી અને બંધનને તોડવાનું મન થયા વિના બંધન તોડવાનો પુરુષાર્થ થતો નથી.
ધર્મક્રિયાથી પણ બંધન વધાર્યાં :
આપણી અનાદિકાળની રઝળપાટનો વિચાર કરીએ; ૮૪ લાખ યોનિઓનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org