________________
૨૪૯
529
૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23
૩ - માતા-પિતાને ઠગે છે, ૪ - પુત્રોને ઠગે છે, ૫ - સ્વજનાદિકને ઠગે છે તે બધો જ મર્યાદાહીન લોભનો વિલાસ છે.' 'का गणणा अण्णेसिं जं जिणमयभाविएसु वि मणेसु ।
लहलहइ लोहलइया संतोसतुसारवरिसे वि ।।५१३।।' ‘સંતોષરૂપી તુષારની વર્ષા થવા છતાં જિનમતથી ભાવિત થયેલા લોકોના (સાધુ અને શ્રાવકોના) મતમાં લોભરૂપી
લતા લહલહે છે તો બીજા લોકોની તો શું વાત કરવી ?” સૌથી વધુ ઘાતક - પરિગ્રહ :
બંધનમાં ફસાયેલા તમે હવે તમારી સ્થિતિનો વિચાર કરશો તો તમને પણ ખ્યાલ આવશે કે, તમે ક્યાં ક્યાં ફસાયા છો, કેવા કેવા ફાંસલા તમારા ગળામાં ભરાયા છે, પળે પળે તમારી ચેતના કેટલી અને કેવી મુરઝાઈ રહી છે ? પળેપળે મૂચ્છનો કેવો હુમલો આવી રહ્યો છે? ધનની મૂર્છા, પરિવારની મૂચ્છ, ભોગ-સામગ્રીની મૂચ્છ, સંપત્તિની મૂચ્છ, મકાનની મૂર્છા, જમીનની મૂર્છા, દર-દાગીનાની મૂર્છા - આ એક-એક વસ્તુની મૂર્છા - આ બધી મૂર્છાઓ, આસક્તિઓ તમને વધુ ને વધુ ગૂંગળાવી રહી છે.
એને જ કારણે ભગવાન પાસે ગયા તો ય ભગવાન સાથે વાત ન કરી શક્યા. અગર વાત કરી તો બંધન વધારવાની વાત કરી.
ત્રણ લોકના નાથ કે જે બંધનને તોડાવનારા અને મુક્તિને પમાડનારા છે; તેમની પાસે જઈને પણ મુક્તિ માંગી કે બંધન માંગ્યું ?
જેમણે બંધન તોડવાનો માર્ગ બતાવ્યો, બંધન તોડવાનો ઉપદેશ આપ્યો, જેઓ સ્વયં પણ બંધન તોડીને મુક્ત થયા, તે પરમતારકની જ પાસે જઈને કહ્યું કે, “ભગવદ્ ! આપ મને મારા ગળામાં આ ગાળીયો નાંખી આપો ! મજબૂત કરી આપો !” કેવી નરી અજ્ઞાનતા ? કેવી બાલીશતા ? કેવી કમનસીબી ?
સભા: આ સભામાં તો એવું કોઈ નહિ હોય ! કોણ બાકાત હશે એ મોટો સવાલ છે ! જેમણે બંધન મુક્તિનો માર્ગ બતાવ્યો, તેમની જ પાસે જઈને બંધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org