________________
૯ – ઘંટિગ્રહની પાછળ થતી આભાની પાયમાલી 2 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧૪, બુધવાર, તા. ૨૧-૮-૦૨. સાચોરી ધર્મશાળા, પાલીતાણા
• સજીવ પણ પરિગ્રહ :
• શાલિભદ્રની લક્ષ્મી એ પણ બંધન જ : નિર્જીવ પણ પરિગ્રહ :
- પરિગ્રહ અનેક ઉપમાઓથી ભયંકર : • અર્થ દુઃખનું કારણ છેઃ
• પૈસાવાળાને હજાર દુઃખ : • પરિગ્રહી દુઃખથી મૂકાતો નથીઃ
• ગુરુદેવની પરમકરુણા : • ન્યાયથી મળેલું ધન પણ છે તો પાપ જ : ૧ થોડો પણ પરિગ્રહ બંધનરૂપ જ : • પરિગ્રહને હેય માને તેનામાં જ સમકિત ટકે :
• માત્ર મૂળને માનનારા શાસન બહાર : • પૈસાવાળાને જોઈ સાધુને એની દયા આવે. અહીં તો પંચાંગી જ પ્રમાણે છે : • લક્ષ્મીનાં બે રૂ૫ : એક દેવી - બીજી ડાકણ, સંયમરક્ષા માટે રાખેલ તે પરિગ્રહ નથી :
વિષયઃ પરિગ્રહથી સર્જાતી અવદશા. બંધનની વાત હવે બરાબર જામી છે. પ્રવચન સાંભળનારા પુણ્યાત્માઓ મંડપમાંથી નીકળતા ‘બંધન.. બંધન... પરિગ્રહ બંધન !”ના પ્રતિધ્વનિથી ભાવિત થયેલા જોવાય છે. અત્યાર સુધીમાં બંધનના અનેક પાસાઓ ખોલ્યા બાદ આ પ્રવચન પરિગ્રહના કારણે આત્માની થતી બેહાલીનું તાદૃશ વર્ણન કરે છે. સજીવ કે નિર્જીવ, નાની કે મોટી, ઓછી કે વધારે કોઈપણ વસ્તુને પોતે તાબે કરવી એ પરિગ્રહનો સીધો ગુજરાતી અર્થ છે. પરિગ્રહનો આગ્રહ પરમાર્થથી અનર્થનું મૂળ બને છે, એ વાત અહીં પ્રભાવી શૈલીમાં પ્રસ્થાપિત કરાઈ છે. પરિગ્રહ સંજ્ઞાને જીતવાનો ગુરુદત્ત મંત્ર મારે કાંઈ જોઈતું નથી' અહીં આપણને સંપ્રાપ્ત થાય છે. અહીં પૈસાના લોભે ભલભલાની થયેલી પાયમાલી અને પૈસાને હેય માનતા શ્રાવકોની ય ઉત્તમતાનું બયાન કર્યા છે.
- પ્રવચનનું પ્રતિબિંબ * જે પરિગ્રહને ભેગો કરે છે, તે સુખને નહિ પણ દુઃખને ભેગું કરે છે. » જુનું એટલું સોનું - એમ આંખ મીંચીને બોલવા જેવું નથી. એમાં પણ બહુ જ - વિવેક કરવો પડે તેમ છે. * જ્યાં સુધી આ પરિગ્રહ એ બંધન નહિ લાગે, એ ભડકે બળતી આગ જેવું નહિ લાગે, એ સાપનાં રાફડા જેવું નહિ લાગે ત્યાં સુધી એનાથી છુટશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org