Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/009115/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Ceeeeeeeeeeeee eeeeeeeeeeeee CGCE cecececen ccccc Coo00000 (અવશ્ય કરવાયોગ્ય) સમાધિમરણ (સચિત્ર) eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeooooooooooooooooooooooooooooooooo ‘તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય.' ‘એકવાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે.' (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૫) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સંયોજક પારસભાઈ જૈન પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બેંગ્લોર Page #2 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા . ૨. Ge ક્રમાંક વિગત પૃષ્ઠ ૧. પ્રસ્તાવના........... ............(૩) દાતાઓની યાદી............... ..........(૪) ૩. સમાધિમરણ........................ ૪. સમાધિમરણની આરાધના માટે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ કરેલ દીપાવલી પર્વની યોજના.......... ૫. સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમપ્રેમની જરૂર. ૬. સમાધિમરણ કરવામાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રોમાંથી લીધેલ અવતરણો.......... ..............................................પર ૭. પરમકૃપાળુદેવના હાથે શ્રી ટોકરશીભાઈનું થયેલ સમાધિમરણ..... ..............૭૨ ૮. “શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૬૯૨ “દુર્લભ એવો મનુષ્યદહે’.. ..............૭૫ સમાધિમરણ કરવા શું કરવું તે માટે ‘ઉપદેશામૃત'માં ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ વરસાવેલ સચોટ ઉપદેશ... ૧૦. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણના દ્રષ્ટાંતો.........૧૩૫ ૧૧. પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “સમાધિમરણ” માટે “બોધામૃત ભાગ ૧,૨,૩' માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન. ....૧૫૫ ૧૨. પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ કરાવેલ મુમુક્ષુઓના સમાધિમરણ .. ૧૩. સમાધિમરણની આરાધના માટે દિવાળીના ચાર દિવસોમાં ગણવા યોગ્ય ૩૬ માળાઓનો ક્રમ અને તેના દ્રષ્ટાંતો........... ૧૪. પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ “પ્રજ્ઞાવબોધ'માં આપેલ “સમાધિમરણ” વિષેની અદ્ભુત સમજણના બે પાઠ પર અને પ૩ (અર્થ સહિત).......... ૧૫. પૂજ્યશ્રી બ્રહ્મચારીજી કૃત “વીર હાક’ પદ (અર્થ સહિત)........ ........૩૨૩ ૧૬. “અમને અંત ઉપકારી વહેલા આવજો રે' એ પદ (અર્થ સહિત).. ...........૩૨૫ ૧૭. “સમાધિમરણ'માં સહાયક થાય એવા અનેક શાસ્ત્રોમાંથી ઉદ્ભૂત બોધ. .... ...૩૨૭ .........૮૭ .........૨૩૪ .....૨૩૭ •••••••••••••••••••૨૯૭ : પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજ કોમ્પલેક્ષ, પાંચમા માળે, નં.૭ આરકોટ, શ્રીનિવાસાચાર સ્ટ્રીટ, બેંગ્લોર પ૬૦૦૫૩ •..•••••••• • • • • • • • • • • • • • • • • • • • • પ્રથમવૃત્તિ, પ્રત ૩૦૦૦, ઇસ્વી સન્ ૨૦૧૧ કૉપીરાઈટ રિઝર્વડ વેચાણ કિંમત રૂા. ૧૦/ (૨) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિનું નિવેદન આ ગ્રંથનું નામ “સમાધિમરણ છે. એના વિષે પરમકૃપાળુદેવ વચનામૃતમાં જણાવે છે – “તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૨૫) જીવનપર્યતની આરાધના માત્ર સમાધિમરણ પ્રાપ્ત કરવા માટે છે. જો અંત સમયે સમાધિપૂર્વક એટલે આત્માની સ્વસ્થતાપૂર્વક દેહત્યાગ ન થયો તો જીવનમાં કરેલી સર્વ આરાધના લેખે લાગી ન ગણાય. તો આખા જીવનના સારરુપ એવું સમાધિમરણ કેમ પ્રાપ્ત થાય? તેના શા ઉપાય છે? તેના વિષે પરમકૃપાળુદેવે, ૫.પૂ.પ્રભુશ્રીજીએ કે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ જ્યાં જ્યાં બોધમાં જણાવેલ છે. તે સર્વનો આ ગ્રંથમાં સંગ્રહ કર્યો છે. તેમજ બીજા અનેક શાસ્ત્રોમાંથી પણ આ વિષયના ઉદ્ધરણો લીધા છે. જેથી સર્વ મુમુક્ષુ વર્ગ સુલભતાથી તેના ઉપાય જાણી શકે. આ ગ્રંથ માત્ર મહાપુરુષોના ઉપદેશનું સંકલન છે. દરેક પેરેગ્રાફના ટૂંકા ભાગનો આશય કંઈક લક્ષમાં આવે તેના માટે લગભગ દરેક પેરેગ્રાફ ઉપર શીર્ષક આપવામાં આવ્યા છે. તથા અનેક દ્રષ્ટાંતો તેના ચિત્રો સાથે આપેલ છે, જેથી તે વિષય સમજવામાં વિશેષ સુગમતા રહે અને રુચિ ઉત્પન્ન થાય. સમાધિમરણ કરવા શું કરવું તે વિષે ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી જણાવે છે : “બે દહાડાના મે'માન જેવું છે. તેમાં શું ચિત્ત દેવું? અમૂલ્ય વસ્તુ તો આત્મા છે તે જ્ઞાનીએ જામ્યો છે. એ નિઃશંક વાત છે. અને તેવો જ આપણો આત્મા છે. અત્યારે તેનું ભાન નથી, તો પણ તે માન્ય કરવું અત્યારે બની શકે તેમ છે. આટલી પકડ મરણ-વેદના વખતે પણ રહે તેવો અભ્યાસ થઈ જાય તો સમાધિમરણ આવે, જન્મ-મરણના દુઃખ ટળે અને કામ થઈ જાય. કરોડો રૂપિયા કમાવા કરતાં વધારે કિંમતી આ કામ કરવા યોગ્ય છે.” -ઉપદેશામૃત (પૃ.૧૩૧) પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આ વિષે જણાવે છે :- “જેમ કોઈ ભણીને બાર મહિને પરીક્ષા આપે છે તેમાં પાસ થાય તો તેનું ભણેલું સફળ છે, તેમ આખી જિંદગી સુધી સત્સંગાદિ સાધનો કરી, સમાધિમરણ કરવાની જરૂર છે; અને તેના માટે જ આ બધા સાધનો છે.” -બો.૧ (પૃ.), “અનેક ભવમાં કુમરણ કરતો આવેલો આ જીવ પરમકૃપાળુદેવને શરણે આટલો ભવ જો સમાધિમરણ કરે તો પછીના કોઈ ભવમાં કુમરણ ન થાય. એવો અલભ્ય લાભ આ ભવમાં પ્રાપ્ત કરી લેવો છે એવી જેની દ્રઢ માન્યતા થાય તેને તેમ થવા યોગ્ય છેજી.” -બો.૩ (પૃ.૫૬૦) આ ગ્રંથમાં સંક્ષેપમાં આપેલ પુસ્તકના નામોના નીચે પ્રમાણે અર્થ સમજવા. વ.=વચનામૃત, પ્ર.=પૃષ્ઠ, ઉ.=ઉપદેશામૃત, બો.=બોધામૃત, ૧,૨,૩=ભાગ-૧-૨-૩ આ ગ્રંથમાં મહાપુરુષોના ઉપદેશ વચનોને વારંવાર વાંચી, વિચારી મુમુક્ષુઓ, આ જીવનના સારરૂપ સમાધિમરણને સાધે એવી સંભાવના સહ વિરમું છું. –આત્માર્થી પારસભાઈ જૈન, અગાસ આશ્રમ Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પ્રકાશનમાં ભાગ લેનાર દાતાઓની યાદી “જન્મ, જરા, મરણ કોના છે ? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું, શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૪૫૫)’ ૨૫૦૦૧ શ્રી પારસભાઈ એમ. જૈન તથા ભાવનાબેન પી. જૈન અગાસ આશ્રમ ૨૫૦૦૦ શ્રી શાંતિલાલજી હસ્તીમલજી તથા સૂરજબેન શાંતિલાલજી ઠુંડિયા બેંગ્લોર ૨૫૦૦૦ શ્રી દેવભાઈ શંકરભાઈ પટેલ ૨૫૦૦૦ શ્રી પુષ્પાબેન નાનુભાઈ પટેલ પરિવાર ૨૫૦૦૦ શ્રી મનુબેન કિશોરભાઈ પટેલ ૨૫૦૦૦ શ્રી કુસુમબેન મકનજીભાઈ પટેલ તથા ૧૧૦૦૦ શ્રી હંસાબેન નવીનચંદ્ર ચૌઠાણ ૧૧૦૦૦ શ્રી અશોકભાઈ દેવજીભાઈ તથા અનીતાબેન અશોકભાઈ પટેલ ૧૧૦૦૦ શ્રી વિનોદભાઈ મેઘજીભાઈ તથા ચેતનકુમાર વિનોદભાઈ શાહ ૧૧૦૦૦ શ્રી સવિતાબેન રાવજીભાઈ પટેલ ૧૧૦૦૦ શ્રી જમનાબેન મગનભાઈ પટેલ ૧૦૦૦૦ શ્રી અલ્પેશભાઈ ગોપાલભાઈ પટેલ હસ્ત ભુલીબેન શાંતિભાઈ પટેલ ૧૦૦૦૦ શ્રી સરિતાબેન વીર કેનીયા, ધીરજભાઈ વીરા કેનીયા, હ. સુસ્મિતાબેન વી૨જી કેનીયા ૫૫૫૫ સ્વ.શ્રી ભૂલીબેન મગનભાઈ પટેલ હ. સુમતિબેન ચંપકભાઈપટેલ પરિવાર ભરમપોર ૫૧૦૦ શ્રી નથમલજી રાયચંદજી ૫૦૦૦ શ્રી કમલેશભાઈ સેવંતીલાલ મણિયાર આશ્રમ તેનાલી ૫૦૦૦ શ્રી અંબરીષાબેન અનીલભાઈ વોરા ૫૦૦૦ શ્રી ઉર્મિલાબેન કિશોરભાઈ પટેલ ૫૦૦૦ શ્રી જસુબેન રમણભાઈ પટેલ હસ્તે કિશોરભાઈ રમણભાઈ પટેલ ૩૨૦૦ શ્રી જગદીશભાઈ ૨૫૦૧ શ્રી નટુભાઈ મકનજીભાઈ તથા શારદાબેન નટુભાઈ ભક્ત ૨૫૦૦ શ્રી મૃદુલાબેન બિપીનભાઈ શાહ ૨૫૦૦ શ્રી મેપનાદ, તા, અંજલી શાદ ૨૫૦૦ શ્રી સેવા, સોહમ પરીખ આસ્તા ૨૫૦૦ સ્વ. શ્રી રતનજીભાઈ જીવાભાઈ હ. દુધીબેન ઈશ્વરભાઈ પટેલ ૨૦૦૧ સ્વ.શ્રી મંગીબેન રણછોડભાઈ પટેલબારડોલી ૨૦૦૦ શ્રી ભુપેન્દ્રભાઈ કંચનલાલ પરીખ વડોદરા સીમરડા. ૨૦૦૦ શ્રી જસવંતીબેન પુષ્કરભાઈ ટીમ્બરીઆ મુંબઈ આશ્રમ ૧૭૦૦ શ્રી જિતેન્દ્રભાઈ એ. કપાસી અમેરીકા - ૧૭૦૦ શ્રી અનીલભાઈ એ. બાવીસી અમેરીકા ૧૭૦૦ શ્રી વિપુલભાઈ કે. ઝાટકીયા ૧૫૦૦ શ્રી મુમુક્ષુબેન તરફથી મુંબઈ ૧૫૦૦ શ્રી પરેશભાઈ ચેતનભાઈ નાહટા ૧પ૦૦ શ્રી પૂનમકુમારી ચેતનભાઈ નાટા . ૧૧૧૧ શ્રી અભયકુમાર નવરતનભાઈ મહેતા ૧૧૧૧ સ્વ.શ્રી લક્ષ્મીબેન ગોવિંદભાઈ હ. ગોવિંદભાઈ લાલભાઈ પટેલ ૧૧૦૦ કી સુખીબેન ચંપાલાલજી ૧૦૦૦ શ્રી ઉષાબેન હેમંતભાઈ શાહ ૧૦૦૦ શ્રી ડિમ્પલબેન નિશિથભાઈ શાહ ૧૦૦૦ શ્રી કવિતાબેન સુરેશજી ૧૦૦૦ શ્રી સુમતિબેન મુલતાનમલજીઅગાસ ૧૦૦૦ શ્રી ચંપાદેવી ધનરાજજી કોઠારી ૧૦૦૦ શ્રી રંજનબેન પ્રવીણભાઈ લંડન લંડન વિદ્યાનગર આશ્રમ સીમરડા આસ્તા મુંબઈ નનસાડ વાલોડ: ૧૦૦૦ શ્રી જેલીબેન ઠાકોરભાઈ પટેલ ૧૦૦૦ શ્રી દેવિકાબેન જયચંદભાઈ, અશોક અને ભારતીબેન દીપકભાઈ માલાણી નાની ચોવીશી મુંબઈ મુંબઈ મુંબઈ દુબલી દુબલી સુરત : અમેરીકા ૧૦૦૧ શ્રી હેમુબેન મહેન્દ્રભાઈ પટેલ ૧૦૦૧ શ્રી જયમીનભાઈ મહેન્દ્રભાઈ પટેલ અમેરીકા ૧૦૦૧ શ્રી રવિ મહેન્દ્રભાઈ પટેલ : ૧૦૦૧ શ્રી વાલીબેન જગુભાઈ પટેલ ૧૦૦૧ શ્રી મધુબેન નાગડા મુંબઈ ૧૦૦૦ શ્રી શ્વેતાકુમારી મોહનલાલજી ન્યુઝીલેન્ડ : ૧૦૦૦ શ્રી ચંચળબેન મગનભાઈ પટેલ અમેરીકા ૧૦૦૦ શ્રી ધરમશીભાઈ જેરામભાઈ પટેલ (૪) આશ્રમ બલી મુંબઈ મુંબઈ અમેરીકા આશ્રમ જલ મુંબઈ લંડન ગાંધીધામ શર્મા બોરીઆ ભરૂચ આસ્તા ધૂલિયા કોઈમ્બતુર વાવ સોયાણી વડોદરા ૧૦૦૦ શ્રી શાંતાબેન મંગુભાઈ પટેલ ૧૦૦૦ શ્રી અનીલાબેન જયકાંતભાઈ ઘેલાણી મુંબઈ કેનેડા : ૫૦૦ શ્રી ચંદ્રકાંતભાઈ શનાભાઈ ઝવેરી ખંભાત કેનેડા ૫૦૦ શ્રી નયનાબેન ખંડુભાઈ પટેલ આશ્રમ Page #5 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ “સમાધિમરણ” એટલે શું? “સમાધિ સાથે મરણ તેનું નામ સમાધિમરણ છે.” (બો.૧ .૧૯૭) સમાધિ' એટલે શું? “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર ‘સમાધિ' કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક પ૬૮) આત્મપરિણામની સ્વસ્થતા એટલે પોતાના આત્માના ભાવ રાગદ્વેષમાં ન જવા દેતાં પોતામાં જ સ્થિત રાખવા તેને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે. હવે “મરણ' એટલે શું? આત્માનું તો કદી મરણ છે નહીં. તે તો “અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે, છતાં કર્મવશાત્ તે આત્મા જે દેહમાં રહેલો છે તે દેહ એટલે શરીર તે દશ પ્રાણનું બનેલું છે. એ દશ પ્રાણના નાશને વ્યવહારમાં મરણ કહેવામાં આવે છે. તે દશ પ્રાણના નામ આ પ્રમાણે છે : મનબળ, વચનબળ, કાયબળ અને પાંચ ઇન્દ્રિયો તથા આયુષ્ય અને શ્વાસોચ્છવાસ. આવા દશ પ્રાણોના નાશરૂપ મરણ તો જીવે આ સંસારમાં અનંતવાર કર્યા છે; પણ પોતાના આત્મસ્વભાવમાં રહીને જીવે કદી મરણ કર્યું નથી. હજી પણ પોતાના આત્મસ્વરૂપને સમજી આ ભવમાં જીવ સમાધિમરણ નહીં કરે તો ભૂતકાળમાં જેમ ચારગતિમાં અનંત દુઃખ પામ્યો તેમ હજા ભવિષ્યમાં પણ અનંતા જન્મમરણ કરવા પડશે. આ વિષે શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિશાસ્ત્રની પહેલી ગાથામાં જણાવે છે : “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” શ્રીમદ્ રાજચંદ્ર આ ભયંકર કલિયુગમાં પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર આપણા ઉપર અનંતી દયા કરીને સ્વરૂપમાં સ્થિરતા કરવાની કે સમાધિમરણ કરવાની વાત સમજાવીને અનંત ઉપકાર કર્યો છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે તેવા શ્રી સદ્ગુરુ ભગવંતના ચરણકમળમાં હું વારંવાર નમસ્કાર કરું છું. હવે– સમાધિમરણ પ્રાપ્ત કરવાનો ઉપાય શું? રત્નત્રયની આરાધના એ સમાધિમરણ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર એ રત્નત્રય છે સચદર્શનજ્ઞાનવરિત્રાણિ મોક્ષમાર્ક:”- સમ્યદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે, અથવા સ્વરૂપ સ્થિરતા કે સમાધિમરણ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. એને રત્નત્રય પણ કહે છે. એ રત્નત્રયની આરાધના વિના જીવ સમાધિમરણ કરી શકે નહીં. એની આરાધના માટે પ્રથમ વ્યવહાર રત્નત્રયરૂપ સમ્યકજ્ઞાન મેળવવું. સત્પરુષનો બોધ તે સમ્યકજ્ઞાન છે. તેને ખૂબ વાંચી વિચારીને ભગવાને કહેલ આત્મતત્ત્વ કે સાતતત્ત્વ કે છ પદની શ્રદ્ધા દૃઢ કરવી તે વ્યવહાર સમ્યક્રર્શન છે. શ્રદ્ધા કર્યા પછી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તન કરવું તેનું નામ વ્યવહાર સમ્મચારિત્ર છે. એ રત્નત્રયની એકતાથી આ ભવે જીવનું સમાધિમરણ થઈ કાળાંતરે તેનો મોક્ષ થાય છે. એ રત્નત્રયને શાસ્ત્રમાં બોધિ પણ કહે છે. એ બોધિરૂપ રયણ એટલે રત્નની પ્રાપ્તિ વિના હું ચારગતિમાં અનંતકાળથી બહુ ભટક્યો. પણ હે નાથ! હવે હું ભાગ્યોદયે આપના શરણે આવ્યો છું. માટે ત્રિશલાનંદન પ્રભુ મહાવીર અથવા હે દેવાનંદન શ્રી પરમકૃપાળુદેવ! આપની પાસે શીશ નમાવીને આ રત્નત્રયરૂપ બોધિની માગણી કરું છું. તે કૃપા કરી મને આપો. જેથી મારા સર્વકાળના જન્મમરણના મુખ્ય દુઃખો સંપૂર્ણપણે નાશ પામે અને હું સર્વકાળને માટે ભવિષ્યમાં સદા સુખી થાઉં. એ ભાવ, પૂજામાં આવે છે કે – બોષિરાયણ વિણ હું બહુ ભટક્યો, હવે પ્રભુ શરણે આયો; ત્રિશલાનંદન બોધિભાવના, માગુ હું શીશ નમાયો; નાથ તેરો દર્શન દુર્લભ પાયો. દેવાનંદન બોધિભાવના, માગુ હું શીશ નમાયો; નાથ તેરો દર્શન દુર્લભ પાયો. હારે મોકું કર્મ નઠારે નચાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો.” હે નાથ! મને નઠારા કર્મોએ ચારગતિમાં અનેક વેષ ધારણ કરાવીને બહુ નચાવ્યો. માટે હું તારા દર્શનને આ ભવમાં અતિ દુર્લભતાથી પામ્યો છું. હવે – “ભગવાનની પાસે બોધિ અને સમાધિ એ બે માગે છે.” (બો.૧ - ૧૯૬) બોધિ સમાધિ જ યાચતો, પ્રણમું શ્રી ગુરુરાજ; પૂજ્યપાદ શરણે ફળો, સફળ જીવન મુજ કાજ.” સમાધિશતક બોધિથી રત્નત્રયની પ્રાપ્તિ થાય અને મરતી વખતે તે છૂટી ન જાય, અને સાચવીને સાથે લઈ જાય તે સમાધિ છે.” (બો.૧ પૃ.૧૯૬) Page #7 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ એક સાધુ મરતી વખતે લક્ષ ચૂકી જવાથી બોરમાં ઈયળ રૂપે જન્મ્યા એક સાધુનું દૃષ્ટાંત- “એક સાધુ ઘણું પવિત્ર જીવન ગાળતા હતા. તેમને વચનલબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેથી તે બોલે તે ખરું પડતું હતું. આખર વખતે તેમણે શિષ્યોને કહ્યું મારું મરણ થશે ત્યારે વાજાં વાગશે અને મારી સદગતિ થશે. મરણ-પથારી સામે એક બોરડી હતી તેના ઉપર પાકેલા મોટા બોર ઉપર તેમની દ્રષ્ટિ પડી. તે બોર બહુ સુંદર છે એવા વિચારમાં જ હતા અને આયુષ્ય પૂરું થયું. તેથી તે બોરમાં ઈયળ થવું પડ્યું. મરણ થયું પણ વાજાં ન વાગ્યા એટલે શિષ્યોને શંકા પડી કે ગુરુની શી ગતિ થઈ હશે. કોઈ જ્ઞાની પુરુષ તે અરસામાં ત્યાં આવી ચઢ્યા. શિષ્યોએ પોતાના ગુરુનાં વખાણ કરી તે મહાત્માને કહ્યું કે અમારા ગુરુનું કહેલું બધું ખરું પડતું પણ આખરની વાત ખરી પડી નહીં. તે મહાત્માએ પૂછ્યું કે તેમને આખર વખતે ક્યાં સુવાડ્યા હતા? શિષ્યોએ તે જગા બતાવી. એટલે મહાત્મા ત્યાં સુઈ ગયા, અને બોરડી તરફ નજર જતાં પેલું પાકું બોર તેમણે દીઠું. તેથી તે બોર નીચે પાડ્યું અને ભાંગીને જોયું તો તેમાંથી મોટી ઈયળ નીકળી. તે તરફડીને મરી ગઈ. તે વખતે વાજાં વાગ્યાં અને તેમની સદ્ગતિ થઈ.” (ઉ.પૃ.૪૧૪) એક ભવમાં સમાધિમરણ થાય તો બઘા ભવમાં સમાધિમરણ થાય “અનંતકાળમાં સમાધિમરણ કર્યું નથી. એ કરવાથી ઘણો લાભ છે. જીવને એક વખત સમાધિમરણ થાય તો બાકીના બધાય ભવમાં પણ સમાધિમરણ થાય. રત્નત્રયની પૂર્ણ પ્રાપ્તિ વીતરાગમાં છે. તેથી જેને સમાધિમરણ કરવું હોય તેણે તેમાં વૃત્તિ રાખવી. છૂટી જાય દેહ, તેથી તારું ન બગડે, કેદખાનું છે. આત્માનું કંઈ ન બગડે. કેવળજ્ઞાનસ્વરૂપ તું છે.” (બો.૧ પૃ.૧૯૭) વીતરાગભાવ એટલે વૈરાગ્યભાવ અથવા રાગદ્વેષરહિત ભાવ. રાગદ્વેષ ઘટાડવામાં વૃત્તિ રાખવી. આ વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે – આ દેહે કરવાયોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે; સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૭૮૦) Page #8 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ તે માટે પૂર્વે આચાર્ય ભગવંત પણ બાર વર્ષ પહેલા પોતાના આચાર્યપણાનો ત્યાગ કરી સમાધિમરણ માટેની તૈયારી કરતા હતા. સમાધિમરણની આરાધના ભાવપૂર્વક થાય તો મહાભાગ્યા “આ ભવમાં સમાધિમરણનો લાભ એ જ ખરી કમાણી છે. તેને માટે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ૩૬ માળાની યોજના દિવાળી ઉપર ગોઠવી છે તે ભાવપૂર્વક થાય તો જીવનાં અહોભાગ્ય ગણવા યોગ્ય છેજી. રોજ કંઈ ને કંઈ બાર ભાવનામાંથી વિચારી સમાધિમરણની સ્મૃતિ કરી આત્મશાંતિનો લાભ લેતા રહેવાની ટેવ પાડવા યોગ્ય છેજી. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં” એ કહેવત પ્રમાણે પોતે પુરુષાર્થ કરી મૂક્યો હશે તો આખરે બહારની મદદ મળો કે ન મળો પણ કરેલું ક્યાંય જવાનું નથી. આખર વખતે તે ગુણ દેશે. માટે પૈસાટકાની ચિંતા ઘટાડી પ્રેમપૂર્વક ભક્તિમાં વૃદ્ધિ થાય તેની કાળજી રાખતા રહેવા વિનંતી છેજી.” (બો.૩ પત્રાંકે પ૬૨) પોતાનો કરેલો પુરુષાર્થ આખર વખતે કામ આવે શ્રી પાનબેનનું દૃષ્ટાંત–અગાસ આશ્રમમાં એક પાનબેન હતા. તેઓ એકલા હતા. એમણે સ્મરણમંત્રનો અભ્યાસ ઘણો કરેલો. તેથી અંત સમયે પોતે એકલા જ પોતાના મુખે મંત્ર સ્મરણ બોલ્યા કરતા હતા. તેઓ કાને ઓછું સાંભળતા. આપણે બોલીએ તે સાંભળે કે નહીં પણ પોતે તો મંત્રનું રટણ કર્યા જ કરતા હતા. એમ પોતાનો કરેલો અભ્યાસ આખર વખતે કામ આવે છે અને મરણને સુધારી દે છે. * * * Page #9 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાઘના માટે ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ કરેલ દીપાવલી પર્વની યોજના (આજ સવારે સ્તવન બોલાઈ રહ્યા પછી) શ્રીમદ્ રા.આ. અગાસ, આસો વદ ૧૩, ૨૦૦૮ દિવાળી મહોત્સવનો પ્રારંભ. સમાધિમરણ પર્વ આ ચાર દિવસો સમાધિમરણ માટેના છે “પૂજ્યશ્રી– આજથી આ ચાર દિવસો સમાધિમરણના છે. આ દિવસોમાં જેને તપ કરવું હોય, સ્વાધ્યાય કરવો હોય, વિનય આરાધવો હોય, ક્રોધ ઓછો કરવો હોય, માન ઓછું કરવું હોય, માયા ઓછી કરવી હોય, લોભ ઓછો કરવો હોય, અંતરંગ તપ–(વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ), બાહ્ય તપ–(અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા) કરવું હોય તો આ દિવસોમાં કરવા જેવું છે. બીજા ઘણા દિવસો છે, પણ આ ચાર દિવસો (આસો વદ ૧૩, ૧૪,૦)), કાર્તિક સુદ ૧) સમાધિમરણ માટે જ છે. એ દિવસોમાં જાણે માથે મરણ છે એમ જાણીને આરાધના કરવી. લોકો જેમ દિવાળી આવે ત્યારે ઘર વગેરે સાફ કરે છે, દિવા કરે છે; તેવી રીતે આપણે અંતરથી કચરો કાઢી, આત્માને નિર્મળ કરી, અંતરંગ દીવો પ્રગટાવવાનો છે.’’ (બો.૧ પૃ.૪૨૬) ભગવાને આ દિવસોમાં સમાધિમરણ કર્યું માટે આપણે પણ કરવું શ્રીપાળ રાજાનો રાસ વંચાતો હતો. તે વખતે પ્રભુશ્રીજીને સહેજે સ્ફુરી આવ્યું કે કોઈ પૂછે કે સમાધિમરણ શાથી થાય? પછી આ ચાર દિવસોમાં છત્રીશ, છત્રીશ માળાની યોજના કરી. ભગવાને આ દિવસોમાં સમાધિમરણ કર્યું છે, માટે આપણે પણ સમાધિમરણ કરવાનું છે.” (બો.૧ પૃ.૪૨૬) ખરું સમાધિમરણ તો આત્મજ્ઞાની પુરુષો કરી શકે, પણ આત્મજ્ઞાની પુરુષોના આશ્રિત પણ તેનું શરણ લઈ શ્રદ્ધારૂપ સમકિત એટલે વ્યવહાર સમકિતના બળે અથવા પરોક્ષ શ્રદ્ધાના બળે કારણરૂપ સમાધિમરણ તો રાજા વણાગ નટવરના સારથિની જેમ સાધી શકે છે ઃ— આશ્રય હોય તો જીવનું કલ્યાણ શીઘ્ર થાય “પૂજ્યશ્રી—સત્પુરુષનો આશ્રય હોય તો જીવનું કલ્યાણ થોડા કાળમાં થઈ જાય. પછી એક બે ભવ કરવા પડે. અનંતકાળથી રખડતો આવ્યો છે, ત્યાં એક બે ભવની શી ગણતરી! પ્રભુશ્રીજી એક વાત કહેતા.’’ Page #10 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ વણાગ નટવર રાજા અને તેના સારથિનું વ્રત-“શ્રેણિક પછી એક મહાયુદ્ધ થયું. તેમાં આખા ભારતના રાજાઓ બે ભાગમાં વહેંચાઈ ગયા. એક બાજુ ચેડારાજા અને બીજી બાજુ કોણિકરાજા હતો. ચેડારાજા સય્યદ્રષ્ટિ. રોજ વારા પ્રમાણે યુદ્ધમાં જાય. એક દિવસે ચેડા રાજાનો મિત્ર વણાગ નટવર રાજા હતો, તેનો વારો આવ્યો. તે ભક્ત હતો. પહેલાં તે પોતાના ગુરુ પાસે ગયો. ગુરુએ કહ્યું કે તું ત્યાં કોઈ પ્રકારનો આગ્રહ રાખીશ નહીં કે હું ક્ષત્રિય છું; માટે મારે મરણ થાય ત્યાં સુધી લડવું જોઈએ. મરણ થશે એવું લાગે ત્યારે યુદ્ધમાંથી એક તરફ આવી જઈ સમાધિમરણ કરજે. પછી બોધ આપ્યો.” - 16 1S હOUTwી સારથિએ વિચાર્યું કે રાજાને જે ગુરુ કહે તે મને પણ માન્ય “તે રાજાનો સારથિ હતો તે બહાર બેઠો હતો, તે બધું સાંભળે. તેના મનમાં થયું કે આને ગુરુ કંઈક આત્મહિત થાય એવું કહે છે, માટે મારે પણ એ કરે એમ જ કરવું. ભલે મને ખબર નથી પણ એ જ્યારે યુદ્ધથી બહાર આવશે ત્યારે એ કરશે તેમ મારે પણ કરવું. પછી તે રાજા યુદ્ધમાં ગયો. ત્યાં સામો એક રાજા તેનાથી લડવા આવ્યો. પેલો કહે તું પહેલાં બાણ છોડ. આ રાજા જે ભક્ત હતો, તેણે કહ્યું કે હું કોઈને મારવા આવ્યો નથી, હું તો મારી રક્ષા કરવા આવ્યો છું. પેલાએ જાણ્યું કે આ ક્યાંથી બાયલો આવ્યો! પછી પાંચ બાણ રાજાને, પાંચ બાણ સારથિને અને પાંચ પાંચ બાણ ઘોડાઓને માર્યા. તે ભક્તરાજાએ સારથિને કહ્યું કે રથને એક તરફ લઈ જા. તે Page #11 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ આરાધના માટે દીપાવલી પર્વ સારથિ યુદ્ધભૂમિથી બહાર નદીના કાંઠે રથને લઈ ગયો. ત્યાં ઊતરીને ઘોડાનાં બાણ કાઢી નાખ્યા તે પ્રાણરહિત થયા. તેવી જ પોતાની દશા થશે એમ જાણી નદીની રેતમાં તે રાજા સૂઈ ગયો. સારથિ પણ જમીન ઉપરથી કાંકરા વગેરે સાફ કરી સૂતો. રાજાએ હાથ જોડ્યા. પેલા સારથિએ પણ હાથ જોડ્યા. be રાજા ભક્તિ કરવા મંડ્યો. પણ પેલા સારથિને ભક્તિ આવડે નહીં, એટલે તેણે ભાવના કરી કે હે ભગવન્! મને ભક્તિ તો આવડતી નથી, પણ એમને જે હો તે મને પણ હો. પછી રાજાએ બાણો કાઢ્યાં. સારથિએ પણ કાઢ્યાં. બન્નેના દેહ છૂટી ગયા. પેલા રાજાના પરિણામ નિર્મળ હોવાથી તે દેવલોકમાં ગયો. સારથિના પણ પરિણામ એટલા બધા નિર્મળ થઈ ગયા કે મહાવિદેહમાં જન્મ્યો. ત્યાં તેને સદ્ગુરુ મળ્યા અને તે જ ભવે મોક્ષે જશે અને પેલો દેવ તો હજી પછી જશે.” (બો.૧ પૃ.૯૯૬) કૃપાળુદેવનો આશ્રય કરે તો તેમની જે ગતિ થઈ તેવી થાય “આશ્રય એ બહુ મોટી વાત છે. આશ્રય કરવા જેવો છે. કૃપાળુદેવનો આશ્રય હોય તો કૃપાળુદેવની જે ગતિ થઈ તે એની પણ થાય; પછી મોક્ષે જાય. આશ્રય એ બહુ મોટી વાત છે, પણ વૈરાગ્ય જોઈએ. આડા અવળીમાં ખેંચાઈ જાય તો જ્ઞાનીને ભૂલી જાય. વૈરાગ્ય લાવવો. Page #12 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ વૈરાગ્ય નથી એટલે આ નાશવંત વસ્તુઓમાં રોકાઈ રહ્યો છે. વૈરાગ્ય હોય તો આશ્રય રહે. વૈરાગ્ય એ મોક્ષમાર્ગનો ભોમિયો છે.” (બો.૧ પૃ.૬૯૭) એવા પ્રકારનું સમાધિમરણ તો આપણે અવશ્ય કરવું છે. તેના માટે જે જે આરાધના શ્રી ગુરુ કે જ્ઞાનીપુરુષ બતાવે તે પ્રમાણે અવશ્ય કરવી છે. સમાધિમરણ માટે માળા ફેરવે તો મૃત્યુ મહોત્સવરૂપ લાગે પ. પૂ. પ્રભુશ્રીજીએ દિવાળીપર્વ ઊજવવા ફરમાવ્યું છે તેનું ફળ સમાધિમરણ છેજ. જેમ મયણા સતીએ શ્રીપાલનો કોઢ જવાનો ઉપાય ગુરુમુખે સાંભળી આદર્યો તો ઇચ્છિત પ્રાપ્તિ થઈ; તેમ જેને સમાધિમરણ પ્રાપ્ત કરવું હોય તે આ દિવાળીપર્વ વર્ષમાં એક વખત આદરે તો સમાધિમરણની પ્રાપ્તિ થાય તેવું તેમાં દૈવત રહેલું છેજી. સામાયિક લઈને બેઠા હોઈએ તેમ સામટી ૩૬ માળા ન ફેરવાય તો ૧૮ માળા કે ૨૨ માળા પ્રથમ ફેરવી, થોડો વખત જવા દઈ અનુકૂળતાએ ફરી ૧૮ માળા કે બાકીની પૂરી કરવી. મૃત્યુ મહોત્સવરૂપ લાગશે.” (બો.૩ પૃ.૬૦૫). કેમકે સમાધિમરણ માટે આરાધના કરી હશે તો મનમાં મૃત્યુ સમયે પરમ સંતોષભાવ રહેશે અને મૃત્યુ મહોત્સવરૂપ લાગશે. કષાયનો કચરો કાઠી જ્ઞાન દીવો પ્રગટાવવો લોકો જેમ દિવાળી આવે ત્યારે ઘર વગેરે સાફ કરે છે, દીવા કરે છે; તેવી રીતે આપણે અંતરથી કષાયાદિ કચરો કાઢી આત્માને નિર્મળ કરી અંતરમાં જ્ઞાન દીવો પ્રગટ કરવાનો છે.” (બો.૧ પૃ.૪૨૦) લૌકિકમાં દિવાળીના દિવસોમાં સારું સારું ખાવાનું બનાવે, સારાં કપડાં પહેરે અને દિવાળીના દિવસે લક્ષ્મીદેવીની પૂજા કરે અને ચોપડા પૂજન કરે છે. તેથી મિથ્યા માન્યતાને પોષણ મળે છે. લક્ષ્મીદેવી મને ધન આપશે એ મિથ્યા માન્યતા છે. ધનની પ્રાપ્તિ તો પૂર્વ પુણ્યને આધીન છે, એમ ભગવાન મહાવીરનું કથન છે. અઢાર પાપસ્થાનકમાં સૌથી મોટું પાપ તે અઢારમું Page #13 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ આરાધના માટે દીપાવલી પર્વ પાપસ્થાનક મિથ્યાદર્શન શલ્ય છે. બીજા બધા પાપ આ મિથ્યાત્વના કારણે થાય છે. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. એ માન્યતા જ ભોગ, ધનાદિમાં સુખબુદ્ધિ કરાવે છે. કષાયભાવ પણ મિથ્યાત્વને લઈને જ થાય છે. ધન પ્રાપ્તિની ઇચ્છા એ લોભ કષાય છે. લક્ષ્મીદેવીની ધન પ્રાપ્તિની ઇચ્છાએ પૂજા કરવી એ લોભ કષાયમાં વૃદ્ધિ કરનાર છે. લોભ કષાય એ પાપ છે. તેથી પુણ્ય ધોવાય છે. જ્યારે કષાય મંદ કરવાથી પુણ્ય વધે છે; અને તેથી ધન પ્રાપ્તિ થાય છે. પુરુષાર્થ કરવો એ ગૃહસ્થની ફરજ છે પણ જે મળે તેમાં સંતોષ રાખવાથી આ ભવ, પરભવ બન્નેમાં તે સુખી થાય છે. લક્ષ્મી તો પુણ્યની દાસી છે એ ઉપર એક દ્રષ્ટાંત છે એક દરિદ્ર બ્રાહ્મણનું દૃષ્ટાંત–એક ગરીબ બ્રાહ્મણ હતો. તેણે સાંભળ્યું કે લક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય. તેથી ૧૨ વર્ષ સુધી લક્ષ્મીની પૂજા કરી; પણ ભિખારીનો ભિખારી જ રહ્યો. ભીખ માગવાનું કહ્યું નહીં. એક દિવસે તે બ્રાહ્મણ બીજે ગામે ગયો. ત્યાં એક પ્રસિદ્ધ શેઠને ત્યાં ભીખ માગવા ગયો. ત્યાં સવારમાં શેઠ દાતણ કરતા હતા અને ઘૂંકદાનીમાં ઘૂંકતા હતા. તે ઘૂંકદાની સોનાની હતી અને હીરા જડેલી હતી. તે જોઈ બ્રાહ્મણ ખિજાઈને બોલ્યો કે હે લક્ષ્મી ! મેં બાર વર્ષ સુધી તારી પુજા કરી તો પણ તું મારી પાસે તો ન આવી અને અહીં રાંડ ઘૂંકાવવા આવી. આવા વચન તેના મોઢે કેમ નીકળ્યા? તો કે તીવ્ર લોભ કષાયથી. લોભ એ કષાય છે અને કષાય એ પાપ છે, અને પાપથી ધનની હાનિ થાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમાધિમરણ ત્યારે લક્ષ્મીદેવીએ કીધું કે હું તો પુણ્યની દાસી છું. જેનું પુણ્ય હોય તેની પાસે રહું છું. માટે કહ્યું છે કે લોભ એ પાપનો બાપ છે. ધનની ઇચ્છાએ લક્ષ્મીપૂજન કરવાથી મિથ્યાત્વનો બંધ થાય છે. જ્યારે નિષ્કામભાવે સન્મુરુષના ચરણકમળની પૂજા કરવાથી કે તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. તેથી સર્વ સુખ સમૃદ્ધિ સહેજે આવી મળે છે. સુણાવના એક ભાઈલાલભાઈ લક્ષ્મીદાસ મુમુક્ષુ હતા. તેમને મન તો પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી એ જ ખરું ધન હતું. તેમનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે– શ્રી ભાઈલાલભાઈનું દૃષ્ટાંત–શ્રી ભાઈલાલભાઈએ બારસને દિવસે એમની બાને કહ્યું કે કાલે ધનતેરસ છે. લોકો ધનતેરસને દિવસે ધનને દૂધથી ધૂએ છે. ત્યારે એમની બાએ કહ્યું આપણી પાસે ક્યાં ધન છે કે જેને દૂધથી ધોઈએ. ત્યારે ભાઈલાલભાઈએ કહ્યું કે અગાસ આશ્રમમાં આપણું ધન છે. પ્રભુશ્રીજી એ જ આપણું ખરું ધન છે. એમના ચરણકમળ ધોઈએ. એમ વિચારી ધનતેરસને દિવસે સવારના ત્રણ વાગ્યે વહેલા ઊઠી, દૂધ દોહીને ચાલતાં ચાલતાં અગાસ આશ્રમમાં આવ્યા. તે વખતે ભક્તિમાં સ્તવન બોલાતા હતા. પછી ભાઈલાલભાઈ એ ભગતજીને કહ્યું કે મારે આજે પ્રભુશ્રીજીના ચરણકમળ દૂધથી ધોવા છે. તે વાત ભગતજીએ પ્રભુશ્રીજી ને કહી. ભાઈલાલભાઈએ પ્રથમ શુદ્ધ જળથી પ.પૂ. પ્રભુશ્રીજીના ચરણનું પ્રક્ષાલન કર્યું. પછી દૂધથી પ. ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના ચરણ કમળ ધોવાનો અદ્ભુત લાભ લીધો હતો. પછી રૂમ ઉપર જઈ તે દૂધથી ઢેબરા ખાધા હતા. Page #15 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ આરાધના માટે દીપાવલી પર્વ ૧૧ મહાપુણ્યનો ઉદય હોય ત્યારે આવું સુઝે કે હું સપુરુષના ચરણકમળનો અભિષેક કરું. જ્ઞાનીપુરુષના ચરણકમળ ધોવાથી પોતાના પાપ પણ ધોવાઈ જાય છે. ભાવની નિર્મળતા ઉપર બધો આધાર છે. સમાધિમરણ થાય તો આ મનુષ્યભવ સફળ થઈ જાય “दुक्ख-खओ कम्म-खओ, समाहि मरणं च बोहिलाभो अः; संपज्जउ मह ओअं, तुह नाह पणामकरणेणं." અર્થ :-હે નાથ! મારા દુઃખનો ક્ષય થાઓ. દુઃખનો ક્ષય તો કર્મક્ષય થાય તો થાય. તો હે ભગવાન! મારા કર્મનો ક્ષય થાઓ. કર્મનો ક્ષય તો સમાધિ-મરણ થાય તો થાય. તો મારું સમાધિમરણ થાઓ. પણ એ સમાધિમરણ તો “બોહિલાભો એ” એટલે બોધિલાભ અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વગર થાય એમ નથી. તો મને બોધિ લાભ થાઓ અર્થાત્ મને સમ્ય દર્શનાદિ રત્નત્રયની પ્રાપ્તિ થાઓ. તે સમ્યકદર્શન “સંપન્જઉ એટલે સંપ્રાસ, “મહ' એટલે મને “એ” એટલે એ પ્રાપ્ત થાઓ. તેના માટે હું ‘તુહ’ એટલે તમને, “નાહ’ એટલે નાથ, પણામ કરણેણે” એટલે પ્રણામ કરું છું. વ્રત, નિયમ, ભક્તિ કે સ્વાધ્યાય બધું કરીને જો સમાધિમરણ થાય તો તે બધું સફળ છે. નહીં તો બધું નિષ્ફળ છે. જેમ સોનાનું મંદિર બંધાવ્યું હોય પણ તેના શિખર ઉપર રત્નનો કળશ ન ચઢાવ્યો હોય તો તે મંદિર શોભાને પામતું નથી. તેમ સમાધિમરણ વગરની આરાધના સફળતાને પામતી નથી. અર્થાત્ તે મોક્ષના કારણરૂપ થતી નથી. તેથી પૂજ્યશ્રી બ્રહ્મચારીજી “પ્રજ્ઞાવબોધ'માં સમાધિમરણના બાવનમાં પાઠમાં જણાવે છે કે – “સુવર્ણ મંદિર ઉપર શોભે રત્નકલશ સુંદર જેવો, તેમ સમાધિ-મરણ યોગ પણ વ્રતમંડન માની લેવો. જો ન સમાધિ-મરણ સાચવે વ્રત-અભ્યાસ ન સફળ થ ય છે . ; શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. ૩” અર્થ:- સોનાનું મંદિર બનાવ્યું હોય તેના શિખર ઉપર રત્નનો સુંદર કલશ જેમ શોભે તેમ સમાધિમરણનો યોગ પણ વ્રત મંડન એટલે કરેલા વ્રતોને શોભાવનાર અર્થાત્ દીપાવનાર માનવો. જીવન પર્યત આરાધના કરીને અંતકાળે સમાધિમરણને ન સાચવે તો તેનો કરેલો વ્રતનો Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમાધિમરણ અભ્યાસ સફળ થયો નહીં. જેમકે શસ્ત્રો ચલાવવાની તાલીમ લીધી હોય પણ રણક્ષેત્રે એટલે યુદ્ધના મેદાનમાં જ શસ્ત્રો ચલાવવાનું ભૂલી જાય તો તે લીધેલી તાલીમ વ્યર્થ છે. અથવા બાળક બાર મહિના ભણીને પણ પરીક્ષામાં નાપાસ થાય તો તેનું ભણતર ન ભણ્યા બરાબર છે. કારણ તેનું આખું વર્ષ વ્યર્થ જાય છે. આવા “જેમ વર્ષ અંતે સરવૈયું રહસ્યસૃપ વ્યાપાર તણું, તેમ ઘણું કરી કૃત, કર્માનુસાર મતિ અંતિમ ગણું; વિચારવાનો ક્ષણ ક્ષણ ચેતે મરણ સમીપ સદાય ગણી, સમજ્યા ત્યાંથી સવાર” ગણી મન વાળે આત્મસ્વરૂપ ભણી.”૪ અર્થ – જેમ વર્ષના અંતે વ્યાપારનું સરવૈયું તેના રહસ્યને બતાવે છે કે આ વર્ષે કેટલી કમાણી થઈ. તેમ જીવનપર્યત કરેલા કર્મોની રહસ્યભૂત મતિ ઘણું કરી અંત વખતે આવે છે. જેમ શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હોવા છતાં પૂર્વે હરણને મારતાં હિંસાનંદી રૌદ્રધ્યાન થવાથી નરકગતિનો બંધ પાડેલ, તે ભાવો અંત સમયે આવી હાજર થયા. અથવા શ્રીકૃષ્ણ પણ ક્ષાયિક સમકિતી હોવા છતાં નરકાયું બંધના કારણે મરણ વખતે રૌદ્ર પરિણામવાળા થયા. માટે વિચારવાન પુરુષો મરણને સદાય સમીપ ગણી ક્ષણે ક્ષણે ચેતતા રહે છે. “વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.” (વ.પૃ.૫૧૦). તથા જ્યારથી આત્મતત્ત્વ વિષે સમજણ મળી ત્યારથી જ સવાર ગણી પોતાના મનને આત્મસ્વરૂપ ભણી વાળે છે; અર્થાત્ રાગદ્વેષનો ત્યાગ કરી પોતાના શુદ્ધ સ્વરૂપને મેળવવા પુરુષાર્થશીલ બને છે. ૪. “જન્મમહોત્સવ સમ સંતો તો મૃત્યુમહોત્સવ પર્વ ગ ણ ) , સત્કાર્યો નિષ્કામ કરેલાં દે સંતોષ અપૂર્વ-પણે; આત્મા નિત્ય પ્રતીત થયો તો મરણ કહો કોને મ | ૨ ) ? જે ઉત્પન્ન થયું તે મરશે, દેહ નહીં હું, સુવિચારે.”૫ અર્થ - સંત પુરુષો તો જન્મ મહોત્સવની જેમ મૃત્યુ મહોત્સવને પર્વ ગણે છે. કેમકે શુદ્ધના લક્ષે શુભ કાર્યો નિસ્પૃહભાવે જીવનમાં જે કરેલા હોય તે અંત વખતે તેમને અપૂર્વ સંતોષ આપે છે. વળી જેને આત્મા “અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ” મનાયો તેને મરણ કહો કેવી રીતે મારી શકે? આ દેહ ઉત્પન્ન થયો માટે એ મરશે, એનો નાશ થશે; જ્યારે હું દેહાદિ સ્વરૂપ નથી પણ અવિનાશી એવો હું આત્મા છું એમ સમ્યક્ વિચારણા કરવાથી સમાધિમરણના વખતે Page #17 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ આરાધના માટે દીપાવલી પર્વ પણ ચિત્તમાં શાંતિ રહે છે. તેથી તેમને મન મૃત્યુ મહોત્સવ છે. આ મૃત્યુ મહોત્સવ તેમને ઉચ્ચ પદવી આપનાર છે. ૧૩ g “હું ચેતન અવિનાશી જુદો, દેહ વિનાશી વિષે વસતો, વગર કહ્યે વહેલે-મોડે જડ કાય-યોગ દીસે ખસતો; કરોડ ઉપાય કર્યો નહિ ટકશે, કાયા અમર ન કોઈ તણી, અનંત દેહ આવા તો મૂક્યા; હું રત્નત્રયનો જ ધણી.” ૬ : અર્થ તેઓ વિચારે છે કે હું ચૈતન્ય આત્મા અવિનાશી હોવા છતાં કર્માધીન આ વિનાશી એવા શરીરમાં વાસ કરીને રહેલો છું. વગર કહ્યે વહેલે કે મોડે બધાનો જડ એવો આ કાયાનો સંયોગ નાશ પામતો દેખાય છે. કરોડો ઉપાય કરવા છતાં પણ આ દેહનો સંયોગ ટકી રહે એમ નથી. કારણકે કોઈની કાયા આ જગતમાં અમર નથી. આવા અનંત દેહ ધારણ કરીને છોડ્યા છે. જ્યારે હું તો સદા તેનો તે સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનો જ ધણી આત્મા છું. દેખવું, જાણવું, સ્થિર થવું એ મારો સ્વભાવ છે. તે કોઈ કાળે નાશ પામે એમ નથી. ।।૬।। “રત્નત્રયીરૂપ ધર્મ જ દુર્લભ, દેહ જતાં પણ તે ન તજું, સંસાર-પરિભ્રમથી બચવું છે, બચાવનાર સુધર્મ ભજું; દેહ ઉપરની મમતા તō, પંડિતમરણ પુરુષાર્થ કરું, સફળ સમાધિ-મરણ સાધવા મહત્ માર્ગને અનુસરું.” ૭ અર્થ :– સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રમય એ મારો ધર્મ એટલે સ્વભાવ છે. તેને દેહ છૂટી - જતાં પણ તજું નહીં. કેમકે મારે ચતુર્ગતિરૂપ સંસાર પરિભ્રમણથી હવે બચવું છે. માટે પરિભ્રમણથી બચાવનાર સર્વજ્ઞના ધર્મને જ સુશરણરૂપ માની નિરંતર ભજું. ‘છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ’ એમ જાણી દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરું. તથા બાહ્ય તેમજ અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી પંડિત મરણ સાધવાનો પુરુષાર્થ કરું. ગોમ્મટસારમાં પાંચ પ્રકારના મરણ કહ્યા છે. મિથ્યાવૃષ્ટિનું મરણ તે બાળબાળમરણ, અવિરત સમ્યદૃષ્ટિનું મરણ તે બાળમરણ, દેશવિરતિ શ્રાવકનું મરણ તે બાળપંડિતમરણ, સર્વ વિરતિ મુનિનું મરણ તે પંડિત મરણ અને કેવળી ભગવાનના દેહત્યાગની સ્થિતિને પંડિતપંડિત મરણ જણાવેલ છે. એમાં ઉત્તમ પ્રકારના સમાધિમરણને સાધવા મોટા પુરુષો જે માર્ગે ગયા તે માર્ગને હું પણ અનુસરું. ।।૭।। -પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૨ (પૃ.૧૨,૨૩) મનુષ્યજીવનના અંત સમયે સમાધિમરણ કરવાથી જ આત્માની ઉન્નતિ સાધી શકાય છે. માટે પરમપૂજ્ય પ્રભુશ્રીજીએ આ દિવાળી પર્વમાં સમાધિમરણ આરાધનાની આ ઉત્તમ યોજના કરી છે. અનાદિકાળથી આપણો આત્મા અસમાધિમરણ એટલે આર્તધ્યાનયુક્ત મરણ કરતો આવ્યો છે. માટે ‘પ્રજ્ઞાવબોધ'માં સમાધિમરણના બાવનમાં પાઠની પચ્ચીસમી ગાથામાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે કે : Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમાધિમરણ “આર્તધ્યાન તજી શાંતિપૂર્વક દેહ તજે જે સદ્ધર્મી, પશુ, નરક, નીચ ગતિ નવ પામે, થાય સુરેશ્વર સત્કર્મી. તપના તાપ સહીને અંતે કે વ્રત પાળી, સુશાસ્ત્ર ભણી, કરવા યોગ્ય સમાધિ-મૃત્યુ; તે થયું તો થઈ વાત ઘણી.” ૨૫ અર્થ :– આર્તધ્યાનનો ત્યાગ કરી શાંતિપૂર્વક જે સદ્ધર્મી આ દેહનો ત્યાગ કરશે તે પશુ, નરક કે નીચ ગતિ પામશે નહીં. પણ તે સત્કર્મી સુરેશ્વર કહેતા સુરનો ઈશ્વર અર્થાત્ ઇન્દ્રની પદવી પણ પામી શકે. તપના તાપ સહન કરીને કે વ્રત પાળીને કે સુશાસ્ત્ર ભણીને જે કરવા યોગ્ય અંતમાં સમાધિમરણ છે તે જો થઈ ગયું તો ઘણી મોટી વાત થઈ ગઈ. કેમકે અનાદિકાળમાં અનંત જન્મમરણ કરતાં છતાં પણ તે હજુ સુધી પ્રાપ્ત થયું નથી માટે. ।।૨૫। (પ્ર.વિ. ભાગ-૨ પૃ.૧૮) શ્રી ફુલચંદભાઈનું દૃષ્ટાંતશ્રી ફુલચંદભાઈનો દેહાંત પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની દેહોત્સર્ગની તિથિએ જ થયો હતો. અંત સમયમાં તેઓ બિમાર હતા. ત્યારે તેમને એક ભાઈ મળવા આવ્યા. તેમણે એમના તબિયતના સમાચાર પૂછ્યા. ત્યારે ફુલચંદભાઈએ જવાબમાં કહ્યું કે ભાઈ! આ મરણ તો એક કસોટી છે; અર્થાત્ જીવનભરની આરાધનાનો સરવાળો છે. આ મરણ કસોટીમાં જો પાસ થઈ જઈએ તો બસ, બધું થઈ ગયું. તેમના ભાવ પ્રમાણે જ તેઓ કસોટીમાં પાસ થયા હતા. E Page #19 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ આરાધના માટે દીપાવલી પર્વ અંત સમયે તેમની પાસે પ્રભુશ્રીજીનો દેહોત્સર્ગ દિવસ હોવાથી ૩૬ માળાનો ક્રમ ચાલુ હતો. તેમાં ‘આ કષાય’ ક્ષય થવા માટે ચાર માળા ગણાય છે, એમ એક ભાઈ બોલ્યા પણ તેમના બોલવામાં ભૂલ થતી હતી, તેના માટે ફુલચંદભાઈ બોલ્યા કે આ પ્રમાણે નહીં, આ પ્રમાણે છે. તેવી એકદમ જાગૃતિમાં તે જ માળાનો ક્રમ ગણતા ગણતા અંતિમ માળા સમયે તેમનો સમાધિપૂર્વક દેહત્યાગ થયો હતો. ભગવાન મહાવીરના ઉત્તમોત્તમ સમાધિમરણથી બનેલ આ દિવાળી પર્વ પૂજ્યશ્રી-દિવાળીને દિવસે મહાવીર ભગવાને સમાધિમરણ કરેલું તેથી એ પર્વ કહેવાય છે. આ આશ્રમના સ્થાપનાર જે મહારાજ હતા તેમણે આ છત્રીસ માળા દિવાળીના દિવસોમાં ફેરવવાનો ક્રમ રાખ્યો. તે અહીં ચાર દિવસ ફેરવાય છે. જન્મમરણ છોડવા માટે કોઈ પૂછે, તેને માટે આ યોજના કરી છે.” (બો.૧ પૃ.૯૯૦) આજે રાત્રે ભગવાન મહાવીર મોક્ષે પધાર્યા અને સવારમાં શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી આજનો દિવસ ધન્ય છે. એ નિમિત્તે અગાસ આશ્રમમાં ત્રણ પદ બોલાય છે. તેમાં જણાવે છે કે : મહાવીર સ્વામી મુગતે પોહોત્યા, ગૌતમ કેવળજ્ઞાન રે; ધન્ય અમાવસ્યા ધન્ય દિવાળી, મહાવીર પ્રભુ નિર્વાણ; પ્રભુ મુખ જોવાને. મારે દિવાળી થઈ આજ, પ્રભુ મુખ જોવાને; સર્યા સર્યા રે સેવકના કાજ, ભવદુઃખ ખોવાને.” (આલોચનાદિપદ સંગ્રહ સંક્ષિપ્ત પૃ.૯૭) ભગવાન મહાવીર સૂર્ય જેવા હતા તે મોક્ષે પધારવાથી દેવોએ ઉત્સવરૂપે અનેક દીવાઓની રચના કરી. તેથી આ દિવાળી પર્વ કહેવાય છે. નવપદજીની પૂજામાં આચાર્યપદમાં આવે છે– “અચ્છમિયે જિન સૂરજ કેવળ, ચંદે જે જગદીવો; ભુવન-પદારથ-પ્રકટન-પટુ તે, આચાર જ ચિરંજીવો રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદો, જેમ ચિરંકાળે આનંદો રે, જીવનસ્વામી શ્રી સરર Maulan - નાદિશા તીર્થ ભવિકા સિદ્ધચક્ર પદ વંદો,” ૧૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ સમાધિમરણ અર્થ :-શ્રી જિનેશ્વરદેવરૂપ સૂરજ અને કેવળી ભગવાનરૂપ ચંદ્રમાના આથમ્યા પછી પણ જે જગતમાં દીવાના પ્રકાશની જેમ સમ્યજ્ઞાનનો પ્રકાશ કરનારા છે એવા આચાર્ય ભગવાન આ જગતમાં સર્વ કાળ માટે જીવતા રહો એવી અમારી અભિલાષા છે. જેથી અમને ચિરકાળ આત્માનંદનો લાભ મળ્યા કરે. ભગવાન મહાવીરે આજે પંડિત પંડિત મરણ કરેલ. તે સર્વોત્કૃષ્ટ છે. મરણના પાંચ પ્રકાર ગોમ્મસાર તથા મૂલાચારમાં જણાવેલ છે. તે આ પ્રમાણે ૧. બાલ બાલ મરણ-મિથ્યાવૃષ્ટિ સંસારી જીવોનું મરણ તે બાલ બાલ મરણ કહેવાય. ૨. બાલ મરણ-અવિરત સમ્યવૃષ્ટિનું મરણ તે બાલમરણ. ૩. બાલ પંડિત મરણ-સમ્યદર્શનસહ શ્રાવકનું મરણ તે બાલ પંડિત મરણ. ૪. પંડિત મરણ-સમ્મદર્શન સહ સર્વ વિરતિ મુનિરાજનું મરણ તે પંડિત મરણ. ૫. પંડિત પંડિત મરણ-કેવળી ભગવાન અથવા શ્રી તીર્થકર ભગવાનનું મરણ તે પંડિત પંડિત મરણ કહેવાય છે. આપણે પણ અનંત ભવોમાં અનંતવાર દીક્ષા લીધી પણ પંડિત મરણ હજુ સુધી કર્યું નથી. જો કર્યું હોત તો આજે આપણને આ મરણનું દુઃખ હોત નહીં. એ વિષે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોધ'ના બાવનમાં સમાધિમરણના પાઠમાં ૧૬મી ગાથામાં જણાવે છે : “મરણ અનંતાનંત કર્યા, નથી પંડિત-મરણ કર્યું જ થયું હોત સમાધિ-મરણ કદી હોત ન આ મૃત્યુ ભવ-અટવીમાં રાગાદિ વશ ભટકાવાનું કેમ એ અભિલાષા ઉર ધરે, વળી ચિંતે લાગ ફરી ન મળે.” ૧૯ અર્થ - વળી વિચારે છે કે મેં પૂર્વે અનંતાનંત મરણ કર્યા પણ આત્મજ્ઞાન સહિત મુનિનું મરણ જે પંડિત મરણ કહેવાય છે એવું મરણ મેં કદી કર્યું નથી. જો મારું પૂર્વે કદી સમાધિમરણ થયું હોત તો આ મૃત્યુની વિપદા કહેતા વિપત્તિ અથવા પીડા મને હોત નહીં. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સંસારરૂપી અટવી કહેતા જંગલમાં રાગાદિ મોહવશ ભટકવાનું કેવી રીતે ટળે? એ અભિલાષા હૃદયમાં રહે છે. વળી ચિંતન કરવાથી એમ લાગે છે કે આવો લાગ એટલે આવી રૂડી જોગવાઈ ફરી ફરી મળવાની નથી. ।।૧૬। (પ્રજ્ઞાવબોધ વિવેચન-૨ પૃ.૧૬) * * * Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમાધિમરણ સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમની જરૂર ભગવાન મહાવીર પ્રત્યે શ્રી ગૌતમસ્વામીનો અખૂટ પ્રેમ હતો. એ પ્રેમનું સ્પષ્ટ વર્ણન પરમકૃપાળુદેવે મોક્ષમાળામાં કર્યું છે તે નીચે પ્રમાણે છે : શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ગૌતમસ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળજ્ઞાન પામ્યા છતાં ગૌતમ પોતે કેવળજ્ઞાન પામતા નહોતા, કારણ ભગવાન મહાવીરનાં અંગોપાંગ, વર્ણ, વાણી, રૂપ ઇત્યાદિક પર હજુ ગૌતમને આપી શકે ? એમને કોણ સાંત્વના આપી શકે ? મોહિની હતી. નિગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી જાય એવો છે કે, ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં Page #23 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં. પછી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા, ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. ૧૯ વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા : “હે મહાવીર ! તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભાર્યોય નહીં. મારી પ્રીતિ સામી તમે દૃષ્ટિ પણ કરી નહીં! આમ તમને છાજતું નહોતું.’’ એવા તરંગો કરતાં કરતાં તેનું લક્ષ ફર્યું ને તે નીરાગ શ્રેણિએ ચઢ્યા. “હું બહુ મૂર્ખતા કરું છું. એ વીતરાગ નિર્વિકારી અને નીરાગી તે મારામાં કેમ મોહિની રાખે ? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમાન વૃષ્ટિ હતી. હું એ નીરાગીનો મિથ્યા મોહ રાખું છું. મોહ સંસારનું પ્રબળ કારણ છે.’’ એમ વિચારતાં વિચારતાં તેઓ શોક તજીને નીરાગી થયા. એટલે અનંતજ્ઞાન પ્રકાશિત થયું; અને પ્રાંતે નિર્વાણ પધાર્યા.’’ (મોક્ષમાળા વ.પૃ.૯૦) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમાધિમરણ -3: 0) રાગ તીવ્ર કર્મ બંધનનું કારણ, એના ક્ષયથી આત્મસિદ્ધિ “ગૌતમ મુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયો, તો પછી સંસારનો, તે વળી પામર આત્માઓનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે! સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી; આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે.” (મોક્ષમાળા વ.પૃ.૯૦) શુભ રાગ પણ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટવામાં બાધક થયો તો સંસારી એવા પામર જીવોનો અશુભ રાગ તેમને કેટલું દુઃખ આપતો હશે? તો કે ઘણું દુઃખ આપે છે અને અનંત સંસાર વધારે છે. પણ શરૂઆતની ભૂમિકામાં સંસારી જીવોને, અશુભ રાગનો ત્યાગ કરી પ્રથમ નિરાગી એવા સત્પરુષમાં જ ગૌતમસ્વામીની જેમ શુભરાગ કરવા જણાવ્યું છે, કે જેનું ફળ અંતે ગૌતમસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તેવું આવે છે. શ્રી નેમિનાથ ભગવાનના સ્તવનમાં પણ કહ્યું છે કે – “રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારો જી; નિરાગીથી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી; નેમિ જિસેસર નિજ કારજ કર્યું.” દેવચંદ્રજી કૃત અર્થ -રાગી એવા સંસારી જીવો પ્રત્યેના રાગથી સંસાર વધે છે. પણ નીરાગી એવા પરમાત્મા પ્રત્યેના રાગથી જીવ ભવનો એટલે સંસારનો અંત પામે છે. માટે પરમકૃપાળુદેવ પણ જણાવે છે કે :“રાગ કરવો નહીં; કરવો તો સન્મુરુષ પ્રત્યે કરવો.” અર્થ :–વીતરાગભાવે રહી શકાતું હોય તો કોઈ પ્રત્યે રાગ કરવાની જરૂર નથી. પણ જો ન રહી શકાતું હોય તો રાગ સપુરુષ પ્રત્યે કરવો. કેમકે તે એક પક્ષી રાગ હોવાથી અંતે સમ્યક્રર્શન પ્રગટ થઈ તે રાગનો નાશ થાય છે. જેમકે શ્રી સોભાગભાઈ જેવાને પણ પ્રત્યક્ષ સમ્યગ્દર્શન તો મરણ પહેલાં, થોડા દિવસ ઉપર જ થયું હતું. પરંતુ Page #25 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ પરમકૃપાળુદેવે “શ્રી સુભાગ્ય પ્રેમ- સમાધિમાં વર્તે છે” એમ ઘણા વર્ષ પહેલાં જણાવ્યું છે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્યાની કહે, નિજ કો અનુભી બતલાઈ દિયે.” એવો પરમ પ્રેમ પરમકૃપાળુદેવ પ્રત્યે પ.પૂ.પ્રભુશ્રીજીને પણ હતો. તે પોતે પોતાના અંતરની વાત દિવાળીના દિવસે સ્પષ્ટ પ્રકાશે છે. તે આ પ્રમાણે છે : અમને રોમ રોમ એક પરમકૃપાળુદેવ જ પ્રિય છે દીપોત્સવી, સં.૧૯૯૦ “અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમને તો રોમરોમ એક એ જ પ્રિય છે. પરમ કૃપાળુદેવ એ જ એક અમારી જીવનદોરી છે. તેમના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે. તમારે એવી માન્યતા કરવી એ તમારો અધિકાર છે. મહાભાગ્ય હશે તેને એ માન્યતા થશે. સરળતાથી જણાવીએ છીએ કે જેને એ માન્યતા થશે તેનું કલ્યાણ થઈ જશે – બાળાભોળાનું કામ થશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે તેનું ભવભ્રમણ મટી જશે.” (ઉ.પૃ.૩૫૮) પરમકૃપાળુદેવે જેવો આત્મા જાય તેવો મારો પણ શુદ્ધ આત્મા છે “એમ દૃઢ કરવું કે મેં તો આત્મા જાણ્યો નથી, પરંતુ યથાતથ્ય જ્ઞાની પરમકૃપાળુદેવે અને Page #26 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ અનંતા જ્ઞાનીએ જાણ્યો છે તેવો મારો આત્મા છે. પરમકૃપાળુદેવે જે આત્મા દીઠો છે, તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ શરણ મારે પકડવું આટલો ભવ મારે તો એ જ કરવું છે, એ જ માનવું છે, કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા શુદ્ધ, સિદ્ધ સમાન છે. તેથી હવે મારે માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ રોમરોમ એ જ કરવી છે. આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય ! પછી ગમે તો દુઃખ આવો, રોગ આવો, ગમે તો દેહ છૂટી જાઓ પણ મારી એ શ્રદ્ધા અચળ રહો. ૨૨ “સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહેર કાઢી.” ગમે તો નરકે જવાય તો આ ઘડીએ, પણ મારી શ્રદ્ધા બીજી નહીં થાય.’’ (ઉ.પૃ.૩૫૮૯) જેને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ તે પ્રત્યે પ.પૂ.પ્રભુશ્રીને પૂજ્યભાવ ‘વ્રત-નિયમ કરવાં એ તમારો અધિકાર છે. એ કર્મની પ્રકૃતિ છે. તે આત્મા નથી. ‘બ્રહ્મ સત્યે નગણ્ મિથ્યા’— આત્મા સત્ અને જગત મિથ્યા. જ્ઞાની એ આત્મા છે, તેમની શ્રદ્ધા તે સમકિત છે, એ એક જ સત્ય છે. દિવસ હોય છતાં જ્ઞાની રાત કહે તો તે પ્રમાણે, પોતાના વિકલ્પો મૂકીને, રાત કહે એવી શ્રદ્ધાવાળા જીવો કૃપાળુદેવના વખતમાં હતા. એવી શ્રદ્ધા જોઈએ. જે જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્યભાવ થાય છે, કારણ, સત્યને વળગ્યા છે. તેથી તેમનું કલ્યાણ થવાનું છે.'' (ઉ.પૃ.૩૫૯) ઉપરના ઉપદેશમાં પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે ‘બાળાભોળાનું કામ થશે, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે તેનું ભવભ્રમણ મટી જશે.’ એવા Page #27 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ ૨૩ બાળાભોળાનું એક દ્રષ્ટાંત છે – શ્રી છીતુભાઈના બાનું દૃષ્ટાંત – શ્રી છીતુભાઈ ડાહ્યાભાઈના બા અને બાપુજી પ.પૂ. પ્રભુશ્રીજીના દર્શને આવ્યા ત્યારે પ્રભુશ્રીજી કહે–પ્રભુ! બહુ ભોળીયા છે. પછી ત્રણ પાઠ, ભક્તિ વગેરે મોઢે કરવા કહ્યું. બા કહે મને પ્રભુ વાંચતા આવડતું નથી. પ્રભુશ્રી કહે–પ્રભુ! આ લોકો ભક્તિ કરે ત્યારે સાંભળજો; બધું આવડી જશે. પછી છ મહિના ભક્તિ સાંભળતા સાંભળતા તેમને બધું મોઢે યાદ થઈ ગયેલું. વળી ઉપદેશમાં પ્રભુશ્રીએ કહ્યું કે “પ્રભુ! આ શરીર તો ઘડા જેવું, અને આત્મા તે દોરડું. મંત્ર તે આત્મા છે, તે દોરડું છે. ઘડો ફૂટે તો ફૂટવા દેજે; પણ દોરડું પકડી રાખજે.” આ ઉપદેશ વચનો તેમણે પકડી લીધા. પછી અંત સમયે માંદગી વખતે તેમના દીકરા ગોપાળભાઈએ કહ્યું –બા મરણનો ભય લાગે છે? ત્યારે બાએ કહ્યું–ગોપાળ! આત્મા કાં મરે છે. બાપાએ (પ્રભુશ્રીએ) કહેલું ને, શરીર એ તો ઘડા જેવું, ફૂટે તો ફૂટવા દેજે; પણ મંત્રનું દોરડું પકડી રાખજે. એવી શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિથી બાળાભોળાનું કામ થઈ જાય છે. જે જ્ઞાનીના વચનની પકડ કરી લેશે તેનું કામ થઈ જશે. સત્, શીલ પાળી શ્રદ્ધારૂપ દોરડું પકડી રાખે તે ત્રિવિદ્ય તાપથી છૂટે પ્રભુશ્રી કહે–“મુખ્ય વાત સત્ અને શીલ પાળી શ્રદ્ધા દ્રઢ કરવી. દોરડું હાથ આવે તો કૂવામાંથી બહાર નીકળાય. માટે શ્રદ્ધારૂપી દોરડું પકડ્યું તે હાથમાંથી ક્ષણવાર પણ છૂટવા ન દેવું– વિસ્મૃતિ ન કરવી. શ્રદ્ધા કોની કરવી? ક્યાં કરવી? ઘરઘરનાં સમકિત છે તે નહીં. પણ ખરા જ્ઞાની બતાવે તે જ પકડ કરી લેવી. તો જ આ ત્રિવિધ તાપથી છુટાય.” (ઉ.પૃ.૪૨૫) માણોક ડોસીનું O) Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમાધિમરણ ઉષ્ણત–પ્રભુશ્રીજીના રૂમમાં સવારે ૩ વાગે ગોમટસાર જેવો અઘરો ગ્રંથ વંચાય તે સાંભળવા માણેક ડોસી ધીમે ધીમે લાકડીના ટેકે ચાલીને તે સાંભળવા જાય. ત્યારે એક મુમુક્ષુભાઈએ પ્રભુશ્રીજીને કહ્યું–પ્રભુ! આટલો અઘરો ગ્રંથ આપણને પણ સમજવો મુશ્કેલ પડે છે, તો આ માણેક ડોસી એમાં શું સમજતા હશે? પ્રભુશ્રીજી કહે–પ્રભુ! શ્રદ્ધાથી ધીમે ધીમે ચાલીને પણ આવે છે. એના મનમાં એવો ભાવ છે કે આ કોઈ મહાન ગ્રંથ વંચાય છે. મને ખબર નથી પડતી પણ તે સાચું છે, કરવા જેવું છે. એવો જે ભાવ છે તેથી ડગલે ડગલે પ્રભુ! જગનનું ફળ (પુણ્ય) છે. એવી શ્રદ્ધાવાળા જીવો પ્રત્યે પ્રભુશ્રીજીને પૂજ્યભાવ થાય છે. કેમકે તે ‘સત્યને વળગ્યા છે. તેથી તેમનું કલ્યાણ થવાનું છે.” વળી પ્રભુશ્રી કહે– પ્રભુ! જે પરમકૃપાળુ દેવને ભજે છે તે તો અમારા માથાના મુકુટ છે. માટે પરમકૃપાળુદેવ પ્રત્યે પ.પૂ.પ્રભુશ્રીજીને કેવો અખૂટ પ્રેમ હશે તે સમજાવવા શ્રી ગૌતમસ્વામીનું દૃષ્ટાંત આપીને ‘પ્રજ્ઞાવબોધ પુષ્પ-૩'માં પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે : ગૌતમસ્વામીનું મન સદા પ્રભુ મહાવીરમાં “આશ્ચર્યકર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે, hતે ન કેવળજ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે; ગુરુભક્તિ તો ખરી તેમની જેનું હૃદય વીરમાં રમે, શ્રુતકેવળી પણ શિર પરે ગુરુ-આણ ધારે ઉદ્યમે.” ૧૨ અર્થ –આશ્ચર્યકારક એવી આચાર્ય પદવીને શ્રી ગૌતમસ્વામીએ દીપાવી હતી. પોતે કેવળજ્ઞાની નહીં હોવા છતાં, તેમનાં શિષ્યો ક્રમપૂર્વક કેવળજ્ઞાનને પામતા હતા. સાચી ગુરુભક્તિ તો તેમની જ હતી કે જેનું હૃદય સદા મહાવીર પ્રભુમાં રમતું હતું. પોતે શ્રુતકેવળી હોવા છતાં પણ મહાવીર પ્રભુને પોતાના ગુરુ માની તેમની જ આજ્ઞાને સદા ઉદ્યમપૂર્વક શિરોધાર્ય કરતા હતા. ૧૨ા પ.પૂ.પ્રભુશ્રીજીનું મન સદા પરમકૃપાળુદેવમાં “કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવેનિઃશંક માર્ગ બતાવતા, જે માર્ગ અનુભવથી જુવે, શિર ધર્મ-જોખમ ધારીને સદ્ગુરુકૃપાબળ ફોરવે.” ૧૩ અર્થ –આ કળિકાળમાં પણ તેવી સાચી ગુરુભક્તિનો સંભવ છે. એવો અનુભવ આપતાં મેં શ્રી લઘુરાજ સ્વામીને જોયા કે જેમને રોમે રોમ ગૌતમ સ્વામીની જેમ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ હતો. તેમનાથી જે મોક્ષમાર્ગ જાણ્યો અને સ્વયં અનુભવ્યો તે જ મોક્ષમાર્ગ Page #29 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ ૨૫ નિઃશંકપણે ભવ્ય જીવોને તેઓ બતાવતા હતા. તથા પોતાના શિર ઉપર ધર્મનું જોખમ ધારણ કરી પોતામાં સગુરુ કૃપાએ જે આત્મબળ પ્રગટ્યું હતું, તેને ફોરવતા હતા. જેથી અનેક ભવ્યો સત્ માર્ગને પામી ગયા. ૧૩ (પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૧ (પૃ.૧૬,૧૭) પ્રભુ પ્રત્યે પરમપ્રેમ આવ્યા વિના સ્વરૂપ પ્રાપ્તિ દુર્લભ પ્રભુશ્રી કહે “મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ. પણ (સ્વરૂપ) પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે.” પ્રભુશ્રી કહે “મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ. પણ (સ્વરૂપ) પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે.” જેવો પ્રેમ શ્રી ગૌતમસ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે હતો તેવો જ પ્રેમ પ.પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવ પ્રત્યે હતો. એવો જ પ્રેમ શ્રી હનુમાનને શ્રી રામ પ્રત્યે હતો. (સીતાજીએ હનુમાનને હીરાનો હાર આપ્યો તે તોડી હનુમાન કહે એમાં રામ છે? ત્યારે સીતાજીએ કહ્યું તમારામાં રામ છે? તો કહે હા! એમ કહી છાતી ફાડી બતાવ્યું. એમ વૈષ્ણવમાં કથા છે.) એવો જ પ્રેમ શ્રી અર્જુનને શ્રી કૃષ્ણ પ્રત્યે હતો. તેવો જ પ્રેમ આપણો પરમકૃપાળુદેવ પ્રત્યે થશે ત્યારે આપણું કામ થશે. આ વાતને પૂ.શ્રી બ્રહ્મચારીજી બોધામૃત ભાગ-૧ માં શ્રી અર્જુનના દ્રષ્ટાંતથી નીચે મુજબ સમજાવે છે. સમાધિમરણ કરવું હોય તો રોમે રોમે પરમપ્રેમ પ્રગટાવવો “વિચાર બહુ કરવો. દિવસમાં પા કલાક પણ વિચાર કરવો. દિવસમાં ગમે તે વખતમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમાધિમરણ એકાંતમાં બેસી વિચાર કરવો. સ્મરણની ટેવ રાખવી. હરતાં ફરતાં સ્મરણ કરવું. સમાધિમરણ કરવું હોય તેણે રોમે રોમે પરમપ્રેમ કરવાનો છે. પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં.” રોજ બોલીએ છીએ. પણ પરમપ્રેમ કેવો હશે? કેવો કરવાનો છે? તે પર એક દ્રષ્ટાંત છે. વૈષ્ણવનું છે, પણ સમજવા જેવું છે.” (પૃ.૨૫૦) અર્જુનના એક એક વાળમાંથી કૃષ્ણ કૃષ્ણના ઘબકારા શ્રી અર્જુનનું દ્રષ્ટાંત-“અર્જુન એક વખતે દ્વારકામાં આવ્યા હતા. શ્રીકૃષ્ણની બેન સુભદ્રા હતી, તેની સાથે એ પરણ્યા અને ત્યાં રહેવા લાગ્યા. શ્રીકૃષ્ણ તો રોજ ખાધું ન ખાધું કરીને અર્જુન પાસે જઈને બેસે. રાણીઓએ વિચાર કર્યો કે અર્જુન આવ્યા પછી આપણા ઉપર એમનો પ્રેમ ઓછો થઈ ગયો છે. આખો દિવસ ત્યાં જઈને શું કરે છે, તે જોવું. શ્રી અર્જુન વનક્રીડા કરી ઘેર આવ્યા, સ્નાન કરી, થાક લાગેલો તેથી થોડીવાર માટે સૂઈ ગયા, તેથી ઉંઘ આવી ગઈ. શ્રીકૃષ્ણ અને સુભદ્રા બંને બેઠા બેઠા અર્જુનના વાળ ભીના થઈ ગયા હતા તે કોરા કરતાં એટલામાં ત્યાં રુક મિ ણી આવી. કૃષ્ણ તેને જોઈને ઈ શા૨ા થી કહ્યું, બેસ, તું પણ વાળ કોરા કર. પછી રુમિણી વાળ કોરા કરવા બેઠી. શ્રીકૃષ્ણ વાળ કોરા થયા કે કેમ તે જોવા પોતાના ગાલે અડાડ્યા અને સમિણીને ઈશારાથી કહ્યું કે “તું પણ આમ કર.” રુમિણી વાળ કાનની પાસે જરાક લાવ્યા તો એકેક તારમાંથી કૃષ્ણ, કૃષ્ણ એવો બગામ શ્રી ચિંતામલ્લિ પાર્ધનાથ સિંગવાન નીતિમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ શબ્દ થતો સાંભળ્યો. શ્રીકૃષ્ણે કહ્યું કે અર્જુન વનમાં જાય કે નગરમાં જાય પણ એનું ચિત્ત મારામાં જ છે. ઊંઘમાં પણ એને એ જ છે, ભુલાતું નથી. એવો કૃપાળુદેવ પર પરમપ્રેમ કરવાનો છે. રોમેરોમે કૃપાળુદેવ સાંભરે એવું કરવાનું છે, ભૂલાય નહીં એવું કરવાનું છે. રોમેરોમે ભક્તિ કરવાની છે.” (બો.૧ પૃ.૪૫૬) એવો જ પરમ પ્રેમ પરમકૃપાળુદેવ પ્રત્યે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને હતો. તેથી જ ૨ એ જ મ દિ ૨ મા પરમકૃપાળુદેવના ચિત્રપટ સામે ઊભા ઊભા ધ્યાનમુદ્રામાં દેહત્યાગ કરી ઉત્તમ ગતિને પામ્યા. “સથુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ' “દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્ય-કુત્વ કહ્યું છે. માત્ર ગુરુ અ-સત્ હોવાથી દેવ અને ધર્મ-નું ભાન નહોતું. સદ્ગુરુ મળ-વાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૬૮૬) સગાઈ સાચી સૃષ્ટિમાં, છે સગુરુની એક; બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક.” -પૂ.શ્રી બ્રહ્મચારીજી Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમાધિમરણ મુમુક્ષુ પ્રત્યે સાચા વાત્સલ્યભાવથી તીર્થંકરગોત્ર બાંધે “જ્ઞાનીને શરણે જે આવ્યા તે બધાનું કલ્યાણ થવાનું છે. બધું મૂકીને મોક્ષે જવાનું છે. દેહ જોવાનો નથી, પણ આ જીવ કોને ભજે છે? તે જોવું. કૃપાળુદેવને ભજે છે, તો એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઇચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગાંવહાલા કરતા પણ વધારે હિતકારી છે. વાત્સલ્યઅંગ-(સાધર્મી વાત્સલ્ય) તો પહેલું જોઈએ. બીજું કશું ન થાય અને વાત્સલ્યભાવ રાખે તોય તીર્થંકરગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે, એમ રાખવું. સમ્યક્ત્વ થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું એમ રાખવું. પહેલી દૃષ્ટિમાં પહેલામાં પહેલો ગુણ ‘અદ્વેષભાવ’ આવે છે. દ્વેષ નહીં વળી અવરશું, એ ગુણ અંગ વિરાજે રે.” બધાનું ભલું થાઓ એવી જેની ઇચ્છા હોય તેનું કલ્યાણ થાય. દ્વેષ છે તે કલ્યાણનો નાશ કરનાર છે. કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર દ્વેષ ન કરવો, એટલું શીખી લે તો બહુ છે. પહેલામાં પહેલું પગથિયું મૈત્રીભાવ છે.’’ -બોધામૃત-૧ (પૃ.૬૯૨) Page #33 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ ૨૯ દ્વેષભાવથી કૂતરીનો અવતાર આવ્યો કુંતલા રાણીનું દૃષ્ટાંત—“અવનીપુરમાં જિતશત્રુ નામે રાજાને કુંતલા નામે પટ્ટરાણી હતી. તે અર્હત ધર્મમાં નિષ્ઠાવાળી હતી. તેના ઉપદેશથી તેની બીજી સપત્નીઓ (શોક્યો) પણ ધર્મવાળી થઈ હતી. તે બધી કુંતલાને બહુ માન આપતી હતી. એક વખતે બીજી સર્વ સપત્નીઓએ જિનેશ્વર ભગવંતના નવીન ચૈત્ય કરાવ્યાં; તે જોઈ અત્યંત મત્સરભાવવાળી કુંતલાએ પોતાનો જિનપ્રસાદ તેમનાથી વિશેષ ભવ્ય કરાવ્યો. તેમાં પૂજા નાટ્ય વગેરે પણ વિશેષપણે કરાવવા લાગી અને સપત્નીઓના પ્રાસાદ ઉપર દ્વેષ રાખવા લાગી. સરલ હૃદયની સપત્નીઓ તો તેના કાર્યની નિત્ય અનુમોદના કરવા લાગી. કુંતલા એ પ્રમાણેના મત્સરભાવમાં ગ્રસ્ત થઈ સતી દુદૈવયોગે કોઈ સખત વ્યાધિ ઉત્પન્ન થવાથી મૃત્યુ પામી અને ચૈત્યપૂજાના દ્વેષથી કૂતરી થઈ. પૂર્વના અભ્યાસથી પોતાના ચૈત્યના દ્વાર આગળ જ બેસી રહેવા લાગી. એક વખતે કોઈ કેવળી ભગવંત ત્યાં પધાર્યા, તેમને કુંતલાની સપત્નીઓએ પૂછ્યું–‘કુંતલા કઈ ગતિમાં ગઈ છે?’ જ્ઞાનીએ જે યથાર્થ હતું તે કહ્યું. તે સાંભળી તે રાણીઓને સંવેગ ઉત્પન્ન થયો. પછી પેલી કૂતરી થયેલી કુંતલાને તેઓ સ્નેહથી ખાવાનું આપતી સતી કહેવા લાગી કે ‘હે પુણ્યવતી બહેન ! તેં ધર્મિષ્ઠ થઈને વ્યર્થ દ્વેષ શા માટે કર્યો કે જેથી તને આવો ભવ પ્રાપ્ત થયો ?’ આ પ્રમાણે રોજ સાંભળતા કુંતલાને જાતિસ્મરણજ્ઞાન થયું, તેથી તે પરમ વૈરાગ્ય પામી પ્રભુની પ્રતિમા સન્મુખ પોતાનું પાપ આલોચી અનશન અંગીકાર કરી મૃત્યુ પામીને વૈમાનિક દેવી થઈ. તેથી હે વત્સ! ઉત્તમ કાર્ય કરીને તે સંબંધી મત્સરભાવ કરવો નહીં.'’ (ઉ.પ્ર.ભા.ભા.૩ પૃ.૧૩૧) “એક કનક અરુ કામિની, દો મોટી તરવાર; ઊઠ્યો થો જિન ભજનકું, બિચમેં લિયો માર.” શ્રી બૃહદ્ આલોચના અર્થ :–કનક એટલે સોનુ અથવા ધન અને કામિની એટલે સ્ત્રી પ્રત્યેનો પ્રેમ એ બે મોટી તલવાર જેવો છે. તે ભગવાન પ્રત્યે પ્રેમ કરવા જતાં વચમાં જ એને મારી નાખે છે. જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર ૫ર હોય; Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સમાધિમરણ ચલ્યો જાય વૈકુંઠમાં, પલ્લો ન પકડે કોય.” અર્થ –જેવો પ્રેમ હરામ એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે જીવને છે તેવો જ પ્રેમ જો ભગવાન પ્રત્યે થઈ જાય તો સીધો જીવ મોક્ષે ચાલ્યો જાય. મોક્ષે જતાં એનો કોઈ પલ્લો પકડનાર નથી અર્થાત્ એને કોઈ રોકનાર નથી. ઘનમાં કે સ્ત્રીમાં મન રમે તેવું જ રાજમાં રમે તો અવશ્ય મોક્ષ થાય ધનમાં મન જેવું રમે, સુંદર સ્ત્રીમાં જેમ; તેમ રમે જો રાજમાં, મોક્ષ મળે ના કેમ?” સપુરુષ પ્રત્યે વૃઢ શ્રદ્ધા તે જ સમકિત; - પંદર ભવે મોક્ષે લઈ જાય “આપે પ્રશ્ન કર્યો છે કે સમાધિમરણ સમ્યક્દર્શન વિના થાય? ઉત્તરમાં જણાવવાનું કે સમ્યક્દર્શનની સૌથી પહેલી જરૂર છે. તે વિના તો કોઈ પણ ધર્મક્રિયા સફળ નથી. પરંતુ પરમકૃપાળુદેવે પત્રાંક ૭૭૧માં જણાવ્યું છે કે જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન તો કોઈ વિરલા જીવોને થાય છે પણ પરમપુરુષની શ્રદ્ધાને શાસ્ત્રમાં ઘણે ઠેકાણે સમકિત કહ્યું છે અને તે જેવું તેવું નથી. પંદર ભવે મોક્ષે લઈ જાય તેવું છે. જીવાજીવના જ્ઞાનનું તે કારણ છે. એટલે પરોક્ષ શ્રદ્ધા જેને છે તે પરમપુરુષની શ્રદ્ધાથી સમાધિમરણની તૈયારી કરે તો તે સફળ થવા યોગ્ય છેજી. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થાય છે. શ્રી સોભાગભાઈ જેવાને પણ પ્રત્યક્ષ સમ્યક્રદર્શન તો મરણ પહેલાં થોડા દિવસ Page #35 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ ઉપર જ થયું હતું. પરંતુ પરમકૃપાળુદેવે “શ્રી સુભાગ્ય પ્રેમસમાધિમાં વર્તે છે” એમ ઘણાં વર્ષ પહેલાં જણાવ્યું છે.” ' ' C “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં; Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમાધિમરણ વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” (બો.૩ પૃ.૭૨૪) પ્રભુશ્રીજી કહેતા કે પ્રભુ! પ્રેમમાં તો બઘુ આવી ગયું “પરમપુરુષ પ્રત્યેનો પ્રેમભાવ એમાં સર્વ સાધન સમાઈ જાય છેજી, અને તે તો સમ્યગ્દર્શન પહેલાં પણ હોય છે. પરમકૃપાળુ દેવે શ્રી ગોપાંગનાઓનાં વખાણ કર્યાં છે. “પરમ મહાત્મા શ્રી ગોપાંગનાઓ' કહી છે તે તેમના પ્રેમને આધારે. મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ સર્વ દોષો-ને ટાળી પદાર્થનો નિર્ણય કરાવનાર, Page #37 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ ૩૩ સમ્યક દર્શન અને સમાધિ-મરણ કરાવનાર છે એમ મારી માન્યતા આપના પૂછવાથી જણાવી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બોધામૃત-૩ પૃ.૭૨૪) પ્રભુ પ્રત્યેનો પરમપ્રેમ સર્વ દોષોને ટાળી પદાર્થનો નિર્ણય કરાવનાર છે શ્રી જીવણશેઠનું દૃષ્ટાંતવિશાળા નગરીમાં એક શેઠ હતા. તેમનું જીવણશેઠ નામ હતું. તેમને પ્રભુ પ્રત્યે અત્યંત પ્રેમ હતો, ભક્તિ હતી. ભગવાન મહાવીર પ્રભુએ છબસ્થ અવસ્થામાં ચોમાસી તપ કરેલું, પણ તેઓ, પોતે શું તપ કર્યું છે તે કોઈને કહેતા નહીં. તેથી દરરોજ જીરણશેઠ વીરપ્રભુને પોતાને ત્યાં વહોરવા માટે પધારવા વિનંતી કરી આવતા. આમ કરતાં કરતાં ચાર મહિના વીતી ગયા એટલે શેઠે વિચાર્યું કે નક્કી ભગવાને ચૌમાસી તપ કર્યું હશે, માટે આજે ચોમાસું પૂર્ણ થવાથી ચોમાસી તપ પણ પૂર્ણ થશે અને પ્રભુ મારી વિનંતી સ્વીકારી જરૂર મારે ત્યાં વહોરવા પધારશે પછી પ્રભુને હું ઘરમાં પધરાવીશ પછી તેમને ઉત્તમ ભોજન અને જળ વડે પારણું કરાવીશ, પછી તેમની પાસે વ્રત ગ્રહણ કરીશ ઇત્યાદિ અનેક મનોરથની શ્રેણિ પર આરૂઢ થઈને બારમા દેવલોકને યોગ્ય પુણ્ય ઉપાર્જન કરી લીધું. તેવામાં ભગવાન સહજે પૂરણ શેઠને ત્યાં ભિક્ષા માટે પધાર્યા. શેઠના ઘરે સમય થતા સૌ જમી રહ્યાં હતા, તેથી કાંઈ અન્ન નહીં હોવાથી થોડા બાકી રહેલા અડદના બાકળા તેમને વહોરાવ્યા. તે દાનના પ્રભાવથી ત્યાં પંચ દિવ્ય થયા. તે વખતે દેવ દુંદુભિનો શબ્દ સાંભળીને જીરણશેઠની ભગવાન પ્રત્યેની પ્રેમની ધારા તૂટી અને વિચારવા લાગ્યા કે “મને ધિક્કાર છે, હું અધન્ય છું કે મારે ઘેર પ્રભુ પધાર્યા નહીં એમ વિચારતાં તેના ધ્યાનનો ભંગ થયો. દેવદુંદુભિનો શબ્દ ન સાંભળ્યો હોત તો ત્યાં જ કેવળજ્ઞાન પ્રગટ થાત. એવા શ્રી જીરણશેઠના ભાવ હતા. - ઉ.પ્રા.ભા.ભાગ-૧ના આધારે આપણે પણ સમાધિ મરણ કરવું હશે તો સંસારનો પ્રેમ ઘટાડી એવો પ્રેમ પ્રભુ પ્રત્યે થશે ત્યારે સમાધિમરણ થશે.” કવિ શ્રી સુંદર-દાસજી ભક્તિ વિષે લખે છે : "प्रेम लग्यो परमेश्वर सों तब, भलि गयो सिगरो घरु बारा । ज्यों उनमत्त फिरे जितही तित, नेक रही न शरीर संभारा ।। श्वास उसास उठे सब रोम, चले दृग नीर अखंडित धारा । સુંવર હોન રે નવધા વિધિ, છા િપ રસ પી મતવાર ” -પ્રવેશિકા (પૃ.૪૧) અર્થ:–જ્યારે પ્રભુ સાથે પ્રેમ લાગે ત્યારે તે પોતાના ઘરબાર બધાને ભૂલી જાય છે. જેમ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમાધિમરણ કોઈ ગાંડો માણસ અહીં તહીં ફરે અને શરીરની સંભાળ પણ લેતો નથી તેવું તેને થઈ જાય છે. શ્વાસોચ્છવાસ જોરથી ચાલે અને બધા જ રોમ પુલકિત થઈ જાય. સુંદરદાસજી કહે છે કે આવી નવ પ્રકારની ભક્તિ આ જગતમાં, ભગવાનના પ્રેમમાં મતવારો એટલે ગાંડો થઈને કરનાર આજે કોણ છે? કોઈ વીરલા જ હોઈ શકે. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૨૦૧) પરબ્રહ્મ એવા પરમાત્મા તે કેવળ નિર્વિકાર હોવા છતાં પણ, પરમ પ્રેમથી પ્રભુની એકતાનપણે ભક્તિ કરનાર ભક્તને તે વશ છે. એના પર ઉપદેશામૃતમાં એક દ્રષ્ટાંત છે A. - ભક્તને આવ્યો પ્રેમ તો મારે શો તેમાં ભરવાડ અને નારદજીનું વ્રત–“એક ભરવાડ હતો. જંગલમાં ગાયો ચરાવે. એક દિવસ તેણે નારદજીને જતાં જોયા. તેમને સાદ કરી બોલાવીને પૂછ્યું કે ક્યાં જાઓ છો ? તો કહે, ભગવાન પાસે જાઉં છું. ભરવાડે કહ્યું : “પ્રભુને મારી આટલી વાત પૂછી લાવશો?” નારદજી–શી ? ભરવાડ–હું રોજ પ્રભુને હૂમરો (સવારનો નાસ્તો) ધરાવીને ખાઉં છું. તે તેમને પહોંચે છે કે Page #39 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ ૩૫ નહીં ? બીજું, મને પ્રભુનાં દર્શન ક્યારે થશે ? નારદજી–સારું, હું પૂછીશ. પછી નારદજીએ પ્રભુને તે વાત પૂછી તો પ્રભુ કહે, “હૂમરો મને પહોંચે છે; પણ દર્શન તો તે જે આમલીના ઝાડ નીચે બેઠો છે તેનાં જેટલાં પાન છે તેટલા યુગ ગયા પછી થશે.” નારદજી તો વિચારમાં પડી ગયા કે આ દર્શનની વાત જો હું ભરવાડને કહીશ તો બિચારાને આઘાત લાગશે. તેથી પાછા વળતાં એ તો ભરવાડને મળ્યા વિના પરબારા જ જવા લાગ્યા. પણ ભરવાડે દૂરથી જોયા કે સાદ કરીને બોલાવ્યા, અને પૂછ્યું : શું ઉત્તર છે પ્રભુનો ? નારદજી–હૂમરો પોતે આરોગે છે. ભરવાડ–અને દર્શનનું શું કહ્યું ? નારદજી–આ આમલીનાં પાંદડાં છે ને ? તેટલા યુગ ગયા પછી દર્શન થશે. આ સાંભળીને ભરવાડને તો આઘાત થવાને બદલે ઊલટો એવો ઉલ્લાસ ને પ્રેમ આવ્યો કે નાચતો કૂદતો ગાવા લાગ્યો : “મને પ્રભુનાં દર્શન થાશે હોં !” આવા પ્રેમના ઊભરાથી તરત પ્રભુએ દર્શન આપ્યાં. તે જોઈ નારદજીને આશ્ચર્ય થયું. પછી ધીમેથી પ્રભુને કહ્યું : “તમે આવું જ સાચું બોલો છો ?' પ્રભુ—તમે એ વાત ન સમજ્યા. ભગતને આવ્યો પ્રેમ તો મારે શો નેમ ? આમ છે. માટે હવે તારી વારે વાર. થઈ જા તૈયાર. જ્ઞાનીનું વચન છે કે શ્વાસોચ્છવાસમાં કોટિ કર્મ ખપે છે અને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે. આ વાત પોતાના હાથમાં છે.” (ઉ.પૃ.૨૦૭) હે કૃપાળુ! ભવોભવ તમારું શરણું હોજો “પરમ ઉપકારી અહો! રાજચંદ્ર ગુરુદેવ, મોક્ષ થતાં સુધી રહો, આપ પ્રભુની સેવ.” સમાધિમરણની જિજ્ઞાસાને વર્ધમાન કરવા વાંચન, ભક્તિની જરૂર “વિ. શુભેચ્છાસમ્પન્ન સાધ્વીજી...નો પત્ર મળ્યો. તેમાં તમારા સમાગમથી તેમને સમાધિ મરણના સાધનની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. જે જિજ્ઞાસા જાગી છે તે વર્ધમાન થાય તેવું વાંચન, ભક્તિ, સત્સમાગમની તેમને જરૂર છેજી. બારમા વિહરમાન ભગવાન ચંદ્રાનનનું સ્તવન, શ્રી દેવચંદ્રજીનું ચોવીશીમાં છે તે વારંવાર વાંચી તેમણે અભ્યાસ કરવા જેવું છેજી. તેમાં જણાવ્યું છે. “આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માન્યો રે ધર્મ, દંશણ, નાણ, ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે. ચંદ્રાનન ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ, આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે.” Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમાધિમરણ ચંદ્રાનનટ પરમકૃપાળુદેવની આજ્ઞાનું આરાધન એ જ ઘર્મ અને એ જ તપા તેમ સપુરુષની આજ્ઞા વિનાની ક્રિયા તે ધર્મનું કારણ નથી. “મારે ધમો સામે તવો” એવો શ્રી આચારાંગમાં પાઠ છે : જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. તો હવે ધર્મ કે સમાધિમરણની પ્રાપ્તિની જેને ભાવના છે તેણે પરમકૃપાળુદેવની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનાવતાર ભગવંતે જે આજ્ઞા કરુણાનિધાન શ્રીમદ લઘુરાજ સ્વામીને જણાવેલી તે જ આજ્ઞા તે સ્વામીશ્રીજીના જણાવવાથી તેમના વિશ્વાસપાત્ર બ્રહ્મચારીએ જણાવવાથી તમને આ જણાવું છું આમ કહી, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ આટલું નિત્યનિયમરૂપે કરવા જણાવશો અને પરમકૃપાળુ દેવનો ચિત્રપટ તમારે ત્યાં હોય તેને નમસ્કાર કરવા જણાવી તે મહાપુરુષને સરુ ધારી તેમની આજ્ઞાએ માત્ર આત્માર્થે સર્વ સદાચાર વ્રત વગેરે કરવા કહેશો. તેમની હાલ અત્યંત ઇચ્છા હોય તો “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર પણ જણાવશો અને તેમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. મરણ વખતે એ મંત્રમાં ચિત્ત રાખી ક્યાંય આસક્તિ નહીં રાખો અને સદગુરુ પરમ કૃપાળુદેવે જાણ્યો છે, અનુભવ્યો છે, તે આત્મા મને પ્રાપ્ત હો એ જ ભાવનાથી મરણ કરનારને સમાધિ મરણ પ્રાપ્ત થાય છે એમ શ્રી લઘુરાજ સ્વામીએ જણાવેલું તમને જણાવ્યું છે.” (બો.૩ પૃ.૫૧૫) એકની આરાઘનામાં સર્વ સમાય, વીતરાગદશાને પ્રાપ્ત સર્વ પૂજ્ય બીજેથી મન ઉઠાવી એક પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખશો તો એકની ઉપાસનામાં સર્વ Page #41 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ જ્ઞાની સમાઈ જાય છે. કોઈની વિરાધના થતી નથી. વીતરાગ દશાને પ્રાપ્ત સર્વ પૂજ્ય છે. એ દ્રઢતા રાખી પ્રેમ ભક્તિ વર્ધમાન થાય તેમ કર્તવ્ય છેજી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ-ભેદ સુ ઉર બસેં, વહ કેવળકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” લોકરંજનનો માર્ગ મૂકી સમાધિ-મરણની તૈયારી હવે કરવી છે એ લક્ષ રાખી, જે જે સદાચાર, વ્રત, ક્રિયા, ભક્તિ કરશો તો સદ્ગુરુ આજ્ઞાએ ઉપકારી મોક્ષમાર્ગસાધક નીવડશેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” (બો.૩ પૃ.૫૧૫) મરણ પહેલાં તૈયારી કરી મૂકવી ક્ષણે ક્ષણે જીવ મરી રહ્યો છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણે, કાં અહો! રાચી રહો ?” ભગવાને કહ્યું છે કે સમર્થ ગોમ મ પના, તો ક્ષણે ક્ષણે મૃત્યુને સંભારવા યોગ્ય છે. જો આમ મરણની તૈયારી કરી હશે તો કામ લાગશે, આખરે આવીને હાજર થશે. અમને કૃપાળુદેવે પણ ૧૯૫૧ની સાલમાં પત્ર લખ્યો હતો કે મરણ પહેલાં તૈયારી કરી મૂકવી અને મરણ સમયે તો અવશ્ય તેમ કરવું. વળી કર્મની ગતિ વિચિત્ર છે ! શ્રેણિકરાજા અને કૃષ્ણ મહારાજ પણ ક્ષાયિક સમકિતના ધણી હતા, અને મરણ વખતે પણ ભગવાનનું કહેલું અન્યથા ન થાય એમ માનતા હતા. મારનાર જરાકુંવરને શ્રીકૃષ્ણે કહ્યું કે જા, જતો રહે; નહીં તો બળદેવ આવીને તને મારી નાખશે. પણ તે જ્યારે દૂર ગયો કે વેશ્યા ફરી, વિચાર થયો કે અનેક સંગ્રામમાં ન હારેલો તેને મારીને દુશ્મન એમ ને એમ જાય છે ! આ વિચાર આવ્યો. ગતિ પ્રમાણે મતિ થઈ કે મતિ પ્રમાણે ગતિ થઈ, જે કહો તે. પૂર્વે નરક આયુષ્ય બાંધ્યું હતું, તેવી લેશ્યા આવીને ખડી થઈ.” (ઉ.પૃ.