________________
૪૯ –૩: બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16 - 129 આત્માની ઓળખ કઈ રીતે કરવી ?? સભાઃ સ્વયં પોતે આત્મા હોવા છતાં પોતે પોતાને આત્માને ઓળખતો કેમ નથી ?
કારણ કે એ બેભાન છે. એને બેભાન રાખનાર મિથ્યાત્વ વગેરે કર્મોથી એ ઘેરાયેલો છે. એનાં મિથ્યાત્વ વગેરે કર્મ એવાં ગાઢ-ચિકણાં છે કે, એ ભાનમાં આવી શકતો નથી, માટે એ સ્વયં પોતે પોતાને-આત્માને ઓળખતો નથી. અભીનો કર્મમળ સદા માટે ગાઢો જ રહેતો હોય છે. એ જ રીતે ચરમાવર્તિમાં નહિ આવેલા ભવીનો પણ કર્મમળ ગાઢો રહેવાનો, ચરમાવર્તમાં આવેલો ભવ્યાત્મા પણ જો ભારેકર્મી હોય તો તેનો પણ કર્મમળ ગાઢો હોય છે. આવા આત્માઓને આત્મા ઓળખાતો નથી. આત્માનો વિચાર આવતો નથી. એને મળેલા ચોવીસ કલાકમાંથી પા કલાક પણ એવો નથી હોતો કે જે એણે પોતે પોતાના માટે આત્માને માટે ગાળ્યો હોય.
સભા: આત્માને ઓળખવા શું કરવું ? નિરંતર વિચારવું કે, “હું કોણ છું' - જ્યાં સુધી એનો જવાબ ન મળે ત્યાં સુધી વિચારવું જોઈએ કે હું કોણ નથી? હું શું નથી ? હું શરીર નથી. હું ઈન્દ્રિયો નથી, હું મન નથી. ઘર, કુટુંબ, પરિવાર, ધન-સંપત્તિ વગેરે મારું નથી. આ વારંવાર વિચારશો તો પછી હું કોણ છું એનો જવાબ મેળવવો સરળ બનશે. સભાઃ હું કોણ છું તે ઓળખવાનું, તેને માટે હું કોણ નથી તે ઓળખવાનું, શરીર
એ હું નથી, ઈન્દ્રિયો એ હું નથી. આ બધું વિચાર્યા કરવું એ વાહીયાત અને
નિરર્થક નથી ? આ વાતો, આ વિચારો તેને જ નિરર્થક લાગે કે જેનું દર્શન મોહનીય કર્મ અત્યંત મજબૂત હોય, મતલબ કે જેનું મિથ્યાત્વ પ્રગાઢ હોય.
જે વ્યક્તિનું મિથ્યાત્વ નબળું પડ્યું હોય તેને આ વાતો, આ વિચારો નિરર્થક નથી લાગતા. જેનું મિથ્યાત્વ નબળું પડ્યું હોય તે પણ જ્યાં સુધી નાસ્તિક વગેરે મિથ્યામતોના સંસ્કારોથી વાસિત હોય તેને જ્યાં સુધી આસ્તિક દર્શનોનો સંપર્ક ન થાય અને એના શુભસંસ્કારોથી વાસિત ન થાય ત્યાં સુધી આત્માની વાતોવિચારો નિરર્થક લાગે એવું પણ બને. જે વ્યક્તિનું મિથ્યાત્વ નબળું પડ્યું હોય અને આસ્તિક દર્શનનો જેને સમ્યપરિચય થયો હોય તેને આત્માની વાતો અને વિચારો નિરર્થક નથી લાગતા. આસ્તિક દર્શનોમાં પણ જ્યાં સુધી સર્વજ્ઞ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org