________________
૧૮૬
આતમ જાગો !
એ જે રીતે કર્મનાં બંધનો અને કર્મના વિપાકો વચ્ચેના સંબંધની પ્રક્રિયા અજ્ઞાનતાના કારણે આપણે જોઈ શકતા ન હોઈએ, જાણી શકતા ન હોઈએ. આમ છતાં એ ચોક્કસપણે છે અને ચોક્કસપણે કામ પણ કરે જ છે.
આજે કોઈને તાવ આવ્યો, તો ક્યાંથી આવ્યો ? કેવી રીતે આવ્યો ? અચાનક આર્થિક નુકસાન આવ્યું, પારિવારિક નુકસાન આવ્યું, સામાજિક નુકસાન આવ્યું. વિચારો છો એ ક્યાંથી આવ્યું ? કેવી રીતે આવ્યું ? ભલે આજે જ્ઞાનના અભાવે તમને નથી દેખાતું, પણ જ્ઞાનીઓને તે દેખાય છે અને જ્યારે આપણને જ્ઞાન થશે, ત્યારે આપણને પણ દેખાશે.
466
જેમ દુનિયામાં ઘણી વસ્તુના સંબંધો, કા૨ણો દેખીતી રીતે દેખાતાં નથી. આમ છતાં કોઈએ કહ્યું કે ફલાણાભાઈનો સંપર્ક કરવો હોય તો આ નંબર લગાડજો ! ત્યારે તમે ત્યાં તર્ક નથી કરતા કે શું ખાતરી એ નંબર ઉ૫૨ એ વ્યક્તિ મળશે જ ? અને તમે તે નંબર લગાવો છો. કારણ કે, ત્યાં તમને શ્રદ્ધા છે.
એ જ રીતે જો ભગવાન પ્રત્યે, ભગવાનની વીતરાગતા પ્રત્યે, સર્વજ્ઞતા પ્રત્યે, અનંત કરુણા પ્રત્યે વિશ્વાસ હોય તો આ બધું મનાય.
ભગવાન કહે છે પરિગ્રહ બંધન છે, કર્મબંધનું કારણ છે. આ પરિગ્રહ તમારી ચેતનાને, તમારા શુદ્ધ સ્વરૂપને જકડી રાખે છે. અનંતકાળ સુધી તમે તમારું શુદ્ધ ચૈતન્ય પ્રાપ્ત ન કરી શકો, સાદિ-અનંત ભાંગે મુક્તિમાં વાસ ન કરી શકો, ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિઓનાં બંધનમાંથી છટકી ન શકો તેવું બંધન ઊભું કરવાની તાકાત આ પરિગ્રહમાં છે.
જેને દુઃખી જ થવું છે, સંસારમાં જ રહેવું છે તેને માટે આ વાત નથી પણ જેને દુઃખથી છૂટવું છે, અસાર એવા આ સંસા૨થી છૂટવું છે, તેને માટે આ બધી વાત છે.
તેને કહેવું છે કે, જ્યાં સુધી પરિગ્રહ નહિ છુટે ત્યાં સુધી આત્માને લાગેલાં બંધન નહિ તૂટે, જ્યાં સુધી બંધન નહિ તૂટે ત્યાં સુધી આત્મસ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય અને જ્યાં સુધી આત્મસ્વરૂપની પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી દુઃખમુક્તિ અને સુખસામ્રાજ્યની સિદ્ધિ પણ નહિ થાય.
પરિગ્રહને છોડવો હજી સહેલો છે પણ તેને બંધન માનવું એ તો છોડવાથી પણ અઘરું છે. પરિગ્રહનો ત્યાગ એ વિરતિ છે; જ્યારે પરિગ્રહને બંધન માનવું તે સમ્યગ્દર્શન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org