૩૩૬) પાંચ વર્ષ પછી કાળા પાણીની સજા એક રાજાનું દ્રષ્ટાંત-એક નગરમાં એવો નિયમ હતો કે કોઈને રાજા બનાવે પણ પાંચ વર્ષ થાય એટલે તેને કાળે પાણી મોકલી દે. કાળા પાણીની સજા ભોગવવા જ્યાં ભયંકર જંગલમાં સિંહ વગેરે હોય ત્યાં મોકલે. તેમ મનુષ્ય દેહ છે તે એક નગર સમાન છે. પાંચ વર્ષનું રાજ્ય તે ૫-૬૦ વર્ષનું આયુષ્ય સમજવું. તેમાં આ જીવ આનંદ માને છે; પણ જ્યારે કાળા પાણી સમાન નરક નિગોદાદિમાં જઈને પડવું પડશે ત્યારે તે રાજાની સમાન વિલાપ કરશે. ત્યાં એક હોશિયાર રાજા આવ્યો. તેણે તો જ્યાં પાંચ વર્ષ પછી જવાનું છે ત્યાં અહીં કરતાં પણ વિશેષ સુખ સામગ્રી વસાવી દીધી અને અહીંના સુખવિલાસમાં તે ન પડ્યો. જ્યારે કાળા પાણી સમાન જંગલમાં તેને મોકલવાનો સમય આવ્યો ત્યારે વાજતે ગાજતે હર્ષપૂર્વક ત્યાં ગયો. કેમકે ત્યાં નવા મહેલ વગેરે બધું બનાવી લીધું હતું. તેમ મુમુક્ષુ જીવ અહીં પ-૫૦ વર્ષ જીવવાનું છે તેમાં તદાકાર ન થાય, પાંચ ઇન્દ્રિયના સુખમાં લીન ન થાય. અહીંયા કેટલું જીવવાનું છે? એ ટૂંકા આયુષ્યમાં અહીંનો વખત તો ગમે તેમ કાઢી લઈશું, પણ ભવિષ્યમાં તો અનંતકાળ જીવવાનું છે. તેથી આ ભવમાં પરભવની તૈયારી કરવી. શું તૈયારી કરવી? તો કે વિષય કષાયની મંદતા કરે, પરિગ્રહને ઓછો કરે, સપુરુષની ભક્તિ કરે, સત્સંગ કરે અને આત્મશ્રદ્ધાને દ્રઢ કરે તે સમાધિમરણની તૈયારી છે અને જ્યારે મરણ આવે ત્યારે આનંદ માને છે અને વિચારે છે કે જો આ મરણ ન હોય તો આ સડેલા શરીરમાંથી કોણ છોડાવે ? માટે મૃત્યુ તો મહોત્સવ છે. એવા જીવો સમાધિમરણ કરીને દેવલોકમાં જાય છે. વધારે પુણ્ય હોય તો ઇન્દ્ર થાય. ત્યાં પણ ઇન્દ્રિય સુખને તુચ્છ ગણે છે; ઉપાદેય માનતા નથી. તેના ફળસ્વરૂપ ત્યાંથી ચ્યવને ઉત્તમ કુળમાં જન્મે છે. પુણ્ય પ્રબળ હોય તો ચક્રવર્તી થાય, તીર્થંકર Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમાધિમરણ સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના હૃષ્ટાંતો પરમકૃપાળુદેવની હયાતીમાં થયેલ પૂ.શ્રી જૂઠાભાઈ અને પૂ.શ્રી સોભાગભાઈનું સમાધિમરણ પરમકૃપાળુદેવના જ્ઞાનમાં પૂ.શ્રી જૂઠાભાઈના મરણની છપાઈ ગયેલ તિથિ મુંબઈ, વૈશાખ સુદ ૩, ૧૯૪૬ “આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગદેહજન્યજ્ઞાન-દર્શન તેવું જ રહ્યું હોય, - યથાર્થ જ રહ્યું હોય તો જૂઠાભાઈ અષાડ સુદિ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૧૧૬) પરમકૃપાળુદેવે કરેલ પવિત્રાત્મા શ્રી જૂઠાભાઈના ગુણગાન લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયો જણાયો. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા. એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું, –એ આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમજાગુણિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. અરેરે! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓનાં એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો! નમસ્કાર હો!” (વ.પત્રાંક ૧૧૭) Page #43 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો ૩૯ પૂ.શ્રી સોભાગભાઈનું થયેલ ઉત્તમ સમાધિમરણા શ્રી સોભાગભાઈના દેહત્યાગ સમયની સ્થિતિની વિગત શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ ઉપર પત્ર લખ્યો છે તેમાં લખે છે તે આ પ્રમાણે – “અંત સમયે શ્રી સોભાગભાઈની જેમ જેમ દુઃખની વિશેષતા વધતી ગઈ તેમ તેમ આત્માની શુદ્ધ તારતમ્યતા વધતી ગઈ. ગુરુવારે સવારે મેં ‘સહજાત્મસ્વરૂપ” સ્વામીનું સ્મરણ આપવા માંડ્યું. ત્યારે પોતે કહ્યું કે હવે મને બોલાવીશ નહીં અને કંઈ કહીશ નહીં. આ સોભાગને બીજો ઉપયોગ હોય નહીં. દશ વાગતાં માથા-શ્વાસ થયો. અત્યંત પીડા છેવટના વખતની પોતે ભોગવવા માંડી. તેથી દશ અને અડતાલીશ (૧૦ ને ૪૮) મીનીટે મારા મનમાં એમ થયું કે વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્મઉપયોગ ભૂલી ગયા હોય એમ ધારી, ધારશીભાઈની સલાહ લઈ મેં ‘સહજાત્મસ્વરૂપ સ્વામી” એવું એક, બે અને ત્રણ વાર નામ દીધું એટલે પોતે બોલ્યા “હા, એ જ મારું લક્ષ છે. મારે તને કેટલોક ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ વખત નથી.” હું સમાધિભાવમાં છું. તું સમાધિમાં રહેજે. હવે મને કાંઈ કહીશ નહીં. કારણકે ઉપયોગ ચૂકી જવાથી ખેદ રહે છે. એટલા વચન પોતે બોલ્યા કે સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણયોગથી નમસ્કાર કર્યા કે તુરત પોતે ડાબું પડખું ફેરવ્યું અને ૧૦ ને ૫૦ મીનીટે પોતે દેહનો ત્યાગ કર્યો.” એક ભવ કરીને તો અવશ્ય મોક્ષ “ચાર દિવસ ઉપર-રવિવારના દિવસે ભાઈ ચુનીલાલે સોભાગભાઈને પૂછ્યું કે આપે ભવનું Page #44 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કાંઈ નક્કી કર્યું? ત્યારે પોતે કહ્યું કે હા, સાહેબજીએ એમ કહ્યું છે કે કેવળજ્ઞાન થયા વિના મોક્ષ હોય નહીં...તેથી છેવટના સમયે અત્યાર ની સ્થિતિ જોતાં અને સાહેબજીની કૃપાથી એક બે મિનિટ જો કેવળજ્ઞાન થશે તો તો આજ ભવે મોક્ષ. નહીં તો એક ભવ કરીને મોક્ષ જરૂર થશે. ત્યારે મણીલાલે પૂછ્યું કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તો અમને ખબર કેમ પડે? ત્યારે પોતે કહ્યું કે—એક, બે મિનિટ જો બની શકશે તો હું તે વખતે જે કહેવાનું હશે તે કહીશ. એવી વાત કરી હતી તે આપની સેવામાં નિવેદન કરું છું.” પરમકૃપાળુદેવે કરેલ શ્રી સોભાગભાઈની અંતર આત્મદશાની પ્રશંસા “આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. ૪૦ k જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.’” (વ.પત્રાંક ૭૮૨) આ કાળમાં શ્રી સોભાગભાઈ જેવા વિરલા પુરુષ મળે “આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.” શાંતિઃ શાંતિઃ શાંતિઃ. (વ.પત્રાંક ૭૮૨) Page #45 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો પરમકૃપાળુદેવનું થયેલ પરમોત્તમ સમાધિમરણ સમાધિમરણ સમયે પરમકૃપાળુ દેવના અંતિમ ઉદ્ગાર : માને ઠીક રાખજે' હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું ભાઈ મનસુખભાઈએ શ્રીમદ્દી આખર સુધીની સ્થિતિ ટૂંકામાં એક પત્રમાં લખી છે તે આ પ્રમાણે છે : “મનદુઃખ-દું છેવટની પળ પર્યત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું. તથાપિ રાગને લઈને સમજી શક્યો નહીં. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને અનેક વાર ચેતવણી આપી હતી. હું અજ્ઞાન, અંધ અને મૂર્ખ તેઓશ્રીની વાણી સમજી શકવાને અસમર્થ હતો. દેહત્યાગના આગલા દિવસે સાંયકાળે રેવાશંકરભાઈ, નરભેરામ હું વગેરે ભાઈઓને પરમકૃપાળુદેવે કહ્યું : તમે નિશ્ચિંત રહેજે, આત્મા શાશ્વત છે. “તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે, અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે, તમે શાંત અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો.” આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તો એમ બફમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિમૃત્યુ છે.” Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સમાધિમરણ ‘હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું' ઉપાયો કરતાં શરદી ઓછી થઈ ગઈ. પોણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતા. પોણા નવે કહ્યું : “મનસુખ, દુઃખ ન પામતો; માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું. Page #47 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો ૪૩ સાડા સાત વાગ્યે જે બિછાનામાં પોઢ્યા હતા, તેમાંથી એક કૉચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે માટે ફેરફાર ન કરવો, ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર, એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કૉચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યાં; લેશ માત્ર આત્મા છૂટો થયાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી.” કૉચ ઉપર પાંચ કલાક સમાધિમાં રહ્યાં. “વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કૉચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તોપણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હમેશાં દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટ્યો. પાંચ-છ દિવસ અગાઉ તેઓશ્રીએ કેટલાંક પદ લખાવેલાં તે પૂ. ધારશીભાઈ અને નવલચંદભાઈની પાસે છે. પોતે તદ્દન વીતરાગ ભાવે પ્રવૃત્તિ કરેલી એટલે કોઈ પણ પ્રકારે તેઓશ્રીએ પોતાનું માની પ્રવૃત્તિ કરેલી નહીં, ઉદાસીનપણું જ યોગ્ય ધાર્યું હતું. હવે આપણે કોનું અવલંબન રહ્યું? માત્ર તેઓશ્રીનાં વચનામૃતોનું અને તેમના સદ્વર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.” (જીવનકળા પૃ.૨૬૭) Page #48 -------------------------------------------------------------------------- ________________ XX સમાધિમરણ અંતિમ અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને અસમર્થ “શ્રીમદ્ભા દેહત્યાગ અવસરે ભાઈ નવલચંદભાઈ પણ હાજર હતા. શ્રી અંબાલાલભાઈ પરના પત્રમાં તેઓ જણાવે છે કે, “નિર્વાણસમયની મૂર્તિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત, મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતાં તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતો નથી.” સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ અને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. જે જે પુરુષોને જેટલા પ્રમાણમાં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમનો વિયોગ તેમને લાગ્યો હતો.” (જી. પૃ.૨૬૯) શ્રી અંબાલાલભાઈનું અદ્ભુત સમતાસહિત સમાધિમરણ સં. ૧૯૬૩ માં સત્સંગ મંડળમાં–એક દિવસે ફેણાવના છોટાભાઈ ખંભાત આવેલા. સ્વાધ્યાય પછી પૂ. અંબાલાલભાઈ પાસેથી વચન લઈ લીધું કે મને સમાધિમરણ કરાવવા જરૂર આવવાનું વચન આપો. મુમુક્ષુ પ્રત્યેના વાત્સલ્યભાવથી તેઓશ્રીએ વચન આપ્યું. થોડા વખતમાં છોટાભાઈને પ્લેગનો રોગ લાગુ થયો અને પૂ. અંબાલાલભાઈને જાણ થઈ. એટલે દેહની પણ દરકાર કર્યા વગર તેમને સમાધિમરણ કરાવવા તુર્ત જ ફેણાવ પહોંચી ગયા. તેમજ પોતે રોગનો ભય રાખ્યા વગર તેમની સેવા ચાકરી પણ કરી. પરિણામે છોટાભાઈનું સમાધિમરણ થયું.” હૃદયમાં કૃપાળુદેવનું ધ્યાન અને મુખમાં મહાદેવ્યા: કુષિરત્ન “ઘેર આવ્યા પછી પૂ. અંબાલાલભાઈને પણ તાવ આવ્યો. પ્લેગના દર્દથી ઘેરાયા. છતાંય આત્મજાગૃતિ અખંડ રહી. તેમને મરણનો ભય ન હતો. ચાર-પાંચ દિવસ તીવ્ર અશાતા વેદનીય વર્તતી હતી. પણ પોતે તેને અદ્ભુત સમતાથી સહન કરી. હૃદયમાં કૃપાળુદેવનું ધ્યાન હતું; મુખમાં મહાદેવ્યાઃ કુક્ષિરત્ન'એ પદનું સતત રટણ-સ્મરણ હતું અને મનથી સંસાર-મોહિની ઉતારી દીધેલ. છેલ્લા શ્વાસે તેઓશ્રી એ જ “સહજાત્મસ્વરૂપ હે પ્રભુ નામનું ઉચ્ચારણ કરતાં કરતાં સં.૧૯૬૩ના ચૈત્ર વદ બારશે ખંભાત મુકામે ૩૭ વર્ષની મધ્ય વયે તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો. પ્રભુચરણનો અનુરાગી એ પવિત્ર આત્મા શાંતપણે પ્રભુ રાજશરણમાં સમાઈ ગયો.” (શ્રી અંબાલાલભાઈના જીવનચરિત્રમાંથી) Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો શ્રી દેવકરણજી મુનિનું પરમકૃપાળુદેવના શરણસહિત સમાધિમરણ “શ્રી ગજસુકુમારને અસહ્ય વેદનીમાં પણ મોક્ષમાર્ગરૂપ શુદ્ધ ઉપયોગ રહેવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ મોક્ષ થયો હતો. શ્રી દેવકરણજી મુનિને ક્લૉરોફોર્મ સુંઘાડ્યા વિના સાત વાર પગનું ઑપરેશન કર્યું અને છેલ્લી વખતે દેહ છૂટી ગયો, પણ પરમકૃપાળુદેવનું શરણ ન છોડ્યું; તે મહાપુરુષને આશ્રયે દેહ છોડી સ્વરૂપ પ્રાપ્તિ કરી લીધી. આપણે માટે પણ એ જ માર્ગ છે. સમાધિમરણ કરવું હોય તેને તો વેદનીયકર્મ આવકારદાયક છે. સમાધિમરણ વખતે કેવા ભાવ રાખવા ? તે શીખવાની નિશાળરૂપ અશાતાવેદનીય છે. શાતા-વેદનીયમાં દેહ ને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું દુઃખ આવ્યે ખસી જાય છે, પણ વેદના ભોગવતાં ભોગવતાં દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી આખરે સમાધિમરણ કરાવે છેજી. જેને પુરુષનો યોગ થયો છે તેણે તો વેદનીયકર્મથી ડરવા જેવું નથી. જેટલું આવવું હોય તેટલું આવો. સ્વસ્થતા છે ત્યાં સુધી જે ભોગવી લીધું તેટલું છેવટે નડશે નહીં. ગયું તે ગયું, નવું ન બંધાય તેની સંભાળ લેવાની છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બો.૩ પૃ.૪૯૦) અદુઃખે જ્ઞાન ભાવેલું, દુઃખ દેખી જશે ખસી; તેથી આત્મા મુનિ ભાવે, યથાશક્તિ દુઃખે વસી.” - સમાધિશતક અર્થ :-સુખમાં કરેલી આત્મભાવના દુઃખ આવશે ત્યારે ખસી જશે. માટે સાધક આત્મા મુનિપણાની ભાવના ભાવીને યથાશક્તિ દુઃખમાં વસે છે, જેથી દુઃખમાં પણ આત્મભાવ ટકી રહે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સમાધિમરણ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનું પરમકૃપાળુદેવની દૃઢ શ્રદ્ધાથી થયેલ અભુત સમાધિમરણ તે મૃત્યુમહોત્સવ “આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે. विश्वभाव व्यापी तदपि, ओक विमल चिद्रूप; ___ ज्ञानानंद महेश्वरा, जयवंता जिनभूप. એક આત્મા. બીજાં કાંઈ નહિ. તેનો મહોત્સવ. મૃત્યુ મહોત્સવ.” “ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ છે” “પરમકૃપાળુદેવનું શરણું છે તે માન્ય છે...સૌ સંપે મળીને રહેજો. કૃપાળુદેવે મને કહ્યું છે તે વગર વાત નથી, ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ છે. આત્મા છે. જેમ છે તેમ છે...એક મૃત્યુ મહોત્સવ. ધિંગ ધણી માથે કિયા રે કુણ ગંજે નર ખેટ.” બીજો હવે નથી...એની શ્રદ્ધા અને પ્રતીતિ. બસ, “માણે થો લાવે તવો', મુદ્દો એ જ. વાત એ જ છે. બીજી લીધી નથી. દૃષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. એક પરમકૃપાળુદેવ -“થાવું હોય તેમ થાજો રૂડા રાજને ભજીએ”... “એક આત્મા સિવાય બીજી વાત નથી” “વિરામ પામું છું. વિરામ પામું છું. ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો પરમકૃપાળુદેવે કહ્યું હતું “મુનિઓ, આ જીવને (પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે.” જે સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કાંઈ માન્ય નથી. બીજું કંઈ સમજીએ નહીં. પરમ કૃપાળુ દેવ માન્ય છે. પુદ્ગલની અથડામણી. રાખનાં પડીકાં. નાખી દેવા યોગ્ય છે. બધાય પરમ કૃપાળુ દેવની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે એ મોટી વાત છે. ફૂલ નહીં અને ફુલની પાંખડી. કૃપાળુ દેવની દ્રષ્ટિ ઉપર બધા આવે છે. સોનું કામ થઈ જશે. બીજા લાખો હોય તો ય શું?” પરમસમાધિમાં લીન થઈ પરમપદ પ્રત્યે પ્રયાણ “સંવત્ ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમના રોજ નિત્ય નિયમાનુસાર દેવવંદન કરી અંતેવાસીઓને “અપૂર્વ અવસર’ બોલવાનું સૂચવેલ. કૃપાળુદેવનું એ ભાવનાસિદ્ધ પદ પૂર્ણ થતાં રાત્રિના ૮.૧૦ વાગ્યે વ્યાશી વર્ષની વયે એ મહાપુરુષનો પવિત્ર આત્મા પરમ સમાધિમાં સ્થિત થઈ નાશવંત દેહનો ત્યાગ કરી પરમપદ પ્રત્યે પ્રયાણ કરી ગયો. અનંતશઃ અભિવંદન હો એ કલ્યાણમૂર્તિ પ્રભુશ્રીના પરમ પુનિત પદારવિંદને! અને એમણે દર્શાવેલા દિવ્ય શાશ્વત મોક્ષમાર્ગને !” (ઉ.પૃ.૭૮]) Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમાધિમરણ પ.પૂ.પ્રભુશ્રીજીએ અંતિમ વખતે મંત્રસ્મરણની કરેલી ભલામણ જેમ મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે છે કે અરિહંતનું તને શરણ હજો. શાંતિનાથનું શરણ હજો; તેમ અમારી પથારી પાસે તે વખતે જેટલા હાજર હો તેટલાએ સહજાત્મસ્વરૂપ પરમગુરુના ઉચ્ચારથી, એ શબ્દોના પુદ્ગલોથી આખો ઓરડો ભરી દેવો. એવો કોણ અભાગિયો હોય કે એ મંત્ર એને એ વખતે ન સચે? એ સાંભળતા એમાં વૃત્તિ જાય. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું ઘટે છે. અત્યારે મરી જ રહ્યો છે. સમાધિમરણ કરાવનારને પણ મહાલાભ થાય છે.” (ઉ.પૃ.૩૩૦) પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞા પ્રમાણે મંત્રની ધૂન રહી પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ દેહ છૂટતાં પહેલાં ઘણા વખત અગાઉ કહી મૂકેલું કે એવો વખત આવે ત્યારે બીજી બધી વાતો, વાંચન વગેરે બંધ કરી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઊઠે તેવું વાતાવરણ કરી મૂકવું; અને દેહ છૂટી ગયો છે એમ ખબર પડે તો પણ થોડીવાર તેમ જ કર્યા કરવું. તેઓશ્રીની આજ્ઞા પ્રમાણે તેમ જ બન્યું હતું અને પછી જ બારણું ખોલી બધાને ખબર આપ્યા હતા. (બો.૩ પૃ.૪૫૬) પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની અદ્ભુત આત્મદશાના પરમકૃપાળુદેવે કરેલા ગુણગાન “પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય ? Page #53 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દૃષ્ટાંતો પૂ.શ્રી બ્રહ્મચારીજીએ રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ ઘ્યાનમુદ્રામાં ૪૯ (વ.પત્રાંક ૮૭૫) ઊભા ઊભા કરેલ સમાધિમરણ પ.પૂ.પ્રભુશ્રીજીના સાનિધ્યમાં ૧૧ વર્ષ રાત દિવસ તેમની સેવામાં ગાળી, પછી અઢાર વર્ષ સુધી સંઘની સેવા કરી સેંકડો મુમુક્ષુઓને, પરમકૃપાળુદેવને પોતાના ગુરુ મનાવી, તેમનું જ શરણ અપાવી, સાચા મોક્ષમાર્ગમાં વાળી, અંતે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ રાજમંદિરમાં જ્યાં આપણે મંત્ર લઈએ છીએ તે સ્થાને પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ ઊભા ઊભા કાઉસગ્ગમુદ્રામાં સમાધિમરણ સાધ્યું. પાછળ ઉભેલ શ્રી ફુલચંદભાઈ આદિ ચાર મુમુક્ષુ ભાઈબહેનોએ આ બનાવ પ્રત્યક્ષ જોયો. તેથી Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમાધિમરણ ખૂબ આશ્ચર્ય પામ્યા. કૃપાળુદેવને શરણે જ જીવવું છે અને તેમના શરણે જ દેહત્યાગ કરવો છે પૂજ્યશ્રી વારંવાર કહેતા કે બીજા શાસ્ત્રો વાંચવા છે તે પણ પરમકૃપાળુદેવના વચનોને સમજવા માટે. પરમકૃપાળુદેવને સમજવા માટે જ જીવવું છે, પરમકૃપાળુદેવને શરણે જ જીવવું Page #55 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો ૫૧ છે; અને પરમકૃપાળુદેવના શરણે જ આ દેહનો ત્યાગ કરવા યોગ્ય છે. એમની ભાવના પ્રમાણે એમ જ બન્યું હતું. પરમકૃપાળુદેવની જેને અટળ શ્રદ્ધા છે તેને કંઈ ગભરાવા જેવું નથી “પરમકૃપાળુદેવ પ્રત્યે જેની અટળ શ્રદ્ધા છે તેને કંઈ પણ ગભરાવવાનું કારણ નથી. સંયોગો તો સર્વ છૂટવાના જ છે. જે જવા બેઠું છે, રાખ્યું રહે તેમ નથી, તેની ફિકર કોણ વિચારવાન કરે? જ્યાં સુધી નરભવની કાયાનો જોગ છે ત્યાં સુધી પરમકૃપાળુદેવને શરણે જીવવું છે અને અંતે તેને જ આશ્રયે દેહ છોડવો છે એમ જેનો નિશ્ચય છે તેને પછી વેદના કે મુશ્કેલીઓ ગમે તે આવો પણ તેની સામે પડી તે સમાધિમરણ કરી શકે છે. ક્ષણેક્ષણ સત્સાધનમાં ગાળવા કાળજી રાખે છે તેને ધન્ય છે. આત્મવિચાર આત્મભાવના અપૂર્વ છેછે.” (બો.૩ પૃ.૬૨૪) આપણેય માથે મરણ છે ને! જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે “પૂજ્યશ્રી પોતાના દેહોત્સર્ગના આગલા દિવસે સંવત્ ૨૦૧૦ના કાર્તિક સુદ ૬ના બોધમાં જણાવે છે : હવે તો સમાધિમરણ કરવાનું છે. આપણેય માથે મરણ છે ને!..-બો.૧ (પૃ.૯૯૫). રડવાથી અશાતા વેદની બંધાય છે. આપણને વિચાર નથી આવતો. કાલે શું થશે તેની શી ખબર છે? કૃપાળુદેવનું શરણું રાખવું, તો બધાનું કલ્યાણ થવાનું છે. કોઈનું દુઃખ લેવાય નહીં. આપણું સુખ કોઈને દેવાય નહીં. આપણને પણ મરણ આવવાનું છે. આપણે ગભરાઈ જઈએ તો તે વખતે મરણ બગડી જાય. જે થવાનું છે તે તલભાર આઘુંપાછું થવાનું નથી. આપણા મનને દ્રઢ કરવું. મંત્રમાં ચિત્ત રાખવું. કૃપાળુદેવનું શરણ છોડવા જેવું નથી...મનુષ્યભવ રડવા માટે નથી મળ્યો. આખું જગત આપણને લૂંટી લે અવું છે. જે થવાનું હશે તે થશે, રૂડા રાજને ભજીએ....રોજ મરણ સંભારવું. મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે.” (બો.૧ પૃ.૭૦૧) પરમકૃપાળુદેવ સમક્ષ કાયોત્સર્ગ મુદ્રામાં સ્વરૂપમગ્ન બની કરેલ દેહત્યાગ દરરોજ સવારના પ.પૂ.પ્રભુશ્રીજીના ઉપદેશામૃતની પ્રેસ કોપી તપાસવા તેઓશ્રી ત્રણચાર મુમુક્ષુઓ સાથે બેસતા. કાર્તિક સુદ પના દિવસે તેમણે જણાવ્યું કે હવે તો સાંજે પણ બેસવું છે, જેથી કામ પૂરું થઈ જાય. તે પ્રમાણે સં.૨૦૧૦ના કાર્તિક સુદ ૭ને સાંજના ચાર Page #56 -------------------------------------------------------------------------- ________________ પર સમાધિમરણ વાગ્યે બોધનું કામ પૂરું કરી, દરરોજની જેમ જંગલ જઈ આવી, હાથપગ ધોઈ, રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ કાયોત્સર્ગધ્યાનમાં ઊભા રહ્યા. તે જ કાયોત્સર્ગ મુદ્રામાં સ્વરૂપમગ્ન બની પરમ કૃપાળુદેવના શરણે જ આ નશ્વર દેહનો ત્યાગ કરી તેઓશ્રીએ અપૂર્વ એવું સમાધિમરણ સાધ્યું. *** શ્રીમદ રાજચંદ્ર વર્ગ માં પહેલો === * ગર : Rાન અને - સમાધિમરણ કરવામાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રોમાંથી લીધેલ અવતરણો એકવારના સમાધિમરણથી સર્વકાળના દુઃખ નાશ “૧૧. તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. ૧૨. એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળના અસમાધિમરણ ટળશે.” (વ. પૃ.૧૬૫) દેહ આત્માર્થે ગળાય તો આત્મવિચાર જન્મ પામે “અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એ જ વિનંતિ.” (વ.પૃ.૫૫૮) દેહ અને આત્મા સર્વથા ભિન્ન Page #57 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો પ૩ “જ્ઞાનીના માર્ગનો વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તો પછી એ ભિન્ન દેહનાં તેના સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ-રૂપાદિ પરિણામ જોઈ હર્ષ-શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી; અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે.” (વ.પૃ.૩૬૨) ક્ષણભંગુર દેહમાં સર્વોત્કૃષ્ટ પ્રીતિ “જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ? જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી? જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે.” (વ.પૃ.૪૬૨) આ દેહે કરવાયોગ્ય એક જ કાર્ય, તે રાગદ્વેષનો ત્યાગ પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, શ્રી અષભદેવ ભગવાન નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એજ વિનંતિ.” (વ.પૃ.૬૦૪) શરીર અને વસ્ત્ર જેમ જુદું તેમ દેહ અને આત્મા જુદા ૫૪ CO “જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ દ્વંદ્રનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જેવો વસ્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.” (વ.પૃ.૬૨૦) વેદનાનો ઉદય શાંતભાવે વેદે તો બળવાન કર્મની નિર્જરા થાય “યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળદૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદયસંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનવૃષ્ટિ જીવો ખેદથી વેદે તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જાતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંતભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય Page #59 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો ૫૫ છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી' એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે.” (વ.પૃ.૬૫૦), સર્વ પદાર્થથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો હું આત્મા છું “અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અલ્પેશ સમાધિને પામે છે. પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (વ.પૃ.૬૨૧) જ્ઞાની, શાતા અશાતાના કારણો શોઘી, તેનો નાશ કરી, શુદ્ધ સ્વભાવમાં લીન થયા પત્ર સંપ્રાપ્ત થયું. અત્ર સમાધિ છે. અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું. અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. સમસ્ત સંસારી જીવો કર્મવશાત્ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે, જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેનાં કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાનું ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ શાતા અને Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સમાધિમરણ બાહ્યાભ્યતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયોગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા.” (વ.પૃ.૬૪૪) અશાતાનો તીવ્ર ઉદય જ્ઞાનીઓને વિશેષ કલ્યાણકારી જણાય છે. “શાતા-અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો.” (૨.૫.૯૪૪) શરીરની વેદનાને સમતાએ ભોગવવી “શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યક્ટ્રકારે અહિયાસવા યોગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યપ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતનો વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સમ્યક્ પ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહિયા-સેલા એવા ઉપસર્ગ, તથા પરિષદના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક્ષરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી.” શરીરનું મોહ-મમત્વ ત્યાગી, જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું “વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તો તે મોટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મોડે ફળીભૂત થાય છે.” (વ.પૃ.૩૭૮). શરીર આત્મામાં ઉપયોગી થાય તો ઔષઘ કરવામાં બાઘ નથી Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૭ ' સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે; એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઇચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે; પણ તે દેહની પ્રિયતાર્થે, સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે, તે ત્યાગવો પડે છે, એવા આર્તધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાનીપુરુષના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ રાખવો યોગ્ય છે.” | સર્વ પ્રકારે જ્ઞાનીનું શરણ લઈ નિર્ભય અને ખેદરહિત રહેવું સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (વ.પૃ.૩૭૯) દેવગુરુઘર્મનો નિશ્ચય કરી તેમનું શરણ લઈ નિર્ભય રહેવું “શ્રીમવીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, મારુષ મા તુષ સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ આમ તસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તો. તે શ્રીમત્ અનંતચતુષ્ટયસ્થિત ભગવતો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમાધિમરણ અધીરજથી ખેદ કર્તવ્ય નથી.” (વ.પૃ.૬૨૬) અબુઘ મનુષ્યો પણ મંત્રથી કલ્યાણને પામ્યા. શિવભૂતિનું દૃષ્ટાંત- શિવ-ભૂતિ નામનો કોઈ નિકટભવી પરમ વૈરાગ્યવાન જીવ ગુરુ પાસે દીક્ષા પામી મહાન તપશ્ચર્યા કરવા લાગ્યો. પરંતુ ગુરુ પાસે શાસ્ત્ર ભણવા જેટલો કે ભણે તો ધારણા કરવા જેટલો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તેને નહોતો. તેથી ગુરુએ તેને “મા રુષ, મા તુષ', એટલા શબ્દો જ મંત્રરૂપે આપ્યા. આ શબ્દો તે ગોખવા લાગ્યો. ગોખતાં ગોખતાં તે પણ શુદ્ધ ન રહ્યા, પણ “માષ તુષ” યાદ રહ્યું તે ગોખવા લાગ્યો. કોઈવેળા એક સ્ત્રીને સૂપડા વડે અડદને ઉપસતાં જોઈ તેને પૂછ્યું, કે તું શું કરે છે? બાઈએ કહ્યું હું “માષ તુષ ભિન્ન કરું છું. એટલે અડદ અને છોડા જુદા કરું છું. આ સાંભળી તેના ચિત્તમાં એમ અર્થ ખુર્યો Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૯ સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો કે માષ એટલે અડદ અને તુષ એટલે છોડાં જેમ ભિન્ન છે, તેમ સારરૂપ એવો આત્મા અને અસાર એવું શરીર બન્ને ભિન્ન ભિન્ન છે. એવા ભાવ સહિત “માષ તુષ ભિન્ન’ ગોખતાં તેને આત્માનો અનુભવ થવા લાગ્યો અને તે આત્મભાવના-ની એકાગ્રતામાં, ચૈતન્ય- માત્ર આત્મામાં લીન થઈ જતાં, ઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાનને પામ્યા. આવી ભાવોની શુદ્ધિથી અપૂર્વ સિદ્ધિ થઈ. માટે ભાવ શુદ્ધ કરવાનો જ સત્પરુષોનો પ્રધાન ઉપદેશ છે.” (અષ્ટપ્રાભૃતમાંથી) વૃત્તિને અંતર્મુખ કરવી એ જ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય કેવળ અંતર્મુખ થવાનો સપુરુષોનો માર્ગ સર્વદુઃખક્ષયનો ઉપાય કોઈકે જીવને સમજાય છે. મહત્પષ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સસ્તુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. ૐ” (વ. પૃ.૬૧૫) દેહ અનિત્ય છે, આત્મા નિત્ય છે; માટે તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો “ચિ ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે; તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યો છુટકો છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે.” (વ.પૃ.૩૨૦) વિચારવાન પુરુષો મૂચ્છભાવે થતો ખેદ પલટાવી વૈરાગ્યભાવમાં આવે છે “આર્ય શ્રી માણેકચંદાદિ પ્રત્યે, શ્રી સ્થંભતીર્થ. સુંદરલાલે વૈશાખ વદિ એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માત્ દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તો પછી જેણે કુટુંબાદિ સંબંધસ્નેહે મૂછ કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે? આ સંસારમાં Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સમાધિમરણ મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું વિશેષ દૃઢ થાય છે.” સંસારના મોહને અનંત જન્મમરણ તથા પ્રત્યક્ષ ખેદનું કારણ જાણી શાંત કર શાંત કર વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂછભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. મૂછંભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂછ થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂછભાવ પ્રત્યયી પેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલા પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેને અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું, અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂછનું કંઈ ફળ નથી, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી, અને અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકારે ભાસે છે.” (વ.પૃ.૫૦૧) હળુકર્મી જીવ મૃત્યુના ભયથી આત્મકલ્યાણ ભણી વળે છે આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે, ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે; માત્ર કોઈક Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૧ સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો વિચારવાનું અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ્ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. મૃત્યુભય હોત તોપણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત તોપણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે, તેટલા ન થાત, અર્થાત્ વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને પ્રમાદસહિત વર્તત; મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું, અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળા સત્ય છે. મૂછંભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદ વિચારવાનને કર્તવ્ય છે.” (વ.પૃ.૫૦૧) ખેદને જ્ઞાની પુરુષના વચનથી, સત્સંગથી અને વૈરાગ્યભાવથી ઉપશાંત કરવો જો આ સંસારને વિષે આવા પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણાદિપણું ન હોત તો પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાયે નહોતું, એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષો, અને ભરતાદિ ચક્રવર્યાદિઓ તેનો શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત? હે આર્ય માણેકચંદાદિ, યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂર્છાને લીધે, તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે, તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાયે નથી એમ વિચારી, Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સમાધિમરણ થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષોના વચનામૃતથી, તથા સાધુપુરુષના આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરવો, એ જ કર્તવ્ય છે.” (વ.પૃ.૫૦૧) દેહનો વિનાશ જાણી વિચારવાન પુરુષો પ્રથમથી જ તેના મમત્વને ત્યાગે છે શ્રી માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજ સ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણ કાળે શરણ સહિત છતા ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણ કાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે.” (વ.પૃ.૫૬૨) અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પરુષોને નમસ્કાર અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પરુષોને નમસ્કાર છે. તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપ.” (વ.પૃ.૬૦૪) મોક્ષ સિવાય જગતમાં ગમે ત્યાં જીવનો અનિશ્ચિત નિવાસ છે “આર્ય ત્રિભુવને અલ્પસમયમાં શાંતવૃત્તિથી દેહોત્સર્ગ કર્યાના ખબર શ્રત થયા. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યું. જીવનાં વિવિધ પ્રકારનાં મુખ્ય સ્થાનક છે. દેવલોકમાં ઇન્દ્ર તથા સામાન્ય ત્રાયશ્ચિંશદાદિકનાં Page #67 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો ૬૩ સ્થાન છે. મનુષ્યમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તથા માંડલિકાદિકના સ્થાન છે. તિર્યંચમાં પણ કયાંએક ઇષ્ટ ભોગભૂખ્યાદિક સ્થાન છે. તે સર્વ સ્થાનને જીવ છાંડશે એ નિઃસંદેહ છે. જ્ઞાતિ, ગોત્રી અને બંધુ આદિક એ સર્વનો અશાશ્વત અનિત્ય એવો આ વાસ છે. શાંતિઃ” (વ.પૃ.૬૫૦) કર્મતત્ત્વને વિચારી નવા ન બંધાય, એ ત્રિભુવનનો મુખ્ય લક્ષ હતો. “આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા, તેથી ખેદ થયો તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિનપ્રતિદિન શાંતાવસ્થાએ કરી તેનો આત્મા સ્વરૂપલક્ષિત થતો હતો. કર્મતત્વને સક્ષ્મપણે વિચારી. નિદિધ્યાસન કરી આત્માને તદનુયાયી પરિણતિનો નિરોધ થાય એ તેનો મુખ્ય લક્ષ હતો. વિશેષ આયુષ્ય હોત તો તે મુમુક્ષુ ચારિત્રમોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (વ.પ્ર.૯૫૧) આહાર લેતાં કે છોડતાં દુઃખ થાય તો આહારનો ત્યાગ કરવો. “જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી. તેમાં પણ અપવાદ હોય છે. જ્ઞાનીએ કાંઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી.” (વ.પૃ.૭૭૮) મોત મટાડી શકે એવી કોઈ દવા જગતમાં નથી “જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણોસંયુક્ત જોઈ છે, પરંતુ મોત મટાડી શકે એવી Page #68 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સમાધિમરણ ઔષધિ કોઈ જોવામાં આવી નહીં! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે. બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો.” (વ.પૃ.૭૭૮) “મૃત્યુનું આવવું અવશ્ય છે.” (વ.પૃ.૪૬૧) “જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઇચ્છવા યોગ્ય છે.” (વ.પૃ.૧૫૮) આત્માના વિભાવભાવ તે જ મુખ્ય મરણ છે “વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસમ્મુખતા, તથા તેની દૃઢ ઇચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે.” (વ.પૃ.૪૬૮) “સમભાવથી મૃત્યુને જોઉં.” (વ.પૃ.૧૪૦) “જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.” (વ.પૃ.૫૦૪) પોતાનું મરણ નક્કી છે છતાં જીવ ભૂલી જાય છે માટે વારંવાર કહ્યું પશુની જાતિના શરીરોનાં દુઃખ પ્રત્યક્ષ જુએ છે, જરા વિચાર આવે છે અને પાછો ભૂલી જાય છે. પ્રત્યક્ષ લોક જુએ છે કે આ મરી ગયો, મારે મરવું છે, એવી પ્રત્યક્ષતા છે; તથાપિ શાસ્ત્રને વિષે પાછી તે વ્યાખ્યા દ્રઢ કરવા સારું વારંવાર તે જ વાત કહી છે. શાસ્ત્ર તો પરોક્ષ છે અને આ તો પ્રત્યક્ષ છે પણ જીવ પાછો ભૂલી જાય છે, તેથી તે ને તે વાત કરી છે.” (વ.પૃ.૭૩૫) પરમાં આસતિના કારણે પોતાના મરણને ભૂલે એ મોટું આશ્ચર્ય કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે.” (વ.પૃ.૪૫૧) સમયે સમયે આયુષ્યનું ઘટયું તે સમયે સમયે મરણ કહેવાય બીજો પ્રશ્ન-“જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો : જેમ આત્માને સ્થળ દેહનો વિયોગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે, Page #69 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો ૬૫ તેમ સ્થળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મપર્યાયનો પણ સમયે સમયે હાનિ પરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા યોગ્ય છે. આ મરણ તે વ્યવહાર નથી કહેવાય છે; નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે, અને તે હાનિ આત્માના નિત્યપણાદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે, તે સમયે સમયે મરણ છે.” (વ.પૃ.૪૮૦) દેહ છૂટે પણ આત્મા અખંડ રહે; માટે પોતાનું કંઈ જતું નથી. દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે; પણ આત્મા આત્માકારે અખંડ ઊભો રહે છે; પોતાનું કાંઈ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુનો ભય લાગે છે.” (વ.પૃ.૭૮૦) આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર.” (વ.પૃ.૪) “જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર.” (વ.પૃ.૪) “પગ મૂક્તાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (વ.પૃ.૪) સમ્યક દ્રષ્ટિને આત્મામાંથી મોહ ગયો તેથી સહજ સમાધિ “શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજસમાધિ એટલે બાહ્યકારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે, તેને પુત્રમરણાદિથી પણ અસમાધિ થાય નહીં, તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં, કે કોઈ પડાવી લે તો ખેદ થાય નહીં. જેને શાતા અશાતા બન્ને સમાન છે તેને સહજસમાધિ કહી. સમતિવૃષ્ટિને અલ્પ હર્ષ, અલ્પ શોક ક્વચિત્ થઈ આવે પણ પાછો સમાવેશ પામી જાય, અંગનો હર્ષ ન રહે, ખેદ થાય તેવો ખેંચી લે. તે ‘આમ થવું ન ઘટે” એમ વિચારે છે, અને આત્માને નિંદે છે. હર્ષ શોક થાય તો પણ તેનું (સમકિતનું) મૂળ જાય નહીં. સમકિતવૃષ્ટિને અંશે સહજપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમકિતવૃષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમતિવૃષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજસમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી, આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ છે. પોતાના હાથમાં દોરી નથી તેથી મિથ્યાદ્રષ્ટિ બહારનાં કારણોમાં તદાકાર થઈ જઈ તે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સમાધિમરણ રૂપ થઈ જાય છે. સમકિતવૃષ્ટિને બહારનાં દુઃખ આવ્યે ખેદ હોય નહીં, જો કે રોગ ના આવે એવું ઇચ્છે નહીં; રોગ આવ્યે રાગદ્વેષ પરિણામ થાય નહીં.” (વ.પૃ.૭૨૧) સમ્યક્દૃષ્ટિ જીવને તેની વૃત્તિરૂપી દોરી હાથમાં છે તેથી તેને સદા સહજ સમાધિ છે જનક વિદેહીનું હૃષ્ટાંત– જનક રાજા વિદેહી કહેવાતા. એક વખત તેમને તેમના મંત્રીએ પૂછ્યું કે, “તમે દેહ છતાં વિદેહી કેમ?” જનકે કહ્યું કે, “આનો ઉત્તર હું તમને આવતી કાલે આપીશ. આવતી કાલે તમારે અહીં જમવાનું છે.” રાજાનું આમંત્રણ સ્વીકારી મંત્રી ઘેર ગયો. બીજે દિવસે ભોજનના સમય પહેલાં જનકરાજાએ રાજ્યમાં એવો ઢંઢેરો પિટાવ્યો કે, “મંત્રીનો એક એવો ભયંકર ગુનો સાબિત થયો છે કે, વિના પૂછ્યું આજે ચાર વાગે તેમને ફાંસી આપવાની છે !” માણસોએ મંત્રીના ઘર આગળ જઈ મોટા અવાજે બેચાર વખત આ વાત સંભળાવી. મંત્રીના હોશકોશ ઊડી ગયા. હવે રાજાએ રસોઈ મીઠા મરચાં વિનાની બનાવી. મંત્રી જમવા આવ્યા. પણ જમતા કોઈ વસ્તુમાં ચિત્ત ચોંટ્યું નહિ. જમ્યા પછી જનક રાજાએ પૂછ્યું–કેમ મંત્રીજી, રસોઈ કેવી બની હતી?” મંત્રી કહે મહારાજ! “મને તેની કંઈ ખબર નથી; કેમકે આજે ચાર વાગે તો આપ મને ફાંસી આપવાના છો તેથી મારા હૃદયમાં તે જ વાત ઘોળાયા કરે છે. મને આજે કોઈ વસ્તુમાં પ્રેમ રહ્યો નથી. ચારે તરફ જ્વાળા સળગી રહી હોય એમ ભાસે છે.” ત્યારે જવાબમાં જનક રાજાએ કહ્યું–તમારે તો હજુ ચાર કલાક ફાંસીને બાકી છે છતાં Page #71 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો શરીરનું કે ભોજનનું તમને ભાન રહ્યું નહીં; જ્યારે અમને તો નિરંતર માથે મરણની તરવાર ઊભી જ દેખાય છે અને આ આખું વિશ્વ ત્રિવિધ તાપાગ્નિની જ્વાલાથી સળગતું હોય એમ જ જણાય છે. તો અમારું મન રાજ્યરિદ્ધિ કે વૈભવમાં ક્યાંથી આસક્તિ પામે. 5. હવે તમને સમજાયું હશે કે દેહ છતાં વિદેહી કેમ રહેવાય છે. (શ્રી સુબોધ કથાસાગરના આધારે) જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું “શરીરનો ધર્મ, રોગાદિ જે હોય તે કેવળીને પણ થાય; કેમકે વેદનીયકર્મ છે તે તો સર્વેએ ભોગવવું જ જોઈએ. સમકિત આવ્યા વગર કોઈને સહજસમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમકિત થવાથી સહેજે આસક્તભાવ મટી જાય. બાકી આસક્તભાવને અમસ્થી ના કહેવાથી બંધ રહે નહીં. સત્પુરુષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું.’ (વ.પૃ.૭૨૧) સત્પુરુષની વાણી વિના કોઈ સંસારના ત્રિવિધ તાપને છેદી શકે નહીં “આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે,એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ,જ્વરાદિક રોગ,મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે; સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” (વ.પૃ.૨૬૯) એક અંશ શાતાથી કરીને સંપૂર્ણ આત્મસમાધિનું કારણ સત્પુરુષ જ “સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સત્પુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.” (વ.પૃ.૨૬૯) શરીરમાં રોગ થયે સર્વ ઉપરના મોહનો વિચારવાન ત્યાગ કરે છે “શરીરને વિષે વેદનીયનું અશાતાપણે પરિણમવું થયું હોય તે વખતે શરીરનો વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યેનો મોહ વિચારવાન પુરુષો છોડી દે છે; અથવા તે મોહને મંદ કરવામાં પ્રવર્તે છે.’’ (વ.પૃ.૫૬૦) સ્વસ્વરૂપને જાણવા માટે જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની થાય Page #72 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ “જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે—ક્રમે કરી જ્ઞાની થાય છે.'' (વ.પૃ.૩૩૭) વીતરાગતા, સમતા, સંતોષ અને કષાયની મંદતા એ પરમ શરણરૂપ “રોગ, વિયોગ, દારિત્ર્ય, મરણાદિકનો ભય છોડી પરમ ધૈર્ય ગ્રહણ કરો. પોતાનો વીતરાગભાવ, સંતોષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે. બીજું કોઈ શરણ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પોતે જ શરણ રૂપ છે. ક્રોધાદિક ભાવ આ લોક પરલોકમાં આ જીવના ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લોકમાં હજારો વિદ્નની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલોકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ-કષાયીનું દેવલોકમાં તથા ઉત્તમ મનુષ્યજાતિમાં ઊપજવું થાય છે. જો પૂર્વકર્મના ઉદયમાં આર્ત્ત, રૌદ્ર પરિણામ કરશો તો ઉદીરણાને પ્રાપ્ત થયાં, તે રોકવા કોઈ સમર્થ નથી. કેવળ દુર્ગતિનાં કારણ નવાં કર્મ વધારે વધશે. કર્મનો ઉદય આવવા માટેનાં જોઈતાં બાહ્ય નિમિત્તો ક્ષેત્ર, કાળ, ભાવ મળ્યા પછી તે કર્મનો ઉદય ઇંદ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધાદિક કોઈ પણ રોકવા સમર્થ નથી. રોગના ઈલાજ તો ઔષધાદિક જગતમાં દેખીએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રોકવાને ઔષધાદિક સમર્થ નથી, ઊલટા તે વિપરીત થઈ પરિણમે છે.’’ (વ.પૃ.૨૦) ૬૮ મહાવીર ભગવાનનું સમવસરણી Page #73 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો ૬૯ જિને કહેલા સર્વ ભાવો એક આત્મા પ્રગટ કરવા માટે “શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષુ જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે. આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે; અર્થાત્ જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે.’’ (વ.પૃ.૪૪૪) પોતાના નહીં એવા દેહાદિને પોતાના માનવા એ જ સંસાર “શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્રદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્રરૂપયોગે આ જીવ પોતાને, પોતાના નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે; તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતિ. આ૦ સ્વ॰ પ્રણામ.’’ (વ.પૃ.૪૩૬) પરિગ્રહની ઉપાધિ ત્યાગે તો સમાધિસુખ પ્રગટે જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૦. સમાધિમરણ “આત્મા છે'. “આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્તા છે’, ‘આત્મા કર્મનો ભોક્તા છે’, ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે”, અને “નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ જ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્રદર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.” (વ.પૃ.૪૫૨) આત્માના ભાવો સ્વમાં રહે તે સમાધિ અને પરમાં જાય તે અસમાધિ. “શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. તે અનભવજ્ઞાને જોતા પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી.” (વ.પૃ.૪૪૪) ગ્રંથિભેદ થવા માટે નિત્યે સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનું પઠન જરૂરી “આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞ કહ્યો છે. અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે. જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે, ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સવિચાર અને સદ્ ગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે.” (વ.પૃ.૪૬૨) “પરમાં મારાપણું કરે તો પરિભ્રમણ વધે, સ્વમાં મારાપણું કરે તો પરિભ્રમણ ટળે” સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ | જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા | પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ Page #75 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો ૭૧ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે, અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.” (વ.પૃ.૪૩૬) સંગમે અનંત સંસાર વધાર્યો તેથી ભગવાનના આંખમાં આંસુ શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહું જપ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદ્ભુત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા! ” (વ.પૃ.૬૯૧) નિયમ લઈ સ્વેચ્છાએ વર્તવું તેથી મરણ શ્રેષ્ઠ “જ્યાં સુધી આત્મા સુદ્રઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહત્પરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય?” (વ.પૃ.૬૫૪) પરને ભૂલી સ્વમાં રહેવું એ જ મુખ્ય સમજવાનું છે “સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું' એ જ મુખ્ય તો સમજવાનું છે. બાલજીવોને સમજવા સારુ સિદ્ધાંતોના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરુષોએ કર્યું છે. કોઈ ઉપર રોષ કરવો નહીં, તેમ કોઈ ઉપર રાજી થવું નહીં. આમ કરવાથી એક શિષ્યને બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે.” (વ.પૃ.૯૯૫) લોકોને સારું દેખાડવાનો ઇચ્છક સદા દુખી, આત્મશાંતિનો ઇચ્છક સદા સુખી લોકસંજ્ઞા જેની જિંદગીનો ધૃવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધૃવકાંટો છે તે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમાધિમરણ જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે.” (વ.પૃ.૬૫૮) કર્મ ઉદય આવ્યે સમતાએ ભોગવે તો નિરે, નવા ન બંધાય. ક્રોધાદિક કરી જે ક ઉપાર્જન કર્યા હોય તે ભોગવ્ય છૂટકો. ઉદય આવ્યે ભોગવવું જ જોઈએ, સમતા રાખે તેને સમતાનું ફળ. સહુ સહુના પરિણામ પ્રમાણે કર્મ ભોગવવાં પડે (વ. (પૃ.૭૩૪) આત્મા સ્વભાવથી પ્રથમ ઊંચો જાય પણ કર્મભારથી નીચે આવે “આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ.” (વ.પૃ.૭૬૨) પરમકૃપાળુદેવના હાથે ની ટોકરશીભાઈનું થયેલ સમાધિમરણ “શા દેવચંદ પીતાંબરદાસ મહેતા પોતાના ભાઈ ટોકરશી મહેતા ગુજરી ગયા હતા, તેમના Page #77 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવના હાથે શ્રી ટોકરશીભાઈનું સમાધિમરણ લૌકિકે આવેલા કચ્છના પદમશીભાઈને છેવટની પોતાના ભાઈની માંદગી સંબંધી કહે છે : “ભાઈ ટોકરશી ગાંઠ અને સન્નિ-પાતના દરદને લઈને દુકાનના ગ્રાહકો સંબંધી અને બીજા સાંસારિક બકવાદ કરતા અને હરઘડીએ ઊઠીને નાસી જતા હતા; તેથી અમે ચાર જણ ઝાલી રાખતા હતા. ગઈ કાલે બપોરના બે વાગ્યાને સુમારે કવિ- રાજ (શ્રીમજી) પધાર્યા અને કીધું કે | ટોકરશી મહેતાને કેમ છે? અમે કીધું કે સખત મંદવાડ છે. કવિરાજે કીધું કે તમે બધા દૂર ખસી જાઓ. અમે કીધું કે ટોકરશીભાઈ હરઘડીએ ઊઠીને નાસભાગ કરે છે, તેમ કરશે. કવિરાજે કીધું કે નહીં લાગે. તેથી અમે બધા ત્યાંથી દૂર ખસી ગયા અને કવિરાજ તેમની પાસે બેઠા અને પાંચેક મિનિટમાં ભાઈ ટોકરશી સાવચેત થઈ ગયા અને કવિરાજને વિનયપૂર્વક કીધું કે આપ ક્યારે પધાર્યા? પોતે પ્રશ્ન કર્યો; તમને કેમ છે? એટલે ટા ક ર શી ભાઈ બોલ્યા-ઠીક છે, પણ ગાંઠની પીડા છે...... પછી અધો કલાક ટોકરશીભાઈ શાંત રહ્યા અને કવિરાજ વિક્ટોરિયા ગાડીમાં બેસીને પોતાની દુકાને પધાર્યા. કવિરાજ પધાર્યા પછી પાંચેક મિનિટે ભાઈ ટોકરશી પ્રથમ પ્રમાણે સન્નિપાતવશ જણાયા.” જેમ બનવાનું હોય તેમ બને છે' “અમે કવિરાજને તેડવા સારુ માણસ મોકલાવ્યું તેણે દુકાન પર જઈ કવિરાજને પધારવા આમંત્રણ દીધું. કવિરાજે જણાવ્યું : “જેમ બનવાનું હોય તેમ બને છે.” અને તે વખતે આવવાની Page #78 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ ના પાડી. પછી સાંજના સાત વાગ્યે કવિરાજ પધાર્યા. ટોકરશીભાઈની શરીરપ્રકૃતિ પૂછી. અમે કહ્યું કે માંદગી વૃદ્ધિ પામે છે. કવિરાજે અમને બધાને દૂર કર્યા. અમે બધા દીવાનખાનાની ભીંતો સુધી હઠીને ઊભા. કવિરાજ ટોકરશીભાઈ પાસે બેસી કંઈક આંખના, હાથના અને હોઠના ઈશારા કરતા હતા. પાંચેક મિનિટમાં ટોકરશી ભાઈએ શુદ્ધિમાં આવી કવિરાજને બોલાવ્યા. કવિ રાજે પૂછ્યું : “કેમ છે?” ટોકરશીભાઈએ કીધું કે “ઠીક છે. હવે ગાંઠની પીડા નથી.” ત્યાર પછી થોડીવાર રહી ટોકરશી- ભાઈ સંસ્કૃત ભાષામાં એક શ્લોક બોલ્યા. કવિ-રાજે પૂછ્યું કે “આ શ્લોક ક્યાં સાંભળેલ છે, તે યાદ છે?” ટોકરશીભાઈ બોલ્યા : “હાજી, દસેક વર્ષ ઉપર આપ તથા ડૉક્ટર (પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા) તથા હું શ્રી ઈડરના જંગલમાં ગયા હતા ત્યાં.' કવિરાજ બોલ્યા કે “આ શ્લોક ઘણો સારો છે. લખી રાખવા જેવો છે. થોડી વાર પછી કવિરાજ ટોકરશીભાઈને પૂછ્યું કે “હવે કેમ છે?” ટોકરશીભાઈ કહેઃ આનંદ આનંદ છે. આવો અનુભવ કોઈ દિવસ થયો નથી ટોકરશીભાઈ બોલ્યા કે “આનંદ, આનંદ છે. આવી સ્થિતિ મેં કોઈ પણ દિવસે અનુભવી નથી. એટલામાં જ કવિરાજે એક વખત હાથનો ઈશારો ભાઈ ટોકરશીભાઈના મોઢા તરફ ચડતો Page #79 -------------------------------------------------------------------------- ________________ કર્યો ને તરત જ કવિરાજ દૂર બેઠા અને અમને જણાવ્યું કે ‘ટોકરશી મહેતાનો દેહ છૂટી ગયો છે. પણ તમે લગભગ પોણા કલાક સુધી તેમની પાસે ના જશો.' આ વખતે રાત્રિના પોણા આઠ વાગ્યાનો સુમાર હતો. કવિરાજ સ્મશાને પધાર્યા હતા.” શક્તિબળે જીવોની લેફ્યા ફેરવી શકાય “આ વાત સાંભળીને તત્કાળ સાહેબજી (શ્રીમદ્ જી)ની પાસે રેવાશંકર જગજીવનની દુકાને પદમશીભાઈ ગયા અને ત્યાં સાહેબજીના દર્શન કર્યા અને કીધું કે “ટોકરશી મહેતાના સંબંધમાં આપે કાંઈ અજાયબી-આશ્ચર્ય ઉપજાવે તેવું કર્યું છે.'' તે સમજાવશો ? તે સમજવાની ઘણી આકાંક્ષા રહે છે.’ તેઓ બોલ્યા : “હા, એમ બની શકે છે. પ્રાણવાયુ સમાનવાયુના સંબંધથી રહેલ છે. દરેક વખતે શ્વાસને સમાનવાયુ ખેંચે છે, તેને શ્વાસ કહે છે. એ વાયુનો સંબંધ છૂટો પડ્યથી પ્રાણ ચાલ્યો ગયો એમ કહેવાય છે. તે વખતે જીવને જેવી લેશ્યા હોય તેવી ગતિ થાય છે અને શક્તિબળે જીવોની લેશ્યા ફેરવી શકાય છે.” (જીવનકળા પૃ.૧૩૨) * * ‘શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૬૯૨ ‘દુર્લભ એવો મનુષ્યદેહ' (પરમકૃપાળુદેવે પરમકૃપા કરી સમાધિમરણ થવા અર્થે લખેલ આ પત્ર) મરણપર્યંત સત્પુરુષનો આશ્રય ટકાવનાર પત્ર ૭૫ * સમાધિમરણમાં બળ મળે એવો પરમ-કૃપાળુદેવ દ્વારા લખેલ પત્રાંક ૬૯૨ જે આપણે રોજ ભક્તિમાં બોલીએ છીએ. તે પત્રમાં સમાધિમરણનું મુખ્ય કારણ તે સત્પુરુષનો દૃઢ નિશ્ચય અને તે આશ્રય છે. તે આશ્રયને મરણપર્યંત ટકાવનાર આ પત્ર છે. નિશ્ચય એટલે સત્પુરુષમાં દૃઢ શ્રદ્ધા, વિશ્વાસ અથવા નિઃશંકપણુ અને આશ્રય એટલે શરણભાવ. જેમકે આપણને પરમકૃપાળુદેવનો જેટલો નિશ્ચય હશે અર્થાત્ એમનામાં જેટલી શ્રદ્ધા બળવાન હશે તેટલા પ્રમાણમાં તેમનો આશ્રય એટલે શરણ સ્વીકારી તેમની આજ્ઞા ઉઠાવવાનો આપણે પ્રયત્ન કરીશું. આજ્ઞા પ્રમાણે વર્તવાથી જ જીવનું કલ્યાણ છે. કેમકે હજુ સાચા મોક્ષમાર્ગની જીવને ખબર નથી કે જન્મ મરણથી કેમ છૂટાય. માટે જ કહ્યું છે કે ‘બાળાને ધમ્મો બાળાને તો’ આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. પત્રાંક ૬૯૨ આ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પ્રમાણે છે :– સમાધિમરણ -€ જ્ઞાનીપુરુષના આશ્રયપૂર્વક દેહ છૂટે તો જન્મ સાર્થક “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજ૨ામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો. બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.’’ (વ.પત્રાંક ૬૯૨) આ પત્રાંક ૬૯૨ વિષે પૂ.શ્રી બ્રહ્મચારીજી બોધામૃત ભાગ-૩ પત્રાંક ૬૨૫ માં જણાવે છે : શ્રી ખુશાલભાઈના કલ્યાણ માટે અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવને વિનંતી કરી “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં’” (૬૯૨) એ પત્ર વારંવાર વાંચવા-વિચારવા તથા મુખપાઠ કરી રોજ મનનપૂર્વક લક્ષમાં લેવા વિનંતી છેજી. ખંભાતના એક મુમુક્ષુ શ્રી ખુશાલભાઈ બીમાર હતા. તેની ઉમ્મર નાની હતી. તેને એક સ્ત્રી અને બાળકો હતાં, તેમાં તેની વૃત્તિ મોહને લઈને બંધાયેલી, તે જોઈને તેમના સગા એક મુખ્ય મુમુક્ષુ પૂ. શ્રી અંબાલાલ ખંભાતવાળાએ પરમકૃપાળુદેવને તેના સમાધિમરણ અર્થે આ વિદ્ઘ દૂર કરવા અને આખર સુધી સદ્ભાવ તથા શરણ ટકી રહેવા યોગ્ય બોધની માગણીપૂર્વક Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૬૯૨ “દુર્લભ એવો મનુષ્ય દેહ' વિનંતી કરી હતી. તેના ઉત્તરમાં એ પત્ર પરમકૃપાળુદેવની પરમકૃપારૂપ છે. તે સર્વ જીવને સમાધિમરણની તૈયારી કરવા પ્રેરે તેવો અને મરણ સુધી સત્પરુષનો આશ્રય ટકાવી રાખવાનું બળ પ્રેરે તેવો છેજી.” આ ભવે સમાધિમરણ કરે તો પછી કોઈ ભવમાં કમરણ ન થાય “સમાધિમરણની ભાવના દરેક મુમુક્ષુજીવે દરરોજ કર્તવ્ય છે અને ક્ષણે ક્ષણે વૃત્તિઓ પ્રત્યે ઉપયોગ રાખી સદ્ગુરુ આજ્ઞામાં આ અમૂલ્ય મનુષ્યભવ જાય તેવી ભાવનાની સતત જાગૃતિ રાખ્યા કરવી ઘટે છેજી. અનેક ભવમાં કુમરણ કરતો આવેલો આ જીવ પરમકૃપાળુદેવને શરણે આટલો ભવ જો સમાધિમરણ કરે તો પછીના કોઈ ભવમાં કુમરણ ન થાય એવો અલભ્ય લાભ આ ભવમાં પ્રાપ્ત કરી લેવો છે એવી જેની દ્રઢ માન્યતા થાય તેને તેમ થવા યોગ્ય છેજી. તે અર્થે જ વાંચન, વિચાર, સત્સંગ, ભક્તિ, જપ, તપ, યત્ના આદિ પુરુષાર્થ હાથ ધરવા છે. આ મહાભાગ્યની ભાવના જેની વર્ધમાન થતી જાય તેને સર્વ અનુકૂળતા આવી મળવા યોગ્ય છેજી.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” (બો.૩ પૃ.૫૬૦) આ પત્રના વિવેચનમાં પૂ.શ્રી બ્રહ્મચારીજી બોધાકૃત ભાગ-૨માં ફરી જણાવે છે : Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સમાધિમરણ કૃપાળુદેવના પત્રથી શ્રી ખુશાલભાઈના ભાવ ફરી ગયા પૂજ્યશ્રી-ખુશાલભાઈ, અંબાલાલભાઈના સાળા હતા. એ વિશેષ બીમાર હતા તેથી અંબાલાલભાઈ ત્યાં ગયા અને ખબર પૂછી. બીજા તો બધા જતા રહ્યા પણ અંબાલાલભાઈ ત્યાં થોડીવાર બેઠા. સાધારણ જીવો ખબર પૂછવા જાય અને એક મુમુક્ષુ જાય તેમાં ઘણો ફેર છે. અંબાલાલભાઈ ત્યાં બેઠા અને ખુશાલભાઈના ભાવ કેવા રહે છે, તે જોવા લાગ્યા. ખુશાલ-ભાઈને યુવાન સ્ત્રી હતી અને પુત્રો હતા. એઓ જ્યાં ફરે ત્યાં ખુશાલભાઈની દ્રષ્ટિ જાય. અંબાલાલભાઈને થયું કે એમનો થોડા દિવસમાં દેહ છૂટી જશે અને એમના ભાવ તો એવા રહે છે. એમનું હિત થાય એવું કંઈક કરવું. પછી એ ઘેર ગયા અને તેમને સમજવા માટે વિસ્તારથી મોટો કાગળ લખીને મોકલાવ્યો. સાથે કૃપાળુદેવને કાગળ લખ્યો ત્યારે કૃપાળુદેવે આ પત્ર ખુશાલભાઈ ઉપર લખ્યો. પછી “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું;” એ ભાવ એમને દ્રઢ થઈ ગયો. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, કદી નાશ પામવાનો નથી એમ રહે તો રાગદ્વેષ ઓછા થાય. આત્માનો દેહ નથી. સ્ત્રીપુત્રાદિ પણ આત્માનાં નથી. આ તો બધાં લફરાં વળગ્યાં છે. જે જ્ઞાનીએ કહ્યો છે તે માર્ગે મારે વૃત્તિ રાખવાની છે એમ રાખવું. કંઈક વૈરાગ્ય હોય તો બીજેથી વૃત્તિ ઊઠી આત્મા ભણી જાય. સપુરુષ પ્રત્યે પ્રીતિ છે અને તેમના વચન પ્રત્યે પ્રીતિ છે, તે હિત કરનાર છે.” (બો.૨ પૃ.૨૯૭) શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવને પોતાના સાળા ખુશાલદાસની તબિયતના સમાચાર જણાવે છે – શ્રી ખુશાલદાસને પરમકૃપાળુદેવના દર્શન અને સ્મરણની ભાવના બીજા જેઠ વદી ૧૧, ૧૯૫૨ ભાઈ ખુશાલદાસની તબિયત વિશેષ વૃદ્ધિને પામતી જાય છે. શ્વાસની ઉત્પત્તિ થયેલી છે અને ઉઠવા બેસવાની શક્તિ નથી. સોજા આવ્યા છે. બોલાતું નથી. તેમ ખવાતું નથી. અસાધ્ય રોગનું વેદન કરે છે. આયુષ્ય સ્થિતિ હોય તો બચવા સંભવ છે. એમના સમીપમાં કીલાભાઈનું રહેવું થાય છે. સ્મરણ રહેવા વારંવાર જણાવે છે.” બીજા જેઠ સુદ ૧૫, શુક્ર, ૧૯૫૨ સુજ્ઞ ભાઈ ખુશાલદાસના શરીરે એક માસ થયા ક્ષય રોગ વિશેષ પરિણમ્યો છે. તેમની વૃત્તિ ઠીક રહી છે. આપ સાહેબના પવિત્ર દર્શનની ઇચ્છા રાખે છે અને સ્મરણ રાખ્યા કરે છે. નમસ્કાર લખવાનું કહેવાથી લખું છું.” Page #83 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૬૯૨ ‘દુર્લભ એવો મનુષ્ય દેહ’ શ્રીમદ્ રાગોન ૭૯ ભાઈ ખુશાલદાસના ગુજરી ગયાના સમાચાર શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવને લખે છે : શ્રી ખુશાલદાસની મરણની બે મિનિટ અગાઉ સુધી સાવધાની ખંભાત બીજા જેઠ વદી ૧૨, ૧૯૫૨ “આ અનિત્ય અને અશરણ એવા ત્રાસરૂપ સંસારમાં એક સદ્ ગુરુનું (આપ પવિત્ર નાથનું) જ શરણ સત્ય છે. સુજ્ઞ ભાઈશ્રી ખુશાલદાસ ગઈ કાલે એટલે સોમવારના આઠ વાગ્યાના સુમારે આ ભૂમિનો ત્યાગ કરી ચાલ્યા ગયા છે. મરણાંતની બે મિનિટ અગાઉ સુધી સાવધાનથી પોતે ભક્તિમાં લક્ષ રાખ્યો હતો. યુવાવસ્થાના પહેલા ભાગમાં પોતે દેહનો ત્યાગ કરી ચાલ્યા ગયા. એવો પ્રત્યક્ષ બનાવ જોઈ, આ આત્માને દૃઢત્વ થતું જ નથી અને પોતે તો મરવું જ નથી, એવો દૃઢ નિશ્ચય રાખેલો છે. પ્રત્યક્ષ બાળ યુવાન અને વૃદ્ધ એવા સેંકડો મરણ નજરે જોતાં છતાં આ લેખકની છાતી પીગળતી નથી. એ જ આ લેખકની અનંતાનંત મૂઢ દશાની અજ્ઞાનતા છે...અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.’ ભાઈ ખુશાલદાસની મરણ સમયની વિગત શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવને કાગળમાં લખી જણાવે છે : પરમકૃપાળુદેવને શ્રી ખુશાલદાસના મરણ સમયની વિગતની જાણ ‘ખંભાત અસાડ સુદી ૧ શનિવા૨, ૧૯૫૨ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ “પરમકૃપાળુ, પરમદયાળુ, સહજાનંદી, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપી, સદા સ્વરૂપવિલાસી, નિરહંકારી, નિસ્પૃહી એવા જગતગુરુ પરમાત્મા શ્રી રાજ્યચંદ્રજીને નામે પરમોલ્લાસથી ત્રિકરણયોગે ત્રિકાળ નમસ્કાર. પરમ પવિત્ર પરમ કૃપામય પત્ર મળ્યું. વાંચી અત્યાનંદ થયો. ફરીથી પત્ર મળશે એમ ધારી લખવામાં થયેલા વિલંબની ક્ષમાપના ઇચ્છું છું.” શ્રી ખુશાલદાસને છપદનો પત્ર સાંભળતા મરણનો સમય આવી ગયો “ભાઈ ખુશાલદાસને મરણના દિવસે સોમવારે બલખા નીકળવાના બંધ થયા હતા. અને સહેજ શાતા જણાતી હતી. ભાઈ કીલાભાઈ તથા નગીનભાઈ તરફથી પંદર દિવસ અગાઉથી જ એમની સમીપમાં રહેવાનું અને રાત્રે સુવાનું રાખ્યું હતું. સોમવારે શ્રી વચનામૃતોના પત્રો વાંચવાનું વિશેષ ચાલ્યું હતું. તે જ દિવસે જરા શ્વાસની ઉત્પત્તિ વધારે હતી. પણ પંચેન્દ્રિયો સાવધાનપણે સારી હતી. ત્રણ વાગ્યાના સુમારે કીલાભાઈ વાળુ કરવા ગયા. તે વખતે સહજ ઘરવાળાઓએ સ્વાર્થી ગરબડ કરી મૂકી. અને સ્ત્રીઆદિકને કંઈ કહેવા કરવા વિષેની વાત તે લોકો તરફથી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સમાધિમરણ નીકળવાથી ખુશાલદાસનું ચિત્ત એમાં પરોવાયું હતું. જે એક કલાક એ વાતનો પ્રસંગ રહ્યો હતો. કીલાભાઈનું ચાર વાગ્યે આવવું થયું હતું. તે વખતથી પ્રથમની વાતનું સમાધાન કરી છ પદનો પત્ર વંચાવવો શરૂ કર્યો હતો. તે થોડો અધુરો રહ્યો તે વખતે કહે કે હવે મને ઊંઘ આવે છે. કીલાભાઈએ કહ્યું કે હવે થોડો પત્ર બાકી છે. તે પૂરો થયે ઊંઘી જજો. ત્યાં સુધી બિચારા જીવે યત્ન તો ઘણું કર્યું પણ અસહ્ય દુઃખ ઉત્પન્ન થયું. ત્યાં દુઃખના આવેશથી આંખો ઢળી પડવા માંડી અને પાંચ વાગ્યાના સુમારે દેહ નાખી દીધો એટલે કે અત્યંત પીડામાં પ્રવેશ કર્યો. આ સઘળી હકીક્ત બબ્બે કલાકે મંગાવતો રહેતો હતો.” અંત સમયે હું શરણ આપતો, તે સાંભળી માથું હલાવી હા કહેતા હતા પણ આજે જ તેમનો દેહ છૂટી જશે એવું કોઈના કલ્પવામાં આવેલ નહીં. અને તે દિવસે સારું વર્તાયું હતું. તેથી મારા મનમાં એમ હતું કે તેવે વખતે જઈશ અને મને પણ શરીરની અશાતાનું કારણ હતું. ચાર વાગ્યે સ્ત્રીઆદિકની સ્વાર્થિક ગરબડની વાત સાંભળી એમ વિચાર થયો હતો કે આ વખતે એ બિચારા આત્માનું એમાં ચિત્ત ક્યાં પરોવાયું; માટે હું જાઉં. વળી વાળુ કરી જવાય તો રાતના દશ વાગ્યા સુધી એમની સમીપ રહી શકાય. એમ ધારી એક પત્ર લખી રાખ્યો. તે એમના વાંચવામાં આવે તો ઠીક. કારણકે વાંચી શકવાની અથવા સ્લેટમાં લખવાની એમની શક્તિ હતી. તે પત્ર લખી વાળુ (જમી) કરી પાંચ વાગ્યે ત્યાં ગયો. ત્યાં જઈને જોયું તો શરીર નાખી દીધું હતું. તેમ વધારે વાર સાંભળવા જેવી સ્થિતિ નહોતી. તેથી બે બે મિનિટે, એક શ્રી સદ્ગુરુનું શરણું સહાયકારી છે. એ જ શરણું સાચું છે, એમ ઉચ્ચાર આપતો હતો. જે ઉચ્ચાર પોતે સાંભળી, આંખ ઉઘાડી, માથું હલાવી હા કહેતા હતા.અને તેમ મરણના પાંચ મિનિટ અગાઉ સુધી રહ્યું હતું. વારંવાર તે Page #85 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ પત્રાંક ૬૯૨ ‘દુર્લભ એવો મનુષ્ય દેહ’ જ ઉચ્ચાર આપતો હતો. છેવટના વખતે ફક્ત પાંચ જ વાર માથાશ્વાસ થઈ શરીર ખેચાયું હતું અને સહેજવારમાં જીવ હતો નહોતો થઈ ગયો હતો.” જે દેહને મૂકવો છે તે પ્રત્યે કેટલું મમત્વ, આ જીવની કેટલી મૂઢતા. “અહોહો! હે પ્રભુ! તે વખતનો ચિતાર આ લેખકને વારંવાર હજ સ્મૃતિમાં આવ્યા કરે છે. જે દેહને પંપાળવાનું કહેતા હતા, તે જ દેહને મૂકીને જરાવારમાં ચાલ્યા ગયા. એવો એ પવિત્ર ખુશાલદાસનો આત્મા જતો જોઈ આ લેખકને બહુજ સ્મરણ થાય છે કે જરા વારમાં ફના થઈ જવાનું છે. આખો એ દેહ મૂકી જવો છે. અને આ જ દેહ પ્રત્યે મમત્વ કરાય છે. એ તે આ જીવની કેટલી અનંતગણી મૂઢતા કહેવાય !’’ ૮૧ કોઈની લાજ કે લોકભય વિના મને પત્રો વાંચી સંભળાવજો “પંદર દિવસ થયા પવિત્ર વચનામૃતો સંભળાવવાનું થયું હતું અને એમને પણ એ જ પ્રિય હતું. બીજાં પુસ્તકો સાંભળવાની ઇચ્છા થોડી રહેતી હતી અને પોતે જણાવ્યું હતું કે કોઈની લાજ કે લોકભય રાખશો નહીં. પ્રગટપણે મને પત્રો વાંચી સંભળાવજો. મને લોકભયની જરૂર નથી. મરણના દિવસે ચાર વાગ્યે તો કીલાભાઈને કહ્યું હતું કે જો જો આ પુસ્તકની (વચનામૃત ની) આશાતના ના થાય. ત્યારે ચિત્રપટનું દર્શન અપાતું હતું. આવા કારણમાં કુટુંબા દિક વિશેષ પ્રતિકૂળ નહોતા રહેતા. જે પત્રમાં (પરમ કૃપાળુદેવ ઉપર લખેલ પત્રમાં) પોતે સહી કરી હતી, તે પત્રના ઉત્તરની વિશેષ ચાહના હતી. અને ટપાલનો સમય થયે રોજ માણસને ટપાલ માટે મોકલતા હતા. પોતે તે સ્મૃતિ આપતા હતા, પણ નગીનનો પત્ર આવ્યા પછી પત્રની વિશેષ આશા એમણે મૂકી હતી.’’ આવા પ્રકારે આ દેહથી રહિત થવાનું છે, ક્ષણવારમાં ચાલ્યા જવાનું છે, એમ પ્રત્યક્ષ જોતાં છતાં અને જવું છે એ વાત ખરી છે એવું માનતા છતાં, એવું યથાર્થ મનાતું નથી. આ જીવને જરાપણ વિચાર થતો નથી કે પાછું વાળી જોતો નથી, એ આ આત્માનું કેટલું Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમાધિમરણ બધું અજ્ઞાન છે. મુનિ શ્રી (લલ્લુજી મુનિ) પણ વખતોવખત ત્યાં જતા હતા. અને એ જ સ્મરણમાં રહેવું એમ કહેતા હતા. પ્રથમથી જ કેટલાક પ્રત્યાખ્યાન મુનિ શ્રી સમીપે લીધા હતા. એ વગેરે સહજ જાણવા માટે લખી જણાવ્યું છે. એ માટે ક્ષમાપના ઇચ્છું છું.’’ * પૂ.શ્રી અંબાલાલભાઈ લાલચંદ ખંભાતવાળાએ પોતાના સાળા શ્રી ખુશાલભાઈને જાગૃતિ આપવા લખેલ પત્ર – ભાઈ તમારું દેહરૂપી નાવ અત્યારે ભરદરિયે તોફાનમાં પડેલું છે “ભાઈ તમને ધર્માત્મા જોઈ મને કાંઈ કરુણા બુદ્ધિથી કહેવાની ઇચ્છા થાય છે. પણ તમારી તેવી દશા નહીં હોવાથી, મારો આત્મા તમારી પાસે વચન કાઢવામાં અટકી જાય છે; છતાં પણ ફરી ફરી વિચારીને જોતાં છેવટે આ લખવાનું થવાથી પત્ર વાટે જણાવું છું. અને તે જણાવવાનું કારણ ફક્ત નિઃસ્વાર્થ અને પરમાર્થ જ છે. તમારી સાથે સગાસંબંધના કારણે કહેવાની કે જણાવવાની જરા પણ આત્મઇચ્છા નથી, એમ સ્પષ્ટ તપાસીને પરમાર્થના કારણે આ લખ્યું છે. ભાઈ તમારું દેહરૂપી નાવ અત્યારે ભરદરિયે અત્યંત તોફાનમાં પડેલું છે, એમ સામાન્યપણે બહારથી લોકોને દેખાય છે. તેમ તમને પણ તમારા અસહ્ય દુઃખથી અનુભવવામાં આવતું હશે. તથાપિ હવે તે વહાણ ભગવત કૃપાએ પાર ઊતરશે એમ દૃઢ છે છતાં તમારા અસહ્ય દુઃખના કારણે તેમ માની શકાતું નથી. તેમ છતાં શાંતિ રાખી ઉદય આવેલા દુ:ખોને અશરીરાદિ ભાવે વેદન કરવાથી સર્વ દુ:ખનો ક્ષય થઈ જાય છે.” નાશવંત શરીર અને સ્વાર્થી કુટુંબાદિક પ્રત્યે પ્રીતિ કેમ થાય છે? વિચારો “પૂર્વે આ જીવે અનેક પ્રકારના દેહ ધારણ કર્યા છે, સ્વરૂપવાન શરીરો ધારણ કરતાં, ત્યાં અત્યંત મોહ રાખતાં, તે શરીરો આખરે મૂકવા પડ્યાં છે. કોઈપણ મહાત્મા કે જ્ઞાનીપુરુષ જીવન વધારી શક્યા નથી. તેમજ આત્મા પણ જીવન વધારી શકે તેમ નથી. ગમે ત્યારે એક જ વખત વહેલે કે મોડે આ શરીરને મૂકવું છે. અને આ શરીરનો સ્વભાવ સડન (સડવાનો) પડન (પડવાનો) વિષ્લેશણ (વિનાશ થવાનો) છે. તો તે વિનાશવંત પદાર્થો પ્રત્યે બુદ્ધિવંતને પ્રીતિ કેમ હોય, અને આવાં જ શરીર પૂર્વે તિર્યંચ ગતિમાં કે બીજી ગતિમાં ઉત્પન્ન થયા હશે. તે વખતે કોઈ તેને શાતા પૂછનાર મળ્યું નથી. આગામી કાળે આવા દેહથી અધર્મ કરી નર નરકાદિક ગતિ ઉત્પન્ન કરશે, ત્યાં પણ તેને કોઈ ભાવ પૂછનાર મળશે નહીં. તો આ મનુષ્યભવને વિષે જે કોઈ કુટુંબાદિક સ્નેહી પદાર્થો છે તે ફક્ત પોતાના સ્વાર્થને જ માટે શાતા કે ચાકરી કરે છે. કોઈ નિઃસ્વાર્થપણે એમ નહીં કહે કે ભાઈ તને સારું થાય તો અવશ્ય ધર્મ આરાધન કરવામાં હું વિઘ્ન નહીં પાડું. એ ઉપરથી સ્પષ્ટ આ સ્વાર્થ, સંસારનું સ્વાર્થપણું તાદૃશ્ય બતાવે છે. અને તે પ્રત્યક્ષ રીતે અનુભવવામાં આવી જાય છે. છતાં આ જીવને તેનો વિચાર કેમ નહીં આવતો હોય ? વિચારો.’ Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૬૯૨ “દુર્લભ એવો મનુષ્ય દેહ' ૮૩ ઘર્મ આરાઘન કરવાનું ભૂલીને જીવ સ્ત્રીઆદિમાં કેવો સચેત છે સ્ત્રીઆદિક પદાર્થો પૂર્વે સુશીલ સ્વરૂપવાન અને ગુણજ્ઞ મળ્યાં છે. જેના વિના નહીં જીવી શકું એવો મોહાદિ પ્રકારથી તેવું દ્રઢત્વ થયું છે. છતાં તે પણ અનંતવાર ત્યાગી ત્યાગીને તેને જ ઘેર દાસપણે જન્મ લેવો પડે છે. તે પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તેવી વાત છે કે આ નાવરૂપી શરીર બેભાન સ્થિતિએ ડામાડોળ થયું છે. ફક્ત એને એક ધર્મ એ જ સહાયભૂત છે. તેમ છતાં ધર્મ આરાધન કરવાનું જીવ ભૂલી જઈને સ્ત્રીઆદિ પદાર્થોમાં મોહાદિભાવ કેવું સચેતનપણું રાખે છે.” ભવોભવ રખડવાનું કારણ એ જ સ્ત્રીઆદિક પદાર્થો જો કે હવે થોડીવારે સ્ત્રીને ત્યાગવી છે. એ જ સ્ત્રી પોતાના સ્વાર્થને માટે ખોટી કલ્પના કરી આ આત્માનું અહિત કરવા પોતાને વિષે જેને મોહ થયો છે તેને એવા મોહમાં પ્રેરે છે. ભવોભવ રખડવાનું કારણ એ જ સ્ત્રીઆદિક કારણો છે. મોદાદિ ભાવ છે તે કલ્પનાના હેત છે. તેમ છતાં બધા ધર્મનાં પ્રકારથી ચિત્ત ઊઠીને ત્યાં જઈને સ્થિત થાય છે કે તેના મોહમાં પ્રેરાય છે. એ તે આ જીવની કેવી અજ્ઞાનતા કહેવાય; તેનો કંઈ વિચાર થાય છે ?” પતિ, પત્ની માટે ઘન રાખે પણ સ્ત્રીના નસીબમાં ન હોય તો રહે નહીં “દ્રષ્ટાંત તરીકે વિચાર કરીએ કે આ એક બિચારી રાંક જેવી કે ગરીબમાં ગરીબ એવી સ્ત્રી કે દીકરી છે તેને મારા વિના કોણ આધાર છે, એમ મનમાં આવી જઈ તે સ્ત્રીઆદિકને માટે અમુક રકમ સંપાદન કરી આપી જઈએ તો ઠીક. એવો વિચાર કરી તે સંપાદન કરવામાં કાળ ગુમાવી પોતાના આત્મહિતથી અટકી તેની અમુક ગોઠવણ કરવાની ઇચ્છા ઘણા આત્માઓને રહે છે. તેમ છતાં તે બિચારી સ્ત્રીઆદિકને નસીબમાં નહીં હોવાથી કાં તો તે ધન વ્યર્થ જાય છે, અથવા તો નાશ થાય છે. અથવા તો તે પીડિત (રોગી) રહે છે. કહો ત્યારે આપણે તો તેના સારા માટે કરી જતા હતા. તેમ છતાં તેના નસીબે એમ થાય છે અને આપણું કંઈ ઇચ્છેલું નથી થતું. એવું જે ઇચ્છવું તે કેવું અજ્ઞાન કહેવાય ? તે આ જીવની થોડી મૂઢતા છે?” માતા પુત્રને દુઃખ વેઠી મોટો કરે અને પરણે ત્યારે સ્ત્રીનો થઈ જાય “એક યોનિમાં ઉત્પન્ન થયેલા એવા લઘુ બંધવ અને જેની કુક્ષીને વિષે ઉત્પન્ન થયા એવી માતુશ્રી કે જે નવ માસ ઉદરમાં રાખી અનેક પ્રકારના દુઃખ સહન કરી મળ મૂત્રાદિ ધોઈ વિશેષ પ્રકારથી ચાકરી કરી મોટો કર્યો તે શું પરની દીકરીને જ માટે? આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે આ તે જીવની કેવી મૂઢતા? આ તે જીવને કેવો મોહ? એ વિચાર કરતાં દ્રષ્ટિ ચાલી શકતી નથી. જો જીવ જરા વિચાર કરે તો સમજી શકાય એવું છે કે એવા પ્રકારની મોટી કલ્પનાઓ કરવી તે જ એને અજ્ઞાનતાનું મોટું કારણ છે. અને એ જ અજ્ઞાનતા તે નરકાદિ અનંત ભવનું વધારનારું મહા Page #88 -------------------------------------------------------------------------- ________________ ८४ સમાધિમરણ મોટું મોહનીય નામનું સ્થાન છે, કે જેની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની જ્ઞાની પુરુષોએ વર્ણવી છે. એટલી સ્થિતિ સુધી તો તેને ધર્મ ઉદયમાં ન આવવા દે. ત્યારે હવે કાંઈ વિચાર આવે છે?” સ્ત્રી પુત્રાદિમાં ઉપયોગ રહે છે તેવો ઘર્મમાં નથી અને ઇચ્છે છે કલ્યાણ, તે કેમ બને? “સ્ત્રી આદિ પ્રકારમાં કાંઈ કહેવા કરવામાં સચેત ઉપયોગ લેવામાં આવે છે, તેવો ધર્મ આરાધન પ્રત્યે કેમ નથી લેવાતો? તમારા હાથે તમે શું કરી શક્યા છો? નથી ધર્મ કર્યો, નથી ધર્મમાં વાપર્યું કે નથી ધર્મમાં ખરચ્યું. તો પછી આ જીવ કઈ યોનિમાં જશે? કદાપિ ધર્મ નામે તમે કર્યું હશે તો તે પણ તમે લોક સંજ્ઞાએ કર્યું. કારણ કે પૂર્વાનુપૂર્વે જગતને રૂડું લગાડવા જેમ જગત કરે છે તેમ તમે કર્યું છે. એથી તમે તમારા આત્માનું હિત શું કર્યું? અને તે કેમ થાય એ વિષે પૂછવાની ઇચ્છા થતી હોય તો કીલાભાઈને પૂછી જોજો. કહેવાની મતલબ એવા ભાવાર્થની છે કે જીવને સચેત ઉપયોગ સ્ત્રીઆદિ પદાર્થોમાં રહી શકે છે તેવો ઉપયોગ ધર્મમાં નથી રહેતો અને જીવ શ્રેય થવું ઇચ્છે છે એ કેમ બને? સંસારને સેવવાનાં સાધન કરવાં, તેમાં રહેવું, તેને ઉપાર્જન કરવાના પર્યટનમાં પડવું અને મોક્ષની ઇચ્છા રાખવી એ તે બનતું હશે કે નહિ? એવી વાતનો જો ઉપયોગ રાખી યથાર્થ વિચાર કરવામાં કાળ વ્યતીત કરશો તો તમારું ઘણું જ દુઃખ નાશ પામશે.” ઔષઘ આદિ પરમાર્થ કારણે લે તો જીવવાની આટલી ઇચ્છા રહે નહીં જીવને ઔષધોપચાર કરવા કે પરેજી પાળવી એ પણ એક દેહને માટેનું કારણ છે. જે ઔષધ ખાવાનું બને છે તે જીવવાની કે શરીરના મોહના કારણથી બને છે. પરમાર્થ કારણથી એમાનું કંઈ થતું નથી. જો પરમાર્થ કારણથી થતું હોય તો તે જીવને આટલી બધી જીવવાની ઇચ્છા ન રહે. પ્રારબ્ધ જે કંઈ હોય તે શમ વિષમભાવથી રહિતપણે ભોગવવા ઉપર દ્રષ્ટિ રહે.” - હવે અલ્પ સમયના મેમાન છો માટે સ્ત્રી પુત્રાદિનો મોહ છોડી દો. “જે જે વખતે તમોને જ્ઞાની પુરુષનો સમાગમ થયો છે તે તે વખતે અથવા પાછળથી શ્રીજીના પવિત્ર પત્રથી જેને કાંઈ બોધ થયો છે એમાં કોઈ એવી વાત નથી આવતી કે સંસાર ભોગવવો કે અજ્ઞાનતાનું સેવન કરવું કે મોહાદિમાં પડવું; મૂઢતા રાખવી એવું ક્યારે પણ કહેવામાં આવ્યું નથી. તો અત્યારે હવે તમારી શરીર સ્થિતિ જોતાં અલ્પ વખતના જ મેમાન છો એવું એક જ્ઞાનધારાએ પણ માનીને જેમ બને તેમ, જે ઉપર જણાવ્યા તે પ્રકારોથી ભયરહિત થવાય તો આ જીવનું Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૬૯૨ “દુર્લભ એવો મનુષ્ય દેહ' ૮૫ કલ્યાણ થવું સંભવે છે અને તેનું રટણ પણ તેમાં જ રહેવું જોઈએ.” સમભાવે વેદના ભોગવવી, જગત છે જ નહીં એમ માની પ્રભુનું ધ્યાન કરો “માટે હવે ટુંકામાં વાળી છેવટની ભલામણ એટલી જ કરવી યોગ્ય છે કે જેમ બને તેમ અશરીરપણે દુઃખ સ્થિતિ ભોગવી, શરીરનું ભાન ભૂલી જઈ, જગત છે જ નહીં એવું દ્રઢત્વ કરી સગાં, કુટુંબ, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થ સંબંધ છે એવો નિશ્ચય કરી, આખું જગત સ્ત્રીરૂપે, માતારૂપે, ભાઈરૂપે અનંતવાર થઈ ચૂક્યું છે. કોના ઉપર માતૃભાવ, સ્ત્રીભાવ કે ભાઈભાવ કરું એવું વિશેષ વિશેષ દૃઢત્વ કરીને સર્વ જીવો પ્રત્યે સમયે સમયે વૃત્તિ એ જ ઉપયોગમાં રાખી પ્રભુ સહજાત્મસ્વરૂપ પ્રભુનું ધ્યાન અહોરાત્ર ધ્યાવન કરો તો તમારું આત્મહિત થશે. મને એમ સમજાય છે. અને સર્વ જ્ઞાની પુરુષોને એમ ભાસ્યું છે. અને આ અપાર સંસારથી રહિત થયા છે, થાય છે અને થશે. તો પછી આત્માને આવું જ્યારે ઉચિત લાગતું ન હોય તો ચારે ગતિમાં ફરવાનું, એનાથી નિવૃત્ત થઈ શકવાનો સંભવ થતો નથી.” કંઈ ન બને તો નિરંતર ‘સહજાત્મસ્વરૂપ” પ્રભુનું સ્મરણ કર્યા કરો જાઓ, પવિત્ર જ્ઞાની પુરુષોનું દર્શન થયું હોય, તેમનો બોધ થયો હોય તે જીવોએ તો આવા પ્રકારથી ન જ વર્તવું જોઈએ. અને કદાપિ વર્તવાનું સહજ પરની ઇચ્છાએ રહેતું હોય તો નિરાશભાવે તે સર્વેના મનનું એક જ વખતે સમાધાન કરી, હવે થોડા વખતને માટે આત્મસાધન કરવું યોગ્ય છે, આત્મહિત કરવું યોગ્ય છે. જો જીવથી બીજી રીતે પુરુષાર્થ નહીં થઈ શક્તો હોય તો એ જીવે ફક્ત એક જ ચિત્તથી સમયે સમયે, પ્રસંગે પ્રસંગે ફરી ફરીને અને વખતે વખતે એક પવિત્ર “શ્રી સહજાત્મસ્વરૂપ” પ્રભુનું ધ્યાન કરવું અવશ્વનું છે કે જેથી સર્વ સાધન સુલભ થઈ અપૂર્વ એવું આત્મહિત પ્રાપ્ત થાય છે અને સર્વ દુઃખનો અર્થાત્ અનંત સંસારના પર્યટનનું નિવર્તન સહેજે થઈ શકે છે. એવો એ સુલભ અને સર્વોત્તમ જે સ્મરણ કરવાનો ભક્તિમાર્ગ એ જ આરાધવાનું વારંવાર, સમયે સમયે તમોને જણાવવાની ભલામણ કરીને આ પત્ર અત્યારે પૂરો કરું છું.” મારો કોઈ અપરાઘ થયો હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું “પ્યારાભાઈ, આપનો કોઈપણ પ્રકારે Page #90 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ મારાથી અવિધિ, આકરું કહેવાયું હોય કે લખાયું હોય, એમ જ કોઈપણ વખતે તમારો અવિનય કે આશાતના કે કોઈ પ્રકારે દોષ મારા મન, વચન, કાયાથી થયા હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. ક્ષમાપના ઇચ્છું છું. અનંત, અપાર મહા મોહજળને ધીરેથી તર્યા તે પુરુષરૂપ ભગવાનને નમસ્કાર હો.” બોઘામૃત ભાગ૩'માંથી– પૂ.શ્રી બ્રહ્મચારીજીએ એક મુમુક્ષુને સમાધિમરણમાં બળ મળે તેના માટે લખેલો પત્ર પરમકૃપાળુદેવના આશ્રયે આ દેહ છૂટે તો જીવ સમાધિમરણ પામે દયા નહીં આ જીવ તણી મેં ખાધી, ખરા દિલથી હજીંયે; ભવ ભમવાનો ત્રાસ નહીં હર્તો લાગ્યો ખૂબ ખરો કદીયે; દુઃખ ઘણા દેખ્યા આ ભવમાં તો પણ તે પર પગ મૂકી, નિર્દય પેઠે વહ્યો ગયો, નહિ ચેત્યો ચાલ જૈની ચૂકી. આ જીવનમાં કોઈએ પણ આપણા ઉપર મહદ્ ઉપકાર કર્યો હોય તેમાં સર્વોપરી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો છે. તેની નિષ્કારણ કરુણાને નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એનાં અપૂર્વ વચનને હૃદયમાં ઉતારનારને નિર્વાણમાર્ગની પ્રાપ્તિ થાય છે. આવું અચિંત્ય માહાભ્ય જેનું છે એવા નિઃસ્પૃહી મહાત્માનું શરણ આપણને મળ્યું છે તે જો મરણ સુધી ટકાવી રાખી તેને આશ્રયે આ દેહ છૂટે તો જીવ સમાધિમરણ Page #91 -------------------------------------------------------------------------- ________________ પામે. એવું એક વાર મરણ જેનું થાય તેને મોક્ષે જતાં સુધી કદી અસમાધિમરણ ન થાય એટલે ભવોભવ તેવો લાભ મળતો રહે એવી અપૂર્વ કમાણી આ ભવમાં કરી લેવાની છે. માટે જગતની મોહક વસ્તુઓ ઉપરથી મનને ખસેડી શાશ્વત આપણો આત્મા જેના યોગબળે શુદ્ધ થાય, મોક્ષે જાય તે મહાપુરુષ ઉપર દિન દિન પ્રેમ-ભક્તિભાવ વધતો જાય તેમ કર્તવ્ય છે. તે અર્થે ભક્તિ, રી મનુ હમ કયુરજ ઉપદેશામૃત ભwin રકમ જમ પત્રવ્યવહાર, ઓળખાણ કે વાંચન-વિચાર કર્તવ્ય છેજી. નહીં તો જગતની કોઈ વસ્તુ આખરે મદદ કરે તેવી નથી. માટે મનમાં સમજી જઈ બધેથી મોહ સંકોરી લઈ એક પરમપુરુષ ઉપર પ્રેમ, પરમપ્રેમ કર્તવ્ય છેજી. આ લક્ષે જેટલો કાળ જશે તેટલું આયુષ્ય સફળ થશે, લેખે આવશે. બાકીનું તો વેઠ જેવું છે. કારણ કે આપણી સાથે કંઈ આવવાનું નથી. આપણું દુઃખ પણ કોઈ લઈ શકે એવું નથી, તો આત્માનું હિત થાય તેવું સ્મરણ, ભક્તિ, સદ્ઘાંચન, વિચાર અર્થે કેમ ન જીવવું ? અંતરમાં આ દાઝ જાગશે તો જીવન પલટાઈ જશે. (મંદાક્રાંતા) મંત્રે મંચ્યો સ્મરણ કરતો, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી બૅલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે ઍવન જીંવવું લક્ષ રાખી સદા એ, પામું સાચો જીંવનપલટો મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાવબોધ-૭૪) પરસ્પર મુમુક્ષુઓનો સમાગમ કે પત્રવ્યવહાર પણ આત્માર્થે થાય તો હિતકારી છે. અહંકાર ન થાય, માત્ર છૂટવાની ભાવનાથી મોક્ષમાર્ગની ચર્ચા, વાર્તા કે વિચારોની આપલે થાય તે હિતકર્તા છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૦૪) Page #92 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ સમાધિમરણ કરવા શું કરવું તે માટે “ઉપદેશામૃત'માં પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ વરસાવેલ સચોટ ઉપદેશ કુટુંબાદિકમાંથી મોહ હઠાવી સહાત્મસ્વરૂપ મહામંત્રનું સ્મરણ કરવું Rવલણ વોઢિો (બરેલી “આ બધાંને મરણ તો એક વખતે જરૂર આવશે. તો તે વખતે શું કરવું તે કહું છું, જેને સાંભળવું હોય તે સાંભળજો, ગ્રહણ કરવું હોય તે ગ્રહણ કરજો, પકડ કરી લેવી હોય તે પકડ કરી લેજો. કહેનાર કહી છૂટે, વહેનાર વહી છૂટે. “પ્રીતિ અનંતી પરથકી જે તોડે તે જોડે એહ.” સગાંસંબંધી, પૈસાટકા, ઘરબાર, બૈરાંછોકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી, અહંભાવ મમત્વભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહમૂછભાવ બાળી જાળી, ભસ્મ કરી, સ્નાનસૂતક કરી ચાલ્યા જવું છે. તો સ્ત્રી છું, પુરુષ છું, નાનો છું, મોટો છું એ સર્વ પર્યાયષ્ટિ છોડી શ્રી સદ્ગુરુએ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ જાણ્યો છે એવો એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી. જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપયોગ બધામાંથી ઉઠાવી તેમાં રાખવો. એના જેવું કોઈ બીજું શરણ નથી. તો જ કલ્યાણ થશે. બધેથી પ્રીતિ ઉઠાવી જેટલી આત્મા ઉપર પ્રીતિ કરી હશે તેટલું કલ્યાણ થશે. આત્મા સદ્ગુરુએ જાણ્યો છે. માટે સદ્ગુરુનું શરણ, શ્રદ્ધા, તેના ઉપર ભક્તિ, ભાવ, રુચિ, પ્રીતિ વધારી હશે તે જ કામ કરશે.” (ઉ.પૃ.૩૯૨) મંત્રનું સ્મરણ કરવું એ જ શરણરૂપ છે હેમપ્રભદેવનું દ્રષ્ટાંત-“પ્રથમ દેવલોકમાં હેમપ્રભ નામનો એક દેવ હતો. એક દિવસ તેણે કેવળી ભગવંતને પૂછ્યું : હે ભગવંત! મારો બીજો ભવ કેવો થશે? ભગવંતે કહ્યું : તારો બીજો જન્મ જંગલમાં વાનરરૂપે થશે. ત્યાં મહાકષ્ટ ધર્મની પ્રાપ્તિ થશે. મુનિની વાણી સાંભળીને દેવે તરત જ તે વનમાં જઈ પોતાને બીજા ભવમાં શીધ્ર ધર્મબોધ થાય તે માટે એક શીલા ઉપર નવકારમંત્ર કોતરી દીધો. જ્યારે દેવભવનું આયુષ્ય પુરું કરી તે વાનરરૂપે થયો, ત્યારે શીલા ઉપર કોતરેલો તે નવકારમંત્ર જોઈને તેને જાતિસ્મરણજ્ઞાન ઊપજ્યુ. તેથી અનશન કરીને ફરી તે દેવગતિને પામ્યો. પછી તે દેવે પોતાનો ભાવિ જન્મ પણ સફળ થાય તે માટે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર નિર્માણ કરાવ્યું અને પછી મનુષ્યભવ પામી આરાધના કરીને પોતાના આત્માનું કલ્યાણ કર્યું.” (સચિત્ર નવકારમાંથી) આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે “હવે વ્યાશી વર્ષ થઈ ગયાં. છેવટની ભલામણ. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સમાધિમરણ મઘાનાં પાણી ટાંકામાં ભરી રાખે તેમ જ્ઞાનીનું કહેલું કહું છું તે લક્ષમાં લેશે તેનું કામ થશે. “આ જ્ઞાની કે આ જ્ઞાની' એમ કરવું નહીં. કોઈની નિંદા કરવી નહીં. પણ પરમ કૃપાળુદેવની એક શ્રદ્ધા રાખવી. અને તેમનું જણાવેલું સ્મરણ કરતી વખતે જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી હૃદયમાં રાખવું. અસંગ, અપ્રતિબંધ થવાનો માર્ગ છે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. તે “જ્ઞાન” એ બે અક્ષરો છે. જ્ઞાનમાં સર્વ સમાય છે. પત્ર ૪૩૦ અમૃતતુલ્ય છે. જે કંઈ કરવું તે આત્માર્થે કરવું. “મેં આત્મા જાણ્યો નથી; પણ જ્ઞાની પરમકૃપાળુદેવે આત્મા નિઃશંકપણે જાણ્યો છે તેવો મારો આત્મા છે. મને તેની ઓળખાણ થઈ નથી પણ તેની ભાવના હું કરું છું.” જ્ઞાનીએ જોયો છે તેવા આત્માની ભાવના કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત - થાય છે. નાનો મોટો, બાઈ ભાઈ, ઘરડો જુવાન, રોગી : - II નીરોગી જણાય છે તે તો દેહ છે; તેને ન જોવો. જ્ઞાનીએ જોયો છે તેવો આત્મા છે. તેને અર્થે ધર્મ આદિ હું કરું છું; દેવલોક આદિ ઇંદ્રિયસુખને અર્થે કંઈ કરવું નથી. આજ સુધી જે ધર્મને નામે કર્યું હોય તે સર્વ ફોક થાઓ ! આત્માને અર્થે હવે કરવું છે.” (ઉ.પૃ.૩૪૨) વેદની આવે છે તે જવા માટે “મરણ બધાને અવશ્ય આવશે જ. આટલા બધા બેઠા છો તે સર્વને કંઈ કંઈ પ્રકારની વેદની તે વખતે આવશે. બધાને એક પ્રકારની નહીં આવે. ત્યાં આટલો લક્ષ રહે તો કામ થઈ જાય : વેદની આવે છે તેથી હજાર ગણી આવો; જે આવે છે તે જાય છે, બાંધેલાં કર્મ આવીને છૂટે છે. તેને જોનાર એવો આત્મા હું છું. મેં તો એવો નિશ્ચય કરેલો છે કે હું આત્મા કોઈ કાળે મરવાનો Page #95 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૯૧ નથી. કર્મ તો બાંધેલાં બધાં આવીને જવાનાં છે. પણ જોનાર આત્મા છે, આત્મા છે, આત્મા છે; તે નિત્ય છે, નિત્ય છે, એ આદિ છયે પદનો નિશ્ચય કર્યો છે. (ઉ.પૃ.૩૯૧) આત્મા ખોળિયું બદલે પણ મરતો નથી શ્રી ઘીરજલાલનું વ્રત– આત્મા નિત્ય છે એવી શ્રદ્ધાની જરૂર છે. એક પરીખ હતા. તેમના સસરાનું નામ ધીરજલાલ હતું. તેમને પ.પૂ. પ્રભુશ્રીજીના દર્શન કરવાના ભાવ હતા પણ પાછળથી પ્રભુશ્રીજીનો દેહ છૂટી જવાથી તેમને દર્શનનો લાભ ન મળ્યો તેમણે “આત્મસિદ્ધિ’ ‘છ પદનો પત્ર મોઢે કર્યા હતા. એક દિવસે તેમને ભારે વેદના થઈ, એટલે તેમના છોકરાને કહ્યું કે હવે તું સંભાળ. મારું મરણ નજીક માં છે. માટે મને કંઈ પૂછીશ નહીં. તેમનો મિત્ર એક વૈદ્ય હતો. તે રોજ તેમને તપા-સવા આવતો. તે દિવસે પણ આવ્યો, અને નાડી જોઈ ત્યારે વૈદ્ય જાણ્યું કે હવે મારો મિત્ર રહેશે નહીં. તેથી તેનું મોટું ઊતરી ગયું. તે જોઈ ધીરજલાલ બોલ્યા- તું ઉદાસ કેમ થાય છે? હું દેહ છોડીશ પણ મરી જવાનો નથી. તેમને એવો Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સમાધિમરણ નિશ્ચય હતો કે આત્મા કદી પણ મરતો નથી. જેને એવી શ્રદ્ધા હોય તેને કોઈ ભય નથી. (બો.૧ પૃ.૧૧૯) ભાન રહે ત્યાં સુધી સહજાન્મસ્વરૂપનું સ્મરણ તે સમકિતનું કારણ “બોધ અને વૈરાગ્ય એ આત્મા છે. સદ્ગુરુનું શરણ માથે છે. સદ્ગુરુ એ પોતાનો આત્મા છે અને દરેકની પાસે છે. મેં આત્મા જાણ્યો નથી, પરંતુ સદ્ગુરુએ આત્મા યથાર્થ જામ્યો છે તેવો આત્મા તે મારો છે; તેથી અન્ય કંઈ પણ મારું નથી. ‘સહજાત્મસ્વરૂપ મહામંત્ર છે. ભાન રહે ત્યાં સુધી તેમાં ઉપયોગ રાખવો, તેને સંભારવો. ભાન ગયા પછી ફિકર નહીં. પણ ભાન રહે ત્યાં સુધી સદ્ગુરુનું શરણ, તેનું ધ્યાન રાખવું. સમતિ થવાનું એ કારણ છે.” (ઉ.પૃ.૩૯૧) મંત્રમાં અચિંત્ય શક્તિ છે રાજેશ્વરી તે નરકેશ્વરી” એમ કહેવાય છે. પણ રાજાના જીવનમાં ધર્મનું સ્થાન હોય તો તે દુર્ગતિમાં જાય નહીં. તેનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે – નંદન રાજકુમારનું દૃષ્ટાંત– અયોધ્યા નગરીમાં સોમવર્મ રાજાનો પુત્ર નંદન રાજકુમાર હતો. એક દિવસ દયાળુ એવા રાજકુમારને એક મંત્રવાદીએ પોતાની સાધના માટે ઉત્તરસાધક થવા વિનંતિ કરી. રાજકુમારની અનુમતિ મળતા મંત્રવાદીએ સાધના માટે સર્વ સામગ્રી ભેગી કરી સ્મશાન ભૂમિમાં સાધના કરવા બેઠો. તેની પાસે જ રાજકુમાર પણ નિર્ભયતાથી નવકાર મંત્રનું સ્મરણ કરતો ઊભો રહ્યો. થોડી વારમાં ત્યાં અગ્નિ જ્વાલા ફેંકતો એક રાક્ષસ, સાધકને મારવા માટે ચીસો પાડતો આવી પહોંચ્યો. રાજકુમારે મહામંત્રની અમોઘ શક્તિ દ્વારા તેનો પ્રતિકાર કર્યો. તેના ફળસ્વરૂપે રાક્ષસ પ્રસન્ન થયો અને સાધકના કાર્ય પૂર્ણ થયા. એક દિવસ રાજકુમાર નંદન પોતાની રાણી સાથે અવધિજ્ઞાની ચંદનમુનિને વંદન કરવા ગયો. ત્યારે કુમારે પોતાના પૂર્વભવ વિષે પૂછ્યું : ત્યારે મુનિએ કહ્યું : હે રાજન, પૂર્વભવમાં તમે બન્ને આ જ વનમાં શુક (પોપટ) યુગલ હતા. તે સમયે મેં જ તમને નવકારમંત્ર સંભળાવ્યો હતો. તે કારણથી તમે બન્ને અહીં રાજા-રાણી થયા છો. આ બધો પ્રતાપ મંત્રસ્મરણનો છે.” (સચિત્ર નવકારમાંથી) આત્મા તો “શુદ્ધબુદ્ધચેતન્યઘન, સ્વયં જ્યોતિ, સુખધામ' છે “આત્મસિદ્ધિ’માં બહુ વાત કરી છે. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.” Page #97 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ જેને દેહાધ્યાસ છૂટ્યો તે કરે છે છતાં નથી કરતા–ખાય છે છતાં નથી ખાતા, બોલે છે છતાં નથી બોલતા, ભોગ ભોગવે છે છતાં નથી ભોગવતા આ આશ્ચર્ય તો જુઓ ! ત્યારે એને ભેદજ્ઞાન થયું ને ? છે જગતમાં અને જગતમાં નથી, છે દેહમાં અને દેહમાં નથી ! એ સમજણમાં ફેર પડી ગયો ને ! આ તો “સુખ આવ્યું, દુઃખ આવી પડ્યું; પૂજા થઈ, સત્કાર થયો; વ્યાધિ આવી, મરણ આવ્યું” એમ માની બેઠો ત્યાં કર્તાભોક્તા થયો. કેવો છે પોતે ? સિદ્ધ સમાન–નહીં નાનો, નહીં મોટો. દ્રષ્ટિ મેલીશ ? માત્ર દૃષ્ટિની ભૂલ છે. આ ભૂલ નથી નીકળી. બાળકની પેઠે બહાર જુએ છે; આ નથી જોતો. પર્યાય દેખીને તેને આત્મા માન્યો. “ઘરડો છું, દુખિયો છું—એ બધું ખોટું માન્યું છે. તે મોક્ષસ્વરૂપ છો. “એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” તું આવો નથી. બાધાપીડારહિત, અનંત જ્ઞાનદર્શનવાળો તું છું. વિશ્વાસ આવશે ? ખોટું એને સાચું માનવું એ કેવી મોટી ભૂલ ! મૂળ વસ્તુ વિચારી નથી. અજર, અમર, અવિનાશી, શાશ્વતો ! નથી સ્ત્રી, નથી પુરુષ એવો તું આત્મા છું. અમે કહીએ છીએ તે સાચું માન. વિચાર આવ્યો તો આનંદ આનંદ થઈ જાય. “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ, સ! ખ ધ ા મ ; બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ.” આ ત્રણ ગાથાઓમાં આમ પકડાવી દીધો છે. મરણકાળે આ ત્રણ ગાથાઓમાં ઉપયોગ જોડાયો તો કામ થઈ જાય. એનો ભેદી મળે અને પકડ થાય, વિચાર કરે તો પામે, સમાધિમરણ આવે. એક દિવસ દેહ તો પડશે, મરણ તો આવશે ત્યારે જોઈ લો ! જિલ્લા સુકાઈ જશે, કાને સંભળાશે નહીં, આંખની સત્તા જતી રહેશે. અધૂરાં મૂકીને આવ્યો છે, અધૂરાં મૂકીને જવાનો, બધા ગયા મૂકી મૂકીને. કાળ કોઈને છોડે છે ? મહેમાનો, અવસર આવ્યો છે. આ ચમત્કારિક ગાથા આત્માને સમજવા માટે છે. લોકદ્રષ્ટિમાં Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સમાધિમરણ કાઢી નાખ્યું. અલૌકિક દ્રષ્ટિએ ના જોયું. મરણની વેદની છે ત્યાં બોધ સાંભરી આવે તો કામ થઈ જાય. આવું દુઃખ ભલેને રહ્યું. પણ મારું તો આવું–શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, એવું–આત્મસ્વરૂપ છે. વેદની, રોગ, મરણ કોઈ મારાં નથી. એને જોનાર-જાણનાર જુદો પડ્યોભેદવિજ્ઞાનથી. ‘કર વિચાર તો પામ.” (ઉ.પૃ.૩૬૩) વેદની વખતે જ્ઞાની જ્ઞાતાદૃષ્ટા સાક્ષીભાવે રહે! “રોગ તો જ્ઞાની અજ્ઞાની બન્નેને ભોગવ્યે જ છૂટકો છે. પરંતુ જ્ઞાની કહે છે : “આથી બમણી છે વેદની આવને, તારા ઘરમાં હું રહીશ ત્યારે ને ? ક્ષમા, સહનશીલતા, સંતોષ, ધીરજ, સમતા એ સુંદર આત્માના ઘરમાં હું રમણ કરીશ. પછી વેદની મને શું કરવાની છે ?” જ્ઞાની ભેદવિજ્ઞાનથી પરમાં પરિણમી જતા નથી. પરંતુ જ્ઞાતા-દ્રષ્ટા-સાક્ષી રહે છે, જ્યારા ને ન્યારા રહે છે.” (ઉ.પૃ.૩૬૪) જ્ઞાની સ્વઆત્મસ્વરૂપમાં ઉપયોગ રાખવા પ્રયત્નશીલ રહે. “મરણ વખતે કંઈ ભાન નથી રહેતું, આમ બોલાવે કે ભા...ઈ તોય આંખ ઊંચી ન કરે, તે શું હશે ? કંઈ યાદ નહીં રહેતું હોય તેનું શું કારણ ? ચેતન કંઈ જડ તો ઓછો થઈ જાય છે ? પણ તે વખતે કશુંય જાણે ખબર નહીં ! શું વેદનામાં ઘેરાઈ જતો હશે ? આવરણ આવતું હશે ? સમકિતીને કેમ થતું હશે ? મુનિ મોહનલાલજી – સમકિતીને તો ખબર રહે, પરિણામ સત્પરુષે જણાવેલા લક્ષને Page #99 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત’માંથી પ.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ અનુસરતાં રહે. ભેદ પડ્યો હોય એટલે પોતે વેદનાદિથી જુદો છે એમ રહે અને બીજા બોલાવતા હોય તે ય સાંભળે, પણ પોતાની ગતિ સુધારવાના પ્રયત્નમાં તે હોવાથી સગાંવહાલાં બોલાવે તો ય ન બોલે એ કોઈ આત્માને મદદ કરી શકે તેમ નથી એમ તે જાણે છે. તેથી જે સાચું શરણ કે સત્પુરુષે આપેલું સ્મરણ તેમાં જ તેનો ઉપયોગ રાખવા તે પ્રયત્નશીલ હોય. સૌભાગ્યભાઈએ અંત વખતે અંબાલાલને જણાવ્યું હતું કે અંબાલાલ, સૌભાગ્યને બીજું ધ્યાન ન હોય, પણ તમે મંત્ર સ્મરણ મોટેથી બોલો છો તેમાં, મારે મારો તાર જોડાયો હોય તેમાંથી વિક્ષેપ પામીને જોડાવું પડે છે.’’ (ઉ.પૃ.૩૧૮) સ્મરણ મંત્રનો કરેલ અભ્યાસ અંત સમયે કામ આવશે ૯૫ મુનિ મોહનલાલજી—પ્રભુ, મરણ વખતે કોઈ જીવને ખબર પડે કે કોઈને ન પણ પડે. પણ તે વખતે શું અવશ્ય કરીને કરી લેવું ઘટે છે ? શી વાતમાં ઉપયોગ જોડવો જોઈએ ? શું લક્ષ રાખવો જોઈએ ? પ્રભુશ્રી–પ્રશ્ન બહુ સારો કર્યો છે. સત્ય વાત તો જ્ઞાની જાણે; પણ આપણે તો મતિમાં આવે તે વિચારમાં લેવા માટે તે વાત ધ્યાનમાં લઈએ. રાક્ષસી વિદ્યાઘરનું દૃષ્ટાંત– હમણાં વંચાય છે તેમાં એક વાત છે. રાક્ષસવિદ્યા સાધીને એક વિદ્યાધરે એક બેટનું આખું ગામ ઉજ્જડ કરી નાખ્યું, ત્યાં ત્રણ વણિકપુત્રો વહાણ લઈ આવી ચઢ્યા. તેમાંનો એક અંદર શહેરમાં ગયો પણ કોઈ જણાયું નહીં; માત્ર એક રાજકુંવરી હતી. તેની મારફતે તેણે બધી વાત જાણી. ત્યાં એક તરવાર હતી તે તેણે લીધી અને જ્યારે રાક્ષસીવિદ્યાધર આવ્યો ત્યારે તરવારથી તેને મારી નાખ્યો. મરતાં મરતાં તે નવકારમંત્ર બોલ્યો. તેથી તે શ્રાવકપુત્રને પસ્તાવો થયો કે મેં મારા ધર્મબંધુનો જ ઘાત કર્યો. તેણે તેની પાસે ક્ષમા માગી. તેણે કહ્યું કે ક્રોધને વશ થઈને મેં આ બધું નગર ઊજાડી મૂક્યું છે, પણ હું શ્રાવક છું. ક્રોધનાં ફળ માઠાં છે એમ જિવેંદ્રદેવે કહ્યું છે તે ખરું છે. કહેવાની મતલબ એ હતી કે આવાં પાપ કર્મ કરનારને પણ છેવટે મરતાં મરતાં ય જે શ્રદ્ધા હતી તે પ્રમાણે સ્મરણ કરવાનું સૂઝ્યું. તો પહેલેથી પુરુષાર્થ કરી મૂક્યો હશે તે છેવટે કામમાં લાગશે.’ (ઉ.પૃ.૩૩૫) ફિકરના ફાકા મારી ભક્તિ અને આત્મભાવનામાં મંડ્યા રહો Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.’ આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આત્મ-ભાવનાનો પુરુષાર્થ રાખવો.” (ઉ.પૃ.૩૯૦) પરવસ્તુમાં મારાપણું એ જ દુઃખ “બધું ખોટું છે. તેમાં મારું, મારું માની માની શાનો રુએ છે? દુઃખરૂપ છે તેમાં સુખ ક્યાંથી હોય ? આત્મામાં દુઃખ છે? પછી શાનો બીવે છે ? વેદની આવી હોય તે જોયા કર. સમકિતી તેને શાતા માને છે. તે શું કરે છે? જોયા કરે છે. તેનામાં શું સમાધિમરણ “સૌ ફિકરના ફાકા મારો, એક આત્મભાવમાં રહો. દુઃખ આવે તો આવો, રોગ આવે તો આવો, ધન જતું રહે તો જાઓ; છેવટે, આ દેહ જતો હોય તો જાઓ. તેથી મારું કંઈ જવાનું નથી, મને કંઈ નુકસાન થવાનું નથી. એમાંનું કાંઈ પણ મારું નથી. મારું છે તે જ મારું છે. ‘તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ ?’ બીજું બધું તો કર્મકલંક છે. જે આવે છે તે જવા માટે. તેથી ભાર હલકો થાય છે. દેવું પતે છે. જ્ઞાની મહા સુખમાં રહે છે, આનંદમાં રહે છે. ફિકર માત્રના ફાકા મારો; એક સત્, શીલ અને ભક્તિમાં મંડ્યા રહો. Page #101 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ આવ્યું? સમજ. સમજ્યું છૂટકો છે. ‘જ્ઞાનીના ગમ્યા, જેમ નાખે તે સમા,’ તે શું ? જ્ઞાની જેમ છે તેમ જુએ છે. બૈરાં પારકાની કાંણ પોતાને ઘેર લાવે છે અને રુવે છે; તેમ બધી દુનિયા કરે છે. પારકાને ઘેર મરણ, તેમાં મારે શું? જેની ગણતરી કરવાની છે તેની ગણતરી કરતો નથી અને પારકાની પોક મૂકે છે. છોકરું થયું, પછી ૨માડીને સુખ માને છે! તેને કહ્યું હોય કે આ તો તારો વેરી છે, તો હા કહે, પણ પાછો રમાડવા માંડે; તેમ જીવ કહે છે ખરો, પણ માનતો નથી. સમજીને શમાઈ જવાનું છે. કોઈને કંઈ કહેવાનું નથી.’’ (ઉ.પૃ.૪૭૨) 3 ૯૭ આત્માનું કોઈ કાળે મરણ નથી તો તું કોને રડે છે? “વેદનીને કહ્યું હોય, તું બે મિનિટ ઊભી રહે તો તે ઊભી નહિ રહે; પૈસાને કહ્યું હોય, તમે બે મિનિટ રહો તો નહીં રહે. જે જવા આવ્યું છે તેને માટે તું શાની ૨ડાકૂટ કરે છે? કરવાની છે સમજ. સમજ્યું છૂટકો છે, બીજો ઉપાય નથી. બધા ઘણા મરી ગયા. તું મરી જવાનો છે. તેથી આત્મા મર્યો? ના. તો પછી તું કોને રડે છે? કોની પોક મૂકે છે? આ જ ભૂલ છે. ભૂલ તો કાઢવી જ પડશે. ‘પિંગ ધણી માથે કિયો.’ તે કરી લે.’ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમાધિમરણ “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિન્તા જાય.” “તે ઓસડ પી જા. ફલાણાભાઈ ન આવ્યા, તે ચિંતા શાની કરે છે? શું કરવા પોક મૂકે છે? બધું માનવું મૂકી દો; આત્માને માનો. કંઈ રહેવાનું નથી. તો પછી તે તારું કેમ થશે?” (ઉ.પૃ.૪૭૩) રાગદ્વેષમાં સમભાવ રાખવાથી સર્વ દુઃખનો ક્ષય એક ચોરનું વ્રત- “એક ચોરને ફાંસીની શિક્ષા થઈ. પ્રધાન વિચક્ષણ હતો. તેણે શૂળી ઉપર મરણની સન્મુખ થયેલા ચોરને પૂછ્યું, “તને કોઈનું શરણ છે ? સંસારમાં જે કાંઈ તારું માનતો હતો તેમાંનું કોઈ અત્યારે શરણ છે ?” ચોરે કહ્યું, “અત્યારે તો મને કોઈનું શરણ નથી.” પ્રધાને કહ્યું “હું એક વાત કહું તે લક્ષમાં લઈશ ? લઈશ તો તારું કામ થઈ જશે.” ચોરે કહ્યું, “જરૂર લક્ષમાં લઈશ, મને કૃપા કરીને કહો.” -- દુઃખના વખતમ હિતશિક્ષા ઘણી આતુરતાથી ગ્રહણ થઈ શકે છે. એટલે પ્રધાને કહ્યું, “સમભાવ.” ગમે તેટલું દુઃખ આવે તો આવો, મરણ આવે તો આવો, પણ હું તેને સમભાવથી સહન કરીશ. તે દુઃખ નાશ પામશે, પણ મારું સ્વરૂપ નાશ પામે તેવું નથી, માટે સમભાવમાં રહેવું. ચોરે સમભાવનું શરણ ગ્રહણ કર્યું. તે મરણ પામી દેવગતિ પામ્યો. પ્રધાને શૂળી ઉપર ચડેલા ચોર સાથે વાત કરી, એમ રાજાએ જાણ્યું ત્યારે તેને કેદ પકડવા તથા તેનાં ઘર લૂંટાવી મંગાવવા સિપાઈઓ મોકલ્યા. સિપાઈઓ પ્રધાનને ઘેર લૂંટવા આવ્યા. ત્યાં કોઈ એક અજાણ્યો રક્ષક થઈ બેઠો હતો, તેણે બધા સિપાઈઓને મારી હઠાવી કાઢી મૂક્યા. પછી રાજા પોતે આવ્યો. તેણે જોયું કે આ રક્ષક જણાતો માણસ તે મનુષ્ય નથી, પણ દેવ Page #103 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ડોસીના કહેવાથી તેના માથા પર ભારો ચડાવીને મોત અને જમ ના દૂતો ચાલ્યા ગયા. ડોસી તે દિવસથી મોતનું નામ જ લેવાનું ભૂલી ગઈ અને દુઃખમાં પણ સુખ માનીને સંતોષથી રહેવા લાગી. લાકડાંનો ભારો ઉપાડીને જીવનાર એવી ઘરડી ડોસીને પણ આ દેહમાંથી નીકળવું ગમતું નથી. (શ્રી સુબોધ કથાસાગરમાંથી) ૯૯ “મુનિ મો—કોઈ માણસે ધન દાટ્યું હોય અને ચોર લઈ ગયા પછી જમીન સરખી હતી તેવી કરે તો ખબર ન પડે ત્યાં સુધી ખેદ થતો નથી, પણ જાણે છે ત્યારે ખેદ થાય છે. તેમ ક્ષણે ક્ષણે મરણ થાય છે તેની ખબર નથી પણ મરણ વખતે દેહ છૂટતી વખતે ખેદ કરે છે. પ્રભુશ્રી—તેનો હોય તો છૂટે શાનો ? પારકું હોય તેટલું જાય. મરણ સંભારનારમાં એવા પણ સ્યાદ્વાદી હોય છે કે મરણ આવશે તો એકઠું કરેલું છોકરાં ખાશે એમ કહે પણ વૈરાગ્ય પામતા નથી. આત્મા ક્યાં કોઈનો છોકરો થયો છે ? પણ વ્યવહારે હોય તે કહેવાય. રાખનાં પડીકાં જેવો વ્યવહાર કરી નાખવો. કારણ કે તે બધું ખોટું નીકળ્યું છે, તેમાં સાર નથી. તે ક્યાં આત્માના ગુણ છે ? આત્મા જ સત્ય છે.’’ (ઉ.પૃ.૨૮૭) જે જન્મે તે મરે જ, એ તો કુદરતનો નિયમ છે એક સત્સંગીનું દૃષ્ટાંત–એક સ્થળે એક ભક્તોનું ટોળું પરમાત્માની ભક્તિ કરતું હતું. એવામાં એક માણસ ત્યાં આવ્યો અને બોલ્યા વિના રુદન કરવા લાગ્યો. ઘણી વાર સુધી કોઈએ તેની સામું પણ ન જોયું. અંતે ટોળામાંથી એક જણે પૂછ્યું કે કેમ રડો છો? ત્યારે તે બોલ્યો : ‘તમારો છોકરો મરી ગયો છે, તેથી મને રડવું આવે છે, બહુ દુઃખ થાય છે. એ માઠા સમાચાર આપવા જ હું અહીં આવ્યો છું.’ તે બોલ્યો : ‘તેમાં તમે આટલા બધા શા માટે રડો છો? મરણ તો સ્વાભાવિક છે. જે જન્મે એ તો મરે જ' એ કુદરતનો નિયમ છે. એમાં ગભરાવાનું શું છે? Page #104 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ પવન વાય છે, સૂર્ય તપે છે, જળથી જીવાય છે, એવું દેખીને કે સાંભળીને આપણે કંઈ આશ્ચર્ય પામતા નથી, તો પછી મનુષ્ય જન્મ કે મરે તે દેખીને કે સાંભળીને આટલું આશ્ચર્ય શા માટે પામવું જોઈએ ? આ પ્રમાણે મરી ગયેલા છોકરાના બાપે સંદેશો લાવનારને કહ્યું. તે સમયે તેમના મુખ ઉપર કોઈ પણ જાતનો દુઃખનો ભાવ જણાયો નહિ. આથી તેનું સત્સંગમંડળ બહુ પ્રસન્ન થયું અને તે દિવસથી તેને પોતાના સત્સંગમંડળનો ગુરુ બનાવી, તેઓ તેને સાચો ભક્ત સમજવા લાગ્યા. (શ્રી સુબોધ કથાસાગરમાંથી) ૧૦૦ રોજ મરણ સંભારી ફુરસદ મેળવી તૈયારી કરી રાખવી એક મુલ્લાનું દૃષ્ટાંત– “એક મુલ્લાં હતો તે એક માણસને રોજ કુરાન સંભળાવવા જતો; પણ નવરાશ ન હોવાથી તે તેને રોજ પાછો કાઢતો. પછી તે માણસ મરી ગયો ત્યારે કબરમાં દાટતી વખતે મુલ્લાં કુરાન સંભળાવવા લાગ્યો. બધા કહે, આમ કેમ કરો છો? મુલ્લાંએ જવાબ આપ્યો : “આજ સુધી તેને ફુરસદ નહોતી તેથી હવે સંભળાવું છું.” ત્યારે બધા કહે કે તે તો મરી ગયો છે, ત્યારે મુલ્લાં કહે, “તે તો મરી ગયો છે; પણ તમે તો સાંભળો છો ને ?’’ પ્રભુશ્રી—(બધાને) મરણ આવે ત્યારે શું કરવું? ૧. મુમુક્ષુ—પહેલેથી તૈયારી રાખવી. થોડે થોડે સહનશીલતાનો અભ્યાસ કરવો. ૨. મુમુક્ષુ–લડવૈયો હથિયાર વાપરતાં શીખ્યો હોય તો લડાઈ વખતે કામ આવે. પ્રભુશ્રી—આ વાત બહુ ગહન છે. આ જીવ સમયે સમયે મરી રહ્યો છે; માટે સમયે સમયે જાગૃતિ રાખવી. એક સમયનો પણ પ્રમાદ ન કરવો. રોજ મૃત્યુ સંભારવું. તેથી મમત્વભાવ નહીં રહે. જીવ ઘેરાઈ જશે ત્યારે તો કંઈ નહિ બને. જેવો ભાવ, શુભ કર્યો તો તે પ્રમાણે થશે અને શુદ્ધ કર્યો તો તે પ્રમાણે થશે. તાત્પર્ય એ કે બધાથી લઘુ થઈ જવું; વિનય કરવો. ટૂંકો રસ્તો વિનય. વિનયમાં બધું સમાય છે. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. સહનશીલતા અને ક્ષમા એ મોટામાં મોટો ઉપાય છે. ગમે તે થાય પણ ભાવ ક્ષમાનો રાખવો.’’ (ઉ.પૃ.૪૮૪) મરણ યાદ રાખવાથી મમતા ઓછી થાય “કોઈ એમ જણાવે કે કાલે તારું મરણ છે તો પછી બીજામાં તેનું મન રહે ? મન પાછું ઓસરે, ઉદાસ રહે. તેમ મરણને યાદ રાખ્યા કરવાથી યોગ્યતા આવે છે. મમતા ઓછી થાય તેમ કરવું. ઠાર ઠાર મરી જવા જેવું છે. જ્ઞાની પુરુષનો આશ્રય મહાભાગ્યે પ્રાપ્ત થાય છે. આપણને કૃપાળુદેવનો આશ્રય પ્રાપ્ત થયો છે તે કોઈ ને કોઈ પૂર્વકર્મના સંયોગે થયો છે ને ? તે જો સાચી દૃષ્ટિ થઈ હોય તો એક કુટુંબ જેવું લાગે. કુટુંબમાં જેમ એક વધારે કમાય એક ઓછું કમાય, પણ બધા કુટુંબીઓ ગણાય; તેવું ૨હે.’’ (ઉ.પૃ.૨૮૭) Page #105 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૦૧ જ્ઞાનીઓ ક્યાં રહે-સમભાવમાં–તેથી સર્વ દુઃખ નાશ પામે “મરણ આવશે જ. ત્યારે હવે આ બધું દુઃખ ટાળવા બોલાવવો કોને ? કયા સ્થળમાં જઈ રહેવું કે દુઃખ માત્ર ચાલ્યું જાય ? મોટા પુરુષો હોય તે સારા ઉત્તમ સ્થાનમાં રહે છે, પાયખાનામાં રહેતા નથી; તેમ આખું જગત પાયખાનામાં રહે છે, પણ જ્ઞાનીઓનું સ્થાન કર્યું છે ? “સમભાવ.” આ એમનું સ્થાન છે. આ જગાનું કેટલું સુખ, કેટલી સાહ્યબી છે તે કહ્યું જાય તેમ નથી. આ જગાએ જવાથી દુઃખ માત્ર નાશ પામી જાય છે. ચંડાળ જેવા નીચ ઘેર, હલકા ભાવમાં જ્ઞાની રહેતા નથી, તેથી તેમને ભય માત્ર નાશ પામી ગયા છે.” (ઉ.પૃ.૩૮૭) ચિંતામણિ જેવા આત્માની ઓળખાણ કરવાની ખાસ જરૂર પોતાને સમજવું છે; કોઈ વાત શ્રવણ કરીને વાતનો સાર સમજવો. વાત બહુ ભારે કહી! પછી ચિંતામણિ લાગે. અસારરૂપ સંસાર છે. તેમાં મનુષ્યભવ પામી સંસાર ડહોળી ડહોળી નરકે જાય છે ! ધન મળે, પૈસાટકા મળે; પણ આત્મા મળવો એ ચિંતામણિ છે. પૈસાટકા મળે: પણ સાડાત્રણ હાથની જગામાં બાળી મૂકશે. પૈસો ટકો, બૈરાં છોકરાં, કોઈ સાથે જવાનું નથી. કોઈ કોઈનું નથી. છે શું ? મારું ઘર ? પણ તે ય રહેવાનું નથી. જે “મારું મારું કર્યું છે તે મૂકવું પડ્યું છે. સોય પણ હારે ન જાય, પૈસોટકો પડ્યો રહે. એક આ જીવને જે કર્તવ્ય છે તે સમજતો નથી. કરવાનું તો એક જ છે. મુખ્ય વાત છે : સૌની પાસે ભાવ છે. ભાવ તે સત્સંગ, સદ્ગોધપાણી પીધે તરસ છીપે. ભૂખ્યો હોય તે ધરાયો કહે; પણ કદી આત્મા ખાતો નથી, મરતો નથી, જન્મતો નથી. આત્માની ઓળખાણ કરવાની ખાસ જરૂર છે. બીજું બધું કર્યું છે; આટલું નથી કર્યું. પૂરણ ભાગ્ય હોય તો થાય. પાણીમાં ડૂબતાં ડૂબકાં માર્યા જેવું છે. આ સંસારમાં જ બૂડ્યા છે. સંસારમાંથી કોઈ નીકળે નહીં. એક જેણે ભાવના કરી છે, શરણ ગ્રહણ કર્યું છે એ જહાજ મળે તો તે પાર નીકળે. બીજું કોણ નીકળે એવું છે ? કોઈ નીકળશે ?” (ઉ.પૃ.૨૫૧) સોય પણ સાથે ન જાય, પૈસો ટકો બધો અહીં જ પડયો રહે. શ્રીમંત વણિકનું દ્રષ્ટાંત- એક ગામમાં એક શ્રીમંત વણિક રહેતો હતો. તેને કથાવાર્તા તેમ જ ધર્મ ઉપર લેશમાત્ર પ્રીતિ ન હતી. કોઈક વખતે સાધુસંતો તેના ગામમાં પધારે તો લોકલાજે કથા સાંભળવા જાય. પણ ત્યાં પાંચ-સાત મિનિટથી વધુ સમય બેસે નહિ. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમાધિમરણ હવે તે ગામમાં એક મહાત્મા પધાર્યા. તે હમેશાં વ્યાખ્યાનમાં કથાવાર્તા કહે. તેમની કથા કરવાની શૈલી તથા વાણીની મધુરતા અદ્ભુત હોવાથી શ્રોતાઓને કથાનું શ્રવણ કરવામાં અતિ આનંદ આવતો. તે સમયે ગામના પ્રતિષ્ઠિત નાગરિકો સદ્ભાવથી સંતસમાગમ કરવા માટે આવતા. એક દિવસ પેલો શ્રીમંત વણિક પણ કથા સાંભળવા આવ્યો હતો, પણ તે સમયે કથાની પૂર્ણાહુતિ થતી હતી. એટલે તે શ્રીમંતે ધાર્મિક પુસ્તક પર સવા રૂપિયો મૂક્યો. તે વખતે મહાત્માએ તે શ્રીમંતના ઘણા વખાણ કર્યા તથા તેને બે ઘડી બેસવાનું કહ્યું. ત્યારે શ્રીમંત વણિક કહે : “મહારાજ ! માફ કરો, મને અત્યારે અહીં બેસવાનો સમય નથી. પરગામથી હૂંડીઓ આવેલી છે તેનો નિકાલ કરવાનો છે, બેંકમાં નાણાં ભરવાનાં છે, વેપારીઓ પાસેથી લેવાનાં છે, હૂંડીઓ વટાવવાની છે, આવેલી ટપાલમાં દેશાવરના ભાવ-તાલ જોવાના છે, ખરીદી અને વેચાણનું કામ હજી બાકી છે. મહારાજ! બજાર અત્યારે ખૂબ જ અસ્થિર છે. માટે મારે જવું જ પડશે. માફ કરો, મહારાજ! અહીં બેસવામાં મારું મન લાગે એમ નથી. હું જાઉં છું મહારાજ! મને રજા આપો. Page #107 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ શેઠ તમારા હિતની એક વાત કહ્યા સિવાય મારાથી રહેવાતું નથી વણિકની આ ધાંધલ જોઈ મહારાજને હસવું આવ્યું અને તેના અત્યંત વ્યસ્ત જીવન પ્રત્યે કરુણા ઊપજી. તેઓ તેને શાંતિ આપતાં કહેવા લાગ્યા : ‘શેઠ! તમને ઘણું કામ હશે એ વાત સાચી છે, છતાં તમારા હિતની એક વાત કહ્યા સિવાય મારાથી રહેવાતું નથી. હું તમને હવે વધુ ખોટી નહિ કરું, પણ મારે તમને કહેવાનું આટલું જ છે; પછી તેના કાન પાસે મોઢું લઈ જઈ તેને કહ્યું : ‘શેઠિયા ! આજથી ત્રીજે દિવસે તારું મૃત્યુ છે, માટે ચેતવું હોય તો ચેતી લેજે ! તે વણિકે પંચાવન કરોડ રૂપિયા ભેગા કર્યા હતા અને જો છપ્પન કરોડ પૂરા થાય તો છપ્પન ઉપર દેવની ભૂંગળ વાગે, એ માટે તે વલખાં મારતો હતો; પરંતુ મહાત્માની આ વાત સાંભળીને તેના હોશકોશ ઊડી ગયા. તે પાગલ જેવો થઈ ગયો અને તેના ડોળા આમતેમ ફરવા લાગ્યા. તે શોકાતુર થઈ ઘેર આવ્યો. પણ હવે ત્રણ દિવસમાં એક કરોડ રૂપિયા કેમ આવે ને છપ્પન કરોડ પૂરા કેમ થાય એવા તે વિચાર કરવા લાગ્યો; ને બીજી બાજુ મૃત્યુનો ભય તેને સતાવવા લાગ્યો. મોતની બીકથી તેને ઝાડો-પેશાબ છૂટી ગયા. શરીરમાં વાતપિત્તકફના ત્રણેય દોષ શરૂ થઈ ગયા. સ્વર્ગમાં સીવવાની સોય મળતી નથી માટે આ એક સાથે લેતા જાઓ ૧૦૩ તે મહાત્મા શ્રીમંત વણિકની ગંભીર હાલતના સમાચાર જાણી તેને જોવા માટે તેને ઘેર ગયા ને કહેવા લાગ્યા : ‘શેઠિયા ! સ્વર્ગ-લોકમાં સીવવાની સોય મળતી નથી માટે આ લ્યો, અને સાથે લઈ જજો.’ આમ બોલીને તેને સોય આપવા લાગ્યા. ત્યારે શ્રીમંત કહે : ‘મારા શરીરને તો અહીં Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમાધિમરણ બાળી મૂકશે, તો હું આ સોય ને કેવી રીતે સાથે લઈ જઈશ?” મહાત્મા કહે : “તારા પંચાવન કરોડની ગાંસડી કેવી રીતે લઈ જઈશ? તે જેવી રીતે તું લઈ જવાનો છે, તેવી જ રીતે આ મારી નાની સોય પણ લેતો જજે. તને એ કાંઈ ભારરૂપ નહિ લાગે. પણ સ્વર્ગમાં તને કામ આવશે.” આ વણિકને અંત સમયે એ મહાત્માના અમૂલ્ય વચનો હાડોહાડ ઊતરી ગયા અને તેથી વિચારવા લાગ્યો કે, “આમાંથી હવે પ્રભુ બચાવે તો ઠીક !” - ઈશ્વરની કૃપાથી અને મહાત્માના આશીર્વાદથી તે શ્રીમંત વણિક સાજો થયો અને હવે ખરી વાત સમજાયાથી પોતાના દ્રવ્ય ઉપરની મમતા તેણે છોડી દીધી. અને તે પોતાની સઘળી સંપત્તિ પ્રાણીઓના હિત માટે વાપરવા લાગ્યો. આમ કરતાં વાણિયાનું અંતઃકરણ પવિત્ર થયું. પોતાના જીવનમાં પરમાત્માના દર્શન થયા, એ રીતે તે કૃતાર્થ થયો; અને એનું જીવન ધન્ય બની ગયું. મહાત્મા પુરુષનો ક્ષણમાત્રનો સમાગમ તે જીવને સંસારના દુઃખરૂપી સમુદ્રમાંથી તારનાર જહાજ સમાન છે. (શ્રી સુબોધ કથાસાગરમાંથી) મળમૂત્રની ખાણ એવા દેહને મારો ન માનું આ દેહ છે તે વિષ્ટા, મળમૂત્ર, હાડકાં, માંસ, લોહી, પરુ, ચામડાનો માળો છે. તેમાં હવે મમત્વ ન કરું. હું તેથી ભિન્ન જ્ઞાનમય છું. સુંદર ભોજન ખાઈએ તે પણ મળમૂત્રરૂપ બની જાય છે, તે આ દેહને લઈને છે. એવા અશુચિ દેહને પોતાનું સ્વરૂપ ન માનું, તેમ તેને મારો ન માનું. જેમ ભાડાનું ઘર હોય તેનો જેટલો લાભ લેવાય તેટલો લઈ છોડી દેવાય છે તેમ આ દેહને આત્માર્થે પ્રમાદરહિતપણે ગાળી છેવટે તો મૂકી દેવાનો છે. મૃત્યુ પછી તેને બાળે, દાટે કે પાણીમાં બુડાડે, એ રીતે તેનો નાશ અવશ્ય છે; માટે તેને મારો ન માનું. એવું ભેદજ્ઞાન કરી લેવું.” (ઉ.પૃ.૪૩૧) વ્યાધિ પીડાને “જ્ઞાની વેદે દોર્યથી અજ્ઞાની વેદે રોય' આ કાયા એ જ દુર્જન છે. કેટલાય ભવ થઈ ગયા પણ આત્માને ઓળખાણ થયું નહીં. દેહના ધર્મ તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેને હોય છે; પણ અંતરની ચર્યાથી જ જ્ઞાની ઓળખાય છે, બાકી બહારથી કશો ફેર ન હોય. શરીર સારું હોય ત્યારે તો કંઈ નહીં; પણ મરણ વખતની વ્યાધિ અને પીડા વખતે જ્ઞાની અને અજ્ઞાનીની પરીક્ષા થાય છે. જીવ ઘણાં વલખાં મારે છે; આવો રૂડો પાંચ ઇન્દ્રિયોવાળો દેહ છોડી તેને જવું પાલવતું નથી. “મારું મારું કરી જેમાં જેમાં રાચી રહ્યો હોય છે તે બધું તે વખતે આડે આવે છે; અને જ્ઞાનીને તો કંઈ તેમાં સાર જણાયો જ નથી હોતો, તેથી તેને તજતાં શી વાર ? કૃપાળુદેવને સૂકો રોગ હતો. તે તો બધા સમજો છો. કેટલાકને મરણ Page #109 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૦૫ વખતે ઝાડો થઈ જાય છે, કેટલાકની આંખો ફાટી જાય છે, કેટલાકનો શ્વાસ રૂંધાય છે; કોઈને સન્નિપાત થાય છે, પણ તે બધી બાહ્ય ચેષ્ટાઓ છે. શ્વાસ ચાલે ત્યારે કેમ થાય છે તે અમને અનુભવ છે. તે વખતે તો બીજું કંઈ સૂઝે નહીં. પણ જ્ઞાનીને ત્યાં સમતા હોય છે.” (ઉ.પૃ.૨૬૦) દેહાદિને પોતાના માનવાથી જ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ ઘણી વાર મહેનત કરવા છતાં જે વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થતી નથી તે વૈરાગ્યાદિની પ્રાપ્તિ સુલભ થાય એવો મહાવ્યાધિનો અવસર આવે છે ત્યારે દેહની અને આ સંસારની અત્યંત અસારતા, અનિત્યતા અને અશરણતા મુમુક્ષુને પ્રત્યક્ષ અનુભવાય છે અને જ્ઞાનીનાં વચનો અત્યંત સાચાં લાગે છે. આ દેહાદિ પદાર્થોના સ્વરૂપનો જો જ્ઞાની પુરુષનાં વચનોને અનુસરી જીવ વિવેકપૂર્વક વિચાર કરે તો જરૂર તે પોતાનાં નથી એમ પ્રતીતિ થાય. પોતાનાં હોય તો જતાં કેમ રહે ? અનાદિકાળથી જીવનું પરિભ્રમણ થયું તે એના સંયોગથી, પોતાનાં નહીં તેને પોતાનાં માનવાથી જ થયું છે અને અત્યારે પણ એ જ દુઃખનું કારણ છે, એમ લાગ્યા વિના રહેશે નહીં. શાતા-અશાતા સ્વભાવ તો દેહના છે, તેને પોતાના માની આ જીવ તેની પ્રાપ્તિઅપ્રાપ્તિનાં વિચારો અને ભાવના કરી આર્તધ્યાન કરી પોતાનું બૂરું કરવામાં બાકી રાખતો નથી. જ્ઞાનીઓએ તો બધાય સંયોગોને, દેહાદિ અને કુટુંબાદિ સર્વ સંસારસંબંધોને પર, પુદ્ગલના, કર્મરૂપ, અસાર, અધ્રુવ અને દુઃખમય જ કહ્યા છે. જે જ્ઞાનનો ભક્ત હોય તેને તો જ્ઞાનીનાં વચનો માન્ય જ હોવાં જોઈએ અને તેથી એને શાતાઅશાતા બન્ને સરખાં છે. અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં સંસાર-માયા પરપદાર્થોના સંયોગસ્વરૂપનું પ્રતિબંધ વગર સ્પષ્ટ દર્શન દે છે. તેથી તેના સ્વરૂપનો વિચાર જીવ સહેજે કરી શકે છે. ” (ઉ.પૃ.૧૩૫) કરેલા પાપોનો જેવો પશ્ચાત્તાપ તેવી બળવાન નિર્જરા ચોરી કરી હોય; પાપ કર્યા હોય તે આ ભવનાં તો આપણને યાદ હોય તેનો વિચાર કરીને પશ્ચાત્તાપ કરે કે અરેરે ! મેં ક્રોધ સેવીને, માન સેવીને, માયા સેવીને, લોભ સેવીને, આરંભપરિગ્રહ સેવીને, હિંસા કરીને ઘણાં પાપ ઉપાર્જન કર્યા છે. એવાં અનિષ્ટ દુઃખનાં કારણ હવે નથી સેવવાં એવો નિશ્ચય કરે અને જે ઉદરપોષણ નિમિત્તે પાપ કર્યા હોય તેના પશ્ચાત્તાપમાં ઉપવાસ કરવા, ઊણોદરી કરવી, રસત્યાગ કરવો કે એવાં તપ આદરે તો જે પાપનું ફળ આવવાનું હતું તે નિકાચિત ન હોય તો તે નિર્જરી જાય અને ઉદય આવે તે પણ ઓછો રસ આપે. પરિણામ મોળાં પડવાથી નવો બંધ પણ નજીવો થાય.” (ઉ.પૃ.૨૯૫) Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મંત્રના પ્રભાવે અને પાપના પશ્ચાતાપથી થયેલ દેવગતિ હૂંડિક ચોરનું દૃષ્ટાંત—“મથુરામાં શત્રુઠમન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં જિનદત્ત નામનો એક શેઠ રહેતો હતો. એક દિવસ રાજાએ હૂંડિક નામના ચોરને ચોરીના અપરાધમાં મૃત્યુદંડની સજા આપી. જ્યારે સૈનિક રાજઆજ્ઞાનું પાલન કરવા રસ્તામાં તેને લઈ જતા હતા ત્યારે જિનદત્ત શેઠે ચોરને નવકાર મંત્ર સંભળાવ્યો અને પાપનો પશ્ચાતાપ કરવા જણાવ્યું. તેના ફળસ્વરૂપે ઠુંડિક ચોર બીજા જન્મમાં મંત્રના પ્રભાવથી યક્ષ જાતિનો વ્યંતરદેવ થયો. नमो अरि नमो विदा आयरियाण સમાધિમરણ मो नमो लोए सबस एस पच मुक्का सायणी मंगलसिं पदम व मंगले બીજે દિવસે રાજાને ખબર પડી કે શેઠે ચોરની સાથે વાર્તાલાપ કર્યો છે તેથી તેને રાજદ્રોહી જાહેર કરી ગધેડા ઉપર બેસાડી નગરની અંદર ફેરવવાનું અને અપમાનિત કરવાની આજ્ઞા આપી. જે ચોર યક્ષ બનેલો છે તેણે રાજસેવકોને રાજઆજ્ઞા પાલન કરનારાઓને રોકીને કહ્યું ઃ શેઠનું અપમાન કરો નહીં પણ તેમનું સન્માન કરો, નહીં તો હું આ શીલાથી નગરનો નાશ કરીશ. રાજાએ બધી વાત જાણીને શેઠને સન્માન સાથે મુક્ત કર્યાં. પછી તે યક્ષ મંત્ર સ્મરણ કરતો અંતર્ધાન થઈ ગયો.’” (સચિત્ર નવકારમાંથી) બધા દોષને સવળા કરી ગુણરૂપ કરવા “ક્રોધ કરવો તો પોતાના કર્મવેરી પ્રત્યે કરવો. માન સત્પુરુષની ભક્તિનાં પરિણામમાં કરવું, માયા પરનાં દુઃખ નિવારણ કરવામાં કરવી. લોભ ક્ષમા ધારણ કરવામાં કરવો. રાગ સત્પુરુષ Page #111 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૦૭ પ્રત્યે અથવા દેવ-ગુધર્મ પ્રત્યે કરવો. દ્વેષ, અણગમો વિષયો પ્રત્યે કરવો. વિષય વિકારની બુદ્ધિ પ્રત્યે દ્વેષભાવ કરવો. મોહ સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવામાં કરવો. એમ એ દોષરૂપ છે તેને સવળા કરી ગુણરૂપ કરી નાખવા.” (ઉ.પૃ.૪૩૪) મહા વેરી એવા ક્રોઘ, માન, માયા, લોભને મોક્ષમાર્ગે જનારને મૂકવા “ક્રોધ, માન, માયા અને લોભ એ મોક્ષમાર્ગમાં જનારે મૂકવાનાં છે. લાખ વર્ષનું ચારિત્ર હોય, પણ ક્રોધથી બળીને ભસ્મ થઈ જાય અને નરકે લઈ જાય એવો મહા વેરી ક્રોધ છે. માન છે તે પણ મોટો વેરી છે. વિનય એ ધર્મનું મૂળ છે. વિનય છે, લઘુતા છે–છોટા છે તે મોટા થશે. માયાથી મૈત્રીનો નાશ હોય છે. જે સરળ છે એ ધર્મ પામવાના ઉત્તમ પાત્ર છે. “કોહો સવ્વ વિપાસનો’ લોભથી સર્વ નાશ પામે છે. લોભ છૂટ્યો તેને સમકિત પામવાનું કારણ થાય છે. ચારે કષાયોનો વિસ્તાર કરવામાં આવે તો પુસ્તક ભરાય. મોક્ષમાર્ગમાં આગળ વધનારે બધા મૂકવાના છે.” (ઉ.પૃ.૩૬૯) લાખ વર્ષનું કરેલું તપ પણ ક્રોઘથી નષ્ટ થઈ દુર્ગતિ આપે વસિષ્ઠમુનિનું દૃષ્ટાંત-“પ્રથમ તાપસી દીક્ષા લીધા પછી ચારણમુનિના ઉપદેશથી વસિષ્ઠ મુનિએ જિનદીક્ષા લીધી હતી. મહિના મહિનાના ઉપવાસ સહિત તે આતાપન યોગ લઈ તપ કરતા હતા. મથુરા નગરીના રાજા ઉગ્રસેને આ તપસ્વી મુનિથી પ્રભાવિત થઈ તેમને મહિનાના ઉપવાસ પૂરા થાય ત્યારે પારણું કરવા પોતાને ત્યાં પધારવા વિનંતિ કરી. ? કે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમાધિમરણ નગરજનોને ઘોષણા કરી કે બીજા કોઈએ આહાર દેવો નહિ. હવે જ્યારે પારણાના દિવસે મુનિ નગરમાં આહાર માટે આવ્યા ત્યારે અગ્નિનો ઉપદ્રવ દેખી અંતરાય જાણી, આહાર લીધા વિના મુનિ પાછા ફર્યા. બીજે માસે પારણાના દિને મુનિ આહાર માટે આવ્યા ત્યારે હાથીનો ક્ષોભ જોઈ ફરી અંતરાય જાણી પાછા ફર્યા. ત્રીજીવાર પારણાના દિને મુનિ આહાર માટે આવ્યા ત્યારે રાજા જરાસંઘનો પત્ર આવેલો જેથી ઉગ્રસેનનું ચિત્ત વ્યગ્ર હતું જેથી મુનિને તેમણે સત્કાર્યા નહિ. તેથી મુનિ અંતરાયથી ફરી પાછા વનમાં ફર્યા. R છે [P I_ોમ ત્યાં નગરમાં લોકોને વાત કરતા સાંભળ્યા કે આ રાજા મુનિને આહાર દેતો નથી અને બીજાને પણ આપવા દેતો નથી. આ સાંભળી મુનિને ક્રોધ વ્યાપ્યો. તેમણે નિદાન કર્યું કે મારા આ તપના ફળમાં હું આ રાજાનો પુત્ર થઈ તેનો નિગ્રહ કરું અને તેનું રાજ્ય ભોગવું, એમ હોજો. Page #113 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ આ નિદાનથી તે મરીને ઉગ્રસેનનો પુત્ર કંસ થયો. મોટો થતાં તેણે માતાપિતાને કારાગૃહમાં નાખી મથુરાનું રાજ્ય પોતે લીધું. આગળ ઉપર શ્રી કૃષ્ણને હાથે તેનું મરણ થયું. 2008 ૧૦૯ આમ વસિષ્ઠ મુનિ નિદાનના ભાવથી ભવમાં ભમ્યા પણ સિદ્ધિ ન પામ્યા.’’ (અષ્ટપ્રાભૂતમાંથી) અંત વખતે વાંચન અથવા સ્મરણમંત્રથી કલ્યાણ “મુનિ મો—ધારશીભાઈના અંતકાળ વખતે ચોવીસે કલાક તેમની સમીપ શુભ નિમિત્ત રાખવામાં આવ્યાં હતાં. કોઈ વખત વંચાય તો કોઈ વખત મંત્રનો જાપ કરનાર રાખી મૂક્યો હતો. ‘સહજાત્મસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ, કેવળજ્ઞાનદર્શનમય સહજાત્મસ્વરૂપ.' એવો જાપ ચાલુ જ રહેતો. જ્યારે વેદનીનું જોર વિશેષ હોય ત્યારે જીવનું વીર્ય મંદ પડી જાય. અને દબાઈ જાય તે વખતે સ્મૃતિ આપનાર હોય તો વિશેષ લાભ છે.’’ (ઉ.પૃ.૨૮૪) ઉત્તમ પુરુષોની સેવામાં ગ્લાનિ ન લાવે તો ધર્મ પામે “વિચિકિત્સા—એ ત્રીજો દોષ. તેમાં મુનિરાજનાં મળમૂત્રાદિ વિષે ગ્લાનિ કર્તવ્ય નથી, પણ વિનય એ મોટો ગુણ છે, ધર્મ પામવાનું કારણ છે.’” (ઉ.પૃ.૨૮૮) Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમાધિમરણ પ્રભુશ્રી–ગ્લાનિ એટલે શું ? મૂનિ મો–વિચિકિત્સા, દુર્ગચ્છા. પ્રભુશ્રી–સમ્યજ્ઞાનાદિમાં ગ્લાનિ શું ? મુનિ મો–પ્રમાદ, મંદ ઉત્સાહ, અભાવો, અણગમો વગેરે. પ્રભુશ્રી–એ પ્રમાદ, મંદ ઉત્સાહ, અધીરજ, કોઈ પ્રશ્ન પૂછે તો કંટાળી જવું, વગેરે દોષો છે. તે દૂર કરવાથી સમ્યત્વની શુદ્ધિ થાય છે.” (ઉ.પૃ.૨૯૦) કરેલ પુરુષાર્થ કદી અફળ જવાનો નથી “[‘ગોમટ્ટસાર'માંથી લેશ્યા માર્ગણાના ગતિ અધિકારના વાંચન પ્રસંગે] મરણનો વિચાર કર્યા વિના મંડી પડવું. મરણ જેવું આવવું હોય તેવું આવે. કરેલું કંઈ અફળ જવાનું છે ? એકેન્દ્રિયમાંથી આવી એક ભવમાં મોક્ષે ગયા તે જીવે કંઈ કમાણી કરેલી, કંઈ ભરી રાખેલું તે ફૂટી નીકળ્યું ને ? કોઈ કોઈ કેવા કેવા સંજમ પામીને પણ આખરે હરણના કે એવા ભવમાં જાય છે. તેવી લેણ્યા મરણ વખતે આવવાથી કે આયુષ્ય બંધાઈ જવાથી તેમ થાય છે. પણ કરેલું નકામું જતું નથી. ત્યાંથી મનુષ્યભવ પામી તે ભવે મોક્ષે જાય છે. કંઈ કંઈ કુદરત છે, કહી શકાય તેમ નથી ! માટે મંડી પડવું, પુરુષાર્થ કરીને લઈ મંડે તો બધું થાય. બાકી આડુંઅવળું જોવા જતાં પાર આવે તેમ નથી.” (ઉ.પૃ.૨૯૪) જેટલો વખત સ્મરણમાં કે ભાવનામાં જાય તે લેખામાં મુમુક્ષ-બે દિવસ થોડો મંદવાડ હતો ત્યાં સુધી તો મંત્રનું સ્મરણ થયું પણ ત્રીજે દિવસે વિશેષ દુઃખ થતું ત્યારે મંત્રના જાપની ઇચ્છા, ભાવના તો રહેતી. પણ બાપ રે ! અરેરે ! એમ બોલાઈ જતું તેનું કેમ હશે ! પ્રભુશ્રી–જે ભાવના રહે છે તે કંઈ ઓછું નથી. અપરિણામિક મમતા જેવું છે. પણ પછી શરીર ઠીક થવા આવ્યું એટલે તો પાછો બીજા કર્મનો પ્રવાહ બંધ પડ્યો હતો તે શરૂ થયોને?— આ બોલાવે છે, આ અમુક લાવ્યા, આ કામ છે, ને આ લેશોને ? એ ગડમથલમાં સ્મરણ પણ રહેવું કઠણ થઈ પડે. માટે મંદવાડ પણ હિતકર્તા થઈ પડે છે. મટ્યા પછી ઠીક થયું એમ તમને લાગતું હશે પણ આ પાછી ઉપાધિ આવીને વળગી, લફરાં બાંધેલાં તે બધાનું દેવું ચૂકવવું પડે ને ? પણ જેટલો વખત સ્મરણમાં અને ભાવનામાં ગયો તે લેખામાં ગયો.” (ઉ.પૃ.૨૮૪) જેટલી પરપદાર્થમાં આસક્તિ તેટલું મરણ વખતે આર્તધ્યાન વિશેષ જેણે સંકોચી લીધું છે તેને દેહમાંથી નીકળતાં વાર નહીં લાગે. જેણે જ્યાં ત્યાં પ્રેમ, પ્રીતિ, વાસના વિસ્તારી છે તે રિબાઈ રિબાઈને દેહમાંથી નીકળશે.” (ઉ.પૂ.૩૭૪). Page #115 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ દેહના બધા અંગો તથા સગાંવહાલાં મારા નહીં, હું તો અરૂપી ચેતન છું “આ દેહ હાથપગ તે હું નહીં; દેહમાં વ્યાધિ થાય, પીડા થાય તે મને નહીં; તેમ જ આ ભવનાં સગાં-વહાલાં તે મારાં નહીં. હું એ સર્વથી જુદો આત્મા છું, એમ જાણવું તે જ્ઞાનીની આજ્ઞા છે. દેહને સ્વપ્ને પણ પોતાનું સ્વરૂપ ન માનવાનો અભ્યાસ કરવો. મન તે પણ હું નહીં. હું અરૂપી ચેતન છું અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જાણ્યું છે.’’ (ઉ.પૃ.૪૨૭) રોગ વખતે જેટલી શ્રદ્ધા અને સમજણ હશે તેટલું સમભાવથી સહન થશે ૧૧૧ “અઢાર પાપસ્થાનકમાંથી રિત-અરિત ન થાય તે ઉપર ખાસ લક્ષ આપવું. અત્યારે તો બધું સુખ છે. પરંતુ જ્યારે રોગ આવશે ત્યારે અકળામણ થશે, કંઈ ગમશે નહીં. ક્યાં જવું? શું કરવું? જીવ નીકળી જશે ? એમ થશે. તે વખતે શ્રદ્ધા હશે, જ્ઞાન હશે તો સમભાવથી રહી શકાશે.’’ (ઉ.પૃ.૪૦૭) હાડકાં, ચામડાં, આત્મા નથી. આત્માનું સુખ અચિંત્ય છે. માટે ધર્મ કરી લો “જ્યાં સુધી કાયા સારી છે ત્યાં સુધી ધર્મ કરી લો; પ્રમાદ કર્તવ્ય નથી. મનુષ્યભવ મહાદુર્લભ છે. એકલો આવ્યો છે અને એકલો જશે. એક ધર્મ સાથે છે. માટે ચેતી જાઓ. આવો જોગ ફરી મળવો દુર્લભ છે. આ શરીર સારું છે, ત્યાં સુધી તેનાથી કામ કરી લેવું. ભક્તિ કરવામાં આ મનુષ્ય દેહનો ઉપયોગ કરી લેવો. આ હાડકાં, ચામડાં, લોહી એ કાંઈ આત્મા છે? આત્મા અપૂર્વ વસ્તુ છે. તેનું સુખ અચિંત્ય છે. ખાતાં, પીતાં, હરતાં, ફરતાં એક ચાવી આવી ગઈ છે એવા જ્ઞાની બંધાતા નથી.’’ (ઉ.પૃ.૩૬૯) કાળ હાથમાં છે, ઘીંગો ઘણી મળ્યો છે તો આત્માનું કામ કરી લો “મરણ ન હોય તો કંઈ વાંધો નહીં. પણ તે તો ક્યારે આવશે તેનો ભરોસો નથી. તો જેટલો કાળ હાથમાં છે તે નકામો જવા દેવા જેવો નથી. આટલું આવખું તો તે ખાતર જ ગાળવા જેવું છે. બધાને ખાતર કાળ ગાળો છો તો આને ખાતર, આત્માને ખાતર આટલું નહીં કરો? સમજુ માણસને તો તેની જ ગવેષણા હોય, તે વગર બીજું ગમે જ નહીં—ન બને તેનો ખેદ રહેવો જોઈએ. કૃપાળુદેવે અમને કહેલું કે અમને મળ્યા પછી તમારે હવે શો ભય છે? ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ ? વિમલ જિન દીઠાં લોયણ આજ.” એમ મોટા પુરુષોએ પણ કહ્યું છે. શરણાની ય બલિહારી છે ! એ જ કર્તવ્ય છે. એને જ સમકિત કહ્યું છે.’” (ઉ.પૃ.૩૨૫) Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમાધિમરણ મરણ ક્યારે આવશે તેની ખબર નથી માટે શીધ્ર આત્મકલ્યાણ કરવું પુત્રવઘુનું દૃષ્ટાંત-શેઠની પુત્રવધુએ મુનિરાજને પ્રશ્ન કર્યો કે આટલી સવારમાં જ ઉતાવળ કેમ? મુનિરાજે ઉત્તર આપ્યો–સમયની ખબર નથી. પછી મુનિરાજે કહ્યું–બહેન! તારી ઉમર કેટલી? પુત્રવધૂ કહે–એક વર્ષની. તારા પતિની? તો કે છ મહિનાની, તારા સાસુની કેટલી ? તો કે એક મહિનાની અને તારા સસરાની કેટલી? તો કે હજુ એમનો તો જન્મ જ થયો નથી. એક પ્રશ્ન ફરી મુનિરાજે પૂછ્યું કે તાજુ ખાઓ છો કે વાસી? પુત્રવધૂએ જવાબમાં કહ્યુંગુરુદેવ, વાસી જ ખાઈએ છીએ. હજુ કંઈ નવી કમાણી કરી નથી. શેઠ આ બધું સાંભળી ઘૂંઆપૂંઆ થઈ ગયા શેઠ તો આ બધું સાંભળીને છક થઈ ગયા કે આ શું બોલે છે? શું હજુ મારો જન્મ જ નથી થયો. શેઠને ઘણો ગુસ્સો આવ્યો અને વહુને ઘરમાંથી બહાર કાઢી મૂકવાનો વિચાર કર્યો. એક Page #117 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૧૩ ભાઈએ શેઠને કહ્યું કે આ બધી વાતોમાં કોઈ ગૂઢ રહસ્ય જણાય છે. માટે મુનિરાજને જ પૂછવું જોઈએ કે જેથી આનું વાસ્તવિક સમાધાન થાય. પછી શેઠે મુનિરાજને પૂછ્યું કે આ બધી વાતોમાં શું રહસ્ય છે ? તે અમને કૃપા કરી સમજાવો. TO ત્યારે મુનિરાજ બોલ્યા—તમારી પુત્રવધૂએ પ્રથમ પ્રશ્ન કર્યો કે સવારમાં જ આટલી ઉતાવળ કેમ? તેનો અર્થ એમ છે કે આટલી નાની ઉંમરમાં જ તમે દીક્ષા કેમ લીધી ? મેં જવાબમાં કહ્યું કે મરણના સમયની ખબર નથી, કાલે પણ આવી જાય. અને જેની જેટલી ઉમર બતાવી હતી તેનો આશય એમ છે કે ત્યારથી તેને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ છે અને તેટલું જ તેનું સાચું જીવન ગણાય. બાકી તો બધું પશુ સમાન જીવ્યા ગણાય. શાસ્ત્રમાં કહ્યું છે કે—ધર્મેણ હીના પશુભિઃ સમાનાઃ’ જે ધર્મથી રહિત છે તે પશુ સમાન છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ અમે વાસી ખાઈએ છીએ એનો અર્થ એમ છે કે અમે હજુ પૂર્વભવની કમાણી જ ખાઈ રહ્યા છીએ, નવી કમાણી કંઈ પુણ્ય માટેની કરી નથી. શેઠ આ બધા સવાલોના જવાબો સાંભળીને ઘણું આશ્ચર્ય પામી ચકિત થઈ ગયા કે શું મારી પુત્રવધૂ આટલી બધી વિદૂષી છે—વિદ્વાન છે!’’ મરણ સમયે મંત્રમાં ચિત્ત રહે તો જન્મમરણથી છૂટે “ ‘સહજાત્મસ્વરૂપ’ એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભારતાં, યાદ કરતાં, બોલતાં, વૃત્તિ તેમાં વાળતાં કોટિ કર્મ ખપે છે, શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્રસ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે. (ઉ.પૃ.૩૫૧) ૧૧૪ કૂતરો પણ આત્મા છે. મંત્ર સાંભળવામાં વૃત્તિ જોડાઈ તો યક્ષોના ઈન્દ્રની પદવી પામ્યો એક કૂતરાનું દૃષ્ટાંત--‘બ્રાહ્મણોએ રસોઈ બનાવેલી ત્યાં એક કૂતરો આવી ચઢ્યો. ત્યારે તે કૂતરાને બ્રાહ્મણે એવો માર્યો કે તે બિચારો લથડતો લથડતો રસ્તામાં આવીને પડ્યો. ત્યાં એક જિનેન્દ્રકુમાર નામનો શ્રાવક આવ્યો. તેણે રસ્તા પર પડેલા આ કૂતરાને જોયો. તેની પાસે જઈને તેને મંત્રસ્મરણ સંભળાવ્યો. મંત્ર સાંભળતાં તે શાંત થઈ ગયો. અને તેનો દેહ છૂટી ગયો. તે મરીને સુદર્શન નામનો યક્ષોનો ઇન્દ્ર થયો. તેણે ઉપયોગ દઈને જોયું તો આ બધો ઉપકાર શ્રી જિનેન્દ્રકુમારનો છે. એમ જાણી તરત જ તે જિનેન્દ્રકુમાર પાસે આવ્યો. નમસ્કાર કરી કહ્યું કે મને આપે ઓળખ્યો? હું પેલો કૂતરો છું જેને આપે મંત્ર સંભળાવ્યો હતો. મંત્રના પ્રભાવથી હું ઇન્દ્ર થયો છું. હવે આપનો હું શું પ્રતિઉપકાર કરું અથવા શું કામ કરું? જિનેન્દ્રકુમારે કહ્યું મારે કંઈ જોઈએ નહીં. જૈન ધર્મ સિવાય આ જગતમાં બીજું કાંઈ સારભૂત નથી. કામ પડશે તો બોલાવીશ. પછી જિનેન્દ્રકુમારને કર્મવશાત્ ઘણા કષ્ટ પડ્યા હતા અને તેમાં સુદર્શન ઇન્દ્રે ઘણી મદદ કરી હતી.’’ Page #119 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૧૫ માથે મરણ તાકી રહ્યું છે માટે સમાધિમરણની શીઘ્ર તૈયારી કરવી “જે જે જન્મ્યા છે તે દરેકને કાઈ ને કોઈ નિમિત્તે મરણ તો અવશ્ય આવવાનું જ છે. મહાન અતિશયધારી એવા શ્રી તીર્થંકરો પણ નાશવંત દેહને અવિનાશી કરી શક્યા નથી, તો આયુષ્ય ભોગવાઈ રહેતાં પ્રાપ્ત થતાં મરણને રોકવા અન્ય કોઈ સમર્થ છે ? કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. તો આ જીવ કયા કાળને ભજે છે એ વિચારવા યોગ્ય છે. વહેલે કે મોડે આપણે પણ એ મરણની કસોટીમાં થઈને પસાર થવાનું છે એમ વિચારી સમાધિમરણની તૈયારીરૂપ સદ્ વિચાર, કષાયની મંદતા કે ક્ષય, મોહ અને દેહાધ્યાસનો ત્યાગ આદિ માટે નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ અને નિવૃત્તિ ભાવનું સેવન, સત્સંગ, સંતસમાગમ, સત્પુરુષ અને તેની વાણીનું બહુમાનપણું, વૈરાગ્ય-ઉપશમ આદિનું આરાધન આજથી આપણે કરી લેવા યોગ્ય છે. જો આટલો ભવ સમ્યક્ત્વરૂપ ધર્મને આરાધવામાં ગાળવામાં આવે તો અનેક ભવનું સાટું વળી રહેવા યોગ્ય છેજી.’’ (ઉ.પૃ.૧૧૯) ક્ષણે ક્ષણે જીવ મરી રહ્યો છે માણવામાં શ્રી ચંદ્રપ્રભ ભગવાન પુ લેસરમાં --- “વળી મોટા પુરુષોએ આયુષ્યની છેલ્લી ઘડીને જ મરણ નથી કહ્યું, પણ ક્ષણે ક્ષણે આયુષ્યની દોરી ઘટતી જાય છે, તે તે ક્ષણ જો વિભાવમાં ગઈ તો તે મરણ જ છે. વિભાવ પિરણિત જેની અટકી નથી તેને જ્ઞાની પુરુષોએ હાલતાં ચાલતાં મડદાં જ કહ્યાં છે. જેટલો કાળ સ્વભાવદશામાં જાય છે તેને જ્ઞાનીઓ જીવન કહે છે. બાકીનો કાળ મરવામાં જ જીવ ગાળે છે. આ હિસાબે તો આપણે આપણા જીવનની ઘાત ચાલી રહી છે તેનો જ ખેદ કરવાનો છે.” (ઉ.પૃ.૧૨૦) અનંતગણો ખેદ આપણા આત્માની અધમદશાનો કરવા યોગ્ય છે “આમ દૃષ્ટિ ફેરવીને જીવ જુએ તો લૌકિક વસ્તુઓ કે સંબંધીઓના વિયોગ કરતાં અનંતગણો ખેદ કરવા યોગ્ય તો આપણા આત્માની અધમ દશા છે. જે આત્માનું મૂળ સ્વરૂપ જ્ઞાની પુરુષોએ એવું વર્ણવ્યું છે કે તે કેવળ જ્ઞાનસ્વરૂપ, કેવળ દર્શનસ્વરૂપ, ક્ષાયક સમ્યક્ત્વ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમાધિમરણ સ્વરૂપ, અનંત સુખસ્વરૂપ, અનંત વીર્યસ્વરૂપ છે; એટલી બધી રિદ્ધિનો ધણી આપણો આત્મા છતાં બે આંખ હોય તો જોઈ શકે, ચિત્ત ઠેકાણે હોય તો જાણી શકે, પુદ્ગલ પદાર્થ મળે તો સુખ સમજી શકે એવો હીનવીર્યવાળો, પરાધીન, પુદ્ગલનું જ બહુમાનપણું કરનારો કંગાલ જેવો થઈ રહ્યો છે. તે મૂળ સ્વરૂપથી કેટલો પતિત, કેટલી અધમ દશામાં આવી પડ્યો છે ! તેનો વિચાર કરીએ. આપણા આત્માની દયા આપણે નહીં ખાઈએ, તેના હિતની ચિંતા નહીં કરીએ તો આપણે વિચારવાન શાના ? અનાદિકાળથી જે ભૂલ ચાલી આવી છે તે ભૂલ કઈ ? અને એ ભૂલ કેમ ટળે તેનો વિચાર મુમુક્ષુ જીવો કરે છે.” (ઉ.પૃ.૧૨૦) આ દુખમય સંસારમાં સુખની ઇચ્છા રાખવી તે રેતી પીલીને તેલ કાઢવા બરાબર આ સંસારમાં કોઈ સ્થાને સુખ નથી, સમસ્ત લોક દુઃખે કરીને ભરેલો છે એમ જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે. તો પછી એવા આ સંસારમાં સુખની ઇચ્છા રાખવી એ રેતી પીલીને તેલ કાઢવા બરાબર છે. જે જે સુખની જીવ ઇચ્છા કરે છે તે ખરી રીતે દુઃખરૂપ છે એમ જ્ઞાની પુરુષોએ જોયું છે, જાણ્યું છે. તેથી બાળક જેમ અફીણને મીઠાઈ ધારી મુખમાં મૂકવા જતું હોય તેને માબાપ રડાવીને પણ પડાવી લે છે તેમ જ્ઞાની પુરુષો, આ પુદ્ગલિક સુખની જીવ ઇચ્છા કરે છે તેને, ઠપકો આપીને, ઉપદેશ આપીને તે પરવસ્તુની ઇચ્છા છોડાવી દે છે.” (ઉ.પૃ.૧૩૦) શરીરાદિમાં અહંભાવ મમત્વભાવ એ પર્યાયવૃષ્ટિ જન્મ-મરણ ઊભા કરે છે અનાદિકાળથી જીવ પર્યાયવૃષ્ટિમાં જ ફસાઈ રહ્યો છે તેથી શરીર આદિક પર્યાયોમાં અહંભાવ-મમત્વભાવ કરી તેમાં હર્ષ-શોક, રાગદ્વેષ કર્યા કરે છે, તેથી જન્મ-મરણ ઊભાં થાય છે. જન્મમરણના કારણભૂત એવી પર્યાયવૃષ્ટિ તજવા યોગ્ય છે, એમ જ્ઞાની પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે. છતાં આ જીવ અનાદિના અધ્યાસને લઈને તે વાત માન્ય કરતો નથી, ગળે ઉતારતો નથી. નહીં તો સર્વ દુઃખનો નાશ કરનાર એવું જે સમ્યત્વ તે જીવ અલ્પ સમયમાં પ્રાપ્ત કરે.” (ઉ.પૃ.૧૩૦) આત્મામાં આત્મબુદ્ધિના અભ્યાસથી જીવનો સહેજે મોક્ષ “સમ્યકત્વ પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ સદ્ગુરુકૃપાથી દ્રવ્યદ્રષ્ટિનો અભ્યાસ કરવો એ છે. જ્યારે પર્યાયવૃષ્ટિ દુઃખકારક, જન્મ-મરણનું કારણ અને અનેક પાપનું મૂળ જણાય અને સુખનું Page #121 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૧૭ સાધન તથા સત્ય વસ્તુ દર્શાવનાર પરમ હિતકારી એવી દ્રવ્યવૃષ્ટિની સમજ સગુરુ દ્વારા પ્રાપ્ત થાય તથા તેવાં આત્મપરિણામ વર્યા કરે ત્યારે આત્માનું કલ્યાણ સહજે થાય એમ છે. દ્રવ્યદ્રષ્ટિથી આત્મા કોઈનો પિતા નથી, માતા નથી, પતિ નથી, પત્ની નથી, ભાઈ નથી; એકલો આવ્યો છે, એકલો જવાનો છે. આત્મા બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, જન્મતો નથી, મરતો નથી, નિર્ધન નથી, ધનવાન નથી, ભૂખ્યો નથી, તરસ્યો નથી, દુઃખી નથી, સુખી નથી, દેવ નથી, મનુષ્ય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આ મૂળ આત્માનું સ્વરૂપ સર્વ પરવ્યથી ભિન્ન, અસંગસ્વરૂપ સદ્ગુરુકૃપાથી શ્રદ્ધામાં આવે, તેની જ માન્યતા થઈ જાય તો આ ભવ સફળ થઈ જાય.” (ઉ.પૃ.૧૩૦) આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના એજ ઉત્તમ તપ, જપ, ભક્તિ, ધ્યાન, સંચમ છે “આ શુદ્ધ સ્વરૂપની ભાવના તે જ ઉત્તમ તપ છે, જપ છે, ભક્તિ છે, ધ્યાન છે અને સંયમ છે. અંતરંગમાં આવી શ્રદ્ધા રાખી, પર્યાયવૃષ્ટિથી મોહ થાય છે તે મનમાંથી તોડી નાખીને, મારું કિંઈ નથી એમ માની, હું મરી ગયો હોત તો જેમ આ મારું ન માનત તેમ જ જીવતાં છતાં મારાપણું મનમાંથી કાઢી નાખી, યથાપ્રારબ્ધ જે વહેવાર કરવો પડે તે ઉપરઉપરથી નિમહીપણે કરવા યોગ્ય છેજી. વિનય, સત્ય, શીલ, ભક્તિ અને સહનશીલતા ધારણ કરી સમતાભાવમાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. આ વાત લક્ષમાં રાખી પ્રસંગે પ્રસંગે, કાર્યો કાર્યે જાગૃતિપૂર્વક આત્માની ભાવના ભાવવા યોગ્ય છે. આવો પુરુષાર્થ કરાય તો તે અવશ્ય કલ્યાણકારી છે.” (ઉ.પૃ.૧૩૦) અનંતગણી વેદના જીવે નરક નિગોદાદિમાં ભોગવી છે “સહનશીલતા, ધીરજ, ક્ષમા, ખમીખુંદવું એ ગુણ ધારણ કરવાથી સારી ગતિ થાય છે. વેદનીયથી ગભરાવું મૂંઝાવું નહીં. જે આવે છે તે જવાને માટે આવે છે, અને એથી વિશેષ આવો એમ કહેવાથી વધારે આવનાર નથી કે એ વેદનીય જતી રહો કહેવાથી જતી રહે તેમ નથી. “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિંતા જાય.” આથી અનંતગણી વેદના જીવે નરકનિગોદમાં ભોગવી છે. તો પણ તેનો નાશ થયો નથી. તડકા પછી છાંયો અને છાંયા પછી તડકો આવે છે; તેમ વેદના પણ રાખી મૂકવી હોય તો પણ રહેનાર નથી. જે થાય તે જોયા કરવું, જોયા વગર છૂટકો નથી.” (ઉ.પૂ.૧૨૨) પરમ આનંદ-સ્વરૂપ એવા આત્માનું વર્ણન થઈ શકે નહીં “આત્મા કદી મરતો નથી, જન્મતો નથી; ઘરડો નથી, જુવાન નથી; સ્ત્રી નથી, પુરુષ નથી; Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમાધિમરણ વાણિયો નથી, બ્રાહ્મણ નથી. તેમ છતાં આ આઠ પ્રકારના કર્મથી ઘેરાયેલો જુદા જુદા રૂપે દેખાય છે; પણ તે ક્યારેય દેહરૂપે થયો નથી. દેહથી ભિન્ન, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ છે, પરમ આનંદ-સ્વરૂપ છે. આત્માના સુખનું વર્ણન થઈ શકે તેવું નથી. એવા અચિંત્ય મહિમાવાળા આત્માને જ્ઞાની પુરુષોએ જાણ્યો છે અને સંતપુરુષોએ જણાવ્યો છે, તે માટે માન્ય છે.” (ઉ.પૃ.૧૨૨) શાતા અશાતા બન્ને વેદનીય કર્મ છે તેથી આત્માનો કદી નાશ નથી “મને દુઃખ થાય છે, હું મરી જઉં છું એમ હું કદી માનનાર નથી. દેહના સંજોગે દેહના દંડ દેખવાના હશે તે દેખું છું. પણ મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું છે તેવું અનંત જ્ઞાનસ્વરૂપ, અનંત દર્શનસ્વરૂપ, અવ્યાબાધ સુખસ્વરૂપ અને અનંત શક્તિસ્વરૂપ છે. તેમાં મારી આસ્થા, શ્રદ્ધા, માન્યતા, પ્રતીતિ, રુચિ છે. તે જ મને પ્રાપ્ત થાઓ. આત્માથી ભિન્ન જે જે સંજોગો મળ્યા છે તે બધા મૂકવાના છે અને તે સર્વ દુઃખદાયી છે. શાતા કે અશાતા બન્ને વેદનીય કર્મ છે. કોઈ રીતે ઇચ્છવા યોગ્ય નથી; પણ જે આવી પડે તે સમતા ભાવે સહન કરવા યોગ્ય છે. જ્ઞાની પુરુષો પણ સમભાવે સહન કરવાના અભ્યાસથી સર્વ કર્મથી રહિત થઈ મોક્ષ પામ્યા છે. સ્મરણમાં ચિત્તને રોકવું.” (ઉ.પૃ.૧૨૨) આતમભાવનાથી જીવની આતનગતિ થાય. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” જુવાની, નીરોગ અવસ્થા અને સુખવૈભવ ભોગવવાના પ્રસંગો કરતાં આવી વેદનીના પ્રસંગો જીવને કલ્યાણના કારણ હોવાથી અમૃત સમાન છે; પણ દ્રષ્ટિ ફરી નથી ત્યાં સુધી બહારની વસ્તુઓમાં સુખ લાગે છે અને તે છોડવાનો વખત આવે ત્યારે કઠણ લાગે છે. પણ Page #123 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૧૯ આત્માના સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ષ્યારિત્ર આદિ ગુણો તો અવિનાશી છે, છોડ્યા છૂટે તેમ નથી. માત્ર તેનું ભાન નથી. તે કોઈ સંતના યોગે સાંભળી, વિચારી સમ્યક્ પ્રકારે માનવાથી પરિણામ બદલાય છે અને જેમ છે તેમ જીવની યોગ્યતાએ સમજાય છે. એ આતમભાવનાથી આતમગતિ થાય છે.” (ઉ.પૃ.૧૨૨) આત્માની વાત સાંભળતા પણ ઘણા ભવ ઓછા થાય. “જન્મ-જરા-મરણનાં દુઃખ મોટાં છે. રાજા કે રંક સર્વને માથે મરણ છે. તે ટાળવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગના ઘણા ભેદ છે. પણ જ્યાં આત્માની જ વાત થતી હોય, કોઈ ભેદી પુરુષ હોય અને તે આત્મા વિષે જણાવે છે ત્યાં સાંભળતાં પણ ઘણા ભવ ઓછા થઈ જાય છે. આ બીજાને ન જણાય, પણ જ્ઞાની જાણી રહ્યા છે. આત્માનું બળ વધારે કે કર્મનું બળ વધારે હશે ?” બળ તો આત્માનું વધારે છે. પણ તે સૂર્યની આડે વાદળો આવ્યાં હોય તેથી સૂર્યમાં ઘણી ગરમી હોવા છતાં તે દેખાતો નથી, ઢંકાઈ રહે છે અને ટાઢ વાય છે, પણ તે વાદળાં દૂર થઈ શકે છે; તેમ અત્યારે જીવ કર્મથી ઘેરાયો છે અને બધી શક્તિ આવરણ પામેલી લાગે છે પણ તેનો મોક્ષ થઈ શકે છે.” (ઉ.પૃ.૧૩૫) સર્વ શાસના સારરૂપ આત્મસિદ્ધિ' તે જન્મ-મરણના ફેરા ટાળે “બહુ ઊંડી વાત જણાવીએ છીએ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, ના રન , ઉં. આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને તે મોક્ષના ઉપાય છે – એ છ પદનો બહુ વિચાર કરવા યોગ્ય છે. “આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એનો વિસ્તાર કરેલો છે તે બહુ વિચારવા યોગ્ય છે. મોટાં મહાભારત, પુરાણ કે જૈનનાં શાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી સર્વ શાસ્ત્રના સારરૂપ “આત્મસિદ્ધિમાં વાત કરેલી છે. તે ગહન વાત વિચારવાન જીવને બહુ લક્ષમાં લેવા યોગ્ય છે. નાના પુસ્તકના આકારે જણાય છે પણ તે ચમત્કારી વચનો છે. તે વિષે અમે બહુ કહેતા નથી. તે લબ્ધિવાક્યો છે; મંત્રસ્વરૂપ છે. રિદ્ધિ-સિદ્ધિની કંઈ જરૂર in he, fit -ની, ના કિના નિધન. ૬ નથી; પણ જન્મ-મરણના ફેરા ટાળે તેવાં તે તૈયું કંઇ ક કિ, મન ન લેકે શકન, વચનો છે. કોઈ સમજે, ન સમજે, તો પણ ન જ ? • A અને જે ૧, ૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમાધિમરણ કાનમાં તે વચનો પડવાથી પણ પુણ્ય બાંધે છે. તેમાં જે આત્મા વિષે વાત જણાવી છે તે માન્ય કરવા યોગ્ય છે; શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેમાં ગુરુગમની જરૂર છે. તે આવે તો જેમ તિજોરીનાં તાળાં ઊઘડે અને જે જોઈએ તે કાઢી લેવાય તેમ ગુરુગમથી આત્માને ઓળખાણ થાય છે. ગુરુગમ ન હોય તો વસ્તુ પ્રાપ્ત થતી નથી. તિજોરી ઉપર હાથ ફેરવે પણ અંદરની વસ્તુ ન મળે તેમ ગુરુગમરૂપી કૂંચી વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (ઉ.પૃ.૧૩૫) સાચા દિલથી પરમકૃપાળુદેવની સાચી શ્રદ્ધા થઈ તેનું કામ અવશ્ય થશે દંતાલીવાળા ત્રિકમભાઈનું શરીર ક્ષયને લીધે સુકાઈ ગયું છે. તે હાલ આશ્રમમાં રહે છે. પરમ કૃપાળુદેવ ઉપરની શ્રદ્ધા દ્રઢ થાય અને શરીર ઉપરની મમતા ઓછી થાય તેવો બોધ, પત્ર આદિ બોલાવીને, તેમને સંભળાવવાનું નિમિત્ત રાખ્યું છે. એ રોગમાં શરીર ક્ષીણ થઈ જવા છતાં ભાન, સુરતા સારી રહે છે. વૃદ્ધાવસ્થા હોય, મંદવાડ હોય, તોપણ મનુષ્યદેહ છે ત્યાં સુધી સત્સંગ આદિ આત્મહિતનું કારણ બની શકે છે. રોગના વખતે સમકિતી જીવને વિશેષ નિર્જરા થાય છે. દુઃખના વખતમાં સામાન્ય રીતે ભગવાને વધારે સાંભરે અને સુખના વખતે સંસાર સાંભરે છે. માટે જ્ઞાની પુરુષો તો વેદના વખતે રાજી થાય છે કે આ કર્મનો બોજો હલકો થાય છે. એટલા સુધી કે મૃત્યુવેળાને મહોત્સવ ગણે છે. જે કોઈ જીવની સાચા દિલથી પરમ કૃપાળુદેવ ઉપર આસ્થા થઈ છે તે સર્વનું કામ થઈ જવાનું છે. ખામી માત્ર બોધની અને જીવની યોગ્યતાની છે. તે ખામી પૂરી કરવા સપુરુષાર્થ કર્તવ્ય છેજી.” (ઉ.પૃ.૧૦૪) જ્ઞાનદર્શનચારિત્રમય આત્મા જે સદ્ગુરુએ જાયો તે મારો, બાકી મારું કાંઈ નથી - “નિર્ભય રહો; મૃત્યુ છે નહીં. કોઈ પણ પ્રકારે ચિત્તમાં ખેદ, હર્ષ-શોક નહીં લાવતાં, કોઈ જાતનો વિકલ્પસંકલ્પ નહીં લાવતાં, અંતઃકરણ-મનમાં હર્ષ ઉલ્લાસ લાવો. દુઃખને જાણ્યું, તે જવાનું છે ત્યાં શોક નહીં કરવો. મ્યાનથી તરવાર જુદી છે તેમ દેહથી આત્મા જુદો છે. દેહને લઈને વ્યાધિ-પીડા થાય છે, તે જવાને આવી છે. આત્મા છે તે સદ્ગુરુએ યથાતથ્ય જાણ્યો છે. જેવો તેમણે જાણ્યો છે તેવો મારે માન્ય છે; ભવોભવ તેની શ્રદ્ધા હો ! મેં તો અત્યારથી તેને માન્ય કરી, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ સહિત કોઈ સંતસમાગમને જોગે જાણ્યો તે માટે માન્ય છેજી. હવે મારે કોઈ ડર રાખવાનો નથી. ઉદયકમેં મનાય છે, ભોગવાય છે તે મારું નથી, મારું નથી. જે મેં મારું માન્યું છે તે સર્વ મારું નથી, તે સર્વ સદ્ગુરુને અર્પણ છે. મારું છે તે જ્ઞાન-દર્શન-ચારિત્ર, તે સદ્ગુરુએ જાણ્યું છે. તે આત્મા યથાતથ્ય, જેવો છે તેમ, જામ્યો છે તે મારો; બાકી મારું છે જ નહીં.” (ઉ.પૃ.૬૫) Page #125 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૨૧ આત્માને મૃત્યુ છે જ નહીં, જે આવે તે જવાને માટે “અત્રે સમાધિ છે; તમે સમાધિમાં રહો. સર્વ વસ્તુ સંકલ્પ-વિકલ્પમાં આવે છે તે મારી નથી. જેટલું દુઃખ દેખાય છે તે આત્મા જાણે છે. આત્માનું સુખ આત્મામાં છે. કિંચિત્ હર્ષશોક કરવા જેવું નથી. કોઈ વાટે ખોટ જાય તેવું નથી. કાંઈ અડચણ નથી. સુખ, સુખ અને સુખ છે. પાપ માત્રનો નાશ થવાનો છે; તેવો અવસર છે. રોગ હોય ત્યાં વધારે કર્મ ખપે. બધી વાતે સુખ છે. બેય હાથમાં લાડુ છે. મૃત્યુ તો છે જ નહીં. સમતા, ધીરજ રાખી ક્ષત્રિયપણે વર્તવું. જેટલું આવવું હોય તેટલું આવે; તે બધાનો નાશ થશે અને આત્માની જીત થશે–નક્કી માનજો. હિમ્મત હારશો નહીં. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે. આત્મા મરતો નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (ઉ.પૃ.૬૫) અમૂલ્ય એવા આત્માની શ્રદ્ધા મરણ વખતે રહે તો સમાધિમરણ થાય “આટલી ઉંમર થઈ ત્યાં સુધી માબાપ, સ્ત્રીપુત્ર, ધન, મકાન, આહાર આદિ અનેક પ્રકારના પ્રસંગો, સંજોગ આવ્યા તે બધા દીઠા; પણ કોઈ સ્થિર રહ્યા નથી. તેમ આ ભવમાં જે જે પુદ્ગલની રચના જોવાની હશે તેટલી બધી દેખાશે–સુખરૂપે કે દુઃખરૂપે; પણ તે કોઈ કાયમ રહેનાર નથી, બધી ચાલી જવાની છે. મોટા મોટા રામ-રાવણ, કૌરવ-પાંડવ, યાદવ એમાંના કોઈ અત્યારે નથી, સર્વ ચાલ્યા ગયા; તો આ ભવમાં જે સુખદુઃખ આવે છે તે કયાં રહેનાર છે ? બે દહાડાના મે'માન જેવું છે. તેમાં શું ચિત્ત દેવું ? અમૂલ્ય વસ્તુ તો આત્મા છે તે જ્ઞાનીએ જાણ્યો છે, એ નિઃશંક વાત છે. અને તેવો જ આપણો આત્મા છે. અત્યારે તેનું ભાન નથી, તોપણ તે માન્ય કરવું અત્યારે બની શકે તેમ છે. આટલી પકડ મરણ-વેદના વખતે પણ રહે તેવો અભ્યાસ થઈ જાય તો સમાધિમરણ આવે, જન્મ-મરણનાં દુઃખ ટળે અને કામ થઈ જાય. કરોડો રૂપિયા કમાવા કરતાં વધારે કીમતી આ કામ કરવા યોગ્ય છે. સ્મૃતિમાં રાખી લઈ મંડી પડવા યોગ્ય છેજી. ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર' એની પેઠે નિશ્ચિંત થઈ જવાય એવું છે. સપુરુષાર્થ કર્તવ્ય જી.” (ઉ.પૃ.૧૩૧) Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ગમે તેટલું ઘન, કુટુંબાદિ હોય પણ મરી ગયા પછી આમાનું કાંઈ નથી ભોજરાજાનું દૃષ્ટાંત–ભોજરાજાને એક સમયે પોતાનાં નશ્વર સુખોની સ્મૃતિ થવાથી દેહાભિમાન જાગ્રત થયું અને આનંદમાં આવી જઈ વિચારવા લાગ્યા કે અહો! મારી પાસે મનોહર યુવતીઓ છે; મિત્રો પણ મને અનુકૂળ રહીને વર્તે છે; બંધુ-બાંધવો સદ્ભાવના ધરાવનારા છે; નમ્ર અને વિનયયુક્ત વાણી બોલનારા આજ્ઞાપાલક સેવકો છે; ગજશાળામાં અને અશ્વશાળામાં અનેક હાથી-ઘોડાઓ શોભી રહ્યા છે’ વગેરે વિચાર કરતાં તેઓ પોતાના ભાગ્યની પ્રશંસા કરતા હતા. ਕਲਿ સમાધિમરણ D चेतोहरा युवतयः सुहृदोऽनकूलाः । सद्बान्धवाः प्रणतिगर्भगिरश्च मृत्याः ॥ वल्गन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गः । " 13 આનંદ પ્રમોદમાં સમય વ્યતીત કરતાં તેમણે ઉપર જણાવેલા આશયને વ્યક્ત કરતો એક શ્લોક દિવાલ ઉપર આ પ્રમાણે લખવાની શરૂઆત કરી– શ્લોકના ત્રણ પદો લખ્યા પછી છેલ્લું ચોથું પદ લખવા માટે વિચાર કરતાં કરતાં ભોજરાજા નિદ્રાધીન થઈ ગયા. એટલામાં કમભાગ્યે નિર્ધનાવસ્થાને પ્રાપ્ત થયેલો એક વિદ્વાન પુરુષ રાજમહેલમાં ચોરી કરવાના હેતુથી અંતઃપુરમાં દાખલ થયો. ચોરી કરવા માટે આવેલો તે પુરુષ વિદ્વાન અને સંસ્કારી Page #127 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૨૩ હોવાથી ચોરવા માટે જે કોઈ પણ વસ્તુ ઉપાડે તેમાં તેને હરણ કરી જવાના દોષો દેખાતા તેથી તે કોઈ પણ વસ્તુ ચોરી શક્યો નહિ. એવામાં ભીંત ઉપર લખાયેલા પેલા શ્લોકનાં ત્રણ ચરણ વાંચવામાં આવ્યાં, એટલે તેની નીચે તરત તે વિદ્વાન ચોરે ચોથું ચરણ આ પ્રમાણે લખ્યું કે નયનો બિડાઈ ગયા પછી એમાંનું કાંઈ રહેવાનું નથી. सम्मीलने नयनयोन हि किंचिदस्ति ।। એમ શ્લોકની તેણે પૂર્તિ કરી. ચોરી કરવા માટે આવેલા તે પંડિતને પ્રત્યેક વસ્તુ ચોરવામાં કોઈ ને કાંઈ પાપ દેખાયું, તેથી કાંઈ પણ લીધા વિના તે મહેલમાંથી બહાર નીકળી ગયો. બિછાનામાંથી ઊઠ્યા પછી રાજાએ પોતે લખેલો ત્રણ પદોવાળો શ્લોક ચારે ચરણોમાં સંપૂર્ણ થયેલો જોયો. ચોથું અર્થભર અને ભાવવાહી પદ વાંચીને તે ખૂબ ખુશ થયો. વળી તેનો અર્થ જાણવામાં આવતાં તે ગદ્ગદિત બની ગયો. અને સંસારની તથા તેના સુખોની નશ્વરતા ધ્યાનમાં આવતાં તે વિરક્તભાવને અનુભવવા લાગ્યો. - રાજાને આ પદ લખનાર માણસને મળવાની ઇચ્છા થવાથી તેણે તેને અભયદાન આપવાની ઘોષણા કરી પોતાની સન્મુખ હાજર થવા જણાવ્યું. રાજાની આજ્ઞા પ્રમાણે તે પંડિત રાજસભામાં આવતાં રાજાએ તેનો સત્કાર કરી પોતાને સત્ય જ્ઞાન કરાવવા માટે આભાર માન્યો અને તેના ફળમાં તેને ખૂબ ધન આપી તેની દરિદ્રતા પણ દૂર કરી.” (શ્રી સુબોધ કથાસાગરમાંથી) આત્માને મરણ છે જ નહીં “મરણ છે જ નહીં. કલ્પનાથી, અહંભાવ મમત્વભાવથી, ભ્રાંતિથી ભૂલ્યો છે. તે ભૂલી સદ્ગુરુની આજ્ઞાએ સાવધાન થશોજી. જે જાય છે તે ફરી ભોગવાતું નથી. દેહમાં જણાતું દુઃખ તેથી કાંઈ હાનિ નથી. તેથી આત્મા નિઃશંક ભિન્ન દ્રષ્ટા-સાક્ષી છેજી. તે સદ્ગુરુએ જોયો છે. તે શ્રદ્ધ છું, માનું છું. ભવોભવ એ માન્યતા હો !” (ઉ.પૃ.૭૪) સશુરુના બોઘબળે બાંધેલી વેદના ભોગવતાં શાંતિ રહે આ શરીર સંબંધમાં વૃદ્ધ અવસ્થાને લઈને દિવસે દિવસે કંઈ કંઈ રંગ બદલાય છે. જાણે કે હવે દેહ છૂટી જશે. પણ દેહનો સંબંધ પૂર્ણ થતાં સુધી–જ્યાં સુધી જરા અવસ્થારૂપી હેડમાં રહેવું થશે ત્યાં સુધી–બાંધેલી વેદના ભોગવતાં કાળ જશે. પણ પરમ કૃપાળુ દેવાધિદેવના શરણથી તે સદ્ગુરુકૃપાએ તેમના શરણમાં, તેમની આજ્ઞામાં, તેમના બોધમાં, તેની સ્મૃતિમાં કાળ જાય છે, ભાવ રહે છે તેથી સંતોષ માની કાળ નિર્ગમન કરું છું. ગભરામણ, મૂંઝવણ વૃદ્ધ અવસ્થાનાં બાંધેલાં વેદનનું ગુરુપસાથે જેમ બને તેમ સમભાવે વેદવું થાય છે.” (ઉ.પૃ.૭૪) Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમાધિમરણ જીવ મરણ વખતે ગભરાઈ આર્તધ્યાન કરે તો ખોટી ગતિમાં જાય જીવને દુઃખ આવે છે, મરણ થાય છે તે વખતે ગભરાય છે, મુઝાય છે; વળી કોઈને ઘેલછા થઈ જાય છે, અકળાય છે. તેનો દ્રષ્ટા આત્મા છે. તે વિચાર છૂટી જઈ ગભરાઈ મુઝાઈ આર્તધ્યાન કરી જીવ ખોટી ગતિમાં જાય છે. માટે જ્ઞાની પુરુષના વચનામૃતમાં, પત્રોમાં જે જે ભલામણ છે તે વાંચવી-વિચારવી કર્તવ્ય છે'.” (ઉ.પૃ.૬૯) ચકરી ચહે, શ્વાસ ચઢે છતાં જ્ઞાનીને દેહથી જુદા થઈને જવાની મજા પડે આપ સ્વભાવમેં રે ! અબધુ સદા મગનમેં રહેના.” [ભક્તિમાં ગાયેલું પદ]. અબધુ એ આત્મા. હીરા, માણેક, મોતી, પૈસા બોલાવે ત્યારે આ જીવ દોડી દોડીને જાય છે; પણ આત્મા આત્માને ઉદ્દેશીને જે બૂમ મારે છે તે ધ્યાનમાં લેતો નથી, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” - આત્માનું લક્ષણ-જાણવું, દેખવું ને સ્થિર થવું તે-નિરંતર સ્મરણમાં, અનુભવમાં રાખવું. પછી ભલેને મરણ સમયની વેદના આવી પડી હોય, પણ “જાણું દેખું તે હું'; બીજું તો જાય છે. ચાહીને તેને હાથ જોડી અતિથિ પેઠે વિદાય થતું જ જોવાનું માત્ર છે. તેમાં આત્માને કંઈ વળગે તેમ નથી. નહીં લેવા કે દેવા ! જે જે ઉદય દેખાય છે તે જવાને વાસ્તે આવ્યું કે ચાલ્યું. વજતાળાં વાસીને કહેવું કે જે આવવું હોય તે આવોને-મરણ આવો, અશાતા આવો, સુખ આવો, દુઃખ આવો, ચાહે તે આવો; પણ તે મારો ધર્મ નથી. મારો ધર્મ તો જાણવું, દેખવું અને સ્થિર થવું એ જ છે. બીજું બધું પુદ્ગલ, પુદ્ગલ અને પુદ્ગલ. ચકરી ચઢે, બેભાન થઈ જવાય અને શ્વાસ ચઢે એ બધું દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. [પ્રભુશ્રીને તે અરસામાં ચક્કર, મૂછ આવતાં] જાગૃત, જાગૃત, ને જાગૃત રહેવું. હાય ! હાય ! હવે મરી જવાશે; આ તે કેમ સહેવાય ? એવું એવું મનમાં ન આવવું જોઈએ. વસ્તુ જાણ્યા પછી ભૂલી કેમ જવાય ? દેહ તે હું નહીં, એ નિશ્ચય થઈ જવો જોઈએ. આગળ ઘણા એવા થઈ ગયા છે જેમને ઘાણીમાં ઘાલી પીલેલા, પણ તેમનું ચિત્ત વિભાવમાં નહીં ગયેલું.” (ઉ.પૃ.૨૫૮) Page #129 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૨૫ આત્મા એ જ મારું સ્વરૂપ; તે જ્ઞાનીએ જોયો “દેહ છૂટવા સંબંધી નિર્ભય રહેવું કર્તવ્ય છેજી. આત્મા અજર છે, જ્ઞાનદર્શનમય છે, દેહના સંયોગે હોવા છતાં દેહથી ભિન્ન છે. તેને શાતા-અશાતા વેદનીય હોય તો પણ તે કિંચિત્ માત્ર દુઃખમય નથી. આત્મા છે તે મારું સ્વરૂપ છે. તે જ્ઞાનીએ જોયું છે. દેહને લઈને વેદનીય છે, તે વેદનીયનો કાળ ક્ષય થાય છે. ત્યાં તે વેદનીનો ક્ષય થયે, નાશ થયે, મૃત્યુ-મહોત્સવ છે. કર્મનો નાશ તે મૃત્યુ-મહોત્સવ છે. હરખશોક કરવા જેવું નથી; દ્રષ્ટા રહી જોયા કરો. શ્રદ્ધા માન્યતા તો તે જ. સદ્ગુરુ, પ્રત્યક્ષ પુરુષ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ-જ્ઞાનદર્શનમય શ્રીમદ્ રાજચંદ્ર તે જ ગુરુ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” (ઉ.પૃ.૬૨) આખો લોક ત્રિવિધ તાપથી દુખી કાળનો ભરૂસો નથી, લીધો કે લેશે થઈ રહ્યું છે. જગત પંખીના મેળા જેવું છે, મેમાન જેવું–સ્વપ્ન જેવું છે. તીર્થકરના વચન એવાં છે : આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે, અજ્ઞાનથી સર્વિવેક પામવો દુર્લભ છે. તે યથાતથ્ય છે. સમતા અને ધીરજ કર્તવ્ય છે. એ જ એક ભાવ-વૃષ્ટિ કરવાની છે. જેવું સુખ-દુઃખ બાંધ્યું હશે તેવું ભોગવાશે. તેમાં કોઈનું ચાલે તેમ નથી.” | (ઉ.પૃ.૧૦૨) મૃત્યુએ માથાનાં લટિયા ઝાલ્યાં છે ઘર્મરાજ યુધિષ્ઠિરનું દૃષ્ટાંત-ધર્મરાજ યુધિષ્ઠિરે એક સમયે ગોરને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપી તેમને બેસવા માટે સોનાનો પાટલો આપ્યો. તે જોઈ ગોરના મનમાં થયું કે, સંધ્યા કરતી વખતે બેસવા માટે આપણી પાસે આ પાટલો હોય તો કેવું સારું! તે દહાડે તો ગોર જમીને ગયા, પણ બીજે દિવસે સવારે આવીને ઊભા રહ્યા. તે સમયે રાજા યુધિષ્ઠિર હજામત કરાવતા હતા. તેમણે પૂછ્યું કે, “કેમ, મહારાજ! શી ઇચ્છા છે? ગોર કહે : “કાલવાળો પાટલો મને સંધ્યા કરવા માટે મળે એવી અભિલાષા છે.' રાજા કહે : “ઠીક, કાલે આવજો” આ સાંભળીને તેમની બાજુમાં ઊભા રહેલા અર્જુન અને ભીમ હર્ષ પામી હસવા લાગ્યા. રાજાએ તેમને તેમ કરવાનું કારણ પૂછતાં ભીમે ખૂબ આનંદમાં આવી જઈ મોટાં મોટાં વાજિંત્રોનો અવાજ જોરશોરથી કરવા માંડ્યો. થોડી વાર રહીને બંને જણા બોલ્યા કે “કાલ સુધી આપણું શરીર રહેશે જ એ આપ સત્યમૂર્તિના વચનથી જાણી અમને આનંદ થયો છે, અર્થાત્ ક્ષણભંગુર એવું શરીર પણ આવતી કાલ સુધી અવશ્ય ટકશે જ એ વિષે અમારા મનમાં હવે કાંઈ પણ સંદેહ રહેતો નથી. કેમકે આપ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમાધિમરણ સર્વદા સત્ય જ બોલો છો; તેથી અમે નિશ્ચયપૂર્વક આપના કહેવાથી માનીએ છીએ કે ક્ષણમાત્રમાં નાશ પામનારું એવું શરીર પણ આવતી કાલ સુધી અવશ્ય ટકી રહેશે જ. આથી અમે હર્ષિત થઈને વાજિંત્રો વગાડ્યા.' શરીર ગમે તે ક્ષણે વિનાશ પામે માટે ધર્મકાર્ય શીઘ કરવું al" v રાજા કહે : આમાં મારી ભૂલ થઈ છે; કારણ કે શરીર વિનાશધર્મવાળું છે, મૃત્યુએ માથાનાં લટિયા ઝાલી રાખ્યાં છે. તેથી શરીર ગમે તે ક્ષણે વિનાશ પામશે જ એમ માની ધર્મકાર્ય કરી લેવું, ધર્માચરણમાં પ્રમાદ કરવો નહિ. પરોપકારનું કામ તરત કરવું. “શુભસ્ય શીઘ્રમ્' અર્થાત્ શુભ કામમાં ઢીલ ન કરવી. સારું કામ તરત કરવું. આજે કાંઈ દાન કરવાનું ધાર્યું અને તે કરીશું' એમ બોલીને કાલ પર મુલતવી રાખ્યું તો તે કાળબળને લીધે ભાવ ફરી જાય અને સત્કાર્ય કરવાનું રહી જાય. માટે તેમ કરવું યોગ્ય નથી. શુભ કામ કરવા માટે વાયદો ન કરવો પણ તેને તરત કરી લેવું. એમ વિચારી રાજા યુધિષ્ઠિરે હજામત કરાવતાં કરાવતાં ઊભા થઈને તે ગોરને બોલાવી પાટલો આપી દીધો અને પછી બાકી રહેલી હજામત કરાવવા બેઠા. Page #131 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૨૭ હમણાં ઘન કમાવો, વૃદ્ધાવસ્થામાં ઘર્મ કરીશું તાત્પર્ય એ છે કે, મોક્ષના કારરૂપ આ મનુષ્યદેહ મળ્યો છતાં ઘણા લોકો પોતાના અસ્તિત્વને શાશ્વત માનીને એમ વિચારે છે કે, હમણાં તો સંસાર સુખ ભોગવો-છોકરા પરણાવો-પૈસા કમાઓ; પછી ઘરડાં થઈશું ત્યારે પ્રભુનું ભજન-ભક્તિ કર્યા કરીશું. શી ઉતાવળ છે?” પણ ખરેખર એમ માનવું ભૂલભરેલું છે. મૃત્યુ ઉપર કોઈની સત્તા ચાલતી નથી. કઈ ક્ષણે, કયે સ્થળે મૃત્યુ આવશે તેની કોઈને ખબર નથી. હું કંઈ ઘરડો થયો નથી, કે મરણને હજી ઘણીવાર છે એમ જાણી મનુષ્ય ધન પ્રાપ્ત કરવામાં સમય ગાળવા યોગ્ય નથી. કેમકે મૃત્યુએ માથાનાં લટિયાં ઝાલી રાખ્યાં છે એમ માની ધર્મકાર્ય કરવામાં ક્ષણમાત્ર પણ વિલંબ કરવો નહીં.” (બોધક વાર્તાઓમાંથી) ઉધ્યાધિન શાતા - અશાતા જીવને ભોગવવી પડે “અશાતાનો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી અકસીર દવાઓ પણ અસર કરતી નથી. વળી રોગ કોઈ બીજો હોય અને દવાઓ બીજા જ પ્રકારની થયા કરે છે. અને શાતાનો ઉદય થવાનો હોય ત્યારે જે રોગ હોય તેને લાગુ પડી જાય તેવી દવા પણ મળી આવે તેવો જોગ બને છે. આપણે તો સેવાબુદ્ધિએ જે ઠીક લાગે તે જણાવીએ કે કરીએ, પણ આપણાથી કંઈ બની શકે તેમ નથી. કરવા યોગ્ય શું છે તેનું ભાન પણ આપણને નથી.” (ઉ.પૃ.૧૨૪) આત્માની માન્યતા કરો, તેની સંભાળ લો આ જીવ માયાના સ્વરૂપમાં કેવી રીતે ફસાઈ જાય છે ! માયાના સ્વરૂપમાંથી પાછો વળ. બધાનો વિચાર કર્યો, પણ મરણ ક્યારે આવશે તેનો વિચાર કર્યો ? આ જીવ ઘડી નવરો પડતો નથી. સંકલ્પવિકલ્પમાંથી નવરો થતો નથી. આત્માને સંભાળતો જ નથી. બધે આત્મા આત્મા છે. આત્મા દેખાતો નથી; પણ ભાવ કર. તેમાં કંઈ મહેનત નથી. તે જોવા માંડ. તેની શ્રદ્ધા કરવાની છે. સત્ અને શીલ : સત્ તે આત્મા, શીલ તે ત્યાગ. બધું મૂકીને હવે આ લક્ષ રાખો. માયાના સ્વરૂપમાં ખળી જઈ શું થાય છે તે જોયું ? આ મનુષ્યભવ જશે, પછી શું કરશો ? હવે બીજું બધું મૂકી દો. આનો વિચાર કરો. રાજા મરીને કીડો થાય, કીડો ઇન્દ્ર થાય, ઇન્દ્ર વનસ્પતિમાં પણ જાય! બધું દુઃખ, દુઃખ ને દુઃખ છે. આત્માની માન્યતા કરવામાં કંઈ આપવું પડતું નથી. હવે ચેતી જાઓ, જાગૃત થઈ જાઓ. કહેવામાં બાકી રાખી નથી, ચેતાવ્યા છે. બુદ્ધિમાન ચેતી જશે.” (ઉ.પૃ.૪૫૯), Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ રાજા મરીને કીડો થાય, દેવ ચ્યવીને એકેન્દ્રિયમાં જાય; કેવું વિચિત્રપણું! શુભરાજાનું દૃષ્ટાંત મિથિલા નગરીમાં શુભરાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ મનોરમા અને તેના પુત્રનું નામ દેવરતિ હતું, તે બુદ્ધિમાન અને ગુણજ્ઞ હતો. એકવાર મુનિઓ સાથે આચાર્ય પધાર્યા. રાજા શુભ અનેક ભવ્યો સાથે દર્શન કરવા ગયો. ઉપદેશ સાંભળ્યા પછી રાજા શુભે ગુરુમહારાજને પૂછ્યું કે હે ભગવંત! આવતા ભવમાં હું ક્યાં જન્મ લઈશ? ગુરુએ કહ્યું–પાપના ફળમાં તમારો જન્મ પાયખાનામાં પચરંગી કીડારૂપે થશે. તેનું પ્રમાણ આ છે કે તમારા મુખમાં વિષ્ટા પડશે, તમારું છત્ર ભાંગી જશે અને આજથી સાતમા દિવસે વીજળી પડશે તેથી તમારું મૃત્યુ થશે. ગુરુએ નિર્ભયપણે જેમ થવાનું હતું તેમ કહી દીધું. e A C સમાધિમરણ D એક દિવસે ૨ાજા શુભ નગરમાં પ્રવેશ કરતા ઘોડાનો પગ વિષ્ટા ઉપર પડ્યો અને વિષ્ટા ઉછળી રાજાના મોઢામાં પડી. આગળ જતાં છત્ર ભાંગી ગયું. તેથી રાજાએ પોતાના પુત્રને બોલાવી કહ્યું કે હવે મારા પાપકર્મનો ઉદય થયો છે તેથી મરીને હું આપણા પાયખાનામાં પાંચરંગનો કીડો થઈશ. ત્યારે તું મને કીડા થયેલાને મારી નાખજે જેથી મારી સારી ગતિ થાય. પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષની વાણી કદી જૂદી પડે નહીં બધી ઘટનાઓ ઉપરથી રાજાને ગુરુની વાત ઉપર વિશ્વાસ તો આવ્યો છતાં હજી પોતાના ઉપર વીજળી પડે નહીં તેના માટે એક લોખંડની મજબૂત પેટી કરાવીને તેમાં બેઠો અને તેને પાણીમાં મુકાવી. કારણ કે પાણી ઉપર વીજળીની અસર થાય નહીં, અને હું બચી જાઉં. પણ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષની વાણી કદી જૂઠી પડે નહીં. તેથી સાતમા દિવસે આકાશમાં વીજળી ચમકવા લાગી. તે સમયે એક મોટા માછલાએ તે પેટીને ઉછાળીને પાણીની બહાર ફેંકી કે તરત જ તેના ઉપર વીજળી પડી અને રાજાનું મૃત્યુ થયું. Page #133 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૨૯ પછી પાયખાનામાં તે કીડો થયો. પુત્રે પાયખાનામાં જઈ જોયું તો પાંચરંગનો કીડો ત્યાં દેખાયો. તેને મારવા માટે કોશિશ કરી પણ તે વિષ્ટાના ઢગલામાં અંદર ઊંડો પેસી ગયો. રાજકુમાર દેવરતિને આશ્ચર્ય થયું અને સાથે વિચાર આવ્યો કે રાજા મરીને કીડો થાય તો રાજ્ય કરવાનું ફળ શું? તેથી તેણે વૈરાગ્ય પામી સંસારના આવા બંધનોથી છૂટવા શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. ગમે તેવા હલકા સ્થાનમાં જીવ જન્મ પણ તેને મરવું ગમતું નથી એક દિવસ દેવરતિએ પોતાના પિતાની હકીકત મુનિરાજને સંભળાવી ત્યારે મુનિરાજે કહ્યુંજીવ સ્વભાવથી જ જે ગતિમાં જાય ત્યાં પોતાને સુખી માને છે. ગમે તેવા હલકા સ્થાનમાં તે ઉત્પન્ન થયો હોય પણ મરવું તેને ગમતું નથી. તમારા પિતા જીવતા હતા ત્યારે મનુષ્ય શરીરમાં પ્રેમ હતો. હવે તે જીવ કીડારૂપે થયો તો પાયખાનામાં પ્રેમ થયો. સંસારની આવી જ સ્થિતિ છે. મુનિરાજના માર્મિક ઉપદેશથી સંસારની આવી ભયંકર સ્થિતિ જાણી દેવરતિ રાજાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો. રાજા મરીને ક્ષણમાં વિષ્ટાનો કીડો થઈ જાય અથવા દેવલોકના સુખ ભોગવી જીવ એકેન્દ્રિય એવા વનસ્પતિકાયમાં જન્મ લે એવા આ સંસારનું વિચિત્ર સ્વરૂપ જાણી દેવરતિ રાજાએ આ સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી. અને જન્મમરણથી સર્વકાળને માટે મુક્ત થવા અત્યંત આરાધના કરીને સર્વ પાપોનો નાશ કરી મુક્તિ મેળવી આત્મકલ્યાણ સાધ્ય કર્યું.” (આરાધના કથાકોશના આધારે) સશુરુની આજ્ઞા પ્રમાણે વર્તી પરભવનું ભાતું બાંઘવું “જીવ મસ્તાન થઈને ફરે છે. પણ મંદવાડ કે મરણ પથારીએ પડશે ત્યારે કયો વેપાર કામમાં આવવાનો છે ? ધનના ભંડાર હશે તે પણ પડ્યા રહેશે. સગાં-વહાલાં કે વિષયભોગ કોઈ તે વખતે દુઃખ લેવા સમર્થ નથી. તે વિચારી આજ્ઞારૂપ ધર્મ આરાધવા તૈયાર થઈ જવા જેવું છે.” ‘ાળાઘો, ભાઈતવો’ - (ઉ.પૃ.૯૪) હું સહજાત્મસ્વરૂપી આત્મા જ છું; એ માન્યતા સાથે મરણ તે સમાધિમરણ. “મરણ તો સર્વને છે જ; દેહ ધર્યો ત્યારથી જ મરણ છે અને મરણ સમયની વેદના પણ અસહ્ય હોય છે. ભલભલા ભાન ભૂલી જાય છે. તે વખતે કંઈ પણ યાદ આવી શકતું નથી. માટે અત્યારથી જ તેની તૈયારી કરી રાખવી કે સમાધિમરણ થાય. “મરણ અવસરે મને બીજું કંઈ ના હો, આ જ આજ્ઞા માન્ય હો! હું કંઈ પણ જાણતો નથી, પરંતુ આ જે કહે છે તે જ સત્ય છે અને Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમાધિમરણ તે જ આજ્ઞા માન્ય હો!” એમ તૈયારી કરી રાખવી. સમયે સમયે જીવ મરી રહ્યો છે. માટે સમય માત્રનો પણ પ્રમાદ ન કરતાં “સમયે ગોમ મા પમg' એ વાક્ય યાદ રાખીને સમયે સમયે આજ્ઞામાં પરિણામ કરવાં. મારું તો એ પુરાણપુરુષ પરમકૃપાળુદેવે જે કહ્યું છે તે એક માત્ર ‘સહજાત્મસ્વરૂપ' જ છે, અન્ય કાંઈ મારું નથી. અંતરાત્માથી પરમાત્માને ભજાય છે. માટે અંતરથી (અંતરાત્મા થઈ પરમાત્મામાં જેને દ્રઢ, સત્ય શ્રદ્ધા છે તે અંતરાત્મા છે) દ્રઢ શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી. આ સંજોગ-સંબંધ સ્ત્રી-પુત્ર, માતા-પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે. (કર્મજન્ય પૌદ્ગલિક અને વૈભાવિક પર્યાય છે) અને નાશવંત છે. માટે તે કોઈ મારાં નથી. મારા તો એક સસ્વરૂપી પરમ કૃપાળુદેવ છે, અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મસ્વરૂપી એક આત્મા જ છે. તે સહજાત્મસ્વરૂપ આત્મા છે, નિત્ય છે, એ આદિ છ પદ જે પરમકૃપાળુદેવે કહ્યાં છે તે સ્વરૂપવંત છે. એ મારો છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી કે મરણ સમયે આ આજ્ઞા જ માનીશ. બીજું કંઈ નહિ માનું. એ માનવાથી જ, એ માન્યતા રહેવાથી તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રમય સહજાત્મસ્વરૂપ આત્મા એ જ આપણો છે, એમ માનવું. જીવ પોતાની મેળે શ્રદ્ધા, ભાવના કરે એના કરતાં આ તો સાક્ષી થઈ, અમારી સાક્ષીયુક્ત થયું.” (ઉ.પૃ.૪૮૯) સમકિતીને વધારે દુખ આવે તેમ કર્મની વધારે નિર્જરા. હે પ્રભુ ! ક્ષણભંગુર દેહ દગો દેનાર છે. કોઈ રોગ લેવા સમર્થ નથી. જીવને કર્મ એકલા ભોગવવાં પડે છે. પણ સમકિતીની બલિહારી છે ! તેને તો જેમ વધારે દુઃખ આવે તેમ વધારે નિર્જરા થાય છે. જેની પાસે ભેદવિજ્ઞાન હથિયાર છે તેનો આખરે જય થાય છે. અત્રે સર્વ પ્રકારની બાહ્ય અનુકૂળતા છતાં જરા અવસ્થાની વેદની લેવા કોઈ સમર્થ નથી.” (ઉ.પૃ.૧૦૮) Page #135 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૩૧ ઉપસર્ગ શરીરને છે; આત્માને નથી પાંડવોને શત્રુંજય રે, પર્વત ઉપર શત્રુઓએ લોઢાનાં તપાવેલાં બખ્તરો પહેરાવ્યાં, ભયંકર ઉપસર્ગ કર્યો. પરંતુ પાંડવો દેહાધ્યાસ છોડી આત્મ ધ્યાનમાં તલ્લીન રહ્યા, આત્મધ્યાનમાં અચળ રહ્યા અને શિવપદને પામ્યા. પાંડવોએ શું કર્યું ? “આત્મા પોતાનો છે; તે તો અજર, અમર, દેહાદિ કર્મ નોકર્મથી ભિન્ન, જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાન-દર્શનઉપયોગમય, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવવાળો છે અને ઉપસર્ગ આદિ શરીર ને થાય છે; આત્મા ને અને તેને આકાશ અને ભૂમિના જેટલું છેટું છે.” એમ ભેદજ્ઞાનથી આત્મ ધ્યાનમાં અચળ રહ્યા. - આપણા ઉપર પણ એવા ઉપસર્ગો આવશે. મરણ તો એક કાળે બધાને આવશે. તો તે માટે તૈયાર થઈ જવું. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. સોનાને ગમે તેટલું અગ્નિમાં તપાવો તોપણ સોનાપણું જતું નથી. તેમ જ્ઞાનીને રોગ, દુઃખ, કષ્ટ, ઉપસર્ગ, મરણ આદિના ગમે તેટલા તાપ આવી પડે તોપણ પોતાનો જ્ઞાનસ્વભાવ તે તજતા નથી.” (ઉ.પૃ.૩૭૨) શરીરને જોનાર અને જાણનાર એવો આત્મા તે શરીરથી સાવ જુદો. પ્રત્યક્ષ દેખાય છે કે શરીર હાડ, માંસ ને ચામડાનું છે. તેમાં કાંઈ સારરૂપ નથી; છતાં વિકલ્પ કરી કરી “મારું” માને છે. આ દેહ ત્રીસ વરસનો હતો, આજે ઘરડો થયો. આત્મા ઘરડો Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમાધિમરણ થયો છે ? આવી જ રીતે બધા મહેમાન છે. ઋણ સંબંધે બધા આવી મળ્યા છે. કોઈ તેડવા ગયું નથી–તમે મારાં માબાપ થજો કે દીકરા થજો એવું કોઈ તેડવા ગયું નથી. આવું છે, છતાં અહંભાવ-મમત્વભાવ થઈ જવાથી આખરે રડાકૂટ કરે છે, “મારું” માની દુઃખી થાય છે. અહંભાવ છોડવા જ્ઞાની કહે છે તે વિશ્વાસ રાખ. વહેવારે વાણિયો, મા, બાપ માન; પણ મનમાં નક્કી કરી નાખ કે તે સ્વપ્ન છે, ખરું નથી. તેવું માનવા માટે કોઈ ના કહી શકે તેવું છે ? અમારે મનમાંથી માન્યતા કઢાવી નાખવી છે. સ્વપ્ન છે–જોયા કર, નહીં તો ફર્યા કર. આવ્યું છે તે જશે જ. તેની ફિકર શાની ? જોનાર અને જાણનાર જુદો છે. તે જ્ઞાનીએ જાણ્યો છે; તે માન ને બીજા બધાની હોળી કરી નાખ.” (ઉ.પૃ.૪૫૨) મારું તે જાય નહીં; જાય તે મારું નહીં “સમ્યવ્રુષ્ટિ, આત્મા સિવાય કંઈ પોતાનું ગણે નહીં. ગજસુકુમારે શું કર્યું ? ધીરજ. ગાંઠે બાંધી લો–ધીરજ, સમતા, ક્ષમા. વેદની વખતે વિચારવું કે મારું છે તે જવાનું નથી; અને જે જાય છે તે તડકાછાયાં જેવું છે પણ તેને મારું માનું જ નહીં. ગજસુકુમારને જ્ઞાની મળ્યા હતા. તેમણે જે માન્ય કરાવ્યું હતું તે જ પોતાનું માન્યું; બાકી બધું પર જાયું. બધાયે જવાના છે–પર્યાયને કેમ મારા માનું ? જ્ઞાનીએ શું કર્યું છે ? રાગ, દ્વેષ અને મોહ કાઢ્યા છે. આ જીવનું ભૂંડું કોણ કરે છે ? પૂજાની ઇચ્છા, પુદ્ગલની, પારકાની ઇચ્છા શું રાખવી ? હવે શામાં મોહ કરવો ? મોહ કર્યો કે ફસાયો. નારકીને દુઃખ ભોગવતી વખતે કોણ બચાવવા આવે છે ? કોઈ કોઈનું નથી.” (ઉ.પૃ.૪૫૮) નરકના દુઃખોનો નાશ કરવો હોય તો મોહ મૂકી હમેશાં ઘર્મ કરવો સુવ્રત શેઠનું વૃષ્ટાંત-ધાતકી ખંડમાં આવેલા વિજયપત્તનમાં સુવ્રત નામે એક શેઠ રહેતો હતો. રાજા પણ તેને બહ માન આપતો અને ગામના સર્વ વ્યાપારીઓમાં તે અગ્રેસર હતો. તેને સુરમતી નામની શીલવતી પત્ની હતી. એક વખત તે શ્રેષ્ઠી સુખે સુતો હતો. પાછલી રાત્રે નિદ્રા દૂર થઈ તે વખતે તેને વિચાર થયો કે-“હું પૂર્વ જન્મના પુણ્યોદયથી સુખમાં મગ્ન થઈને આ દિવસો નિર્ગમન કરું છું, પરંતુ પરલોક માટે હિતકારી કાર્ય કંઈ પણ કરવું જોઈએ; કેમકે તે વિના Page #137 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ ૧૩૩ સર્વ નિરર્થક છે.” એ પ્રમાણે વિચાર કરતાં સૂર્યોદય થયો, એટલે શયામાંથી ઊઠી પોતાનો નિત્યક્રમ કરી તે શ્રેષ્ઠી ગુરુને વાંદવા ગયો. ગુરુને વાંદીને યથાયોગ્ય સ્થાને ધર્મદેશના સાંભળવા બેઠો. ગુરુએ દેશના આરંભી– આળસ, મોહ, પોતાની પ્રશંસા, અહંકાર, ક્રોધ, પ્રમાદ (નિદ્રા), કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિકથા, કુતુહલ અને રતિ એ તેર કાઠીઆનો ત્યાગ કરવો. આ કાઠીઆનો જે ત્યાગ કરતો નથી તે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે–પાંચ કરોડ, અડસઠ લાખ, નવાણું હજાર પાંચસોને ચોરાશી વ્યાધિઓ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના છેલ્લા પાથડે છે. ના કરવા, 50 ST માટે હે શ્રેષ્ઠી! આવાં નરકનાં દુઃખનો નાશ કરવા માટે હમેશાં ધર્મ કરવો, કેમકે પુણ્યનો મહિમા અચિંત્ય છે. કહ્યું છે કે–“આ ભારતક્ષેત્રમાં કેટલાય ભદ્ર પરિણામી મિથ્યાદ્રષ્ટિ જીવો પણ છે કે જે અહીંથી મરીને નવમે વરસે મહાવિદેહક્ષેત્રમાં કેવળી થાય છે. માટે તે શ્રેષ્ઠી! સુલભબોધિ જીવને કાંઈ પણ દુષ્કર નથી.” આ પ્રમાણે શ્રેષ્ઠીએ દેશના સાંભળી, ધર્મ આરાધી, સમાધિમરણ કરીને અગિયારમાં દેવલોકમાં દેવરૂપે અવતયૌ. (ઉપદેશપ્રાસાદ ભા.ભા.૪ પૃ.૧૬૫) પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું-મુનિ આત્મા જોવો આત્મા જોવો. શ્રેણિક રાજાને અનાથીમુનિ પાસેથી આ જ પકડ થઈ હતી. પરમકૃપાળુદેવે અમને તે કહ્યું હતું. તેમાં પોતે પણ આવી ગયા, એમ કહ્યું હતું. અને તે પકડ થવાથી પડદો દૂર થઈ ગયો. મીઠી વીરડીનું પાણી તરસ છિપાવે છે. ખારો સમુદ્ર આખો ભરેલો હોય, પણ કંઈ કામનો નથી.” (ઉ.પૃ.૩૪૧) “વીસ હાકર્મ ઝેર ઉતારવા માટે મહામંત્ર “મુમુક્ષુ-વસ્તુ બે છે તેવું સાંભળીએ છીએ, જડ અને ચેતન; છતાં દેહાધ્યાસને લઈને આત્મા તરફ લક્ષ રહેતું નથી. દેહાધ્યાસ કેમ ઓછો થાય? પ્રભુશ્રી-અનાદિ કાળથી જીવે દેહને જ સંભાળ્યો છે, આત્માને સંભાળ્યો નથી. તે તો જાણે છે જ નહીં એમ કરી નાખ્યું છે. વાસ્તવિક રીતે તે ન હોય તો બધાં મડદાં છે. ભાવ કરવા. જેમ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમાધિમરણ કોઈ મહામંત્ર હોય તેમ “વીસ દોહા” ઝેર ઉતારવા મહામંત્ર છે. એ અમૃત છે. વિશ્વાસ અને પ્રતીતિ જોઈએ.” (ઉ.પૃ.૪૭૩) આત્માથી મોટો કોઈ ઈશ્વર નથી “ઈશ્વર કોણ ? આત્મા. તેનાથી મોટો ઈશ્વર કોઈ નથી. ભીંત ઉપર ઘોડાના ભાવ કર્યા હોય તો ઘોડો જણાય છે. તેમ ‘સહજત્મસ્વરૂપનું સ્મરણ કર્યું હોય તો કાળે કરીને તેરૂપ થવાય છે. તેવા ભાવ થયા કે બધેથી ઊઠી જવાય છે.” (ઉ.પૃ.૪૫૭) આત્મા સિવાય જગતમાં એક પરમાણું પણ મારું નહીં અવળું કર્યું ત્યાં જગત દેખાયું. સવળું કર્યું ત્યાં આત્મા જોવાયો. જે દેખાય છે તે બધું પર છે. જે ભળાય છે તેને માન્યું છે એ જ અવળી દ્રષ્ટિ. દ્રષ્ટિ ફરે તો બધાને જાણનાર-દેખનાર એવો જે આત્મા તેના ઉપર દ્રષ્ટિ જાય; ત્યાં પરપદાર્થોમાં મારું મારું થઈ ગયું છે તે ટળે. બધું મૂકવું પડશે. જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઊઠી જવું પડશે. મારો એક આત્મા છે. તે સિવાય જગતમાંની વસ્તુઓમાંથી એક પરમાણુ પણ મારું નહીં.” (ઉ.પૃ.૩૮૪) જડ એવું જગત તે ઝરમર અને ચેતન એવો આત્મા તે અમૃતમય “આત્મા ઉપર પ્રેમભાવ વધારી દેવો જોઈએ. તેનું માહાસ્ય લાગ્યું નથી. સમજ મોટી વાત છે. સમજ્ય છૂટકો છે. સમજ આવ્યે આ ઝેર ને આ અમૃત એમ જણાય છે. પછી અમૃતને મૂકી ઝેર કોણ ગ્રહણ કરે ? આ જડ અને આ ચેતન એમ જ્ઞાનીને ભેદ પડી ગયો છે. આત્માની રિદ્ધિ, આત્માનું સુખ કચ્યું જાય તેમ નથી.” (ઉ.પૃ.૩૮૫) Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલા અનેક મુમુક્ષુઓના સમાધિમરણના દૃષ્ટાંતો પ.પૂ.પ્રભુશ્રીજીના સાનિધ્યમાં શ્રી અનુપચંદભાઈ મલકચંદનું થયેલ સમાધિમરણ ભરૂચના એક અનુપચંદજી નામના વણિક ધર્માત્મા જીવને પરમ કૃપાળુદેવનો પ્રત્યક્ષ યોગ થયેલો. તેમને ત્યાં સાંસારિક વ્યાપારિક કારણે પરમકૃપાળુદેવને જવું થયેલું. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા તેઓશ્રીને વૃત્તિ ઉદ્ભવેલી, પણ તેમનું પ્રવર્તન મતમતાંતરના આગ્રહવાળું જાણી, હાલ સૂચનાનો તેમને જોઈએ તેવો લાભ નહીં થઈ શકે એમ જાણી, વૃત્તિ સંક્ષેપી લીધેલી. પછી તેમને કોઈ ભારે મંદવાડ આવ્યો અને સમાધિમરણની ભાવના જાગી ત્યારે કોણ મને સમાધિમરણ કરાવશે એ વિચારે તેમણે બધે નજર નાખી પણ કોઈ સાધુ, સાધ્વી કે શ્રાવક તેવાં નજરે તેમના ગચ્છમાં જણાયાં નહીં, પરંતુ પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિનો કંઈક પરિચય તેમને થયેલો તેથી તેમને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યો Page #140 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ ૧૩૬ છે તે પત્રાંક ૭૦૨ તેમ જ પત્રાંક ૭૦૬ એ બન્ને પત્રો વારંવાર વાંચી બને તો મુખપાઠ કરવા ભલામણ છેજી; અને મુખપાઠ થયે રોજ નિત્યનિયમમાં ઉમેરી લેવા યોગ્ય છે, એટલે રોજ સ્વાધ્યાય થશે તો જરૂર જીવને જાગૃતિનું કારણ ચાલુ રહેશેજી.” (બો.૩ પૃ.૫૭૧) પત્રાંક ૭૦૨માં પરમકૃપાળુદેવ લખે છે :– “વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.” “ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂતમતિ મૃત્યુ વખતે વર્તે છે.” પરમકૃપાળુદેવ પ્રત્યે કરેલી સમાધિમરણની ભાવના તે પ.પૂ.પ્રભુશ્રીજીના હાથે ફળી “એક દિવસ શ્રી અનુપચંદભાઈ પાલીતાણાના ગઢ ઉપર ચઢતા હતા. તે વખતે ૫.પૂ. પ્રભુશ્રીજીનું ચોમાસું પાલીતાણામાં હતું. તેઓશ્રી ગઢ ઉપરથી દર્શન કરી નીચે ઊતરતા હતા. ત્યારે રસ્તામાં અનુપચંદભાઈને જોયા. તેમને ચક્કર આવવાથી સાથેના ભાઈઓએ તેમને સુવડાવી દીધા હતા. તેમની તબિયત અસ્વસ્થ જાણી પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું કે પરમકૃપાળુદેવે જણાવેલ વીસ દોહરા તમને યાદ છે? ત્યારે તેમણે હા કહી. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું—તે બોલો. અનુપચંદભાઈ બોલ્યા. ફરી બોલો, ફરી બોલો, એમ ત્રણવાર બોલતા બોલતા જ તેમનો દેહ ત્યાં છૂટી ગયો. એમ પરમકૃપાળુદેવ પ્રત્યે કરેલ સાચી સમાધિમરણની ભાવના તે પ.પૂ.પ્રભુશ્રીજીના હાથે સફળ થઈ.’ શ્રી લઘુરાજ સ્વામી સચિત્ર જીવનદર્શન (પૃ.૩૭) Page #141 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ ૧૩૭ શ્રી માણેકલાલ ઘેલાભાઈનું સમાધિમરણ શ્રી માણેકલાલ ઘેલાભાઈ (પ.ક.દેવના ભાગીદાર) પાસે પ.પૂ.પ્રભુશ્રીજીએ શ્રી રણછોડભાઈ (ભાઈશ્રી) નારવાળાને સમાધિમરણ કરાવવા માટે મોકલ્યા હતા. તેમણે પણ“શુદ્ધ બુદ્ધ ચેતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.” આત્મસિદ્ધિની આ ગાથા ત્રણ ચાર વખત બોલતાં બોલતાં દેહ ત્યાગ કરી સમાધિમરણ સાધ્યું હતું. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ શ્રી ડાહ્યાભાઈ દેસાઈના સમાધિમરણના અંત સમયે આપેલ હાજરી “અમને અંતસમય ઉપકારી વહેલા આવજો રે, શ્રીમદ્ સદ્ગુરુ નામ તમારું, પ્રાણ જતાં પણ ન કરું ન્યારું; મનહર મંગળ મૂર્તિ મને બતાવજો રે. અમને.” પ્રભુ મારી અંત સમયે સંભાળ લેજો, મને આપનો જ આશરો છે “નડિયાદના મુમુક્ષુઓમાંથી કોઈને તે વખતે ખબર ન હતી કે પ્રભુશ્રી હાલ ક્યાં છે? પરંતુ પ્રભુશ્રીનો અંતરજ્ઞાનપ્રકાશ કોઈ અદ્ભુત હતો. તે દ્વારા તેમણે જોયું કે નડિયાદના એક મુમુક્ષુભાઈ ડાહ્યાભાઈ દેસાઈનો અંતસમય નજીક છે. તે મુમુક્ષુભાઈએ પહેલા આશ્રમમાં પ્રભુશ્રી પાસે વિનંતિપૂર્વક માગણી કરી જણાવ્યું હતું કે પ્રભુ, મારા અંત સમયે મારી ખબર લેજો. મને આપનો જ આશરો છે. - અત્યારે તેમનો અંતસમય નજીક જાણી પ્રભુશ્રી શેઠશ્રી જેસંગભાઈ સાથે એકાએક સવારમાં નડિયાદ શ્રી નાથાભાઈ અવિચળભાઈ દેસાઈને ત્યાં પધાર્યા. તેમણે પ્રભુશ્રીની ઘણા ઉલ્લાસભાવે ભક્તિભાવના કરી. ત્યાં બીજા મુમુક્ષુઓ પણ એકત્ર થઈ ગયા. તેમને ધર્મબોધ આપી ત્યાંથી તેઓશ્રી શ્રી ડાહ્યાભાઈના ઘર તરફ ચાલ્યા. બધા મુમુક્ષુઓ પાછળ પાછળ ચાલ્યા. પ્રભુશ્રી જ્યારે શ્રી ડાહ્યાભાઈને ત્યાં આવી પહોંચ્યા ત્યારે જ બધાને ખબર પડી કે આ મહાભાગ્ય મુમુક્ષુને અંતસમયે સમાધિમરણ સન્મુખ કરાવવા જ તેઓશ્રી એકાએક અહીં પધાર્યા છે.” Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમાધિમરણ પ.પૂ.પ્રભુશ્રીને જોતાં જ આનંદ ઉલ્લાસમાં વેદનાની વિસ્મૃતિ “જ્યારે પ્રભુશ્રી શ્રી ડાહ્યાભાઈની મરણ પથારી પાસે પધાર્યા. ત્યારે શ્રી ડાહ્યાભાઈ બહારથી કંઈક બેભાન વત્ જણાતા હતા. પરંતુ અંતરમાં તેમને પરમ કૃપાળુદેવનું જ રટણ હતું. પ્રભુશ્રીએ પાસે આવી ‘સહજાત્મ સ્વરૂપ પરમગુરુ” એમ બે ત્રણ વાર મોટેથી મંત્ર સંભળાવી અમીમય દ્રષ્ટિ નાખી. ત્યાં તો તે ભાનમાં આવી પથારીમાંથી બેઠા થઈ ગયા અને પ્રભુશ્રીને જોતાં જ આનંદમાં ઉલ્લાસમાં રોગની વેદનાને વીસરી ગયા. બે હાથ જોડી, મસ્તક નમાવી અંતસમયે દર્શન દેવા બદલ આભારની ભાવના દર્શાવી પાછા સૂઈ જઈ પ્રભુશ્રીના બોધવચનો શ્રવણ કરવામાં ઉલ્લાસથી એકાગ્રતાપૂર્વક લીન થઈ ગયા. ત્યાં પ્રભુશ્રીએ દેહાધ્યાસ છૂટી આત્મસ્વરૂપમાં વૃત્તિ તલ્લીન થાય તેવો સુંદર બોધ એકાદ કલાક સુધી એવી સચોટ રીતે કર્યો કે તે પાવન આત્મા ઉત્તરોત્તર શાંત દશા પામી આનંદ અને ઉલ્લાસ સહિત અંતર મગ્ન થતો ગયો. આ પ્રમાણે તેમને અપૂર્વ જાગૃતિ આપી સમાધિ મરણ રૂપ અપૂર્વ આત્મ શ્રેય સન્મુખ કરી તેઓશ્રી બહાર નીકળ્યા. Page #143 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ ૧૩૯ શેઠશ્રી જેસંગભાઈ સાથે તેઓ ત્યાંથી તરત જ નરોડા જવા વિદાય થઈ ગયા. ત્યારપછી તરત જ શ્રી ડાહ્યાભાઈ સમાધિપૂર્વક દેહત્યાગ કરી ગયા. પરોપીરાય સતાં વિમૂતય:' જાણે આ સૂક્તિને ચરિતાર્થ કરવા જ ન હોય તેમ આ સંતપુરુષ આહારપાણીની કંઈ પરવા કર્યા વગર નડિયાદથી રવાના થઈ બપોરના એક વાગ્યાને સુમારે નરોડા આવી પહોંચ્યા.” તેમના દિવ્ય જ્ઞાનમાં હજુ બીજાનું મરણ સુધારવાનો દિવ્ય ભાસ “તેમના દિવ્ય જ્ઞાનમાં હજુ બીજા કોઈનું મરણ સુધારવાનું છે એમ પ્રગટ જણાઈ રહ્યું હતું. તેથી તે નરોડામાં આવી તરત જ એક મુમુક્ષુ બાઈ મરણપથારીએ હતી તેની પાસે ગયા. તેને પણ દેહ અને આત્માના ભિન્નપણા વિષે અદ્ભુત બોધ આપી સમતા, ધીરજ, સહનશીલતાપૂર્વક શાંત ભાવે અંતરમગ્ન થવામાં ઉત્સાહ પ્રેરી, અપૂર્વ જાગૃતિમાં આણી સમાધિમરણ-સન્મુખ કરી પોતે ત્યાંથી બહાર નીકળ્યા. ત્યાર પછી થોડા વખતમાં તે બાઈનો દેહ છૂટી ગયો. આમ બન્ને આત્માઓના મરણ સુધારી પ્રભુશ્રી તે દિવસે નરોડામાં રોકાઈ બીજે દિવસે અમદાવાદ આવ્યા. થોડા દિવસ ત્યાં રહી ચૈત્ર માસમાં તેઓશ્રી આશ્રમમાં પધાર્યા.” (ઉ.પૃ.૬૬]). પ.પૂ.પ્રભુશ્રીજીના ઉપદેશથી ભાઈશ્રી પંડિતનું સમાધિમરણ “અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં શ્રીયુત હીરાલાલ શાહે એક બંગલો બંધાવ્યો હતો. તેમાં બધા મુમુક્ષુઓ સાથે ત્યાં પધારી ભક્તિ કરવા તથા પરમકૃપાળુ દેવના ચિત્રપટની સ્થાપના કરવા માટે તે પૂ.પ્રભુશ્રીને કોઈ કોઈ વાર વિનંતી કરતા ત્યારે પ્રભુશ્રી જણાવતા કે અવસરે જોઈશું.” સં. ૧૯૯૧ના માગશરમાં એક અપૂર્વ બનાવ બન્યો. અમદાવાદથી ડૉક્ટર શારદાબહેન પંડિત ઘણી વાર આશ્રમમાં સત્સંગ અર્થે આવતા. તેમને પ્રભુશ્રીના સત્સંગ સર્બોધથી સદ્ધર્મનો રંગ લાગેલો જોઈ તથા તેમને વારંવાર આશ્રમના સત્સંગનો લાભ લેવા આવતાં જાણી તેમ જ પ્રભુશ્રીના પ્રભાવથી તેમના જીવનમાં જાગેલી પવિત્ર ધર્મભાવનાઓ જોઈ તેમના એક ભાઈ શ્રી પંડિત કે જે ખાસ ધર્મ પ્રત્યે રુચિવંત તો ન હતા છતાં કોઈ અપૂર્વ પૂર્વ પુણ્યના ઉદયે તે એકદમ ધર્મભાવના સન્મુખ થઈ જિજ્ઞાસુ વૃત્તિથી શ્રી શારદાબહેનને પૂછવા લાગ્યા કે તમે જે મહાત્માના સત્સંગાથે અગાસ આશ્રમમાં જાઓ છો ત્યાં તેમના દર્શનાર્થે આ શુક્રવારે મારે આવવાની ભાવના જાગી છે. શ્રી શારદાબહેને તેથી હર્ષિત થઈ શુક્રવારે તેમની સાથે આશ્રમમાં જવાની હા પાડી.” Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમાધિમરણ જુમોનિયાથી ના ફળીભૂત નહીં થાય એ ૧ કેમ કરીને થશે? એવી પ.પૂ.પ્રભુશ્રીજીના દર્શન કરવાની તીવ્ર ભાવના “પરંતુ વિધિએ કંઈ ઓર જ ધાર્યું હતું. તે ભાઈ શ્રી પંડિત એકાએક ન્યુમોનિયાથી પથારીવશ થઈ પડ્યા અને આશ્રમમાં જવાની મહાત્માના દર્શન હવે કેમ કરીને થશે? એવી ચિંતામાં ને ચિંતામાં પથારીમાં એક એનું જ રટણ કરવા લાગ્યા. તે અરસામાં આશ્રમમાં પણ પ્રભુશ્રીએ શ્રી હીરાલાલભાઈને બોલાવીને કહ્યું, પ્રભુ, આ શનિવારે તમારે ત્યાં પરમકૃપાળુ દેવના ચિત્રપટની સ્થાપના માટે જવાનું રાખીએ તો? શ્રી હીરાલાલભાઈએ હર્ષિત થઈ સર્વને શનિવારે પોતાને ત્યાં પધારવાનું આમંત્રણ આપી પોતે તરત જ અમદાવાદ ગયા, અને શનિવારે આશ્રમમાંથી સોએક મુમુક્ષુભાઈઓ સાથે પ્રભુશ્રીજી અમદાવાદ પધાર્યા. ત્યાં ઘણી ધામધૂમ અને ભક્તિભાવના પૂર્વક ચિત્રપટની સ્થાપના થઈ. પછી આહારાદિથી પરવારી બપોરના થોડા જ મુમુક્ષભાઈઓ સાથે પ્રભુશ્રી તરત જ તે ભાઈ શ્રી પંડિતને ત્યાં ગયા. ત્યારે જ સૌને ખબર પડી કે આ ભાગ્યવંત ભવ્યના ઉદ્ધાર માટે જ આ મહાપુરુષ એકાએક અહીં આવી પહોંચ્યા છે.” ભક્તને આવ્યો પ્રેમ તો મારે શો નેમ શ્રી પંડિતની પથારી પાસે પ્રભુશ્રી આવ્યા ત્યારે તે તાવને કારણે કંઈક અસ્વસ્થ હતા. પરંતુ શ્રી શારદાબહેને કહ્યું, ભાઈ, અગાસ આશ્રમમાંથી પ્રભુશ્રી આવ્યા છે. તે સાંભળી તે ભાઈ તો ઘણા જ આનંદમાં આવી ગયા અને પ્રભુશ્રી પ્રત્યે અત્યંત આભારની લાગણી દર્શાવતા હાથ જોડી નમન કર્યું. T Page #145 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ ૧૪૧ પછી પ્રભુશ્રીએ એકધારો અદ્ભુત બોધ વરસાવ્યો. શ્રેણિક રાજાના પૂર્વ ભવનું દ્રષ્ટાંત કહ્યું. પછી કહ્યું : શ્રેણિક રાજાએ ભીલના ભાવમાં માત્ર કાગડાનું માંસ જ્ઞાની મુનિ સમક્ષ ત્યાખ્યું હતું. તેથી તે ત્યાંથી ભરી દેવ થઈ શ્રેણિક થયા અને અનંત સંસાર ટાળી એક ભવમાં મોક્ષે જશે. જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધવાનું આવું અચિંત્ય માહાસ્ય સાંભળી શ્રી પંડિતને ઘણો ઉલ્લાસ આવ્યો અને પોતાના આત્મહિતની ભાવના જાગી. એટલે પ્રભુશ્રીએ તેમને સાતે ય વ્યસનનો ત્યાગ કરાવ્યો તથા મંત્રસ્મરણ આપી દેહ અને આત્માના ભિન્નપણા વિષે બોધ આપ્યો. તેથી તે ઘણા જ ઉલ્લાસમાં આવી ગયા. એમ એકધારો સતત બોધ વરસાવી, અપૂર્વ જાગૃતિ આપી, સમાધિમરણની સન્મુખ કરી, અપૂર્વ આત્મહિતમાં પ્રેરી પ્રભુશ્રી પાછા ફર્યા. અને કેટલાક મુમુક્ષુઓને તેમની પાસે આત્મસિદ્ધિ આદિનો સ્વાધ્યાય કરવા ત્યાં રાખ્યા. તેમણે જ્ઞાનીપુરુષના વચન તેમના કાનમાં સતત રેડ્યા જ કર્યા.” પ્રભુશ્રીજીના બોઘથી રોગ, મરણ તો શરીરને છે હું તો શુદ્ધ આત્મા છું “તેથી તે ભાઈ વ્યાધિ કે મરણના દુઃખને ભૂલી જઈ તે બોધવચનમાં જ તલ્લીન થતા ગયા અને રોગ, મરણાદિ તો શરીરમાં જ છે, હું તો તેનાથી ભિન્ન “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ” એમ આત્મસિદ્ધિની ગાથાઓમાં જણાવ્યો તેવો છું, એમ માની આત્મભાવનામાં લીન થવા લાગ્યા. એવી ઉત્તમ ભાવનામાં તે રાત્રે તેમનો દેહ છૂટી ગયો અને તે અપૂર્વ હિત સાધી ગયા.” (ઉ.પૃ.[૭૪]) શ્રી માણેકજી શેઠના સમાધિમરણ અર્થે અંતિમ શિખામણરૂપા પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ અભુત બોઘ સં. ૧૯૮૬ ના પોષ સુદ ૧૫ના રોજ શ્રી માણેકજી શેઠ આશ્રમમાં આવ્યા હતા, તે જ્યારે ઇન્દોર જતી વખતે પ્રભુશ્રી પાસે દર્શનાર્થે ગયા અને જણાવ્યું કે હું ઇન્દોર જાઉં છું ત્યારે તેમના પૂર્વના કોઈ મહદ્ પુણ્યયોગે પ્રભુશ્રીએ તેમને અપૂર્વ બોધ કર્યો. તે પણ બોધમાં એવા તલ્લીન થઈ ગયા કે ગાડીનો ટાઈમ પણ ભૂલી ગયા. પછી પ્રભુશ્રીએ કહ્યું કે ગાડી તો ગઈ! ત્યારે તેમનાથી Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમાધિમરણ સ્વાભાવિક બોલાઈ જવાયું કે એ ગાડી ગઈ તે તો પાછી આવશે, પરંતુ આ ગાડી (શરીર) તે કંઈ પાછી આવવાની છે? ત્યાર પછી જેમ કોઈ છેલ્લી શિખામણ દેવાતી હોય તેવો અદ્ભુત બોધ થયો અને બીજા ટાઈમમાં તે ઇન્દોર ગયા. માહ વદમાં તેમની તબિયત નરમ થઈ. એક મુમુક્ષુ તેમની પાસે ગયેલા તેમને તેમણે કહ્યું કે મારી આ વર્ષમાં ઘાત છે તેથી દેહનો ભરૂસો નથી. માટે તારે અહીં રહેવું અને મને નિરંતર મંત્રનું સ્મરણ આપ્યા કરવું. મને ભાન ન હોય તો પણ તારે મારી પાસે બેસીને સ્મરણ બોલ્યા જ કરવું. બીજા કોઈ કામમાં તારે ન જવું, પણ સ્મરણનો જાપ કર્યા જ કરવો. માહ વદ સાતમના દિવસે સગાંસ્નેહીઓ તથા ગામપરગામના મુમુક્ષુઓને બોલાવીને ક્ષમાયાચના કરી લીધી. માહ વદ આઠમના રોજ તેમની તબિયત વધારે બગડી. બપોરે બાર વાગ્યા પછી તેમણે હાથે લખીને આશ્રમ પર એક તાર મૂક્યો. તેમાં પોતે જણાવ્યું કે આ મારી છેલ્લી પ્રાર્થના છે : આપશ્રીની આશિષ અને શરણું મને અખંડ રહો.” આત્માને મરણ છે જ નહીં, મંત્રમાં ધ્યાન રાખો “આશ્રમમાં તાર મળતાં પ્રભુશ્રીજીએ તારથી જવાબ આપ્યો કે આત્માને મરણ છે જ નહીં, મંત્રમાં બધું સમાય છે એટલે મંત્રનું ધ્યાન રાખશો. અને બ્રહ્મચારીજી આવે છે. તાર પહોંચ્યો અને પોતે વાંચ્યો. તેથી વિશેષ જાગૃતિ આવી, ઉલ્લાસભાવ વધી ગયો. નિરંતર તેમની પાસે મંત્રનો જાપ કરવા રહેલા મુમુક્ષુભાઈએ મંત્રની ધૂન અખંડ જગાવી અને શ્રી માણેકજી શેઠનો પવિત્રાત્મા પરમ જાગૃતિપૂર્વક તેમાં જ એકાગ્ર થઈ સમાધિભાવ સન્મુખ થઈ રાત્રિના ૧૧ વાગે પોતાનું અપૂર્વ હિત કરી દેહત્યાગ કરી ચાલ્યો ગયો. પૂનામાં પ્રભુશ્રીજી શ્રી માણેકજી શેઠને ત્યાં જ ચોમાસું રહ્યાં હતા. ત્યારથી તેમને સધર્મનો રંગ ચડાવ્યો હતો. તે દિનપ્રતિદિન વધતો ગયો હતો. તન, મન, ધન સર્વસ્વથી તેમણે સંતની સેવા કરવામાં ખામી રાખી ન હતી. તેમની સરળતા, સદ્ગુરુ પરમકૃપાળુ- ની આજ્ઞામાં એકનિષ્ઠતા, ઉદારતા, લઘુતા, અનુકંપા, વાત્સલ્યતા અને આશ્રમની ઉન્નતિ માટે સર્વસ્વ અર્પવાની તત્પરતા આદિ તેમના ગુણો પ્રશંસનીય છે.” (ઉ.y[૭૦]) Page #147 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ પ.પૂ.પ્રભુશ્રીજીની હાજરીમાં શ્રી રાવજીભાઈ કોઠારીનું અગાસ આશ્રમમાં થયેલ સમાધિમરણ ૧૪૩ 66 સં. ૧૯૮૭ના માગશર વદ ૦)) ના રોજ સાંજના ચાર વાગે આશ્રમમાં શ્રી ૨વજીભાઈ કોઠારીનું સમાધિમરણ થયું તે આશ્રમમાં કોઈ અપૂર્વ બનાવ બન્યો હતો. એવો જોગ કોઈક વિરલા જીવને મળે. જે જીવનાં મહા પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તેને આવી સરખાઈ સર્વ રીતે આવી મળે. નિવૃત્તિક્ષેત્ર અને તેઓશ્રીની આત્મજાગૃતિ અને આશ્રમવાસી મુમુક્ષુ ભાઈઓ-બહેનોનો તે મુમુક્ષુજીવ પ્રત્યે ભક્તિભાવ એ સર્વ સરખી જોગવાઈ હતી. મરણના ત્રણ ચાર દિવસ પહેલાં તેમની પાસે ‘ક્ષમાપના’ પ્રાર્થના અને પ્રતિક્રમણ વગેરે પાપની માફી માગવા માટે દીનત્વના ‘વીસ દોહા’ તથા આત્મજાગૃતિ માટે ‘આત્મસિદ્ધિ’, ‘અપૂર્વ અવસર’ વગેરેનો નિરંતર સ્વાધ્યાય થતો હતો. બાકીના કાળમાં પત્રનું વાંચન તથા સ્મરણનો જાપ રાતદિવસ અખંડ થયા કરતો. ઠેઠ સુધી જાગૃતિ સારી હતી. પરમ પૂજ્ય પ્રભુશ્રીજીનો સમાગમ પણ દિવસમાં બેત્રણ વખત વારંવાર થયા કરતો હતો.’’ વેદની સાથે લડાઈ, એક બાજુ વેદનીનું જોર અને બીજી બાજુ ઉપયોગની ધારા “જ્યારે જ્યારે પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ત્યાં પધારે ત્યારે ત્યારે તેમનો આત્મા બહુ ઉલ્લાસમાં આવતો અને કહેતા કે ‘વેદનીની સાથે મેં લડાઈ માંડી છે. એક બાજુ વેદનીનું જોર અને બીજી બાજુ ઉપયોગની ધારા. તે આવી વેદનીમાં પણ ઉપયોગની ધારા ન ચૂકવા દેવી તેને માટે શ્રી ગજસુકુમાર આદિ મહાપુરુષોના ચરણનું અવલંબન લઉં છું.’ જે દિવસે દેહત્યાગ થવાનો હતો તે દિવસે સાંજના ત્રણ વાગ્યાના સુમારે પૂ. મુનિદેવ શ્રી મોહનલાલજીનું જવું થયું. તે વખતે તેમની આંખ મીંચાયેલી હતી. થોડી વારે આંખ ઉઘાડી કે બેઠા થઈ દર્શન કર્યાં. સામે તાકામાં પરમકૃપાળુ દેવનું ચિત્રપટ હતું તેના ઉપરનો પડદો કાઢી નખાવ્યો અને પરમ કૃપાળુદેવને નમસ્કાર કર્યા.” એક પરમકૃપાળુદેવની જ શ્રદ્ધા અને શરણથી કલ્યાણ “પછી પૂ.મુનિદેવશ્રીએ જણાવ્યું કે એક આ જ પુરુષનું શરણું સાચું ગ્રહણ કરી રાખવા યોગ્ય છે. તે પુરુષના પ્રત્યે જ સાચી શ્રદ્ધા રહ્યે આ જીવનું કલ્યાણ છે, એમ જણાવી સંથારા સંબંધી ગાથાઓ બોલી ચાર શરણાં આપ્યાં. પછી પૂ.શ્રી સોભાગભાઈ ઉપર પરમ કૃપાળુદેવે લખેલા આખર વખતના પત્રનું વાંચન કર્યું. તે વખતે તેઓની બરોબર જાગૃતિ હતી. મરણ સંબંધી કાંઈ ચિહ્ન બહાર આવ્યું નહીં. તે પત્રમાં તેમણે બરોબર ઉપયોગ રાખ્યો હતો. તે પત્ર (કીચસૌ કનક જાકે, નીચસૌ નરેશપદ) પૂર્ણ થતામાં ભાવદયાસાગર પરમ પૂજ્ય પ્રભુશ્રી પધાર્યા. તેથી તેમનો આત્મા એકદમ ઉલ્લાસમાં આવ્યો અને પરમ કૃપાળુદેવની સામે આંગળી કરી તથા પરમ પૂજ્ય પ્રભુશ્રીજીની સામે આંગળી કરી નિશાનીથી જણાવ્યું કે આપે જણાવ્યા પ્રમાણે મારો લક્ષ છે, એ સિવાય બીજું મારે કંઈ નથી.” Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમાધિમરણ મારા હૃદયમાં એક પરમકૃપાળુદેવ જ છે “એટલે મારા હૃદયમાં ધ્યાન એક કૃપાળુદેવનું છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીએ જણાવ્યું કે તે જ રાખવા યોગ્ય છે. પછી અધૂરો પત્ર પૂરો વંચાઈ રહ્યા પછી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ સમાધિશતક'ની ગાથા ઉપરથી અંત વખતને યોગ્ય દેહ અને આત્માના ભિન્નપણા વિષે તથા સહનશીલતા રાખી હિમ્મત નહીં હારવા વિષે પુરુષાર્થ અને ધીરજ પ્રેરક અપૂર્વ બોધ વરસાવ્યો. આમ આત્માને અપૂર્વ જાગૃતિ આપીને ઊઠ્યા એટલે શ્રી રવજીભાઈએ તેમના ધર્મપત્નીને જણાવ્યું કે કાંઈ અજબગજબ થયું છે! એટલે છેલ્લે બોલી પાંચ મિનિટની અંદર દેહનો ત્યાગ કર્યો. આવું એ સમાધિમરણ જે થયું તે મહત્પષ્યનો ઉદય સમજવો. તેના દેખનારનું તથા તે સમાગમમાં રહેનાર જીવોનું પણ મહા ભાગ્ય ગણાય. તેમના સમાધિમરણની છાપ આશ્રમવાસી સર્વ મુમુક્ષુ ભાઈબહેનોને કાંઈ અપૂર્વ પડી હતી. અને સર્વ જણાવતાં હતાં કે આવો અપૂર્વ દેખાવ તો અમે પહેલવહેલો જ જોયો. અહીં વિશેષ શું લખાય? આ સમાધિમરણ સંબંધી જેના હૃદયમાં આ દેખાવની છાપ પડી હતી તે તાદ્રશ છાપ દીર્ઘકાળ સુધી રહે તેમ છે. આ સંબંધી અત્રે જે કંઈ લખાણ થયું છે તે યત્કિંચિત લખાયું છે. કારણ કે તે અપૂર્વ ભાવો લખાણમાં આવી શકે નહીં. મૂંગાએ ખાધેલા ગોળની પેઠે તે વેદન સમીપવાસી ભાગ્યવંત જીવોને થયું હતું. અને તેમના હૃદયમાં અપૂર્વ ભાવે તે રહ્યું હતું. (ઉ.પૃ.૭૧]) Page #149 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ ૧૪૫ પ.પૂ.પ્રભુશ્રીજીએ મુનિશ્રી મોહનલાલજી મહારાજનું કરાવેલ સમાધિમરણ અને તેમની અંતર આત્મદશાનું કરેલ આલેખન ‘સં. ૧૯૮૮ના ભાદ્રપદ માસમાં મુનિદેવ શ્રી મોહનલાલજીને મરણાંત વ્યાધિનો ઉદય આવ્યો. પ.પૂ.પ્રભુશ્રી વખતોવખત તેમની પાસે જતા અને અપૂર્વ જાગૃતિ આવે તેવો બોધ વરસાવતા. તેમને વેદની અત્યંત હતી છતાં બોધના અંતરપરિણમનથી અંતરમાં શાંતિનું વેદન હતું.” મુનિશ્રીની દશા ઓર થઈ, દેહ ટકે તો ઘણાને અદ્ભુત લાભ થાય “પ.પૂ.પ્રભુશ્રીએ એક દિવસ તેમને જાગૃતિ આપીને બહાર આવી કહ્યું કે આજે મુનિની અંતરદશા કોઈ ઓર થઈ છે. હવે જો તેમનું જીવન ટકે તો ઘણા જીવોને તેમનાથી અદ્ભુત લાભ થાય તેમ થયું છે. ત્યાર પછી આઠ દિવસે એટલે ભાદ્રપદ સુદ ૬ના રોજ તેઓશ્રી સમાધિસ્થ થયા.” “મુનિદેવ શ્રી મોહનલાલજીની સરળતા સહિત પ્રજ્ઞા પ્રશસ્ય હતી. મુમુક્ષુઓને આત્મશ્રેય સન્મુખ કરવા તેમણે લખેલા પત્રોમાંથી નીચેનો એક પત્ર પ્રભુશ્રીએ કેટલાક મુમુક્ષુઓને મુખપાઠે કરી વિચારવા ભલામણ કરી હતી.’’ (ઉ.પૃ.[૭૨]) તે પત્ર આ પ્રમાણે છે :— Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમાધિમરણ ચારગતિમાં અનંત દુઃખ ભોગવવાનું મૂળ કારણ દેહમાં આત્મબુદ્ધિ “પવિત્ર આત્મા ભાઈશ્રી.... અનંત કાળથી આ આત્મા ચાર ગતિને વિષે પરિભ્રમણ કર્યા કરે છે. તેમાં મુખ્યપણે અશાતા આ જીવે ભોગવી છે. તે ભોગવતાં દેહાત્મબુદ્ધિનાં કારણથી તેને વિશેષ ક્લેશ થયા કરે છે, અથવા તે દુઃખ પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થયા કરે છે. અને જે અશાતા અત્યારે ભોગવે છે તેથી અનંતગણી નવીન અશાતા ઉત્પન્ન કરે એવા પરિણામ આ જીવ અજ્ઞાનપણે કર્યા કરે છે. અનંતકાળથી મહા મોહનીય કર્મના ઉદયથી સુખશાતાનો આ જીવ ભિખારી છે. એ ઇચ્છે છે સુખશાતા અને પરિણામ માઠાં કરે છે. એટલે પાંચ ઇન્દ્રિયના વિષયને વિષે આસક્ત બુદ્ધિ, ધનાદિને વિષે લોભ અને મમત્વબુદ્ધિ કરી અનંત અનંત એવી આ જીવ માઠી કર્મવર્ગણાઓ ઉત્પન્ન કરે છે. પણ કોઈ વખતે એને સાચા સદ્ગુરુનો સંયોગ થયો નથી. અથવા થયો હશે તો તેની રૂડા પ્રકારે નિઃશંકતાથી આજ્ઞા આરાધી નથી. જો આરાધી હોત તો આવી અશાતાનું કારણ થાત નહીં.” વેદનાને સમતાએ ભોગવી એક “સહજાત્માસ્વરૂપ પરમગુરુ'નું જ ધ્યાન કરવા યોગ્ય “હજુ પણ જો આ જીવ સમજે અને ઉદય આવેલા કર્મને વિષે સમભાવ રાખી નિરંતર સપુરુષનું આપેલું સ્મરણ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ’નું ઉત્કૃષ્ટા પ્રેમે જો ધ્યાન કરે અથવા સ્મરણ કરે તો તેને સર્વકર્મનો અભાવ થઈ પરમ શાંત થવાનો વખત છે. આ જીવને જે જે કર્મો બંધાય છે તે પોતાના પરિણામનું ફળ છે. પૂર્વે જે જે નિમિત્ત પામી જેવાં જેવાં પરિણામ કર્યા છે તે પરિણામનું ફળ કાળ પામી ઉદયમાં આવે છે. તે પોતાના કરેલાં કર્મ જાણી વિચારવાનું કે મુમુક્ષુ જીવ ઉદય આવેલા કર્મોમાં સમતા રાખે છે. અને તે સમતા એ જ પરમ શાંતિનું કારણ છે અથવા સર્વ કર્મના નાશનું કારણ છે. માટે હવે ટૂંકામાં વાળીએ કારણ કે આપ વિચારવાન છો એટલે આપના માટે વિશેષ લખવાનું હોય નહીં.” જગતમાં સૌ સ્વાર્થના સંબંધ છે માટે આત્મભાવના ભાવવી જેમ બને તેમ અશરીરપણે આત્મભાવના ભાવી, ઉદય આવેલી દુઃખસ્થિતિ ભોગવી, શરીરનું ભાન ભૂલી જઈ, જગત છે જ નહીં એવું દ્રઢત્વ કરી, સગાં, કુટુંબી, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થી સંબંધ છે એવો નિશ્ચય કરી આખું જગત સ્ત્રીરૂપે, પુત્રરૂપે કે ભાઈરૂપે અનંતવાર થઈ ચૂક્યું છે; કોના ઉપર સ્ત્રીભાવ, પુત્રભાવ કે ભાઈભાવ કરું? એવું વિશેષ વિશેષ દ્રઢત્વ કરીને સર્વ જીવો પ્રત્યે સમયે સમયે વૃત્તિ એ જ ઉપયોગમાં રાખી, પ્રભુ-સહજાત્મસ્વરૂપ પ્રભુનું ધ્યાન અહોરાત ધ્યાવન કરો તો તમારું આત્મહિત થશે અને સર્વ કર્મનો ઉપશમ થઈ અથવા ક્ષય થઈ પરમ શાંતિને અનુભવશો. મને એમ સમજાય છે અને સર્વ જ્ઞાની, સદગુરુ આદિકને પણ એમ ભાસ્યું છે. અને તેથી આ અપાર સંસારથી રહિત થયા છે, થાય છે અને થશે.” Page #151 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ ૧૪૭ વ્યવહારમાં સર્વ મોહભાવને મૂકી દઈ એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના જ ધ્યાનમાં રહેવું “સર્વ જ્ઞાનીપુરુષો આ જ રસ્તે તર્યા છે. અને આપણે તે જ રસ્તે તરવાનું છે. જેને પવિત્ર જ્ઞાની પુરુષનું દર્શન થયું હોય અથવા તો તેમનો બોધ થયો હોય તે જીવોએ તો સર્વ મોહભાવનો અભાવ કરી સર્વ સંયોગી ભાવમાં ઉદાસીન થઈ, જાણે જગત છે જ નહીં એવા ભાવથી વર્તવું જોઈએ. કોઈ વ્યાવહારિક પ્રસંગમાં બોલવું પડે તો સર્વના મનનું એક જ વખત સમાધાન કરી નાખી આપણે આપણા મૂળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ધ્યાનમાં પડી જવું. અને સર્વ જગત સ્વપ્નવત્ છે એમ માનવું અને જોયા કરવું. આવા દેહો પૂર્વે અનંતવાર ધારણ કર્યા છે. તે વખતે ભ્રાન્તિપણે પરને પોતાનું માની, સંયોગ ભાવમાં તન્મય થઈ, મેં અનંત સંસાર ઉત્પન્ન કર્યો છે એમ જાણી, સર્વ અન્ય ભાવથી રહિત આત્મસ્વરૂપ છે, એમ ચિંતવન કરવું. આત્મા અસંગ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સર્વ અન્ય ભાવનો જ્ઞાતાદ્રષ્ટા-સાક્ષી છે. કોઈ કાળે પર દ્રવ્ય પોતાનાં થયાં નથી. ભ્રાન્તિપણે મેં પોતાના માન્યાં હતાં. હવે સદ્ગુરુના આશ્રયે પર તે પર અને મારું સ્વરૂપ સર્વ પર દ્રવ્યથી જુદું એવું અનંતજ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અને અનંત વીર્ય સ્વરૂપ છે એમ અનંત ચતુટ્ય શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન અખંડ રાખવું. પરવૃત્તિમાં પડવું નહિ, કે અન્ય સંકલ્પ-વિકલ્પ કરવા નહીં. અને સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત જ તેને શમાવી દેવા. અને ઉપર જણાવેલા સહજાત્મસ્વરૂપના ધ્યાનમાં પડી જવું.” સ્ત્રીપુત્રમાં તીવ્ર રાગ કરી અનંત સંસાર વધાર્યો માટે હવે તે મોહ મૂકવો “સંસાર ભ્રાન્તિસ્વરૂપ છે. ઝાંઝવાના નીરની પેઠે દેખાવ માત્ર છે. આ જીવે અનંત અનંત ભવો, ચાર ગતિ અને ચોરાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કર્યા કર્યું છે. તે જે જે દેહ ધારણ કર્યા તે સર્વ દેહમાં એણે તદાકાર થઈ અને પોતાપણું માની તીવ્ર રાગ કર્યો છે. પરંતુ તે દેહો કોઈ પોતાના થયા નથી. તેમ આ દેહ પણ પોતાનો છે જ નહીં. અનાદિકાળનો આ જીવ કર્મવશાત્ એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને પોતાના કરેલાં કર્મનું ફળ પોતે એકલો ભોગવવાનો છે. છતાં અન્ય સંયોગોમાં એટલે સ્ત્રી પુત્રાદિકમાં પોતાપણું માની તીવ્ર રાગ કરી અનંત સંસાર ઉત્પન્ન કર્યો છે, અને ભવિષ્યમાં ભોગવવાં પડે એવાં માઠા કર્મો તે નિમિત્તે ઉત્પન્ન કર્યા છે. હવે આ દેહ વડે કરીને નિરંતર આત્મભાવના ભાવવી. અનિત્યાદિક બાર ભાવનાઓનું ચિંતવન વિશેષ રાખવું. જો પોતાથી વાંચી શકાય તો ઠીક, નહીં તો બીજા પાસે તેવું પુસ્તક વંચાવવું કે જેની અંદર બાર ભાવનાનું સ્વરૂપ હોય. છતાં કોઈ વાંચનારનો જોગ ન મળે અને પોતાથી પણ વંચાય તેવું ન હોય તો બીજા કશાયમાં વૃત્તિ ન મૂતાં મંત્રનો જાપ અહોનિશ કર્યા કરવો. અને વૃત્તિને મંત્રમાં-જાપમાં ઠરાવી, સર્વે વાત ભૂલી જઈ સર્વે સ્વપ્નવત જાણી તે મંત્રમાં જ નિરંતર રહેવું. સર્વ જીવો બોધ બીજને પામે એ જ આશિષ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (ઉ.પૃ.૭૨]) Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમાધિમરણ વિષયથી અંધ બની આ જીવ ચોરાશી લાખ જીવયોનિમાં ફર્યા જ કરે છે "आपदां प्रथितः पंथा इंद्रियाणामसंयमः । तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम" ॥ અર્થ :-ઇંદ્રિયોને સંયમમાં ન રાખવી, તે જ દુઃખનો પ્રસિદ્ધ માર્ગ છે. અને તેનો જય કરવો તે જ સુખનો સાચો માર્ગ છે. તારી જે ઇચ્છા હોય તેમ કર. એક આંગળાનું દ્રષ્ટાંત- એક આંધળો હતો. તે એક નગરમાં આવ્યો. ત્યાં ઘણી અડચણો પડવાથી તે મૂંઝાયો, તેથી નગર બહાર જવાનો તેણે વિચાર કર્યો. સૌ કોઈ તેને ધક્કા મારે પણ કોઈ રસ્તો બતાવે નહિ. તેમાં એક દયાળુ માણસ મળ્યો, તેણે કિલ્લો બતાવીને કહ્યું કે, આ નગરની બહાર નીકળવાનો એક જ દરવાજો છે, માટે આ કિલ્લાને હાથ લગાડી ચાલ્યો જા, એટલે દરવાજો આવશે.” | | | | | | | | | | | - IS 1-1 - આંધળાએ તે પ્રમાણે ચાલવા માંડ્યું. રસ્તામાં ગંદા નાળાં આવે, ખાડાટેકરા આવે, ત્યાં પડી જાય, પણ પાછો જલદી ઊઠી દીવાલે હાથ લગાડી ચાલવા માંડે. એમ ચાલતાં ચાલતાં દરવાજો સમીપ આવ્યો પણ કર્મસંયોગે માથામાં ખૂજલી થવાથી બહુ ચેળ આવી. તેથી તે બેય હાથે ખંજવાળવા લાગ્યો અને ચાલતો રહ્યો. તેથી તે દરવાજો જતો રહ્યો, પછી દીવાલે પાછો હાથ મૂક્યો. આમ આખું નગર ફર્યો પણ તે દરવાજામાંથી બહાર નીકળી શક્યો નહીં. Page #153 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ ૧૪૯ આ પ્રમાણે અજ્ઞાની જીવ આ સંસારરૂપી નગરમાં આંધળો થઈને ફરે છે. તેને આ જન્મમરણના ફેરામાંથી બચવા માટે માત્ર એક આ મનુષ્ય દેહ જ છે. પણ આ લક્ષચોરાશીમાંથી ફરતો ફરતો જ્યારે આ મનુષ્ય દેહરૂપ દરવાજા પાસે આવે છે ત્યારે વિષયભોગરૂપી ખૂજલી તેને સતાવે છે; આથી તેને મળેલો દુર્લભ મનુષ્યજન્મ પણ નિરર્થક ચાલ્યો જાય છે. અને પાછો ચોરાશી લાખ જીવાયોનિમાં મોહવશ ફર્યા કરે છે. પણ હવે વૈરાગ્યની માતા સમાન એવી બારભાવનાઓનું ચિંતન કર્યા કરે અને મંત્રનો જાપ રાતદિવસ રાખે તો જરૂર આ જીવની વિષયવૃત્તિ છૂટી જઈ સમાધિમરણ થાય.” (સુબોધ કથાસાગરમાંથી) પ.પૂ.પ્રભુશ્રીજીએ ઘોડનદી નામના ગામમાં એક સાથ્વીને અપૂર્વ આત્મબોઘ આપી કરાવેલ સમાધિમરણ “ચોમાસું પૂરું કરી શ્રી લલ્લુજી દક્ષિણમાં વિચરતા વિચરતા ઘોરનદી નામના ગામમાં થોડો કાળ રહ્યા હતા. તે જ ગામની એક બાઈ અને તેની દીકરીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી. તે બીજી આર્જાઓ સાથે ચોમાસામાં ત્યાં રહેલી. પણ તે બાઈની માંદગી બહુ હોવાથી ચોમાસા પછી પણ ત્યાં રોકાવું થયેલું. તેમના સંઘાડાના સાધુઓને તે આર્જાઓએ પત્ર લખી જણાવેલું કે એક આર્જા માંદી છે તેને સંથારો (મરણ પહેલાંનું તપ) કરાવવા માટે શું કરવું? તે સાધુઓએ શ્રી લલ્લુજી ઘોડનદીમાં ગયા છે એમ સાંભળેલું અને ખંભાતના સંઘાડા પ્રત્યે તેમને માન હોવાથી તેમણે આર્યાને જણાવ્યું કે શ્રી લલ્લુજીની આજ્ઞા પ્રમાણે વર્તજો. આર્જાઓને સમાચાર મળ્યા તે જ રાત્રે તે બાઈને મંદવાડ વધી જવાથી બેશુદ્ધ થઈ ગઈ. તેથી હવે દેહ છૂટી જશે એમ જાણી ગોરાણીએ (મોટાં સાધ્વીએ) તેને જીવતા સુધી ચારે પ્રકારના આહારના ત્યાગના પચખાણ આપી સૂત્રપાઠ ભણી સંથારો કરાવ્યો. કારણ કે એ સંપ્રદાયમાં કોઈ સંથારા સિવાય મરી જાય તો તેની અને ઉપર સંભાળ રાખનારની અપકીર્તિ થતી.” ચાર પ્રકારના આહારનો ત્યાગ કાવ્યો પણ સાધ્વીએ પાણી માગ્યું જેમ જેમ રાત વીતતી ગઈ અને પ્રભાત થવા આવ્યું તેમ તેમ બાઈ શુદ્ધિમાં આવતી ગઈ અને સવારે પાણી પીવા માગ્યું. ગોરાણી તો ગભરાઈ—ચારે પ્રકારના આહારનાં પચખાણ આપ્યાં છે અને પાણી માગે છે તે કેમ અપાય? ગભરાતી ગભરાતી ગોરાણી શ્રી લલ્લુજી ઊતર્યા હતા ત્યાં ગઈ અને બધી વાત તેમને જણાવી; તેમના સાધુઓને સમાચાર પણ જણાવ્યા. “પણ રાત્રે પૂછવા અવાય નહીં અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચખાણ આપી દીધા છે. હવે કેમ કરવું? સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે. કૃપા કરીને કોઈ રસ્તો બતાવો.” એવી વિનંતી ગોરાણીએ કરી. તેને શાંત કરીને પાછી મોકલી અને પોતે આર્યાઓના ઉપાશ્રયે પધાર્યા. સર્વેએ વિનય સાચવ્યો. પછી શ્રી લલ્લુજી તે માંદી બાઈને જોઈને બોલ્યા, “બાઈ, કંઈ ગભરાવવાનું કારણ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમાધિમરણ નથી. ખુશીથી જે આહારપાણીની જરૂર પડે તે વાપરજે.” તે બાઈ બોલી, “ના, મહારાજ, મને પચખાણ કરાવ્યાં છે એમ કહે છે; પણ પાણી વિના મારે નહીં ચાલે એમ લાગે છે.” પોતે માગ્યા વગરના પચખાણ તે દુપચખાણ છે “શ્રી લલ્લુજીએ હિમ્મત આપતાં કહ્યું, “જો, બાઈ, તારી માગણી સિવાય જે પચખાણ આપ્યાં છે તે દુપચખાણ છે; સુપચખાણ નથી. એ પચખાણ તોડવાથી તને જે પાપ લાગે એમ લાગતું હોય તે હું મારે માથે વહોરી લઉં છું. તારી મરજીમાં આવે તેવાં શુદ્ધ આહાર-પાણી વાપરવામાં હવે હરકત માનીશ નહીં.” બધાં સાંભળનારાને બહુ નવાઈ લાગી. પણ તે માંદી બાઈએ કહ્યું : “મારે પાણી સિવાય ત્રણે પ્રકારના આહારનો ત્યાગ કરવો છે. મારું મરણ સુધારવા કૃપા કરજો.” તે બાઈની સમાધિ-મરણની ભાવના તેમજ વિનંતિને લઈને શ્રી લલ્લુજી રોજ તેમને ઉપાશ્રય જતા અને તેને સમજાય તેવાં સપુરુષોના વચનોનું વિવેચન કરતા, ઉપદેશ આપતા. તેમના વચનો બીજાં સાંભળનારને બહુ ભારે લાગતાં પણ મહાપુરુષના યોગબળ આગળ કોઈ કંઈ બોલી શકતું નહીં. આ પ્રસંગનું વર્ણન પોણે ઘણી વખત શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગ્યવાહક વાણીમાં કહેતા.” Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ ૧૫૧ તું દેહ, સ્ત્રી, સાધ્વી, ચેલી નથી; તું તો શુદ્ધ ચૈતન્યમય આત્મા છું તે બાઈને તે ઉપદેશતા કે “આત્મા ભિન્ન છે; દેહ ભિન્ન છે; તું આ દેહ નથી, તું આ રોગરૂપ નથી, તે વૃદ્ધ નથી, યુવાન નથી, બાળ નથી, તું સ્ત્રી નથી, સાધ્વી નથી, ગોરાણી નથી, ચેલી નથી; તું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યમય આત્મા છે. તારા આ કપડાં નથી, તારાં આ પુસ્તક નથી, તારાં ઉપકરણ નથી, તારી પાટ નથી, તારી દીકરી નથી, તારી ગોરાણી નથી, તારો આ દેહ પણ નથી, સર્વને વોસરાવી છે. જ્યાં જ્યાં આ જીવ બંધાયો છે ત્યાં ત્યાંથી વિચાર, વૈરાગ્ય વડે છૂટવાનું છે; ત્રણે લોકમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ, પ્રીતિ કરવા યોગ્ય નથી. નિરંતર ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છે. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં, પાણી પીતાં, બોલતાં, સૂતાં, જાગતાં સર્વ અવસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ ઠામ જોવા પુરુષાર્થ કરવો. આત્મા સિવાય હલાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, વિચારાય નહીં, સુખદુઃખ જણાય નહીં; આત્માની હાજરીમાં બધું ખબર પડે છે. તો આત્મા સિવાય બીજામાં લક્ષ રાખવો નહીં, કોઈમાં મમતાભાવ કરવો નહીં; થયો હોય તો તજી દેવો. જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. કોઈ કોઈનું દુઃખ લઈ શકે તેમ નથી; કોઈ કોઈને સુખી પણ કરે તેમ નથી. તેમ પોતાના બાંધેલા કર્મ કોઈ ભોગવવાનું નથી. પોતાના કરેલાં જ કર્મનું ફળ પોતાને ભોગવવું પડે છે તો પછી તેમાં હર્ષશોક શો કરવો? સમભાવ, સહનશીલતા અને ધીરજ ધારણ કરીને જ્ઞાની પુરુષે જાણેલો આત્મા મારે માન્ય છે એવા શરણભાવથી ઉદય આવેલા કર્મ વેદી લેવાય તો નવાં કર્મ બંધાય નહીં, અને જૂના બાંધેલા કર્મ છુટતાં જાય છે. દેહને રાખવો હોય તોપણ આયુષ્ય પૂરું થયે રહે તેમ નથી તો પછી એવા નાશવંત દેહમાં મોહ રાખી આત્માનું અહિત કોણ કરે ?” એક આત્મા સિવાય મારું કાંઈ નથી, આટલી પકડ રાખીશ તો તારું કામ થઈ જશે “જેમ થાવું હોય તેમ થાજો; પણ હવે તો એક આત્મા સિવાય બીજે ચિત્ત દેવું નથી. બીજે બીજે ચિત્ત રાખીને અનંત કાળ આ જીવ સંસારમાં ભમ્યો. પણ હવે સત્પરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, આત્માનું માહાસ્ય સાંભળ્યું, “આત્મસિદ્ધિ’ સમજાવી તેમાં મારી રુચિ રહો; તે જ સ્વરૂપ મને પ્રાપ્ત હો, તેનું નિરંતર ભાન રહો એ જ ભાવના કર્તવ્ય છે. આટલી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે, સમાધિમરણ થશે.” Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સમાધિમરણ પ.પૂ.પ્રભુશ્રીજીના વિશ્વાસથી આત્મભાવ ટકી રહ્યો અને સમાધિમરણ સાધ્ય કર્યું “તે બાઈને પણ વિશ્વાસ બેઠેલો કે આ મહાત્મા પુરુષ કહે છે તે સાચું છે, તે જ કર્તવ્ય છે; તે કહે છે તે જ છૂટવાનો માર્ગ છે. અને તેમની ગેરહાજરીમાં પણ તેમણે ઉપદેશેલા બોધને તે વિચારતી, ભાવના કરતી અને વારંવાર કહેતી પણ ખરી કે “આ મારી પાટ નહીં, આ મારાં વસ્ત્ર નહીં; આ દેહ મારી નથી, મારું કંઈ થવાનું નથી. બધું પડ્યું રહેવાનું છે. જ્ઞાની પુરુષે જાણેલો અને અનુભવેલો આત્મા સત્ય છે, નિત્ય છે, સુખસ્વરૂપ છે; શરણ કરવા યોગ્ય છે.” આમ એકવીસ દિવસ સુધી પાણીના આધારે તેના પ્રાણ ટક્યા. દરરોજ શ્રી લલ્લુજીસ્વામી દર્શન-સમાગમનો લાભ આપતા, અને સઉપદેશથી ધીરજ, સહનશીલતા તથા આત્મભાવના પોષતા,-છપદનો પત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર આદિ તેને સંભળાવતા અને સત્પરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ ટકાવી રાખવા જણાવતા રહેતા. શાંતિ-સમાધિથી તેનું મરણ થયું હતું, તથા તેની ગતિ સુધરી ગઈ હતી; એમ પોતે ઘણી વખત જણાવેલું હતું.” (ઉ.પૃ[૩૨]) - શ્રી છોટાભાઈ ખંભાતવાળાના સમાધિમરણમાં નિમિત્તભૂત બનેલ પ.પૂ.પ્રભુશ્રીજી “પ્રભુશ્રીજી “બહુ પુણ્યકેરાની વાત કહેતા કે ખંભાતમાં એક છોટાભાઈ કરીને હતા, તે અંબાલાલભાઈની દુકાનમાં ભેગા હતા. અંબાલાલભાઈ તેમને કહેતા કે મુંબઈમાં એક મહાપુરુષ છે, ત્યાં હું જાઉં છું. તમે પણ તેમના કહ્યા પ્રમાણે કરો તો કલ્યાણ થાય તેવું છે. એમ વારંવાર ટોક ટોક કરતા, પણ પેલાને કંઈ ગરજ નહીં પણ મનમાં તો એને એમ રહેતું કે એ વારંવાર કહે-કહે કરે છે તો એક દિવસ જાઉં. એક વખતે પ્રભુશ્રીજી એમના ઘરે આવેલા. એને એમ થયું કે આ આપણા સ્થાનકવાસી સાધુ આવ્યા છે, તો પૂછું તો ખરો કે આ અંબાલાલ કહે છે તે સાચું છે કે કેમ? પછી પ્રભુશ્રીજીને પૂછ્યું કે મહારાજ, આ અંબાલાલ છે તે મને વારંવાર કહે છે કે મુંબઈમાં એક સપુરુષ છે, તેમના કહ્યા પ્રમાણે કરવાથી કલ્યાણ થાય એવું છે, એ ખરું છે?” પ.પૂ.પ્રભુશ્રીજીએ એમના કલ્યાણ માટે “બહુ પુચ કેરા'નું પદ આપ્યું પ્રભુશ્રીજીએ કહ્યું એ ખરું કહે છે. ભાઈ, આપણે ભૂલ્યા છીએ. તેણે કહ્યું, કેમ મહારાજ, તમે તો સાધુ છો ને, કેમ ભૂલ્યા કહેવાઓ? તમે તો પરમેષ્ઠી છો. પછી તેને પણ લાગ્યું કે આપણે ભૂલ્યા છીએ. તેથી પ્રભુશ્રીજીને કહ્યું કે, તો હવે શું કરવું? Page #157 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ ૧૫૩ પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને પહેલાં પૂછેલું કે કોઈને મોક્ષને માટે પૂછે તો મોક્ષમાળામાંથી બતાવું? કૃપાળુદેવે કહ્યું હતું કે મોક્ષમાળામાં મોક્ષનું જ કહેવું છે. પછી પ્રભુશ્રીજીએ એને “બહુ પુણ્ય કેરા પદ આપ્યું. તે રોજ બોલતો, અભ્યાસ કરતો. એટલો અભ્યાસ કર્યો કે ગમે તે વખતે બહુ પુણ્યકેરા’ પદ બોલતો જ હોય. એથી એને સમાધિ-મરણ કરવાના ભાવ થયા. વિચાર આવ્યો કે આપણે હવે મરણ સુધારવાનું છે, તો કોણ સુધારશે? અહીં આ અંબાલાલ વગેરે મુમુક્ષુઓ સત્સંગ કરે છે, તો તેમની પાસે સમાધિમરણ કરાવવાનું વચન માગી લઉં. પછી સવારમાં બધા સત્સંગી બેઠા હતા, ત્યાં તે ગયા અને બધાને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી બેઠા.” મને સમાધિમરણ કરાવશો? વચન માગ્યું અંબાલાલભાઈએ કહ્યું, છોટાલાલભાઈ આજે આમ કેમ કરો છો. તેમણે કહ્યું, મને પહેલાં વચન આપો તો હું કહું. હું અંબાલાલભાઈએ કહ્યું હતું, કહો. પછી તેમણે કહ્યું કે મને સમાધિમરણ કરાવશો? અંબાલાલભાઈએ કહ્યું કે અમારાથી બનશે તેટલું કરીશું. એમાં તો અમને તમને બધાને લાભ છે. ચાર-પાંચ દિવસમાં જ એને ! પ્લેગની ગાંઠ નીકળી. અંબાલાલભાઈ ત્યાં એમની પાસે જઈ બેસતા. રોજ ભક્તિ, સ્મરણ, વાંચન કરતા. અંબાલાલભાઈએ કહ્યું હા, કહો. આ / કહ્યું કે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમાધિમરણ ચાર જણ નક્કી કર્યા હતા. એક જણ ખાવા માટે જાય તો બીજો બેસે. બીજો જાય તો, ગમે તે એક ત્યાં બેઠો રહે; એમ નિરંતર રાતદિવસ પાસે બેસી રહેતા. ચાર-પાંચ દિવસમાં એનો દેહ છૂટી ગયો. સમાધિમરણ થયું. મહા-પુરુષનું એક વચન લઈને ઘસી નાખ્યું તો કામ થઈ ગયું. ચાર જણ જે સેવામાં હતા તે એમને બાળવા ગયા. તે ચારે જણને તે જ દિવસે ગાંઠ નીકળી તેથી દેહ તેઓનો પણ છૂટી ગયો.” આવું દેહનું ક્ષણભંગુરપણું અંબાલાલભાઈ પહેલાં પ્રભુશ્રીજીને કહી આવ્યા હતા કે તમે વટામણ જાઓ. કૃપાળુદેવે મને જે વાત તમને કહેવા કહ્યું છે, તે કહેવા માટે હું વટામણ એક બે દિવસમાં આવું છું. એટલામાં અંબાલાલભાઈના દેહ છૂટવાના ખબર મળ્યા, તેથી પ્રભુશ્રીજીને એમ થયું કે શું! મને કાલે તો કહેતા હતા કે હું આવું છું, તમે જાઓ, વાત મનાઈ નહીં.” (બો.૧ પૃ.૫૨૭) Page #159 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘સમાધિમરણ' માટે બોઘામૃત ભાગ-૧, ૨, ૩,માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૫૫ અનિશ્ચિત એવા આ દેહવડે શીઘ્ર આત્મહિત કરી લેવું “સંદેશરના એક મુમુક્ષુ હતા. તેમને બેચાર દિવસ ઉપર કોઈ દુશ્મને આશ્રમ અને સંદેશરની વચમાં માર મારી મારી નાખ્યા. આમ અચાનક મૃત્યુ ક્યારે આપણને ઉપાડી જશે? તે કહેવાય નહીં. કરોડો રૂપિયા ખર્ચતાં પણ મનુષ્યભવ ન મળે. તે આમ જોતજોતામાં ચાલ્યો જાય છે અને ધર્મનાં કરવાનાં કાર્યમાં વિઘ્ર આવી પડે છે. પણ અભાગિયો જીવ વિચારતો નથી કે જ્યાં સુધી શરીર સારું છે, યુવાવસ્થા છે, ઇંદ્રિયો હાનિ પામી નથી ત્યાં સુધી ધર્મ આરાધી શકાશે. પછી વૃદ્ધાવસ્થામાં અનેક રોગ, અશક્તિ, પરાધીનતાને વશ પડશે ત્યારે શું બનવાનું છે? કે મરણ પામી કાગડા કૂતરાના કે નરકના હલકા અવતારમાં જીવ શું કરી શકવાનો છે ? માથે મરણ છે, જોતાં ઝેર છે, પગ મૂકતાં પાપ છે એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરવાની પરમ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સમાધિમરણ કૃપાળુદેવની સ્મૃતિ ભૂલી જવા યોગ્ય નથી. જે જીવ પાપથી ડરતો નથી, જન્મજરામરણથી ત્રાસ પામતો નથી, તે જે જે ક્રિયા ધર્મને નામે કરે છે તે બધા ઢોંગ જ છે. સપુરુષ પાસે કોઈ ધર્મ પામવાની માગણી કરે અથવા તેની પાસે રહી પગમાં પડીને સેવા કરતો હોય અને તે જો સપુરુષે આજ્ઞા કરી હોય તેથી ઊલટું ચાલતો હોય તો તે જીવ મહાપુરુષના વચનરૂપ જીભ ઉપર પગ દઈ ચાલ્યો જાય છે એમ કહીએ તો ખોટું નથી. “આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ છે.” તેનું ઉલ્લંઘન કરે અને ગમે તેટલા મોંઢે કાલાવાલા કરે તે શા કામના ?” (બો.૩ પૃ.૫૭) વેદનાને દેહનો ઘર્મ જાણી સમતાએ ભોગવી સમાધિમરણ કરવું. સમયે સમયે જીવ મરી જ રહ્યો છે તો જીવની વૃત્તિ એ વચનોના આશયમાં જેટલી જાય તેટલી સમાધિમરણની જ તૈયારી છે. બાકી તો કંઈ ને કંઈ શાતા-અશાતા વેદતા જીવ આ લોકની અલ્પ પણ સુખેચ્છા રાખે છે ત્યાં સુધી આતંરીદ્રધ્યાનરૂપી દુર્ગાનની જ પરંપરા પોળે જાય છે. દેહને વેદનાની મૂર્તિ ગણી, વેદનાને દેહનો ધર્મ અને પૂર્વનાં કર્મનું ફળ જાણી સમતા ભાવે ખમી ખૂંદવાનો જેટલો અભ્યાસ પડશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે.” (બો.૩ પૃ.૫૮) સંસારની અલ્પ પણ સુખેચ્છા રાખે તો આર્તધ્યાનથી મરણ પામી પશુ પણ થાય રાજકુમારી સુદર્શનાનું દૃષ્ટાંત-“ગગનવલ્લભ નામના નગરમાં અમિતગતિ વિદ્યાધર રાજાને વિજયા નામે એક પુત્રી હતી. તે એકવાર શ્રી શાંતિનાથ પ્રભુના મંદિરમાં ગઈ ત્યાં શાંતરસથી ભરપૂર જિનમૂર્તિના દર્શન કરતાં તેની ભાવવૃદ્ધિ થઈ અને પરમાત્માના દર્શનમાં લયલીન બનતાં તેના રોમેરોમ વિકસ્વર થઈ ગયા. એ પરિણામની વૃદ્ધિ થતાં તેણે ત્યાં શ્રદ્ધારૂપ સમકિત પ્રાપ્ત કર્યું. સુપાત્રમાં દીઘેલું દાન અનંત પુય આપનારું થાય છે પછી રસ્તામાં ચાલતાં તેને સાધ્વીઓનો સમૂહ દેખાયો. વિહાર કરીને આવી રહ્યાં છે. ગોચરીનો સમય થયેલો છે. આવા સુપાત્રમાં દીધેલું દાન અનંત પુણ્ય આપનારું થાય છે. એમ માની વિજયાએ પોતાના ભાતામાંથી નિર્દોષ આહાર ભક્તિભાવપૂર્વક વહોરાવ્યો. પછી સાધ્વીજીઓની વૈયાવચ્ચ કરી. વૈયાવચ્ચનો ગુણ શાસ્ત્રમાં અપ્રતિપાતિ કહ્યો છે. વિજયા વૈયાવચ્ચ કરી આગળ વધી ત્યાં નજીકમાં શ્રી આદિનાથ પ્રભુના ભવ્ય મંદિરમાં ઇન્દ્ર પોતાની ઇન્દ્રાણીઓ સહિત નાટ્ય કરી રહ્યો હતો. ઇન્દ્રાણીના પગનું ઝાંઝર જોઈ વિજયાનું મન લોભાયું વિજયાએ આવું અપૂર્વ નૃત્ય કદી જોયું ન હતું. તે મંદિરમાં યોગ્ય સ્થળે બેસી એકચિત્તે નૃત્ય નિહાળવા લાગી. તેવામાં અસરાના ચરણમાંથી ઝાંઝર ઊછળીને વિજયાના ખોળામાં આવી પડ્યું. અપ્સરા ભક્તિમાં લીન હતી. તેને લેશમાત્ર ભાન ન હતું. વિજયાનું મન ઝાંઝર જોઈ લલચાયું. પારકી કરોડોની મિલકતને પણ ઢેફાં સમાન સમજનાર વ્યક્તિ તો કોઈ વિરલા જ હશે. વિજયા ઝાંઝર લઈને બહાર નીકળી અને ઉતાવળે પોતાના નગરમાં આવી. Page #161 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૫૭ વિજયા અંતે આર્તધ્યાનથી મરણ પામી સમળીરૂપે ઉત્પન્ન થઈ વિદ્યાધરી વિજયા અંતે આર્તધ્યાનથી મરણ પામી ભરૂચના કોરંટ નામના ઉદ્યાનમાં વટવૃક્ષ ઉપર સમળીરૂપે ઉત્પન્ન થઈ. આર્તધ્યાનથી જીવ કેવું ખોઈ બેસે છે તે વિચારણીય છે. સમળી બચ્ચાં માટે ખોરાક લેવા જતાં બાણથી વીંઘાણી એકવાર સમળી ગર્ભિણી થઈ અને અતિકષ્ટ બે બચ્ચાંને જન્મ આપ્યો. પછી ભૂખની પીડા શરૂ થઈ. તેનો પતિ બેદરકાર બની ક્યાંય ચાલ્યો ગયો હતો. સ્ત્રીઓ પરાધીન હોય છે. ભોજનનો વિચાર કરે છે ત્યાં તો મૂશળધાર વરસાદ શરૂ થયો. તે સાત દિવસ સુધી ચાલ્યો. તેથી સમળી અશક્ત થયેલી, છતાં ભોજન માટે સ્વેચ્છના પાડા તરફ જ્યાં માંસ હતું ત્યાં ગઈ. માંસનો ટુકડો ચાંચમાં ઉપાડ્યો કે પાડાના માલિકે તેને બાણથી વીંધી નાખી. સમળી વેદનાથી પૃથ્વી પર પડી. મહામહેનતે થોડી ઊડીને અને ચાલતી ચાલતી તેના વૃક્ષ નીચે આવીને પડી. ઉપરથી બચ્ચા આઝંદ કરે છે. એનું મન પણ બચ્ચામાં છે તેથી માળા તરફ જોવા લાગી. પણ એક દિવસ અને રાત ત્યાં જ પડી રહી. મનિઓએ ઉપદેશમાં કહ્યું-મંત્ર સ્મરણ કરે તો તારું તિર્યચપણું મટી જશે ભાગ્યયોગે ત્યાં બે મુનિવરો આવી ચઢ્યા. તેમની નજર તે સમળી ઉપર પડી. મુનિએ નજીક આવી સમળીને કહ્યું કે “હે ભદ્ર! ભય પામીશ નહીં, શોક કરીશ નહીં. આ ભયંકર સંસારમાં સુખદુઃખની ઘટમાળ ચાલ્યા જ કરે છે. અનેક જન્મોમાં દુઃખ આપનાર ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કર. ધર્મને વિષે એકાગ્ર મન કર. આમ કહી મુનિઓએ અરિહંતાદિના ચાર શરણ આપ્યા. પુનઃ કહ્યું કે અરિહંત પરમાત્માને એકવાર ભાવપૂર્વક કરેલ નમસ્કાર અનેક જન્મ-મરણની પીડાને હરે છે. તો વારંવાર સ્મરણ કરનારને શું જ ઇચ્છિત ન આપે! માટે તું આ નવકાર મંત્રનું સ્મરણ કર. ચાર પ્રકારના આહારનો ત્યાગ કર. શુદ્ધ મનથી તું પરમાત્માનું ધ્યાન ધરીશ તો આવતા ભવમાં તારું તિર્યચપણું નાશ પામશે અને સર્વ સુખ આવી મળશે. મહામુનિના ઉપદેશથી મંત્રમાં લીન રહેવાથી સિલોનના રાજાની પુત્રી થઈ મહામુનિના આવા વૈરાગ્યમય અને અસરકારક વચનો સાંભળી, સમળીનો બચ્ચાંઓ પ્રત્યેનો રહેલો મોહ નાશ પામ્યો, ધર્મ ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને મંત્રના ચિંતવનમાં લયલીન બની ઉત્તમ ભાવનાથી મરીને તે સિલોનમાં રાજાને ત્યાં રાજપુત્રી તરીકે ઉત્પન્ન થઈ. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સમાધિમરણ વિદ્યાઘરની પુત્રીમાંથી મળી અને સમળીમાંથી રાજકુમારી બની સિલોનના શ્રીપુર નગરમાં ચંદ્રગુપ્ત રાજાને સાત પુત્રો હતા, પણ પુત્રી ન હતી. રાત્રિએ શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને જણાવ્યું કે રાણીને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજે રાત્રે સોનાની સમળી ચાંચમાં પુષ્પહાર લઈને રાણીના કંઠમાં આરોપણ કરે છે એવું સ્વપ્ન આવશે.” તે સ્વપ્ન આવ્યા પછી રાણી પોતાનો સમય ધર્મધ્યાનમાં વ્યતીત કરવા લાગી. અમુક દિવસો બાદ ગર્ભના ચિહ્નો દેખાયા અને રાણીએ અમારી પળાવી. સુપાત્રે દાન આપવા લાગી. જિનમંદિરોમાં પ્રભાવનાના અનેક કાર્યો કરવા લાગી. શુભ દિવસે પુત્રીનો જન્મ થયો. રાજાએ પુષ્કળ દાન આપ્યું. પુત્રીનું નામ સુદર્શના રાખવામાં આવ્યું. અભ્યાસ કરી તે બુદ્ધિશાળી બની. મંત્રના નિમિત્તે સુદર્શનાને જાતિસ્મરણશાન ઉપડ્યું એકદા રાજા સભામાં બેઠા છે. ઋષભદત્ત નામના સાર્થવાહ રાજાને નજરાણું કરી સભામાં આવ્યા. રાજાએ કુશળ સમાચાર પૂછ્યા. રાજકુમારી સુદર્શના રાજસભામાં આવી છે. તેવામાં એક આશ્ચર્યકારક બનાવ બન્યો. સાર્થવાહને અચાનક છીંક આવી. હંમેશની ટેવ મુજબ શેઠે “નમો રિહંતા' એ પદનો ઉચ્ચાર કર્યો. આ સાંભળતાની સાથે જ રાજકુમારી ચિંતવવા લાગી કે પૂર્વે મેં આ નામ સાંભળ્યું છે. વિચારમાં ગરકાવ બનતા જ તેને જાતિસ્મરણજ્ઞાન થયું. પોતાનો સમળીનો ભવ જોયો. તરત જ પૃથ્વી ઉપર પડી ગઈ. नमाज I[. Page #163 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૫૯ અચાનક રાજકુમારીને મૂર્છા આવતાં સભામાં વિષાદ છવાઈ ગયો. રાજાએ શીતોપચાર શરૂ કરાવ્યા. કેટલીક વારે સચેત થઈ સુદર્શના વારંવાર ઋષભદત્ત સામું જોવા લાગી. રાજા મનમાં વિકલ્પ કરે છે તેવામાં તો સુદર્શનાએ સાર્થવાહ સાથે વાર્તાલાપ શરૂ કર્યો. “હે ધર્મબંધુ તમે ભરૂચથી આવો છો? તો ત્યાં મુનિવરો સુખશાતામાં છે ને ?’’ સાર્થવાહ આશ્ચર્ય તો પામ્યો, પણ જવાબ આપતા કહ્યું કે “ત્યાં સર્વ મુનિવરો શાતામાં છે. અને વિવિધ શાસન પ્રભાવનાના કાર્યો કરે છે.’’ રાજાને આમાં કંઈ સમજાયું નહિ, એટલે પુત્રીને પૂછ્યું :−‘તું આ સાર્થવાહને ઓળખે છે? આ વાતમાં અમને કશી સમજણ પડતી નથી, માટે તું સર્વ હકીકત વિસ્તારથી જણાવ.’ સુદર્શનાએ પોતાનો પૂર્વભવ કહી બતાવ્યો સુદર્શનાએ પોતાનો પૂર્વભવ સંભળાવ્યો. મુનિવરના પ્રતાપે તિર્યંચપણું ત્યજી રાજકુમા૨ી થઈ તે ઉપકાર યાદ કર્યો અને મુનિવરોને ભાવપૂર્વક ત્યાં જ વંદન કર્યું. હવે તેને ભરૂચ જવાની તાલાવેલી લાગી. પિતા સમક્ષ ઇચ્છા જણાવી. રાજા તથા રાણીએ વિવિધ પ્રકારે મનાવી પણ સુદર્શના મક્કમ રહી. છેવટે મહામુસીબતે ઋષભદત્તને ભલામણ કરી. સર્વ પ્રકારની સગવડપૂર્વક અને ભવ્ય સામગ્રી તથા વિશાળ પરિવાર સાથે સુદર્શનાને પ્રયાણ કરવાની રાજાએ અનુમતિ આપી. સુદર્શનાનું મન મુનિવરોને તેમજ પોતાના સમળીના ભવના નિવાસસ્થાનને નિહાળવા તલપાપડ બન્યું હતું. તરત જ તે નીકળી. પૂર્વના બધાં જ સ્મરણો નજર સમક્ષ ખડા થવા લાગ્યા. સમળીનો માળો, બચ્ચાં, મ્લેચ્છનો પાડો, બાણથી વિંધાઈને પૃથ્વી પર પતન, મુશ્કેલીએ વટવૃક્ષ નજીક આગમન, મુનિરાજોનું આશ્વાસન અને નવકાર મંત્રનું સ્મરણ. સુદર્શના આગળ ચાલતાં મુનિરાજોના આવાસ પાસે આવી. મુનિવરોને વંદન કર્યું. મુનિવરોએ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. આ ધર્મના સ્વરૂપને સાંભળીને સુદર્શનાએ જિંદગીમાં કદી ન અનુભવેલું સુખ પ્રાપ્ત કર્યું. મુનિવરોના ઉપદેશથી સુદર્શનાએ ભવ્ય જિનાલય બંધાવ્યું સભળી વિવાર જિત મંદિર, ભર મુનિવરોએ આ સ્થાનનો મહિમા સમજાવતા જણાવ્યું કે :–અત્રે વીશમા તીર્થંકર મુનિસુવ્રત- સ્વામીએ પૂર્વ ભવના મિત્ર અશ્વને પ્રતિબોધ પમાડ્યો હતો, તેથી આ ‘અશ્વાવબોધ તીર્થ’ પ્રસિદ્ધ થયું છે. અહીં ભવ્ય જિનાલય હોય તો તેના દર્શન પૂજનથી પ્રાણીઓ પોતાના કર્મ પંકને ધોઈ નિર્મલ બને. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સમાધિમરણ સુદર્શનાએ તરત જ ત્યાં જિનપ્રાસાદ કરાવ્યો. પોતાના પૂર્વભવની સ્મૃતિ જાળવવા “શકુનિકા વિહાર' એવું નામ રાખ્યું. મંદિરમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની મરકત મણિમય મૂર્તિ સ્થાપી. નિરંતર ભાવપૂર્વક ત્રિકાલ પ્રભુપૂજા કરવા લાગી. - સાધુ સમાગમથી સુદર્શનાના જીવનમાં પલ્ટો આવ્યો. એક સાધ્વીની જેમ જીવન ગાળવા લાગી. શ્રાવકના બાર વ્રતો લઈ પાલન શરૂ કર્યું. અચાનક તેને લાગ્યું કે મારું આયુષ્ય અતિ અલ્પ છે, પછી તો મુક્ત હસ્તે દાન આપવા માંડ્યું. બધાની સાથે ક્ષમાપના કરી, અરિહંતાદિ ચાર શરણ સ્વીકાર્યા અને ફાગણ સુદ પૂનમના દિવસે અનશન કર્યું. સમાધિપૂર્વક વૈશાખ સુદ પંચમીએ સ્વર્ગવાસ થયો. સમાધિપૂર્વક મૃત્યુ પામવાથી ઈશાન દેવલોકમાં મહર્બિક દેવપણે ઉત્પન્ન થઈ.” આમ સાધુસંતોના સમાગમથી આર્તધ્યાન ત્યજી સમળીમાંથી રાજકુમારી બની, સંસારની અલ્પ પણ સુખેચ્છાને ત્યાગી, એક સાધ્વીની જેમ જીવન ગાળી, પોતાના આત્માનું કલ્યાણ કર્યું. (‘ચંદ્રરાજાનો રાસ’ના આધારે) ભગવતુ દર્શન, સત્સંગની ભાવના સદેવ રાખવી “આપના ભાવ સત્સંગ સમાગમ અર્થે વર્તે છે તે સારું છે. તે જ કર્તવ્ય છે. નંદ મણિકારનો જીવ દેડકો લશ્કરથી વટાઈ ગયો હતો પણ દર્શનની ભાવના રાખી હતી તો તેની સદ્ગતિ થઈ હતી, તેમ જેવા ભાવ તેવા પ્રભુ ફળે તથા વેદનીય કર્મ તો જ્ઞાની કે અજ્ઞાની સર્વેને ભોગવ્યા વિના છૂટકો નથી.” (બો.૩ પૃ.૫૮). નંદ મણિકાર દેડકો થયો પણ ભાવના દર્શનની તો દેવગતિ પામ્યો નંદ મણિકારનું દૃષ્ટાંત–રાજગૃહી નગરીમાં શ્રી વીરપ્રભુના સમવસરણમાં પ્રથમ દેવલોકનો નિવાસી દુદ્રાંક નામે દેવ સૂર્યાભદેવની જેમ પ્રભુની ભક્તિ કરીને સ્વર્ગે ગયો. તે વખતે શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે “આ દેવતાએ કયા પુણ્યથી આવી સમૃદ્ધિ પ્રાપ્ત કરી? પ્રભુ બોલ્યા–“રાજગૃહી નગરીમાં નંદ મણિકાર નામે શ્રેષ્ઠી હતો. તેણે અમારી પાસે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. એક વખતે ગ્રીષ્મઋતુમાં તેણે અષ્ટમપયુક્ત પૌષધવ્રત ગ્રહણ કર્યું. જળરહિત કરેલા તે ત્રણ ઉપવાસમાં તે શ્રેષ્ઠીને તૃષા લાગી. એટલે તેણે ચિંતવ્યું કે “જેઓ પોતાના Page #165 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૬૧ દ્રવ્યથી વાવો કે કૂવાઓ કરાવે છે તેઓને ધન્ય છે.' પોસહ પાર્યા પછી તે શ્રેષ્ઠીએ રાજાની આજ્ઞા લઈને નગરની બહાર નંદવાપિકા નામની ચાર મુખવાળી એક વાવ કરાવી. તેની ચારે દિશાઓમાં ચાર ઉપવન કરાવ્યાં. ઘણા લોકો તેના સૌંદર્યની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળીને શ્રેષ્ઠીને સહજ હર્ષ થઈ આવ્યો. અનુક્રમે ભાવથી મિથ્યાત્વરૂપ રોગ અને દ્રવ્યથી સોળ પ્રકારના રોગ તે શ્રેષ્ઠીને લાગુ પડ્યા. અનેક વૈદ્યોએ વ્યાધિના પ્રતિકાર માટે ઉપચાર કર્યા, પણ તે બધા નિષ્ફળ ગયા. છેવટે તે નિંદશ્રેષ્ઠી મૃત્યુ પામ્યો અને તે નંદવારિકામાં જ ગર્ભજ દેડકો થયો. તેમાં ક્રીડા કરતાં તે દર્દીને ઘણા લોકોના મુખથી તે વાપિકાનું વર્ણન સાંભળતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે આત્મનિંદા કરવા લાગ્યો. અરે! મને ધિક્કાર છે! મેં સર્વ વ્રતોની વિરાધના કરી. હવે તે વ્રત પાછાં આ ભવમાં સ્વીકારું.” આવો વિચાર કરી તેણે પોતાની બુદ્ધિથી અભિગ્રહ લીધો કે “આજથી નિરંતર છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરી પારણું કરવું અને પાણી પણ નંદાપુષ્કરણીમાં નાહવાથી ઘણા લોકોના પસીના વગેરે મેલ પડવાને લીધે કલુષિત થઈને પ્રાસુક થયેલું હોય તે જ વાપરવું. આ પ્રમાણે વર્તવાનો તેણે નિશ્ચય કર્યો, તેવામાં લોકોના મુખથી શ્રી વીરપ્રભુનું આગમન સાંભળી પોતે વંદના કરવા માટે ચાલ્યો. માર્ગમાં શ્રેણિકરાજાના અશ્વના ડાબા પગ નીચે દબાયો. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમાધિમરણ તેથી તરત જ એકાંતે જઈ નમુત્થણે ઇત્યાદિ સ્તુતિ વડે ધર્માચાર્યને નમી, સર્વ પાપને આલોચી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દક્રાંક નામે દેવતા થયો, તે દેવ અહીં આવ્યો હતો. હે ગૌતમ! તેણે પૂર્વભવમાં કરેલા શુભધ્યાનાદિથી આવી સંપત્તિ પ્રાપ્ત કરી છે. હવે તે ચાર પલ્મોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈ, ભવનો ક્ષય કરીને મોક્ષે જશે.” -ઉ.પ્રા.ભા.૩ મહા ભાગ્યશાળી હોય તેનો દેહ આશ્રમમાં છૂટશે “સર્વ નિમિત્તોમાં સર્વોત્તમ નિમિત્ત આ આશ્રમનું સ્થળ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૬૩ પૂ. સ્વ. ત્રિકમભાઈ દંતાલીવાળાનો આશ્રમમાં દેહ છૂટી ગયો તે પ્રસંગે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવનું અલૌકિક યોગબળ અહીં વર્તે છે. જેમનો દેહ આ આશ્રમમાં છૂટ્યો છે તે સર્વની દેવગતિ થઈ છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા વધે અને આત્મહિત થાય તેવું અલૌકિક આટલું સ્થળ બન્યું છે. મહાભાગ્યશાળી હશે તેનો દેહ અહીં છૂટશે. જો આજીવિકાની અડચણ ન હોય તો અહીં જ આયુષ્ય ગાળવા યોગ્ય છે. ધર્મ, ધર્મ અને ધર્મના જ સંસ્કાર રાતદિવસ પડ્યા કરે એમ અહીં બધું વર્તન છે. નિમિત્તાધીન જીવની વૃત્તિ છે તેથી સારાં નિમિત્ત મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છે. ક્ષણ લાખેણી જાય છે. આવો જોગ ફરી મળવો દુર્લભ છે.” (બો.૩ પૃ.૭૭) આત્મકલ્યાણનો લક્ષ રાખી દેહત્યાગ કરે તેનો ખેદ કરવો નહીં “પૂ. અખેચંદભાઈએ દેહ છોડ્યાના ખેદકારક સમાચાર આપના કાર્ડથી જાણ્યા. અત્રે તેઓ મુશ્કેલી વેઠી આવી ગયા તો પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શનનો લાભ, સમાગમનો લાભ છેલ્લે છેલ્લે લઈ શક્યા અને છેવટના સંસ્કારો તેમની શુભ લેશ્યા તથા સદ્ગતિ થયાની સાબિતી છે જી. એ સદ્ગત વયોવૃદ્ધ મુમુક્ષુ તો પોતાની ધર્મભાવના વધારી આત્મકલ્યાણના લક્ષસહિત પરલોકવાસી થયા છે, તેથી ખેદનું કારણ નથી. માત્ર આપણને તેમના સમાગમનો યોગ ન રહ્યો એ લાગી આવે તે સ્વાભાવિક છે. પણ જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા એ ઉત્તમ માર્ગ જ્ઞાની પુરુષોએ જણાવ્યો છે. એ થતાં ખેદને વૈરાગ્યમાં પરિણમાવવો ઘટે છે.” (બો.૩ પૃ.૯૧) કુટુંબમાં વઘારેલો મોહ, મરણ વખતે આડો આવી અધોગતિમાં લઈ જાય એક ધર્મશાળામાં જેમ અનેક ગામથી મુસાફરો આવીને રાત રહે છે અને સવાર થતાં પોતપોતાને રસ્તે ચાલ્યા જાય છે તેમ અનેક ગતિમાંથી જીવો આવી એક કુટુંબમાં થોડો કાળ સાથે રહે છે તેટલામાં તો એટલો બધો મોહ વધારી દે છે કે મરણકાળે તે પ્રતિબંધ આડા આવી જીવને અધોગતિએ લઈ જાય છે. એ વિચારી જેમ બને તેમ આજથી સગાં, મિત્ર, મળતિયા કે પાડોશીના પ્રતિબંધ ઓછા કરી જેમ બને તેમ વાસના, મોહ, મમતા કે દેહાધ્યાસ ઘટે તેવા વૈરાગ્યમાં વૃત્તિ રાખી, સત્પરુષે જે આજ્ઞા કરી છે એવા વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર, છ પદનો પત્ર, અપૂર્વ અવસર, મહામંત્ર, આલોચના, સામાયિક, આઠ દૃષ્ટિની સક્ઝાય આદિ ઉત્તમ સાધનોમાં મનને જોડી રાખવા ઉદ્યમ કર્તવ્ય છેજી. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમાધિમરણ દરરોજ મરણ સંભારી તેની વાટ જોઈને બેઠા હોઈએ તેમ પ્રતિબંધ ટાળી અસંગભાવની વૃદ્ધિ કરતા રહેવા વિનંતી છેજી. જે કરશે તેના લાભનું છેજી.” (બો.૩ પૃ.૯૧) સનત્કુમારે અનિત્ય એવી કાયાને નિત્યપદ પ્રાપ્તિમાં લગાડી “અચાનક વ્યાધિ ઉત્પન્ન થયાનું આપના પત્રથી જાણી ઘણો વિચાર આવ્યો કે અહો ! આ શરીર કેવો દગો દે તેવું છે ? એક ઘડીવારનો તેનો વિશ્વાસ રખાય તેવું નથી. એક શ્વાસ ઊંચો લીધો હોય તે નીચો લેવાશે કે નહીં તેનો ભરોસો નથી. આવી અસ્થિર વસ્તુ-સ્થિતિ આ દેહની છે. શ્રી સનકુમાર ચક્રવર્તી જેવાએ ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરી દેવોના ઇંદ્ર પણ વખાણે તેવી કાયાની સુંદરતા પ્રાપ્ત કરી હતી, તે પણ એક ક્ષણવારમાં સોળ મોટા રોગ ઉત્પન્ન કરી સાતસો વર્ષ સુધી તે મહાભાગ્યને ઉપસર્ગ કરવા તત્પર થઈ, પરંતુ તે સમ્યકુદ્રષ્ટિવંત ભગવંતે તો તેની દરકાર રાખ્યા વિના છ ખંડનું રાજ્ય છોડી ભીખના ટુકડા ઉપર તેનો નિર્વાહ કરવાનું નક્કી કર્યું અને તે અનિત્ય અને અશુચિભરી કાયાને નિત્ય અને મહાપવિત્ર પરમપદ પ્રાપ્ત કરવાના કામમાં લગાડી દીધી. ધન્ય છે તે મહા ધીર શૂરવીર સંતપુરુષોને કે જે દેહની દરકાર છોડી આત્માને ઉન્નત કરવા જ જીવે છે, જીવતા હતા અને જીવશે.” (બો.૩ પૃ.૯૭) દેહને પોતાનો માનવાથી જ બધા દુઃખ જન્મ પામે દેહ એ કર્મનો જ સંચો છે, કર્મવશ તેની અવસ્થા પલટાતી રહે છે. તેમાં પુરાયેલો આત્મા તેને પોતાનું ઘર માની, અરે ! પોતાનું રૂપ માની તેમાં માન કરે છે કે હું કેવો રૂપાળો છું, હું કેવો બળવાળો છું, હું કેવું બોલું છું, હું કેવું લખું છું, પણ તેની દશા પરવશ છે તેવી પ્રગટ દેખાય છે ત્યારે વળી ખેદ કરે છે કે હું નિર્બળ થઈ ગયો, મારાથી ઉઠાતું નથી, ચલાતું નથી, બોલાતું નથી, લખાતું નથી, હું ફીકો પડી ગયો, હું રોગી છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું અભણ છું, મને સરત રહેતી નથી, ભૂલી જવાય છે આમ રોદણાં રડવા લાગે છે અને પાછો સાજો થયો એટલે પાછો અહંકાર કરવા લાગે છે કે મારા જેવું કોઈ કમાતું નથી, મારો વેપાર બધા કરતાં સારો ચાલે છે, મારી બરોબરી કરે એવો કોણ છે, આ વર્ષમાં તો આટલું જરૂર કમાવાનો. આમ ને આમ આટલાં બધાં વર્ષો દેહને જ પોતાનો માની તેના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી થવાની તેની અનાદિની ટેવ જીવ ઉપાસતો આવ્યો છે. હવે કોઈ પરમકૃપાળુની કૃપાથી જો જાગે તો અવશ્ય તેનું કલ્યાણ થાય.” (બો.૩ (પૃ.૯૭) જે સમભાવે સુખ દુઃખ વેદે તો તપ કરવા સમાન “મરણ આવશે તો શું થશે? બહુ લાંબા વખત સુધી માંદગી લંબાશે તો કેમ ખમાશે ? વગેરે વિચારો અણસમજણથી આવે છે અને તેને લીધે આર્તધ્યાન થાય છે, એટલે વેદનામાં જ વૃત્તિ ચોંટેલી રહે છે. પણ સમજુ માણસને, કે સત્પરુષના સમાગમે કંઈ બોધ સાંભળી દ્રઢ વિચાર કર્યો હોય કે વેદના કરતાં આત્માનું વધારે બગાડનાર તો મોહનીય કર્મ છે, તેને વિચાર આવે કે કર્મ બાંધ્યાં હતાં તે હવે જાય છે, ગયેલાં ફરી પાછાં આવવાનો નથી. દેવું પતાવી દેવું છે એમ જેણે Page #169 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન વિચાર કર્યો હોય તેની પાસે ઉઘરાણી કરવાવાળા આવે ત્યારે તે ગભરાય નહીં; ગમે તેમ કરી તે દેવું પતાવી દે છે. તેમ મુમુક્ષુને તો કર્મથી છૂટા થવું છે અને કર્મ જવા માટે આવ્યાં છે, તો જેવો તેનો સુખદુઃખરૂપ સ્વભાવ હશે તે દેખાડી ચાલ્યાં જશે. આપણે તેમાં હર્ષખેદ ન કરવો, આટલું સાચવવાનું છે. જો સમભાવે ઉદય આવેલાં કર્મ વેઠી લેવાય તો તે તપ કરવા સમાન છે. તપ કરીને મુનિઓ જેમ કર્મ છોડે છે તેમ વેદના વખતે પણ સમભાવ રહે તો કર્મ છૂટે જ છે.” (બો.૩ પૃ.૯૯) ૧૬૫ બહુ પ્રેમથી મંત્રનું રટણ કરે તો ભવોભવમાં સત્પુરુષનો યોગ થાય “દેહના રોગ માટે દવા લઈએ તે કરતાં, ઘણા ઘણા પ્રેમથી તે આજ્ઞાઓ ઉઠાવવા ભાવના કર્તવ્ય છે. એક તો સ્મરણમંત્ર છે તેની ઉપાસના ઉલ્લાસભાવે, દુઃખના વખતમાં અને પછી પણ વારંવાર કરતા રહેવાનું ન ચૂકવું. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં મંત્રમાં વૃત્તિ રહે તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે. તે મરણ વખતે જીવને મિત્રની ગરજ સારશે. એટલું જ નહીં, પણ સદ્ગુરુનું આપેલું એ અમૂલ્ય વચન સદ્ગુરુ સમાન જ છે, જાણે સ ્ ગુરુ સમીપ જ છે એમ ગણી એવા પ્રસંગમાં મંત્રનું સ્મરણ બહુ પ્રેમથી કરવું અને ચિત્રપટ પરમ કૃપાળુદેવનો હોય તો તેનાં દર્શન વારંવાર પ્રેમપૂર્વક કરવાં. એ ભાવના જીવને સારી ગતિમાં લઈ જનાર છે અને સત્પુરુષનો ભવો ભવમાં યોગ કરાવે તેવું બળ ભક્તિમાં રહેલું છે. માટે ભક્તિભાવમાં ચિત્ત રાખવું. રોગમાં ચિત્ત રોકવું નહીં, કારણ કે રોગ તો કર્મ છે, તે જાય છે. પણ ત્યાં નવાં કર્મ ન બંધાય કે પાપકર્મ ન બંધાય, માટે આત્મભાવના અર્થે નીચે જણાવેલી શિખામણ મોઢે કરી રોજ બોલવાનો નિયમ રાખશો તો કલ્યાણ થશે. ન “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવો નિર્પ્રન્થ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.’’ (૬૯૨) શ્રીમદ્ રાજચંદ્ર. (બો.૩ પૃ.૧૦૩) Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમાધિમરણ અમને આ દવાઓની શ્રદ્ધા હોય? શુદ્ધ આત્માની જ શ્રદ્ધા અટલ રહે છે “જેને જ્ઞાનીનો આશ્રય મળ્યો છે તે સિંહના સંતાન જેવા છે. મોટા ગિરિશિખરવત્ હાથીના શરીરને દેખીને પણ સિંહના બાળક ડરી ન જાય તેમ “જો જિન તું છે પાંગરો રે લોલ, કર્મ તણો શો આશરો રે લોલ” એમ ભક્તાત્માઓ બોલી ઊઠ્યા છે. કર્મ અને ધર્મની લડાઈમાં ધર્મનો જય થાય છે કારણ કે તે સત્ છે અને સત્નો જ જય સદાય થાય છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની દવામાં મોટા દાક્તરો સેવાભાવે તત્પર હતા. પૂ. રતિલાલ જતા-આવતા અને પૂ. શારદાબહેન તો ત્યાં જ રહેલાં, પણ કર્મ આગળ કોઈનું ચાલ્યું નહીં. પણ તેઓશ્રીજીએ એક દિવસે કહેલું કે અમને આ દવાઓ ગમે તેટલી ઉત્તમ હોય પણ તેની શ્રદ્ધા હોય? શ્રદ્ધા તો એક જ્ઞાનીએ નિર્ણય કરેલો, અનુભવેલો, ઉપદેશેલો શુદ્ધ આત્મા તેની જ અટલ રહે છે. તે એક આંગળી ઊંચી કરી વારંવાર પ્રદર્શિત કરતા હતા. એક જ્ઞાનીએ જાણેલો શુદ્ધ આત્મા જ જાણવા યોગ્ય, માનવા યોગ્ય, ભાવના કરવા યોગ્ય છે, બીજાં બધું કર્મ છે, કર્મના ચાળા છે તેથી ઠગાવા જેવું નથી, ભુલાવો ખાવા યોગ્ય નથી.” (બો.૩ પૃ.૧૧૧) ઘર્મેચ્છકની સેવા કરવાની ભગવાનની આજ્ઞા છે; ન કરે તો આજ્ઞાનો ભંગ છે આપનો પત્ર પ્રાપ્ત થયો છેજી. આપના પિતાશ્રીની તબિયત બહુ બીમાર રહે છે એમ આપના પત્રમાં છે. તેમને શરીરસેવા ઉપરાંત સ્મરણ સંભળાવવાની ભાવસેવામાં પણ તત્પર રહેવા વિનંતી છેજી. કોઈ પણ ધર્મેચ્છક વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, રોગી હોય તેની સેવા, ભક્તિ, ધર્મસહાય આપવા ભગવાનની આજ્ઞા છે. તેવા પ્રસંગે પોતાથી બને તેટલી સેવા ન કરે, શક્તિ ગોપવે અથવા બીજા કામને અગત્યનાં ગણી સેવાના કામને જે તજી દે છે, તે ભગવાનની આજ્ઞાનો ભંગ કરે છે એમ શ્રી ભગવતી આરાધના આદિ ધર્મગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તેવા પ્રસંગો આપણા આત્માને પણ હિતકારી છે એમ જાણી તેમાં કાળજી રાખવી ઘટે છે. શ્રી રામચંદ્ર એક બળદને મરણપ્રસંગે કાનમાં મંત્ર સંભળાવ્યો હતો તેથી તેની દેવગતિ થઈ હતી. (બો.૩ પૃ.૧૧૦) કંઈ ન બને તો મંત્ર વારંવાર કાનમાં પડે તો પણ હિતકારી માંદગીના પ્રસંગોમાં માંદા માણસની વૃત્તિ ઘર-કુટુંબ આદિમાં ન રહે તેવી વૈરાગ્યની વાત પોતાથી થાય તો તે, નહીં તો સમાધિસોપાન આદિમાંથી અનિત્યાદિ બાર ભાવના વાંચી સંભળાવવાથી દેહ, સંસાર અને ભોગ પ્રત્યે વૈરાગ્ય ઊપજે અને પરમકપાળદેવનું શરણ દ્રઢ થાય તેમ કર્તવ્ય છે. આપણને પણ તે પ્રસંગ વૈરાગ્યપ્રેરક બને છે. માટે બને તેટલા સારા સંસ્કારોમાં તેમનું ચિત્ત રહે તેમ કરવા ભલામણ છેજી. બીજું કંઈ ન બને તો મંત્ર વારંવાર કાનમાં પડશે Page #171 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૬૭ તોપણ મહા હિતકારી છે. શિવભૂતિ મુનિએ માત્ર “મા રુષ, મા તુષ” મંત્રથી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું હતું. સત્પરુષના એકેકે વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, તો વિશ્વાસ રાખી ભાવપૂર્વક સ્વપરનું હિત તેમાં છે એમ ગણી સેવાચાકરીમાં તત્પર રહેવાથી સર્વ સેવા કરનારાઓને લાભ થશે. (બો.૩ પૃ.૧૧૬) વેદનાની મૂર્તિ એવા દેહની ચિંતા મૂકી આત્માની ચિંતા કરી મંત્રમાં મન રાખશો જેમણે આત્મા પ્રગટ કરી નિરંતર આત્મામાં રહી કર્મનો ઘાણ કાઢી નાખ્યો તે મહાપુરુષનું અવલંબન, તેનો આશ્રય મરણની છેલ્લી પળ પર્યત ટકાવી રાખવા યોગ્ય છે. પત્રાંક ૬૯૨ અને ૮૪૩ કોઈ પાસે વંચાવી સાંભળ્યા કરશોજી. દેહની ચિંતા રાખવા યોગ્ય નથી. દેહને તો પરમકૃપાળુદેવે વેદનાની મૂર્તિ કહી છે તે સત્ય છે. શાતા કે અશાતા બન્ને વેદના છે. તે સિવાય ત્રીજી વસ્તુ દેહ આપી શકે તેમ નથી. માટે દેહની દરકાર રાખીએ છીએ તેના કરતાં દેહમાં રહેનાર જે ચેતન જાણનાર તત્ત્વ છે તેની સંભાળ લેવી ઘટે છેજી. ઘર બહુ બળી જવા આવ્યું હોય ત્યારે જેમ ઘરમાંથી રત્ન, જણસો કે ચોપડા કાઢી લઈ પછી ઓલાય તેમ ન હોય ને બળવાનું હોય તે બળી જવા દે છે, તેમ સમ્યગ્દર્શન એટલે જ્ઞાનીએ જોયો છે તેવા શુદ્ધ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતારૂપ ચારિત્રની ભાવના રાખી બીજી બધી ચિંતાઓ તજી દેવા યોગ્ય છે. થોડા દિવસ પછી બળવાનું છે તેને બદલે જાણે અત્યારથી મરી ગયા છીએ એમ માની હવે જેટલી ક્ષણો મળી છે તે મફતીઆ છે, માત્ર સત્પરુષે આપેલા મંત્રમાં ચિત્ત રાખવા માટે છે, એમ ગણી મંત્રમાં બહુ ભાવ રાખશો. “ધિંગ ધણી માથે કીયા રે, કુણ ગંજે નર એટ; વિમલજિન દીઠાં લોયણ આજ.” પરમકૃપાળુદેવ જેવા ધણી જેને માથે છે, તેને કશો ભય નથી. ગભરાવું નહીં, આત્મા મરવાનો નથી.” (બો.૩ પૃ.૧૧૯) દેહને ક્ષણિક જાણી કુટુંબ અર્થે પાપ કરતા અટકવું “રોના કહા વિચારકે, હસના કહા વિચાર; ગયે સો આવનકે નહીં, રહે સો જાવનહાર.” “વિ. આપનું કાર્ડ મળ્યું. આપના પિતાના દેહત્યાગના સમાચાર જાણ્યા. તમે બનતી સદ્ગુરુની સ્મૃતિ આપવા જે પ્રયત્ન કર્યો તેથી તમને અને તેમને બન્નેને લાભનું કારણ છે. મરણ અચાનક આવી ઉપાડી જાય છે એ જાણી ભય કે શોક કરવા યોગ્ય નથી, પણ ચેતવા જેવું છે. વૈરાગ્યનાં નિમિત્તો નજરે જોવા છતાં જીવ જાગતો નથી, એ મોહનું જોર છે. મનુષ્યભવ વિશેષ ટક્યો હોત તો વૃદ્ધાવસ્થા કે વેદના ભોગવતાં પણ સદ્ગુરુની આજ્ઞા ઉપાસી ધર્મમાં દૃઢ થવાનો યોગ બનત. તે યોગ તેમને છૂટી ગયો એ ખેદનું કારણ છે. આમ એક દિવસે આપણે સર્વેને ચાલી જવાનું છે એમ વિચારી દેહ ઉપરનો મોહ, ધન ઉપરનો મોહ તજી સગાંસંબંધી, કુટુંબ, ઘર, ખેતર, કપડાં, ઘરેણાં સર્વનો સંબંધ અનિત્ય અને પર જાણી તેને અર્થે પાપ કરતાં અટકવું ઘટે છે. સદ્ગુરુનો યોગ થયો છે, બોધ સાંભળ્યો છે, તેમની આજ્ઞા, સ્મરણ વગેરે પ્રાપ્ત થયેલ છે Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમાધિમરણ એવા જીવે વિશેષ કાળ આત્મહિત થાય તેમ ગાળવા નિશ્ચય કરી તે પ્રમાણે પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે.” (બો.૩ પૃ.૧૨૨) મરણરૂપી અજગરના મોઢામાં બાળક, યુવાન, વૃદ્ધ બધા છે, મો બીડે તેટલી વાર સદ્ગત પૂ. મનસુખભાઈ દેવશીભાઈના દેહોત્સર્ગના સમાચાર જાણી આ કળિકાળ શુભ નિમિત્તોને સંકેલી લેવાનું કામ કરી રહ્યો છે એવી ચેતવણીની વિચારણા જાગી હતી. માથે મરણ છે, લીધો છે કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે, મરણના મુખમાં બાળ, યુવાન, વૃદ્ધ સર્વ ઓરાયેલા છે, માત્ર મોં બીડે તેટલી વાર છે તો આ જીવ કલ્યાણ કરવાના કયા કાળને ભજે છે એ વિચારવા જેવું છે, એમ પ.ઉ.પ.પૂ. સદ્ગત સ્વામી પ્રભુશ્રીજી પાસેથી વારંવાર Page #173 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૬૯ સાંભળ્યું છે, છતાં આ જીવ કુંભકર્ણના કરતાં પણ પ્રબળ અનાદિની ઘોર નિદ્રામાંથી જાગતો નથી એ કેટલું આશ્ચર્ય અને ખેદ ઉપજાવનાર છે? આ જીવ વાતો ડાહી ડાહી કરે અને વર્તનમાં પ્રમાદ કે પોલ, એ ક્યાં સુધી નભશે? મરણના વિચારથી, કળિકાળના વિચારથી, અનિત્યતાના વિચારથી કે મોહની છેતરામણીના વિચારથી અનેક જીવો ચેતી ગયા છે.” (બો.૩ પૃ.૧૨૯) સશીલ સેવ્યા નથી અને મરણ આવશે તો મારી શી ગતિ થશે? મંદવાડ આવે ત્યારે જીવ ગભરાઈ જાય છે કે કોણ જાણે હવે કેટલું જીવવાનું હશે? વખતે મરણ આવી પહોંચે તો એકાએક ચાલી નીકળવું પડશે. કંઈ ધર્મસાધન તો મેં કર્યું નથી, સશીલ આદિની પ્રાપ્તિ થઈ નથી, હવે શી ગતિ થશે? જો મંદવાડ મટી જાય તો હવે જરૂર કંઈક ધર્મઆરાધન કરી લેવું એવો નિશ્ચય કરી રાખે છે અને પ્રારબ્ધયોગે રોગ મટી જાય, પછી તદ્દન ભૂલી જાય છે. જાણે કદી મંદવાડ આવ્યો જ ન હોય તેમ મોહમાં ને મોહમાં પાછું આયુષ્ય વ્યતીત થયા કરે છે. આમ જીવના નિર્ણયો અનિર્ણયરૂપ હોય છે તેથી કોઈ કામ મક્કમતાથી તે કરી શકતો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.” (૮૨૬) (બો.૩ પૃ.૧૩૬) સષ્ણુપ્રસાદના દર્શનથી અવશ્ય સમાધિમરણ થાય “પૂ. મણિભાઈ કલ્યાણજી મુંબઈવાળા ટ્રસ્ટીનાં માતુશ્રીનો દેહ સં. ૧૯૯૫ પોષ વદ ૩ ને રવિવારે શાંતિ સમાધિથી છૂટી ગયો. તેના સમાચાર સહિત પત્ર છે. તેમાં તેમના છેવટના ભાવ આપણે બહુ વિચારવા યોગ્ય છે, સમાધિમરણની ઇચ્છાવાળાને કામના છે તેથી તે પત્રમાંથી થોડું આપને વિચારવા લખું છું. પૂ. મણિભાઈ લખે છે : “પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ જે “સદ્ ગુરુપ્રસાદ’નાં દર્શનની આજ્ઞા કરેલ છે તે યથાર્થ રીતે જો પાળવામાં આવે તો સમાધિમરણ અવશ્ય થાય તેમ પ્રત્યક્ષ જોયું. અમારા માતુશ્રીનો ક્ષયોપશમ (બહુ વિચાર) નહોતો, પરંતુ જે આસ્થા હતી અને બીજા ધર્મ સંબંધમાં કોઈ લોચા નહોતા તેથી અંત સમયે એક જ દ્રષ્ટિ રહી હતી, જે પ્રત્યક્ષ જોઈ આનંદ થયો છે. છેલ્લા એક મહિનાથી હંમેશાં સવારના “સદ્ગુરુપ્રસાદનું પુસ્તક લઈ દર્શન કરતાં અને તેને સમક્ષ રાખી મંત્રસ્મરણ કરતાં. ..વ્યાધિ વખતે પોતે શાંતિમાં છે, આનંદભુવનમાં છે श्रीमद्गुरु-जसाद Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સમાધિમરણ એમ કહેતાં છેલ્લે પોતે મંત્રનો ઉચ્ચાર કરી ત્રણ ડચકાં ખાધાં અને ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. ઉપરની વિગત આપને જાણવા લખેલ છે. પરમકૃપાળુની કૃપા શું કામ કરે છે તે જોઈ અત્યંત આનંદ થયેલ.” (બો. ૩ પૃ.૧૪૮) જેટલો પ્રેમ પરમકૃપાળુદેવ ઉપર થશે, તેટલું આત્મકલ્યાણ નજીક આ ટૂંકામાં લખવાનું કારણ એ છે કે આપણે બધાને માથે મરણ છે, કયા દિવસે તે નક્કી નથી પણ “જન્મે તે જરૂર મરે છે' એ તો નક્કી જ છે. માટે મરતા પહેલાં સમાધિમરણની તૈયારી જે સપુરુષની આજ્ઞામાં વર્તવાનો ભાવ, જેણે જાગ્રત રાખ્યો હોય છે તેને છેલ્લે તે કામ આવે છે, શાંતિ પમાડે છે અને ધર્મભાવ સાથે તે લઈ જાય છે. આપની પાસે “સદ્ગુરુપ્રસાદ' પુસ્તક ઘણુંખરું નહીં હોય પણ અહીં આવવાનું બનશે ત્યારે તે સંબંધી સંભારશો તો વાત થશે. દરેક આત્માર્થીએ તે સદ્ ગુરુની કૃપારૂપ પ્રસાદી પોતાની પાસે પોતાના હૃદયમાં રાખવા અર્થે સંઘરવા યોગ્ય છે. જેટલો પ્રેમ પરમકૃપાળુદેવ ઉપર થશે, તેટલું આત્મકલ્યાણ નજીક છે એમ દ્રઢ શ્રદ્ધા રાખી સંસારપ્રેમ ઓછો કરી ધર્મપ્રેમ પોષવો.” (બો.૩ પૃ.૧૪૮) મરણ સુધી આશ્રય ટકાવી રાખે તે મહાભાગ્યશાળી “આપનો પત્ર મળ્યો. વડાલીવાળા પૂ. માધવજી શેઠનો ગઈ બીજને દિવસે શાંતિપૂર્વક દેહ છૂટી ગયો છે. છેવટ સુધી આશ્રમમાં આવવાની તેમની ભાવના વર્તતી હતી અને સ્મરણ બોલતાં બોલતાં દેહ છૂટી ગયો. તે જાણી પરમકૃપાળુદેવના યોગબળની દૃઢતા વિશેષ થાય છેજી. “જે આશ્રયના બળે જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) એવું આશ્રયનું બળ પરમકૃપાળુદેવે જણાવ્યું છે અને “આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ સાર્થક છે” એમ કહ્યું છે તેને હૃદયમાં ઉતારી મરણ સુધી આશ્રયને ટકાવી રાખે છે તે મહાભાગ્યશાળી મહા નરરત્નોને નમસ્કાર છે.” “ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક.” (બો.૩ પૃ.૧૫૧) સ્મરણમંત્રનો તાર તૂટે નહીં તો સમાધિમરણ અવશ્ય થાય મનને વીલું મૂકવા જેવું નથી. નવરો બેઠો નખોદ વાળે તેમ નવરું મન રહે તો ખોટા ખોટા વિચારોમાં તણાઈ જાય, માટે સ્મરણમંત્રનો તાર તૂટવા દેવો નથી એવું નક્કી કરી હવે તો મંડી પડવું અને મરણ સુધી તે અવલંબન છોડવું નહીં. તેથી સમાધિમરણ થાય છે એમ પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું છેજી. મંત્ર છે તે આત્મા જ છે. તેથી આત્માર્થીએ તે ભૂલવા યોગ્ય નથીજી. વધારે શું લખું ? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ' (બો.૩ પૃ.૧૫૮) Page #175 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૭૧. મરણ સમયે સગુરુ પ્રસાદના ચિત્રપટ, પત્રના દર્શન કરાવવા “તા. ક.- “સદ્ગુરુપ્રસાદ’ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ સમાધિમરણનું કારણ જણાવ્યું છે તો તેમાંનાં ચિત્રપટ, પત્રો વગેરે પ્રત્યે ખાસ લક્ષ રાખશોજી અને મરણ પ્રસંગે તે ચિત્રપટનાં દર્શન ભાવિક મુમુક્ષુને કરાવવા ભલામણ છેy.” (બો.૩ પૃ.૧૬૦) સપુરુષના બતાવેલા માર્ગ પ્રમાણે ચાલવાથી સમાધિમરણ “તા. ક. – તમને સમાધિમરણની ભાવના છે તે જાણી હર્ષ થયો છે. સત્પરુષે બતાવેલો માર્ગ, તેનું સ્મરણ તે સમાધિમરણનું કારણ છે અને તેનું આરાધન કરનારને અંત વખતે પણ તેવા શુભ સંયોગો મળી રહે છે. માટે નિર્ભય રહેતાં શીખવું એ જ વિનંતિ.” (બો.૩ પૃ.૧૬૧) સ્વરૂપ-સુખ અનુભવે તે અદભુત સમતા રાખી શકે આચારાંગમાં ‘વિમોક્ષ' નામના આઠમા અધ્યયનમાં સમાધિમરણની વાતનો વિસ્તાર છે, તેમાં ટીકાકાર લખે છે કે મુનિ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી, ગામ, શહેર, બજાર, ખેતર, પરું, નગર, પાટણ વગેરે સ્થળે ફરીને સંથારાને યોગ્ય નિર્જીવ ઘાસ માગી લાવી, જંગલમાં નિર્જીવ કે અલ્પ જીવાકુલ જમીન જોઈ, ચંડિલ વગેરે તપાસી, સંસ્તર ઉપર બેસી, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી, ફરી પંચમહાવ્રત વગેરે નિયમોનું ઉચ્ચારણ કરી ભક્તપ્રત્યાખ્યાન કરે. પછી શિયાળ, કીડીઓ, વીંછી, પક્ષી, ગીધ વગેરે ઉપસર્ગ કરે તેમને ખસેડે નહીં, માખી વગેરે ઉરાડે નહીં અને સર્વ દુઃખને સંતોષથી, સહનશીલતાથી ખમે. વિશેષમાં લખે છે કે અમૃતનો આહાર કરતાં આનંદ કેવો થાય તેવો આનંદ માને; મરણને ઇચ્છે નહીં, જીવવાની પણ વાંછા રાખે નહી. કહો કેવી સમતા! તેને પરમાનંદ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન થયેલું હોવાથી આત્માનું નિરાકુળ સ્વરૂપ-સુખ તે અનુભવે છે. (બો.૩ પૃ.૧૪૩) ભક્તિમાં ચિત્ત રોકવાથી આર્તધ્યાન મટી જઈ શાંતિનું વેદના થાય “રોજ રાત પડે છે ત્યારે અંધારું થાય છે તેથી મોટા સમજુ માણસો ગભરાતા નથી, દીવા વગેરેથી કામ ચલાવી લે છે; અણસમજુ નાનાં છોકરાં જેવાં હોય તે કંઈ ભયનું કારણ ન હોય છતાં અંધારું ભાળીને ડરે છે તેમ મુમુક્ષુએ દુઃખના પ્રસંગે ન જોઈતી ચિંતાઓ કરીને, નકામી રડકકળ કરીને આત્માને શ્લેશિત કરવો ઘટતો નથી. પણ હવે સારી રીતે કેમ જીવી શકાય તેના વિચાર કરી ગઈ ગુજરી વાત ભૂલી જવાનો અભ્યાસ કર્તવ્ય છેજી. આપણે માથે પણ મરણની ડાંગ ઉગામીને યમરાજા ઊભા છે. તે આવી પડી નથી ત્યાં સુધી અનંત કાળથી રખડતા રઝળતા આ આત્માને જન્મમરણના અસહ્ય દુઃખમાંથી ઉગારી લેવાનો ઉપાય વેળાસર કરી લેવાની પેરવી કરતા રહેવું. લોકલાજને વશ થઈને વહેલા ઊઠીને મૂએલાને સંભારીને કકળાટ કરવાનો રિવાજ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમાધિમરણ હોય તો તેમાં ભળવા કરતાં સપુરુષે આપેલાં સત્સાધન, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, મંત્ર આદિમાં ચિત્ત વારંવાર બળ કરીને રોકવાથી આર્તધ્યાન એટલે “હું દુઃખી છું, દુઃખી છું' એવો ભાવ મટી જઈ ભક્તિમાં આનંદ આવશે.” (બો.૩ પૃ.૧૭૪) પારકી પંચાત મૂકી, મળેલી તકનો પૂરો લાભ લેવો આ જોગ અચાનક લૂંટાઈ જતા પહેલાં ‘ઝબકે મોતી પરોવી લે વીજળીના ઝબકારે મોતીમાં દોરો પરોવી લે તેમ અત્યારની મળેલી સામગ્રી નકામી વહી જવા ન દેવી ઘટે. પોતાના આત્માનો વિચાર કરવાનું જરૂરનું કામ ચૂકીને જીવ પારકી પંચાતમાં ખોટી થાય છે તેમાંથી તેને પોતાના ભણી વાળી આત્માનું હિત થાય તેમ વર્તવા લક્ષ રાખવો ઘટે છેજી. “પગ તળે રેલો તો પારકી વાત પડી મેલો તેમ દરેકને માથે મરણ છે, સમાધિમરણ થાય તેવી તૈયારી કરવાનું કામ દરેકને માથે છે; તેને માટે જીવ રોજ શું કરે છે અને શું શું કરવા યોગ્ય છે તેનો હિસાબ રાખીને મનને નકામા હર્ષશોકમાં જતું રોકવું.” (બો.૩ પૃ.૧૭૮) “ત્રણ સંબંધે આવી મળ્યાં સુત વિત્ત દારા ને દેહ; લેવા દેવા જ્યાં મિટે, મારગ લાગશે તેહ. નિશ્ચે જાણો રહેવું નથી, જૂઠો જગત વિશ્વાસ; એથી રહેજે તું અળગો, આઠે પહોર ઉદાસ. ફોગટ ફંદ સંસારનો, સ્વારથનો છે સ્નેહ; અંતે કોઈ કોઈનું નથી, તું તો તેહનો તેહ. ખોળે ખોટું સર્વે પડે, ન જડે નામ ને રૂપ; બાંધી ફુધી ઊભું કર્યું, જેવું કાષ્ઠ સ્વરૂપ. વીતરાગતા સૂચક, વીતરાગ મહાપર્વ; વીતરાગતા કારણે, આરાધો નિઃગર્વ. વેદનીમાં આર્તધ્યાન કરે તો ઢોર પશુની ગતિ થાય. “પૂ...નાં ધર્મપત્નીની માંદગી સંબંધી પત્ર આજે મળ્યો છેજી. તેમને જણાવશો કે પૂર્વે જીવે જે પાપ કરેલાં તેના ફળરૂપે આ દુઃખ દેખવું પડે છે. તે થાય છે દેહમાં અને અજ્ઞાનથી મને થાય છે એમ જીવ માની લે છે. સુખ અને દુઃખ બન્ને મનની કલ્પના છે અને તે કરવા યોગ્ય નથી એમ જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે, તે ભૂલીને હું દુઃખી Page #177 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન છું, મારાથી રહેવાતું નથી, હવે મરી જવાશે, છોકરાંનું હવે શું થશે ? મારી ચાકરી કોઈ કરતું નથી, મારું ઘર, ધન, સગાં બધાં મૂકવાં પડશે, આદિ પ્રકારે ફિકરમાં જીવ પડે છે તે આર્ત્તધ્યાન કહેવાય છે, તે પાપરૂપ છે. તેવે વખતે જીવ આયુષ્ય બાંધે તો તિર્યંચગતિ એટલે ઢોર-પશુમાં જવું પડે તેવું આયુષ્ય બાંધે છે એટલે તેનું ફળ દુઃખ જ આવે છે.’” (બો.૩ પૃ.૨૦૯) આર્તધ્યાનથી તિર્યંચગતિનો બંઘ જિનધર્મ અને સાગરદત્તનું દૃષ્ટાંત– “જિનધર્મનો જીવ આ ભવે શ્રી મુનિસુવ્રત ભગવાન બન્યા. અને સાગરદત્ત જે પૂર્વભવમાં એમનો મિત્ર હતો તે આ ભવમાં રાજાનો પટ્ટ અશ્વ એટલે ઘોડો બન્યો છે. તેનું ભગવાને આ ભવમાં સમાધિમરણ કરાવ્યું તેની આ કથા છે. પદ્મિની નગરમાં જિનધર્મ નામનો એક શ્રાવક હતો અને સાગરદત્ત નામનો શિવધર્મી એક શેઠ હતો. તે બન્નેને મિત્રાચારી હતી. સાગરદત્તે ઉપદેશમાં સાંભળ્યું કે જે જિન પ્રતિમા કરાવે તે સહેલાઈથી ધર્મ પામે. એ વાત એના કુમળા હૃદયમાં હાડોહાડ ઊતરી ગઈ. અને મિત્ર જિનધર્મના અનુમોદનથી તેણે જિનમંદિર કરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. ૧૭૩ પણ સાગરદત્ત શિવધર્મી હોવાથી તેણે શિવ મંદિર પણ બંધાવેલું હતું. તેથી હજી કુળધર્મ ત્યાગ્યો નહોતો. તે શિવ મંદિરમાં ઉત્સવ હોવાથી એને આમંત્રણ આવ્યું તેથી ત્યાં ગયો. ત્યાં પુજારીઓ ઘીના ઘડા નીચે થયેલ સેંકડો ઘીમેલોને મારી નાખતા હતા. તે સાગરદત્તથી જોવાયું નહીં. તેથી પૂજારીઓને કહ્યું કે તમે જયણાથી કામ કરો. તે સાંભળી પૂજારીઓએ અને શૈવાચાર્યે પણ શેઠનું અપમાન કર્યું. તેથી ઘરે આવી વિચારવા લાગ્યો કે શિવધર્મ સાચો હશે કે જૈનધર્મ સાચો હશે, એવી શંકામાં ગળકા ખાતો આર્તધ્યાનથી અકાળે મૃત્યુ પામી તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયો અનેક પ્રકારના ભવો કરી, પૂર્વ પુણ્યના સંચયથી ભરૂચમાં જિતશત્રુ રાજાનો પટઅશ્વ થયો. જિનધર્મનો જીવ આરાધના કરી બનેલ મુનિસુવ્રત ભગવાન સાગરદત્તના અકાળ મૃત્યુથી વૈરાગ્ય પામી જિનધર્મ શ્રાવકને પણ વૈરાગ થયો અને તેણે દીક્ષા ગ્રહણ કરી. સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી તે દેવ થયો. ત્યાંથી ચ્યવી સુરશ્રેષ્ઠ નામનો રાજા થયો. રાજાના ભવમાં વૈરાગ્ય પામી દીક્ષા લઈ વીસસ્થાનકની આરાધના કરી પ્રાણત દેવલોકે જઈ ત્યાંથી ચ્યવી મુનિસુવ્રત ભગવાન થયા. એકદા પોતાના પૂર્વભવના મિત્ર સાગરદત્તને પટ્ટ અશ્વ તરીકે જોયો. તેનું આયુષ્ય અતિ અલ્પ જણાયું. તીર્થંકર ભગવાન જગતભરના જીવોના નિષ્કારણબંધુ બની તેમનો ઉપકાર કરી જીવોને સન્માર્ગે ચઢાવે છે. તેમ પોતાના પૂર્વભવના મિત્રના ઉદ્ધાર માટે સાઠ યોજન જેટલો દીર્ઘ વિહાર કરીને તેઓ ભરૂચ પહોંચ્યા. દેવોએ સમવસરણ રચ્યું. જિતશત્રુ રાજા પોતાના પટ્ટ અશ્વ ઉપર આરૂઢ થઈને આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યો. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમાધિમરણ ભગવાનની દેશના સર્વ પશુઓ પણ સમજી શકે છે પy છે પર પરમાત્માના સમવસરણમાં સર્પ, નોળિયો, વાઘ, બકરી, બિલ્લી, ઉંદર ઇત્યાદિ જાતિ વૈરવાળા પ્રાણીઓ એક જ સ્થાને સાથે બેસી પ્રભુની વાણી રૂપ અમૃતધારાનું આસ્વાદન કરતા હતા. પરમાત્માએ દેશનામાં શ્રી જિન-મંદિરની મહત્તા, તેના નિર્માણથી થતો અપૂર્વ લાભ વિગેરે જણાવતાં પટ્ટઅશ્વના કાન ચમક્યા. ‘જિન-મંદિર અને તેનું નિર્માણ એ શબ્દોનો વિચાર કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો “સાગરદત્ત’ નો પૂર્વ ભવ યાદ આવ્યો. તેણે વિચાર્યું કે “તે ભવમાં Page #179 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૭૫ જિનમંદિર તો કરાવ્યું પણ સંશય-ભાવને કારણે પૂર્ણ ફળ મળ્યું નહીં. હવે સાક્ષાત્ જિનેશ્વર ભગવંત મળ્યા છે તો મારે હવે જીવન સાર્થક કરી લેવું.” એથી અશ્વ હેષારવ કરવા લાગ્યો. અવયવો ઉલ્લાસ પામ્યા, નેત્રો વિકસિત બન્યા, અને કણ ઉંચાનીચા થવા લાગ્યા. પોતાનો હર્ષ જણાવવા તે જમીન ખણવા લાગ્યો અને આગળના બે ચરણો ભૂમિ સુધી નમાવી વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. આ દ્રશ્ય જોઈ સમગ્ર પર્ષદા આશ્ચર્યયુક્ત બની ગઈ. તેવામાં અશ્વ તીર્થકર ભગવાનની સામે આવ્યો અને “શ્રી મુનિસુવ્રત સ્વામીને ત્રણવાર પ્રદક્ષિણા આપી તેમની સમક્ષ નત મસ્તકે ઊભો રહ્યો. C All જિતશત્રુ રાજાએ પ્રભુને આનું કારણ પૂછ્યું : પરમાત્માએ તેનો પૂર્વભવ સંભળાવ્યો અને જણાવ્યું કે “પૂર્વભવના મિત્રસ્નેહથી આકર્ષાઈ હું અત્રે તેને પ્રતિબોધ કરવા માટે આવેલ છું. અને તેનું આયુષ્ય પણ હવે અલ્પ છે.” આ સાંભળી જિતશત્રુ રાજાએ પણ તેને મુક્ત કર્યો. અશ્વે પણ પરમાત્મા પાસે અનશન સ્વીકાર્યું અને આત્મભાવમાં લીન થયો. પંદર દિવસ પર્યત શુભ ધ્યાનમાં રક્ત રહી પ્રાંતે તે અશ્વ કાળધર્મ પામી આઠમા સહસ્ત્રાર નામના દેવલોકમાં દેવ થયો. દેવ થયા પછી પોતાનો પૂર્વભવ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમાધિમરણ વિચારી મુનિસુવ્રત ભગવાન પાસે આવ્યો, અને વીણા, વેણુ અને મૃદંગ સાથે ભક્તિપૂર્વક નૃત્ય કર્યું. તે સ્થાન આજે “અશ્વાવબોધ' તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. તે જ સ્થળે સિંહલદ્વીપની રાજકુમારી સુદર્શનાએ “શકુનિકાવિહાર’ નામનું દેવાલય બંધાવેલ છે.” (‘ચંદરાજાના રાસ'માંથી) મંત્રમાં મન રોકે તો દુ:ખ મટી સુખની કમાણી થાય “આમ જીવ દુઃખ કે અસાતા વખતે શરીરમાં વૃત્તિ રાખીને દુઃખી થવાનો વેપાર કરી દુઃખની કમાણી કરે છે તેને જ્ઞાની પુરુષો વારે છે કે કોઈ પણ કારણે મુમુક્ષુજીને આર્તધ્યાન ન થવા દેવું અને તેમ થાય તો પશ્ચાત્તાપ કરી જ્ઞાનીએ આપેલું સાધન, મંત્ર, વીસ દોહરા, ક્ષમાપના, આત્મસિદ્ધિ આદિ જે મુખપાઠ કરેલું હોય તેમાં ચિત્તને રોકવા પુરુષાર્થ કરવો તો બચી શકાય તેમ છે. કૂવામાં પડેલા માણસને તરતાં ન આવડતું હોય પણ ભાગ્યયોગે દોરડું લટકતું ઉપર ચઢાય તેવું હાથ લાગી જાય તો તે બચી શકે તેમ તે પ્રસંગે મંત્રનું સ્મરણ બહુ ઉપયોગી છેy.” (બો.૩ પૃ.૨૦૯) શ્રદ્ધારૂપી દોરડું પકડી રાખે તો સંસારરૂપી કુવામાંથી બહાર નીકળી શકાય એક શેઠપુત્રનું દ્રષ્ટાંત- “એક શેઠ હતો. તેણે પોતાના દીકરાના લગ્ન બીજા ગામની શ્રીમંતની દીકરી સાથે કર્યા હતા. એકવાર તે પિયર ગઈ હતી. તેને લેવા શેઠનો દીકરો આવ્યો. સાસુ, સસરા દીકરીને સાસરે મોકલવા તૈયાર હતા પણ હવે દીકરી સાસરે જવા તૈયાર નહોતી. કેમકે અશુભ કર્મના ઉદયે પતિ પાસે ધન ખલાસ થઈ ગયું હતું, છતાં માતાપિતાના આગ્રહે તે પતિ સાથે જવા તૈયાર થઈ. Page #181 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૭૭ રસ્તામાં એક કૂવો આવ્યો. ત્યારે પત્ની બોલી, મને તરસ બહુ લાગી છે માટે આ કૂવા માંથી પાણી કાઢી આપો. તેનો પતિ પાણી કાઢવા ગયો અને જેવો તે વળ્યો કે તેણીએ ધક્કો મારી કૂવામાં નાખી દીધો. પોતે પાછી ઘરે આવી માતાપિતાને કહ્યું : તમારા જમાઈને તો ચોરોએ ઝાડે બાંધી દીધા છે. હું તો મહામુશ્કેલીએ અહીં આવી છું એમ કહી રડવા લાગી. બધાએ તેને આશ્વાસન આપી શાંત કરી. સદ્ગુરુ કૃપા કરી સંસારરૂપી કૂવામાંથી જીવને ખેંચીને બહાર કાઢે છે હવે તેનો પતિ જ્યારે કૂવામાં પડ્યો ત્યારે અંદર એક ઝાડ હતું તેની ડાળને તેણે પકડી લીધી. વટેમાર્ગુ ત્યાં પાણી ભરવા આવ્યો ત્યારે તેણે બૂમ પાડી. તેથી વટેમાર્ગુએ દયા લાવી, દોરડું નાખી ખેંચીને બહાર કાઢ્યો, તે વટેમાર્ગુનો તેણે ઘણો ઘણો આભાર માન્યો. તેમ આપણે ધન, સ્ત્રીના મોહને કારણે સંસારરૂપી કૂવામાં પડેલા છીએ. વટેમાર્ગુની જેમ સદ્ગુરુ નિષ્કારણ કરુણા કરી શ્રદ્ધારૂપી દોરડું નાખી સંસારરૂપી કૂવામાંથી બહાર કાઢવા ઇચ્છે છે. હવે તે શ્રદ્ધારૂપી દોરડું છેક બહાર નીકળે ત્યાં સુધી અર્થાત્ છેલ્લી ઘડી સુધી જીવ પકડી રાખે તો સંસારરૂપી કૂવામાંથી જરૂર બહાર નીકળી શકે.” (સત્સંગની સુવાસમાંથી) પાણી પહેલા પાળ બાંઘવી, નહીંતો આખરે પસ્તાવું પડશે “રાગદ્વેષને શત્રુરૂપે જાણું તો જ તે છૂટે. જો તેમાં આનંદ રંગ કે સુખ લાગે તો કદી ન છૂટાય ! માટે હે પ્રભુ! તેમાં રંગાઈ જવાય છે તે ભાવથી મને બચાવો. તેવા વૈરાગ્ય માટે મરણ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમાધિમરણ વારંવાર વિચારી સમાધિમરણ માટે આજે શું કર્યું? એવું રોજ સૂતી વખતે વિચાર કરવાની ટેક રાખવા યોગ્ય છેજી. પાણી પહેલાં પાળ બાંધી નહીં મૂકીએ તો આખરે પસ્તાવું પડશે.” (બો.૩ પૃ.૨૩૧) દુઃખ ઉપરથી દેખાય પણ અંતરંગભાવ પ્રમાણે તેની દશા કહેવાય “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ?” સદ્ગત ભાઈ જુગરાજજી બાવરના દેહત્યાગના સમાચાર જાણ્યા. તેમણે જે ધર્મભાવના કરી લીધી હતી તે તેમની સાથે ગઈ. દુઃખ આપણી નજરે દેખાય છે તેની તે વખતની અવસ્થા માની લેવા યોગ્ય નથી; કારણ કે તે તો પૂર્વે કરેલાં કર્મનું ફળ છે, પણ તે ભોગવતાં જેવા તેના વર્તમાનમાં ભાવ રહેતા હોય તે તેની દશા ગણવા યોગ્ય છેજી. - પરમ કૃપાળુદેવે લખ્યું છે : “વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદ બળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, પ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.” (૫૬૮) અંત વખતે “બોધ અને વૈરાગ્યની વાસના” કામ આવે છે માટે આપણે તેવો પ્રસંગ આવવાનો છે તે પહેલાં બોધ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય તે અર્થે સત્સંગ, સલ્લાસ્ત્ર દ્વારા બનતો પુરુષાર્થ કરી લેવો. (બો.૩ પૃ.૨૩૨) આ ભવમાં સપુરુષનો યોગ મળ્યો માટે અવશ્ય કલ્યાણ કરવું “મનુષ્યભવમાં અત્યારે ખરો અવસર આત્માનું કલ્યાણ કરવાનો આવ્યો છે, તે વખતે પ્રમાદ કરી દેહ કે ધંધાના કાર્યો પાછળ ભવ ગાળી નાખીશું તો આખરે પસ્તાવું પડશે. માટે લૂંટમલ્ટ લેવાય તેટલો લહાવો લઈ લેવો. લખચોરાશીના ફેરામાં પછી શું બનવાનું છે ? મોહરૂપી ઊંઘમાં જગત આખું પડ્યું છે તેમાંથી પૂર્વના પુણ્ય સરુનો યોગ અને સત્સાધન પ્રાપ્ત થઈ ગયાં, તો હવે લઈ મંડવું. ઘણાં વર્ષો ભાન વગરની દશામાં ગયા. હવે સસ્તુરુષનો યોગ થયા પછી તેવા ને તેવા રહી જઈશું તો આ યોગ મળ્યો તે ન મળ્યા જેવો અફળ ગણાશે. તેમ થઈ ન જાય માટે ચેતવાનું છે.” (બો.૩ પૃ.૨૩૨) Page #183 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૭૯ દેહની સંભાળ કરે પણ આત્માની નહીં કરે તો જીવ પશુગતિમાં જાય ક્ષુલ્લક શિષ્યનું દૃષ્ટાંત– “વસંત-પુરમાં દેવપ્રિય નામે શ્રેષ્ઠી રહેતો હતો. યુવાવસ્થામાં તેની ભાર્યા મરણ પામવાથી તેને વૈરાગ્ય થયો. તેથી પોતાના આઠ વર્ષના પુત્ર સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. ક્ષુલ્લક શિષ્ય પરિષહોને સહન કરી શક્તો નહીં, તેથી પિતાને કહ્યું કે હે પિતા! મારાથી જોડા વિના ચાલી શકાય નહીં; છત્રી વગર પણ મારે નહીં ચાલે, વળી હે તાત! ભિક્ષા માટે હું ઘરે ઘરે ફરું નહીં. તેથી પિતા ભિક્ષા લાવી આપે છે. સુવા માટે પલંગ માગ્યો, સ્નાન વગર નહીં ચાલે, લોચને સહન નહીં કરી શકું. બધી ઇચ્છા પિતાએ પૂરી કરી ત્યારે છેલ્લું કહે હે પિતા! હું બ્રહ્મચર્ય પાળી શકું એમ નથી; એ સાંભળી પિતાએ તેને અયોગ્ય જાણી ગચ્છની બહાર કર્યો. અનુક્રમે તે મૃત્યુ પામી પાડો થયો અને તેના પિતા સ્વર્ગલોકમાં દેવતા થયા. દેવલોકથી આવી પૂર્વભવની સ્મૃતિ આપી પુત્રને ઠેકાણે લાવ્યો તે દેવતાએ અવધિજ્ઞાન વડે પુત્રને પાડો થયેલો જાણીને સાર્થવાહનું રૂપ ધારણ કર્યું અને તે પાડાને પોતે ખરીદ કર્યો. તેના ઉપર ઘણું પાણી ભરીને તેને ચલાવે. ઉપરથી કોરડાનો માર મારે તેથી તે પાડો બરાડા પાડવા લાગ્યો. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમાધિમરણ દેવે કહ્યું કે “અરે! કેમ બરાડા પાડે છે? પૂર્વ જન્મમાં કરેલા કર્મનું આ ફળ છે. પૂર્વભવમાં “હે પિતા! હું આમ કરવા શક્તિમાન નથી, તેમ કરવા શક્તિમાન નથી” વગેરે પૂર્વજન્મમાં કહેલાં વચનો વારંવાર તેને સંભળાવવા લાગ્યો. તેથી પાડાને જાતિસ્મરણજ્ઞાન થયું અને આંખમાંથી આંસુ પડવા લાગ્યા. પૂર્વભવે ચારિત્ર ન પાળી શક્યો તેથી મારે અહીં પાડા થવું પડ્યું છે. પછી દેવતાએ કહ્યું–શુભ ગતિની ઇચ્છા હોય તો અનશન ગ્રહણ કર. તે સાંભળીને પાડાએ અનશન ગ્રહણ કર્યું. ત્યાંથી મરીને વૈમાનિક દેવતા થયો. માટે આપણે પણ સમાધિમરણ કરવું હોય તો બધા પ્રકારની સાંસારિક ઇચ્છાઓ છોડવી પડશે તો જ સમાધિમરણ થશે. નહીં તો મનુષ્ય મરીને પશુયોનિ કે નરકગતિમાં જાય; તેને કોણ બચાવે.” -ઉપદેશપ્રાસાદ ભા.ભા.૪ના આધારે સાચા હૃદયથી છૂટવાની ભાવના કરે તો જન્મમરણથી જરૂર છૂટાય “સગત....... જે કામો કરતા અને પોતાનું માની જે ભાર બોજો વહેતા તે જોવા પણ હવે આવનાર છે ? એમ કેટલાય ઠેકાણે આ જીવ જભ્યો, મોટો થયો, મારાં માની મરતાં સુધી કામ કર્યા, ત્યાં ને ત્યાં અધૂરાં મૂકી ચાલી નીકળ્યો પણ જન્મમરણના ચક્કરમાંથી છુટાય તેવું કાંઈ કર્યું નહીં. તેથી આ ભવમાં હજી જીવ ભમે છે. હવે તેવું કંઈ કરી શકાય તેવો યોગ આવી મળ્યો છે તો બીજી બાબતોમાંથી મન ઉઠાવી લઈ આ આત્માની પરભવમાં શી વલે થશે ? આત્મા માટે Page #185 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૮૧ મહાપુરુષો કેટલું બધું રાતદિવસ મથે છે ? અને હું ક્યારે આત્માની દયા લાવી તે મહાપુરુષોને પંથે વિચરીશ ? એવી ભાવના રોજ કર્યા કરવી ઘટે છેજી. સાચા દિલથી કરેલી ભાવનાઓ સફળ થાય છેજી. અત્યારે જે ભોગવીએ છીએ, તે પૂર્વે કરેલી ભાવનાનું ફળ છે. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ” (બો.૩ પૃ.૨૩૨) આશ્રમમાં દેહ છૂટે એવી જ ભાવના રાખવા યોગ્ય “સ્વ. પૂ. માણેકજી શેઠ (કચ્છના ઉમદા સત્સંગપ્રેમી બાહોશ ગૃહસ્થ હતા) ઇંદોર માંદા થયા, તેમણે એક મુમુક્ષુ તેમને મળવા આવ્યો તેને પોતાની આખર સ્થિતિ જાણી રોકી લીધો અને ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને તાર કર્યો કે મારા છેલ્લા નમસ્કાર સ્વીકારવા કૃપા કરશોજી. ૫.ઉ.પ. પૂ.પ્રભુશ્રીજીએ બધા ટ્રસ્ટીઓ જે હાજર હતા તેમને બોલાવી સલાહ લીધી કે શું કરવું ? મને મોકલવાનું નક્કી થયું. પછી તેઓશ્રીએ મને પૂછ્યું કે આઠમનો ઉપવાસ છે ને રસ્તામાં પારણા વગેરેની અડચણ પડશે. મેં કહ્યું કે મને હરક્ત કંઈ નથી. વળી કહ્યું કે ન જવાય તો ચાલશે. પણ મને તો તેવી ભાવના હતી કે ગમે તે ભોગે પણ આજ્ઞા ઉઠાવવી, એટલે પોતે રજા આપી. અડધે રસ્તે ગોધરા જતાં તેમનાં બહેન મુંબઈથી આવતાં હતાં તેમના ઉપર તાર આવ્યો કે તેમનો દેહ છૂટી ગયો છે.” (બો.૩ પૃ.૨૬૯), આશ્રમમાં જેને દે છૂટશે તેનું સમાધિમરણ થશે “પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેનો દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. આ આપના લક્ષમાં રહેવા જણાવ્યું છે. ભાવના તો તે જ રાખવા યોગ્ય છે, પછી જેવો પ્રારબ્ધનો ઉદય. પણ પુરુષાર્થ ધર્મને પ્રધાન રાખી વર્યા જવા વિનંતિ છેજ.” -બો.૩ (પૃ.૨૭૦) સત્સાઘનના અભ્યાસ વિના મરણ પ્રસંગે ટકી શકાય નહીં “અનંતકાળથી ઇંદ્રિયોનાં સુખની ઝૂરણા કરી, પણ જન્મમરણ ટળ્યાં નહીં. હવે સત્પષના યોગે તો કંઈક આંટા ઊકલે એવો માર્ગ લેવો છે, એવો નિર્ણય વિચારવાન જીવે જરૂર કર્તવ્ય છે'. મનને અઘરું પડે તોપણ આંખો મીંચીને પણ સત્પરુષે જણાવેલા સત્સાધનમાં વિશેષ કાળજી રાખી કંઈક તેનો અભ્યાસ પડી જાય, સહેલાઈથી તેમાં જ વૃત્તિ રહ્યા કરે એવો ઉપાય કરી મૂક્યા વિના ભારે વેદની કે મરણ પ્રસંગે ટકી શકાય તેમ નથી. માટે સમાધિમરણની ભાવના રાખનાર દરેક મુમુક્ષુ જીવે સત્સાધનનું અવલંબન કર્મના ધક્કાથી છૂટી જાય કે ત્વરાથી તેનું અનુસંધાન કરી તેમાં જ ઘણો કાળ ગાળવા પ્રયત્ન કરતા રહેવાની જરૂર છેજી. વારંવાર મન ક્યાં કરે છે તેની તપાસ રાખતા રહેવાની ટેવ પાડી મૂકવા યોગ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. (બો.૩ પૃ.૨૭૧) Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમાધિમરણ જીવ ! તું શીદ શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે; તારું ધાર્યું થાતું હોત તો, સુખ સંચી દુઃખ હરે. કૃષ્ણને” “મોહઘેલછા જગ આખામાં, વ્યાપી રહી અપાર અહો ! જન્મમરણનાં દુઃખ કેટલાં, તેનો નહીં વિચાર અહો ! મોહમદિરાના છાકે જીવ, જાણે ન ઠીક અઠીક અહો ! દિન ઉપર દિન ચાલ્યા જાતાં, આવે મરણ નજીક અહો ! નજરે મરતાં જન જગમાં બહુ, દેખે તોયે અંધ અહો ! વિપરીતતા કોઈ એવી ઊંડી, લાંબી કાળ અનંત અહો ! વાત કરે “મરવાનું સૌને” લે નહિ નિજ સંભાળ અહો ! ખટકો ઉરમાં રહે ન કાંઈ, વદે બહુ વાચાળ અહો ! વેરઝેરમાં કાળ ગુમાવે, સ્વાર્થ વિષે મશગૂલ અહો ! દુર્લભ માનવભવની કિંમત, ગણી ન એ મહા ભૂલ અહો ! દેવ, ગુરુ, ધર્માદિ સાચા, સત્સંગે સમજાય અહો ! દયા, દાન, તપ, ભક્તિયોગે, નરભવ સફળો થાય અહો !” (પ્રજ્ઞાવબોધ-૮૬) રોકકળ મૂકી અનિત્ય, અશરણ આદિ ભાવનાઓમાં રહેવાથી સ્વપર હિતા “બનનાર તે ફરનાર નહીં અને ફરનાર તે બનનાર નહીં.” આયુષ્ય અલ્પ લઈને આવેલા મહેમાનને કોણ વધારે વાર રાખવા સમર્થ છે ? તેની પાછળ ખેદ કરવામાં કંઈ સાર નથી. જે બની ગયું તે અન્યથા થવાનું નથી. ઊલટું આર્તધ્યાન કરી કર્મ બાંધવાથી આપણું એટલું ભક્તિ કરવા યોગ્ય આયુષ્ય એળે જાય અને તેવા વખતમાં આયુષ્ય બંધાઈ જાય તો રોકકળ કરનારને ઢોરપશુની ગતિમાં જવું પડે. એવું કામ પોતે પણ ન કરવું અને બીજાને પણ સમજાવી રડવાકુટવાથી પાછા વાળી કંઈ વાંચી સંભળાવવું. “સમાધિસોપાન'માંથી અનિત્ય, અશરણ, સંસાર આદિ ભાવનાઓ જે કોઈ રોવા કે સાંભળવા આવે તેમને તે દિવસોમાં સંભળાવવાથી તમારો તેમ જ સાંભળનારાઓનો વખત ધર્મકાર્યમાં જવાથી સ્વપરહિત થશેજી.” (બો.૩ પૃ.૨૭૪) મરણ બગાડે એવો, બઘા ઉપરનો મોહ પહેલા છોડવો સમ્મદ્રષ્ટિ જીવ સવળું કરે એવું પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. શોક થતો હોય તેને તપાસે કે દીકરા ઉપર બહુ મોહ કર્યો હતો તો હવે આ વિયોગ વધારે સાલે છે. જેમને વધારે મોહ તેના ઉપર નહીં હોય તેમને એટલું બધું લાગતું નથી. તો હવે એ શિખામણ લેવી કે નાશવંત વસ્તુઓ ઉપર મોહ કરવો. તેમાં આનંદ માનવો તે ક્લેશકારી આખરે નીવડે છે. માટે હવે વિષયભોગ, સગાંવહાલાં, ધન, ખેતર, કુટુંબ આદિનો વિચાર કરી, ઊંડાં મૂળ મોહે નાખ્યાં હોય તેને ખેંચી કાઢવાનો, તેને વિચારીને ક્ષય કરવાનો અવસર આવ્યો છે. તો હવે શાના વિના મારે Page #187 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ચાલે એવું નથી ? મરતી વખતે મને શું આડું આવે એવું છે ? શામાં મારું મન વારંવાર ભમ્યા કરે છે ? એના વિચાર કરી મરણ આવ્યા પહેલાં, મરણ બગાડી અધોગતિ કરાવે એવી વૃત્તિઓને શોધી શોધીને હવે દૂર નહીં કરું તો અચાનક મરણ આવી પહોંચશે ત્યારે મારાથી એકાએક એટલો બધો પુરુષાર્થ નહીં થાય કે તેમાં મારું મન ન જ જવા દઉં. માટે પહેલેથી વિચારી વિચારી દોષોને ઓળખી તે દોષો દૂર કરવા સદ્ગુરુશરણથી આજે જ કેડ બાંધવી છે એવો નિર્ણય કરી જીવન સફળ થાય તે માટે પુરુષાર્થ કરવાનો ક્રમ આરંભશો તો પુત્રવિયોગની વાત વિસારે પડશે, અને આ જીવની શી વલે થશે ? એ વાત મુખ્ય થશે, અને એ જ હવે તો કર્તવ્ય છેજી.’’ (બો.૩ પૃ.૨૭૪) ૧૮૩ બીજાનું જોઈ આપણું મરણ સુધારવા જરૂર ચેતવું “બીજાનું ભલું કરવા આપણે સમર્થ નથી, પણ આપણા જીવને અધોગતિના મહાદુઃખોમાંથી બચાવી લેવા સદ્વિચાર કરી સદાચારમાં આવી આપણું હિત કરવું તે તો આપણા જ હાથની વાત છે. સુપુત્રે તો પોતે મરીને શિખામણ આપી કે આમ સર્વને વહેલા-મોડા જવાનું છે, માટે જરૂર જરૂર જરૂર ચેતજો. જાતે જોયેલી વાત ભૂલી ન જતાં આપણે માથે મરણની ડાંગ ઉગામેલી જોતાં રહી સત્કાર્યોમાં વધારે ચિત્ત દઈ પાપથી બીતા રહેવા વિનંતી છેજી.” (બો.૩ પૃ.૨૭૪) ,, પોતાના કરેલા કર્મથી દુઃખ આવે, બીજા તો નિમિત્ત માત્ર છે “જગતમાં કોઈ કોઈનું નથી. કોઈ કોઈનું દુઃખ લઈ શકતું નથી. કોઈ કોઈને સુખ આપી શકતું નથી. જીવ એકલો જ આવે છે અને એકલો જ પોતાનાં કરેલાં કર્મ ભોગવવા પરલોક જાય છે. માટે આણે મારું બગાડ્યું કે આ મારો શત્રુ છે, આ મને હિતકારી છે કે આનું તો મોં મને આખરે અવગતિ કરાવશે એવા રાગદ્વેષનાં ભાવો જીવન અને મરણને બગાડનારા છે. માટે પૂર્વે કરેલાં કર્મથી સુખદુઃખ આવે છે તેમાં કોઈનો દોષ નથી; માત્ર અણસમજથી બીજાના નિમિત્તને લક્ષમાં રાખી જીવ આકુલવ્યાકુલ થાય છે. ભલે કોઈ ચાકરી કરનાર હોય કે ન હોય; કોઈ આપણાં કામ ચલાવનાર પાછળ હોય કે ન હોય; કોઈ નિંદા કરે કે કોઈ વખાણ કરે તે તરફ લક્ષ ન રાખતાં આ જીવે કરેલાં કર્મ તેને અવશ્ય ભોગવ્યા વગર છૂટકો નથી. તેમાં કોઈનો વાંક નથી. હાથનાં કર્યાં હૈયે વાગે છે; માટે સમતા રાખી, સદ્ગુરુનું શરણું મળ્યું છે તે મહાભાગ્ય માની, તેને આશરે હવે દેહ છોડવો છે એવો પાકો નિર્ણય કરી, રોજ તે નિર્ણય પ્રમાણે વર્તાય છે કે બીજો આશરો શોધવા જીવ મોહવશ ભટકે છે તે તપાસતા રહેવા વિનંતી છેજી. આ પુરુષાર્થ જરૂર જીવને ઊંચો આણે એવો છે. માટે હવે બાહ્ય વસ્તુઓનું, બીજા જીવોનું અવલંબન છોડી સ્મરણ નિરંતર રહે અને સમભાવ રાખી સર્વ પ્રત્યે મૈત્રીભાવના અને સદ્ગુરુપદમાં અભેદભાવના જેમ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમાધિમરણ વિશેષ રહે તેમ કરતા રહેવા સર્વ આત્મહિતેચ્છુઓને વિનંતી છેજી. થોડું લખ્યું ઘણું માનજો; વિશેષ વિચાર કરજો; અને કંઈ પણ આચરણ થાય છે કે નહીં તેની તપાસ રાખશોજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૨૭૫) જ્ઞાન ઉપર આવરણથી મૂઢ બનેલ આત્મા જાણી શકે નહીં “પ્રશ્ન–માણસ મરી જાય છે તે કેવી રીતે અંદરથી આત્મા જતો રહે છે ? કંઈ ખબર કેમ પડતી નથી ? ઉત્તર–ઉપરના પ્રશ્નમાં ઉત્તર ઘણોખરો આવી ગયો છે પણ ફરી સ્પષ્ટ થવા લખ્યું છે. આયુષ્યકર્મને આધારે આ દેહ ટકતો હતો તે જેમ દીવામાં દિવેલ કે ઘાસતેલ થઈ રહે એટલે દીવો બુઝાઈ જાય છે અને જ્યોતિ વગરનું ફાનસ કે કોડિયું પડ્યું રહે છે તેમ દેહમાંથી અરૂપી (આંખે ન દેખાય તેવો) આત્મા કર્મ જ્યાં લઈ જાય ત્યાં ચાલ્યો જાય છે એટલે તેના આધારે શ્વાસોચ્છવાસ, લોહીનું ફરવું, ગરમી વગેરે નિશાનીઓથી જીવ જણાતો હતો તે ન દેખાવાથી આત્મા ચાલ્યો ગયો એવું નક્કી થાય છે. પવન વાતો હોય ત્યારે જેમ ઝાડનાં પાન હાલતાં જણાય છે, પણ સ્થિર પાન જણાય તો પવન પડી ગયો છે એવું લાગે છે તેમ આત્મા આંખે દેખાય તેવો પદાર્થ નથી અને કર્મો જે સાથે જાય છે તે પણ પવનની પેઠે દેખાય તેવાં નથી. એટલે જતો કેમ કરીને ભળાય ? પણ જેનો આત્મા નિર્મળ હોય છે તે તો મરતાં પહેલાં પણ જાણે છે કે છ મહિના પછી આનો દેહ છૂટી જશે. પરમકૃપાળુદેવ ઘણાને કહેતા કે અમુકનું આટલું આયુષ્ય છે. જ્ઞાન ઉપર આવરણ હોવાથી તે શક્તિ ઢંકાઈ ગઈ છે, તેને ખબર નથી પડતી. અરીસા ઉપર કચરો બહુ ઠર્યો હોય તો મુખ અંદર દેખી શકાતું નથી; તેમ જ્ઞાનાવરણીય કર્મના થરથી બધું જાણી શકે તેવો આત્મા મૂઢ જેવો બની કિંઈ જાણી શકતો નથી.” (બો.૩ પૃ.૨૮૯) જિંદગીનો છેલ્લો ભાગ સુઘારે તો અનંતકાળના દોષોનું સાટું વળી રહે પ.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા કે “ભૂલ્યો ત્યાંથી ફરી ગણ, જાગ્યા ત્યાંથી, સમજ્યો ત્યાંથી સવાર” ગણીને હવે જેટલું થોડું જીવવાનું બાકી રહ્યું છે તે એવું જીવવું કે જેથી સર્વને સંતોષ થાય અને આપણું કલ્યાણ થાય. વળી કહેતા કે પાઘડીને છેડે કસબ આવે છે તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે; તેમ જિંદગીનો છેલ્લો ભાગ જે સદ્ગુરુને શરણે સુધારી સમાધિમરણ કરવા કેડ બાંધી પુરુષાર્થ કરે અને સમાધિમરણ કરે તો જિંદગીના બધા દોષોનું અને અનંતકાળમાં થયેલા દોષોનું સાટું વળી રહે તેમ છેજી. આશ્રમમાં જેનો દેહ છૂટશે તેને સમાધિમરણ થશે એમ પણ તેમને બોલતા સાંભળેલ છેજી. અને આપને તો હવે સર્વ પ્રકારે તેવી અનુકૂળતા મળી છે કે કોઈની ચિંતા-ફિકર કરવાનું રહ્યું નથી. છોકરા છોકરાનું કરી લે છે. એક તમારે તો ફકત સત્સંગ અને સદ્ગુરુની આજ્ઞામાં હવે પાછલા દિવસો ધર્મધ્યાનમાં ગળાય તેવી ભાવના હોય તો સહેજે બને તેવું છે તે કરી લેવા વિનંતી છેજી. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૨૮૯), Page #189 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૮૫ કુટુંબરૂપ પંખીના મેળામાંથી વિખરાઈ કઈ ગતિમાં જવું છે? તેની વિચારણા જરૂર કરવી આપનો પત્ર મળ્યો. અનેક પ્રકારની આફતોમાં પરમપુરુષનાં વચનો આપને ધીરજનું કારણ બન્યાં છે એમ જાણી સંતોષ થયો છે. આપણી સાથે એક જ કુટુંબમાં વસનાર મરણને શરણ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખેદ અને શોકનું કારણ બને; તોપણ વિચારવાન જીવ તે ખેદ અને શોકને વૈરાગ્યભાવમાં પલટાવી દે છે અને વિચારે છે કે મોટા પુરુષો પંખીના મેળા જેવાં સગાંસંબંધીઓનું વર્ણન કરે છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. પૂર્વ, પશ્ચિમ આદિ દિશામાંથી આવી એક વૃક્ષ ઉપર રાત્રિ ગાળવા પક્ષીઓ એકઠાં થાય છે, પણ પ્રાતઃકાળ થતાં પાછાં જુદી જુદી દિશામાં ઊડી જાય છે; તેમ ચાર ગતિમાંની કોઈ કોઈ ગતિમાંથી કુટુંબીઓ એકઠાં કુટુંબમાં મળે છે અને આયુષ્ય પૂર્ણ થતાં કર્મ પ્રમાણે જુદી જુદી ગતિઓમાં વીખરાઈ જાય છે. આપણે પણ આયુષ્ય પૂર્ણ થયે અહીંથી અવશ્ય ચાલ્યા જવાનું છે, અને પરભવને વિષે કેવા હાલ થશે તેનો આધાર, આ ભવ જે પ્રકારે ગળાય છે તેના ઉપર છે. માટે બહુ વિચારપૂર્વક વર્તન આ ભવમાં રાખ્યું હશે તો પરભવમાં તેનું ફળ સારું આવશે. હજી આપણા હાથમાં આ મનુષ્યભવના આયુષ્યનાં જે વર્ષ બાકી છે તેનો ઉત્તમ ઉપયોગ થાય તેમ ગળાય તેવી વિચારણા મારે જરૂર કરી લેવી એવી પ્રેરણા આ પ્રસંગ કરી રહ્યો છે. પત્રાંક ૬૮૯ વારંવાર વિચારવા ભલામણ છે'.” (બો.૩ પૃ.૨૯૫) આજે મોંઘા મહેમાનને વળાવ્યો પંડિતજીનું દ્રષ્ટાંત– “એક સ્થળે શ્રીરામ જેવા શ્રોતા અને વસિષ્ઠ જેવા વક્તા તથા યોગવાસિષ્ઠ જેવા ગ્રંથની કથા થતી હતી. ત્યાં કોઈ મોડું આવતું નહોતું. બધા કથાને મુખ્ય જીવન માનતા હતા. ખાવાનું ભૂલે પણ કથામાં જવાનો સમય ન ભૂલે. તે વક્તા ‘પોથીમાંનાં રીંગણાં” જેવા નહોતા; તેમ જ શ્રોતાઓ પણ ‘તુમ બકતે હો ઔર હમ સુનતે હૈં!” જેવા નહોતા. તે સ્થળ વૈકુંઠ આદિને વીસરાવી દે એવું સાત્ત્વિક હતું. ગમે તેવો તપ્ત થયેલો મનુષ્ય ત્યાં આવી શાંત થાય. કોઈ મોડું આવે તો પંડિતજી સારી રીતે ટોકે. જેને ટોકે તે પોતાના હિતનું માની રાજી થાય. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમાધિમરણ એક દિવસ પંડિતજી પોતે જ અર્ધા કલાક મોડા આવ્યા. એટલે બધા શ્રોતા કહેવા લાગ્યા કે, “આજે પંડિતજીને આપણે ટોકીશું; ઘણે દિવસે વારો આવ્યો છે. એવામાં પંડિતજી આવ્યા અને ઘણાએ મોડું થવાનું કારણ પૂછ્યું, ત્યારે પંડિતજીએ કહ્યું : “આજે એક મોંઘો મહેમાન વળાવ્યો એટલે જરા મોડું થયું. એ માટે હું સભા પાસે ક્ષમા માગું છું. જેનો કથાકાર આટલો વિનયવાળો હોય, તેના શ્રોતા કેટલા વિનયવાળા હશે? ક્યા ગામનો મહેમાન હતો?” એમ સૌ કોઈએ પૂછ્યું ત્યારે પ્રફુલ્લિત ચહેરે તે બોલ્યા : “આપણા ચિરંજીવનો આજે દેહ છૂટી ગયો. તે મહેમાન જ ગણાયને; કારણ કે મેં ગૃહસ્થાશ્રમ માંડ્યો ત્યાર પછી તે મારે ત્યાં આવ્યો અને આજે ગયો. બધા જ સંબંધો એવા છે.” શ્રોતાજનો આશ્ચર્ય પામ્યા. આવા વક્તા હોય ત્યાં શ્રોતાઓને અસર થયા વિના કેમ રહે?” (સુબોધ કથાસાગરમાંથી) સંસારની આસક્તિ ઘટાડે તો સમાધિમરણની તૈયારી કરે સંસાર-આસક્તિ ઓછી થવાનો ક્રમ અંગીકાર કરશો. તે સમાધિમરણની તૈયારીરૂપ છેજી. પવિત્રાત્મા પૂ. નિર્મળા એક અસહાય પરાધીન બાળા છતાં સંસારથી છૂટવા કેટલો બધો પુરુષાર્થ અનેક મુશ્કેલીઓમાં કરે છે! છતાં આપણે સ્વતંત્રપણે બીજી ઉપાધિઓ સંકોચી શકીએ તેમ છીએ, છતાં વધાર્યા જઈએ છીએ; તો ઉપર ઉપરથી છૂટવું છે, છૂટવું છે એમ કહેવું છે કે ખરેખર Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન છૂટવું જ છે એમ લાગ્યું છે? જો લાગ્યું હોય તો તે પવિત્ર બહેન નિર્મળાનું દ્રષ્ટાંત લઈને પણ જેમ બને તેમ બીજા વિકલ્પો ઓછા થાય તેવો કોઈ ક્રમ શોધી તે પ્રકારે નિશ્ચિંત થઈ જવાનો યથાર્થ માર્ગ આરાધવો અને આ માયાજાળમાં આગળ ને આગળ વધતા ન જવું. એક ધ્યેય નિશ્ચય કરી તેને અનુસરવાનો નિશ્ચય કરી દેવો એટલે વહેલેમોડે તે અમલમાં મુકાય. એમ કર્યા વિના માત્ર ઘર બળતું દેખી કોઈ ગભરાઈ જાય ને છૂટવાનો માર્ગ ન લે તો તે બૂમો પાડતો પાડતો અંદર બળી મરે.” (બો.૩ પૃ.૩૨૪) મરણ આજે આવો કે લાખ વર્ષે આવો, મારે ત્રિવિધ તાપ શમાવવો જ છે “જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે, તે તાપ જો સમજાતો હોય તો મરણ આજે આવો કે લાખો વર્ષે આવો પણ મારે તો મોક્ષનો માર્ગ નક્કી કરી તે રસ્તે ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં જરૂર જવું જ છે, એટલો નિશ્ચય એક વાર થઈ જાય તો પછી તેને તેના જ વિચારો મુખ્યપણે આવે, છાપાં વાંચવાનો વખત પણ ન મળે. સફુરુષોનાં વચન સિવાય તેને કંઈ રુચે નહીં. જે પુરુષ અનંત શ્રીમદ્ રાજચંદ્ર કૃપા કરી મોક્ષમાર્ગમાં જ જીવ્યા છે, અને તેનો ઉપદેશ કર્યો છે એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં વચનોનું પાન કરતાં તે થાકે નહીં. રાત-દિવસ તે જ લત લાગે અને તેમાં એને એટલો આનંદ આવે કે ધનના ઢગલા કમાવવાના છોડી તે તેની સાથે જ જીવે. એ રસ લગાડવો આપણા હાથની વાત છે. ઘણી વખત શ્રીમદ્ પરમકૃપાળુદેવનાં વચન વાંચવામાં જો ગાળશો તો તે તપરૂપ નીવડશે. અને શું કરવું તે આપોઆપ સદ્ગુરુની કૃપાએ સૂઝી આવશેજી.” (બો.૩ પૃ.૩૨૪) વેદના વખતે ખામીઓ જણાય તે દૂર કરે તો સમાધિમરણ થાય “ “ધીરજનાં ફળ મીઠાં છે' એવી કહેવત છે. એ લક્ષ રાખી જે જે કર્મના ફળરૂપે ભોગવવાનું આવી પડે તે સમતાપૂર્વક સદ્ગુરુમાં લક્ષ રાખી ભોગવી લેવાની શુરવીરતા શીખી રાખેલી મરણ વખતે કામ લાગે છેજી. સમાધિમરણ કરવું હોય તેણે કેટલી બધી તૈયારી કરી રાખી હોય તો તે પ્રસંગને પહોંચી વળાય તેનો કંઈક ખ્યાલ, વેદના સહન કરવાના અવારનવાર શ્રીમદ્ રાજચંદ્ર ખાંપમાં Rાસ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમાધિમરણ પ્રસંગ આવી પડે છે ત્યારે સમજાય છે, અને જે જે ખામીઓ તેવા પ્રસંગે લાગે તે વેદનાનો કાળ પૂરો થયે કે તે દરમ્યાન તે તે ખામીઓ દૂર કરવાના ઉપાય શોધીને આદરતા રહેવાની જરૂર જણાય છે. આત્માનો ઉદ્ધાર કરવાની ઊંડી દાઝ જેના હૃદયમાં જાગી છે તેણે તેવા પ્રસંગે મળેલી શિખામણ વિસરવા યોગ્ય નથી. કચાશ જેટલી છે તે દૂર કર્યે જ છૂટકો છે. માટે વિશેષ પુરુષાર્થ સ્કુરાવવાની જરૂર છે. પ્રમાદમાં તે પ્રમાદમાં અનંતકાળ વહી ગયો.” (બો.૩ પૃ.૩૨૬) સમાધિમરણની તૈયારી ચૂકાય નહીં એ મુમુક્ષુનું પહેલું કર્તવ્ય “પૂ. મંગળભાઈનો દેહ અચાનક છૂટી ગયો. આવું અસ્થિર આયુષ્ય પ્રત્યક્ષ જોયા છતાં જીવ પ્રમાદ તજવા કેમ તત્પર નહીં થતો હોય? આખરે ધર્મ સિવાય કંઈ જીવને આધારભૂત નથી, એમ જેટલું વહેલું જીવ જાણે, પ્રતીત કરે અને તેની જાગૃતિ રાખ્યા કરે તેટલું વિશેષ બળ ધર્મઆરાધનમાં અવશ્ય મળે તેમ છે. વિમાનમાં મુંબઈથી દાક્તરો બોલાવી તેમની સલાહ પ્રમાણે દવા સારવાર કરવામાં આવ્યા છતાં આયુષ્ય જેનું પૂર્ણ થયું હોય તેને કોઈ બચાવી શકતું નથી. આ પ્રસંગ પ્રગટ ઉપદેશરૂપ જાણી સર્વ મુમુક્ષજીવોએ ચેતવા જેવું છે. આસક્તિ ઓછી કરતા રહી, સમાધિમરણ થાય તેવા અભ્યાસમાં વર્તી જ્ઞાનીની આજ્ઞામાં અપૂર્વ પ્રીતિ, શરણભાવ અને અનન્ય નિષ્ઠાની દ્રઢતા કરી લેવા જેવું છેજી. બીજી બધી તૈયારીઓ કરતાં સમાધિમરણની તૈયારીનો લક્ષ ન ચુકાય એ દરેક તરવાના કામીનું પ્રથમ કામ છેજી. અનાદિનો પરવસ્તુઓનો, દેહાદિનો અધ્યાસ એકદમ છૂટે એવો નથી, પણ તે છૂટ્યા વિના મોક્ષમાર્ગે ચલાય તેવું નથી; માટે મુમુક્ષુજીવે તો એ વિકટ કાર્ય માટે પુરુષાર્થ કરવાનો લક્ષ સતત રાખવો ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૩૩૨) જે થવાનું હોય તે જરૂર થાય, શોક કર્યું કાંઈ વળે નહીં બ્રહ્મચારી પૂ. સૂરજબહેનના મા જ્યારે વિધવા થયા ત્યારે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસે આવેલાં. તેને દુઃખી દેખીને કરુણામૂર્તિ પૂ. પ્રભુશ્રીજીએ ‘હિંમત ન હારવી, બનનાર છે તે ફરનાર નથી, હિંમત મરદા તો મદદે ખુદા' વગેરે વચનો કહી કહ્યું કે આમાં શું ગભરાઈ જાય છે? મોટા પુરુષોને કેવાં કેવાં દુઃખ આવી પડેલાંરામને વનવાસ, પાંડવોને વનવાસ તથા દુર્યોધનની પજવણી, ગજસુકુમારની ક્ષમા વગેરે શબ્દોથી ધીરજ બંધાવી કહ્યું કે Page #193 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન આથી વધારે આવી પડશે ત્યારે શું કરીશ ? તે વખતે તેમને લાગેલું કે આથી વધારે દુઃખ વળી કેવું આવી શકે? પછી તે પોતાને ગામે ગયાં. થોડાં દિવસમાં તેમનાં ઘર લાગ્યાં એટલે તે તો ચિત્રપટ તથા પુસ્તકો વગેરે લઈને બહાર નીકળી ગયાં અને પૂ. પ્રભુશ્રીજીએ કહેલું તે સંભારવા લાગ્યાં કે થવાનું હોય તે જરૂર થાય છે, શોક કર્યે કંઈ લાભ નથી. દૂર રહ્યે રહ્યે ઘર લાગતાં જોયા કર્યું પણ હિંમત છોડી દઈ ગભરાઈ ન ગયાં. પતિનો દેહ છૂટી ગયો, ઘર બળી ગયાં, છોકરાં નાના હતાં; છતાં જે થવાનું છે તે મિથ્યા કેમ થાય ? એમ વિચારી હિંમત રાખી. તેમ તમારે પણ ગંભીરતાથી સર્વનું સાંભળ્યા કરવું. ભલે લોકો કહે કે એને છોકરા ઉપર ભાવ નહીં તેથી રડતી નથી કે કંઈ ગણતી નથી, પણ તેથી નુકસાન નથી. પણ જો આર્ત્તધ્યાનમાં ચિત્ત રહેશે અને રોવા-કકળવામાં જેટલો કાળ ગાળશો, તે વખતે કર્મ બંધાશે તે ભોગવતી વખતે આકરાં લાગશે. અને લોકો સારાં સારાં કહેશે તેથી કંઈ કર્મ ઓછાં નહીં બંધાય. માટે જ્ઞાનીપુરુષની આજ્ઞામાં ચિત્ત રાખી સદાચાર અને નીતિપૂર્વક વર્તવાનું રાખવું. કોઈના ઉપર દ્વેષબુદ્ધિ ન આવે તેમ જ કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગવડે પ્રતિબંધ ન થાય તેવું વર્તન રાખવાનો અવસર આવ્યો છે. તેનો વારંવાર વિચાર કરી જેટલી સમતા સેવાશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે એમ જરૂર માનશો. જે ભાવ મરણ વખતે આખરે રાખવાના છે તે અત્યારથી જ સેવવા જે કેડ બાંધી પુરુષાર્થ કરશે તેને સમાધિમરણ મહોત્સવરૂપે લાગશે. મરણપ્રસંગ વિકટ દુ:ખદાયી નહીં લાગે. માટે શાંતિ સ્વસ્થતા આત્મામાં વર્તે તે અર્થે મંત્રસ્મરણ, ભક્તિ, સત્સંગની ઉપાસના કરવી.’’ (બો.૩ પૃ.૩૪૭) ૧૮૯ મરી ગયા પછી ઘર્મ થાય નહીં માટે જીવતા ભક્તિ સત્સંગવડે આત્મધર્મ જાણી લેવો એક વણિકનું દૃષ્ટાંત–“એક વણિક ધન કમાવામાં કુશળ હતો, પણ વાપરતાં તેનું ચિત્ત ચાલે નહીં. તેની સ્ત્રી વિચારવંત હતી. તે વારંવાર કહ્યા કરતી કે આપણે જેમ ધન વડે કપડાં, ખોરાક આદિ અનુકૂળતા મેળવી સુખી થઈએ છીએ તેમ બીજા જેમને જરૂર હોય તેમને માટે આપણું ધન વપરાય તો ઠીક તથા આપણું ખાસ ધન કે મૂડી તો મનુષ્યભવ છે તે દિવસે દિવસે ખૂટી જતું રહે છે તેનો સત્સંગ, સત્શાસ્રશ્રવણ, સત્યમાગમ તથા સત્યવ્રત આદિ અર્થે ઉપયોગ થાય તો ઉત્તમ ગણાય. પણ બૈરીનું કહેલું કોણ માને? તે કહે, “ઠીક, ઠીક, એનો વખત આવશે ત્યારે એ કરીશું. એની શી ઉતાવળ છે?’’ તે સાંભળી તે સ્ત્રીએ વિચાર્યું કે પ્રયોગ-યુક્તિ વિના તે માનશે નહીં, પણ તેવો પ્રસંગ આવ્યે તેનો અમલ કરવા તેણે વિચાર કરી રાખ્યો. થોડા દિવસો પછી તે ભાઈ બહુ માંદા થઈ ગયા એટલે દાક્તરને બોલાવી દવા લખાવી તથા દવાખાનામાંથી દવા મંગાવી કબાટમાં રાખી મૂકી, પણ દરદીને આપી નહીં. એટલે તે વણિકે ઉતાવળ કરતાં કહ્યું કે દવા આણી છે કે નહીં? તે બાઈએ કહ્યું કે હા, આણી છે. તો કેમ પાવી નથી? એમ તેણે કહ્યું. એટલે બાઈ બાલી, “હમણાં ને હમણાં શી ઉતાવળ છે ?’” તેથી તેણે કહ્યું, “કેમ મરી ગયા પછીથી પીવાની દવા છે?’’ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમાધિમરણ બાઈએ કહ્યું કે, “ધર્મ કરવાની આપણે ઉતાવળ નથી તો દવાની ઉતાવળ કરવાની શી જરૂર છે? શું મરી ગયા પછી ધર્મ કરવા યોગ્ય છે ?” આ વાત સાંભળી તેને વિચાર આવ્યો કે આની શિખામણ ઉત્તમ હતી છતાં મેં લક્ષમાં લીધી નહીં. કારણ કે “સો રૂપિયે અઢી શેર કેફ' કહેવાય છે તેમ તે વખતે તેની સલાહનો વિચાર કરવાનો મને અવકાશ પણ નહોતો. આ માંદગીએ તે વખત આપ્યો અને તેની સલાહ વિચારતાં ઉત્તમ લાગે છે. કારણ કે આયુષ્ય ક્ષણભંગુર છે તો પ્રથમ ધર્મકર્તવ્ય સમજી લેવું ઘટે છે અને ધર્મપ્રેમ પ્રગટ્યા પછી યથાશક્તિ કરતા રહેવાની જરૂર છે. માટે આ માંદગીમાંથી ઊઠીને પહેલું કાર્ય માટે ધર્મ સમજવા સત્સંગ, સલ્લાસ્ત્ર, સદગુરુનો સમાગમ વગેરે આદરવા ઘટે છે. એમ વિચારી તે બાઈની યુક્તિને ધન્યવાદ આપ્યો. પછી દવા વાપરતાં રોગ દૂર થયો અને બન્ને બાઈ ભાઈ સત્સંગપ્રેમી બની પોતાની યથાયોગ્ય ફરજો અદા કરવા લાગ્યા.” (બો.૩ પૃ.૩૭૪) પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધે તો ગમે તે ગતિમાંથી આવી મોક્ષે જાય પરમપુરુષની અનન્ય શ્રદ્ધા દ્રઢ કરતા રહેશોજી. એ જ જીવનદોરી છે. શ્વાસોચ્છવાસ ધમણની પેઠે લેવા એ જીવન નથી. પણ શ્રદ્ધામાં, પરમપુરુષના ઉપકારની સ્મૃતિમાં, તેની આજ્ઞા સહજાત્મસ્વરૂપ પરમગુરુ” છે તેમાં વૃત્તિ રાખવી એ સમાધિમરણનું કારણ અને ખરી મુમુક્ષુતા Page #195 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન છેજી. પરમકૃપાળુદેવની આજ્ઞા જેને શિરસાવંદ્ય છે, માથે રાખી છે તેનો વાંકો વાળ થાય તેમ નથી. ગમે તે ગતિમાંથી તેને મોક્ષમાર્ગે ચઢાવી આગળ વધારી મોક્ષે લઈ જાય તેવું તેનું યોગબળ વર્તે છેજી.’’ (બો.૩ પૃ.૩૮૯) બીજાનો પુરુષાર્થ જોઈ આપણે પુરુષાર્થ વધે તેમ કરવું “પૂ॰ ખુશાલભાઈ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં અને આશ્રમમાં આત્માર્થે રહેલ. તેમણે પાંચ-સાત દિવસથી ખાવું, પીવું, બોલવું છોડી સ્મરણમાં રહેવાનું કંઈ અંતરંગ પચખાણ જેવું લીધું લાગે છે. વાતચીત કરતા નથી એટલે તેમનો અભિપ્રાય સ્પષ્ટ જણાતો નથી, પણ કષાયાદિનું કારણ નથી. એકાદ માસથી આહાર, અન્યનો પ્રસંગ ઓછો કરી દીધો હતો. આ બીના સહજ જાણવા લખી છેજી. આપણે તો કોઈને પુરુષાર્થ કરતો જાણી આપણો પુરુષાર્થ વધે તેમ લક્ષ રાખવો ઘટે છેજી. તેમણે ખાવું-પીવું છોડી ભક્તિભાવનો લક્ષ રાખ્યો છે તો આપણે ખાઈને પણ તેમ ન કરી શકીએ તો કેટલું શરમાવા જેવું છેજી ? આત્મહિત વધે તેવી વિચારણામાં રહેવા વિનંતી છેજી.” (બો.૩ પૃ.૪૧૯) ઘન કરતા આયુષ્ય અનંતગણું કીમતી, તે ઘર્મમાં જાય તો જીવન ધન્ય બની જાય “અષાઢ સુદ ૧૩ના સાંજના છએક વાગ્યે પવિત્ર આત્મા પૂ. ખુશાલભાઈએ દેહત્યાગ આશ્રમમાં કર્યો છેજી. છેક છેવટ સુધી તે ભાઈની લેશ્યા સારી હતી. સ્મરણમાં તેનું ચિત્ત હતું. છેવટે સંયોગો પણ સારા મળ્યા. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની તેમણે ઘણી સેવા કરેલી, તેમની આજ્ઞા ઉઠાવેલી અને નિઃસ્પૃહપણે સાધુ જેવું જીવન ગાળેલું. તેના પ્રભાવે તે આ ક્ષણિક દેહ ત્યાગી કરેલાં શુભ કર્મ ભોગવવા અન્યત્ર ગયા છેજી. આપણે બધાને એવો એક દિવસ જરૂર આવવાનો છે તેની તૈયારી કરતા રહીએ તો સત્પુરુષના આશ્રિત યથાર્થ ગણાઈએ અને જો પ્રમાદમાં, ક્ષણિક વસ્તુઓની લેવડ-દેવડમાં જે તૈયારી કરવાનો વખત મળ્યો છે તે ગુમાવી બેસીશું અને એકાએક તેવો દિવસ આવી ચઢશે તો ગભરામણનો પાર નહીં રહે, પસ્તાવો વારંવાર થશે છતાં કંઈ વળશે નહીં. માટે બને તેટલી પળો મોક્ષ-ઉપાયમાં ગાળવાનો લોભ રાખવા યોગ્ય છેજી. ધન કરતાં આ ભવનું આયુષ્ય અનંતગણું કીમતી છે, એમ ગણી જતા દિવસની જેટલી ક્ષણો ધર્મધ્યાનમાં જાય તેટલી સંપત્તિ, સાચી કમાણી ગણી તે તરફ વિશેષ વૃત્તિ વળગી રહે તેવો અભ્યાસ પાડી દેવાની જરૂર છેજી.” (બો.૩ પૃ.૪૨૦) દેહદૃષ્ટિ તજી, આત્માને પોતાનો માની શૂરવીર થઈ સમાધિમરણ કરવું “સંગ્રામ આ શૂરવીરનો, આવ્યો અપૂર્વ દીપાવજો; કરતા ન પાછી પાની, ત્યાં ગુરુરાજ પડખે ભાવજો. (વીરહાક) ૧૯૧ ભાવાર્થ : સમાધિમરણ કરવા કેડ બાંધી તૈયાર થયેલા શૂરવીર ભગવદ્-ભક્તને ચેતાવ્યા છે કે વ્યાધિ આદિ વિભાવ-પ્રેરક પ્રસંગો સામે લડવાનો શૂરવીરનો સંગ્રામ(યુદ્ધ)નો કાળ આવ્યો છે; તે Page #196 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ પ્રસંગે ભક્તજીવને શોભે તેવી સહનશીલતા, સમ્યદૃષ્ટિ, સમભાવ રાખી તે પ્રસંગ શોભાવજો; પણ કાયરની પેઠે લડતાં લડતાં પાછા હઠી જશો નહીં, પાછી પાની ફેરવી ઘરભણી દોડી જશો નહીં, અનાદિ દેહદૃષ્ટિરૂપી ઘર તરફ પાછા ફરશો નહીં. સભ્યષ્ટિ દેહને પર ગણે છે અને આત્માને પોતાનું સ્વરૂપ માને છે અને સાક્ષીરૂપે જે થાય તે જોયા કરે છે.’” (બો.૩ પૃ.૪૨૧) મરણ વખતે હિમ્મત હારે તો અઘોગતિમાં જાય ૧૯૨ “પરંતુ સહનશીલતા ખૂટી પડે ત્યારે સામાન્ય માણસોની પેઠે સદ્ગુરુનો સેવક પણ એમ વિચારે કે હવે નહીં ખમાય, હવે તો હું મરી જઈશ, મને કોઈ બચાવો ! એમ થાય તો સમ્યક્દર્શન કે સદ્ગુરુનો આશ્રય ખોઈ બેસે છે અને દેહને મુખ્ય માની, દેહની સેવા કરનાર કે દરદ મટાડનારનો મોટો ઉપકાર માને છે. આમ કરનાર મહાયુદ્ધમાં પાછી પાની કરી, ભાગી જવા ઇચ્છનાર કાયર સમાન છે, તે સત્પુરુષના ઉપકારને ઓળવે છે, પોતાના આત્માનું હિત ગુમાવે છે તે અને સમાધિમરણ કરવાનો અવસર આર્ત્તધ્યાનમાં ગાળી તિર્યંચ આદિ આયુષ્ય બાંધી અધોગતિમાં ભ્રમણ કરવાનાં કારણો ઊભાં કરે છે. તે નહીં કરવા આ કડીમાં હિંમત આપી છે કે એવે પ્રસંગે હિંમત હાર્યા વિના, પરમકૃપાળુદેવ જાણે સમાધિમરણ કરાવવા પાસે જ પધાર્યા છે, જાણે પોતાની સાથે લઈ જવા આપણને તેડવા જાતે આવ્યા છે, એવી ભાવના ભાવજો.’’ (બો.૩ પૃ.૪૨૧) જેવા ભાવ તેવા પ્રભુ ફળે “આ માસમાં અષાઢ વદ ૯ રવિવારે ભાદરણના એક ભાઈનું કૅન્સરના દરદથી મરણ થયું. તેમણે કહેલું ‘ભગવાન આવ્યા છે, દર્શન કરો, દર્શન કરો.” આવી શુભ લેશ્યા તેમની વર્તતી હતી. તેવી ભાવના કરવા આ કડી લખેલી છેજી. આખરે એ ભક્તિભાવ અનેકને પ્રગટરૂપે જણાયો છેજી. શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પાસે જ છે, પડખે છે, સમીપ છે એમ ભાવના કરજો એવો એ કડીનો અર્થ છેજી.’ (બો.૩ પૃ.૪૨૧) શુદ્ધ સ્વરૂપને ભજવાથી સમાધિમરણ “વિ. દિવાળી ઉપર સમાધિ-મરણ વ્રતની ૩૬-૩૬ માળા ચાર દિવસ ફેરવી હશેજી. જપ, તપ, ક્રિયા, કમાણી બધું કરીને છેવટે સમાધિમરણ કરવું છે, એ લક્ષ મુમુક્ષુના અંતરમાં હોય છે. એક વાર સમાધિમરણ થાય તેને કોઈ ભવમાં પછી અસમાધિમરણ થાય નહીં એવો નિયમ છે, તો એ કેટલી બધી સાચી કમાણી ગણાય ? તેને માટે ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ અનંત કરુણા કરી અચૂક ફળ આપે એવું વ્રત યોજ્યું છે, પણ પ્રમાદને લઈને જીવો લાભ લઈ શકતા નથી. સમજ્યા ત્યારથી સવા૨ ગણીને પ્રમાદથી મુક્ત થઈ સ્વરૂપને ભજવાની આજ્ઞા ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની છે, તે રોજ પ્રસંગે પ્રસંગે લક્ષમાં લેવા યોગ્ય છેજી.’’ (બો.૩ પૃ.૪૪૧) Page #197 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૯૩ વંચાય તો વાંચશો, નહીં તો મંત્રમાં એકતાર થશો (મંદાક્રાંતા) “મંત્રે મંચ્યો સ્મરણ કરતો, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી બૅલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે ઑવન જીંવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચો જીંવન-પલટો, મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાવબોધ-૭૪) આપે પત્રની ઇચ્છા દર્શાવી, તેના ઉત્તરમાં સમાધિમરણ અર્થે લક્ષમાં લેવા જેવી કેટલીક કડીઓરૂપ આ પત્ર લખ્યો છે, તે પુસ્તક હાથમાં ન લેવાતું હોય તોપણ સૂતાં સૂતાં વાંચવા કામ લાગે એમ ગણી લખી મોકલેલ છે). એટલું બધું વાંચવાની શક્તિ ન હોય તો પૂ... ગાઈ સંભળાવશે. તેમાં વૃત્તિ રાખવાનું ઠીક લાગે તો કરશો કે એક વાર વાંચી રહ્યા પછી અમુક અમુક કડી નિશાની કરી લઈ બોલતા રહેવાથી મુખપાઠ પણ થઈ જવા સંભવ છે. એવી શક્તિ ન હોય તો માત્ર સ્મરણમાં એકતાર થવાનો પુરુષાર્થ કર્યા કરશોજી. અમુક નિત્યનિયમ વગેરે ન બને તો તેનો ખેદ કર્તવ્ય નથી. બધું કરીને પરમકૃપાળુદેવના સલ્ચરણમાં અર્પણતા થાય, તેને જ આશરે આ દેહ છોડવો છે, છેલ્લા શ્વાસે પણ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની ભાવના હૃદયમાં રહે; તેના ઉત્તમ સ્વરૂપમાં તન્મયતા, નિઃશંકતા, નિર્ભયતા અને નિઃસંગતા અભેદભાવે રહે એ જ અંતિમ કર્તવ્ય છેજી. પરમકૃપાળુ પરમપુરુષનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ, એથી જે કંઈ ભિન્ન વ્યાધિરૂપ, સ્નેહરૂપ, સ્મરણરૂપ, ખેદરૂપ કે અન્યથા હો તેનો મન, વચન, કાયાથી ત્રિકાળ ત્યાગ હો ! “Úહિ તેહિ”ની લય લગાડવાની છે. “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?” સમાધિસોપાનમાં છેલ્લે સમાધિ-મરણનું પ્રકરણ છે તે અવકાશ હોય ને બની શકે તો વાંચવા યોગ્ય છે. તેનો જ સાર પ્રજ્ઞાવબોધના ઉપર જણાવેલા પદ્યમાં છે. તેમાં પરમકૃપાળુદેવનાં વચનોનો આશય છે તે હિતકારી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૪૪૫) માથે મરણનો ઝપાટો છતાં જીવ નિરાંતે ઊંઘે એ કેવું મૂઢપણું? “દેહ ઇંદ્રિય સંબંધીના સુખની જીવને ઝંખના લાગી છે, તે મેળવવા, સાચવવા કે તેનો નાશ થતાં તેની ઝૂરણા કરવામાં જીવની બધી વૃત્તિઓ રોકાઈ રહી છે, એટલે પરમાર્થનો વિચાર કે ભવ-પરિભ્રમણનો ત્રાસ તેને સાંભરતો નથી. એક માખી આંખ આગળ બમણતી હોય કે કાન આગળ મચ્છર ગણગણતો હોય તો તેની તરત કાળજી રાખી ઉરાડી મૂકે છે; પણ માથે મરણ Page #198 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ ઝપાટા દઈ રહ્યું છે તે ક્યારે ઝડપી લેશે તેનો નિર્ણય નથી, છતાં જીવ નિરાંતે ઊંઘે છે એ કેટલું મૂઢપણું છે ? સાપના મુખમાં પકડાયેલો દેડકો પાસે ઊડતા મચ્છરને પકડવા મોં પહોળું કરે છે, તેમ આ જીવ મરણના વિચાર ભૂલી ભોગમાં વૃત્તિ રમાડ્યા કરે છે એનો વારંવાર વિચાર કરી જ્ઞાનીપુરુષોએ આદરેલો પુરુષાર્થ, સહન કરેલા પરિષહો અને આપેલા ઉપદેશો તથા સત્સાધનો, તેનું માહાત્મ્ય વારંવાર હૃદયમાં લાવી, તેમને પગલે પગલે ચાલવાની ભાવનાથી તેમણે બોધેલે માર્ગે હવે તો નિરંતર વૃત્તિ રહે અને તે લક્ષ ચુકાતાં મૂંઝવણ આવે, ન ગમે તેવું વર્તન કરવું ઘટે છેજી. હવે તો ઇંદ્રિયોનાં તુચ્છ સુખોમાં વૃત્તિ જતાં મન ગ્લાનિ પામે, જાણે શરમાવું પડે તેવું મનમાં થાય તેમ કર્તવ્ય છેજી.’’ (બો.૩ પૃ.૪૮૪) ૧૯૪ દેવલોકના સુખ ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં માટે સંતોષ એજ સુખનો સાચો ઉપાય “અનંત ભવોમાં ભમતાં આ જીવે એટલું બધું અનાજ ખાધું છે કે દરેક ભવના ભોગવેલા દાણામાંથી એક એક દાણો લઈએ તો મોટો પર્વત જેવડો ઢગલો થાય. દરેક ભવમાં જે પાણી પીધું છે તેમાંથી દરેક ભવનું એક એક ટીપું ભેગું કરીએ તોપણ દરિયો ભરાય. એટલા બધા ભવ સુધી જીવે ખા ખા અને પાણી પી પી કર્યું છે તોપણ હજી તેને તૃપ્તિ થઈ નથી તો આ મનુષ્યભવમાં ગમે તેટલું ખાય, પીએ કે ભોગ ભોગવે તોપણ તેની તૃષ્ણા મટે તેમ નથી એમ વિચારી, સંતોષ સિવાય હવે તૃષ્ણા ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે હવે તો ખાવા, પીવા, ભોગ ભોગવવાથી વૃત્તિ પાછી વાળી, જે સુખ અનંત ભવ થયાં છતાં જાણ્યું નથી, ભોગવ્યું નથી એવું આત્માનું સુખ પ્રાપ્ત કરવા જ્ઞાનીની આજ્ઞા આરાધવી છે, આટલો લક્ષ રહ્યા કરે તો જીવને વૈરાગ્યની વૃત્તિ પોષાય અને જ્ઞાનીપુરુષની આજ્ઞાના આરાધનમાં ઉત્સાહ રહે તથા સત્સુખને યોગ્ય જીવ થાય. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૪૮૪) હું સહજાત્મસ્વરૂપી આત્મા છું એ ભાવ સાથે મરણ તે સમાધિમરણ “સંયોગ સંબંધ, સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે; કર્મજન્ય વિભાવિક પર્યાય છે અને નાશવંત છે, માટે તે કોઈ મારાં નથી. મારા તો એક સત્સ્વરૂપી પરમકૃપાળુદેવ છે અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મસ્વરૂપી એક આત્મા જ છે. તે આત્મસ્વરૂપ—આત્મા છે, નિત્ય છે એ આદિ છપદને પરમકૃપાળુદેવે કહ્યા છે, તે સ્વરૂપવંત છે— એ મારો છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી અને ભાવના રાખવી કે હું મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજું કંઈ નહીં માનું. અને એમ માનવાથી જ, એ માન્યતા ૨હેવાથી—તે સાથે જે મરણ છે તે—સમાધિમરણ છે.’’ (પ્રભુશ્રીજીનો બોધ) -બો.૩ (પૃ.૪૮૫) Page #199 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન અંત સમયે સ્વરૂપ પ્રાપ્તિ માટે પરમકૃપાળુદેવનું શરણ છોડવું નહીં “શ્રી ગજસુકુમારને અસહ્ય વેદનીમાં પણ મોક્ષમાર્ગરૂપ શુદ્ધ ઉપયોગ રહેવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ મોક્ષ થયો હતો. શ્રી દેવકરણજી મુનિને ક્લૉરોફોર્મ સૂંઘાડ્યા વિના સાત વાર પગનું ઑપરેશન કર્યું અને છેલ્લી વખતે દેહ છૂટી ગયો પણ પરમકૃપાળુદેવનું શરણ ન છોડ્યું, તે મહાપુરુષને આશ્રયે દેહ છોડી સ્વરૂપપ્રાપ્તિ કરી લીધી. આપણે માટે પણ એ જ માર્ગ છે. સમાધિમરણ કરવું હોય તેને તો વેદનીયકર્મ આવકારદાયક છે. સમાધિમરણ વખતે કેવા ભાવ રાખવા ? તે શીખવાની નિશાળરૂપ અશાતાવેદનીય છે. શાતાવેદનીયમાં દેહ ને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું દુઃખ આવ્યે ખસી જાય છે, પણ વેદના ભોગવતાં ભોગવતાં દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી આખરે સમાધિમરણ કરાવે છેજી.’’ (બો૩ પૃ.૪૯૧) ૧૯૫ જોષીનું માને પણ સત્પુરુષ કહે તને મરણ ઝડપી લેશે પણ તે મનાતું નથી “જો કોઈ જોષીએ હાથ જોઈને કહ્યું હોય કે આ મહિનામાં તમારી ઘાત છે તો કેટલી બધી ચેતવણી જીવ રાખે છે ! દેવું કરે નહીં; કોઈ મોટાં કામ હાથમાં લે નહીં; કંઈક નિવૃત્તિ મેળવી દાન, પુણ્ય, જપ, તપ, સારા કામમાં ભાવ રાખે; પાપ કરતાં ડરે કે પાપ કરીને હવે મરી જવું નથી. આટલો વિશ્વાસ અજ્ઞાની એવા જોષીનો જીવને આવે છે; પણ સત્પુરુષો પોકારી પોકારીને કહે છે તે જ માનવા યોગ્ય છે કે આ અનિત્ય અસાર સંસારમાં જીવ મહેમાન જેવો છે; બે દહાડા રહ્યો ન રહ્યો ત્યાં તો મરણ ઝડપીને ઉપાડી જશે, કોઈ તેને અંત વખતે બચાવનાર કે દુઃખમાં ભાગ પડાવનાર નથી. એકલો આવ્યો છે અને નહીં ચેતે તો ખાલી હાથે એકલો ચાલ્યો જશે. માટે આ નાશવંત દુઃખની મૂર્તિ જેવા દેહમાં મોહ રાખીને આત્માને ઘણા કાળ સુધી રિબાવું પડે તેવાં કામમાં, મોહમાં ચિત્ત રાખવા જેવું નથી. આખા લોકમાં ચોરાશી લાખ જીવાયોનિમાં જીવ રઝળ્યો, અનંત દુઃખ ભોગવ્યાં પણ પોતાનો આત્મા સમીપ છતાં તેનું ઓળખાણ થયું નહીં, આત્માના સમાધિસુખનું ભાન થયું નહીં, દુર્લભ મનુષ્યદેહ, ઉત્તમ કુળ, સત્સંગ અને સત્સાધન પામ્યા છતાં જીવ પ્રમાદ છોડે નહીં તો કોઈ કાળે કલ્યાણ થાય નહીં.” (બો.૩ પૃ.૫૧૦) સમાધિમરણ માટે વાંચન ભક્તિની જરૂર “વિ. શુભેચ્છાસંપન્ન સાધ્વીજી...નો પત્ર મળ્યો. તેમાં તમારા સમાગમથી તેમને સમાધિમરણના સાધનની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. જે જિજ્ઞાસા જાગી છે તે વર્ધમાન થાય તેવું વાંચન, ભક્તિ, સત્સમાગમની તેમને જરૂર છેજી. (બો.૩ પૃ.૫૧૫) જે ભાવો અત્યારે કરીશું તેવી મતિ મરણ વખતે આવશે “માંદગી કરતાં માંદગી પૂરી થવા આવે ત્યારે વિશેષ કાળજી દાક્તરો રાખે છે, તેમ મુમુક્ષુજીવ પણ માંદગીને પ્રસંગે જેમ મરણ સમીપ લાગતું તેમ ત્યાર પછી પણ મરણને સમીપ જ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સમાધિમરણ સમજીને ધર્મમાં વૃત્તિ રાખવાનો જ્ઞાનીનો માર્ગ આરાધે છે અને આપણે બધાએ તે જ અંગીકાર કર્તવ્ય છેજી. સમાધિમરણ કરવાની ભાવનાવાળા સર્વેએ ક્ષણેક્ષણ સમાધિભાવને પોષે તેમ વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે, કારણ કે મરણ વખતે અત્યારે જે ભાવો કરીએ છીએ તેની રહસ્યભૂત મતિ આવે છે, તો જ્યારથી જાગ્યા ત્યારથી સવાર ગણી છેવટની ઘડીની અત્યારથી જ તૈયારી કરતા રહેનાર વિવેકી ગણવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા, સાંભળવા, વિચારવા અને સ્મૃતિમાં રાખી તેમાં ઉપયોગ રાખતા રહેવા વિનય વિનંતી છેy.” (બો.૩ પૃ.૫૪૩) જીવને પકડ થાય તો બાળાભોળાનું પણ કામ થાય “વેરા ગામનાં પૂ. જીલા નામનાં એક ડોસી આશ્રમમાં ઘણા વખતથી રહેતાં, વળી તેમના ગામે પણ જતાં; પણ મંદવાડ થાય ત્યારે જરૂર આશ્રમમાં જ આવતાં. એમ બે વાર સખત માંદગી આશ્રમમાં તેમણે ભોગવી હતી અને ત્રીજી વખત ઘણાં માંદાં થયા ત્યારે પણ આશ્રમમાં આવી ગયાં અને ભાદરવા સુદ બીજની રાત્રે તેમનો દેહ છૂટ્યો હતો. ૫.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે બાલાભોળાનાં કામ થઈ જાય તેવો આ માર્ગ છે. જીવને પકડ થવી જોઈએ. તેમણે સાંભળેલું કે આ આશ્રમમાં દેહ છૂટે તેને સમાધિમરણ થાય એમ પ.પૂ.પ્રભુશ્રીજીએ કહેલું; તેથી તેવી જ તેમની ભાવના રહ્યા કરતી હતી અને અંતે તેમની ભાવના સફળ થઈ છેજી. ગમે ત્યાં રહ્યા છતાં ભાવના તો થઈ શકે છે અને ભાવના પ્રમાણે જ બંધન કે નિર્જરા થાય છેજી.” (બો.૩ પૃ.૫૫૩) જે ઘર્મની સંભાળ લે તેની ઘર્મ સંભાળ લે અને પરભવમાં પણ સાથે આવે “મુંબઈવાળા પૂ. મણિભાઈ કલ્યાણજીનાં બહેન પૂ. મણિબહેને પર્યુષણ પહેલાં થોડા દિવસ ઉપર દેહત્યાગ કર્યોતેમની મોટી ઉંમર હતી છતાં માળા ફેરવવાનો એમણે એટલો બધો અભ્યાસ રાખેલો કે એમને પથારીમાં સૂતાં હોય તોપણ હાથ માળા ફેરવતા હોય તેમ હાલ્યા કરતો. પૂછે કે શું કરો છો, તો માળા ફેરવું છું એમ જવાબ આપતાં. બીજું મારે હવે શું કરવાનું છે ? આટલુંય નહીં કરું ? એમ કહેતાં. શું બોલો છો એમ પૂછે તો મંત્ર બોલી બતાવતાં. આ વાત ગઈ કાલે સાંભળી, તે ઉપરથી વિશેષ દૃઢતા થઈ કે જેણે ધર્મની સંભાળ જિંદગી પર્યત લીધી હોય તેની સંભાળ ધર્મ જરૂર આખર સુધી લે છે ને પરભવમાં પણ તે સાથે આવે છે. આવી અગત્યની વાત જેણે વિસારી મૂકી છે અને ધંધા તથા વ્યવહારમાં જે ગૂંચાઈ રહેલા હોય તે આખરે પસ્તાય છે, તેમણે કંઈ કર્યું હોતું નથી, કંઈ વિશ્વાસનું બળ હોતું નથી તેથી મરણ વખતે નારકી જીવોની પેઠે પોકાર કર્યા કરે છે; દુઃખી થઈ, શોકસહિત, વાસના સહિત મરી અધોગતિએ જાય છે.” (બો.૩ પૃ.૫૫૪) Page #201 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૯૭ હું અને મારું” એ મોહ રાજાના મંત્રથી આખું જગત ગાંડું “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્વાશે.” શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપનો પત્ર મળ્યો. પૂ....ને નિકટના સગાના મરણને કારણે શોક રહ્યા કરે છે એમ લખ્યું તે જાણ્યું. એક મહાત્મા લખે છે : “મોહાધીન જીવોએ જ્યાં જ્યાં વિશ્વાસ કર્યો છે, તેથી બીજું કોઈ ભયભર્યું સ્થાન તેને માટે નથી અને જ્યાંથી તેને ભયની શંકાઓ થયા કરે છે તેથી બીજું તેને નિર્ભય થવાનું સ્થાન નથી.” એટલે જીવે મોહવશે આ મારા ભાઈ, આ મારી મા, આ મારા પતિ, આ મારાં સંતાન એમ માન્યું છે, તે બધાં સુખનાં કારણ છે એમ માન્યું છે, ત્યાં જ દુઃખ આવીને વસે છે અને વિયોગાદિ કારણે તે પોતાનું પોત પ્રકાશે છે. અમદાવાદમાં હુલ્લડ થયું કે પરદેશમાં બૉમ્બથી હોનારત થઈ તેમાં કેટલા બધા માણસોનાં પ્રાણ ગયા, કેટલીય બહેનોના ભાઈ, કેટલીય માતાનાં સંતાન, કેટલીય બહેનોના ભાણેજ અને કેટલીય પત્નીઓના પતિઓનો વિયોગ થયો, છતાં જ્યાં મારાપણું માન્યું નથી ત્યાં દુઃખ થતું નથી. તેથી ‘હું ને મારું” એ મોહનો મંત્ર છે. તેથી જગત આખું ગાંડું થઈ રહ્યું છે. તેમાંથી જેમણે સપુરુષનો આશ્રય ગ્રહી તે મંત્રને ભૂલવાનો પ્રયત્ન કર્યો અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્રનું આરાધન કર્યું તેને મોહ સતાવતો નથી.” (બો.૩ પૃ.૫૮૮) સહજાત્મસ્વરૂપ અને સહજાત્મસ્વરૂપ એ મારું સ્વરૂપ જેમને મોહ સતાવે છે તેમણે હજી જોઈએ તેવું આરાધન કર્યું નથી, ખરો આશ્રય-ભક્તિમાર્ગ ગ્રહ્યો નથી, હજી સમજણમાં ખામી છે. સમજાય તો તો હું આત્મા છું, નિત્ય છું, કર્તા છું, ભોક્તા છું, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે તે મારે આ ભવમાં આદરવો છે એમ લાગે. પોતા સંબંધી ભૂલ ચાલી આવી છે તેથી હું દેહ છું, હું મરી જઈશ, હું શું કરું ? શું ભોગવું ? મોક્ષ થાય તેમ નથી. મોક્ષનો ઉપાય શું હશે ?’ એમ રહ્યા કરે છે તેથી સફુરુષાર્થ થતો નથી. તે ભૂલને લઈને બીજાને પણ “આ મારો ભાઈ છે, તે મરી ગયો, તે શું કરશે ? શું ભોગવતો હશે ? તેનો મોક્ષ નથી; તેને હવે કોઈ ઉપાય નથી' વગેરે કલ્પનાઓ કરે છે.” (બો.૩ પૃ.૫૮૯) પોતે મોહરૂપી ઝેર પીએ છે અને બીજાને પણ પાય છે. પણ ખરી રીતે વિચારીએ તો તે હતો ત્યારે તેણે શું તમારું હિત કર્યું ? તે વધારે જીવત તો તમારું શું ભલું કરત ? માત્ર જીવે તેને નિમિત્તે પોતે મોહ પોપ્યો છે અને તેને પણ મોહના કારણરૂપ પોતે થયેલ છે. આમ જીવ પોતે મોહરૂપી ઝેર પીએ છે અને બીજાને પાય છે. એમ બન્નેનું માઠું કરવામાં જીવે મણા રાખી નથી. જગતમાં કોઈ આપણું છે નહીં, અને થવાનું નથી. માત્ર એક સપુરુષો નિષ્કારણ કરુણા કરનાર જગતના સાચા મિત્ર, સાચા ભાઈ આદિ છે. તે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમાધિમરણ મહાપુરુષો આપણને તારી શકે તેમ છે. તેમનો વિયોગ જીવને સાલશે ત્યારે જીવનું કલ્યાણ થવું સંભવે છે. આ વાત હૈયે બેસવી અઘરી છે. તેને માટે સત્સંગની જરૂર છે. આ વાત સૌને ચેતવા જેવી છે. દ્રષ્ટિ ફેરવવાની છે એટલું પણ આટલા ઉપરથી સમજાશે તોપણ ઘણું છે. જે કરવું છે તેને માટે પુરુષાર્થ કરવો ઘટે. જે આખરે આપણને રોવરાવે તેના તરફથી વૃત્તિ હઠાવી આપણા ઉદ્ધાર તરફ લક્ષ લેવા યોગ્ય છેજી. તેની ભાવના રાખી હશે તો અનુકૂળતા આવ્યું તે કામ થઈ શકશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૫૮૯) મંત્રના અભ્યાસથી વિકલ્પો શેકાય; શાંતિનું કારણ થાય અને સમાધિમરણ આવે સમાધિમરણ થાય તો આ મનુષ્યભવની સફળતા ગણાય. તે અર્થે અત્યારથી તૈયારી કરવી ઘટે છે. પોતાનાથી બનતું સદ્ગુરુ આશ્રયે જીવ કરી છૂટે તો તેને એટલો તો સંતોષ આખરે રહે કે મારાથી બનતું મેં કર્યું છે. આગળ કરી મૂકેલું આખરે કામ આવે છે. માટે મંત્રનો વિશેષ અભ્યાસ રાખ્યો હશે તો તે સમાધિમરણનું કારણ બને તેમ છેજી. જાગૃતિના વખતમાં વારંવાર તેને યાદ કરવામાં કાળ ગળાય તો અભ્યાસ પડી જાય, ઘણા વિકલ્પો તેથી રોકાય અને શાંતિનું કારણ બને. ઇચ્છાઓનો પ્રવાહ કર્મબંધનું કારણ છે. તે રોકવા પણ મંત્રસ્મરણ અત્યંત આવશ્યક છે'.” (બો.૩ પૃ.૫૯૬) અત્યારે અકસ્માત મરણ આવે તો શું કરવું? તે પ્રથમ વિચારવું. શરીરની અશક્તિ, પ્રમાદ, માનપૂજાની પ્રેરણા આદિ અનેક સંકટો ઓળંગી સગુરુના ચરણનું શરણ મરણ સુધી ટકાવી રાખવાનું છે. હજી તો એવી ભારે કસોટી આવી નથી, છતાં તેને માટે તૈયારી રાખી હશે તો તેવા પ્રસંગે પહોંચી વળાશે. માટે રોજ મરણના પ્રસંગને વિચારી “મારે મરણની તૈયારી રોજ કરતા રહેવું છે. અત્યારે ધારો કે એવો પ્રસંગ એકાએક આવી પડે તો પહેલું મને શું સાંભરે કે શું સંભારવા યોગ્ય છે ? શામાં બળ કરીને પણ મારે વૃત્તિ રોકી રાખવી ? અત્યંત દુઃખ વધતું જતું હોય ત્યારે કેવી આત્મભાવના પ્રત્યે ખેંચ રાખવી ? કેમ ઉપયોગ નાશવંત વસ્તુઓ પ્રત્યેથી પાછો વાળી શાશ્વત, સચ્ચિદાનંદ, અનંતસુખમય આત્મા પ્રત્યે વાળવો ? આ બાબતોનો વિચાર, નિર્ણય કરી તેવા અભ્યાસની કાળજી રાખી હશે તો આખરે ગભરામણ નહીં થાય, પણ જોયેલે રસ્તે નિર્ભયપણે મુસાફરી થાય, તેમ સહજસ્વભાવે આત્મભાવમાં વૃત્તિ રહે અને સમાધિમરણ થાય; માટે બીજી બાબતો બને તેટલી ગૌણ કરી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં Page #203 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન વચનોનો વિચાર બને તો બધા એકઠા મળીને કે તેવો જોગ ન હોય તો સૌએ એકાંતે પોતાને માટે કર્તવ્ય છેજી. તેમાં ગાળેલો કાળ અલેખે નહીં જાય, બલકે એ જ ખરું જીવન છે.” (બો.૩ પૃ.૬૦૮) સાચી ભક્તિ હોય તો પરમકૃપાળુદેવનું યોગબળ આખર વખતે હાજર થાય “દોહરો– પિતા-પુત્ર પતિ-પત્નસ્ત્વની સાંસારિક સગાઈ; સત્પુરુષ સાચા સગા, આત્મિક સુખ કમાઈ. પૂ. સદ્ગત જેશંગભાઈના આપે ગુણગ્રામ લખ્યા તે યથાર્થ છે. પ. પૂ. પ્રભુશ્રીજીના યોગે તેમનો આત્મા પરમાર્થપ્રેમી બન્યો હતો. ઘણી દૃષ્ટાંત લેવા જેવી લઘુતા તેમણે આરાધી હતી. ટૂંકામાં પાછલું જીવન તેમણે સુધારી લીધું. કર્મ તો પૂર્વે બાંધેલાં ગમે તેવાં ઉદય આવે. શ્રી શ્રેણિક જેવાને આખરે મૂંઝવ્યા હતા. હું અમદાવાદ ગયો ત્યારે તેમનું ચિત્ત ઠેકાણે નહીં રહેતું હોવાથી એક દિવસ રોકાઈ પાછો અગાસ ગયેલો. પણ પછી પત્ર હતો તેમાં તેમની આખર અવસ્થા ૧૯૯ વિષે પૂ॰ દેવશીભાઈએ લખેલું કે તમારા ગયા પછી ચિત્તની અસ્થિરતા ઓછી થયેલી અને છેલ્લા બે ત્રણ દિવસો તો શાંતિમાં ગયા. આહાર, પાણીનો છેલ્લા ત્રણ દિવસ તેમણે ત્યાગ રાખેલો. બીજાં સગાંવહાલાં આગ્રહ કરે તો હાથ જોડી ના પાડે. બોલાતું નહીં, કંઈ લખતા પણ પછી લીટા થઈ જતા. પોતે ભાનમાં ઠેઠ સુધી હતા. માળા વગેરે ફેરવતા. ભક્તિમાં ધ્યાન રાખતા. છેવટના ભાગમાં આંખે વધારે દેખાતું હતું. બે દિવસ ઉપર એક મુમુક્ષુભાઈ ૮૫ વર્ષની ઉંમરે ખોજ-પારડીમાં ગુજરી ગયાના સમાચાર હતા. તેમને ઘણો થોડો સમાગમ છતાં એક અઠવાડિયું બેભાન (ચિત્તભ્રમ) જેવું રહેલું અને છેલ્લે દિવસે આખો દિવસ ચિત્ત ઠેકાણે આવ્યું. ભક્તિભાવમાં વૃત્તિ રાખતા અને શાંતભાવે દેહ છોડ્યો. આમ પરમકૃપાળુદેવનું યોગબળ આખર વખતે હાજર થાય છે અને શરણરૂપ બને છે તો પૂ॰ શેઠજીને તો ઘણા કાળનું આરાધન હતું તે કેમ છૂટે ? આપણે જ્યાં સુધી હજી મનુષ્યભવનો જોગ છે ત્યાં સુધી મરણની તૈયારી વિશેષ વિશેષ જાગૃતિપૂર્વક કરી લેવી ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ’” (બો.૩ પૃ.૬૧૩) મંત્ર કે ઘર્મની વાત તેમના કાનમાં પડ્યા કરે તેમ કરવું “પૂ...નાં માતુશ્રીની માંદગી સંબંધનો તાર મળ્યો છેજી. તેમના (માજીના) કાનમાં મંત્રનું સાધન પડ્યા જ કરે એમ કર્તવ્ય છેજી. ભલે ભાનમાં ન હોય તોપણ મંત્ર તેમના આગળ ચાલુ રહે એમ કલાક કલાક વારાફરતી માથે લેનાર થાય તો સ્મરણ કરનારને તો લાભ જ છે. સમાધિમરણ કરાવનારને પણ ઘણો લાભ થાય છેજી. આયુષ્ય હોય તો બચે, પણ આ ધર્મપ્રેમ પોતાને અને સાંભળનારને લાભકારક છે એમ માની, જેનાથી બને તે કલાક બે કલાક દિવસે રાત્રે તેમના આગળ જાપ કરવાનું રાખશે તેને એ નિમિત્તે લાભ થવા યોગ્ય છેજી. એમાં કંઈ ભણતરનું કે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમાધિમરણ સમજાવાનું કામ નથી. માત્ર ત્યાં જઈ મંત્ર બોલવાનો છે તે બાઈ-ભાઈ બધાંથી બને તેવું છેજી. લૌકિક રિવાજમાં માંદાને જોવા જાય છે, તેને બદલે “ધર્મ આરાધવા જાઉં છું એ ભાવ કરી પોતાના આત્માને એટલી વાર સંસારભાવથી દૂર કરી ધર્મભાવના વાતાવરણમાં રાખવા તુલ્ય છેજી. માંદાને, વૃદ્ધને જોઈને સામાન્ય રીતે મરણ સાંભરે, સંસાર પ્રત્યેથી વૈરાગ્ય થાય; તો આ તો સાધર્મિક, વયોવૃદ્ધ છેવટની સેવાને યોગ્ય છે. જેનાથી જેટલો બને તેટલો લાભ લેવા યોગ્ય છેજી. ઘરના માણસોએ પણ તેમની બનતી સેવા, ખાસ કરીને ધર્મની વાત તેમના કાનમાં હરઘડીએ પડ્યા કરે તેમ કર્તવ્ય છેજી. લગ્નના પ્રસંગમાં જીવ રજાઓ લઈને નોકરી-ધંધામાંથી વખત મેળવી ખોટી થાય છે; તેથી વધારે અગત્યનો આ પ્રસંગ છે તે જણાવવા આ લખ્યું છે, તે લક્ષમાં લઈ દરેકે પોતાથી બનતી મદદ માજીના નિમિત્તે કર્તવ્ય છેજી. પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા–બાળા ભોળાનાં કામ થઈ જાય તેવો આ માર્ગ છે. અને માજી પણ તેવા જૂના જમાનાનાં ભોળાં છે. તેમની સેવા તે આપણા આત્માની જ સેવા છે.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બો.૩ પૃ.૬૧૯) સાથે કંઈ આવે નહીં એમ જાણી મરણની તૈયારી કરે તે જ ખરા વિચારવાના “ચક્રવર્તી જેવા અતુલ્ય પુણ્ય સંચયવાળા અને સંસારભરમાં મહાન મનાતા પણ ખાલી હાથે ચાલી નીકળ્યા, કોઈ તો નરકે ગયા, તો આ પામર જીવ આ સંસારમાંથી શું સાથે લઈ જવા વિચાર કરી તેમાં જ તલ્લીન થઈ રહ્યો છે ? તે બહુ બહુ વિચારવા જેવું છેજી. મરણની તૈયારી જે સમજુ પુરુષો યથાશક્તિ કરી રહ્યા છે તે જ વિચારવાન ગણવા યોગ્ય છે..... જેને જેટલી પરમકૃપાળુદેવ પ્રત્યે શરણભાવના છે તેનું મરણ તે પ્રમાણમાં સુધરે છે. પૂ. કુંદનમલજીની શ્રદ્ધા સારી હતી અને પહેલાં કરતાં પુરુષાર્થ વધારતા જતા હતા. તેનું ફળ તે લઈ ગયા. આપણે પણ ચેતતા રહેવાની જરૂર છેજી. સાથે આવે તેવી બાબતોનો વિશેષ લક્ષ રાખવો ઘટે છે. આ નાશવંત વસ્તુઓનો મોહ ઓછો કરી આત્મહિતમાં વિશેષ વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૨૧) સપુરુષ મળ્યા માટે આ ભવે કાગડા, કૂતરાની મોતે મરવું નથી આપણે પણ મરણનો પ્રસંગ માથે છે, તેની તૈયારી કરવી છે. આ ભવમાં સત્પરુષનો યોગ થયો છે, તો હવે કાગડા-કૂતરાના મોતે મરવું નથી, પણ સમાધિમરણ કરવાનો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છે. તે અર્થે સત્સંગ, સલ્લાસ્ત્ર, સદ્વિચાર અને સદ્વર્તનનું બળ બને તેટલું સંઘરવું છે. લૌકિક વિચારોમાં મન તણાતું રોકીને સદ્ગુરુની આજ્ઞાએ જીવવું છે અને સદ્ગુરુને આશ્રયે જ દેહ છોડવો છે. આટલો નિર્ણય કરી લેવાય તો બાકીનું જીવન સુખરૂપ લાગે અને સમાધિમરણનું કારણ બને.” (બો.૩ પૃ.૬૨૩) Page #205 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૦૧ પરમકૃપાળુદેવના શરણે જ જીવવું અને શરણે જ દેહ ત્યાગ કરવો પરમકૃપાળુદેવ પ્રત્યે જેની અટળ શ્રદ્ધા છે તેને કંઈ પણ ગભરાવાનું કારણ નથી. સંયોગો તો સર્વ છૂટવાના જ છે. જે જવા બેઠું છે, રાખ્યું રહે તેમ નથી, તેની ફિકર કોણ વિચારવાન કરે ? જ્યાં સુધી નરભવની કાયાનો જોગ છે ત્યાં સુધી પરમકૃપાળુદેવને શરણે જીવવું છે અને અંતે તેને જ આશ્રયે દેહ છોડવો છે એમ જેનો નિશ્ચય છે તેને પછી વેદના કે મુશ્કેલીઓ ગમે તે આવો પણ તેની સામે પડી તે સમાધિમરણ કરી શકે છે. ક્ષણેક્ષણ સત્સાધનમાં ગાળવા કાળજી રાખે છે તેને ધન્ય છે. આત્મવિચાર આત્મભાવના અપર્વ છેછે.” (બો.૩ ૫.૬ર૪). જીવની જેટલી યોગ્યતા તેટલી સદ્ગુરુની કૃપા “પૂ...ના મોટા ભાઈના દેહત્યાગ સંબંધે ખેદ કર્તવ્ય નથી. ખેદને વૈરાગ્યમાં પલટાવવા યોગ્ય છે. જેના હાથમાં હજી મનુષ્યભવનો દુર્લભ યોગ છે તેણે તેનો ઉત્તમ રીતે ઉપયોગ કરવા યોગ્ય છે. ‘હિંમતે મરદા તો મદદે ખુદા” એ કહેવત યાદ રાખી સદ્ ગુરુશરણે આત્મહિતમાં યથાશક્તિ પુરુષાર્થ કર્તવ્ય છે. જીવની યોગ્યતા પ્રમાણે સગુરુકૃપા થાય છે માટે યોગ્યતા લાવો, યોગ્યતા લાવો એમ પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા; તેનું વિસ્મરણ ન થાય તેમ કર્તવ્ય છે. આજીવિકા પૂરતું ખોટી થવું પડે તે બાદ કરતાં બાકીનો વખત પરભવને અર્થે કમાણી કરવામાં ગાળવો છે એવો મુમુક્ષજીવને નિશ્ચય કર્તવ્ય છે. સમાધિમરણની ભાવના દરેકે રોજ કર્તવ્ય છે. તે અર્થે પોતાનાથી શું શું બની શકે એમ છે એનો પણ વિચાર કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૩૦) મંત્ર દરદીના કાનમાં રાતદિવસ પsચા કરે તેવી ગોઠવણ જરૂર કરવી “પૂ. ની માંદગી ગંભીર છે એમ જાણ્યું. ખમી ખમાવી પરમકૃપાળુદેવના શરણમાં રહેવાની ભાવના કરી તે જ આધારે જીવન હોય ત્યાં સુધી ભાવ દૃઢ રાખી અંતે જ્ઞાનીને શરણે પરમકૃપાળુદેવને આશરે દેહ છોડવાની ભલામણ છેજી. મંત્રમાં મન અહોરાત્ર રહે તેવી છેવટે ગોઠવણ થાય તો જરૂર કર્તવ્ય છેજી. પોતાનાથી ન બોલાય તો જે સેવામાં હોય તેણે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ”એ મંત્ર દરદીના કાનમાં પડ્યા કરે તેટલા ઉતાવળા અવાજે બોલ્યા કરવા યોગ્ય છે અને સાંભળનારે આ મારી સમાધિમરણની ખરી દવા છે એમ જાણી વેદનામાંથી મન ખસેડી પરમકૃપાળુ પરમાત્માના સ્વરૂપમાં મનને સ્થાપવા પ્રયત્ન કર્તવ્ય છે). એમ મંત્રની | . Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમાધિમરણ ભાવનામાં દેહ છૂટે તો તેનું સમાધિમરણ થયું ગણાય એવું ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ઉપદેશ્ય છેજી. આ પત્ર મળે ત્યારથી તેવી ગોઠવણ કરવા વિનંતી છેજી. જ્યાં બને ત્યાં જાતે કે કોઈ મુમુક્ષુ દ્વારા તેમ કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૯૩૬) મનને સ્મરણમાં ભક્તિમાં, વાંચનમાં રોકવું પણ નવરું કદી ન રાખવું સ્મરણ નિરંતર રહે એવી ટેવ પાડી મૂકી હોય તો તે દુઃખના વખતમાં આર્તધ્યાન ન થવા દે અને સુખના વખતમાં માન, લોભ, શાતાની ઇચ્છા વધવા ન દે. માટે મનને રોકવા માટે ૫. ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલું સ્મરણરૂપ હથિયાર સર્વ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગે કામ આવે તેવું છે. માટે મનને વીલું ન મૂકવું. કંઈ ને કંઈ તેને કામ સોંપવું. કાં તો સ્મરણમાં, ભક્તિમાં, ગોખવામાં, ફેરવવામાં, વાંચવામાં, વિચારવામાં, કોઈને કંઈ જ્ઞાની પુરુષની વાત કહેવા-ચર્ચવામાં, કિંઈ આત્મા સંબંધી પ્રશ્નાદિ પૂછવામાં કે સદ્ભાવના કરવામાં મનને જરૂર રોક્યા જ કરવું. નહીં તો નવરું પડ્યું નખ્ખોદ વાળે, તેવો એનો અનાદિનો અભ્યાસ છે. તે ફેરવવા અસત્સંગના ગેરલાભ વિચારવા અને સત્પરુષના યોગે, સદ્ધોધના પ્રસંગે, પરમ સત્સંગના મહાભાગ્યકાળે કેવા છૂટવાના ભાવ નિરંતર વર્ધમાન થતા તે સંભારી, મંદ પડતા ભાવોને ઉત્તેજન મળે, વૈરાગ્યની વૃદ્ધિ થાય તથા સત્સંગની ભૂખ જાગે તેમ પ્રયત્ન કર્યા કરવો ઘટે છેજ. મનુષ્યભવમાં જે કંઈ હવે જીવવાનું બાકી રહ્યું હોય તે માત્ર આત્મહિતની વૃદ્ધિમાં જ વપરાય અને શાતાની ભીખ ટળે તેવી ભાવના ચિંતવવી. “लाख बातकी बात यह, तोकुं देई बताय । परमातम पद जो चहै, रागद्वेष तज, भाई ॥"-श्री चिदानन्दजी ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૯૭૦) સમાધિમરણની આરાઘના શાંત, અસંગ વાતાવરણમાં થાય તો વધારે યોગ્ય “દિવાળીના દિવસો સમાધિમરણ અર્થે સાધના કરવાના છે. તે આવા શાંત અસંગ વાતાવરણમાં ગાળવાનું ભાગ્ય પ્રાપ્ત થાય તો સારું, નહીં તો યથાપ્રારબ્ધ જ્યાં રહેવું થાય ત્યાં માળા વગેરે ક્રમ સમાધિમરણ અર્થે કર્તવ્ય છેજ.” (બો.૩ પૃ.૯૭૨) જગતને ભૂલવું અને જે થાય તે યોગ્ય માનવું તો સમાધિમરણ થાય મનને પરમકૃપાળુદેવનાં વચનોના વિચારમાં રોકી જગતને ભૂલી જવાનું શીખવાનું છેજી. સમાધિ-મરણ કરવું હોય તેણે તો જે થાય તે ભલું માનવાનો નિર્ણય કરવો ઘટે છે. અંતરવૃત્તિઓ કેમ વર્તે છે તેની તપાસ રાખવાનો અને તેનો પણ સંક્ષેપ કરવાનો અભ્યાસ કર્તવ્ય છેજી.” (બો. ૩ પૃ.૯૭૨) Page #207 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૦૩ જ્ઞાનીપુરુષના વચનબળે ખેદને વિસ્તૃત કરવો એ જ યોગ્ય “વિ. આપના તરફથી કાર્ડ અશુભ આવ્યું તે વાંચ્યું. સદ્ગત ભાઈ...ના વિયોગે આઘાત લાગવા યોગ્ય છે, પરંતુ તે ખેદ અને લાગણી પલટાવી વૈરાગ્યમાં વૃત્તિ આપ સર્વ સમજુ જનોએ વાળવા યોગ્ય છે, કારણ કે જે આપણા હાથની વાત નથી અને અવશ્ય બનનાર તેમ જ બન્યું છે. ક્લેશ કરી કોઈ આપઘાત કરે તોપણ તે વિયોગ ટળી સંયોગનો યોગ બને તેમ રહ્યું નથી, તો સમજુ જીવે તો કોઈ જ્ઞાનીપુરુષનાં વચનનું અવલંબન ગ્રહી, વારંવાર થતા ખેદને વિસ્તૃત કરવો યોગ્ય છેજી. આપ તો સમજુ છો, છતાં નાનાં મોટાં સર્વ આપનાં કુટુંબીજનોને સમજાય અને વારંવાર યાદ આવે એવી એક નિર્મોહી કુટુંબની કથા પ્રાતઃસ્મરણીય પૂજ્ય સ્વામી શ્રી લઘુરાજ મહારાજના મુખથી સાંભળેલી અત્રે લખી જણાવું છું, તે વારંવાર વાંચી, વંચાવી તેનો પરમાર્થ સર્વના હૃદયમાં ઘર કરે તો ભવિષ્યમાં પણ આવા પ્રસંગો જીવને જોવામાં આવે તો કંઈ પણ ક્લેશ થવાને બદલે પરમકૃપાળુદેવનું શરણ બળવાનપણે ગ્રહણ કરવાનું બનશેજી. રાજા, રાણી, પુત્ર, પુત્રવધૂ, સદ્ગુરુના સંગથી નિર્મોહી બની ગયા નિર્મોહી કુટુંબની કથા —‘એક રાજા મોટું રાજ્ય સંભાળતો હતો, છતાં તેને સદ્ગુરુનો અપૂર્વ યોગ થયેલો તેથી તેનું ચિત્ત તો આત્મહિત થાય તેવું જ્ઞાનીએ જણાવેલું તેમાં જ મગ્ન રહેતું. તેના આત્માને શાંતિ રહેતી. તે લાભ રાણીજીને પ્રાપ્ત થાય તે અર્થે તેણે રાણી આગળ તે મહાત્માના ગુણગ્રામ કર્યા અને પોતાને તેમનો યોગ થયો ત્યારથી તે ભવ ફરી ગયા જેવું થયું, તે કહ્યું. તેથી રાણીજીને પણ તે સદ્ગુરુનું સ્મરણ ગ્રહણ કરવા ભાવના થવાથી તે સદ્ગુરુનો યોગ મેળવી તેમણે તે જણાવેલું સાધન તે કરવા લાગ્યાં. તેમને પણ તે સાધનનો પ્રગટ અનુભવ થયો એટલે કુંવર યુવાન હતો છતાં તેને સદ્ગુરુનો સમાગમ કરાવ્યો અને તેને પણ ધર્મની લગની લાગી. કુંવરે તેની સ્ત્રીને સમજાવી તેથી તેણે પણ સદ્ગુરુની ઉપાસના કરી શાંતિ મેળવી. આ પ્રમાણે આત્માર્થે બધાં સત્સાધન આરાધતાં અને પૂર્વકર્મના યોગે સુખદુઃખ ભોગવવાના પ્રસંગો આવે તેમાં ઉદાસીન રહેતા, તેનું માહાત્મ્ય કોઈને લાગતું નહીં.” દેવલોકથી દેવે આવી રાજાની પરીક્ષા કરી ‘દેવલોકમાં ઇન્દ્રે એક વખત આ રાજાના આખા કુટુંબના વખાણ કર્યા. તે સાંભળી એક દેવને થયું કે ઇંદ્રનું કહેવું ખરું લાગતું નથી. પુરુષો તો કંઈ સમજે, પણ બૈરાંમાં ધર્મ સમજવાની બુદ્ધિ ક્યાંથી હોય ! તે તો મોહમાં જ આખો ભવ ગાળે છે. તેથી પરીક્ષા કરવા તે રાજાની રાજધાનીને દરવાજે આવી ઊભો રહ્યો. થોડી વારમાં રાજકુમાર વનક્રીડા કરવા એક ટુકડી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમાધિમરણ લશ્કરની લઈ જંગલમાં જતો હતો, તે જોઈ દેવે બાવા-યોગીનું રૂપ ધારણ કર્યું ને રાજસભામાં ગયો. આંખોમાં આંસુ લાવી, ગળામાં ડૂમો ભરાયો હોય તેવો દેખાવ કરી તેણે કહ્યું : હે રાજાજી ! મોટી ઉમ્મરે આપને એક કુંવરની પ્રાપ્તિ થઈ, તે રાજ્ય ચલાવે તેવા થયા ત્યારે શિકાર કરવા આવ્યા હશે તે મારી ઝૂંપડી પાસે વાધે મારી નાખેલા મેં જોયા, ત્યારથી મારી આંખોમાં આંસુ સુકાતાં નથી. રાજ્યનું હવે શું થશે ? રાજાએ યોગીને આસન પર બેસાડી પૂછ્યું : યોગીરાજ ! આપ કેટલાં વર્ષથી જંગલ સેવો છો ? યોગી બોલ્યા, પચ્ચીસ વર્ષથી. ત્યાં શું કરો છો ? તો કહે, ઈશ્વરભજન.” પચ્ચીસ વર્ષથી ઈશ્વરભજન છતાં આટલો કલેશ! રાજાને આશ્ચર્ય રાજાએ કહ્યું : બાવાજી ! આપ આટલો ક્લેશ કરો છો, તો તમને સાચા ગુરુ મળ્યા નથી એમ લાગે છે. નહીં તો પોતાનો દીકરો મરી જાય તોપણ ક્લેશ કરવો નકામો સમજાવો જોઈએ. જો તમને પારકા છોકરાનું આટલું બધું લાગી આવે છે, તો વૈરાગ્ય વિના ઈશ્વરભજન કેવું કરતા હશો ? માટે હવે સદુ ગુરુ શોધી સાચો વૈરાગ્ય પામી ઈશ્વરને ઓળખી મનુષ્યભવ સફળ કરો. એમ કહી રજા આપી. ત્યાંથી રાણી પાસે તે ગયો. બૈરાં આગળ વળી વધારે ફેલ દેવમાયાથી તે કરવા લાગ્યો. હાંફતો હાંફતો છાતી કૂટતો તે કહેવા લાગ્યો : રાણીજી ! સત્યાનાશ વળી ગયું, કુંવરજીને વાઘે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જ મેં જોયા. તેથી દોડતો દોડતો તમને ખબર કહેવા આવ્યો છું. રાણીજીએ તેમને બેસાડી પાણી પાયું. મોં-માથું સાફ કરી સ્વસ્થ થવા કહ્યું એટલે તે બેઠો, પાણી પીધું.” Page #209 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૦૫ | રાણી કહે અમને સદગુરુયોગે ભક્તિ મળવાથી શાંતિ અનુભવીએ છીએ રાણીજીએ કહ્યું : બાવાજી, આ ચોગાનમાં આ આંબો છે. તેના ઉપર ઘણી કેરીઓ બેસે છે. તેમાંથી ઘણી તો ગરી જાય છે. કોઈ વધે તે બીજા તોડી લે છે. તેમ મને ઘણાં સંતાન થયાં અને મરી ગયાં. આયુષ્યબળે યુવાવસ્થા આ કુંવર પામ્યો ત્યાં વળી કાળે તેનો પ્રભાવ જણાવ્યો. બનનાર છે તે ફરનાર નથી. અમને સદ્ગુરુનો યોગ થયો છે તેથી અમને ભક્તિ એ જ આ ભવમાં અત્યંત પ્રિય છે, તેટલી પ્રીતિ કુંવર પ્રત્યે પણ નથી. હવે જિંદગી ટકશે ત્યાં સુધી ભક્તિ કરી આ આત્માનું હિત કરીશું. પણ આપને આટલો ક્લેશ થાય છે તે જાણી નવાઈ લાગે છે. ત્યાંથી ઊઠી તે દેવ કુંવરની પટરાણી પાસે ગયો. ત્યાં જઈ વાળ તોડવા લાગ્યો, છાતી કૂટવા લાગ્યો. તે જોઈ પટરાણીએ પૂછ્યું : બાવાજી! આમ કેમ કરો છો ? તેણે કહ્યું : તમારું નસીબ ફુટી ગયું. કુંવરજીને વાઘે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જંગલમાં જોયા ત્યારથી મને ચેન પડતું નથી. તમને ખબર કહેવા આટલે દૂર આવ્યો છું. તે બાઈ બોલીઃ બાવાજી ! આવ્યા તે સારું કર્યું. પણ મારી વાત સાંભળો.” કુંવરની પટરાણી કહેઃ અમને ભગવાન સિવાય બીજું કશું ગમતું નથી હું ક્યાં જન્મેલી, ક્યાં ઊછરેલી અને પૂર્વના સંસ્કારે આ કુટુંબમાં આવી ચઢી, પણ મોટો લાભ તો અમને સદ્ગુરુનો યોગ થયો અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ ત્યારથી અમે બધાં કુટુંબનાં જાણે મરી ગયાં હોઈએ અને અહીં માત્ર રાજ્યને જોવા માટે આવ્યાં હોઈએ તેમ મહેમાન તરીકે રહીએ છીએ. ભગવાન સિવાય Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમાધિમરણ અમને કશું ગમતું નથી. તેની બધી ઇચ્છા સુખકારી અમે માનીએ છીએ. આપ હવે ક્લેશ કરશો નહીં. સદ્ ગુરુકૃપાએ અમે સુખી થયાં છીએ અને સુખી જ રહીશું. ત્યાં રાજા રાણી આવ્યા એટલે તે દેવ બાવાનું રૂપ તજી દેવ થયો. તે કુંવર મરી નથી ગયો. માત્ર તમારી પરીક્ષા કરવાને આવ્યો હતો એમ કહી તેમને નમસ્કાર કરી તે પાછો દેવલોકે ગયો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૮૫) સમભાવથી સહન કરતાં જુના કર્મ જાય અને નવા ન બંધાય "राजा राणा छत्रपति, हाथियनके असवार । मरना सबको एक दिन, સપના સપની વાર ” ભૂધર વ “દિલગીરી ભરેલો પ્રસંગ બન્યો છે. પરંતુ પરમકૃપાળુદેવનું શરણ જેણે ગ્રહણ કર્યું છે, જેને પરમકૃપાળુદેવ ઉપર પ્રીતિ, પ્રતીતિ અને ભક્તિ જાગી છે તેને આવા પ્રસંગે ધીરજ વિશેષ રહે છે. જે દુઃખ આવી પડે તે ધીરજથી, બને તેટલા સમભાવથી સહન કરવાથી જૂનાં કર્મ જાય છે અને નવાં કર્મ બંધાતાં અટકે છે. દિવસ પછી રાત આવે છે ત્યારે અણસમજુ જનો અકળાય છે, પણ રાતની રાત હંમેશાં રહેતી નથી. તેમ સુખના દહાડા બદલાતાં દુઃખના દહાડા જોવાના આવે છે, પણ હંમેશાં દુઃખ પણ ટકતું નથી. સુખમાં પણ ભક્તિ કરવી ઘટે છે ને દુઃખમાં તો વિશેષ વિશેષ ભાવથી ભક્તિ કરવી ઘટે છેજી. જીવ સુખના સમયમાં ભગવાનને ભૂલી જાય છે, તે વિચારતાં દુઃખના પ્રસંગો ભગવાનની ભક્તિ કરવા પ્રેરનાર ગણાય છે. ઘણા ભક્તોએ ભગવાન પાસે દુઃખ જ માગ્યું છે. આ અત્યારે તમને સમજાશે નહીં, પણ થોડાં વર્ષ પછી લાગશે કે પરમકૃપાળુદેવે નીચે પ્રમાણે લખ્યું છે તે સાચું છે–“જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” (૩૦૧). અત્યારે તો સ્મરણમાં, વાંચનમાં, ભક્તિમાં બને તેટલો વખત ગાળવાનું કરશો. તમે બધા સમજુ છો. રોવા-કકળવાથી મરી ગયેલ પાછું આવે નહીં અને રોનારને કર્મ બંધાય. મરી ગયેલાને Page #211 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૦૭ કોઈ રીતે તે મદદ કરે એમ નથી; તો રોવું, શોક કરવો, પાછળની વાતો સંભારવી એ માત્ર જીવને દુઃખી કરવાનું કામ છે; માટે શોકને સંભારવો નહીં. જે થાય તે સહન કરવું એ જ ધર્મ છે.” (બો.૩ પૃ.૭૨૩) આજથી સમાધિમરણની તૈયારી કરનારને મૃત્યુ મહોત્સવરૂપ લાગશે “સમાધિમરણનો લક્ષ રાખી કાળ ગાળવો ઘટે છેજી. એક ઇષ્ટમાં વૃત્તિ તન્મય થાય, તન્મય રહે એમ કર્યાનો અભ્યાસ આખરે ઉપયોગી નીવડે છેજી. જે વિદ્યાર્થી બારે માસ અભ્યાસ કર્યા કરે છે તે વર્ષ આખરે સહેલાઈથી પરીક્ષા નિર્ભયપણે પસાર કરે છે; તેમ આજથી સમાધિમરણની તૈયારી કરનાર આખરે મૃત્યુને મહોત્સવરૂપે ગણી નિર્ભયપણે પરભવમાં કે મોક્ષે જાય છે. માટે પ્રમાદમાં, અન્ય ચિંતામાં આત્માને જતો અટકાવી પરમશાંતિપદની ભાવના કર્યાથી તે પદ પ્રાપ્ત થાય તેમ છેજી. ભક્તિમાં આત્માને આનંદની વૃદ્ધિ થતી રહે, સપુરુષના અપાર ઉપકારનું ભાન થાય, તેની દશા સમજાતી જાય અને શુદ્ધ આત્માની ઉત્તમતા આત્મામાં સ્થાન પામે તેવું વાંચન, ભક્તિ, જપ, તપ, વિચાર, ધ્યાન આદિ સત્સાધન કર્તવ્ય છેજી.” (બો.૩ પૃ.૭૪૭) હરતા ફરતા જીભે મંત્ર જપાતો રહે તો આખરે સમાધિમરણ આપનો પત્ર મળ્યો. આપના પિતાને છેવટે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ અને મરણપર્યત રહી તે આનંદની વાત છે. માતાપિતાને ધર્મનો બોધ કરવો એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમ તેમને સાચા ધર્મની પ્રાપ્તિ તમારા નિમિત્તે થઈ તે તમારી પુત્ર તરીકેની ફરજ કે તેમનું દેવું વાળ્યું ગણાય. આપણે બધાને એ માર્ગે જવાનું છે. સમાધિમરણની તૈયારી આજથી આપણે કરતા રહેવાની જરૂર છે. મંત્રનું સ્મરણ કરવાની ટેવ પાડી મૂકી હોય તો તે આખરે સ્મૃતિમાં આવી સમાધિમરણનું કારણ બને છે. માટે હરતાં, ફરતાં, કામ કરતાં જીભે મંત્ર જ જપાતો રહે તેવી ટેવ પાડવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. કેટલું જીવવાનું છે તેની કોને ખબર છે? માટે આ મનુષ્યભવનો લહાવો લઈ લેવાનું ચૂકવું નહીં. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૭૫૦) વેદના વેદતા દેહથી ભિન્નતા રહે તો સમાધિમરણનું કારણ થાય થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ'- એ સાચા દિલની ભક્તિ ભવ તારનાર છેજી. મરણ સુધી તે ભાવના ટકાવી રાખનારની બલિહારી છેજી. વેદના એ સમજની કસોટી છે. વેદના વેદતાં દેહથી ભિન્નતા રહે તો સમાધિમરણનું કારણ છેજી.” (બો.૩ પૃ.૭૫૧) જિંદગીનો પાછલો ભાગ ઘર્મધ્યાનમાં જાય તો કલ્યાણ થાય જિંદગીનો પાછળનો ભાગ તો જ્ઞાનીપુરુષનાં વચનો કાનમાં પડ પડ થાય અને તેના જ વિચાર સ્ફર્યા કરે તેમ ગાળવા યોગ્ય છે, તે સમાધિમરણનું કારણ બને તેમ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૭૫૧) Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સમાધિમરણ ઘણી મુશ્કેલીઓ વેઠી પાર ઉતરે ત્યારે ઉત્તમ ગતિને યોગ્ય થાય એક ઘડાનું દ્રષ્ટાંત-“મુશ્કેલીઓ જ જીવને ઘડે છેજી. ઘડાની ઉત્પત્તિનું દૃષ્ટાંત તમે સાંભળ્યું હશે. એક નિરાશ થયેલા શિષ્યને ઘડે કહ્યું–“મને મારા સ્થાનમાંથી તીક્ષ્ણ હથિયારથી ઉખેડી, ગધેડે ચઢાવી પ્રારબ્ધ કુંભારને ત્યાં નાખ્યો. તેણે પાણી તથા ગધેડાનાં લીંડાથી મારી કદર્થના કરી, પગથી ગૂંદ્યો, હાથથી મસળ્યો, પછી એક પિંડ બનાવી ચાક પર ચઢાવી ભમાવ્યો, અનેક આકારો કરી કરી ભાંગી નાખી અંતે ઘડાના આકારે કરી ચાક ઉપરથી ગળું છેદે તેમ દોરાથી કાપી તડકે મૂક્યો. 2) : કંઈક હું ઠર્યો કે પાછા ટપલા મારા ઉપર પડવા મંડ્યા અને અત્યારનું રૂપ થયું. એટલે મને તાપે સૂકવ્યો. તેથી સંતોષ ન પામતાં વળી અગ્નિના નિભાડામાં મને મૂકી ઘણા દિવસ તાપમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન રાખ્યો. આખરે તેમાંથી કાઢી ટકોરા મારી, સાજો રહ્યો છું એવી પરીક્ષા કરી મને જુદો રાખ્યો અને ગધેડે ચઢાવી બજારમાં આણ્યો. ૨૦૯ ત્યાંથી આ સંતના હાથમાં આવ્યો ત્યારથી અમૃત (પાણી) ભરી રાખવાનું ભાજન બન્યો છું. તેથી મુશ્કેલીઓથી હે ભાઈ ! ગભરાવા જેવું નથી. મુશ્કેલીમાં મારું વૃત્તાંત યાદ કરજે તો તું ઉત્તમ ગતિને યોગ્ય થઈશ.’ (બો.૩ પૃ.૭૫૨) જીવનમાં શ્રદ્ધાના જે ભાવો કર્યા હશે તે આખરે સમાધિમરણ કરાવશે “ચાર-પાંચ દિવસની માંદગી ભોગવી પૂ. ગુણચંદ્રજી મહારાજે ભાદરવા સુદ ૭ને રાત્રે લા વાગ્યે દેહ છોડ્યો છેજી. અચાનક આમ મરણ આવી પહોંચે છે તે જોઈ વૈરાગ્ય પામી ચેતવા જેવું છેજી. શાંતિપૂર્વક તેમણે આખરની વેદની સહન કરી છે અને પ. પૂ. પ્રભુશ્રીજીએ કહેલું કે આશ્રમમાં દેહ છૂટે તેનું સમાધિમરણ થશે તે તેમણે સાબિત કરી બતાવ્યું છેજી. આખી જિંદગીના ભાવોની રહસ્યભૂત મતિ મરણ વખતે વર્તે છે. તેથી પહેલાં જે જે સારા શ્રદ્ધાના ભાવો કર્યા હોય તે આખરે ઉપર આવી જીવને બચાવી લે છેજી. આપણે પણ સમાધિમરણ અર્થે પ્રમાદ તજી વિશેષ કાળજી રાખવી ઘટે છે. તે માટે જેટલો શ્રમ વેઠ્યો હશે તે લેખે આવશે. માટે જગતને રૂડું દેખાડવા કરતાં પોતામાં સહનશીલતા, ક્ષમા, વૈરાગ્ય, ભક્તિ તથા સમાધિભાવ વર્ધમાનતાને પામે તેવો પુરુષાર્થ આ દેહે કર્તવ્ય છેજી. આવા પ્રસંગો આપણને ચેતવણી આપે છે, જાગૃતિ પ્રેરે છે અને શિથિલતા તજી દૃઢ આશ્રયભક્તિની વૃદ્ધિ કરી કલ્યાણ તરફ દોરે છે.’” (બો.૩ પૃ.૭૫૪) Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સમાધિમરણ મંત્રમાં પૂર્ણ આત્મસ્વરૂપનો મર્મ રહ્યો છે એ લક્ષ છેલ્લા શ્વાસ સુધી રાખવો “સર્વ દુઃખથી મુક્ત કરાવનાર સમાધિમરણ છે, તેવા અવસરે આનંદિત રહેવું. “દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ–વિમલ જિન” મનુષ્યભવ રત્નચિંતામણિ જેવો મળ્યો છે, તેમાં જ્ઞાનીપુરુષને શરણે લૂંટમલ્ટ લેવાય તેવો આત્મહિતનો લાભ લઈ સમાધિમરણ કરવાનો મહોત્સવ આવ્ય કોણ હિંમત હારે ? કોઈક દુર્ભાગી. જેટલી આત્મામાં શક્તિ હોય તેટલી બધી શક્તિથી સાચા પુરુષ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અદ્ભુત દશાનું ચિંતન કરવું, તેની વિદેહી દશાની ભાવના કરવી અને તેના પરમ ઉપકારમાં લીન થવું. તેના અભેદ સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન કર્તવ્ય છે અને તેનું સાધન કેવળજ્ઞાન સ્વરૂપ એવું સહજાત્મસ્વરૂપનું ચિંતન, તન્મયતા, તેની સાધના યથાશક્તિ કર્તવ્ય છેજી. સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે એવી શ્રદ્ધા રાખી મંત્રમાં પૂર્ણ આત્મસ્વરૂપનો મર્મ રહ્યો છે તે લક્ષ છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખવો ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ (બો.૩ પૃ.૭૭૨) છ પદની શ્રદ્ધા દ્રઢ કરશો તો ઘાતિયાકર્મ નાશ પામી જીવનો મોક્ષ થશે. વ્રત નિયમમાં તણાયા કરતાં શ્રદ્ધા દ્રઢ કરી આત્મલાભ થાય તેમ કરશો તો ઘાતિયા કર્મ મંદ થતાં ઘણી નિર્જરા થશે. વ્રતનિયમથી પુણ્ય બંધાય તે અઘાતિયા કર્મની પ્રકૃતિરૂપ છે. તેવું તો જીવે ઘણી વાર કર્યું છે પણ ઘાતિયા કર્મનો નાશ કરવા તીર્થકર જેવાએ લક્ષ રાખ્યો છે, તે જીવ ચૂકી, ગણતરી થઈ શકે તેવી ક્રિયામાં રાચી, સાચી સમજણ કરવાનું ચૂકે છે, તે લક્ષમાં લેશો.” (બો.૩ પૃ.૭૭૬) ઉમર પૂરી થવા આવી છતાં આત્મજ્ઞાન પ્રગટ ન કર્યું? વૈરાગ્ય હોય તો તુચ્છ વસ્તુ પણ ઉપકારી નીવડે છેજી. “સાંજ પડી અને હજી દીવો નથી કર્યો? એવા એક કન્યાના શબ્દો સાંભળી એક વૈરાગી અમલદારને થયું કે ધોળા વાળ થઈ ગયા તોપણ મેં આત્મજ્યોતિ પ્રગટાવી નહીં! ધિક્કાર છે મારા ડહાપણને! આમ વિચારી તે સદ્ગુરુને શોધવા યાત્રા કરવા નીકળી પડ્યો અને તેના સદ્ભાગ્યે સગુરુ મળ્યા અને પોતાનું કલ્યાણ તેણે કરી લીધું.” (બો.૩ પૃ.૭૮૦) અહં મમત્વ ટાળી એક પરમકૃપાળુદેવ જ મારા છે એમ દૃઢ રાખવું “આપના પત્રો પહેલાંના પહોંચ્યા છેજી. આપની ભાવના સત્સંગની રહે છે તથા ભાદ્રપદ વદમાં આવવા ધારો છો તે જાણ્યું. શરીરનો પ્રતિબંધ ઓછો કરી ગમે તે ભોગે આશ્રમમાં દેહ છૂટે Page #215 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૧૧ તો મારું સમાધિમરણ થશે એવી શ્રદ્ધા કૃઢ કરી જો આવશો તો હિતકારી છેજી. તમે તો સમજુ છો પણ જે દ્રઢતા જોઈએ તે રહેતી નથી. મરણથી પણ ડરવું નહીં એવી અડગ શ્રદ્ધા અને સહનશીલતા જીવ ધારણ કરે તો દુઃખના ડુંગર પણ દૂર થઈ જાય. શ્રી ગજસુકુમાર જેટલું તો આપણને દુઃખ નથી આવ્યું છતાં મારું મારું માનું હોય ત્યાં જીવ તણાઈ જાય છે. તે અહંભાવ-મમત્વભાવને શત્રુ સમજી, એક પરમકૃપાળુદેવ જ મારા છે, તેને શરણે મારા આત્માનું કલ્યાણ જ થશે; ભલે દેહના દંડ દેહ ભોગવે તે તો ના કહ્યું અટકે તેમ નથી, પણ આટલો ભવ સહનશીલતા કેળવવા અને સમાધિમરણ સાધવા ગાળવો છે એમ દૃઢતા કર્તવ્ય છેજી.” (બો.૩ પૃ.૭૯૧) દેહને ઘર્માર્થે જાળવવો છે એમ વિચારી દવા કરવી પડે તો કરવી “દેહને લાભ થશે એમ જાણી અને શરીર સારું થશે તો મોજશોખ કરીશું એમ ગણી દવા કરવાની નથી, પણ મનુષ્યભવ દુર્લભ છે, તેને ધર્માર્થે જાળવવો છે, એમ વિચારી દવા કરવી પડે તો કરવી. દેહ મને મદદરૂપ છે, તેથી ઉપચાર કરું છું. દેહ આત્માને કામ આવે તેથી ઉપચાર કરું છું.” (બો.૨ પૃ.૧૩૯) બહારના પદાર્થોમાં વૃત્તિ ન જાય તે જ ખરી સમાધિ લોકો શ્વાસ રોકે ત્યારે સમાધિ કહે છે, પણ એ સમાધિ નથી. ભગવાને સમાધિ શાને કહી છે? તે કૃપાળુદેવ કહે છે કે “આત્મપરિણામની સ્વસ્થતા એટલે આત્મામાં રહે, બહારના પદાર્થોમાં વૃત્તિ ન જાય તે સમાધિ છે. નહીં તો જીવ ઠગાઈ જાય. આત્મપરિણામની સ્વસ્થતા આત્મા ઓળખાયા વગર ક્યાંથી થાય? રાગદ્વેષથી આત્માનાં પરિણામ ચંચળ થાય છે. એ રાગદ્વેષ ન થાય ત્યારે સમાધિ કહેવાય. સમ્યગદર્શન થયા પછી એને સહજ સમાધિ રહે છે.” (બો.૨ પૃ.૨૧૩) ઉપાધિનો ત્યાગ થાય ત્યારે સમાધિસુખ પ્રગટે જીવને દુઃખ આધિ-વ્યાધિ-ઉપાધિનું છે. મનમાં ચિંતા થાય તે આધિ, શરીર સંબંધી દુઃખ તે વ્યાધિ અને બહારની કડાકૂટ તે ઉપાધિ છે. એથી નવરો થાય તો વિચાર જાગે. જેને ઉપાધિ ન હોય તેને એટલી ચિંતા ઓછી છે અને અવકાશ મળે છે. તે અવકાશ જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં ગાળે તો તેથી સમાધિસુખ પ્રગટે. “જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે.” એ વાત જો હૃદયમાં ચોંટી જાય તો કામ થાય એવું છે. ઉપાધિ તો પૂર્વકર્મ છે, પણ સમાધિ રાખવી આપણે હાથ છે. જેટલી ઉપાધિ છે તેટલી અનાથતા છે. જેટલી ઉપાધિ તેટલી અસમાધિ. ઉપાધિનો ત્યાગ થાય તેટલી સમાધિ થાય. ઉપાધિ છોડી નિવૃત્તિ લેવી એને ગમતી Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમાધિમરણ નથી. કંઈ કામ ન હોય, નવરાશ મળી હોય તો પણ કંઈને કંઈ લઈ બેસે છે. જેટલો ઉપાધિનો ત્યાગ થાય તેટલું સમાધિનું કારણ થાય છે. ઉપવાસનો અને પારણાનો એ બેય દિવસ તપાસે તો ખબર પડે કે ઉપવાસના દિવસે કંઈ ફિકર ચિંતા નથી અને પારણાને દિવસે ઉપાધિ છે. જેને આજ્ઞા મળી છે, તેને નિવૃત્તિ બહુ સારી છે. સમજીને નિવૃત્તિ લે તો પ્રવૃત્તિમાં હોય તો પણ નિવૃત્તિનો સ્વાદ ન ભૂલે. આત્માનો સ્વભાવ ઉપાધિ કરવાનો નથી. એ તો કર્મને લઈને આવી પડ્યું છે. સાધુને પણ મનવચનકાયાની પ્રવૃત્તિ રોકવાની કહી છે. પ્રવૃત્તિ કરવી પડે તો સમિતિપૂર્વક વર્તે અને પાછા ગુતિમાં આવવાનો લક્ષ રાખે.” (બો.૨ પૃ.૨૩૩). જીવનો વધારેમાં વધારે પ્રેમ શરીરમાં, તેના માટે સર્વસ્વ આપવા તૈયાર “આ દેહ ક્ષણભંગુર છે. પાણીના પરપોટાની જેમ ફૂટી જાય એવો આ દેહ છે. જે ફૂલ સવારમાં ખીલેલું હોય તે તાપ પડતાં કરમાઈ જાય છે, તેમ ગમે તેવું સુંદર શરીર દેખાતું હોય અને જો વ્યાધિ આવી તો બીજાં થઈ જાય, ઊલટી અને ઝાડા થતા હોય તો પાસે પણ ઊભું ન રહેવાય એવું થઈ જાય. દેહમાં પ્રીતિ કરવાથી કંઈ નીકળે એવું નથી. આખું જગત મોહમાં પડ્યું છે. જ્ઞાની એને બોજો ગણે છે. વેઠિયાને માથે બોજો મૂક્યો હોય તેમ જ્ઞાનીને આ શરીર લાગે છે. વધારેમાં વધારે પ્રીતિ દેહમાં છે એ સુખનું કારણ નથી, તો પછી ધન, સ્ત્રી વગેરે બીજા પદાર્થો કેમ કરી સુખ આપે? જીવ વિચાર કરે તો એને દેહના કરતાં કંઈ ચઢિયાતું લાગતું નથી. કૃપાળુદેવે “મુનિસમાગમ'નો પાઠ લખ્યો છે, તેમાં લખ્યું છે કે જે વખતે રાજાને સાપ કરડવા આવ્યો તે વખતે રાજાને થયું કે હવે મને કોણ બચાવે? કોઈ આવી બચાવે તો હું એને મારું આખું રાજ્ય આપી દઉં, રાણીઓ બધી આપી દઉં, ધન વગેરે બધું આપી દઉં અને આખી જિંદગી સુધી એનો દાસ થઈને રહું એમ થયું. જીવને આ દેહ પ્રત્યે અત્યંત પ્રીતિ છે, તેય જીવને સુખી કરી શકતો નથી, તો પછી બીજી વસ્તુઓ શું સુખી કરી શકે?” (બો.૨ પૃ.૨૪૭) મારાપણું મરતી વખતે આવ્યું તો સમાધિમરણ ન થાય પૂજ્યશ્રી–મરણના પ્રસંગે એટલે કોઈ યુવાન મરી જાય ત્યારે લાગે કે સંસાર અસાર છે, અનિત્ય છે, અશરણ છે. ખેદના પ્રસંગમાં ખેદ કરે તો કર્મ બંધાય. માટે એનો બીજો રસ્તો લેવો. મોહથી ખેદ કરે તો કર્મ બાંધે. એ જ ખેદ જો વૈરાગ્યસહિત હોય તો છૂટે. મોહ સહિત ખેદ હોય તો કર્મ બંધાય છે. મારાપણું જેને થતું હોય તે વિચારવાન હોય તો વિચારે કે મારું શાનું? મારું કરીને કોઈ મોક્ષે ગયા નથી. વિચારવાન હોય તો વારંવાર એ પ્રસંગ સંભારે, તેથી વૈરાગ્ય ભણી વૃત્તિ તે કરી નાખે છે. મારે કશામાં મારાપણું માનવું નથી. મારાપણું જો અંતરંગમાં લાગતું હોય તો ત્યાગ કર. આનું ફળ ખોટું આવશે. Page #217 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૨’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૧૩ જો એવા ભાવો મરતી વખતે આવ્યા તો સમાધિમરણ ન થાય. મરણ આવશે ત્યારે કોઈ બચાવે એમ નથી. આ બધા સંગ છે તે તુચ્છ છે. “આત્માથી સૌ હીન” આ અનિત્ય પદાર્થો આત્માથી ભિન્ન છે. મારું મારું મનાતું હોય તો તું એને મરણ પહેલાં છોડ. આખી જિંદગી મારું મારું કરીશ, તોય તારું થવાનું નથી. મારું મારું કરવાથી મારું થવાનું નથી, એમ વિચારવાનું વિચારે છે. કોઈ કોઈને શરણે રાખે એમ નથી. માથે મરણ છે. જેટલો મોહ વસ્તુઓમાં થાય છે તેટલો અવિચાર છે.” (બો.૨ પૃ.૨૯૫) જગતમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આત્મા, “આત્માથી સૌ હીન' “ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આત્મા છે. એને મૂકી બીજાને લેવા જાય છે. એ જ એનું મિથ્યાત્વ છે, ગાંડપણ છે. મોહ ગયા વિના મોક્ષ થાય નહીં. અનંતકાળ સુધી ભ્રમણ કરાવે એવો મોહ છે. દુઃખી થવું હોય તો મોહ કરવો. સમજીને મોહ છોડી દેવો. કોઈ પણ પ્રકારે મોહથી દૂર થવું. એના જેવો એકે સુખનો રસ્તો નથી. એવા વિચારથી વિચારવાન વૈરાગ્યભાવ કરે છે. વિચાર કરે તો બધાને એવું જ લાગે.” (બો.૨ પૃ.૨૯૬) માથે મરણ છે તોય જીવ મોહને છોડતો નથી “મરણ એ વૈરાગ્યનું કારણ છે. માથે મરણ છે તોય જીવ મોહમાં ફસાઈ રહ્યો છે, તો મરણ ન હોત તો તો ધર્મને કોઈ સંભારત પણ નહીં. ભોગભૂમિના મનુષ્યોને મરણનો વિચાર આવતો નથી. આપણે કોઈને મરતાં દેખીએ, ત્યારે લાગે કે માથે મરણ છે. એવા વખતે પણ વિરલા ચેતે છે. ચેતવાના પ્રસંગે થોડીક વાર સ્મશાનવૈરાગ્ય પ્રાપ્ત થઈ નાશ પામી જાય છે. હળુકર્મીને ધર્મ સાંભરે છે, નહીં તો એવા પ્રસંગો ભૂલી જાય છે. મરણનો ડર લાગે તો અધર્મને રસ્તે જીવ ચડે નહીં. નહીં તો સાધુ થાય અને માગી ખાતો હોય તો પણ કંકાસ કર્યા વિના રહે નહીં. ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે.” (આ૦૧૪) કોઈનો મરણપ્રસંગ આવે ત્યારે આત્માનું કલ્યાણ થાય એવો નિશ્ચય કરવો. કોઈ ઘડપણમાં, કોઈ બાલઅવસ્થામાં, કોઈ યુવાવયમાં, કોઈ પાંચ વર્ષે, કોઈ પચ્ચીસ વર્ષે એમ મરી જાય છે. ગમે ત્યારે મરણ આવે છે. એથી ચેતવાનું છે. ઘણા મહાપુરુષો એવા થઈ ગયા છે કે વહેલો દેહ છોડી ગયા પણ આત્માનું કામ કરીને ગયા છે. તીર્થકર જેવા ત્રણ જ્ઞાનના ધર્તા ત્રીસ વર્ષની યુવાવયમાં સંસાર છોડી ચાલી નીકળ્યા. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સમાધિમરણ મનુષ્યભવ છે ત્યાં સુધી આત્મકલ્યાણ કરી લેવું, એ સુખનું કારણ છે. મારું કોઈ નથી એમ વિચારવું. મરણના પ્રસંગમાં ખેદને પલટાવી જ્ઞાનીના વચનોમાં વૃત્તિ રાખવી. જ્ઞાનીનાં વચનો વિચારવાં.” (બો.૨ પૃ.૨૯૬) ભલે માંદો હોય પણ આત્મહિત થતું હોય તો સારું છે “માત્ર એક આત્માનું કલ્યાણ કરવા દેહ મળ્યો છે, એ મુમુક્ષુ જીવે લક્ષમાં રાખવું. ભલે માંદો હોય, પણ આત્માનું હિત થતું હોય તો સારું છે. યોગ્યતા વિના આત્મસિદ્ધિ ધ્યાનમાં આવતી નથી.” (બો. ૨ પૃ.૩૦૯) શરીર છોડતા પહેલા શરીર, કુટુંબ વગેરેનો મોહ છોડવો પૂજ્યશ્રી–શરીરમાં અશાતા થઈ હોય પણ કોઈ સગાંવહાલાં દુઃખ લે? કોઈ ન લે. સગાંવહાલાંનો અને શરીરનો મોહ છોડવાનો છે. એ અશાતા વખતે ઝટ છૂટે. શરીરનો તો સડન પડન અને વિધ્વંસન સ્વભાવ છે માટે એનો વિશ્વાસ કરવા જેવું નથી. કોણ જાણે ક્યારે પડી જશે! આત્મા મરે નહીં. ઘડીકમાં વેદના વધી જાય તો દેહ છૂટી જાય. મોહ સાથે લઈને પરભવે જવું નથી. બધું મનમાંથી કાઢી નાખવું. મહાવીર ભગવાને દીક્ષા લીધી ત્યાર પછીથી શું કરતા? મોહને ક્ષય કરવાનો પુરુષાર્થ કરતા હતા. એને માટે રાતદિવસ ઝૂરતા. માંદગીમાં વેદના વખતે મોહ મંદ કરવાનો વિચાર કરવો. થોડીઘણી વેદના તો દરેકને હોય. વેદનારહિત શરીર નથી. જ્યારે શરીર છોડવાનું નક્કી જ છે તો પછી તે પહેલાં શરીર, કુટુંબ વગેરે ઉપરનો મોહ છોડવો. વેદના વખતે વિચાર કરે તો સહજે વૈરાગ્ય થાય. વૈરાગ્યસહિત વિચાર થાય તો મોહમંદ થાય. મોહથી દૂર થવું. જ્ઞાનીપુરુષનાં વચનો જીવને ચેતાવે છે. વેદનામાં નવરાશ હોય તે સદ્વિચારમાં વાપરે તો સમકિત પામે. અનાથીમુનિ જેવાને સમક્તિ થયું.” (બો.૨ પૃ.૩૧૦) આત્મા કદી જન્મતો નથી મરતો નથી “પ્રશ્ન-અટળ અનુભવ સ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી-અટળ એટલે બધાને બાદ કરતાં કરતાં જ રહે છે અથવા અટળ એટલે જે ટળે નહીં તે. પ્રભુશ્રીજી કહેતા કે આત્માને મૂકીને અહીં આવો! તો અવાશે? આત્મા ન મૂકાય. જ્યારથી Page #219 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૨’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૧૫ પોતાનું સ્વરૂપ ભિન્ન ભાસ્યું ત્યારથી સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાનીઓએ ઘણું સમજાવ્યું છે. ભૂલ થઈ તે થઈ. પણ હવે ન થવા દેવી. નિશ્ચયથી આત્મા શુદ્ધ જ છે. કલ્પનાથી જીવ માને છે કે હું જભ્યો, હું મૂઓ, પણ આત્મા કદી જન્મતોય નથી અને મરતોય નથી. જીવનું ખરું સ્વરૂપ અસંગપણું છે.” (બો.૨ પૃ.૩૩૬) મનુષ્યદેહમાં સન્દુરુષના બોઘે વિમોંહીપણું કરી લેવું “ઋષભદેવ વગેરે તીર્થકરોએ કહ્યું કે આ દેહ ક્ષણભંગુર છે, માટે એથી આત્મહિત થાય એવું કરી લેવું. દેહ તો બધાને છોડવા પડ્યા છે. લક્ષ એ રાખવો કે અસંગ થવાનું છે. શુદ્ધ સ્વરૂપનો લક્ષ કરવાનો છે તે આ મનુષ્યદેહ છે ત્યાં સુધી થઈ શકે. નરકગતિમાં જાય તો ત્યાં દુઃખ છે, તેથી કંઈ કરવાનું સાંભરે નહીં, તિર્યંચમાં જાય ત્યાં પણ કંઈ ભાન નથી, દેવગતિમાં જાય તો ત્યાં ઘણું સુખ છે તેથી કર્યું હોય તે પણ ભૂલી જાય છે. ત્યાં પણ કંઈ થઈ શકે નહીં. માટે મનુષ્યદેહ છે ત્યાં સુધી અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું એમ વારંવાર અસંગપણાની ભાવના કરવાની છે. કોઈનો પરિગ્રહ કે સંગ થયો હોય તે મૂકવાનો છે. મોહ દૂર કરી નિર્મોહીપણું કરવાનું છે. મોહ જીવને ભાન ભૂલવે છે. મોહ જવા સત્પરુષના બોધની જરૂર છે. આત્મા છે તે જ દેવ છે. સાચ વસ્તુ એને અડી, તો પારસને લોઢું અડે તો સોનું થઈ જાય તેવું થાય.” (બો.૨ પૃ.૩૪૦) કલ્યાણ કરવું હોય તો કોઈ પ્રત્યે રાગ દ્વેષ ન કરવા “કૃપાળુદેવે છેલ્લી ક્ષમાપના માગી છે કે તમને કંઈ ખોટું લાગ્યું હોય અથવા કંઈ અપરાધ થયો હોય તે બધું નમ્રભાવથી ક્ષમાવું છું. આખા પત્રનો સાર છેવટે કહી દીધો છે. કોઈ પ્રત્યે રાગ ન રહે એવું કરવું. રાગ એ ચીકાશવાળો છે. માંડ માંડ, કેટલાં તપ કરે ત્યારે એ છૂટે! રાગમાં મીઠાશ છે. તે ડાઘ જેવી છે. ગમે તેટલાં શાસ્ત્રો વાંચે તોય એ જાય નહીં. કોઈ પ્રત્યે દ્વેષ કિંચિત્ પણ ન રહે એવું કરવાનું છે. કોઈ પ્રત્યે રાગદ્વેષ કરવાના નથી. કલ્યાણ કરવું હોય તો આ નિશ્ચય વર્તાવવો ઘટે છે. “સર્વ જીવ છે સિદ્ધસમ”, એવી દ્રષ્ટિ રાખવી તો રાગદ્વેષ ન થાય. તેમ વર્તવા પુરુષાર્થ કરવો તો આત્માનું કલ્યાણ, મોક્ષ થશે.” (બો.૨ પૃ.૩૪૧) Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સમાધિમરણ સપુરુષનો નિશ્ચય કરી તેનો આશ્રય કદી છોડવો નહીં પૂજ્યશ્રી–જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી ભગવાનનો આશ્રય કરવો. મરણની છેલ્લી અણી સુધી પણ છોડવા જેવું નથી. મહાપુરુષનું એક વચન પણ ગ્રહણ કર્યું તો તેનો મોક્ષ થાય એવું છે. પોતે અણસમજણવાળો હોય પણ જેણે આત્મા જામ્યો છે તેનું વચન મને માન્ય છે એટલું થયું તો કલ્યાણ થાય. જ્ઞાનીનું એક વચન ગ્રહણ કર્યું તો સાચા માર્ગે એટલે મોક્ષમાર્ગ ચઢી જાય. ઘણો લાભ છે. જીવને સત્પરુષનો નિશ્ચય થાય અને પછી તેના આશ્રયે ચાલે તો કલ્યાણ થાય. અબુધ અને અશક્ત જીવોનો પણ એક વચનથી મોક્ષ થઈ જાય. સંસાર દુઃખનો દરિયો છે તેમાં આ જીવને જ્ઞાની પુરુષનો આશ્રય મળે તો પાર થાય. જ્ઞાની પુરુષનો આશ્રય મળ્યો તો મોક્ષ જ મળશે, એવું દ્રઢ રાખવું. મરતી વખતે પણ જ્ઞાની પુરુષનો આશ્રય છોડવો નહીં.” (બો.૨ પૃ.૩૫૦) દેહ છૂટે પણ હું કદી મરું નહીં “દ્વાદશાંગીનો સાર એ છે કે દેહાદિભાવ છોડીને, જે થાય તેની જાણનાર હું છું, દેહ છૂટે પણ હું નહીં કરું, એમ દેહાધ્યાસ છોડવો. એથી કલ્યાણ છે. શરીરની શોભા કરે છે અને માને છે કે “હું સારું કરું છું. શરીર છૂટી જાય તો મોક્ષ થાય. દેહને અંગે હર્ષશોક થાય છે. મિથ્યાભાવ છે તે “દેહ તે હું એમ મનાવે તેથી રાગદ્વેષ થયા કરે છે. બધાંય શાસ્ત્રોનો સાર એ છે કે દેહાદિ સંબંધી હર્ષવિષાદ ન કરવો. પોતાનું શુદ્ધ સ્વરૂપ આત્મા છે, એવી ભાવના કરવાની છે. એ તો શાસ્ત્રો ન ભણ્યો હોય તો પણ કરી શકે. ખેદ કરવાની જરૂર નથી. હું નથી ભણ્યો, હું ધર્મ નથી પામ્યો, એમ ન કરતાં વીતરાગ ભગવાનનો કહેલો ધર્મ સાચો છે, આટલો ભવ એને આશ્રયે જ ગાળવો છે. એટલું થયું તો બધું કરી ચૂક્યો. વેદના વખતે વૃત્તિ મંદ પડે ત્યારે જેણે અખંડ નિશ્ચય રાખ્યો હોય એવા મહાપુરુષોના ચરિત્રો વિચારવાં. વૃત્તિ ભગવાનમાં રહે તો પુરુષાર્થ થાય. માથે મરણ છે માટે જેટલું થાય તેટલું કરી લેવું.” (બો.૨ પૃ.૩૫૦) મરણ અનિશ્ચિત માટે સમાધિમરણની તૈયારી કરી રાખવી આખી જિંદગી સુધી જે સત્સંગાદિ સાધનો કરવાં છે, તે એક સમાધિમરણ થાય તે માટે કરવાં છે. જેમ કોઈ ભણીને બાર મહિને પરીક્ષા આપે છે, તેમાં પાસ થાય તો તેનું ભણેલું સફળ છે. તેમ આખી જિંદગી સુધી સત્સંગ આદિ સાધના કરી સમાધિમરણ કરવાની જરૂર છે. અને તેને માટે જ બધાં સાધનો છે. જેમ બધાં કામો છે તેમ સમાધિમરણ પણ એક જરૂરનું કામ છે. બીજાં કામ તો ન કરે તો પણ ચાલે, પણ મરણ તો અવશ્ય આવવાનું છે. આપણે કોઈ ગામ જવું Page #221 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૧’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન હોય ત્યારે એક-બે દિવસ રોકાઈને પણ જઈએ છીએ;, પણ મરણ કંઈ રોકી શકાતું નથી; માટે સમાધિમરણની તૈયારી કરી રાખવી.’’ (બો.૧ પૃ.૧૨૩) આલોચના કરવાથી ઘણા પાપો નાશ પામે ૨૧૭ “પૂજ્યશ્રી–મનુષ્યભવમાં છેલ્લું કામ સમાધિમરણ કરવાનું છે. ગમે તેટલું કર્યું હોય પણ સમાધિમરણ ન થાય તો કંઈ નથી. એની પણ તૈયારી કરવાની છે. આલોચના કરવાથી ઘણાં પાપો જાય છે. ગુરુ ન હોય તો આત્માની સાક્ષીએ ભાવના કરવાની કે હે ભગવાન! મારે પાપનો ત્યાગ છે. સાક્ષી ન હોય તો પણ આત્માની સાક્ષીએ ત્યાગ કરવો. મરતાં સુધી મોહ છૂટતો નથી. પહેલાંથી તૈયારી કરી હોય, વૈરાગ્ય હોય તો (સમાધિમરણ) થાય. ગમે તેવા પરિષહ આવે, તોપણ સહન કરવા છે, એવી ભાવના હોય તો વ્રત લેવું. બધાને તૈયારી કરવાની છે. દેહના સુખની ઇચ્છા છોડવી. પરિષ–સહનશક્તિ હોય તો હવે મારે કશુંયે ન જોઈએ, એવી ભાવના કરવી. કોઈ જોગ ન હોય તો ભગવાન પાસે ભાવના કરવી. દિવાળી આવે ત્યારે લોકો સરવૈયું કાઢે છે, તેમ સમાધિમરણ વખતે સરવૈયું કાઢવાનું છે. મરણ આવે તો ભલે આવો. ગમે તેટલું દુઃખ થાય, દુઃખ તો જવાનું છે, પણ આત્માને કંઈ થવાનું નથી. સમાધિમરણનું કારણ સમભાવ છે. બીજા મનમાં વિકલ્પ આવે નહીં એવું કરવાનું છે. સમાધિમરણ વખતે બીજાને દુ:ખી કર્યા હોય તેને સંતોષ પમાડે અને પોતાના દોષોની નિંદા કરે.” (બો.૧ પૃ.૧૯૬) થયેલા પાપની માફી માગી મન શુદ્ધ કરે તો સમાધિમરણ થાય એક મુનીમનું દૃષ્ટાંત– એક સત્સંગમંડળ પ્રતિદિન નિયમસર એકઠું થાય અને ઇશ્વર સંબંધી વાતો કરે તથા આનંદાશ્રુ સાથે ધ્યાન-ભજન કરે. આ બધું પાસે રહેનારો એક શેઠનો મુનીમ રોજ જુએ. જેવો સંગ તેવો રંગ લાગે. હમેશાં જેવા વાતાવરણમાં રહીએ તેવા થઈ જઈએ. એ નિયમ અનુસાર તે મુનીમ પણ સત્સંગમાં ભળ્યો. Page #222 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ તે બધાંની જોડે ભજન કરવા બેસે, પણ ચિત્ત એકાગ્ર થાય નહિ. તે સાચાબોલો હતો. મનનો સરળ હતો, ભદ્રિક હતો, આવા સાચા બોલાને જ સાચી વસ્તુ પ્રાપ્ત થાય છે, બીજા ફાંફા મારે છે. તેથી મુનીમે મંડળીના આગેવાનને કહ્યું : ‘મારું ચિત્ત ભજનમાં લાગતું નથી.' ત્યારે મંડળીનો આગેવાન બોલ્યો : ‘તમારા હૃદયમાં પાપ હશે, નહિ તો એવું બને નહીં. ત્યારે મુનીમ બોલ્યો : ‘હા, મેં મારા શેઠના બે હજાર રૂપિયા ચોરીને લીધા છે. તે કોઈ જાણતું નથી; પણ આજે હું તે પાછા મૂકી દઈશ.’ થોડા દિવસ પછી તે બોલ્યો : ‘હવે ભજનમાં થોડું થોડું ચિત્ત લાગે છે, પણ બરોબર લાગતું નથી, ત્યારે આગેવાને કહ્યું : ‘તમે તે પાપની માફી નહિ માગી હોય.’ તે બોલ્યો : ‘હું માફી કેવી રીતે માગું? હું તો શેઠને ત્યાં શાહુકાર ગણાઉં, તેથી મેં તે રૂપિયા છાનામાના પાછા મૂકી દીધા છે. આ બધું જાણે તો મારી કિંમત કોડીની થાય.' ત્યારે આગેવાન બોલ્યો : ‘મારા વહાલા, લૌકિક આબરૂ માટે હૃદયમાં પાપરૂપી સાપ સંઘરી રાખીશ નહિ. ચાલ, હું તારી સાથે આવું.’ તે બંને શેઠ પાસે ગયા. ૨૧૮ પેલાએ માફી માગી. શેઠ તો આ હકીકત સાંભળી આશ્ચર્ય પામી ગયો, પણ મુનીમની સચ્ચાઈથી પ્રસન્ન થઈ તેને ભેટી પડ્યો અને તેને ખરા દિલથી માફી આપી અને મુનીમ ઉપર પહેલા કરતાં વિશેષ વિશ્વાસ દૃઢ થયો. તેમ સમાધિમરણ કરનારે પણ મનમાંથી બધા શલ્યો કાઢી નાખી જેને દુઃખી કર્યા હોય તેને સંતોષ પમાડે અને પોતાના દોષોની નિંદા કરે તો જરૂર મરણ સુધારી કલ્યાણ કરે.’ (શ્રી સુબોધ કથાસાગરમાંથી) Page #223 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૧૯ આ શરીર ન હોત તો આત્મા સિદ્ધ ભગવાન જેવો જ છે “સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્રચારિત્ર એ ત્રણ સાથે આવવાનાં છે. ‘હું દેહનો નહીં દેહ મારો નહીં એવો નિશ્ચય કરવાનો છે. દેહ ન હોય તો સિદ્ધ ભગવાન જેવો જ છે. આખા સંસારનો આધાર દેહ છે, શત્રુ જેવો છે.” (બો.૧ પૃ.૧૯૬) દેહના મોહને લઈને જીવ ગમે તેવું પાપ કરે, તેથી અધોગતિમાં જાય દેહ કેદખાનું છે. એ છૂટતાં આત્માનું કંઈ ન બગડે. પરમાણુઓ વિખરાઈ જાય, પણ આત્મા તો અવિનાશી છે. દેહનો નાશ છે. મૃત્યુ તો મહોત્સવ છે. મરણના પ્રસંગમાં આનંદ થાય એવું રાખવાનું છે. રાજા હોય તે બીજા શહેરમાં જાય તેથી તેને ખેદ થતો નથી. તેમ આ શરીરને છોડી બીજા શરીરમાં જવાનું છે તેમાં ઉત્સવ માનવો. દેહમાં મોહ કરવા જેવું નથી. દેહના મમત્વને લઈને ગમે તેવું પાપ કરે છે, તેથી અધોગતિમાં જાય છે. દેહ તો બધાનો છૂટે છે. ભ્રાંતિ-ચિત્તભ્રમ આદિ થાય, પીડા, દુઃખ થાય. જે થાય તે સહન કરવું. દેવગતિ બાંધી હોય તો દેહ મૂકે ત્યારે ત્યાં જવાય તેમાં ખેદ કેમ કરે છે? જેણે સારી રીતે જિંદગી ગાળી છે તેને મરણનો ભય કેમ હોય? મરણ તો દેવલોકમાં લઈ જનાર મિત્ર છે. દિવસે દિવસે શરીર ઘરડું થાય અને મરણ ના આવે તો કેટલા વખત સુધી ઘસડાય ? ધીરજ રાખવી જોઈએ. મરણ સુધારવું એ મારી ફરજ છે. મરણ છેતરાય એવું નથી. જેટલા સારા ભાવ કર્યા હોય તેટલું સારું થાય. પહેલાંથી લક્ષ રાખવાનો છે, પણ મરણ વખતે તો ખાસ વધારે લક્ષ રાખવાની જરૂર છે.” -બોધામૃત દેહથી ભિન્ન આત્મા સદા જાણ જાણ કરે પણ કદી મરે નહીં “કમેં જીવને કેદમાં નાખ્યો છે. તેને મૃત્યુ ન છોડાવે તો કોણ છોડાવે? મરણ સાંભળીને ડરવા જેવું નથી. મરણ બધાય દુઃખથી છોડાવનાર છે. ગર્ભમાં આવે ત્યારથી દેહની સંભાળ જીવ લે છે, પણ તે જીવને અપકારી નીવડે છે. દેહથી હું ભિન્ન છું, એમ થાય તો જ દેહનો મોહ ઓછો થાય. સમાધિમરણ થાય તો મોહ ન લાગે. હું દેહ નથી, એમ થાય ત્યારે થાય. નહીં તો લક્ષ ચોરાશી ખડી છે. ફરી મનુષ્યભવ ક્યારે મળે? પંચમહાવ્રત ક્યારે ધારીશ? સમાધિમરણ ક્યારે કરીશ? પણ સમાધિમરણનો વખત આવે છે ત્યારે ડરે છે. મૃત્યુ તે કલ્પવૃક્ષ જેવું છે. એવું માગે તેવું મળે. મોક્ષ મેળવવો હોય તો મોક્ષ મળે. ફરીથી નથી જન્મવું એવું દ્રઢ કરી લેવું. જાણનાર છે તે મરનાર નથી, તે તો જાણ જાણ જ કરે છે.” (બો.૧ પૃ.૧૯૭) મોહી જીવને દેહ છોડતા દુઃખરૂપ લાગે ક્યારે જ્ઞાનીને સુખરૂપ લાગે. પૂજ્યશ્રી-“શરીરને આત્મા માનનાર બહિરાત્મા છે. અંતરાત્મા દેહને દુઃખરૂપ માને છે અને બહિરાત્મા સુખરૂપ માને છે. આત્મા જ્યારે દેહમાંથી જાય છે ત્યારે તેને કોઈ રોકનાર નથી. સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્યારિત્ર અને સમ્યક્તપ એ ચાર આરાધના સહિત મરણ કરવું. બહિરાત્માને દેહ છૂટે ત્યારે દુઃખ લાગે છે અને અંતરાત્માને સુખ લાગે છે. આત્માથી દેહ ભિન્ન છે Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સમાધિમરણ એમ જાણ્યા પછી મોહ ન થાય. ચારે ગતિમાં ભમવાનું મૂળ દેહમાં મોહ છે. રોગનું કારણ દેહ છે, રાગનું ધામ છે, દુઃખ જ છે, એવું સમજાયું હોય તો દુઃખ ન થાય. “મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.” પહેલાં પાપ બાંધ્યું હોય તે મંત્રથી ન જાય. વીતરાગના વચનો એવાં છે કે એના ભાવ ફરી જાય તો ઘણો લાભ થઈ જાય. મોટો રોગ મરણ છે. ફરી મરવું ન પડે એવું કરવાનું છે. જ્ઞાની પુરુષને બધું સવળું છે. તેઓ રોગથી લાભ માને છે. શરીરનો ધર્મ રોગ છે. આત્માનો ધર્મ અવિનાશી છે. કાયરને જરાક દુઃખ તોય વધારે દુઃખ લાગે છે અને આ ભવ પરભવમાં દુઃખી થાય છે. જેટલી સહનશીલતા હોય તેટલા કર્મ ઓછા બંધાય. એક વાર સમાધિમરણ કરે તો ફિકર નથી.” (બો.૧ પૃ.૧૯૭) જ્ઞાનીનો દૃઢ વિશ્વાસ એ જ સમાધિમરણનું કારણ છે “પ્રશ્ન–સમાધિમરણ કેમ થાય? જ્યાં સુધી શ્વાસોચ્છવાસ હોય ત્યાં સુધી સ્મરણ કરવું. જ્ઞાનીનો વિશ્વાસ તે જ સમાધિમરણનું કારણ છે. કંઈક સાંભળ્યું હોય તો લક્ષ રહે. ધીરજ રાખી “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે અને અમે પણ એજ કહીએ છીએ.”...“કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) એટલું થયું હોય તો સમાધિમરણ થાય. એકનું એક કપડું હોય તેનો બહુ પરિચય થાય ત્યારે તેના ઉપર અભાવ આવે છે, પણ આ દેહ તો ઘણા કાળ સુધી ભોગવતાં અભાવ આવતો નથી! (બો.૧ પૃ.૧૯૮) દેવલોકમાં સાગરોપમના સુખથી વૃતિ નહીં, પણ વિચારથી તૃપ્તિ થાય (‘સમાધિસોપાનમાંથી સલ્લેખનાના વાંચન પ્રસંગે) પૂજ્યશ્રી–“શરીરને કૃષ કરવું તે સલ્લેખના. શરીરનું લાલનપાલન કરે તો દોષનું ઘર થઈ જાય. જેને કાયા પરથી વિશ્વાસ ઊઠી ગયો હોય તેને સલ્લેખના છે. કષાય ઓછા થાય તે અંતરસલ્લેખના છે. કાયામાં વૃત્તિ રહી તો આત્માનું હિત થવાનું નથી. ખૂબ ખાય અને પ્રમાદ કરે તો મન બીજે જતું રહે. કાયસલ્લેખના અનુક્રમે થાય છે. મનને જેવું કેળવ્યું હોય તેવું થાય. જ્યારે સમજણ આવે ત્યારે ફરે. ઋષભદેવ ભગવાને પોતાના અઠ્ઠાણું પુત્રોને બોધ કર્યો હતો કે દેવલોકમાં સાગરોપમનાં સુખો ભોગવ્યા. છતાં તૃપ્તિ નથી થઈ. વિચારથી તૃપ્તિ થાય છે. (બો.૧ પૃ.૧૯૮) Page #225 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૨૧ શરીર તો ઘણાય સુકવે પણ કષાય સુકવે તે ખરું તપ “કાયસલ્લેખનામાં ભગવાનને શરણે ચિત્ત રાખવું. ધર્મ સધાતો હોય તો દેહને પોષવો. જેનાથી ધર્મ થાય તેવાને સલ્લેખના કરવા નથી કહ્યું. સ્યાદ્વાદ માર્ગ છે. શરીરને નાખી દેવું નથી, પણ તેનાથી ધર્મનું કામ લેવું છે. મનુષ્યદેહ વિના ધર્મનું કાર્ય ન થાય. ધર્મમાં જેની કાયા મદદ ન આપતી હોય તેણે તેને કૃષ કરવી. ઉપવાસ આદિ, કષાયનો જય કરવા માટે છે. ઉપવાસ કરીને કષાય કરે, એમ નથી કરવાનું. જે કંઈ કરવું તેનો ઉપયોગ રાખવો કે તે શા અર્થે છે! ઉપયોગ ત્યાં ધર્મ છે. શરીર તો ઘણા સૂકવે પણ કષાય સૂકવે તે ખરું તપ છે. આ લોક, પરલોકની ઇચ્છા રહિત તપ કરવું. જન્મમરણ ટાળવાં હોય તો ઇચ્છા ન કરવી. પાંચ ઇન્દ્રિયના વિષયો, કષાય, નોકષાય બધાને જીતવાના છે. કષાયને લઈને બધાં દુઃખ ઊભાં થાય છે.” (બો.૧ પૃ.૧૯૮) ભાવથી બંધાય અને ભાવથી છુટે. “સમાધિમરણ વખતે ઘણા ઉપદેશની જરૂર છે, નહીં તો નરકમાં જાય. જેને સમાધિમરણ કરવું હોય તેણે, પોતાથી જે વિશેષ વૈરાગ્ય અને જ્ઞાનવાળા હોય તેનો યોગ મેળવવો. વિષમકાળમાં સારો સંગ મળવો બહુ મુશ્કેલ છે. તેમ છતાં બને તેટલા સત્સંગનો યોગ મેળવવો. કર્મ બાંધતાં વાર નથી લાગતી. એક ક્ષણવારમાં સિત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાઈ જાય છે, છતાં એને ભાન નથી. ચેતીને ચાલવાનું છે. “પગ મૂકતાં પાપ છે; જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે, એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (૨-૩૫) ભાવથી છૂટે છે. સિત્તેર કોડાકોડીનું બંધાયું હોય અને ઉદયમાં ન આવ્યું હોય તો છૂટી જાય. પાછો ફરે તો થાય. આત્મામાં અનંત શક્તિ છે. મનુષ્યભવમાં સત્સંગે જીવ કંઈક કૂણો થાય તો તેને પોતાના કર્મોનો ડર લાગે છે.” (બો.૧ પૃ.૧૯૮) પાપનું ફળ દુખ, તે ઉદયમાં લાવી સહન કરે તો સમાધિમરણ થાય “શરીરનું તેનું સ્વરૂપ જાણી લેવું એનાથી કામ લઈ લેવું. મોહ ન કરવો. શરીરમાં વૃત્તિ રહી તો કુમરણ થાય. પણ એનાથી ધર્મ થઈ શકે છે. ધર્મને માટે દેહનું પોષણ કરવું, દેહને પુષ્ટ ન કરવો. ભગવાને કહ્યું છે તેવું તપ કરવા જેવું છે. તપ એટલે ઇચ્છાનો નિરોધ. વૃત્તિ ઉપર સંયમ કરવાની જરૂર છે. મનથી ત્યાગ કરવો અઘરો છે. જે અઘરું હોય તે જ કરવાનું છે. કામનો નાશ કરવો હોય તો તપની જરૂર છે. તપથી ઇન્દ્રિયો વશ થાય. ખૂબ ખાવાથી નિદ્રા બહુ આવે. તપ કરે તો નિદ્રા ઓછી થાય. શરીરને વશ રાખ્યું હોય તો ઠંડીમાં, ગરમીમાં બધે કામમાં આવે. તપમાં જીવ સ્વાધીન છે. જેટલું કરવું હોય તેટલું થાય. તપમાં જે દુઃખ આવે છે તે જાય છે. પાપનું ફળ દુઃખ છે તે તપથી ઉદયમાં જલદી આવે છે. પહેલાંથી દુઃખ સહન કરવું, જેથી સમાધિમરણ થાય. શક્તિને ગોપવ્યા વગર સ્વચ્છેદરહિત તપ કરવું. આજ્ઞા વગર કરે તો લાંઘણ કહેવાય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી એને હિતકારી હોય તે ન ગમે. આખરે એને તપ સુખકારી છે.” (બો.૧ પૃ.૧૯૯) Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સમાધિમરણ તપથી જીવને ઘણો લાભ છે. તપ આગળ વિષયકષાયનું બળ ન ચાલે “આત્માના દશ ધર્મ છે એને લૂંટી લેનાર વિષયકષાય છે. તપ હોય તો એનું બળ ન ચાલે. વિષયકષાયમાં મનુષ્યભવ છૂટી જાય તો એકેન્દ્રિયાદિકમાં ભટકે. જે તપ કરવાથી રોગ થાય; ઇન્દ્રિયો મંદ પડે, ઇન્દ્રિયોને હાનિ પહોંચે, એવું તપ ન કરવું. તપ કલ્યાણ ભગવાનનું કહેવાય છે. મોક્ષે જવા માટે કઠણાઈ વેઠવી પડે છે. પોતાનું સ્વરૂપ ભૂલીને પરમાં રાજી થાય છે. તપથી ઘણો લાભ છે. સર્વસંગપરિત્યાગ એ તપ છે. પરિષહ જીતવા એ તપ છે. કોઈ વસ્તુ ન ઇચ્છવી તે તપ છે. ઇચ્છાનો અભાવ એ તપ છે. બાહ્ય અત્યંતર એ બન્ને પ્રકારના પરિગ્રહમાં મમતા ન રાખે તે તપ છે... સમભાવ રાખવો એ તપ છે. દુઃખ આવે છે તેમાં કોઈનો વાંક નથી. પોતાનો જ વાંક છે. પાર્શ્વનાથ ભગવાનને કમઠે એક બાજા ઉપસર્ગ કર્યા ને બીજી બાજા ધરણેન્દ્ર અને પદ્માવતીએ આવીને પૂજા કરી. એ બન્નેમાં ભગવાને સમભાવ રાખ્યો, તેથી કેવળજ્ઞાન થયું. જ્યાં ત્યાંથી છૂટવું છે. પુણ્ય સારું અને પાપ ખોટું, એમ ન કરવું. બધુંય છોડવાનું છે.” (બો.૧ પૃ.૧૯૯) મંત્ર મરણ વખતે યાદ રહે તો સમાધિમરણ કરાવે પૂજ્યશ્રી–“સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્ર સમાધિમરણ કરાવે તેવો છે. હરતાં, ફરતાં, ગમે ત્યારે યાદ આવે એવો અભ્યાસ પાડી લેવાનો છે. મરણ વખતે યાદ રહેશે તો સમાધિમરણ કરાવે તેવો છે.” (બો.૧ પૃ.૨૦૧) આત્માની આદિ નથી, અંત નથી; એ તો ચેતન્ય સ્વરૂપે છે. “આત્મા જન્મતો નથી, મરતો નથી; સંયોગને લઈને જન્મ્યો અને મર્યો કહેવાય છે. પણ આત્મા તો જીવતો જ છે. ગમે તેટલું કરે પણ મરવું એક વાર છે પણ સમજણ નથી તેથી ઘણીવાર ડરે છે. સાપને દેખે તો ડરે કે મરી જવાશે. મરણથી બચવા કોઈ કોઈ કિલ્લા બનાવે છે પણ તેય મરી ગયા. ઇન્દ્ર મોટો કહેવાય છે, તેને પણ કોઈ બચાવી શકે નહીં; મરણ આવ્યા પછી એક સમય પણ ન જિવાય અને આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ઝેર ખાય તોય ન મરે. દેહ તો પડવાનો છે, કંઈ અમર નથી. આત્મા નિત્ય છે, દેહ અનિત્ય છે; દેહને દેહ અને આત્માને આત્મા જાણે તો ભય ન લાગે. આત્મા દેહ નથી, મનુષ્ય નથી, દેવ નથી, નારકી નથી, તિર્યંચ નથી, બ્રાહ્મણ નથી, વાણિયો નથી, કાંઈ નથી. હું તો આત્મા છું મારો આદિ. અંત નથી. ચૈતન્ય દ્રવ્ય છું. પર્યાય પલટાય છે. મનુષ્યદેહ કપડાં જેવો છે. એ છૂટે પણ આત્માને નુકસાન ન થાય. એમ થાય તો ભય ન લાગે.” “દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.” (બો.૧પૃ.૨૪૦) Page #227 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૨૩ સહજત્મસ્વરૂપ એ જ સગુરુનું ખરું સ્વરૂપ, એને જ ઇચ્છવું (સાંજના પૂજ્યશ્રી બ્રહ્મચારીજી એક ભાઈને ત્યાં તેમના બા માંદા હતા; તેથી ગયા હતા. ત્યાં થયેલો બોધસાર–) પૂજ્યશ્રી–“સ્મરણ કરવું. “સહજાત્મસ્વરૂપ પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમ બોલ્યા કરવું. પહેલાં જે કામ નથી થયું તે કરવાનો વખત આવ્યો છે. પ્રભુશ્રીજીએ છેલ્લે એ જ કહ્યું છે કે જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું સ્મરણ કરવું. ઘણા ભવોમાં સમાધિમરણ થયું નથી, તે આ ભવમાં થાય એવું છે. પ્રભુશ્રીજીએ કહ્યું હતું, આ આશ્રમમાં જેનો દેહ છૂટશે તેનું સમાધિમરણ થાય એવું છે.” (બો.૧ પૃ.૩૧૧) કૃપાળુદેવના દર્શન કરતાં કરતાં આંખો સ્થિર થઈ ગઈ શ્રી કુંવરબેનનું હૃષ્ટાંત– કુંવરબેનને પૂ. શ્રી બ્રહ્મચારીજીએ કહ્યું કે કુંવરબેન પાણી પીને આશ્રમમાં પડ્યા રહેજો પણ આશ્રમ છોડશો નહીં. પૂ.શ્રી બ્રહ્મચારીજી ઉપર વૃઢ વિશ્વાસ હોવાથી એમણે છેવટ સુધી આશ્રમ છોડ્યો નહીં. અંતે એકાદ મહિનો બીમાર રહ્યાં હશે. પણ જાગૃતિ ઠેઠ સુધી એવી ને એવી હતી. એમની પાસે એક બેને સાંજે પાંચ સાડા પાંચે જઈ જોયું તો એમની છેલ્લી સ્થિતિ જેવું લાગ્યું. પોતે તે બેનને હાથના ઈશારાથી જણાવ્યું કે મને ચિત્રપટનાં દર્શન કરાવ. પ્રભુશ્રીજીના ઉપદેશામૃતમાંથી તેણે દર્શન કરાવ્યાં. પછી હું સગુરુપ્રસાદ લઈને ગયો અને કૃપાળુદેવની બધી અવસ્થાના દર્શન કરાવ્યા. TITLTLT Page #228 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ પોતે હાથ ઉંચા કરી દર્શન કરતા હતા. ધીમે ધીમે હાથ ઉંચા થતાં ધીમા પડી ગયા. છેલ્લે સદ્ગુરુપ્રસાદમાંથી કૃપાળુદેવની પદ્માસનવાળી અંતિમ મુદ્રાના દર્શન કરતાં એમના આંખની કીકીઓ સ્થિર થઈ ગઈ. અને દેહમાંથી જીવ નીકળ્યો ત્યાં સુધી તે આંખની કીકીઓ એમ જ સ્થિર રહી. આવું સમાધિમરણ તેમણે આશ્રમમાં સાધ્ય કર્યું. ૨૨૪ “સહજાત્મસ્વરૂપ” એ જ સદ્ગુરુનું ખરું સ્વરૂપ છે “આપણે ચિત્રપટનાં દર્શન કરી વીશ દોહરા, યમનિયમ, ક્ષમાપના વારંવાર બોલવાં અને ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નું વારંવાર સ્મરણ કરવું. જગતને તો ઘણું જોયું છે. હવે આ જગત ભણી ન જોવું. ભાવના પ્રમાણે બધું થાય છે. આટલો ભવ સંભાળીને સ્મરણમાં ગાળવો. ‘‘સહજાત્મસ્વરૂપ’” એ જ સદ્ગુરુનું ખરું સ્વરૂપ છે, એ જ ઇચ્છવું. બીજું કશું ઇચ્છવું નહીં. મનુષ્યભવમાં ઘણું કામ થાય એવું છે. મોતની ઇચ્છા ન કરવી અને જીવવાની ઇચ્છા પણ ન કરવી. જે થવાનું હોય તે થાઓ, આપણે તો સ્મરણ કર્યા કરવું. બીજા ભવમાં એ ન થાય. આ તો મનુષ્યદેહ છે. આમાં બધું થાય. મરવું તો બધાને છે જ, પણ ‘જીવીશું ત્યાં સુધી ભક્તિ કરીશું’ એમ રાખવું. જે થવાનું હોય તે થાઓ. આપણે તો જે વેદના આવે, દુઃખ આવે તે બધું ખમી ખૂંદવાનું છે, સહન કરવાનું છે.’’ (બો.૧ પૃ.૩૧૨) અંત સમયે ચિત્રપટ મંગાવી એક ધ્યાનથી દર્શન કરી દેહત્યાગ કર્યો શ્રી સાકરબેનનું દૃષ્ટાંત– બાળ બ્રહ્મચારી શ્રી સાકરબેન ભક્તિ સ્વાધ્યાય અર્થે કાયમ આશ્રમમાં જ રહેતા હતા. તેમણે ‘સમયસાર’, ‘ધર્મામૃત’ આદિ ગ્રંથોના અનુવાદ પણ કર્યાં હતા. જેમને પ.પૂ.પ્રભુશ્રીજીએ સતિ થશે એવા આશીર્વાદ આપ્યા હતા અને પૂ.શ્રી બ્રહ્મચારીજીએ માર્ગ પામેલા બહેન કહ્યાં હતા. અંત સમયમાં તેઓ ૨-૩ મહીના બીમાર રહ્યા હતા. તેમણે બાર મહીના પહેલાથી જ પોતાના ગરમ કપડાં, વાસણ વગેરે બધું આપવા માંડ્યું હતું. ત્યારે ભાવનાબેને કહ્યું કે આવતા વર્ષે ગરમ કપડાં તો જોઈશેને. ત્યારે સાકરબેને કહ્યું—આવતા વર્ષે કપડાંની જરૂર નહીં પડે; હું ત્યાં સુધી જીવવાની નથી. Page #229 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૨૫ જે દિવસે દેહ છૂટવાનો છે તે દિવસે રાતના ૨ વાગે પોતે પરમકૃપાળુદેવનો ચિત્રપટ મંગાવી પોતાના હાથમાં લઈ એકચિત્તથી વીતરાગમુદ્રાને ધ્યાનમાં ઉતારી, દર્શન કરી ચિત્રપટ પાછો આપી બે મિનિટમાં જ દેહત્યાગ કર્યો હતો. આવી રીતે સમાધિમરણ જાગૃતિપૂર્વક તેમણે આશ્રમમાં કર્યું હતું. પરમકૃપાળુનું શરણ રાખી સ્મરણ કર્યા કરવું તો કલ્યાણ જ થાય “કોઈનો ભાવ આશ્રમ પ્રત્યે થાય એમ કરીએ તો આપણને પણ લાભ થાય. કૃપાળુદેવ ઉપર જેને શ્રદ્ધા હોય તેની સેવા આપણને મળે તો ઘણો લાભ થાય. આપણે પણ સમાધિમરણ થાય, એવું થાય. જેટલું થાય તેટલું ભક્તિ, સ્મરણ કરવું. પ્રભુશ્રીજીને યાદ કરવા. જ્યાં આપણને મંત્ર મળ્યો હોય, પ્રભુશ્રીજીને જ્યાં દીઠા હોય. તે બધું સૂતાં સૂતાં યાદ કરીએ. મનુષ્યભવની એક એક ક્ષણ બહુ દુર્લભ છે. કોઈક ક્ષણમાં સમકિત થઈ જાય. કોઈ સમયે કેવળજ્ઞાન થઈ જાય, આવી આવી મનુષ્યભવની અમૂલ્ય ક્ષણો છે. આપણે તો સ્મરણમાં ચિત્ત રાખવું. દુઃખથી ગભરાવું નહીં. જે થવાનું હશે તે થશે, હું તો કૃપાળુદેવને શરણે છું, એમ રાખવું. પહેલાં જે ભક્તિ કરી હતી, ભાવના કરી હતી, તેથી આ વખતે આશ્રમમાં અવાયું. ભક્તિનું ફળ મળ્યું છે. આખરે આ જ કામનું છે. જેટલું ધર્મમાં ચિત્ત રહેશે તેટલો લાભ થશે. દર્શન કરવાની ભાવના કરવી. ભાવનાથી Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સમાધિમરણ જ ફળ છે. જે આપણને મંત્ર મળ્યો છે, પ્રભુશ્રીજીએ આજ્ઞા કરી છે એમાં અહીં સૂતાં સૂતાં પણ વૃત્તિ રહે તો એ સત્સંગ જ છે, આત્માને હિતકારી છે. મંત્રમાં વૃત્તિ રહે તો હિતકારી થાય. આત્મામાં શાંતિ રાખવી. આપણું ધાર્યું થાય કે ન થાય, તેમાં શાંતિ રાખવી. મનમાં કૃપાળુદેવનું શરણું હોય તો કલ્યાણ થાય. સારા ભાવ કર્યા હોય તો સારા સંયોગ મળી આવે. મનમાં આપણે ભાવના કરવી. જેટલી ભાવના થાય છે, તે બધું કૃપાળુદેવ જાણે છે. ભાવ પ્રમાણે ફળ થાય છે.” સહજાત્મસ્વરૂપ પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ.” (એમ ત્રણ વાર બોલી ઊઠી ગયા હતા.) (બો.૧ પૃ.૧૭૬) જિંદગીમાં જે ભાવ વઘારે સેવાય તે મરણ વખતે હાજર થાય “સમાધિમરણ કરવાનું હોય તો અત્યારથી જ તૈયારી કરવાની છે. અગિયારમે ગુણસ્થાનકે સ્પર્શીને દેહ છૂટે તો સર્વાર્થસિદ્ધિમાં જાય. આટલો પુરુષાર્થ કર્યો હોવા છતાં દેવલોકમાં જાય. આખી જિંદગીમાં જે કર્યું હોય છે, તે મરણ વખતે આવીને ઊભું રહે છે. છેવટે જેવી મતિ તેવી ગતિ. કેવળજ્ઞાન થતાં સુધી ભય છે. પરમાર્થભાવ સમજાવો મુશ્કેલ છે. સમ્યગ્દર્શન થયે પણ નિત્ય એ ભાવ રહે એવું નથી. એ એમનો એમ આવતો નથી. આત્મવિચારે, સદ્વિચારે, ઉદાસપણે જે ભાવ થાય છે તે કોઈ વિરલાને જ થાય છે. રૂઢિ આધીન ધર્મ કરવાવાળા ઘણા છે પણ પરમાર્થધર્મ તો કોઈ સમ્યવ્રુષ્ટિને જ દેખાય છે. જે ભાવ વધારે સેવાયો હોય તે મરણ વખતે આવીને ઊભો રહે છે. જ્યારે મરણ આવશે ત્યારે પરમાર્થભાવ કરીશું એમ નિરાંત કરીને બેસી જવાનું નથી. અત્યારે જ મરણ પાસે છે એમ વિચારીને અત્યારથી જ કરવા માંડવું. દેહ સંબંધી વિચારો અત્યારે છોડી દઈ વિચાર કરે કે આત્માનું ખરું સ્વરૂપ શું છે? તેનો વિચાર કરવાનો છે. રૂઢિભાવ મૂકી પરમાર્થભાવમાં આવવું.” (બો.૧ પૃ.૧૭૭) જેણે આત્મા જાયો તેમાં વૃત્તિ રાખે તો સમાધિમરણ “જેણે આત્માનો ઉદ્ધાર કરવાનો નિશ્ચય કર્યો છે, તેને તો જ્યાં દેહ છૂટે ત્યાં સમાધિમરણ થશે. આ જીવને જ્યારે આત્મભાવના ટકી રહે, ત્યારે સમાધિમરણ થાય. આત્મપરિણામ સુધરે તો આત્મજ્ઞાન થાય. આપણને આત્માની ખબર નથી, પણ જેણે જાણ્યો છે તેમાં વૃત્તિ રાખે તો સમાધિમરણ થાય એવું છે. સમતિ થવાનો એ જ માર્ગ છે. જ્યાં દીવો છે ત્યાં દીવેટ મળે તો દીવો થાય. લોકોના કહ્યાથી આપણું કલ્યાણ થવાનું નથી. લોકોએ છાપ આપી તે કામ ન આવે. અંતર્મુખવૃત્તિ કરી પોતાનું જીવન પલટાવવાનું છે. અંતર્મુખવૃત્તિ ન થાય ત્યાં સુધી ગમે તેટલી બાહ્યક્રિયા કરે, તેથી આત્માનું કલ્યાણ થવાનું નથી. સમ્યગ્દર્શન વગર ગમે તેટલું કરે તો પણ પાર ન આવે. આપણી અંતરૂપરિણતિ ફરે એવું કરવાનું છે. એક આત્માનું કલ્યાણ ગમે ત્યાંથી કરવું છે Page #231 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૧’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન એવો એકાંત નિશ્ચય કરવાનો છે. પરમાર્થભાવનાની જેને ગરજ છે તેને સમાધિમરણ થાય એવું છે. સમાધિમરણ એ મોટી વાત છે, જેવી તેવી વાત નથી. ‘ભગવતી આરાધના' એ સમાધિમરણ કરવા માટે શાસ્ત્ર છે. એનાં હજારેક પાનાં છે. મરણ પાસે છે એમ ગણી ભાવ સુધારવા.’ (બો.૧ પૃ.૧૭૭) ૨૨૭ સહનશીલતાની સમાધિમરણમાં ખાસ જરૂર “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી” રોજ બોલીએ છીએ તો લક્ષ રાખવો. ક્યારે દેહ છૂટી જશે? ખબર નથી. શ્વાસ લીધેલો મુકાશે કે નહીં? માટે આત્માને ત્વરાથી આરાધવો. સહનશીલતાની સમાધિમરણમાં ખાસ જરૂર છે. એ હોય તો સમાધિમરણ થાય. એ ન હોય તો મરણ બગાડી નાખે. કોઈ સેવા કરતું નથી, પાણી આપતા નથી, કોઈ પૂછવાય આવતું નથી, એવું થઈ જાય તેથી અધોગતિ થાય. માટે સહનશીલતાની જરૂર છે. (બો.૧ પૃ.૪૫૦) ધર્મ અર્થે પ્રાણ છોડી દેવા; પણ ધર્મ નહીં પૂજ્યશ્રી—“પરિગ્રહ છે તે પાપ છે. ધર્મ વસ્તુ છે તે પ્રાણ જતાં પણ ન છોડવી. નિયમ લીધો હોય તો જીવતાં સુધી પાળવો. જીવતા સુધી પાળે તો ઘણો લાભ થાય. હરતાં-ફરતાં, ગાડીમાં કે ગમે ત્યાં મંત્રમાં ચિત્ત રાખવું. પણ જેને સાધન મળ્યું છે તે ન વાપરે તો મૂર્ખા ગણાય. જેને સાધન નથી મળ્યું તે તો શું કરે ? જ્ઞાનીની આજ્ઞા મળી તો એની પાછળ મંડી પડવું. ધર્મ અર્થે પ્રાણ પણ છોડી દેવા. દેહ તો ઘણી વખત મળ્યો, પણ ધર્મ ન મળે, એવી દૃઢતા આવે ત્યારે સમ્યગ્દર્શન થાય. ત્યાગમાં આનંદ છે એવો ગ્રહણમાં નથી. ત્યાગ કરીને આનંદ મેળવતાં શીખવાનું છે.’’ (બો.૧ પૃ.૪૫૧) એક ભવમાં સમાધિમરણ તો સર્વ ભવમાં સમાધિમરણ પૂજ્યશ્રી‘બધાને માથે મરણ છે. ક્યારે દેહ છૂટશે એની ખબર નથી. મરણ પાસે જ છે એમ સમજીને જ્ઞાનીપુરુષે કહ્યું તે સ્મરણ કરવું. સ્મરણ કરતાં દેહ છૂટે તો સમાધિમરણ થાય. એક ભવ સમાધિમરણ થાય તો બધા ભવે સમાધિમરણ થાય. હરતાં-ફરતાં, કામ કરતાં પણ સ્મરણમાં ચિત્ત રાખવું. આત્માને એ કામનું છે. બીજું સાથે ન આવે. ગરજ રાખવી. એટલું કરે તો મનુષ્યભવ સફળ થાય. પ્રભુશ્રીજીએ છેલ્લું એ જ કહ્યું છે કે જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી સ્મરણમાં ચિત્ત રાખવું. એવો લાગ ફરી મળવો મુશ્કેલ છે, દુર્લભ છે. એ ટકાવી રાખે તો સમાધિમરણ થાય. “ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.” નિશ્ચય લક્ષમાં રાખીને સાધનો કરવાં. જે કરવું છે તે આત્માર્થે કરવું. મનમાં કચરો ભર્યો છે તે બધો કાઢી નાખવાનો છે. ભૂલ્યા વિના છૂટકો નથી.’’ (બો.૧ પૃ.૬૪૩) Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ મંત્રનું સ્મરણ કરતાં સાંભળતા દેહ છૂટે તો સમાધિમરણ થાય પદ્મરુચિ શેઠનું દૃષ્ટાંત– “મેરૂ શેઠનો પદ્મરુચિ નામે પરમ શ્રાવક પુત્ર હતો. એક વખતે તે પદ્મરુચિ અશ્વારૂઢ થઈ ગોકુલમાં જતો હતો. ત્યાં માર્ગમાં એક વૃષભને પડેલો મરણ પામતો તેણે જોયો. એટલે તે કૃપાળુ શેઠે અશ્વ ઉપરથી ઊતરી તેની નજીક આવીને તેના કાનમાં પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. Ver. સમાધિમરણ フ તેના પ્રભાવથી મૃત્યુ પામીને તે, તેજ નગરમાં છાચ્છાય રાજાની શ્રીદત્તા રાણીના ઉદરથી વૃષભધ્વજ નામે પુત્ર થયો. તે કુમાર સ્વેચ્છાએ ફરતો ફરતો એક વખતે તે વૃદ્ધ વૃષભની મૃત્યુભૂમિ પાસે આવ્યો. ત્યાં પૂર્વજન્મના સ્થાનના દર્શનથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ત્યાં તેણે એક ચૈત્ય કરાવ્યું અને ચૈત્યની એક તરફની ભીંત ઉપર તેણે મરણસ્થિતિ પર આવેલા વૃદ્ધ વૃષભનું ચિત્ર આલેખ્યું; તેમજ તેની પાસે તેના કાનમાં નમસ્કાર મંત્ર આપતા તે પુરુષને અને તેની પાસે પલાણ સહિત તેના અશ્વને આલેખ્યો. પછી ચૈત્યના રક્ષકોને આજ્ઞા કરી કે–જે કોઈ પુરુષ આ ચિત્રના રહસ્યને જાણે તે પુરુષની મને તત્કાળ ખબર આપવી.’ આ પ્રમાણે કહી કુમાર વૃષભધ્વજ પોતાના મંદિરે ગયો. પદ્મરુચિ શેઠે ચિત્ર જોઈ કહ્યું-આ તો બધું મને લાગુ પડે છે એક વખતે પેલો પદ્મરુચિ શેઠ તે મંદિરમાં વંદન કરવાને માટે આવ્યો. ત્યાં અહંતને વંદના કરીને તેણે તે ભીંત પર કરેલું આ ચિત્ર જોયું તેથી વિસ્મય પામીને બોલ્યો કે આ ચિત્રનું વૃત્તાંત તો બધું મને જ લાગુ પડે છે.’ રક્ષકોએ જઈને તત્કાળ રાજુકમાર વૃષભધ્વજને તે ખબર આપ્યા, Page #233 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૨૯ એટલે તરત જ તે ત્યાં આવ્યો. અને તેણે પધરુચિને પૂછ્યું કે-“શું તમે આ ચિત્રનો વૃત્તાંત જાણો છો?” તેણે કહ્યું કે-“આ મરણ પામતા વૃષભને નમસ્કાર મંત્ર આપતા એવા મને કોઈ જાણીતા પુરુષે ઓળખ્યો છે.' G તે સાંભળી વૃષભધ્વજ તેને નમસ્કાર કરીને બોલ્યો- હે ભદ્ર! જે આ વૃદ્ધ વૃષભ હતો તે નમસ્કાર મંત્રના પ્રભાવથી હું આ રાજપુત્ર થયો છું. જો તમે કૃપાળુએ તે સમયે મને નમસ્કાર મંત્ર ન સંભળાવ્યો હોત તો હું તિર્યંચ યોનિમાં અથવા કોઈ અધમ યોનિમાં ગયો હોત. માટે તમે જ મારા ગુરુ, સ્વામી અને દેવ છો; તમારી કૃપાએ મળેલું આ વિશાળ રાજ્ય તમે જ ભોગવો.” એ પ્રમાણે કહીને વૃષભધ્વજ શ્રાવકવ્રતને પાળતો સંતો પધરુચિની સાથે અભેદપણે રહેવા લાગ્યો. પછી ચિરકાળપર્યત સમ્યક્ પ્રકારે શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને તે બન્ને ઈશાનકલ્પમાં પરમ મહર્દિક દેવતા થયા.” (ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૭ પૃ.૧૪૯). જન્મમરણ છોડવા માટે ચાર દિવસમાં ૧૪૪ માળા ગણવાની યોજના (સાંજના ઉપર ૪-૪૫ વાગે) પૂજ્યશ્રી–“દિવાળીને દિવસે મહાવીર ભગવાને સમાધિમરણ કરેલું તેથી એ પર્વ કહેવાય છે. આ આશ્રમના સ્થાપનારા જે મહારાજ હતા તેમણે આ છત્રીસ માળા દિવાળીના દિવસોમાં ફેરવવાનો ક્રમ રાખ્યો. તે અહીં ચાર દિવસ (માળા) ફેરવાય છે. જન્મમરણ છોડવા માટે કોઈ પૂછે, તેને માટે આ યોજના કરી છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સમાધિમરણ (એક નવા ભાઈ આવેલા હતા તેમને સંબોધીને). આજ તો ધર્મ-તેરસનો દિવસ છે. આજે જો તમે ભક્તિ કરવાનો નિયમ લો તો ઘણો લાભ થાય એવું છે. કાળની પણ કેટલીક અસર થાય છે. જો તમારે નિયમ લેવો હોય તો નીચે ઓફિસમાંથી તત્ત્વજ્ઞાન અને ચિત્રપટ લઈ આવો. (તે ભાઈ તત્વજ્ઞાન તથા ચિત્રપટ લેવા નીચે ગયા તે વખતે) પૂજ્યશ્રી–જીવોનું કેટલું પુણ્ય ચઢ્યું હોય ત્યારે આ દરવાજામાં પગ મુકાય છે. અહીં આવે અને સદ્ભાવના થઈ જાય તો કામ થઈ જાય. ક્યાંથી ક્યાંથી જીવો આવી ચઢે છે! હું તો હમણાં દિશાએ જ જવાનો હતો, પણ મનમાં એમ થયું કે ઉપર જઈને દર્શન કરી પછી દિશાએ જઉં. આટલામાં આ જીવ આવી ચઢ્યો. પુણ્ય ચઢે ત્યારે એવો યોગ બની આવે છે.” (બો.૧ પૃ.૯૯૦) મરણ ગમે ત્યારે આવે માટે પરભવનું ભાથું બાંઘી તૈયાર રહેવું મુમુક્ષુ-એક ચૌદ-પંદર વર્ષનો યુવાન છોકરો મદ્રાસ હતો ત્યાં તેનું મરણ થયું છે. અકસ્માત મરણ થયું છે. કંઈ રોગ વ્યાધિ જેવું ન હતું. પૂજ્યશ્રી–મરણ તો ગમે ત્યારે આવે છે. એને ક્યાં એવું છે કે વ્યાધિ હોય તો જ આવવું, નીરોગી હોય તો ન આવે? કોઈનો ચાલતાં ચાલતાં દેહ છૂટી જાય છે, ખાતાં ખાતાં દેહ છૂટી જાય છે. કોઈને રોગના નિમિત્તથી દેહ છૂટી જાય છે. માથે મરણ છે એ વારંવાર સંભારવું. (બો.૧ પૃ.૯૯૦) સમ્યકજ્ઞાનદર્શનચારિત્ર અને તપ એ સમાધિમરણની ચાર આરાઘના પૂજ્યશ્રી-“મરણ વખતે બહુ સાચવવાનું છે. ચાર દિવસમાં જેટલી માળા ફેરવે તેટલું સમાધિ ખાતે જમે થયું કહેવાય. ભગવાને સમાધિમરણ કર્યું તેથી આ દિવાળી પર્વ થયું, પણ પછી લૌકિક થઈ ગયું; પણ પ્રભુશ્રીજીએ પાછું તાજું કરાવ્યું. મુમુક્ષુ જીવને ચેતવાનું છે. એક આત્માર્થે જ જીવવું છે. એમ કરતાં કોઈક વખતે સમ્યકત્વ થઈ જાય. એકનો એક ભાવ એકતાર રહે એવું કરવાનું છે. જીવ જો વિચાર કરે તો ઘણો લાભ થાય. આત્મસિદ્ધિનો દિવસ, દિવાળીપર્વ એ દિવસો એવા છે કે જીવ રંગાઈ જાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સમાધિમરણની ચાર આરાધના કહેવાય છે. કર્મ તો છૂટવા આવે છે. કર્મ તો “અમને છોડો અમને છોડો’ એમ કહે છે, પણ જીવ કર્મના ઉદયે ગભરાઈ જાય છે. પહેલાં કંઈ કરી મૂક્યું હોય તો વેદના સમભાવે વેદાય. ઉપશમ એટલે કષાયનો અભાવ. વૈરાગ્ય એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાગ ન થાય. મારું તારું વગેરે ક્લેશ સમાય ત્યારે ઉપશમભાવ થાય. વૈરાગ્ય ઉપશમ હોય તો જીવની બુદ્ધિ નિર્મળ થાય. એ થાય તો પછી જેમ છે તેમ સમજાય. કષાય વધારવા હોય તો વધે અને ઘટાડવા હોય તો ઘટે.” (બો.૧ પૃ.૬૯૧) Page #235 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૩૧ ગાડીમાં જવું હોય તો તૈયારી કરે તેમ સમાધિમરણ માટે તૈયારી કરવી દેહ છે તે એક ધર્મશાળા જેવો છે. વૈરાગ્યમાં વૃત્તિ વાળવી. વૈરાગ્યને કેળવવાનો છે. દેહમાં મોહ કરવો નહીં. બીજાનો દેહ છૂટી જવાથી હું ખેદ કરી રહ્યો છું, પણ મેં તો કશી તૈયારી કરી નથી. મારે માથે પણ મરણ તો છે. માટે હું દેહથી ભિન્ન છું, એવું મને કરવા દે. એમ તે વખતે વિચાર કરવો. મરણના પ્રસંગે જીવને ખેદ થાય તે ભુલી જઈને હું કઈ સ્થિતિમાં છું એ વિચારવું. કોઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી. મરણની તૈયારી કરી બેસવું. ગાડીમાં જવું હોય તો પહેલાં તૈયારી કરવાની જરૂર છે. સમાધિ મરણને માટે કેમ કરવું તે માટે “ભગવતી-આરાધના” વગેરે પુસ્તકો છે. જે આચાર્ય હોય તે બાર વર્ષ મરણ પહેલાં તીર્થયાત્રા કરવા જાય છે. ત્યારે પુરુષોની શોધ કરે છે અને પછી તેમની પાસે રહી સમાધિમરણ કરે છે.” (બો.૧૭૯) કષાય ઓછા થાય ત્યારે સમાધિમરણ થાય' “કષાયો ઓછા કરવાના છે. કષાય ઓછા થાય ત્યારે સમાધિમરણ થાય. સમાધિમરણ કરાવે એવા પુરુષનો સમાગમ થવો બહુ દુર્લભ છે. સમકિતનું કેટલું માહાભ્ય છે તે જીવના Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સમાધિમરણ ખ્યાલમાં નથી. સમકિતી વધારે પુરુષાર્થ કરે તો આઠ સમયમાં મોક્ષે જાય. જીવને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ તો મોક્ષ દૂર નથી. “તું છો મોક્ષસ્વરૂપ” જ્ઞાનદર્શનાદિ બધા ગુણો પોતાની પાસે જ છે. મોક્ષ અહીંથી સાત રાજ અળગો છે એમ કહે છે તે કલ્પના છે. મહાપુરુષોને તે મૃત્યુ - મહોત્સવ જેવું લાગે છે. દવા જેમ કરે છે, એવી સમાધિમરણ માટે ખરી દવા કરવાની છે. તૈયારી કરી રાખવી. દેહનું મમત્વ ઓછું થાય એવું કરવાનું છે. સમજણ કરવાની છે. પોતાનું નહીં તે નહીં. દેહ પોતાની સાથે આવતો નથી. અવળી સમજણ છે તે જ મિથ્યાત્વ છે. એને પહેલાં ખસેડવાનું છે. ક્લેશમાં વર્તવા જેવું નથી. ચેતતા રહેવું. મનુષ્યભવ મળ્યો છે, માટે મોહ ન કરવો. દેહનો મોહ છૂટે તો બધુંય છૂટે.” (બો.૧ પૃ.૧૭૯) જીવને મોહને લઈને મરણનો વિચાર જ આવતો નથી - પૂજ્યશ્રી–“સંસારનું સ્વરૂપ વિચારે તો વૈરાગ્ય થાય એવું છે. સંસારમાં જેટલી આસક્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. જેમ કોઈ માણસને કોઈ રાજાએ ફાંસીએ ચઢાવવાનો હુકમ આપ્યો હોય કે અમુક દિવસે તને ફાંસીએ ચઢાવવામાં આવશે અને પછી તે માણસને સારા મહેલમાં રાખે, સારું ભોજન આપે, સારું પહેરવા આપે, તો તેને એ ગમે? ન ગમે; કેમકે તે જાણે છે કે મારે હવે મરવાનું છે, એવો ભય રહે છે; તેથી તેને કંઈ ન ગમે. એવું આ બધાને માથે મરણ છે. તે ફાંસી ચઢાવવા જેવું છે. કોણ જાણે ક્યારે મરણ આવશે. ફાંસીએ ચઢાવે ત્યારે તો અમુક દિવસ નક્કી કરેલો હોય અને આ મરણ તો રાત-દિવસ માથે જ ભમી રહ્યું છે. છતાં મોહને લઈને એને વિચાર નથી આવતો. એકલું મરણ હોય તોય કંઈ નહીં, પણ પાછળ પાછું જન્મવું, ફરી મરવું; એમ અનાદિ કાળથી થઈ રહ્યું છે.” (બો.૧ પૃ.૧૬૨) સંસાર કેદખાના જેવો હોવા છતાં સુખ માને, કેવી મૂઢતા! “સંસાર કેદખાના જેવો છે. એમાં સુખ માને છે તે મૂર્ખતા છે. હું સુખી છું કે દુઃખી? એનો વિચાર કરવાનો અવકાશ જ નથી મળતો. શું કરવાથી હું સુખી થઉં? એનો વિચાર અવકાશ હોય તો થાય. વિચાર નથી. જો વિચાર કરે તો સંસાર જાજરા જેવો છે, છતાં એને ગમે છે. રાજાને નજર-કેદ આપે ત્યારે ખાવાનું, પીવાનું બધુંય આપે, અને મહેલમાં જવા દે, પણ રાજગાદી ઉપર ન બેસવા દે. જો ખરો ક્ષત્રિય હોય તો એને નજરકેદ ન ગમે અને કોઈ નીચ જાતિવાળો રાજા Page #237 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૨૩૩ હોય તો તેને લાગે કે સારું સારું ખાવાનું, પીવાનું, પહેરવાનું મળે છે ને? રાજગાદી ઉપર ન બેસવા દે, તો શું? આપણે ઘેર ક્યાં એવું ખાવા-પીવાનું મળતું હતું? તેમ આ જીવની પાસે કેવળજ્ઞાન છે, તેને કર્મે ઢાંકી દીધું છે અને થોડું દેખવાનું, સુંઘવાનું, સાંભળવાનું, સ્પર્શ કરવાનું, ચાખવાનું મળ્યું છે, તેમાં સુખ માની રહ્યો છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પડ્યો છે તેથી આત્મામાં સુખ છે એવો ખ્યાલ આવતો નથી. વિરલા પુરુષો જાગ્યા છે. સંસાર દુઃખરૂપ છે એમ નથી લાગ્યું. વૈરાગ્ય હશે ત્યારે સમજાશે.” (બો.૧ પૃ.૧૬૨) “મંત્રનું ભાતું સાથે લઈ ગયો' મુમુક્ષુ-હું અહીં આપની પાસે એક બાર વર્ષના છોકરાને મંત્ર અપાવી ગયો હતો. તે છોકરાએ આજે દેહ છોડ્યો છે. તે રોજ ત્રણ પાઠ કરતો હતો. ગમે તેવું કામ આવી પડે તો પણ તેને એટલી ટેક હતી કે મારે ત્રણ પાઠ કરવા જ અને પછી જ તે ઊંઘતો. મરણના દિવસે તેને તાવ હતો છતાં તે સવારના ઊઠીને સગડી પાસે આવ્યો અને ભક્તિ કરવા લાગ્યો, ત્યારે તેની મા બોલી કે આજે હમણાં ભક્તિ કેમ કરે છે? રોજ તો સાંજે કરે છે. છોકરાએ કહ્યું-હમણાં જ મારે કરવી છે. પછી ભક્તિ કરીને તે સૂઈ ગયો અને મંત્ર બોલતાં બોલતાં દેહ છોડ્યો. પૂજ્યશ્રી–આયુષ્ય જેટલું થવાનું હોય તેટલું થાય. પણ આટલું ભાતું સાથે લઈ ગયો. | (બો.૧ પૃ.૨૩૨) “હું તો નહીં જ મ” એમ હૃઢ કરવાનું છે” “એક એક વચન જેમ જેમ દૃઢ થાય તેમ કામ આવે. મંત્ર મળ્યો છે, તે ગાડીમાં કે ગમે ત્યાં ફેરવવો, શુચિ-અશુચિ ગણવાની નથી. બધી વખત બોલાય એવો મંત્ર છે. કોઈ સાચી વસ્તુ કહે છે, તે સાથે લઈ જવાની છે. જન્મ થયો તેથી સુખદુઃખ થયાં છે, પણ બધાથી સ્નાનસૂતક કરીને ચાલી જવાનું છે. અવિનાશી આત્મા છે. મરે એવો નથી. હું તો નહીં જ મરું', એમ દૃઢ કરવાનું છે. આ પકડવાનું કહ્યું છે કે જ્યાં સુધી ભાન હોય, શ્વાસ હોય, ત્યાં સુધી સહજાત્મસ્વરૂપ પરમગુરુ જપવું. ગમે તેટલું દુઃખ હોય પણ એમાં વૃત્તિ રાખવી. ભાન હોય ત્યાં સુધી એમાં જ ચિત્ત રાખવું. પૈસા-ટકા કોઈમાં ચિત્ત નહીં રાખવું. ખરેખરી ઉપયોગી વસ્તુ છે. મરતાં સુધી યાદ રાખવાનું છે. મારે એ જ કરવું છે. અત્યારે ભાન છે તો આત્માનું કલ્યાણ થાય તેમાં વૃત્તિ રાખવી. સમાધિમરણ થાય એવું છે. જ્ઞાનીનું કહેલું કાનમાં પડે તો પણ મહાભાગ્ય છે. સાંભળતા પણ જીવને ભાવ થાય છે. જ્ઞાનીએ કહ્યું તે સાંભળવું. ‘સહજાત્મસ્વરૂપ' એ ઓળખવું છે. બીજું તો ઘણુંય જોયું, ઓળખ્યું. આટલી વસ્તુ માન્ય કરી તો સમાધિમરણ થાય. મરતી વખતે એક સ્મરણમાં ચિત્ત રાખવું એ નક્કી કરી દેવું. શ્રદ્ધા હશે તેટલું રહેશે. બધાનો આધાર શ્રદ્ધા છે. એક કૃપાળુદેવને માનવા. સાચી વસ્તુ માન્ય થઈ તો કલ્યાણ થઈ જાય.” (બો.૧ પૃ.૩૨૧) Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સમાધિમરણ પૂજ્યશ્રી બ્રહાચારીજીએ કરાવેલ મુમુક્ષુઓના સમાધિમરણ (પૂ.શ્રી બ્રહ્મચારીજી સચિત્ર જીવનદર્શનમાંથી ઉદ્ભૂત) પૂજ્યશ્રી બ્રહાચારીજીએ ગામ સુણાવ આવી શ્રી કાભાઈનું કરાવેલ સમાધિમરણ “એક દિવસ ઓચિંતા પૂ.શ્રી બ્રહ્મચારીજી અગાસ આશ્રમમાંથી સુણાવ ઉપાશ્રયે આવી પહોંચ્યા, અને કહે : “કાભાઈ મુનદાસને ત્યાં જવું છે.” અમે બધા પૂજ્યશ્રી સાથે કાભાઈ ને ત્યાં ગયા. કાભાઈ માંદા હતા. ત્યાં ભક્તિ કરી તેમને મંત્રની સ્મૃતિ આપી બોધવડે જાગૃત કરી પૂજ્યશ્રી ત્યાંથી પાછા વળ્યા. થોડી જ વારે કાભાઈએ દેહત્યાગ કર્યો. કાભાઈ માંદા હતા તે અમે ગામમાં હોવા છતાં જાણતા નહોતા, પણ કાભાઈના જીવનનો આજે છેલ્લો દિવસ છે એમ પોતાના અંતરજ્ઞાનથી જાણી પૂજ્યશ્રી સુણાવ આવી પહોંચ્યા હતા.” (પૃ.૮૧) પૂ.શ્રી બ્રહાચારીજીએ ભોળા જીવના સમાધિમરણ અર્થે આપેલ સ્મરણમંત્ર “પ્રભુશ્રી કહે–ભોળાબાળાનું કામ થશે, ડાહ્યા ડહાપણ કરનારા રહી જશે “અમારા સુણાવ ગામમાં એક જેસંગ નામનો મુમુક્ષુનો છોકરો જરા ગાંડા જેવો પણ ભોળો હતો. તેણે પોતાને મંત્ર આપવા ખૂબ આગ્રહ કર્યો ત્યારે પૂજ્યશ્રી તેને મંત્ર આપવા ઊભા થયા. તે Page #239 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કરાવેલ મુમુક્ષુઓના સમાધિમરણ ૨૩૫ વખતે એક ભાઈએ કહ્યું : “એ તો ગાંડો છે” ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી બોલ્યા : “તેવા ગાંડા કામ કાઢી જશે અને ડાહ્યા રહી જશે.” અને ખરેખર એમ જ બન્યું કે જ્યારે જેસંગ ખેતરમાં ચાર લેવા જાય કે કંઈ કામ કરતો હોય ત્યારે પણ તેના મોઢે મંત્ર તો હોય જ. અંતે તેના મરણ વખતે પણ જ્યાં સુધી શુદ્ધિ હતી ત્યાં સુધી મંત્રનું સ્મરણ ચાલુ હતું અને મંત્ર સ્મરણ કરતાં કરતાં જ તેણે દેહત્યાગ કર્યો હતો એમ તેના માતુશ્રી કહેતા હતા.” (પૃ.૬૨) ભાઈ વિઠ્ઠલનું મરણ નજીક જાણી પૂજ્યશ્રીએ આપેલ સ્મરણમંત્ર “સીમરડા નિવાસ દરમ્યાન એકવાર પૂ.શ્રી બ્રહ્મચારીજી સવારના પહોરમાં એકાદ ગાઉ દૂર ખેતરમાં દિશાએ ગયા હતા. ત્યાંથી પાછા વળતાં, ખેતરમાં એક મુમુક્ષુભાઈનો છોકરો (વિઠ્ઠલ સોમો) કંઈક કામે ગયો હશે તે સામે મળ્યો. તેને પૂજ્યશ્રીએ બોલાવ્યો અને એક રાયણના ઝાડ નીચે તેને મંત્ર સ્મરણ તથા ત્રણ પાઠની આજ્ઞા આપી, અને કહ્યું કે દેહનો ભરોસો કરવા જેવો નથી. તે છોકરો ૧૫-૨૦ દિવસ પછી ટૂંકી માંદગી ભોગવી મરી ગયો હતો.” (પૃ.૭૪) સ, Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સમાધિમરણ પૂ.શ્રી બ્રહાચારીજીએ સામા જીવના ભાવ જાણી વિના આમંત્રણે ઘરે પદારી સ્મરણમંત્ર આપ્યો “પૂજ્યશ્રી બ્રહ્મચારીજી સ્વયં સંઘ સાથે કુચેદના લલ્લુભાઈ વગેરેના આમંત્રણથી પૂજા નિમિત્તે ત્યાં પધારેલા. ત્યારે પૂ. શંકર ભગત સાથે અમો મારા માસીને મંત્ર અપાવવા માટે માસાની રજા લેવા માટે ગયા, પણ તેમણે માન્યું નહીં. ત્યારે શંકર ભગત વગેરે, પૂજા ચાલુ થઈ એટલે પૂજામાં જતા રહ્યા. હું બેસી રહેલો. માસી અને હું બન્ને આ સંબંધી વિમાસણમાં હતા કે હવે કેમ કરવું? તેટલામાં પૂજ્યશ્રી વગર આમંત્રણે માસીને સ્મરણ મંત્ર આપવા પધાર્યા. પૂ.શ્રી બ્રહ્મચારીજીને કોઈએ પણ આ વાતની જાણ કરી નહોતી. છતાં તેઓ નિવાસસ્થાનેથી નીચે ઊતરી સડોદરાના શ્રી હરિભાઈ તથા પોતાની સાથે જે આશ્રમના ભાઈઓ હતા તેમને સાથે લઈ કોઈના પણ આમંત્રણ વિના માસી પાસે આવી પહોંચ્યા. તેમને નિત્યનિયમ સંબંધી વાત કરી અને મંત્ર સ્મરણ આપ્યું. દર્શનમાત્રથી ભાવમાં પલટો પૂજ્યશ્રીએ જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો તે વખતે તેમના દર્શન માત્રથી જ માસાને તેમના પ્રત્યેનો અનાદર ભાવ મટી જઈ આદરભાવ થયો, અને પોતે જાતે જ ખુરશી લાવી તેઓશ્રીને બેસાડ્યા હતા. થોડીવાર પછી પૂજ્યશ્રીએ માતાને પૂછ્યું : “તમે ભણેલા છો?” તેમણે હા કહી. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું: “આ બાઈ ભણેલા નથી માટે તમે આ ભક્તિના પાઠો તેમને વાંચી સંભળાવશો?” જવાબમાં તેમણે કહ્યું : “મહારાજ, તમે કહ્યું એટલે તો મારે એ કરવું જ પડશે.” પછી માસીના મરણ વખતે પણ માસાએ તેમને સ્મરણ કરાવ્યું, ચિત્રપટના દર્શન કરાવ્યા અને નિત્ય નિયમના પાઠ વાંચી સંભળાવ્યા હતા. અંતે તેમનો દેહત્યાગ પણ સ્મરણ કરતાં કરતાં થયો હતો.” (પૃ.૭૯) * * * Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સમાધિમરણની આરાઘના માટે દિવાળીના ચાર દિવસોમાં ગણવા યોગ્ય ૩૬ માળાઓનો ક્રમ અને તેના વિષેના દૃષ્ટાંતો છત્રીસ માળાનો ક્રમ આસો, ૧૯૮૫ દિવાળી ઉપર ત્રણ દિવસ થઈને ૧૦૮ માળા ગણવી જોઈએ. એક વખતે ૧૦૮ ગણવી હોય તે તેમ કરે-ત્રણ પહોર જાગીને કરે. તેમ ન કરી શકે તેણે પાખીને દિવસે એટલે ચૌદશને દિવસે ૩ માળા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની, ૨૮ માળા ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ' મંત્રની અને પ માળા’ આતમભાવને ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે' મંત્રની એમ છત્રીસ માળા ફેરવવી. તેટલી જ ૩૬ માળા દિવાળીને દિવસે સાંજે અને છત્રીસ એકમની સાંજે. એમ ૧૦૮ માળા ત્રણ દિવસ થઈને ફેરવવી. માત્ર સમાધિમરણ કરવાની ઇચ્છાથી માળા ફેરવે તે છત્રીસ માળા સુધી પણ જે સામાયિકમાં બેઠા હોય તેમ ન બેસી શકે તે સવાર-સાંજ થઈને ૩૬ માળા ફેરવી લે. એમ ૧૦૮ માળા માત્ર સમાધિમરણની ઇચ્છાથી ફેરવે. કોઈપણ પ્રકારની આ લોક પરલોકની વાંચ્છા-નિયાણું ન કરે; ત્રણ દિવસ યથાશક્તિ તપ કરે; ઉપવાસ, એકટાણું કે નીરસ આહારથી ચલાવે તથા બ્રહ્મચર્ય પાળે. શુભ ભાવનામાં ત્રણ દિવસ ગાળે તો તે સમાધિમરણની તૈયારી છે. | (સં.૧૯૮૬માં પ.પૂ.પ્રભુશ્રીએ ત્રણ દિવસને બદલે ચાર દિવસ એટલે તેરશ, ચૌદશ, દિવાળી અને એકમના દિવસે રાત્રે છત્રીસ છત્રીસ માળાઓ ફેરવવાનો ક્રમ જણાવ્યો હતો.) (ઉ. પૃ.૩૩૬) સમાધિમરણ કરી આત્મકલ્યાણ સાઘવાન બતા ““જૈનવ્રતકથા'માં જેમ ઘણા દુઃખિયાઓએ દુઃખથી મુક્ત થવા ઉપાય પૂછેલા છે અને સાધુમુનિઓએ જણાવેલાં વ્રતથી લાભ મેળવી જેમ કલ્યાણ તેમણે સાધ્યું છે, તેમ આ વ્રત પણ તેવું જ છે. દરરોજ-ત્રણેય દિવસ “આત્મસિદ્ધિ' વગેરેનો નિત્યક્રમ પણ ચાલુ રાખવો.” (ઉ.પૃ.૩૩૭) દિવાળી ઉપર ચાર દિવસ માળા ગણવાથી જરૂર સમાધિમરણ થાય “પૂજ્યશ્રી–પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ દિવાળી પર ચાર દિવસ માળા ગણવાની આજ્ઞા કરી છે. તેમ કરવાથી સમાધિમરણ જરૂર થાય તેમ છે. આ એક સમાધિમરણ થવાને માટે વ્રત છે. જેમ કોઢ દૂર કરવા માટે શ્રીપાળ રાજાએ આંબેલનું વ્રત કર્યું હતું, તેમ કોઈ મહાત્મા પુરુષ હોય અને આશીર્વાદ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સમાધિમરણ આપે કે જા, અમુક પ્રકારે વ્રત કરજે તેનું ફળ અમુક મળશે અને તે જેમ મળે છે તેમ સમાધિમરણ થવાને માટે પ્રભુશ્રીજીએ વ્રતરૂપે માળા ગણવા આજ્ઞા કરી છે, તે બધાં મુમુક્ષુઓએ ભેગા મળીને જરૂર ગણવી. કોઈ ન હોય તો એકલાએ પણ ગણવી.” (બો.૧ પૃ.૧૨) કેવા ક્રમથી અને કેવા ભાવથી માળા ફેરવવી “માળાઓનો ક્રમઃ૩માળા સહજાન્મસ્વરૂપ પરમગુરુની, ૩ માળા પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ, ૧૬ માળા પણ એ જ ગણવી. ૯ માળા પણ પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવની ગણવી, ૫ માળા આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. કેવી ભાવનાથી ફેરવવી તેની વિધિઃ ૧. લાયક સમ્યકત્વ થવાને માટે, કેવળજ્ઞાન થવા માટે, ૧ યથાખ્યાત ચારિત્ર થવા માટે એમ ત્રણ માળા સહજાત્મસ્વરૂપ પરમગુરુની ગણવી. ૩ માળા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમકિત મોહનીયના ક્ષય માટે પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવની ગણવી. ૪ માળા અનંતાનુબંધી કષાય ક્રોધ, માન, માયા, લોભ ક્ષય કરવા;૪ માળા અપ્રત્યાખ્યાની કષાય ક્રોધ, માન, માયા, લોભ જવા માટે; ૪ માળા પ્રત્યાખ્યાન કષાય ક્રોધ, માન, માયા, લોભ જવા માટે; ૪ માળા સંજવલન કષાય ક્રોધ, માન, માયા, લોભ જવા માટે એમ ૧૬ કષાય જવા માટે ફેરવવી. ૯માળા નોકષાય હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગચ્છા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદના ક્ષય માટે ફેરવવી. જ્ઞાનાવરણીયના ક્ષય માટે (૧) મતિ જ્ઞાનાવરણીય, (૨) શ્રુત-જ્ઞાનાવરણીય, (૩) અવધિ જ્ઞાનાવરણીય, (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય, (૫) કેવલ જ્ઞાનાવરણીય જવા માટે પ માળા આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. આ પ્રમાણે કુલ ૩૬ માળા ફેરવવી. માળા ગણતાં પહેલાં ઉપર પ્રમાણે ભાવના કરવી. મન જો સ્થિર રહે તો સારું છે, પણ તેમ ન થાય તો ઉપર પ્રમાણે ભાવનામાં રોકવું; પણ બહાર જવા દેવું નહીં.” (બો.૧ પૃ.૧૨) એકવારના સમાધિમરણથી ઊંચે ચઢી ટૂંક સમયમાં જીવનો મોક્ષ પૂજ્યશ્રી–આસો વદ ૧૩-૧૪-૦))ને કારતક સુદ ૧ ચાર દિવસ રોજ ૩૬ માળા ગણવાની પ્રભુશ્રીજીએ કોઈ અંતરની પ્રેરણા થવાથી આજ્ઞા કરી છે. જેવી રીતે બાર માસનો હિસાબ આપણે એ દિવસોમાં કરવાનો હોય છે, તેવી રીતે આખી જિંદગીની આખરમાં સમાધિમરણ થવાને માટે આ માળા દર વર્ષે ગણવી. એક વખત સમાધિમરણ થાય તો તે જીવ પછી ઊંચે ચઢતો જાય છે, ત્યાર પછી નીચે આવતો નથી અને પાંચ કે દશ ભવે મોક્ષે જાય છે. જેટલા મુમુક્ષ ભેગા થાય તેટલાએ મળીને માળા ગણવી. કોઈ ન હોય તો એકલાએ ગણવી. ૩૬ માળા ભેગી ન બને તો સવાર સાંજ મળી તેટલી માળા પૂરી કરવી. દરરોજ નિત્યનિયમની માળા છે તેમાં વધારો કરતા રહેવું.” (બો.૧ પૃ.૪) સ્મરણમાં મન રાખી માળા ફેરવે તો જીવનું કલ્યાણ થઈ જાય. “સાંજે માળા ફેરવાશે, તેમાં લક્ષ રાખી મરણ સુધારવાનો લક્ષ રાખવો. ઊંઘ આવે, થાક Page #243 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૩૯ લાગે, પણ પ્રમાદ ન કરવો. માથે મરણ જ છે એમ જાણી જ્ઞાનીએ કહેલું તે કરવું. જ્ઞાન-દર્શનચારિત્ર સમજવા ત્રણમાળા કહી છે. અઠ્ઠાવીશ પ્રકૃતિ મોહનીયની ક્ષય કરવા અઠ્ઠાવીશ માળા ફેરવવાની છે. પાંચ માળા જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિ જવા માટે છે. તેમાં એ જ લક્ષ રાખવું. સ્મરણમાં જ મન રાખવું. કાળજી રાખી એ માળા ફેરવે તો કલ્યાણ થઈ જાય એવું છે. બે ત્રણ કલાક ધર્મધ્યાન થાય. પણ માથે મરણનો ડર હોય તો થાય. કંઈક કંઈક જીવને દુઃખ રહે તો તે હિતકારી છે. ભોગવાય તેટલું જાય છે. વેદની છે તે કલ્યાણકારી છે, પણ આર્તધ્યાન થાય તો આવરણ કરનારી છે.” (બો.૧ પૃ.૬૮૯) સહજાન્મસ્વરૂપમાં અનંતગુણ છે, તેના મુખ્ય ત્રણ ગુણ મેળવવા ત્રણ માળા ફેરવાશે અહીં રાત્રે છત્રીસ માળા ફેરવાશે. પહેલી ત્રણ માળા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની ફેરવાશે. પહેલી માળા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે ફેરવાશે. સહજાત્મસ્વરૂપમાં અનંત ગુણ છે, પણ તેમાંથી એક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે આ એક માળા ફેરવું છું એવો લક્ષ રાખી ફેરવવી. પછી બીજી માળા સમ્યજ્ઞાન પ્રાપ્તિ અર્થે ફેરવાશે. હે ભગવાન! સમ્યજ્ઞાન અર્થે આ માળા ફેરવું છું, એમ ભાવના રાખી ફેરવવી. પછી સમ્યક્ષ્યારિત્ર પ્રાપ્તિ અર્થે ત્રીજી માળા ફેરવાશે. આ માળા સ્થિરતા થવા માટે સ્વરૂપમાં સ્થિર થવા માટે આ માળા ફેરવું છું, એવો લક્ષ રાખી ફેરવવી. રોજ માળા તો અહીં ફેરવાય છે પણ એકમાંને એકમાં મન રહેતું નથી તેથી જ્ઞાની પુરુષોએ આ યોજના કરી છે.” દર્શનમોહનીસકર્મની ત્રણ પ્રકૃતિ ક્ષય થવા માટે ત્રણ માળા ફેરવાશે “પછી અઠ્ઠાવીશ માળા મોહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ ક્ષય કરવા માટે “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ”એ મંત્રની ફેરવાશે. તેમાં પહેલી માળા મિથ્યાત્વમોહનીય ક્ષય કરવા માટે ફેરવાશે. મિથ્યાત્વ ક્ષય થવા માટે આ માળા ફેરવું છું, એ લક્ષ રાખીને ફેરવવી. પછી બીજી માળા મિશ્રમોહનીય ક્ષય થવા માટે ફેરવાશે. ત્રીજી માળા સમ્યત્વ મોહનીય ક્ષય થવા માટે ફેરવાશે.” ચારિત્રમોહનીય કર્મના ૧૬ કષાય ક્ષય થવા માટે ૪-૪ માળા ચાર વાર ફેરવાશે પછી ચોથી માળા અનંતાનુબંધી ક્રોધ ક્ષય કરવા માટે ફેરવાશે. પાંચમી માળા અનંતાનુબંધી માન ક્ષય થવા માટે ફેરવાશે. છઠ્ઠી માળા અનંતાનુબંધી માયા ક્ષય થવા માટે ફેરવાશે. સાતમી માળા અનંતાનુબંધી લોભ ક્ષય થવા માટે ફેરવાશે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ક્ષય થવા માટે ચાર માળા ફેરવાશે. અપ્રત્યાખ્યાનાવરણીય એટલે અલ્પ પણ વ્રત આવવા ન દે. પછી ચાર માળા પ્રત્યાખ્યાનાવરણીય કષાય ક્ષય થવા અર્થે ફેરવાશે. પ્રત્યાખ્યાનાવરણીય Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સમાધિમરણ એટલે મુનિપણું ન આવવા દે. પછી ચાર માળા સંજ્વલન કષાય ક્ષય થવા માટે ફેરવાશે. સંજ્વલન કષાય હોય ત્યાં સુધી સંપૂર્ણ ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર) ન આવવા દે.” ચારિત્રમોહનીસકર્મના નવ નો કષાય ક્ષય થવા માટે ૩-૩ માળા ગણવાર ફેરવાશે “નોકષાય ક્ષય થવા માટે નવ માળા ફેરવાશે. પહેલી માળા હાસ્ય નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. બીજી માળા રતિ નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. ત્રીજી માળા અરતિ નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. ચોથી માળા ભય નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. પાંચમી માળા શોક નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. છઠ્ઠી માળા જુગુપ્સા નોકષાય ક્ષય થવા માટે ફેરવાશે. છેલ્લી ત્રણ માળા પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદનો ક્ષય થવા માટે ફેરવાશે. એ નવ નોકષાય, કષાય થવાનાં કારણો છે. જેને લીધે કષાય ઉત્પન્ન થાય તે નોકષાય છે. દરેક માળા ફેરવતી વખતે તેના પ્રતિપક્ષી ગુણની ભાવના રાખવી. હાસ્ય ક્ષય થવા માટે માળા ફેરવે તે વખતે ગંભીર થવા માટે આ માળા ફેરવું છું; રતિ ક્ષય થવા માટે માળા ફેરવતી વખતે વૈરાગ્ય થવા માટે આ માળા ફેરવું છું, એમ દરેક માળા ફેરવવામાં આવે ત્યારે ગુણ પ્રગટાવવા માટે માળા ફેરવું છું એ લક્ષ રાખવો.” (બો.૧ પૃ.૪૨૭) અંતમાં જ્ઞાનાવરણીયકર્મની પાંચ પ્રકૃતિ ક્ષય થવા માટે પાંચ માળા ફેરવાશે “પછી પાંચ જ્ઞાનાવરણીય ક્ષય કરવા પાંચ માળા-“આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” એ મંત્રની ફેરવાશે. પહેલી માળા મતિજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, બીજી માળા શ્રુતજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, ત્રીજી માળા અવધિજ્ઞાનાવરણીય ક્ષય થવા માટે ફેરવાશે, ચોથી માળા મન:પર્યવજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે. પાંચમી માળા કેવળજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે. (૩, ૨૮ ને ૫, મળી ૩૬ માળાઓ રોજ રાતે ફેરવાશે.) રોજ લક્ષ રાખીને માળાઓ ફેરવવી. જાણે માથે મરણ જ રહ્યું છે, એમ જાણીને સમાધિમરણ કરવા તૈયારી કરવી. પછી મરણ થાય તો ભલે થાય. જિવાય તોય ભલે જિવાય.” (બો.૧ પૃ.૪૨૮) અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનું સ્વરૂપ અનંતાનુબંધી ક્રોધ એટલે સાચા ધર્મ પ્રત્યે અભાવ. અમે સમજીએ છીએ એવા ભાવ તે અનંતાનુબંધી માન છે. તે ધર્મ પામવા ન દે. અનંતાનુબંધી માયા એટલે કંઈ સમજ્યો ન હોય ને કહે કે હા, તમે કહો છો તે જ હું માનું છું. એ આદિ ભાવ તે માયા છે. અંદર દોષો હોય અને ઉપરથી સારું દેખાડે તે માયા છે. જે ધર્મથી મોક્ષ મળે તે ધર્મથી પુત્ર, દેવલોકાદિની ઇચ્છા કરે, તેથી સાચી વસ્તુ પ્રાપ્ત ન થાય. તે અનંતાનુબંધી લોભ છે. મિથ્યાત્વમોહનીય સાવ ઊંધું છે. સંસારમાં નાહવું-ધોવું કરતા હોય તેને જ ધર્મ માને છે. સાચું એને સમજાય નહીં. કલ્યાણ હોય તે એને ગમે નહીં, પણ જેથી કલ્યાણ ન થાય તે કરે, એ આદિ મિથ્યાત્વમોહનીય છે. આ ય ગુરુ સારા છે અને આ ય સારા છે. થોડું સાચું અને થોડું ખોટું, તે મિશ્ર મોહનીય છે. સમ્યત્વમોહનીય એટલે ચોવીસ તીર્થકરોમાં પાર્શ્વનાથ ઉપર Page #245 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૪૧ વધારે ભાવ રાખે, બીજા તીર્થકરો ઉપર ઓછો ભાવ રહે. પોતે મંદિર બનાવ્યું હોય તેમાં વધારે આનંદ આવે, બીજા મંદિરમાં એટલો ન આવે. એવા પ્રકારના જે ભાવો, તે સમ્યત્વ મોહનીય છે. જ્ઞાની પુરુષની શ્રદ્ધા થયે અનંતાનુબંઘી મોળા પડે સાચો ધર્મ ન પામવા દે તે અનંતાનુબંધી કષાય છે. સત્પરુષો કહે કે તને ખાવાનું ગમે તે સારું નથી, પણ જીવને આગ્રહ હોવાથી જ્ઞાનીનું વચન ન માને. એ પણ અનંતાનુબંધી છે. તેથી સાચો માર્ગ પામે નહીં. પોતે કરતો હોય તેનો આગ્રહ તે અનંતાનુબંધી કષાય છે. જેમ મહાપુરુષો મોક્ષે ગયા તે રસ્તો આપણો નહીં એમ માને. બીજા માર્ગને મોક્ષનો રસ્તો માને, તે મિથ્યાત્વ મોહનીય છે. ખોટાને ખોટું માને અને સાચાની ઇચ્છા રહે તે મિશ્રમોહનીય છે. સમ્યકત્વમોહનીય એટલે આ આત્મા હશે કે આ? જાણે તે આત્મા છે? એમ શંકા રહે તે સમ્યત્વમોહનીય છે. આ જ ઘર છે એવું એને નથી થયું. કંઈક ખામી છે. સદ્ગુરુનો યોગ થયા વિના નિશ્ચય થતો નથી. આત્માનો નિર્ણય થાય તે સમ્યક્રદર્શન છે. જ્ઞાની સાચા છે તેની પ્રતીતિ થાય છે. “જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે.” (પર૨) એક વાર પણ જ્ઞાનીનો યોગ થયો હોય તો પણ રાતદિવસ સાંભર્યા કરે તે ખરી ભક્તિ છે. આત્માને વિચારવો હોય, સાધવો હોય, તો જાણવો જોઈએ. (બો.૧ પૃ.૨૩૫) ક્રોધાદિ ચારે કષાયો ભયંકર છે “ક્રોધ મનમાં આવે ત્યારે આને મારી નાખું, આનું બૂરું કરું, આવા વિચાર કરે છે. ક્રોધ બહુ વધી જાય ત્યારે બીજાને મારી પણ નાખે કે પોતે જ કૂવામાં પડી મરી જાય. આવું આવું ક્રોધ થાય ત્યારે થાય છે. ક્રોધ થાય ત્યારે મહા પાપ બાંધે છે. કરવું, કરાવવું અને અનુમોદવું તેનું ફળ એક છે. ક્રોધ બહુ ખરાબ છે. ઝેર પીને મરી જાય છે. હું મોટો છું અને બીજા બધાં નાનાં છે, એ માનથી થાય છે. પોતાનો મહિમા ગાય. બીજાની નિંદા કરે. માનને લઈને જીવ બીજાનું ભૂંડું ઇચ્છે છે. માનની ઇચ્છા હોય તેથી પૈસા ખરચીને પણ માન મેળવે. માનને લઈને પણ જીવ મરી જાય છે. માયાથી બીજાને છેતરવાની ઇચ્છા થાય છે. ગુરુને પણ છેતરી જાય છે. પોતે મરી પણ જાય છે. લોભને લીધે જીવ લડાઈમાં મરી પણ જાય છે. લોભી ગમે તેને છેતરે છે. કેટલાક બહુ દૂર કમાવા જાય છે પણ પ્રારબ્ધ હોય તો મળે, ન મળે તો કેટલાક મરી પણ જાય છે. હાસ્ય કષાયથી જીવ હસનહસ કરે છે, રોગ હોય તો પણ હસે. કર્મથી જીવ પીડાય છે પણ હર્ષ માને છે. હસવું એ નોકષાય છે. જેટલો કષાય ઓછો થાય તેટલો સુખી થાય. શોક કરીને કેટલાક મરી જાય છે. મારે ક્રોધ ન જ કરવો એમ રાખવું. તો દુઃખી ન થાય. મરણાદિકથી પણ ક્રોધાદિકનું દુઃખ વિશેષ છે. કોઈ ગમે તે બોલે તે સહન કરવું. મારે ગાળ ભાંડવી નથી, બીજા ભલે ભાંડે; એમ કરતાં કરતાં ક્રોધ મટી જાય છે. કલ્પનાથી કરીને પણ જીવ દુઃખી થાય છે. કષાય ભાવથી જીવ કર્મ બાંધે છે.” (બો.૧ પૃ.૨૪૦) Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સમાધિમરણ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ રાત્રે ફરી માળાઓ વિષે જણાવ્યું તે આ પ્રમાણેઃ(સભામાં રાતના) “પૂજ્યશ્રી—આજે સવારે કહ્યું હતું અને હવે ફરી કહું છું. પ્રભુશ્રીજીએ આ કાળના જીવોને માટે આ છત્રીસ માળાની ગોઠવણ કરી છે. સમાધિમરણ કેમ થાય? તે માટે આ દિવસોમાં છત્રીસ છત્રીસ માળાઓ ફેરવવાની છે. આપણું કલ્યાણ થવાનું છે માટે આપણે રહ્યા અને આ છત્રીશ માળા ગણવાનું મળ્યું, નહીં તો આયુષ્ય પૂરું થઈ ગયું હોત.’” (બો.૧ પૃ.૪૨૯) પ્રભુશ્રીજી કહેતા કે આ દિવાળીના દિવસોમાં લૂંટમલૂંટ લેવાનો લાગ આવ્યો છે “દરેક માળા ગણતાં ગુણપ્રાપ્તિની ભાવના કરવી. પ્રમાદ ન કરવો. જાગૃતિ રાખવી. પ્રમાદથી કંઈ સુખ નથી. પ્રમાદ તો મરણ છે. મનુષ્યભવ મળ્યો છે અને સત્પુરુષનો યોગ થયો છે, માટે પ્રમાદ ન કરવો; જાગૃતિ રાખવી. પ્રભુશ્રીજી કહેતા, કે લૂંટમલૂંટ લેવા જેવું છે. એવું આ દિવાળીના દિવસોમાં લૂંટમલૂંટ લેવાનો લાગ આવ્યો છે. (પછી પૂજ્યશ્રીએ ‘મહાદેવ્યાઃ.....તત્ત્વલોચનદાયકમ્ થી ‘તીન ભુવન.... બંધ નશાય.’ ગાથા સુધી મંગળાચરણ કર્યું.) સાચી શ્રદ્ધા, સમ્યજ્ઞાન, સાચું વર્તન કરવા ત્રણ માળા ફેરવું છું “હવે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્રની પ્રાપ્તિ માટે ત્રણ માળા ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એ મંત્રની ગણવાની છે. દરેકે માળા બોલાવનારે જ્યારે અરધી માળા થાય ત્યારે ઉતાવળું બોલવું. પહેલી માળા સમ્યગ્દર્શન પ્રાપ્તિ અર્થે ગણવાની છે. સમ્યગ્દર્શન પ્રાપ્તિ અર્થે આ માળા ગણું છું એ લક્ષ રાખવો. (પોતે જ એક માળા ગણી રહ્યા પછી બોલ્યા) સમ્યગ્દર્શન પ્રાપ્તિની એક માળા પૂરી થઈ. હવે સમ્યજ્ઞાન પ્રાપ્તિ અર્થે બીજી માળા ગણવાની છે. આ માળા ગણતી વખતે સમ્યજ્ઞાન પ્રાપ્તિ અર્થે આ માળા ગણું છું એવો લક્ષ રાખવો. (બીજી માળા ફેરવીને બોલ્યા) સમ્યજ્ઞાન પ્રાપ્તિની બીજી માળા પૂરી થઈ. હવે સ્વરૂપમાં સ્થિર થવા “તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે.” માટે ત્રીજી માળા ગણવાની છે. સમ્યક્ચારિત્ર અર્થે આ માળા ફેરવું છું એવો લક્ષ રાખવો.” (માળા ફેરવ્યા પછી) Page #247 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૪૩ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકુમોહનીય, સમકિત થવા ન દે “મિથ્યામોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીય ક્ષય થવા અર્થે ત્રણ માળા “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ' એ મંત્રની ફેરવવાની છે. મિથ્યાત્વમોહનીય એટલે વિપરીત માન્યતા. મિશ્ર મોહનીય એટલે અજવાળું નહીં અને અંધાય નહીં એવું અને સભ્યત્વમોહનીય એ બહુ સૂક્ષ્મ છે. એ સમ્યત્વને જરા મલિન કરે છે.” (એ ત્રણ માળાઓ ફેરવાયા પછી પૂજ્યશ્રી બોલ્યા). અનંતાનુબંધી કષાય પણ સમકિત ન થવા દે હવે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ ક્ષય થવા અર્થે “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ’ એ મંત્રની ચાર માળા ફેરવાશે. અનંતાનુબંધી ક્રોધ એટલે પુરુષ પ્રત્યે, સત્પુરુષના માર્ગ પ્રત્યે, તેમના વચન પ્રત્યે કષાયભાવ તે અનંતાનુબંધી ક્રોધ છે. અનંતાનુબંધી માન એટલે હું ધર્મી છું, ધર્મ કરું છું, ભક્તિ કરું છું, લોકો મને વખાણે છે એમ માને; અને લોકો તો કશુંય વખાણતા ન હોય. તે અનંતાનુબંધી માને છે. અનંતાનુબંધી માયા એટલે મને સમ્યગ્દર્શન થયું, હું મોટો છું, એમ માને અને હોય કશું નહીં. બહારથી ડોળ કરે તે અનંતાનુબંધી માયા છે. અને અનંતાનુબંધી લોભ એટલે હું ભગવાનની ભક્તિ કરું છું, એથી મને પૈસા મળો, દીકરા મળો એમ ઇચ્છે, બાધા રાખે, તેમજ અલૌકિક માર્ગમાં લૌકિકની ઇચ્છા તે બધો અનંતાનુબંધી લોભ છે. અનંતાનુબંધી કષાય સમકિત ન થવા દે. થયું હોય તેને ઘાત કરે. દરેક માળા ફેરવતી વખતે તેના પ્રતિપક્ષીગુણની ભાવના કરવી. ક્રોધ જવા ક્ષમાની ભાવના કરવી. માન જવા માર્દવ એટલે વિનયની ભાવના કરવી. માયા જવા આર્જવ એટલે સરળપણાની ભાવના કરવી. અને લોભ જવા શૌચ એટલે સંતોષની ભાવના કરવી.” (ઉપરોક્ત ચાર માળા બોલી રહ્યા પછી પૂજ્યશ્રી બોલ્યા-). અપ્રત્યાખ્યાની કષાય, વ્રત નિયમ વગેરે ન આવવા દે “હવે અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ-ક્ષય થવા અર્થે ચાર માળા ગણવાની છે. અપ્રત્યાખ્યાની એટલે અલ્પ પણ વ્રત, નિયમ વગેરે ન આવવા દે અથવા વ્રત આવ્યું હોય તો પાડી નાખે.” પ્રત્યાખ્યાનાવરણીય કષાય, મુનિપણું ન આવવા દે (અપ્રત્યાખ્યાન કષાય ક્ષય થવા અર્થે ચાર માળા ગણ્યા પછી) પૂજ્યશ્રી—હવે પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ-ક્ષય થવા અર્થે ચાર માળા ગણવાની છે. પ્રત્યાખ્યાની એટલે સર્વ વિરતિપણું ન આવવા દે છે.” (પ્રત્યાખ્યાન કષાય ક્ષય થવા અર્થે ચાર માળા ગણી રહ્યા પછી) સંજવલન કષાય કેવળજ્ઞાન ન થવા દે પૂજ્યશ્રી–“આળસ ન કરશો. જાગતા ચોર માથે ફરે છે એમ જાણીને સાવચેતી રાખવી, જાગૃતિ રાખવી. હવે ચાર માળા સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ, ક્ષય થવા અર્થે ફેરવવાની Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સમાધિમરણ છે. સંજવલન કષાય એટલે એને કેવળજ્ઞાન ન થવા દે. એ સૂક્ષ્મ કષાય છે.” (ઉપર પ્રમાણે બાવીસ માળા ગણી રહ્યા પછી બધા લઘુશંકા નિવારણાર્થે ઊઠ્યા. દસ મિનિટ પછી પાછા આવ્યા ત્યારે)” દરેક નોકષાયના પ્રતિપક્ષી ગુણ મેળવવાની ભાવના કરવી પૂજ્યશ્રી–“હવે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ છે નોકષાય ક્ષય થવા અર્થે છ માળા ગણવાની છે. હાસ્ય ક્ષય કરવાની માળા આવે ત્યારે ગંભીરતાની ભાવના કરવી. રતિની માળા આવે ત્યારે વૈરાગ્યની ભાવના કરવી. અરતિની માળા આવે ત્યારે મધ્યસ્થતાની ભાવના કરવી. એમ દરેકના પ્રતિપક્ષી ગુણની ભાવના કરવી.” (છ માળા ગણી રહ્યા પછી). ત્રણેય વેદ ક્ષય થવા માટે ત્રણ માળા ગણવી પૂજ્યશ્રી-“હવે સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ ક્ષય થવા અર્થે ત્રણ માળા ગણવાની છે.” (ત્રણ માળા ગણી રહ્યા પછી). પાંચેય જ્ઞાનના આવરણ ક્ષય થવા માટે પાંચ માળા ગણવી. પૂજ્યશ્રી–“હવે મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય ક્ષય થવા અર્થે પાંચ માળા “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.' એ મંત્રની ગણવાની છે.” (૩૬ માળા ગણી રહ્યા પછી બધા ઊઠ્યા)” (બો.૧ પૃ.૪૩૧) ૩૬ માળાઓના ક્રમ વિષેનું વિશેષ સ્પષ્ટીકરણ આ ૩૬ માળાનો ક્રમ પ.પૂ.પ્રભુશ્રીજીએ દિવાળીના દિવસોમાં સમાધિમરણની પ્રાપ્તિ કરાવા માટે યોજેલ છે. જે આત્માર્થીને પરમકલ્યાણનું કારણ બનેલ છે. તે ૩૬ માળાનો ક્રમ આ પ્રમાણે છેઃ - ૩૬ માળામાં પહેલી ત્રણ માળા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રની ફેરવાશે. “સહજાત્મસ્વરૂપ” એટલે શુદ્ધ આત્મામાં અનંતગુણ છે, તેમાંથી એક ગુણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે પહેલી માળા ફેરવાશે. જેમ છે તેમ આત્મા કે જડવસ્તુના વાસ્તવિક સ્વરૂપની સાચી શ્રદ્ધા જીવને થાય તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સચદ્દર્શનમ્'. જે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે. પછી બીજી માળા સમ્યજ્ઞાન એટલે વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન અથવા સાચી સમજણ પ્રાપ્ત કરવા માટે ફેરવાશે. મારું જાણેલું તે બધું અજ્ઞાન છે. તે અજ્ઞાનને દૂર કરવા અને જ્ઞાની પુરુષ પાસેનું સાચું જ્ઞાન મેળવવા માટે બીજી માળા ફેરવાશે. પછી ત્રીજી માળા સમ્યક્રચારિત્ર પ્રાપ્ત કરવા માટે ફેરવાશે. સમ્યક્ષ્યારિત્ર એટલે આત્મસ્વરૂપમાં સ્થિરતા અથવા રમણતા કરવા માટે અને પરભાવની રમણતા ટાળી નિર્વિકલ્પદશા પામવા માટે આ ત્રીજી માળા ફેરવાશે. Page #249 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ આઠેય કર્મોમાં મોહનીય કર્મ તે સહજાત્મસ્વરૂપને સંપૂર્ણ પ્રગટવામાં બાધક હવે આત્માના મુખ્ય ગુણ જે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રય છે. તેની પ્રાપ્તિને રોકનાર આઠેય કર્મોમાં મુખ્ય એવું મોહનીય કર્મ છે. તે પોતાના ‘સહજાત્મસ્વરૂપ’ને સંપૂર્ણ પ્રગટવામાં બાધા ઉપજાવે છે. માટે સર્વ કર્મોમાં રાજા સમાન એવા આ મોહનીયકર્મનો જો સર્વથા નાશ કરવામાં આવે તો અનંત શાશ્વત સુખસ્વરૂપ એવો પોતાનો આત્મસ્વભાવ પ્રગટ થાય. ૨૪૫ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને મોક્ષ મેળવવા માટે હણવી જરૂરી આ મોહનીયકર્મની કુલ ૨૮ પ્રકૃતિઓ છે. તે ૨૮ પ્રકૃતિઓ રણસેનાના મહાન યોદ્ધાઓ સમાન છે. એ અઠ્ઠાવીસ દુર્ધર યોદ્ધાઓને ક્ષય કરવા માટે “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ” મંત્રની ૨૮ માળા ફેરવાશે. એ ૨૮ મોહનીયકર્મની પ્રકૃતિઓ જેમ જેમ ક્ષય થતી જશે તેમ તેમ આપણો આત્મા ‘પરમગુરુ’ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવા પંચ પરમેષ્ઠિ પદને પામતો જશે. તેમાં ક્રમશઃ આગળ વધતા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાય ક્ષય થયે આપણો આત્મા નિગ્રંથ એટલે મુનિપદને પામશે. પછી ઉપાધ્યાય અને આચાર્ય પદવીને પણ પામી શકશે. મુનિ, ઉપાધ્યાય અને આચાર્ય એ બધા સાધક નિગ્રંથ કહેવાય છે. એ નિગ્રંથો પોતાના આત્માના જ્ઞાનઘ્યાનના બળે કર્મમળની શુદ્ધિ કરતા કરતા કેવળજ્ઞાન અથવા અરિહંતપદને પામશે. પછી દેહનું આયુષ્ય પૂરું થયે તે સંપૂર્ણ શુદ્ધસ્વરૂપને પામેલા પરમાત્માઓ સિદ્ધ પદને પામશે અથવા સિદ્ધગતિ એવા મોક્ષપદને પામશે. તે ફરી મોક્ષમાંથી કદી પાછા આ ચારગતિમાં જન્મમરણના ફેરા ફરવા આવશે નહીં. પાંચેય પરમગુરુમાં ત્રણ નિગ્રંથ અને બે સર્વજ્ઞદેવ છે આ ત્રીજા મંત્રનું નામ ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ' છે. પરમગુરુ એવા પંચપરમેષ્ઠિ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. એ પંચપરમેષ્ઠિમાં સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય ભગવંત એ નિગ્રંથ કહેવાય છે અને અરિહંત અને સિદ્ધ તે સર્વજ્ઞની કોટીમાં ગણાય છે. હવે આ મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિઓને ક્ષય કરવા માટે ૨૮ માળા આ ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ’ મંત્રની ફેરવાશે. મોહનીયકર્મના મૂળ બે ભેદ–દર્શનમોહ અને ચારિત્રમોહ આ મોહનીયકર્મના બે ભેદ છે—એક દર્શનમોહનીય કર્મ અને બીજું ચારિત્રમોહનીય કર્મ. “દર્શનમોહનીયકર્મ જીવને, જ્ઞાનીએ જેમ કહ્યું છે તેમ, સમજવા દેતું નથી, વિપરીતતા કરાવે છે અને ચારિત્રમોહનીયકર્મ જ્ઞાનીએ જણાવ્યા પ્રમાણે વર્તવા દેતું નથી. દર્શનમોહનીયના ત્રણ ભેદ છે.’’ (બો.૩ પૃ.૭૩૧) દર્શનમોહના ૩ ભેદ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, ચારિત્રમોહનીય દર્શનમોહનીયકર્મની ૩ પ્રકૃતિ છે અને ચારિત્રમોહનીયકર્મની ૨૫ પ્રકૃતિ છે. તેમાંથી પ્રથમ દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ ક્ષય થવા માટે ત્રણ માળા ગણાશે. તેમાંથી પ્રથમ માળા Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સમાધિમરણ મિથ્યાત્વમોહનીય કર્મ ક્ષય થવા માટે ફેરવાશે. મિથ્યાત્વ મોહનીય એટલે વિપરીત માન્યતા. દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહબુદ્ધિ. એ માન્યતાથી નાશવંત દેહને હમેશાં રહેનાર માને છે અને મળમૂત્રથી ભરેલી એવી કાયાને સુંદર અને ભોગવવા યોગ્ય માને છે અને અરૂપી એવા આત્માને જે આ દેહથી ભિન્ન છે, “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ' છતાં તેમ માનતો નથી. એ મિથ્યાત્વમોહનીયકર્મનું બળ છે. એ મિથ્યાત્વ સર્વ કર્મોમાં મહાન અને સર્વ કર્મ ઉત્પન્ન થવાનું મૂળભૂત કારણ છે. પહેલી માળા મિથ્યાત્વ મોહનીય ક્ષય કરવા માટે ગણાશે “(૧) મિથ્યાત્વ મોહનીય– એટલે “શરીર તે જ હું એવી અનાદિની ભૂલ ચાલી આવી છે તથા શરીરના દુઃખે દુઃખી અને શરીરના સુખે સુખી એવી માન્યતા; સદેવ, સદ્ગુરુ, સદ્ ધર્મમાં રુચિ ન થવા દે; દેહને લઈને રૂપ, કુળ, આદિરૂપ પોતાનું સ્વરૂપ મનાય, પણ જ્ઞાનીએ કહ્યો છે એવો અરૂપી આત્મા દેહની ભિન્ન અને અવિનાશી છે એમ ન મનાય.” (બો.૩ પૃ.૭૩૧) બીજી માળા મિશ્રમોહનીય ક્ષય કરવા માટે ગણાશે પછી મિશ્રમોહનીયકર્મને ક્ષય કરવા માટે બીજીમાળા ગણાશે. મિશ્રમોહનીય એટલે મિશ્રભાવ. આ કર્મના પ્રભાવે જીવ સાચાને સાચું અને ખોટાને પણ સાચું માને છે. (૨) મિશ્રમોહનીય-જ્ઞાનીએ કહ્યું છે તે પણ ઠીક છે અને આપણે આજ સુધી કરતા આવીએ છીએ તે પણ ઠીક છે. સદ્ગુરુ સારા છે અને આપણા કુળગુરુ અજ્ઞાની હોય તો પણ તે સાધુ છે, આચાર્ય છે, સારા પૂજવા લાયક છે એવી માન્યતા. તે મિથ્યાત્વમોહનીય કરતાં ઓછાં ઝેરવાળી પણ સમકિત ન થવા દે તેવી છે. બીજી રીતે પણ તેનું વર્ણન ઉપદેશછાયા (પૃ.૭૦૯)માં છે– “ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં. માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે મિશ્રમોહનીય.” (બો.૩ પૃ.૭૩૧) ત્રીજી માળા સમ્યક્ત્વમોહનીય ક્ષય કરવા માટે ગણાશે પછી સમ્યત્વમોહનીય કર્મને ક્ષય કરવા માટે ત્રીજી માળા ગણાશે. સમ્યકત્વ મોહનીય એટલે જેને જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા હોય છે છતાં મનમાં કિંચિત પણ વિપરીતતા રહ્યા કરે છે તે આ પ્રમાણે (૩) સાત્વિમોહનીય–“જેને વિશેષ બોધનો યોગ પ્રાપ્ત થયો હોય છે તેને જ્ઞાનીએ કહેલી વાત માન્ય થઈ હોય છે છતાં કંઈક વિપરીતપણું અલ્પ દર્શનમોહના ઉદયે રહ્યા કરે છે જે તેને પણ ખ્યાલમાં આવવું મુશ્કેલ છે, પણ સમ્યત્વનો નાશ થતો નથી, મોક્ષ-ઉપાયમાં પ્રવર્તવા દે છે તેને સમકિતમોહનીય કહી છે. તે વખતે પોતે દેરાસર કરાવ્યું હોય ત્યાં તેને બહુ શાંતિ જણાય કે ચોવીશ તીર્થકર સમાન શુદ્ધ સ્વભાવના છતાં શાંતિનાથ, પાર્શ્વનાથ આદિમાંથી કોઈના પ્રત્યે વિશેષ રાગ અને હિતકર્તા માની તેમાં કંઈક ભેદ સમજમાં રહ્યા કરે, આદિ દોષો શ્રદ્ધામાં મલિનતા કરે છે.” (બો.૩ પૃ.૨૮૬) Page #251 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૪૭ ‘(૩) સમ્યક્ત્વમોહનીય—આત્મા આ હશે ?” તેવું જ્ઞાન થાય તે ‘સમ્યક્ત્વમોહનીય’, ‘આત્મા આ છે’ એવો નિશ્ચયભાવ તે ‘સમ્યક્ત્વ’. (બો.૩ પૃ.૭૩૧) હવે ચારિત્રમોહનીયકર્મની ૨૫ પ્રકૃતિઓ ક્ષય થવા માટે માળાઓ ગણાશે ઉપ૨ની દર્શનમોહનીયકર્મની ત્રણ પ્રકૃતિઓને બાદ કરતાં હવે ચારિત્ર-મોહનીયકર્મની ૨૫ પ્રકૃતિઓ બાકી રહી; તેમાં અનંતાનુબંધી કષાયની ૪, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની ૪, પ્રત્યાખ્યાનાવરણીય કષાયની ૪ અને સંજ્વલન કષાયની ૪ મળીને કુલ ૧૬ પ્રકૃતિ થઈ અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદની મળીને નોકષાયની કુલ ૯ પ્રકૃતિ થઈ. એ બધી નીચે પ્રમાણેના ક્રમથી ક્ષય કરવા માટે ૨૫ માળા ગણાશે. પ્રથમ અનંતાનુબંધી ચાર કષાય ક્ષય થવા માટે ચાર માળા ગણાશે અનંતાનુબંઘી કષાય– તેમાં પ્રથમ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જે અનંત સંસારને વધારનાર છે અને સમ્યક્દર્શન પ્રાપ્ત કરવામાં બાધક છે, તેને ક્ષય કરવા માટે ૪ માળા ગણાશે. એના વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે— જે કષાયભાવોથી જીવનનો અનંત સંસાર વધે તે અનંતાનુબંધી કષાય “જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં ‘અનંતાનુબંધી’ સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે તીવ્રોપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં ‘અનંતાનુબંધી’નો સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાન કે તે કષાયનો વિશેષ સંભવ છે. (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૧૩) સત્વગુરુધર્મની અવજ્ઞા, સ્ત્રી પુત્રાદિને મર્યાદા પછી ઇચ્છવા તે અનંતાનુબંધી “સદેવ, સદ્ગુરુ અને સદ્ઘર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી તેમજ અસન્દેવ, અસદ્ગુરુ તથા અસત્ ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં ‘અનંતાનુબંધી’ કષાય સંભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે તે પરિણામે પ્રવર્તતા પણ ‘અનંતાનુબંધી' હોવા યોગ્ય છે. સંક્ષેપમાં ‘અનંતાનુબંધી કષાય'ની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે.’” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૧૩) જ્ઞાની મળ્યે તે જે કરવાની ના કહે તે જ કરે તે અનંતાનુબંધી ', “સત્પુરુષો મળ્યે, જીવને તે બતાવે કે ‘તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે, તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય છે.’ આમ ઉપદેશછાયામાં પૃષ્ઠ ૭૦૯ ઉપર છે તે વાંચી સમજી લેવા ભલામણ છેજી.’’ (બો.૩ પૃ.૭૩૧) Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સમાધિમરણ ક્રોધ, માન, માયા, લોભમાંથી એક પણ હશે તો નરકે લઈ જશે ક્રોધ, માન, માયા, લોભ વગેરે થી પોતાના સ્વરૂપની ઘાત થાય છે. ક્રોધ, માન, માયા, લોભ લૂંટી જશે, માટે આપણે પણ ચેતવાનું છે કે મનુષ્યભવ લૂંટાઈ ન જાય. ક્રોધ, માન, માયા, લોભમાંથી એક પણ હશે તો નરકે લઈ જશે. સંસારમાં બેભાનપણે પ્રવર્તવા જેવું નથી.” (બો.૨ પૃ.૨૪) “અનંતાનુબંધી ક્રોધ– ક્રોધથી ભિન્ન થયેલાં મન પર્વતમાં પડેલી ફાટની સમાન એક થવા અશક્ય છે. (ધર્મામૃત પૃ.૨૪૯) અનંતાનુબંધી માન- તે પથ્થરના થાંભલા સમાન છે તે કદી નમે નહીં. અનંતાનુબંધી માયા- તે વાંસ ના મૂળ જેવી વક્ર છે તેમજ અનંતાનુબંધી લોભ- તે કીરમજીના રંગ જેવો છે. કપડું ફાટે પણ આ રંગ ફીટે નહીં. એ ચારે અનંતાનુબંધી કષાયોનું ફળ નરકગતિ છે. ચાર કષાયોને હણવા તેના પ્રતિપક્ષી ગુણની ભાવના કરવી આ ચાર અનંતાનુબંધી કષાયને ક્ષય કરવા માટે ૪ માળા ફેરવતી વખતે ક્રોધને જીતવા ક્ષમા, માનને દબાવવા વિનય, માયાને મારવા સરળતા અને લોભ કષાયને હણવા સંતોષ ભાવનો વિચાર કરવો યોગ્ય છે. આ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણીય કે પ્રત્યાખ્યાનાવરણીય અથવા સંજ્વલન કષાયોને કાઢવા માળા ગણતી વખતે આ ઉપરના જ ક્રમ પ્રમાણે ક્ષમા, વિનય, સરળતા અને સંતોષભાવનો વિચાર કરવો યોગ્ય છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૪૯ અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ક્ષય થવા માટે ચાર માળા ગણાશે અપ્રત્યાખ્યાનાવરણીય કષાય- અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લોભને હણવા ૪ માળા ગણાશે. અપ્રત્યાખ્યાનાવરણીય જોગ- ક્રોધથી ભિન્ન થયેલાં મન, પૃથ્વીની તરાડની સમાન ઘણી મુશ્કેલીથી સંધાય છે.” (ધર્મામૃત પૃ.૨૪૯) અપ્રત્યાખ્યાવરણીય માન– તે અસ્થિ એટલે હાડકા સમાન કઠણ છે. તેને વાળતા તૂટી જાય પણ વળે નહીં. અપ્રત્યાખ્યાનાવરણીય માયા– તે મેઢાના શિંગડા સમાન વક્ર છે. અપ્રત્યાખ્યાનાવરણીય લોભ- તે ગાડાના પૈડાની વચ્ચે ગ્રીઝથી યુક્ત કાળા મેલ સમાન છે. તેનો ડાઘ કાઢવો ઘણો અઘરો છે. આ ચારેય કષાયોનું ફળ તિર્યંચગતિ છે. આ અપ્રત્યાખ્યાનાવરણીય કષાય તે જીવને અલ્પ પણ વ્રત ન આવવા દે તેવો છે. આ કષાય જવાથી શ્રાવકના વ્રત આવે છે. પ્રત્યાખ્યાનવરણીય કષાય ક્ષય થવા માટે ચાર માળા ગણાશે પ્રત્યાખ્યાનાવરણીય કષાય-- હવે પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લોભનો નાશ કરવા ૪ માળા ગણાશે. “પ્રત્યાખ્યાનાવરણીય ક્રોઘ– ક્રોધથી ભિન્ન થયેલાં મન ધૂળમાં દોરેલી લીટી સમાન ઓછી મુશ્કેલીથી સંધાય છે.” (ધર્મામૃત પૃ.૨૪૯) “પ્રત્યાખ્યાનાવરણીય માન– કાષ્ઠ સમાન છે. તેને ઓછી મહેનતે દૂર કરી શકાય છે. “પ્રત્યાખ્યાનાવરણીય માયા- તે બળદના મૂત્ર સમાન વાંકી ધારવાળી છે. “પ્રત્યાખ્યાનાવરણીય લોભ- તે શરીરના મેલ સમાન છે. એ ચારેય પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભનું ફળ મનુષ્યગતિ છે. આ પ્રત્યાખ્યાનાવરણીય કષાય હોય ત્યાં સુધી સર્વ વિરતિ અથવા મુનિપણું ન આવવા દે એવો આ કષાય છે. તે દેશવિરતિ શ્રાવક હોવાથી કોઈ મંદિર તોડવા આવે તો તેનો સામનો કરે અથવા દેવગુરુધર્મની અવજ્ઞા થતી હોય તો તેને પણ દૂર કરવા પ્રયત્ન કરે. જેમ કે રાજાએ ચાલીસ ચોરોનો સામનો કરી મુનિની રક્ષા કરી પ્રત્યાખ્યાનીકષાય ઉપર ચાલીસ ચોર અને રાજાનું વ્રત- “એક જંગલમાં ૪૦ લૂંટારાઓ રહેતા હતા. તેઓ ક્રપરિણામી અને માંસાહારી હતા. જંગલમાં શિકારની શોધમાં તેઓ ફરતા હતા. એવામાં એક ધર્માત્મા–સંત તે જંગલમાંથી પસાર થતા હતા; આત્માને જાણનારા અને વીતરાગ ભાવમાં મહાલનારા તે સંત, દુષ્ટ લૂંટારાઓની નજરે પડ્યા. એટલે તેમને મારી નાખવા અને તેમનું માંસ ખાવા તે લૂંટારાઓ તેમની પાછળ પડ્યા. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સમાધિમરણ ધર્માત્મા સંત–મુનિ તો ઉપસર્ગ આવ્યો જાણીને શાંતિથી ધ્યાનમાં ઊભા રહી ગયા. લૂંટારાઓ તેમને મારવાની તૈયારીમાં હતા પણ તે જ વખતે ત્યાં એક રાજા આવી ચડ્યો; રાજા સજ્જન હતો ને બહાદુર હતો. મુનિ અને લૂંટારાઓને દેખી તે તરત પરિસ્થિતિ સમજી ગયો. દુષ્ટ લૂંટારાઓના પંજામાંથી મુનિની રક્ષા કરવા તેણે લૂંટારાઓને ઘણા સમજાવ્યા કે આ નિર્દોષ ધર્માત્માને હેરાન ન કરો. પણ માંસના લોભી લૂંટારાઓ કોઈ રીતે માન્યા નહિ, ને તેમણે તો મુનિને મારવાની તૈયારી કરી. લૂંટારાઓને મુનિને મારવાના ભાવ અને રાજાને મુનિને બચાવવાના ભાવ ત્યારે રાજાથી રહેવાયું નહીં, તેણે મુનિની રક્ષા કરવા લૂંટારાઓનો સામનો કર્યો, ચાલીસ લૂંટારાઓ પણ એક સાથે રાજા ઉપર તૂટી પડ્યા. પણ બહાદુર રાજાએ તે બધા લૂંટારાઓને મારીને મુનિની રક્ષા કરી. લૂંટારાઓ ન મુનિને - મારી શક્યા, કે ન રાજાને મારી શક્યા. હવે આપણે અહીં બે વાત વિચારવાની છે : (૧) રાજા દ્વારા તે ચાલીસ લૂંટારા હણાયા. (૨) લૂંટારાઓ વડે એક પણ માણસ મર્યો નહિ. તો હવે બેમાંથી વધારે હિંસક કોને કહીશું? રાજાને વધુ [ હસક કહીશું કે લૂંટારાઓને? 2 // D ( ચોક્કસપણે લૂંટારાઓ ને જ વધુ હિંસક કહીશું. અને રાજાને હિંસક નહીં કહીને તેના કાર્યની પ્રશંસા T કરીશું. (૧) ચાલીસ ચોરોને માર્યા છતાં રાજાની હિંસા કેમ ગણી નહીં? Page #255 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ કેમકે રાજાને ચોરોને મારવાનો ભાવ ન હતો. પણ મુનિની રક્ષા કરવાનો ભાવ હતો. જ્યારે લૂંટારાઓને મુનિને મારવાના ભાવ હોવાથી તેઓ મરીને નરકમાં ગયા. રાજાને મુનિને બચાવવાના ભાવ હોવાથી તે સ્વર્ગમાં ગયો. અને મુનિ મહાત્માને બન્ને પ્રત્યે સમભાવ હોવાથી તેઓ મોક્ષે પધાર્યા.” (જૈનધર્મની વાર્તાઓમાંથી) સંજ્વલન કષાય ક્ષય થવા માટે ચાર માળા ગણાશે સંજ્વલન કષાય-હવે સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભને ક્ષય કરવા ૪ માળા ગણાશે. “સંજ્વલન ક્રોઘ ક્રોધથી ભિન્ન થયેલાં મન પાણીમાં દોરેલી લીટી જેમ તરત મળી જાય તેમ સહેજે પાછાં એક થઈ જાય છે.’’ (ધર્મામૃત પૃ.૨૪૯) ૨૫૧ સંજ્વલન માન– તે નેતરની સોટી સમાન છે. તે વાળીએ તો તરત વળી જાય. સંજ્વલન માયા- તે ચામરના વાળની વક્રતા જેવી છે. જે વાળવાથી સહેજે વળી જાય. સંજ્વલન લોભ– તે હળદરીયા રંગ જેવો છે તેને ઊડી જતાં વાર લાગે નહીં. સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેયનું ફળ દેવગતિ છે. સંજ્વલન કષાય હોય ત્યાં સુધી સંપૂર્ણ (યથાખ્યાત) ચારિત્ર અથવા કેવળજ્ઞાન પ્રગટે નહીં. આત્મજ્ઞાની ગુરુ શિષ્યને કડવા વચનથી ઉપદેશ આપે પણ તેમના મનમાં શિષ્યના દોષો કઢાવી તેનું ભલું કરવાના ભાવ હોવાથી તે સંજ્વલન કષાય છે. નવ નોકષાય ક્ષય થવા માટે નવ માળા ગણાશે નવ નોકષાય-એ નવ નોકષાય, તે કષાયભાવ ઉત્પન્ન થવાના કારણો છે. હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ નવ નોકષાય ક્ષય કરવા માટે અનુક્રમે નવ માળા ફેરવાશે. તે માળાઓ ફેરવતી વખતે દરેકના પ્રતિપક્ષી ગુણની ભાવના કરવી. જેમકે હાસ્ય નોકષાય ક્ષય થવા માટે માળા ફેરવતી વખતે મને ગંભીરતાનો ગુણ પ્રાપ્ત થાઓ એ ભાવનાથી ફેરવવી. એમ દરેક માળા ફેરવતી વખતે કયો ગુણ પ્રગટાવવો છે તેનો લક્ષ રાખી માળાઓ ફેરવવી. હાસ્ય એ મોહિની છે અને મોહભાવ અનેક ઉપદ્રવોનું કારણ બને છે. જેમકે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સમાધિમરણ (૧) હાસ્ય- નોકષાય છે. કષાય ઉત્પન્ન થવાનું કારણ છે. જેના ઉદયથી હસવું આવે. ૧. દ્રોપદીનું હૃષ્ટાંત- હસ્તિનાપુરમાં પાંડવોએ પોતાના મહેલમાં એવી રચના કરી હતી કે જ્યાં પાણી હોય ત્યાં જમીન દેખાય અને જ્યાં જમીન હોય ત્યાં પાણી દેખાય. દુર્યોધન હસ્તિનાપુર આવ્યો ત્યારે જ્યાં જમીન હતી ત્યાં કપડાં ઉંચા લીધા અને જ્યાં પાણી હતું ત્યાં એમને એમ ચાલ્યો, તેથી કપડાં પલળી ગયા. તે જોઈ દ્રોપદીએ મહેલ ઉપરથી દુર્યોધનને ઉદ્દેશીને હાસ્યમાં કહ્યું કે આંધળાના પુત્રો આંધળા. બાપ આંધળા અને બેટા પણ આંધળા. તેનું પરિણામ શું આવ્યું? આખું મહાભારતનું યુદ્ધ રચાયું અને હજારો માણસોની હત્યા થઈ. તેથી ગંભીરતા ગુણ મેળવવા આ માળા ગણું છું. હાસ્યનો વિપરીત ગુણ ગંભીરતા છે. સત્પરુષો સાગર જેવા ગંભીર હોય છે. જે માણસ ગંભીર હોય તેને લોકો પણ વખાણે છે. કારણ કે એ મોટો ગુણ છે. હાસ્ય ઉપર બીજાં દ્રષ્ટાંત છે તે નીચે મુજબ છે – Page #257 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૫૩ ગુણસેન, અશિર્માને રંજાડે તેથી કંટાળીને તાપસી દીક્ષા લીધી ૨. ગુણસેનકુમાર અને અગ્નિશર્માનું દૃષ્ટાંત-ગુણસેનકુમાર રાજાનો પુત્ર હતો અને અગ્નિશર્મા પુરોહિત પુત્ર હતો. તે પૂર્વના અશુભ કર્મના ઉદયથી કદરૂપો હતો. પેટ મોટું તેથી રાજકુમારને તેની મશ્કરી કરવી બહુ ગમતી. તેને રોજ બોલાવે અને બધા છોકરા ભેગા થઈ તેને ગધેડા ઉપર બેસાડે. તેના માથા ઉપર સુપડાનું છત્ર કરી તેનું હાસ્ય કરતા હતા. તેથી અગ્નિશર્માને મનમાં બહુ દુઃખ થતું; પણ રાજાનો પુત્ર તેથી તે કંઈ કરી શકતો નહીં અંતે રાજપુત્રથી કંટાળીને તેણે તાપસી દીક્ષા લીધી. તાપસી દીક્ષામાં પણ હેરાન કરે માટે ભવોભવ એને મારનારો થાઉં ગુણસેન રાજા થયો. યોગાનુયોગે તે તાપસોના આશ્રમમાં ગયો. ત્યાં અગ્નિશર્મા મહિના મહિનાના ઉપવાસ કરતો હતો. રાજાએ તેને પારણા કરવા માટે પોતાને ઘેર આવવા આમંત્રણ આપ્યું. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સમાધિમરણ મહિનાના અંતે અગ્નિશર્મા રાજાને ત્યાં પારણાં માટે ગયો, પણ રાજાનું માથું દુઃખવા આવેલું હોવાથી ઘરમાં બધા માણસો તેની સેવામાં રોકાયેલા હતા. તેથી તાપસને કોઈએ આવકાર આપ્યો નહીં. જેથી પાછો આશ્રમ માં આવી બીજા મહિનાના ઉપવાસના પચ્ચખાણ લીધા. હવે બીજીવાર પુત્રનો જન્મ, ત્રીજી વાર બીજો રાજા ચઢાઈ કરી આવ્યો તેના વિચાર માં રાજાએ ત્રણવાર પારણા માટે આમં ત્રણ આપ્યું પણ કંઈને કંઈ કારણ બનવાથી તે તાપસ ને પારણું કરાવી શક્યો નહીં. Page #259 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૫૫ તેથી અગ્નિશર્મા તાપસને બહુ ક્રોધ આવ્યો કે હું ઘરમાં હતો ત્યારે પણ મને આ હેરાન કરતો હતો. અને હવે તાપસ થયો તો પણ એ મને હેરાન કરે છે. માટે ભવોભવ તેને હું મારનારો થાઉં. નવ ભવ સુધી અગ્નિશર્માના જીવે સ્ત્રીરૂપે, પુત્રરૂપે, માતારૂપે, ભાઈરૂપે થઈને વેર લીધું. આમ હાસ્યમાં મશ્કરી કરવાથી કેવા દુઃખ જીવને ભોગવવા પડે છે તેનું આ દ્રષ્ટાંત છે. ગુણસેનનો જીવ અંતે સમરાદિત્ય કેવળી બનીને મોક્ષે જાય છે. (સમરાદિત્ય કેવળી ચરિત્રમાંથી) હાસ્યના ફળમાં શિયાળણીએ બીજા ભવમાં વેર લીધું ૩. એક રાજકુમારનું દૃષ્ટાંત- એક રાજકુમાર હતો. તેણે રાતના એક શિયાળણીનો અવાજ સાંભળ્યો. તે એને બહુ ગમ્યો. સૈનિકોને મોકલી તે શિયાળણીને પકડી મંગાવી. પછી રાજકુમાર તેને મારે ત્યારે તે ખી ખી અવાજ કરે. તે સાંભળીને રાજકુમાર હસે અને તાલીઓ પાડી આનંદ માણે. એમ કરતા તે બિચારી મરી ગઈ. અકામ નિર્જરા થવાથી તે વ્યંતરી થઈ. રાજકુમાર પછી રાજા થયો. અને અંતે ' વૈરાગ્ય પામી દીક્ષા લઈને શું ધ્યાનમાં ઊભા હતા. ત્યારે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય આવ્યો. તે વ્યંતરી શિયાળણીનું રૂપ કરીને ખી ખી શબ્દ કરતી તેને ખાવા લાગી. પણ મુનિ સમતા રાખીને બધું સહન કરી ઉત્તમ ગતિને પામ્યા. આમ હાસ્યના ફળમાં કેવું દુઃખ ભોગવવું પડ્યું. માટે ગંભીર થવાનો અભ્યાસ કરવો યોગ્ય છે. (૨) રતિ - એટલે રાગ, પ્રેમ, પ્રીતિ= ગમવાપણું. આપણો અનંતો પ્રેમ સંસારમાં પડ્યો છે. તેને ત્યાંથી ઉઠાવી સપુરુષ ઉપર લગાવે તો રાગ નામનો મોટો દોષ ક્ષય થાય. રાગનો પ્રતિપક્ષી ગુણ વૈરાગ્ય છે. તે લાવવા આ માળા ફેરવું છું. પરમકૃપાળુદેવ “વચનામૃત” પાન ૧૫૬ ઉપર જણાવે છે કેરાગ કરવો નહીં, કરવો તો સત્પરુષ પર કરવો.” મોહના કારણે એમ થાય કે એના વિના એક પળ પણ ન જીવી શકું પરમકૃપાળુદેવ પત્રાંક ૧૨૮માં રાગ વિષે જણાવે છે–“વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું, એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સમાધિમરણ અર્થાત્ જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.” કોઈના મરી જવાથી કોઈ મરતું નથી' પુરુષ એમ ઇચ્છે કે મારી સ્ત્રી પહેલાં હું મરી જઉં તો સારું. સ્ત્રી એમ ઇચ્છે કે હું પહેલાં મરું તો સારું. એમ મોહને લઈને થાય છે. એના વિના હું નહીં જ જીવી શકું એમ માને, પણ કોઈના મરી જવાથી કોઈ મરતું નથી. મોહનો કેવો પ્રભાવ છે! મોહ કેવો ખરાબ છે! તેમ છતાં જીવ ત્યાંને ત્યાં માથાં મારે છે. એમ લાગે છે કે એના વિના મારાથી જિવાશે નહીં. એવું મોહને લઈને લાગે છે, પણ મરી ગયા પછી બીજી પરણે છે. એ બધું કલ્પિત છે. કૃપાળુદેવ કહે છે કે હવે જ્ઞાન થયું ત્યારે લાગ્યું કે આ કલ્પિત હતું. કેટલી વાર દુઃખ ભોગવ્યાં છે, છતાં તેનું તે જ કરે છે. જીવે કોઈ કાળે હવે એમાં જવા જેવું નથી.” (બો.૨ પૃ.૨૪) નેમિનાથે રાગ છોડ્યો તો રાજુલનો પણ રાગ ગયો ૧. શ્રી નેમિનાથ અને રાજુલનું દૃષ્ટાંત-નેમિનાથ ભગવાન અને રાજુલને નવ ભવ સુધી રાગના સંસ્કાર ચાલ્યા. આ ભવમાં શ્રી નેમિનાથના લગ્નનો વરઘોડો રાજુલના મહેલના તોરણ સુધી જઈને પશુઓના બંધન જોઈ તેઓ વૈરાગ્ય પામી પાછા ફર્યા. અને આ ભવમાં રાગબંધનનો તેમણે અંત આણ્યો. ' |||IIIBIRD.E Page #261 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૫૭ | નેમિનાથનો આવો વૈરાગ્ય જોઈને રાજુલ સતીએ પણ આ ભવમાં રાગબંધનનો નાશ કરી મોક્ષે પધાર્યા. રાગથી પોતાની પુત્રીના પેટે જ અવતરવું પડ્યું ૨. માણેકજી શેઠનું દ્રષ્ટાંત- માણેકજી શેઠ પૂર્વભવમાં ત્રિકમજી શેઠ હતા. તેમને એક જ દિકરી ખેતબાઈ હતી. તેમાં તેમને ઘણો રાગ હતો. તેના કારણે પોતાની દિકરીના પેટે જ અવતરવું પડ્યું. રાગનો પ્રતિપક્ષી વૈરાગ્ય છે. તે લાવવા માટે આ માળા ફેરવું છું. રાગ છે તે આગ જેવો છે. તે આપણા આત્માને બાળે છે. જ્યારે વીતરાગતામાં શાંતિ છે. કરેલ રાગનું ભાન આવવાથી પશ્ચાત્તાપ કર્યો ૩. શ્રી રત્નાકરસૂરિનું દૃષ્ટાંત-શ્રી રત્નાકરસૂરિને રત્નોમાં રાગ થયો. રાજા તેમની વિકતા જોઈ રત્નો આપતા. તે બધાં સંગ્રહ કરી રાખ્યા હતા. પાલખીમાં બેસી રાજસભામાં જતા કુંડલીયા શ્રાવકે તેમને જોયા. એમને ઠેકાણે લાવવા માટે છ મહિના સુધી એક ગાથાનો અર્થ પૂછી છેવટે શ્રાવકે સૂરિનો રત્નો પ્રત્યેનો મોહ છોડાવી વૈરાગ્ય પમાડ્યો. ત્યાંથી સૂરિ વિહાર કરી બીજે સ્થાને પધાર્યા. પછી શ્રી રત્નાકરસૂરિએ પોતાના દોષો જોઈ પશ્ચાત્તાપ માટે “રત્નાકર પચ્ચીસી' લખી છે. તેમાં જણાવે Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સમાધિમરણ મેં ભોગ સારા ચિંતવ્યા, પણ રોગ સમ ચિંત્યા નહીં, આગમન ઇચ્છયું ધનતણું પણ મરણને પ્રોડ્યું નહીં; નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ, મધુ બિન્દુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયો.” પરસ્ત્રીમાં રાગ કરશો નહીં, કરે તેને પોતાનો ગુલામ બનાવે ૪. મુંજરાજાનું દૃષ્ટાંત મુંજ રાજા તૈલંગ દેશના રાજા સાથે યુદ્ધ કરવા ગયો. તેલંગ દેશના રાજાએ તેને જીતી લઈ કારાગૃહમાં નાખ્યો. ત્યાં મૃણાલવતી તે રાજાની બહેન હતી, તે મુંજરાજા પાસે જતી. તેના રાગમાં તે રાજા પડી ગયો. ાિ ij છે ભોજરાજાએ મુંજરાજાને છોડાવવા માટે કારાગૃહ સુધી સુરંગ કરાવી પોતાના મકાને સુરંગ દ્વારા આવવા જણાવ્યું. ત્યારે મુંજરાજાએ તે મૃણાલવતીને કહ્યું કે તું મારી સાથે ચાલ. તે કહે વિચાર કરીને કહીશ. પછી એણે વિચાર્યું કે ત્યાં જઈને મને છોડી દેશે એના કરતાં એ અહીં રહે તે જ સારું. એમ વિચારી ગુપ્ત રીતે પોતાના ભાઈને સમાચાર આપ્યા કે આ મુંજરાજા સુરંગ દ્વારા પોતાના દેશમાં ચાલ્યો જાય છે. તે જાણી તૈલંગ રાજાએ તેને શહેરમાં ઘર ઘર ભીખ મંગાવવા Page #263 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૫૯ માંડી. ત્યારે મુંજરાજા કહેતો ફરે છે કે સ્ત્રીમાં કોઈ રાગ કરશો નહીં. મેં સ્ત્રીમાં રાગ કર્યો તેથી મને વાંદરાની જેમ આ ઘર ઘર નચાવે છે. રાગના સંસ્કાર કેવા ભયંકર છે કે તે ભલભલાને ભુલાવે અને મરણ પણ કરાવે. મોહ જીવને મરણ કરાવે છે ૫. શ્રી રામ અને લક્ષ્મણનું દ્રષ્ટાંત-“શ્રી રામચંદ્ર અને લક્ષ્મણ બન્ને ભાઈ બળદેવ અને વાસુદેવ હતા. બન્નેને પરસ્પર અપાર સ્નેહ હતો. એક વાર ઇન્દ્રસભામાં તે બન્નેના પરસ્પર સ્નેહની પ્રશંસા થતાં બે દેવો તેની પરીક્ષા કરવા આવ્યા અને લક્ષ્મણના મહેલની આસપાસ રામચંદ્રના મરણનું કૃત્રિમ વાતાવરણ ઊભું કરી લક્ષ્મણને કહ્યું કે શ્રી રામ સ્વર્ગવાસ પામ્યા” એ શબ્દો કાને પડતા જ “હા! રા...મ! કહેતાં જ લક્ષ્મણ ત્યાંને ત્યાં સિંહાસન ઉપર જ ઢળી પડ્યા અને મરણ પામ્યા. જુઓ આ સંસારની વિચિત્રતા! હજી શ્રી રામ તો જીવિત હતા છતાં તેના મરણની વાત સાંભળતા જ તીવ્ર સ્નેહને લીધે લક્ષ્મણ મૃત્યુ પામ્યા. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સમાધિમરણ શ્રી રામ લક્ષ્મણને ખભે ઉપાડીને ફરે છે લક્ષ્મણના સ્વર્ગવાસ પછી જ્યારે શ્રી રામ તે વાત સાંભળે છે ત્યારે તરત જ ત્યાં આવે છે અને લક્ષ્મણના મૃત દેહને નિહાળી જાણે કે તે જીવતા જ હોય એમ માનીને તેની સાથે વાતચીત કરે છે. સ્નેહીજનો ઘણા ઘણા પ્રકારે લક્ષ્મણના દેહનો અગ્નિસંસ્કાર કરવા માટે સમજાવે છે પણ શ્રી રામ કોઈની વાત સાંભળતા નથી અને લક્ષ્મણના મૃત શરીરને ખભે ઉપાડી સાથે ને સાથે ફેરવે છે. તેને ખવરાવવાની, નવરાવવાની, સુવડાવવાની ને બોલાવવાની અનેક ચેષ્ટાઓ કરે છે. જો કે શ્રી રામને આત્માનું ભાન છે પણ ચારિત્રમોહને લીધે આ બધી ચેષ્ટાઓ થાય છે. એ રીતે ચેષ્ટાઓ કરતાં દિવસોના દિવસો વીતી ગયા. શ્રી રામનું આવું સ્વરૂપ જોઈ લવ અને કુશ વૈરાગ્ય પામ્યા પોતાના કાકાનું મૃત્યુ ને પિતાની આવી દશા નિહાળીને શ્રી રામચંદ્રજીના પુત્રો લવ અને કુશ બન્નેને સંસારથી વૈરાગ્ય થયો. બન્ને રાજકુમારો નાની ઉંમરના હોવા છતાં પણ આત્મતત્ત્વને જાણનારા છે અને મહાવૈરાગ્યવાન છે. અરે, સંસારની આવી સ્થિતિ! ત્રણ ખંડના ધણીની આવી દશા!! એમ વિચારી વૈરાગ્યથી બન્ને કુમારો દીક્ષા લેવા તૈયાર થયા. પિતા શ્રી રામ પાસે રજા માગવા આવ્યા. શ્રી રામના ખભે લક્ષ્મણનો દેહ પડ્યો છે ને બન્ને રાજકુમારોએ આવી અતિ વિનયપૂર્વક હાથ જોડીને વૈરાગ્યભરેલી વાણીથી રજા માંગી. હે પિતાજી! આ ક્ષણભંગુર અસાર સંસારને છોડી Page #265 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૬૧ હવે અમે દીક્ષા લેવા માગીએ છીએ.આમ કહીને જેમના રોમે રોમે પ્રદેશ પ્રદેશે વૈરાગ્યની ધારા ઉલ્લસી રહી છે એવા તે બન્ને રાજકુમારો મુનિદીક્ષા લેવા માટે રામચંદ્રજીને નમન કરી વનમાં ચાલ્યા ગયા. બન્ને કુમારો આરાધના કરીને પાવાગઢથી મુક્તિને પામ્યા.” (અખંડ આરાધનામાંથી) (૩) અરતિ-–જેના ઉદયથી અણગમતી વસ્તુઓમાં ખેદ થાય, અણગમો થાય અથવા દેષ થાય. દ્વેષનો પ્રતિપક્ષી ગુણ સમભાવ છે. એ મેળવવા માટે આ માળા ગણું છું. કોઈના પ્રત્યે દ્વેષ કરીશ તો મને કર્મ બંધાશે માટે સમભાવ રાખવાનો અભ્યાસ કરું. પરમકૃપાળુદેવે વચનામૃત પાન ૧૫૬ ઉપર કહ્યું છે કે‘ષ કરવો નહીં, કરવો તો કુશલ પર કરવો.' પત્રાંક ૧૨૮ માં પરમકૃપાળુદેવ દ્વેષના ફળ જણાવે છે કે એનું મોટું હું નહીં જોઉં તેને જ ઘેર શ્રેષથી જન્મવું પડ્યું “વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉ, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત્ એવા ષથી એવા રૂપે જન્મવું પડ્યું.” શ્રેષના સંસ્કાર પરભવમાં પણ સાથે જાય છે. ૧. એક ખેડૂતનું દૃષ્ટાંત-દ્વેષના સંસ્કાર કેવા કામ કરે છે તે જણાવે છે – મહાવીર ભગવાન જ્યારે ત્રિપુષ્ટ વાસુદેવ હતા ત્યારે તે ભવમાં તેમણે સિંહને માર્યો. તેના પ્રાણ જતી વખતે bશૌતમસ્વામીનો જીવ તે વખતે તેમનો સારથિ હતો તેણે સિંહ પાસે જઈને કહ્યું હે સિંહરાજ! તને મારનાર સામાન્ય મનુષ્ય નથી, તે નૃસિંહ છે. તે સાંભળી તેના પ્રાણ ગયા. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સમાધિમરણ ત્રિપુષ્ટ વાસુદેવનો જીવ જ્યારે ભગવાન મહાવીર સ્વામી થયા, ત્યારે તે સિંહનો જીવ ખેડૂત થયો. ભગવાને ગૌતમસ્વામીને મોકલીને તે ખેડૂતને પ્રતિબોધ પમાડી દીક્ષા અપાવી. ગૌતમસ્વામી તેને ભગવાન પાસે લઈ આવ્યા. પણ પૂર્વભવના શ્રેષના સંસ્કાર હોવાથી ભગવાનને જોતાં જ તે ગૌતમસ્વામી પ્રત્યે બોલી ઊઠ્યો કે આવા ગુરુ મારે નહીં જોઈએ. એમ કહી દીક્ષા છોડીને ચાલ્યો ગયો. છતાં ' ભગવાને ગૌતમ સ્વામી દ્વારા તેમાં સમતિનું બીજારોપણ કરાવી દીધું. પૂર્વભવના વેરના કારણે આ ભવમાં ખીલા ઠોક્યા ૨. ત્રિપુષ્ટ વાસુદેવનું – ઉષ્ણત - મહાવીર ભગવાન જ્યારે ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં હતા ત્યારે ત્રિપુષ્ટ રાજાએ શય્યાપાળકને પોતે ઉંઘી ગયા પછી સંગીત બંધ કરવાની આજ્ઞા કરી; પણ શય્યાપાલકને સંગીતમાં રસ પડવાથી બંધ કરાવ્યું નહીં. ત્રિપુષ્ટ રાજા જ્યારે ઉઠ્યા ત્યારે સંગીત ચાલુ હતું તે જોઈ રાજા કહે તને સંગીત બહુ પ્રિય છે? એમ કહી તેના કાનમાં ગરમાગરમ શીશુ રેડાવ્યું. તે કર્મનો ઉદય ભગવાન Page #267 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૬૩ મહાવીરના ભવમાં આવ્યો ત્યારે રચ્યાપાલકના જીવે ભગવાનના કાનમાં ખીલા ઠોક્યા. દ્વેષના ભાવથી આ ભવમાં લડ્યા અને પરભવમાં પણ લડે છે ૩. બે ભાઈનું દ્રષ્ટાંત- બે ભાઈ કમાવા ગયા. ત્યાં એક ભાઈએ બહુ કિંમતી હીરો લીધો. બીજો ભાઈ કહે મારે પણ આ જ જોઈએ. રસ્તામાં બે જણા તળાવના કાંઠા ઉપર લડાઈ કરવા લાગ્યા. લડાઈ કરતા બન્ને જણ તળાવમાં પડી ગયા. ત્યાં પથ્થર વાગવાથી બન્ને મરી ગયા, અને કૂકડા થયા. ત્યાં પણ દ્રષના પરિણામથી લડવા લાગ્યા. * સી એવું દ્વેષનું સ્વરૂપ છે. એમ જાણી અરતિનો પ્રતિપક્ષી ગુણ સમભાવ છે. તે રાખવાની શક્તિ મેળવવા માટે આ માળા ફેરવું છું. | અરતિ એટલે અણગમો અથવા ઠેષભાવ. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સમાધિમરણ દ્વેષભાવના સંસ્કાર પણ ભવોભવ ચાલે ૪. સુંદર શેઠ અને તેના પુત્રનું દૃષ્ટાંત– સુસમાપુરમાં ચંદ્રરાજાની રાજધાનીમાં એક સુંદરશેઠ નામનો વણિક રહેતો હતો. તેને સુરપ્રિય નામનો એક પુત્ર હતો. પણ પૂર્વના સંસ્કાર પિતાના હૃદયને બાળનાર હતો. એકવાર પિતાએ કહ્યું ચાલો પરદેશ કમાવા જઈએ. નગર બહાર આવતાં વડ નીચે આંકડાનું ઝાડ જોઈ પિતા બોલ્યો-પુત્ર! આ આકડાના મૂળમાં કોઈએ ધન aઈ દાટેલું લાગે છે. છે! પુત્રે કહ્યું તો કાઢી લઈએ. પિતા કહે સારો દિવસ જોઈ કાઢીશું. રાત્રે પિતાને વિચાર આવ્યો કે આ ધન પુત્ર લઈ લેશે અને ઉડાડી દેશે. તેથી રાત્રે ત્યાં જઈ ધન કાઢી બીજી જગ્યાએ દાટી ઘરે આવી સુઈ ગયો. પુત્રને વિચાર આવ્યો કે પિતા સુતા છે ત્યાં સુધી હું જઈ તે ધનને કાઢી લઉં. ત્યાં જઈ જોયું તો કંઈ મળ્યું નહીં. તેથી પિતા પાસે આવી કહ્યું – તમે જ ધન લઈ ગયા છો. તે ધન બતાવો નહીં તો મારી નાખીશ. પિતા કહે તું લઈ ગયો છે. એમ રકઝકમાં પુત્રે પિતાને મારી નાખ્યો. પછી પસ્તાવો થયો કે બાપને ગુમાવ્યા અને ધન પણ ગુમાવ્યું. Page #269 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ હવે સુંદર શેઠ મરી જ્યાં ધન દાટ્યું હતું ત્યાં જ ધનની આસક્તિને લીધે ઘો થઈ મોઢામાં રત્ન માળા રાખી તે એક વાર બેઠી હતી. તેને જોઈ તેના જ પુત્ર સુરપ્રિયે તેને મારીને તે રત્નમાળા લઈ ઘર તરફ ચાલ્યો. ૨૬૫ રસ્તામાં જ્ઞાનીપુરુષનો યોગ થયો રસ્તામાં મુનિ મહાત્માને જોઈ તે બોલ્યો કે હું પૂછું તેના જવાબ આપ, નહીં તો તારી બુરી દશા થશે. ત્યારે તે અવધિજ્ઞાની મુનિ બોલ્યા—હે સુરપ્રિય ! તારા બાપને તેં માર્યો તે હું જાણું છું અને તારો પૂર્વભવ પણ જાણું છું. તે સાંભળી સુરપ્રિય તેના પગમાં પડ્યો. અને મારો પૂર્વભવ શું છે તે કૃપા કરી જણાવો. મુનિ મહાત્મા કહે—સાંભળ. વિધ્યાંચળ પર્વતની અટવીમાં એક મદઝરતો હાથીઓનો પતિ રહેતો હતો. તે ઘણો જુલ્મી હતો. તેને એક દિવસ સિંહે પકડ્યો અને મારી નાખ્યો. તે સિંહને અષ્ટાપદે મારી નાખ્યો. તે સિંહ મરીને પહેલી નરકે ગયો. નરકમાંથી નીકળી આ નગરમાં તારો પિતા સુંદર નામે થયો. તું પૂર્વભવમાં હાથી હતો. તને તારા પિતાના જીવ સિંહે પૂર્વભવમાં માર્યો માટે આ ભવમાં તેં તારા પિતા સુંદરશેઠને માર્યો અને તારો પિતા ધનની આસક્તિથી ઘો થઈ ધન ટેલી જગ્યા ઉપર રત્નમાળા સાથે બેઠો હતો, તેને જોઈ મેં મારી નાખી. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સમાધિમરણ પ્રથમ જેણે તે ધન દાટ્યું હતું, તેનો માલિક સાપ થઈને તે ધન ઉપર દર કરીને રહ્યો. ત્યાંથી મરી આકડાનું ઝાડ થઈ તે ધન દાટેલી જમીન ઉપર જ ઊગ્યો. આ બધું સાંભળી સુરપ્રિયને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પાપથી છૂટવા હવે હું આત્મહત્યા મુનિ ભગવંતે કહ્યું—આત્મહત્યા કરવાથી પાપથી છૂટાય નહીં પણ અધિક પાપ થાય છે. ક્રોધ ને માયા પર વિજય મેળવીને હવે સંવર અને સંવેગ રસમાં ઝીલી સુગતિને પ્રાપ્ત કર.” મુનિરાજની આ વાણી સુરપ્રિયના હૃદયમાં ઊતરી ગઈ. જ્યાં ધન દાટેલું હતું ત્યાંથી બધું ધન કાઢી તેનું દાન કરી, રત્નમાળા રાજાને આપી પોતે દીક્ષા લઈ લીધી. શ્રેષથી નવા નવા ભવ ઘરી એકબીજાને મારવાના ભાવ સુરપ્રિયમુનિ વિહાર કરતા કરતા સુસમાપુરમાં આવ્યા. સુંદરશેઠનો જીવ ઘો મરીને હવે સિંચાણો પક્ષી થયો હતો. મુનિ પ્રત્યેના દ્વેષથી તેણે, રાજાની રાણીએ રત્નમાળા કાઢીને મુકી હતી તે લઈ મુનિ આગળ જઈને નાખી. રાજાએ તપાસ કરાવતાં મુનિ આગળથી રત્નમાળા મળી. રાજાએ કહ્યું : મુનિને ફાંસીએ ચઢાવો. ફાંસીએ ચઢાવ્યા પછી દોરી ખેંચવા લાગ્યા કે દોરી તુટી ગઈ અને ફાંસી તુટીને સિંહાસન બની ગયું. મુનિરાજ તો ધ્યાનાવસ્થામાં જ રહ્યાં હતા. તેના પરિણામે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. દેવોએ સુવર્ણનું કમળ રચ્યું. રાજા વગેરે બધા દર્શન કરવા આવ્યા. રાજાએ મુનિની ક્ષમા માગી. સામે બેઠેલો સિંચાણો પક્ષી મુનિ પ્રત્યે દ્વેષ ભાવ રાખતો હતો તેને ઉદ્દેશીને કેવળી ભગવંત બોલ્યા–તારા ઘણા દુષ્કર્મો નાશ પામી ગયા છે. તે સાંભળી સિંચાણો પણ જાતિસ્મરણજ્ઞાન પામ્યો. આવા દ્વેષથી ભવોભવ એક બીજાને મારે અને દુર્ગતિમાં જાય છે. માટે કોઈ પ્રત્યે દ્વેષ કરવો નહીં. Page #271 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૫. શ્રી પાર્શ્વનાથ અને કમઠનું દૃષ્ટાંત શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે કમઠે દેશ ભવ સુધી વેર લીધું. દસમા ભવમાં દ્વેષથી પ્રભુ ઉપર ખુબ જળ વરસાવી તેમને ડુબાડવાનો પ્રયત્ન કર્યો; પણ ધરણેન્દ્રનું આસન કંપાયમાન થવાથી ત્યાં આવી ધરણેન્દ્ર પદ્માવતીએ તેમને ઉપર ઉઠાવી લીધા અને પ્રભુના શિર ઉપર છત્રરૂપે નાગની ફણાઓ કરી. તેથી કમઠનો જીવ જે સંવર નામે દેવ હતો તે ધરણેન્દ્ર ની દૃષ્ટિ પડતા જ ત્યાંથી ડરીને ભાગી ગયો. -1{{Ñ AN ૨૬૭ કોઈ પ્રત્યે દ્વેષ રાખે તો તેના જ ઘેર જન્મે “દ્વેષ થાય ત્યારે થાય છે કે આનું મોઢું પણ ન જોઉં, સંબંધ ન રાખું; પણ પાછું જીવને ત્યાં જ જન્મવું પડે છે. પ્રભુશ્રીજી એક દૃષ્ટાંત આપતા કે એક મુનિ ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે ગયા, વખતે ગૃહસ્થ અને તેની સ્ત્રી પોતાના છોકરાને રમાડતા હતા તે જોઈ મુનિ હસ્યા. ગૃહસ્થે પૂછ્યું કેમ હસ્યા ? મુનિએ કહ્યું, “તમને ખોટું ન લાગે તો કહું. તમારી સ્ત્રીથી જે પુરુષ ક્રીડા કરતો હતો તેને તમે માર્યો હતો, તે જ મરીને આ તમારો છોકરો થયો છે.’' (બો.૨ પૃ.૨૪) Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સમાધિમરણ આત્માને કદી મરણ છે જ નહીં એમ માની સદા નિર્ભય રહું (૪) ભય-જે કર્મના ઉદયથી અમુક સ્થાનો કે પદાર્થ દેખી ભય લાગે તે ભયસંજ્ઞા. કોઈ પણ પ્રાણી પ્રત્યે આપણા વતી ભય લાગે નહીં એમ વર્તવા જણાવ્યું. નહીં તો બીજા ભવમાં તે ડરપોક થાય. માટે ભયસંજ્ઞાને નિવારી નિડર થવા માટે આ માળા ગણું છું, એમ ભાવના ભાવવી. આત્મા અજર અમર અવિનાશી છે એમ જાણી નિર્ભય રહું. તેના માટે ભયભંજન એવા ભગવાનને સંભારી નિર્ભય રહું. “ધર્મ ધરણ તારણતરણ, શરણચરણ સન્માન; વિજ્ઞહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૨) ૧. પ. પૂ. પ્રભુશ્રીજીનું હૃત-પ.પૂ.પ્રભુશ્રીજી ગિરનાર પર્વત ઉપરની ગુફામાં શ્રી મોહનલાલજી મહારાજ સાથે નિર્ભયપણે ત્રણ દિવસ રહ્યાં હતા. ત્યાં રાત્રે વ્યંતરો વગેરે દેવોએ વિજળીના ચમકારા સાથે અનેક ઉપસર્ગો કર્યા છતાં પોતે નિડર રહી ત્યાં જ રહ્યા. ૨. કામદેવ શ્રાવકનું ઉષ્ણત-કામદેવ શ્રાવક નિર્ભયપણે રાત્રે સ્મશાનમાં ધ્યાન ધરતા. તે વખતે દેવે તેમને ચલાયમાન કરવા આખી રાત ઉપસર્ગ કર્યા છતાં તે નિર્ભય રહ્યા. તેથી દેવે પ્રગટ થઈ તેમની માફી માગી. તેમનું દ્રષ્ટાંત ભગવાન મહાવીર સાધુ સાધ્વીઓને આપતા હતા. Page #273 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૬૯ 3. અજુનમાળીનું દૃષ્ટાંત- અર્જુનમાળી ૬ જણને રોજ મારતો હતો. કારણકે તેના શારીરમાં યક્ષે પ્રવેશ કર્યો હતો. ૬ જણને માર્યા પછી એ દિશા તરફ લોકો જતા હતા. એ દિશા તરફ જ ભગવાન મહાવીર પધાર્યા. શેઠપુત્ર સુદર્શને વિચાર્યું કે મારે તો ભગવાનના દર્શન કર્યા વગર આહારપાણી લેવા નથી. તેથી તે ભગવાનના દર્શન કરવા માટે ઘરથી રવાના થયો. ઘરના બધાએ ના પાડી છતાં પણ શેઠપુત્ર ભગવાનના દર્શન કરવા ગયો. રસ્તામાં અર્જુન માળી મારવા માટે આવ્યો પણ એ તો નિર્ભય રહ્યો અને સાગાર અનશન લઈને ત્યાંજ ધ્યાનમાં ઊભો રહી ગયો. યક્ષ પણ ધ્યાનના પ્રભાવે અર્જુન માળીમાંથી નાસી ગયો. એમ મરણના કે રોગના કે કોઈ દુઃખના પ્રસંગે પણ હું નિર્ભય રહું, એ ગુણ મેળવવા માટે આ માળા ફેરવું છું એમ ભાવના કરવી. (૫) શોક-જેના ઉદયથી ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ થાય છે ત્યારે જીવને શોક થાય છે, અફસોસ થાય છે. એનાથી નવીન કર્મનો બંધ થાય છે. શોક એ આર્તધ્યાન છે. એનાથી તિર્યંચગતિમાં જવું પડે છે. એમ વિચારી શોકરહિત થવા અથવા શાંતભાવમાં રહેવા માટે આ માળા ફેરવું છું. ૧. સુકૌશલકુમારની માતાનું દૃષ્ટાંત-સુકૌશલકુમારે દીક્ષા લીધી. તેથી તેની માતા અત્યંત શોકાતુર થઈ મહેલ ઉપરથી પડતું મૂક્યું. આમ આર્તધ્યાનથી મરણ કરીને તે વાઘણ થઈ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સમાધિમરણ છે માટે અશોક દશા પ્રાપ્ત કરવા આ માળા ફેરવું છું. ૨. એક શેઠનું દૃષ્ટાંતશેઠ અપાસરામાં મોડા આવ્યા ત્યારે એક જણે પૂછ્યું કે કેમ આજે મોડું થયું? ત્યારે શેઠે કહ્યું કે ઘરના મહેમાનને વળાવવા ગયો હતો. પોતાનો જ પુત્ર મરી ગયો હતો છતાં તેને મહેમાન સમજી શોક ન કર્યો. પણ શાંતિ રાખી. (૬) જુગુપ્સા-જેના ઉદયથી દુર્ગધવાળા પદાર્થો દેખી ધૃણા થાય; તિરસ્કાર થાય છે. એવી ધૃણા અથવા વિચિકિત્સા મને થાય નહીં, તેના માટે આ માળા ફેરવું છું. ૧. પ્રભાવતી રાણીનું દૃષ્ટાંત-પ્રભાવતી રાણીને ત્યાં દેવ સાધુવેષે પરીક્ષા કરવા માટે આવ્યો. પ્રભાવતી રાણીએ ભાવથી આહાર પાણી આપ્યા. પણ દેવે માયાથી ત્યાં દુર્ગધમય ઊલટી કરી. તેથી ઘરના નોકર ચાકર પણ ત્યાંથી ખસી ગયા. Page #275 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૭૧ પ્રભાવતી રાણી અને રાજા પોતાનો દોષ કાઢતાં એમને સાફ કરે છે. તેટલામાં તેમના ઉપરી જ દુર્ગધમય ઊલટી કરી. ત્યારે રાજા રાણી વિચારે છે કે અમારાથી આહારમાં ભૂલથી કંઈ બીજુ અપાઈ ગયું હશે એમ માન્યું. પણ સમ્યદ્રષ્ટિનું નિર્વિચિકિત્સક અંગ પ્રગટેલું તેથી એમણે જુગુપ્સા કરી નહીં. મુમુક્ષુ વગેરેના મળમૂત્ર, કફ વગેરે જોઈ દુર્ગચ્છા કરવી નહીં. પણ તેમની સેવા ચાકરી કરવી. દુર્ગચ્છા કરવાથી કેવું ફળ આવે તેનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે : ૨. એક શેઠ પુત્રીનું દ્રષ્ટાંત-એક શેઠની પુત્રી હતી. શેઠને ત્યાં ગ્રીષ્મ ઋતુમાં મુનિ ભગવંત વહોરવા પધાર્યા. શેઠે પુત્રીને વહોરાવવા કહ્યું. તે વહોરાવતી વખતે મુનિના શરીરમાંથી પસીનાની વાસ આવવાથી તેણે મોઢું મચકોર્યું. અને વિચારવા લાગી કે આ કેવો ધર્મ કે નાહવાનું પણ નહીં. એમ ધર્મ પ્રત્યે અને મુનિ પ્રત્યે જુગુપ્સા કરવાથી તે વૈશ્યાના પેટે અવતરી, અને તેનું શારીર પણ અત્યંત દુધવાળું થયું. | માટે મારામાં નિર્વિચિકિત્સક ગુણ પ્રગટે, તેના માટે આ માળા ફેરવું છું. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સમાધિમરણ ૩. શ્રીકૃષ્ણ મહારાજનું કૃષ્ણત-શુદ્ધ સમ્યત્વ પામેલા એવા શ્રીકૃષ્ણ મહારાજાએ ગંધાતા કૂતરામાં પણ ગુણ જોયો. તેના દાંત જોઈને આનંદ પામી બોલી ઊઠ્યા કે એના દાંત કેવા સુંદર છે, પણ દુર્ગધ જોઈ જુગુપ્સા કરી નહીં. ૪. રાજા અને મંત્રીનું દૃષ્ટાંતરાજા અને મંત્રી વગેરે ઘણા લોકો બહાર ફરવા ગયા હતા. ત્યાં આખા ગામનું પાણી આવતું હોવાથી ગટરમાં દુર્ગધ આવતી હતી. રાજા વગેરે બધાએ નાક ઉપર કપડું મૂક્યું. પણ મંત્રીએ નાક બંધ કર્યું નહીં. રાજાએ કહ્યું કે કેવી ભયંકર દુર્ગધ આવે છે. મંત્રી કહે મહારાજ પાણી તો નિર્મળ જ છે. રાજા કહે, ના આ પાણી તો ગંધાતું છે. મંત્રી કહે આપને કોઈ વખત બતાવીશ. પછી મંત્રીએ એકવાર તે Page #277 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ગટરનું પાણી મંગાવી તેને પ્રક્રિયાવડે શુદ્ધ કર્યું. રાજાને પોતાના ઘેર જમવા બોલાવ્યા. પીવાને પેલા ગટરનું શુદ્ધ કરેલ પાણી આપ્યું. રાજા કહે આવું સરસ પાણી ક્યાંથી લાવ્યા? મંત્રી કહે મહારાજ! આ તે ગટરનું પાણી છે તેમાં હવે કોઈ દુર્ગંધ નથી. તેને આ પ્રમાણે અનેક ઘડાઓમાંથી નિતારીને શુદ્ધ કરવામાં આવેલ છે. FEARED ૨૭૩ IT આમ વસ્તુના વાસ્ત વિક સ્વરૂપને વિચારી ઘૃણા કરવાનું મૂકવા માટે અને એનો પ્રતિપક્ષી નિર્વિ ચિકિત્સક ગુણ પ્રગટવા માટે આ માળા ફેરવું છું. Page #278 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ (૭) સ્ત્રીવેદ- એટલે પુરુષ સાથે સમાગમની ભાવના થવી તે સ્ત્રીવેદનો ઉદય છે. સ્ત્રીએ પુરુષમાં મોહ ન કરવો. મોહ કરવાથી ફરી તેના સાથે ભવ કરવા પડે છે. માટે સ્ત્રીવેદ ક્ષય થવા અને હું આત્મા છું એ ભાવને દૃઢ કરવા આ માળા ફેરવું છું. ૧. એક સ્ત્રીનું દૃષ્ટાંત– એક સ્ત્રી પરબ ઉપર પાણી પાતી હતી. ત્યાં એક રાજા જંગલમાં ભૂલો પડવાથી આવી ચઢ્યો. રાજાને તરસ લાગવાથી તે સ્ત્રીએ પાણી આપ્યું. પછી રાજા જવા મંડ્યા. તે વખતે સ્ત્રીએ તેને જવાની ના પાડી. ૨૭૪ તેના ઉપર તેને અત્યંત રાગ થયો તેથી જવાની ના પાડી છતાં રાજા ગયો. જ્યાં સુધી રાજા દેખાયો ત્યાં સુધી તેની સામે તે જોઈ રહી, પછી તે રાજા અદૃશ્ય થયો કે તે સ્ત્રી મરણ પામી. સ્ત્રીવેદજન્ય વાસના તે છાણના અગ્નિ જેવી છે. તે અંદર બળ્યા કરે પણ બહાર દેખાય નહીં. (૮) પુરુષવેદ– એટલે પુરુષને સ્ત્રી સાથે સમાગમની ઇચ્છા થાય તે પુરુષવેદનો ઉદય છે. પુરુષવેદની વાસના ઘાસના ભડકા સમાન છે. તે જોરમાં ભડકો થઈ ઓલવાઈ જાય છે. પુરુષ સ્ત્રીમાં રાગ ન કરવો. નહીં તો તેના પેટે અવતરવું પડશે. Page #279 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૭૫ ૧. વેશ્યામાં રાગનું વ્રત- એક વેશ્યામાં ૨૨ જણને રાગ હતો. તેઓ બગીચામાં કામલતા વેશ્યા સાથે ક્રીડા કરતા હતા. ત્યાં સોમ મુનિને જોઈ દ્વેષથી તેમને મારવા દોડ્યા. દ્વેષમાં ભાન ભૂલી રસ્તામાં જળરહિત કૂવામાં પડી ગયા. એક બીજાના શસ્ત્ર વાગવાથી બાવીસેય મરી pયા. તે જોઈ મુનિએ ગુરુને પૂછ્યું : બીચારા બધા જ સુકૃત કર્યા વિના મૃત્યુ પામ્યા તો એમની શી ગતિ થઈ હશે? ગુરુએ કહ્યું તેઓ મરીને વેશ્યાના સ્તનમાં કૃમિપણે ઉત્પન્ન થયા છે. ત્યાંથી - I SI CII III ITT III I II ] મરી તેના પેટમાં કરમિયારૂપે, તેની વિષ્ટામાં, મૂત્રમાં, ઘૂંકમાં, બળખામાં, નાકની લીંટમાં ઉત્પન્ન ધશે. તથા તેના ઘરના ખાળમાં સંમૂર્ણિમ દેડકારૂપે જન્મ લેશે. વળી તેના ઘરમાં ઉંદર થશે. તે વેશ્યાના આંગણામાં વિષ્ટા વગેરેનો આહાર કરનારા ભૂંડ થશે. પૃથ્વી આદિ અનેક ભવોમાં પરિભ્રમણ કરશે અને જૈનધર્મની નિંદાના કારણથી તેમને બોધિરત્નની પ્રાપ્તિ અત્યંત દુલર્ભ થશે. (ઉ.પ્રા.ભા.ભા.૪ના આધારે) તેથી હે જીવ સ્ત્રીમાં મોહ કરીશ નહીં. જ્યાં જ્યાં રાગ કરીશ ત્યાં ત્યાં ફરી ફરી અનેકવાર જન્મવું પડશે. એમ વિચારી વૈરાગ્યભાવ લાવી પુરુષવેદનો ક્ષય કરવા અને હું આત્મા છું પણ દેહ નથી એ ભાવ દ્રઢ કરવા આ માળા ફેરવું છું. માયા કપટથી માણસ પુરુષવેદ છેદી બીજા ભવે સ્ત્રી બની જાય; અને સરળભાવથી સ્ત્રીવે છેદી પુરુષ બને એ પર એક દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સમાધિમરણ સ્ત્રી મારીને પુરુષ શાથી થાય? ૨. નાગિલ અને નાગિલાનું ઉષ્ણત-“શ્રી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે હે ભગવાન! સ્ત્રી મરીને પુરુષ શાથી થાય? પ્રભુ કહે ઃ હે ગૌતમ! જે સ્ત્રી સંતોષી હોય, વિનયવાળી હોય, સરળ ચિત્તવાળી હોય અને સ્થિર સ્વભાવવાળી હોય, વળી જે સ્ત્રી હંમેશા સત્ય બોલે તે સ્ત્રીવેદ છેદીને પુરુષ થાય, જેમકે નાગિલા મરીને પદ્મ શેઠરૂપે અવતરી. પુરુષ મરીને સ્ત્રી શું કરવાથી થાય? શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે દયાળુ પ્રભુ! પુરુષ મરીને સ્ત્રી ક્યારે થાય? પ્રભુએ કહ્યું : હે ગૌતમ! જે પુરુષ ચપળ સ્વભાવવાળો, મૂર્ખ, કદાગ્રહી હોય, વળી માયા અને કૂડકપટ વડે સ્વજનને ઠગતો હોય, કોઈનો વિશ્વાસ ન કરે અને વિશ્વાસઘાત કરે તે પુરુષ મરીને સ્ત્રી થાય છે. જેમ કે નાગિલ શેઠ મરીને પદ્મ શેઠની સ્ત્રી પધિનીરૂપે જન્મી. તે આ પ્રમાણે છે : સ્વસ્તિમતી નગરીમાં નયસાર નામે રાજા રાજ્ય કરતો હતો. નામ પ્રમાણે રાજામાં ગુણો હતા. તે નગરીમાં પલ્પ નામનો શેઠ રહેતો હતો. તે સત્ય વક્તા અને સંતોષી હતો. તેને પદ્મિની નામની પત્ની હતી. તે પદ્મિની જો કે સ્વરૂપવતી હતી પરંતુ મુખમાં રોગવાળી, કર્કશ સ્વરવાળી, અસત્ય બોલનારી અને માયાવી હતી. પાશેઠે તેનો મુખરોગ દૂર કરવા ઘણા ઉપચાર કર્યા પરંતુ તેના રોગની શાંતિ કોઈ રીતે થઈ નહીં. તે વખતે પદ્મિનીએ મનમાં કપટ રાખીને પોતાના પતિને કહ્યું: ‘તમે બીજી સ્ત્રી પરણો.” શેઠે કહ્યું: મારા મનમાં સંતોષ રહેલો છે. માટે તારા સિવાય બીજી સ્ત્રીની મને ઇચ્છા નથી, હવે ફરીવાર આ વાત તું મારી આગળ કરીશ નહીં.” આથી તે પદ્મિની મનમાં રાજી થઈ. શેઠે જંગલમાં ઘનનો નિધિ જોયો એકવાર તે પદ્મ શેઠ નગરની બહાર આવેલા જુના ઉદ્યાનમાં દેહ ચિંતા – જંગલ જવા માટે ગયા. તે વખતે ઘણો વરસાદ પડ્યો તેથી ધુળ ધોવાઈ જવાથી એક ધનનો નિધી ચરૂ ત્યાં ઉઘાડો થયો. પધશેઠે તે ધનથી ભરેલો ચરૂ જોયો. છતાં તેને ગ્રહણ કર્યો નહીં. તે શેઠ તો નિધાનને તે જ સ્થિતિમાં જોઈને ઘેર આવ્યા. આ વખતે કોઈ રાજપુરુષ તે ઉદ્યાનમાં આવેલો હતો. તેણે પણ તે નિધાન તથા પદ્મ શેઠને ત્યાં જોયા. પદ્મ શેઠ તે નિધાન લીધા સિવાય ચાલ્યા ગયા ત્યારે તે રાજપુરુષે રાજસભામાં આવીને રાજાને વાત કરી કે “મહારાજ! આજે પદ્મ શેઠે વનમાં એક Page #281 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૭૭ નિધાન જોયું છે, તે નિધાનને ત્યાં જ રહેવા દઈ તે પોતાના ઘેર ગયા છે. પરંતુ મને લાગે છે કે કદાચ રાત્રિએ તે નિધાનને પોતાના ઘરે લઈ જશે.” રાજાએ કહ્યું : “તું તે વનમાં જા, અને સાવધાન રહીને તપાસ રાખ કે શેઠ રાત્રે આવીને શું કરે છે? પછી આવીને મને સર્વ હકીકત જણાવજે.” જેવી આપની આજ્ઞા. એમ કહીને તે રાજપુરુષ વનમાં આવી છુપાઈને રહ્યો. - રાત્રે તે રાજપુરુષ તે વનમાં પદ્મ શેઠના આવવાની રાહ જોવા લાગ્યો. પણ પદ્મ શેઠ તો તે દિશા તરફ ન જ આવ્યા. આખી રાત પુરી થઈ ગઈ, ત્યારે તે રાજપુરુષ નિરાશ થઈને રાજા પાસે આવીને કહેવા લાગ્યો : મહારાજ! રાત્રિમાં પણ તે શેઠ ત્યાં આવ્યા નથી.” રાજપુરુષનું વચન સાંભળી રાજાને ઘણો અચંબો થયો, કારણકે તેણે આશા રાખી હતી કે તે પધશેઠ નિધાન લેવાને રાત્રિએ જરૂર આવશે. રાજાને આશ્ચર્ય થયું, તેથી ખુલાસો મેળવવાને રાજસભામાં પધશેઠને બોલાવી તેનું રહસ્ય પૂછ્યું : “હે શેઠ! તમે તે નિધાન કેમ ગ્રહણ કર્યું નહીં?” શેઠ કહે મારી પાસે સંતોષ નામનો અક્ષયનિધિ છે શેઠે કહ્યું: “હે મહારાજા! મારી પાસે અક્ષયનિધિ છે, તેથી મારે તે નિધાનની જરૂર નથી.” ‘તમારી પાસે એવો કયો અક્ષયનિધિ છે કે તમે ધન ભરેલા તે નિધિને જોયા છતાં લીધો નહિ?” મારી પાસે “સંતોષ” નામનો અક્ષયનિધિ હોવાથી મને બીજા કોઈ નિધિને લેવાની ઇચ્છા થતી નથી, કારણ કે જેની પાસે આ નિધિ છે તે પરમ સુખી છે. કહ્યું છે કે “સંતોષઃ પરમ સુખ'.” સંતોષી નર સદા સુખી. શેઠનો સંતોષ જાણીને રાજા ઘણો ખુશી થયો. શેઠને લોભરહિત જાણીને રાજાએ શેઠને નગરશેઠ” બનાવ્યા. આ પ્રમાણે તે પદ્મ શેઠ સુખે પોતાનો કાળ પસાર કરવા લાગ્યા. એકવાર તે વનમાં કોઈક શ્રુતકેવલી ભગવાન પધાર્યા. તેમને વંદન કરવા માટે પદ્મશેઠ તે વનમાં ગયા. નયસાર રાજા પણ ગુરુને વંદન કરવા માટે ત્યાં આવ્યા. ગુરુને વંદન કરી તેમની આગળ ધર્મોપદેશ સાંભળ્યો. દેશનાને અંતે પદ્મ શેઠે ઊઠીને બે હાથ જોડી વિનયપૂર્વક વિનંતી કરી ગુરુને પૂછ્યું : મારામાં કયા કારણથી સંતોષ ઉત્પન્ન થયો? અને મારી પત્ની અસ્પષ્ટ સ્વરવાળી શાથી થઈ તે કૃપા કરીને જણાવો. ભગવંતે બેયના પૂર્વભવ જણાવ્યા શેઠનો પ્રશ્ન સાંભળી ગુરુ ભગવંતે કહ્યું કે પૂર્વ ભવમાં તમે બન્ને નાગીલ શેઠ અને નાગિલા શેઠાણી નામે પતિપત્ની હતા. તમારો મિત્ર પરદેશ કમાવા માટે ગયો, ત્યારે તમારે ત્યાં તેણે થાપણ મૂકી હતી. તે શેઠ કમાઈને ઘેર આવતાં રસ્તામાં ચોરોએ તેનું ધન લઈ લીધું અને શેઠને Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સમાધિમરણ મારી નાખ્યા. તે સમાચાર જાણી તમારા મિત્રની પત્ની અને પુત્ર તમારી પાસે પોતાની મૂકેલી થાપણ લેવા આવ્યા. ત્યારે નાગીલ શેઠે કહ્યું કે કોને થાપણ આપી છે. અમારી પાસે થાપણ મૂકી નથી. પછી તે માતા અને પુત્રે રાજા પાસે ફરિયાદ કરી. રાજાએ તે નાગિલ શેઠને બોલાવ્યો. ત્યારે કહે કે મને થાપણ આપી નથી. રાજાએ કહ્યું કે કોઈ સાક્ષીમાં હતું. ત્યારે માતા અને પુત્રે જણાવ્યું કે એમની પત્ની સાક્ષીમાં હતી. તેથી નાગિલાને બોલાવી. જે સત્ય હોય તે જ કહેવું રાજાએ નાગિલાને પૂછ્યું કે તમારે ત્યાં થાપણ એમણે મૂકી છે. તે વિચારમાં પડી ગઈ કે એક બાજુ નદી અને બીજી બાજુ વાઘ છે. પણ જે સત્ય હોય તે જ કહેવું. એમ વિચારી તેણે કહ્યું કે અમારે ત્યાં થાપણ મૂકી છે. રાજાએ તે થાપણ પાછી અપાવી અને નાગિલાનો રાજાએ સત્કાર કર્યો. શેઠને શિક્ષા કરવાનું કહ્યું Page #283 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૭૯ ત્યારે નાગિલાએ તેને છોડાવ્યો. નાગિલાએ તે ભવમાં મુનિ ભગવંતને દાન આપ્યું હતું. અને સત્ય બોલી તેથી દાન અને સત્યના પ્રભાવે તે મરીને પોતાનો સ્ત્રીવેદ છેદી પુરુષ થઈ અને નાગિલ શેઠે માયા કરી થાપણ ઓળવી હતી તેને લીધે તે મરીને અસ્પષ્ટ સ્વરવાળી આ તારી સ્ત્રી થઈ છે. તે સાંભળીને બન્ને જણાએ દીક્ષા લીધી અને તે જ ભવે સ્ત્રીવેદ અને પુરુષવેદનો ક્ષય કરી મોક્ષે પધાર્યા. (ગૌતમપૃચ્છાના આધારે) (૯) નપુંસક વેદ– એટલે સ્ત્રી પુરુષ બન્ને સાથે સમાગમની કામના થવી તે નપુંસક વેદનો ઉદય છે. નપુંસકવેદજન્ય વાસના તે નગરમાં લાગેલા પ્રચંડ અગ્નિ સમાન છે. એમ જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. હે જીવ! વાસનામાં ઘણી વૃત્તિ રાખીશ તો નપુંસકવેદ પ્રાપ્ત થશે, ભાવોની સ્થિતિ ઘણી ખરાબ રહેશે અને તેથી અધોગતિ થશે. માટે સંપૂર્ણ વાસના રહિત થવા આ માળા ફેરવું છું. એવી ભાવના, માળા ફેરવતા સુધી ભાવવી. નપુંસક વેદ શાથી બંધાય? તો કે ભોગો ભોગવવાની અત્યંત વાસના હોય તો નપુંસકપણું પ્રાપ્ત થાય. અથવા પ્રાણીઓના પુરુષ ચિહ્ન, કાન, હોઠ વગેરે અંગો કાપવાથી પણ નપુંસકવેદનો બંધ પડે છે. આ વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે : કયા કર્મથી નપુંસક-હિજડો થાય? ૧. ગોત્રાસનું દૃષ્ટાંત– શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને સાતમો પ્રશ્ન આ પ્રમાણે પૂછ્યો : “હે દયાળુ પ્રભુ! આ જીવ કયા કર્મથી નપુંસક-હિજડો થાય છે? શ્રીમહાવીર પરમાત્માએ કહ્યું : “ગૌતમ! જે પુરુષ ઘોડાને, વૃષભને, બકરા વગેરે પશુને છેદન કરી નિલંછન (પુરુષચિહ્નથી રહિત) કરે છે, તેઓના ગલકંબલ વગેરે છેદે છે, કાન વગેરે અવયવોને કાપે છે, જીવહિંસા કરે છે, તે જીવ સર્વ અંગો વડે હીન થાય છે, અને નપુંસકપણાને પામે છે. જેમકે મહાપાપી ગોત્રાસ નપુંસકપણાને પામ્યો તે સાંભળ–” હસ્તિનાપુર નામનું એક નગર હતું. ત્યાં સુનંદ નામનો રાજા દ. રહેતો હતો, તે ગામમાં ગાયોનો એક વાડો હતો. (A- આ છે _ S , તે વાડામાં સંધ્યા સમય પછી ગાયો સુખે રહેતી રહેતો હતો, તે ગામમાં પીવાના જ છે કે હતી. Page #284 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ તે વાડામાં ભીમ નામનો એક માણસ રહેતો હતો. તેને ઉત્પલા નામની ભાર્યા હતી, તેને ગોત્રાસ નામનો એક પુત્ર હતો. આ ગોત્રાસ દુષ્ટ બુદ્ધિવાળો, નિર્દયી, પાપી અને જીવોનો ઘાત કરનારો હતો. ૨૮૦ એકવાર રાત્રિમાં જ્યારે વાડાના ચોકીદારો ઊંઘી ગયા ત્યારે તે ગોત્રાસ ઊઠ્યો તેણે એક છરી હાથમાં લીધી. વાડામાં જઈને તે કોઈક ગાયના પૂછડાં, કોઈક ગાયના નાક, કોઈક ગાયના હોઠ, કોઈકની જીભ વગેરે કાપી નાખ્યાં. આ પ્રમાણે તેણે પાપ કરતા કરતા પોતાનું પાંચસો વર્ષનું W80424 આયુષ્ય પૂરું કર્યું, તે મહાપાપને લીધે મરીને બીજી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. તે બીજી નારકીમાં ઉપજેલો ગોત્રાસનો જીવ ઘણાં દુઃખે નારકીનું આયુષ્ય પૂરું કરીને આ જ નગરમાં સુભદ્ર નામે શેઠની સુમિત્રા નામની ભાર્યાની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ ઉજ્જીિત રાખવામાં આવ્યું. તે ઉજ્જિત મોટો થયો ત્યારે મહાપાપી અને દુરાચારી થયો, તેથી તેના કુટુંબીજનોએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. દિવસો જતા તે ઉજ્જિત સાત વ્યસનને સેવનારો મહા અનર્થને કરનારો થયો. હવે તે નગરમાં એક કામધ્વજા નામની અતિ રૂપવાળી વેશ્યા હતી. તે કામધ્વજા ઘણા દેશની ભાષા જાણનારી અને ચતુર હતી. સુનંદ રાજાની તે પ્રેમપાત્ર હતી. એક વાર તે કામજાને જોઈ તેના રૂપથી મોહિત થઈ તેના ઘરમાં પેઠો. રાજાના માણસોએ તેને કામધ્વજાના ઘરમાં પ્રવેશ કરતો જોયો. તેથી તેઓ તે ઘરમાં પેઠા. પછી તેને બાંધીને રાજાની આગળ લઈ ગયા. તેને જોઈને રાજા ઘણો ગુસ્સે થયો. રાજાના આદેશથી રાજપુરુષોએ એને ખૂબ રીબાવી રીબાવીને મારી નાખ્યો. મરણ પામીને તે ઉજ્ગિત રત્નપ્રભા નામની પહેલી નારકીમાં ઉત્પન્ન થયો. ત્યાં દુઃખપૂર્વક પોતાનું આયુષ્ય પૂરું કરીને તે ગોત્રાસનો જીવ અહીં નપુંસકપણે ઉત્પન્ન થયો છે. પૂર્વભવમાં તેણે ગાયોના અવયવો છેદીને ઘણાં પાપકર્મો બાંધ્યા હતાં તેથી આ ભવમાં તેના હાથપગ કપાયા છે. આ કારણથી લોકોએ કદી નિર્વાંછન કર્મ કરવું નહિ. (ગૌતમપૃચ્છામાંથી) Page #285 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૮૧ સમાધિમરણ પર્વ ઉજવવાની રૂપરેખા “દિવાળીપર્વ અહીં નીચે પ્રમાણે ઊજવાય છે, તે યથાશક્તિ તમારે ભાવ પ્રમાણે ઊજવી શકાય તે અર્થે લખ્યું છે. જેને સમાધિમરણ સહિત દેહ છોડવાની ભાવના છે તેને આચરવા અર્થે વર્ષમાં ચાર દિવસ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કૃપા કરી જણાવેલ છે – ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી અને નવો પડવો. આ ચાર દિવસ ધર્મધ્યાનમાં એટલે ભક્તિભાવમાં ગાળવા; બ્રહ્મચર્ય તેટલા દિવસ પાળવું; સાદો ખોરાક કે એક વખત જમવાનો નિયમ, ઉપવાસ આદિ બને તેટલો ત્યાગ-વૈરાગ્ય રાખવો. નિત્ય નિયમમાં ભક્તિ કરતા હોઈએ તે ઉપરાંત નીચે જણાવ્યા પ્રમાણે રોજ ૩૬ માળા ગણવી. કુલ ૧૪૪ માળા ચાર દિવસે મળીને થાય. એક સાથે ૩૬ માળા ન ગણાય તો ૧૮ માળા ગણી કંઈ આરામ લઈ ફરી ૧૮ માળા ગણવી. તેનો ક્રમ અને માળા ફેરવતાં જે ભાવના રાખવાની તે હવે લખું છું - છત્રીસ માળાનો ક્રમ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્રની ત્રણ માળા પ્રથમ ગણવી. પહેલી માળામાં સમ્યક દર્શન પામવાની ભાવના, બીજીમાં સમ્યકજ્ઞાન અને ત્રીજીમાં સમ્યક્ષ્યારિત્રની ભાવના કરવી. ૨૮ માળા “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ” એ મંત્રની નીચેની ભાવના સહ ફેરવવી. પહેલી ત્રણ માળા મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમકિતમોહનીય ક્ષય થવા એટલે લાયક સમકિત થવા એ ત્રણ માળા ફેરવવી. પછી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જવા ચાર માળા, અને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ જવા બીજી ચાર માળા અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન, Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સમાધિમરણ માયા, લોભ જવા ત્રીજી ચાર માળા અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ જવા ચોથી ચાર માળા; એટલે સમક્તિને રોકનાર અનંતાનુબંધી કષાય, દેશવ્રતને રોકનાર અપ્રત્યાખ્યાન કષાય અને મુનિપણાને રોકનાર, પ્રત્યાખ્યાન કષાય તથા પરમશાંતિ કે કેવળજ્ઞાનને ન પ્રગટવા દે તેવા સંજવલન કષાય ટાળવા એ ૧૬ માળા થઈ. હવે ૯ માળા નવ દોષ જવા ફેરવવાની છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, (જુગુપ્સા), સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ ત્રણ મલિન ભાવ ક્ષય થવા નવ માળા ગણવી. પાંચ માળા રહી તે જ્ઞાન ઉપર આવરણ કરનાર પાંચ કમ ટાળવા ભાવના કરવાની છે. ૧. મતિજ્ઞાન નિર્મળ થવા, ૨. શ્રુતજ્ઞાન પ્રગટવા, ૩. અવધિજ્ઞાન થવા, ૪. મન:પર્યવજ્ઞાન ઊપજવા. ૫. કેવળજ્ઞાન પ્રકાશવા, પાંચ માળા “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે."ની ફેરવવી. બન્ને મળી ભક્તિ ચાર દિવસ કરશો તો ઘણો આનંદ અને ઉત્તમ ભાવ ફરશેજી. રોજ ન બને તો પહેલો દિવસ ભેગા મળી માળા ફેરવશો. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૦૫) હવે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓને સમજવા માટે નીચે થોડા દ્રષ્ટાંતો આપ્યા છે : અનંતાનુબંધી કષાય અનંતકાળ સુધી જીવને સંસારમાં રઝળાવે છે અનંતાનુબંધી કષાય ઉપર ગંદર્ય અને નાગદત્તનું દૃષ્ટાંત – “જે માણસ સર્પ તુલ્ય ક્રોધ, માન વગેરે કષાયોને જરા પણ વશ થતો નથી, તે નાગદત્તકુમારની પેઠે મુક્તિપદને પામે છે. તે નાગદત્તનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે : પૂર્વે કોઈ બે સાધુઓ તપ કરવાથી સ્વર્ગે ગયા. ત્યાં રહ્યા પણ તે બન્નેએ માંહોમાટે નક્કી કર્યું કે “આપણામાંથી જે પહેલો ઍવીને મૃત્યુલોકમાં જાય તેને, બીજાએ આવીને પ્રતિબોધ કરવો. - હવે લક્ષીપુર નગરમાં દત્ત નામે શેઠ હતો. તેને ઘેર સ્વર્ગમાંથી એક સાધુનો જીવ આવીને પુત્રરૂપે અવતર્યો. તેનું નાગદત્ત નામ પાડ્યું. તે બોંતેર કળાઓમાં કુશળ થયો અને સર્પને રમાડવાની ક્રીડામાં વ્યસનવાળો થયો. તેથી તેનું નામ ગંધર્વ નાગદત્ત પાડ્યું. હવે સ્વર્ગમાં રહેલા બીજા દેવે અવધિજ્ઞાનથી પોતાના મિત્રને ગાનતાન અને સર્પ રમાડવાનો વ્યસની જાણી, જ્યાં નાગદત્ત સર્પો સાથે ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો ત્યાં તે દેવ ગારુડી બની સર્પો લઈને આવ્યો. તેના મિત્રોએ કહ્યું આ કોઈ નવો ગારુડી જણાય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૮૩ તું મારા સપને ખેલાવ હું તારા સર્પોને ખેલાવું નાગદત્તે પૂછ્યું : “આ કરંડીયામાં શું છે?” દેવે કહ્યું : “સર્પો છે.” ત્યારે નાગદત્તે કહ્યું–‘તું મારા સપોને ખેલાવ અને હું તારા સપોંને ખેલાવું.” દેવ ગાડિક નાગદત્તના સર્પો સાથે ખેલ્યો. સર્પોએ ડંસ માર્યો છતાં તે મૃત્યુ પામ્યો નહીં. ત્યારે નાગદત્ત ઈર્ષ્યાથી કહેવા લાગ્યો-“હવે લાવ તારા સર્પોને. તેની સાથે હું ક્રીડા કરું.” ગારુડી વેષધારી દેવે કહ્યું–મારા સર્પો તને ડસશે અને તારું મૃત્યુ થશે. ત્યારે નાગદત્તે અભિમાનથી કહ્યું–‘મૂક તારા સપને.” ત્યારે ગાડિક દેવે કહ્યું- મારા સપ કરડે તો કોઈએ મને દોષ દેવો નહીં ગંધર્વ નાગદત્ત મારા સર્પ સાથે ખેલવાનું કહે છે, તો તે સર્પ જો તેને ડંસ દે તો કોઈએ મને દોષ દેવો નહીં, કારણ કે આ પહેલો સર્પ સૂર્ય સમાન રક્ત નેત્રવાળો અને ત્યાકૃત્યનું ભાન ભૂલી જાય એવો છે. તેનું રોષ અથવા ક્રોધ નામ છે. બીજો સર્પ મેરુપર્વતના ઊંચા શિખર જેવો, આઠ ફણાવાળો, બે જીભવાળો છે, તેનું નામ માન છે. ત્રીજી કપટ કરીને ઠગવામાં કુશળ એવી માયા નામે નાગિણી છે, જેણે ઘણા કાળથી વિષનો સંચય કરેલ છે. અને ચોથો સર્પ જેણે સર્વ જગતને પરાભવ પમાડ્યો છે એવો મેઘ સરખા ફૂંફાડાવાળો લોભ નામનો છે. તેનું બળ સર્વ સર્પ કરતા Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સમાધિમરણ અધિક છે. તે જે પ્રાણીને કરડે છે તેનું મન મહાસમુદ્રની પેઠે ઇચ્છાઓથી કદી પુરાતું જ નથી. એને વિષે સર્વ પ્રકારનું વિષ એકઠું મળેલું છે. આખું જગત ક્રોઘ માન માયા લોભરૂપ સપના ડંખથી કકળ્યા કરે છે ફરી દેવ બોલ્યો કે–“આ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ નામના પાપ સર્પો છે. તેના ડંસવડે આખું જગત જ્વરવાળા મનુષ્યની પેઠે કકળ્યા કરે છે અને તેના ફળમાં તે નરકને વિષે જઈને પડે છે. એવું વર્ણન કરીને તે ગાડિકદેવે સર્પોને છૂટા મૂક્યા. તરત જ તે નાગદત્તને કરડ્યાં, તેથી તે મૂચ્છિત થઈ ગયો. પાટ નાગદત્તના સેવકો ગાડિકદેવને કહેવા લાગ્યા કે આ તેં શું કર્યું? દેવે કહ્યું. તેને વાર્યો છતાં તેણે માન્યું નહીં. ત્યારે મિત્રોએ પગે લાગીને કહ્યું કે ભાઈ! એને જલ્દી જિવાડો. ક્રોઇમાનમાયા લોભારૂપ મહાવિષવાળા આ પાપ સર્પો છે. ત્યારે ગાડિકદેવે કહ્યું–મને પણ પૂર્વે એ નાગો વસ્યા હતા. તેને મટાડવાની ક્રિયા કરવાથી હું જીવતો રહ્યો છું. ક્રોધ, માન, માયા અને લોભરૂપી આ ચાર પ્રકારના આશીવિષ પાપસર્પો મને ડસ્યા ત્યારથી હું તેનું વિષ દૂર કરવા માટે અનેક પ્રકારના તપકર્મ આચરું છું. પર્વત, સ્મશાન, જંગલ વગેરે સેવું છું. ઓછો આહાર અને નીરસ ભોજન કરું છું. થોડું બોલવું, થોડી નિદ્રા, થોડી ઉપાધિ વગેરે ધારણ કરું છું. એ કરનારને દેવતાઓ પણ નમે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૮૫ હવે હું આ ક્રોદ્યાદિ ચાર સર્પોને કદી વશ થઈશ નહીં સિદ્ધભગવાનને નમસ્કાર કરીને સંસારમાં મન વચન કાયારૂપ ત્રણ દંડ વગે૨ે વિષને નિવારણ કરનારી એવી મોટી વિદ્યા છે તે હું કહું છું. આ પ્રમાણે કહીને તેણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનાં પચ્ચખાણ ઉચ્ચાર્યા. કુમાર ઊઠીને બેઠો થયો. ત્યારે તેના માતાપિતા કહે એ તો એની મેળે બેઠો થયો. ત્યારે ગારુડિએ કહ્યું શું થાય છે તે જુઓ? એટલે તે પાછો પડ્યો. પછી દેવતાએ તેને સાવધાન કરી તેનો પૂર્વભવ કહી સંભળાવ્યો. તેથી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી નાગદત્તે તરત દીક્ષા ગ્રહણ કરી અને કહ્યું કે હવે હું ક્રોધાદિક ચાર સર્પોને કદી વશ નહીં થાઉં.’ એના ફળસ્વરૂપે ચારે શત્રુઓ ઉપર વિજય મેળવી નિરતિચારપણે ચારિત્ર પાળી તેણે મોક્ષ પ્રાપ્ત કર્યો.” (ચોસઠ પ્રકારની પૂજાને આધારે) સરળ સાધુનો મોક્ષ, માયાવી સાથુ વિદ્વાન છતાં સંસારમાં જ રઝળે અનંતાનુબંધી માયા કષાય ઉપર સાધુનું દૃષ્ટાંત “કુસુમપુર નામના નગરમાં એક શેઠને ત્યાં બે સાધુ ઊતર્યા હતા. તેમાંથી એક મુનિ ભોળા, સાધારણ બુદ્ધિના સરળ, ગુણગ્રાહી અને ભદ્રિક હતા; જ્યારે બીજા મુનિ બહુ વિદ્વાન હતા, પણ કપટી અને નિંદા કરનાર હતા. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સમાધિમરણ જ્ઞાની ગુરુ કહે છે કે લોકો જોકે બીજા સાધુની જ વાહવાહ બોલતા હતા; પણ સરળ સાધુ થોડા કાળમાં મોક્ષે જશે, જ્યારે બીજો સાધુ ઘણા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. કારણકે માયાયુક્ત જ્ઞાન હોય પણ તે નકામું છે, અથવા વધારે નુકસાન કરનારું છે. જેમ માયાથી આ ભવમાં લાભ થતો નથી, તેમ પરભવમાં પણ લાભ થતો નથી.” (અધ્યાત્મકલ્પદ્રુમ પૃ.૧૨૦) ઘર્મમાં શ્રદ્ધા હોવાથી અનીતિપુરમાં ઠગોથી ઠગાયો નહીં. અપ્રત્યાખ્યાન કષાય ઉપર રત્નચૂક વણિકનું હૃષ્ટાંત - “આ ભરતક્ષેત્રમાં આવેલ તામ્રલિપિ નામે નગરીમાં રત્નાકર શેઠને રત્નચૂડ નામે એક પુત્ર હતો. તે ધર્મમાં શ્રદ્ધાવાળો હતો. તે અનુક્રમે યુવાવસ્થાને પામ્યો; શેઠને એકનો એક પુત્ર હોવાથી તેનું મન ન દુભાય તેમ શેઠ વર્તતા હતા; તેથી તે પિતાની સંપત્તિના મદમાં એકવાર ચાલતો હતો. રસ્તામાં સૌભાગ્યમંજરી નામની વેશ્યા સાથે તે અથડાયો. ત્યારે વેશ્યા ગુસ્સે થઈને બોલી–પિતાની લક્ષ્મીનો મદ કરવો ઉચિત નથી. પોતે લક્ષ્મી ઉપાર્જન કરીને વિલાસ કરે તો જ પ્રશંસનીય ગણાય. તે સાંભળી પુત્રને ખેદ થયો. પુત્રને ખેદયુક્ત જોઈ રત્નાકર શેઠે ખેદનું કારણ પૂછ્યું–હે વત્સ! આજે તારા મુખ પર ચિંતાની છાયા કેમ છવાઈ રહી છે? Page #291 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૮૭ ? છે એ - રત્નચૂડ કહે–હું ભૂજબળથી ભાગ્યની પરીક્ષા કરવા માટે દેશાંતર જવા ઇચ્છું છું. માટે આપ મને દેશાંતર જવાની આજ્ઞા આપો. આપની સંપત્તિનું સુખ આજે મને દીનતાના દુઃખ જેવું લાગે છે. આ વચનો સાંભળી શેઠનું મન ક્ષોભાયમાન થયું છતાં છેવટે દેશાંતર જવાની તેને આજ્ઞા આપવી પડી. હે પુત્ર! તું અનીતિપુર નગરમાં જ્યાં બઘા વ્યસનીઓ છે ત્યાં જઈશ નહીં હે વત્સ! તું પોતે ચાલાક છે. છતાં મારે તને કંઈક શિખામણ આપવાની જરૂર છે. તું અનીતિપુરમાં કદી જઈશ નહીં. કારણ કે ત્યાં અન્યાયપ્રિય નામે રાજા છે. તેને અવિચારી નામે મંત્રી છે. ત્યાં ગૃહિત ભક્ષક નામે નગરશેઠ છે. યમઘંટા નામે ત્યાં વેશ્યા છે. તેમજ બીજા જુગારીઓ, ચોર, પરસ્ત્રીલંપટ વગેરે અનેક ઠગલોકો ત્યાં વસે છે. પણ દેવની ગતિ વિચિત્ર છે. ભવિતવ્યાના યોગે તે અનીતિપુરમાં જ આવી ચડ્યો. ધૂ લોકો રત્નચૂડની સન્મુખ આવ્યા. તેમના લક્ષણો જોતાં રત્નચૂડને શંકા થઈ. તેથી એક પુરુષને પૂછ્યું કે-હે ભદ્ર! આ દ્વીપનું નામ શું છે? તે પુરુષે કહ્યું આ ચિત્રકૂટ નામે દ્વીપ છે અને આ અનીતિપુર નામનું નગર છે. રત્નચૂડ વિચારવા લાગ્યો કે–પિતાએ જેનો નિષેધ કર્યો તે જ સ્થાને હું આવી ચડ્યો. બહુ અનુચિત થયું છે. ચાર પૂર્વ વાણિયાઓ આવી શર્ત કરીને બધો માલ લઈ ગયા રત્નચૂડ વહાણમાંથી ઊતરી ત્યાં બંદર કિનારે બેઠો. તેવામાં ચાર વાણિયા ત્યાં આવ્યા અને કુશળ સમાચાર પૂછી કહ્યું–તમારો બધો માલ અમે લઈશું અને તમે કહેશો તે વસ્તુ તમારા Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સમાધિમરણ વહાણમાં ભરી આપીશું. આ શરત રત્નચૂડે કબૂલ રાખી. તેથી ધૂર્ત વાણિયા તેનાં વહાણમાંથી બધો માલ લઈ ગયા. રસ્તામાં કારીગરે એક સોનાની અને એક ચાંદીની મોજડી આપી માર્ગમાં જતાં એક કારીગરે સુવર્ણ અને ચાંદીની બે મોજડી રત્નચૂડને ભેટ આપી. ત્યારે રત્નચૂડે કહ્યું કે હું તને ખુશી કરીશ. ત્યાં વળી કાણા પૂર્વે કહ્યું: મારું ગિરવી મૂકેલું નેત્ર પાછું આપ એક કાણા ધૂ આવીને રત્નચૂડને કહ્યું : હે શ્રેષ્ઠીપુત્ર! એક હજાર સોનામહોરમાં મેં મારું એક નેત્ર તારા પિતાની પાસે ગીરવી મૂકેલ છે. તે આ દ્રવ્ય લઈને મારું નેત્ર પાછું આપ. આ અઘટિત વાત સાંભળી રત્નચૂડ વિચારવામાં પડી ગયો. પણ દ્રવ્ય આપે છે તે લઈ લેવા દે. ધન લઈ તેને કહ્યું મારે ઉતારે આવજે. પછી રત્નચંડ આગળ ચાલ્યો. ત્યાં બીજા ચાર ઠગારા તેની સામે આવ્યા. બીજા ચાર ઠગારાએ કહ્યું ઃ મહાસાગરના જળનું માપ કરી આપો તેઓએ કહ્યું–મહાસાગરના જળનું માપ કરી આપો તો તમે અમારી લક્ષ્મીના માલિક થાઓ; અને જો તમે ન કરી આપો તો અમે ચારે તમારી તમામ લક્ષ્મી લઈ લઈશું. એ વાત પણ કબૂલ કરીને રત્નચંડ આગળ ચાલ્યો. બધા પ્રશ્નોના જવાબ માટે ૨ત્રચૂડ વેશ્યાના ઘેર ગયો. જતાં જતાં તે ચિંતવવા લાગ્યો કે–આ બધા કાર્યોને હું શી રીતે કરી શકીશ? માટે વેશ્યાના ઘરે જાઉં કે જેથી ત્યાં યોગ્ય સલાહ મળશે. એમ ધારીને રત્નચૂડ રણઘંટા વેશ્યાના ઘેર ગયો. અવસર જોઈને રત્નચૂડ કહેવા લાગ્યો હે પ્રિયે! તું તારા નગરની બધી ચેષ્ટા જાણતી જ હોઈશ. મારે આજે માર્ગમાં અનેકની સાથે વાદવિવાદ થયો છે. તેનો યોગ્ય ઉત્તર મને કહે કે જેથી હું ચિંતામુક્ત થાઉં. વેશ્યા કહે અહીંના બધા લોકો અનાચારી જ છે આવી રત્નચૂડની વાત સાંભળીને રણઘંટા કહેવા લાગી–હે પ્રિય! સાંભળો : અહીંની હકીકત બધી વિચિત્ર છે. દેવયોગે અહીં કોઈ ગૃહસ્થ આવી ચડે તો અહીંના ધૂર્ત લોકો તેનું સર્વસ્વ છેતરીને લઈ લે છે. તે ધનનો એક ભાગ રાજાને, બીજો મંત્રીને, ત્રીજો નગરશેઠને, ચોથો કોટવાળને, પાંચમો પુરોહિતને અને છઠ્ઠો મારી માતા યમઘંટાને મળે છે. અહીંના બધા લોકો અનાચારી જ છે. તોપણ તમને મારી માતા પાસે લઈ જઈશ. ત્યાં તમારા બધા પ્રશ્નોના ઉત્તર સાંભળી લેજો. ચતુર રણઘંટા તેને સ્ત્રીનો વેષ પહેરાવી પોતાની અક્કા પાસે લઈ ગઈ. અક્કા બોલી હે વત્સ! આ કોની પુત્રી છે? તે બોલી શ્રીદત્ત શેઠની રૂપવતી પુત્રી છે. તે મને મળવા આવી છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૮૯ ધૂર્ત વેપારીઓએ યમઘંટા પાસે આવી ચર્ચા કરી, રત્નચૂડને જવાબ મળી ગયો તે વખતે ધૂ વેપારીઓ યમઘંટાની પાસે આવ્યા અને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. ત્યારે અક્કા બોલી–તમે તેનો બધો માલ લઈ તેની ઈષ્ટ વસ્તુથી તેના વહાણ ભરી આપવાનું કબૂલ કર્યું છે પણ તે કહેશે કે મચ્છરના અસ્થિથી બધું વહાણ ભરી આપો તો તમે શું કરશો? તેઓ બોલ્યા : તેનામાં એવી બુદ્ધિ ક્યાંથી હોય? બાળક જેવો લાગે છે. અક્કા બોલી : બાળક છતાં ભારે બુદ્ધિશાળી હોય શકે. વૃદ્ધ છતાં મૂર્ખ હોય શકે. રાજાને પુત્ર જન્મ્યો તો તું રાજી થયો કે નારાજ થયો? એવામાં પેલો સોનાચાંદીનો મોજડીવાળો હસતો હસતો આવ્યો. તેણે કહ્યું–વ્યાપારીએ કહ્યું છે કે હું તને રાજી કરીશ. તે સાંભળી અક્કા બોલી–અરે કારીગર! તે એમ કહેશે કે રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. તેથી તું રાજી થયો કે નારાજ થયો? ત્યારે તારી શી ગતિ થશે? અક્કાનું કથન સાંભળી તે ચાલતો થયો. તારું બીજું નેત્ર મને આપ તો હું તેના બરોબર પહેલું નેત્ર હું આ પછી પેલા કાણા પૂર્વે આવીને પોતાની બધી વાત કરી. ત્યારે યમઘંટા બોલી કે–હે ધૂ! તેં આંખ પાછી લેવા ધન આપ્યું તે સારું ન કર્યું. તે વણિકપુત્ર એક કહેશે કે–તેની જોડેનું બીજું નેત્ર તારી પાસે છે તે મને આપ, એટલે હું તેના બરોબર કાંટામાં તોલ કરીને તે નેત્ર તને પાછું આપું. તો તું શું કરીશ? કાણો ધૂર્ત કહે–એનામાં તમારા જેવી બુદ્ધિ ક્યાંથી હોય? એમ કહી ચાલતો થયો. પહેલા નદીઓનું સમુદ્રમાં આવતું જળ બંધ કરો તો હું સમુદ્રના જળનું માપ આપું થોડીવાર પછી ચાર ધૂર્તો આવ્યા. પોતાની હકીકત જણાવી. અક્કા બોલી–તે કદાચ એમ બોલશે કે–હું સમુદ્રના જળનું પ્રમાણ તો કરી આપું પણ તે પહેલા તમારે નદીઓનું સમુદ્રમાં આવતું જળ બંધ કરી આપવું પડશે. તો તમે શું કરશો? તમારું સર્વસ્વ ગુમાવી બેસશો. આ બધી હકીકત સાંભળીને રત્નચૂડના પ્રમોદનો પાર ન રહ્યો. જે જે સાંભળ્યું હતું તે વારંવાર હૃદયમાં ઠસાવવા લાગ્યો. શૂન્ત પાસેથી ચાર લાખનું ઘન લેવાથી ત્યાંનો રાજા આશ્ચર્ય પામ્યો સમુદ્રજળનું પ્રમાણ કરાવનારા ધૂત પાસેથી બળાત્કારે ચાર લાખનું ધન લીધું. આ વાત સાંભળી, ત્યાંનો રાજા આશ્ચર્ય પામ્યો. એ પ્રમાણે લાભ મેળવી કરિયાણાથી વહાણો ભરીને રત્નચંડ પોતાની નગરીએ પાછો આવ્યો. શેઠને આનંદ થયો. પછી રત્નચૂડ સંસારસુખ ભોગવી દીક્ષા લઈ. આરાધના કરીને સ્વર્ગે ગયો. અનુક્રમે મોક્ષને પામશે. ઉપનય–આ કથાનો ઉપનય આ પ્રમાણે છે :-વણિકપુત્ર રત્નચૂડ તે અપ્રત્યાખ્યાની કષાયવાળો ભવ્ય જીવ સમજવો. તેના પિતા તે ધર્મદાયક ગુરુ સમજવા. સૌભાગ્યમંજરી વેશ્યાના વચન તે સાધર્મિકના વચનો જાણવા. જેથી ઉત્સાહ વૃદ્ધિ પામતાં ભવ્ય જીવ પુણ્યરૂપ લક્ષ્મીનો સંચય કરવામાં ઉદ્યમવંત થાય છે. તેના પિતાએ જે મૂળ દ્રવ્ય આપ્યું તે ગુરુએ આપેલ ચારિત્ર Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦. સમાધિમરણ સમજવું. અનીતિપુર જવાનો તેના પિતાએ જે નિષેધ કર્યો તે અન્યાય માર્ગે જવાનો નિષેધ સમજવો. વહાણ તે સંયમ સમજવું કે જેથી આ ભવસાગર તરી શકાય છે. ભવિતવ્યતાના યોગે અથવા પ્રમાદથી અનીતિપુરે ગમન તે અનાચારમાં પ્રવૃત્તિ સમજવી. અન્યાયપ્રિય રાજા તે મોહરાજા સમજવો. કરિયાણાને ખરીદનાર ચાર ધૂર્ત તે ચાર કષાય જાણવા. પ્રાણીને સુમતિ આપનારી પૂર્વોક્ત કર્મની પરિણતિ તે યમઘંટા સમજવી. જેથી તથા પ્રકારની યુક્તિઓવડે સર્વ અશુભને ઓળંગીને રત્નચૂડ પોતાની જન્મભૂમિએ પાછો આવ્યો. તેમ જીવ સંસારમાંથી પાછો ધર્મમાર્ગમાં આવે છે એમ સમજવું. અને ધર્મમાર્ગમાં આવવાથી પોતે પોતાના મનુષ્યજન્મને સફળ કરી મોક્ષને પામી શકે છે. (ચોસઠપ્રકારી પૂજામાંથી) ભંડે શ્રાવકના વ્રત ગ્રહણ કરી મુનિઓની રક્ષા કરી પ્રત્યાખ્યાની કષાય ઉપર ભૂંડ અને વાઘનું દ્રષ્ટાંત - “ધર્મિલ નામના નાઈને, દેવલ નામના કુંભાર સાથે ગાઢ મિત્રતા હતી. બન્નેએ મળી એક ધર્મશાળા બંધાવી. દેવલ એક મુનિ મહારાજને ધર્મશાળામાં ઉતારી પોતાના ઘરે ગયો. થોડીવાર પછી ધર્મિલ ત્યાં આવ્યો અને મુનિ મહારાજને બહાર કાઢી મૂક્યા. સવારમાં આ હકીક્ત જાણીને બન્ને વચ્ચે બહુ લડાઈ થઈ. - તેમાં બન્ને મરી ગયા. અશુભ પરિણામથી બન્ને મરીને ધર્મિલનો જીવ જંગલમાં વાઘ થયો, અને એ જ જંગલમાં દેવલનો જીવ ભૂંડ થયો. જે ગુફામાં ભૂંડ રહેતો હતો, ત્યાં એક દિવસ મુનિ કે મહારાજ આવ્યા. તેમને જોઈને ભૂંડને જાતિ સ્મરણજ્ઞાન થયું. તેથી મુનિને નમસ્કાર કરી ભૂંડે શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. ધર્મિલનો જીવ તે જ જંગલમાં વાઘ થયેલો છે તેને મનુષ્યોની ગંધ આવી તેથી ખાવા માટે તે જ ગુફા તરફ આવ્યો. તેને આવતો જોઈ ભૂંડ તે ગુફાના દ્વાર ઉપર ઊભો રહી ગયો અને વાઘને અંદર જતાં રોક્યો. તેથી બેઉ જણને લડાઈ થઈ અને બન્ને મરી ગયા. ભૂંડના ભાવ મુનિની રક્ષા કરવાના હોવાથી તે મરીને દેવ થયો. અને વાઘના આ ભાવ મુનિને મારવાના હોવાથી તે મરીને નરકે ગયો. અને મુનિભાવ શુદ્ધ સમભાવવાળા હોવાથી તે મોક્ષે પધાર્યા.” (મોક્ષમાર્ગની કથામાંથી) જામ જામ, Page #295 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૯૧ સંજ્વલન માયાથી પણ પુરુષવેદ મટીને સ્ત્રીવેદની પ્રાપ્તિ થઈ સંવલન માયા ઉપર શ્રી મલ્લિનાથનું દૃષ્યત :- “વિદેહક્ષેત્રને વિષે સલિલાવતી વિજયમાં વીતશોકા નગરીને વિષે મહાબલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને વૈશ્રમણ, ચંદ્ર, ધરણ, પૂરણ, વસુ અને અચલ નામે છ મિત્રો હતા. અન્યદા રાજાએ તે બાલમિત્રો સાથે દીક્ષા લીધી અને તેમની સાથે માસક્ષમણ વગેરે તપસ્યા કરવા લાગ્યો; પરંતુ તેમનાથી તપમાં વધવા માટે રોગનું બહાનું કાઢી તપને અંતે તે પારણું કરતો નહીં અને તપોવૃદ્ધિ કરતો હતો. આવી રીતે માયાથી અધિક તપ કરવાવડે પોતાના મિત્ર સાધુની વંચના કરવાથી તેણે સ્ત્રીવેદ બાંધ્યો, અને વીશ સ્થાનકની આરાધના નિમિત્તે ઉગ્ર તપ કરવાથી તીર્થકર નામકર્મ પણ સંપાદન કર્યું. અંતે તે છ મિત્રો સાથે ચારિત્ર પાળી મૃત્યુ પામીને જયંત વિમાનમાં બધા દેવતા થયા. ત્યાંથી ચ્યવીને છ મિત્રો સરળપરિણામવાળા હોવાથી જાદા જાદા દેશમાં રાજકુમારો થયા અને મહાબળરાજાનો જીવ માયા કરવાથી મલ્લિકુમારી નામે સ્ત્રી અવતાર પામ્યા. તેમની કરેલી માયા તે સંજ્વલન માયા હતી. જ્યારે આપણી માયા તો અનંતાનુબંધી કષાયની માયા છે. તે કાઢવા માટે કેટલો બધો પ્રયત્ન કરવો પડશે. તે માયાને ક્ષય કરવા માટે આ માળા ગણું છું.” (ઉ.પ્રા.ભા.ભા.૨ના આધારે) પરિગ્રહ પ્રત્યેના રાગથી ગરોળીનો હિંસક અવતાર રતિ નોકષાય ઉપર ગરોળી થયેલ સાધ્વીનું દૃષ્ટાંત - “એક શ્રાવિકાએ દીક્ષા લેતી વખતે પોતાના ઘરમાંથી ચાર મૂલ્યવાન રત્નો લઈ એક લાકડાની પોલી પાટલીમાં ગોઠવી પાસે રાખ્યા હતા. તેના ઉપરના મોહથી તે મરણ પામીને ગરોળી થઈ. પરિગ્રહની મોહમૂર્છાથી તે તિર્યચપણું અને તેમાં પણ હિંસકપણું પામી. તે ગરોળી નિરંતર પેલી પાટલી ઉપર આવી આવીને બેસે. પૂર્વભવના પરિ-ગ્રહ પ્રત્યેની મૂર્છાના અવ્યક્તપણે પણ દર્શન થાય છે. આમ વારંવાર થવાથી અન્યદા કોઈ જ્ઞાની ગુરુ ત્યાં પધાર્યા. તેમને અન્ય સાધ્વી ઓએ તેનું કારણ પૂછ્યું એટલે જ્ઞાનનો ઉપયોગ દઈ તે ગરોળી નો પૂર્વભવ જાણીને જ્ઞાનીએ કહી બતાવ્યો. તે સાંભળી ગરોળીને જાતિસ્મરણજ્ઞાન થયું. એટલે તેણે અનશન Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સમાધિમરણ કર્યું અને મરણ પામીને તે દેવગતિમાં ઉત્પન્ન થઈ. આમ પરિગ્રહનો રાગ અથવા મૂર્છા જીવને તિર્યંચગતિમાં ઘસડી જાય છે, અને સંસારમાં પરિભ્રમણ કરાવે છે.” (ચોસઠપ્રકારની પૂજામાંથી) પૂર્વભવમાં મુકિપણામાં મેલ જોઈ દુર્ગછા કરી તો ચંડાલના ઘરે જન્મ હુાંછા' ઉપર મેતારક મુનિના પૂર્વભવનું દૃષ્ટાંત - “અવંતી નગરીમાં મુનિચંદ્ર રાજા રાજ્ય કરતો હતો. તે રાજાનો પુત્ર સૌવસ્તિક અને પુરોહિતનો પુત્ર સુતયુગ એ બન્ને મળીને જૈન સાધુઓને બહુ રંજાડતા હતા. એકદા તેમને પ્રતિબોધ કરવા માટે તેમના સંસારી કાકા સાગરચંદ્ર ઋષિ વિહાર કરતા કરતા અવંતી નગરીમાં પધાર્યા. અને રાજગૃહમાં ગયા. બન્ને પુત્રોએ મુનિને કહ્યું તમે અમારી સાથે રમશો? મુનિએ હા કહી. એટલે ચોકમાં જઈ ક્રીડા કરવા લાગ્યા અને ધર્મની હેલના કરવા લાગ્યા. તે જોઈ મુનિએ યુદ્ધનો પ્રપંચ કરી તેમના શરીરના સાંધા ઉતારી નાખી, તેઓ ઉદ્યાનમાં જઈ ધ્યાનમાં ઊભા રહ્યા. ઘર્મની હેલના કરનાર પુત્રો દીક્ષા લે તો જ ઠીક કરું રાજા પુત્રોને રોતા સાંભળી તેમની પાસે આવ્યો. આ મુનિનું કૃત્ય છે એમ જાણી તે મુનિ પાસે ગયો. મુનિએ કહ્યું-જો સંયમ લે તો જ તેમને હું ઠીક કરીશ. તેઓ કબુલ થયા ત્યારે તેમને છે કે ક - સ્વસ્થ કરી દીક્ષા આપી. પણ પુરોહિત પુત્ર બ્રાહ્મણ હોવાથી સાધુના ધર્મમાં પવિત્રતા નથી એમ કહી, તે મેલ વગેરે જોઈ દુશંકા કરતો ત્યાંથી મૃત્યુ પામી, બન્ને દેવતા થયા. ત્યાં નિર્ણય કર્યો કે આપણા બેમાંથી જે પહેલો અવીને મનુષ્ય થાય તેને, બીજાએ દેવલોકથી આવીને ધર્મબોધ આપવો. Page #297 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૯૩ પુરોહિતપુત્ર દુગંછાના કારણે મેતરાણીના ગર્ભમાં આવ્યો હવે રાજગૃહ નગરીમાં ધનદત્ત શેઠ અને શેઠાણી રહેતા હતા. ગર્ભદોષથી સંતાન જીવતું નહીં. તેને મેતરાણી સાથે બેનપણા હતા. બન્નેને સાથે ગર્ભ રહ્યો. એક બીજા વચ્ચે ગર્ભ બદલવાની વાત થઈ. એ પુરોહિતનો જીવ દેવલોકમાંથી ચ્યવી મેતરાણીના ગર્ભમાં આવ્યો. એનો જન્મ થતાં તેણીએ શેઠાણીને ત્યાં પુત્ર મોકલ્યો, અને શેઠાણીએ પોતાની પુત્રીને મેતરાણીને ત્યાં મોકલી. પુત્રી તો થોડા વખતમાં મરણ પામી. મેતાર્યના આઠ કન્યાઓ સાથે વેવિશાળ હવે શેઠે મેતાર્ય એવું તેનું નામ પાડ્યું. મેતાર્ય શેઠને ત્યાં મોટો થયો. તે સુખમાં ડૂબેલો હોવાથી વૈરાગ્ય પામ્યો નહીં. શ્રેણિક રાજાની કુંવરી અને બીજી સાત કન્યાઓ સાથે તેના વેવિશાળ નક્કી થયા. પરણવા માટે રાજમાર્ગે જતા તેને પ્રતિબોધ કરવા ચંડાલના પિતાના શરીરમાં દેવે પ્રવેશ કર્યો અને સર્વ લોક દેખતા તે ચંડાલ કહે કે એ તો મારો પુત્ર છે. એમ કહી તેને પોતાને ઘેર લઈ ગયો. મેતાર્થે દેવને કહ્યું મારો કલંક ઉતાર તો ૧૨ વર્ષ પછી દીક્ષા લઈશ. પછી દેવે પ્રગટ થઈ મેતાર્યને કહ્યું કે- દેવલોકમાં આપણે વાત થઈ તે મુજબ હવે તું દીક્ષા લઈને જન્મ સફળ કર. ત્યારે મેતાર્ય કહે તેં મને વિષયથી નિવાર્યો તે તો સારું કર્યું. પણ લોકોમાં મને તે વગોવ્યો છે, તે કલંક ઉતારીશ તો બાર વર્ષ સુધી ભોગ ભોગવી પછી દીક્ષા લઈશ. તેથી હવે તેને રત્નો આપે એવો એક બોકડો અને અમુક વિદ્યાઓ આપી.” રોજ બોકડો લીંડીની જગ્યાએ રત્નો આપતો. મેતાર્યના પિતા રોજ રત્નોનો થાળ ભરીને રાજાને આપે મેતાર્યના પિતા રોજ તે દિવ્ય રત્નોનો થાળ ભરી રાજાને ત્યાં ભેટ આપતો અને પુત્રને માટે કન્યાની માગણી કરતો હતો. તેથી અભયકુમારે વિચાર્યું કે આ કોઈ દેવતાનું કૃત્ય જણાય છે. તેની પરીક્ષા કરવા માટે વૈભારગિરિથી રાજગૃહી સુધી સડક માર્ગ બનાવવા કહ્યું તે પણ કરી આવ્યો. વળી રાજાના આદેશથી નગરીને સુવર્ણના કાંગરા કરાવ્યાં. ત્યારે ખુશ થઈ અભયકુમારે રાજાને કહી રાજપુત્રી મેતાર્યને પરણાવી અને બીજી સાતે કન્યાઓ પણ પછી તેને પરણી. રાજાએ રહેવા માટે મહેલ આપ્યો. તેમાં રહેતા બાર વર્ષ વ્યતીત થઈ ગયા. હવે દેવે ફરી તેને પ્રતિબોધવા માટે ઉપાયો શરૂ કર્યા તેથી તે વૈરાગ્ય પામ્યો. અને પોતાના પુત્રને સર્વ સોંપી ગુરુ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી પોતાના આત્માનું કલ્યાણ કર્યું.” સ્ત્રીવેદના ઉદયે દોષ કર્યો પણ કબૂલ ન કર્યો તો ત્રણ લાખ ભવ કરવા પડ્યા. સ્ત્રીવેદના ઉદય ઉપર રૂપી સાથ્વીનું દૃષ્ટાંત - “ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજાને રૂપી નામની એક જ પુત્રી હતી. તેને પરણાવી હતી પણ પૂર્વકર્મના યોગે તેનો પતિ તરત મરણ પામ્યો અને રૂપી વિધવા થઈ. તેણીએ ચિતામાં પ્રવેશ કરવા પિતાની આજ્ઞા માગી ત્યારે પિતાએ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમાધિમરણ કહ્યું : હે વત્સ! બળી મરવાથી આ મનુષ્ય જીવન નિષ્ફળ જાય છે. માટે તું જૈનધર્મમાં રક્ત થઈ શીલતનું બરાબર પાલન કર. તેણીએ પિતાની વાત માન્ય રાખી. હવે એકદા તે રાજા પણ મરણ પામ્યો. તેને પુત્ર નહીં હોવાથી લોકોએ રૂપીનો રાજ્યાભિષેક કર્યો.તેથી રૂપી કુમારી હવે રૂપી રાજા બન્યો. ધો //\| | | | | | | | | | એક વખત શીલસન્નાહ નામના મંત્રી રાજસભામાં બેઠા હતા ત્યારે રૂપી રાજાએ તેની તરફ વિકાર દ્રષ્ટિથી જોયું. મંત્રી તેના ભાવ સમજી ગયા અને વિચાર્યું કે જો રાજા અન્યાય કરે તો તેને કોણ અટકાવી શકે? તેથી શીલભંગના ભયથી તે મંત્રી ગુપ્ત રીતે નગરની બહાર નીકળી ગયા અને બીજા નગરમાં જઈ ત્યાંના વિચારસાર નામના રાજાના સેવક થઈને રહ્યા. પહેલાના રાજાનું નામ ભોજન પહેલા ન લેવું, નહીં તો ભોજન વિનાના રહે કોઈ પ્રસંગે રાજાએ મંત્રીને પૂછ્યું–પ્રથમ તેં જે રાજાની સેવા કરી તેનું નામ શું છે? મંત્રી કહે–તેનું નામ ભોજન કર્યા પહેલા લેવું નહીં. નહીં તો તે દિવસ ભોજન વિનાનો વ્યતીત થાય. એ સાંભળી રાજા પણ આશ્ચર્ય પામ્યો. પણ તે વચનની ખાતરી કરવા માટે ભોજનની સામગ્રી તૈયાર કરી હાથમાં કોળિયો લઈને મંત્રીને કહ્યું કે-હવે રાજાનું નામ કહે. એટલે મંત્રીએ કહ્યું “રૂપી રાજા” એવું નામ જણાવ્યું કે તે જ સમયે રાજપુરુષે આવીને કહ્યું કે–મહારાજ! શત્રુરાજાએ નગરીને ઘેરો Page #299 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૯૫ ઘાલ્યો છે. એ સાંભળતાં કોળીયો હાથમાંથી મૂકી તે યુદ્ધ કરવા ચાલ્યો. બન્ને વચ્ચે મોટું યુદ્ધ થયું. યુદ્ધનું નિવારણ કરવા માટે શીલસન્નાહ મંત્રી ત્યાં ગયો. તેને મારવા સુભટો આવ્યા. એટલે શાસનદેવીએ તેમને ખંભિત કરી દીધા. ત્યાં આકાશવાણી થઈ કે–અખંડ બ્રહ્મચારી એવા શીલસન્નાહને નમસ્કાર થાઓ. મંત્રીને જાતિસ્મરણજ્ઞાન થયું, સાથે જ અવધિજ્ઞાન પણ ઉત્પન્ન થયું. તેથી પંચમુષ્ટિ લોચ કરીને તેમણે દીક્ષા લીધી. તે વિહાર કરતા એકવાર રૂપીરાજાના નગરે આવ્યા. તેમને વંદન કરવા રૂપી રાજા પોતાના સામંતો સાથે ત્યાં આવી, ગુરુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. હવે શીલસન્નાહ મુનિ સંલેખના કરવા તૈયાર થયા, તે વખતે રૂપી સાધ્વીએ પણ ગુરુ મહારાજને કહ્યું કે હે ભગવાન! મને પણ સંલેખના કરાવો. સર્વ પાપની આલોચના કરી શલ્યરહિત થઈ પછી સંલેખના કરો. ગુરુ બોલ્યા-આ ભવ સંબંધી સર્વ પાપની આલોચના કરી શલ્ય રહિત થઈ પછી ઇચ્છિત કાર્ય કરો. દ્રષ્ટાંતથી પણ વાત સમજાવી તેથી રૂપી સાધ્વીએ માત્ર એક વિકાર દ્રષ્ટિ મંત્રી ઉપર કરેલ તે સિવાય બીજા સર્વ પાપની આલોચના કરી. ત્યારે ગુરુ મહારાજે જણાવ્યું કે રાજસભામાં તેં મારી સામે સરાગદ્રષ્ટિથી જોયું હતું તેની પણ આલોચના કર. તો તે કહે તેમાં કોઈ પ્રકારનો મને Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સમાધિમરણ વિકારભાવ ન હતો. તેને પ્રતિબોધ કરવા ગુરુએ રાજપુત્રી લક્ષ્મણાનું પણ દ્રષ્ટાંત આપ્યું; છતાં તે રૂપી સાધ્વી બોલી કે-હે ભગવાન! મારામાં એવું કાંઈ પણ શલ્ય નથી. એમ કહેવાથી તેણે માયાથી ફરી સ્ત્રીપણું ઉપાર્જન કર્યું. ગુરુએ તેને સંલેખના કરાવી નહીં. શીલસન્નાહ મુનિ એક માસની સંલેખના કરીને કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. માયા શલ્ય ન છોડવાથી રૂપી સાધ્વી વિરાઘભાવને પામી. રૂપી સાધ્વી વિરાધકભાવે મરણ પામીને તે દેવી થઈ. ત્યાંથી ચ્યવીને કામવાસનાથી વિહળ એવી બ્રાહ્મણની પુત્રી થઈ અને ત્યાંથી તે નરકે ગઈ. નરકમાંથી નીકળીને તિર્યંચ થઈ. એ પ્રમાણે ત્રણ ઊણા લાખ ભવ સુધી પરિભ્રમણ કરીને પછી મનુષ્યભવ પામી તે ભવમાં સાધુપણાના ગુણને પામી, પણ માયાને લીધે ઇન્દ્રની ઇન્દ્રાણી થઈ. ત્યાંથી ચ્યવીને તે ગોવિંદની સ્ત્રી થઈ તે ભવમાં ચારિત્ર લઈ, નિરતિચારપણે તેને પાળીને તે મોક્ષે ગઈ.” (ચોસઠપ્રકારની પૂજાના આધારે) સમાધિમરણ માટે દેહાધ્યાસ ન ઘટાડ્યો તો મળેલો આવો યોગ વ્યર્થ જશે “મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ અને પાંચ જ્ઞાન તથા ત્રણ રત્ન મળી ૩૬ માળાનો જે ક્રમ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ ગોઠવ્યો છે તેનો વિચાર થવા તથા સમાધિમરણની તૈયારીરૂપ એ ક્રમ આરાધવા ઇચ્છા અને અનુકૂળતા હોય તો હરક્ત નથી. રોજ ન બને તો પૂર્ણિમા કે તેવો કોઈ દિવસ નક્કી કરી અઠવાડિયે-પખવાડિયે ભાવપૂર્વક ક્રમ સેવવાથી તે તે પ્રકૃતિઓનું ઓળખાણ અને કર્મરહિત થવાના ઉપાયની ઝાંખી થાય તેવું બળ મળવા યોગ્ય છેજી. જેટલી જાગૃતિ આત્મહિતમાં રહેશે, તેમાં વિશેષ પુરુષાર્થ થશે તેટલી સમાધિ મરણની તૈયારી થાય છે. દેહાધ્યાસ ઘટાડવા તો જરૂર પુરુષાર્થ કર્તવ્ય છેજી. આમ ને આમ દેહાદિ પદાર્થો પ્રત્યે વૃત્તિ રહ્યા કરે તો આવો યોગ આ ભવમાં મળેલો વ્યર્થ વહી જવા દેવા જેવું થાય. એકાંત જગ્યા અને અવકાશ હોય તો બધે જવા-આવવાનું ઓછું કરી પરમકૃપાળુદેવના વચનામૃતના અભ્યાસમાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છેજી. અંતરમાં શીતલીભૂત રહેવાનો અભ્યાસ વિશેષ વિશેષ કર્તવ્ય છેજી.” (બો.૩ પૃ.૬૨૧) * * * Page #301 -------------------------------------------------------------------------- ________________ શાવાદ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોધ'માં આપેલ સમાધિમરણ' વિષેની અદ્ભુત સમજણના બે પાઠ ૫૨ અને ૫૩ (વિવેચન સહિત) સમાધિ-મરણ ભાગ-૧ (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે—એ રાગ) * શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર-પદ વંદું સહજ સમાધિ ચહી, સદ્ગુરુચરણે ચિત્ત વસો મુજ, એ જ ભાવના હૃદય રહી. દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા, તે ભગવંત નિરંતર ભજતાં, દોષ રહે કહો કેમ કશા? ૧ ૨૯૭ અર્થ = શ્રીમદ્ સદ્ગુરુ ભગવંત રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં સહજ સમાધિ એટલે નિર્વિકલ્પ સમાધિને પામવાની ઇચ્છા રાખી પ્રણામ કરું છું. તે સદ્ગુરુના ચરણકમળમાં મારું ચિત્ત વાસ કરીને રહો, એ જ ભાવના મારા હૃદયમાં સદા જાગૃત રહી છે. કેમકે દેહ હોવા છતાં પરમકૃપાળુદેવની દેહાતીત એટલે દેહથી જુદી એવી અપૂર્વ આત્મદશા નિત્ય વર્તે છે. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી.” (વ.પૃ.૨૯૦) એવા સદ્ગુરુ ભગવંત પરમકૃપાળુદેવને નિરંતર ભજતાં કોઈપણ પ્રકારના દોષ કેમ રહી શકે ? ।।૧।। સદ્ગુરુ-બોધે, અંતર્શોધે શુદ્ધ સ્વરૂપ જે ઓળખશે, તેમાં તલ્લીન રહેવાને તે સત્પુરુષાર્થ કર્યા કરશે. સ્થિરતા વીર્ય વિના ન ટકે ત્યાં વ્રતાદિથી શુભ ભાવ કરે; સમાધિ સહિત મરણ, ફળ વ્રતનું, નિશ્ચય એ ઉમાંહિ ધરે. ૨ અર્થ = · એવા સદ્ગુરુ પરમકૃપાળુદેવના બોધે અંતર્રાત્મામાં શોધ કરીને જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખશે, તે સદા તેમાં જ તલ્લીન રહેવાનો પુરુષાર્થ કર્યા કરશે. કેમકે આત્મામાં નિરાકુળ સુખનો સ્વાદ ચાખ્યા પછી બહારના ઇન્દ્રિય સુખો તેને તુચ્છ ભાસશે. તે આત્મસ્વરૂપમાં સ્થિરતા આત્મવીર્ય વિના કે ચારિત્રમોહનીય કર્મના ગયા વિના ટકશે નહીં; ત્યારે વ્રત નિયમ સ્વાધ્યાય ભક્તિ આદિ શુભ ભાવમાં મનને રોકશે. તથા વ્રતનું ફળ પણ સમાધિમરણ આવવું જોઈએ; એ નિશ્ચયને મનમાં રાખી પરપદાર્થો પ્રત્યેનો મોહ ઘટાડવા તે પુરુષાર્થ કર્યા કરશે. ૨ા Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સમાધિમરણ સુવર્ણ મંદિર ઉપર શોભે રત્નકલશ સુંદર જેવો, તેમ સમાધિ-મરણ યોગ પણ વ્રતમંડન માની લેવો. જો ન સમાધિ-મરણ સાચવે વ્રત-અભ્યાસ ન સફળ થ ય ; શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. ૩ અર્થ :- સોનાનું મંદિર બનાવ્યું હોય તેના શિખર ઉપર રત્નનો સુંદર કલશ જેમ શોભે તેમ સમાધિમરણનો યોગ પણ વ્રત મંડન એટલે કરેલા વ્રતોને શોભાવનાર અર્થાત્ દીપાવનાર માનવો. જીવન પર્યત આરાધના કરીને અંતકાળે સમાધિમરણને ન સાચવે તો તેનો કરેલો વ્રતનો અભ્યાસ સફળ થયો નહીં. જેમકે શસ્ત્રો ચલાવવાની તાલીમ લીધી હોય પણ રણક્ષેત્રે એટલે યુદ્ધના મેદાનમાં જ શસ્ત્રો ચલાવવાનું ભૂલી જાય તો તે લીધેલી તાલીમ વ્યર્થ છે. અથવા બાળક બાર મહિના ભણીને પણ પરીક્ષામાં નાપાસ થાય તો તેનું ભણતર ન ભણ્યા બરાબર છે. કારણ તેનું આખું વર્ષ વ્યર્થ જાય છે. આવા જેમ વર્ષ અંતે સરવૈયું રહસ્યરૃપ વ્યાપાર તણું, તેમ ઘણું કરી કૃત, કર્માનુસાર મતિ અંતિમ ગણું; વિચારવાનો ક્ષણ ક્ષણ ચેતે મરણ સમીપ સદાય ગણી, “સમજ્યા ત્યાંથી સવાર” ગણી મન વાળે આત્મસ્વરૂપ ભ ણ ૧ અર્થ :- જેમ વર્ષના અંતે વ્યાપારનું સરવૈયું તેના રહસ્યને બતાવે છે કે આ વર્ષે કેટલી કમાણી થઈ. તેમ જીવનપર્યત કરેલા કર્મોની રહસ્યભૂત મતિ ઘણું કરી અંત વખતે આવે છે. જેમ શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હોવા છતાં પૂર્વે હરણને મારતાં હિંસાનંદી રૌદ્રધ્યાન થવાથી નરકગતિનો બંધ પાડેલ, તે ભાવો અંત સમયે આવી હાજર થયા. અથવા શ્રીકૃષ્ણ પણ ક્ષાયિક સમકિતી હોવા છતાં નરકાયુ બંધના કારણે મરણ વખતે રૌદ્ર પરિણામવાળા થયા. માટે વિચારવાન પુરુષો મરણને સદાય સમીપ ગણી ક્ષણે ક્ષણે ચેતતા રહે છે. “વિચારવાન પુરુષો તો કેવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. (વ.પૃ.૫૧૦) રાત્મતત્ત્વ વિષે સમજણ મળી ત્યારથી જ સવાર ગણી પોતાના મનને આત્મસ્વરૂપ ભણી વાળે છે; અર્થાત્ રાગદ્વેષનો ત્યાગ કરી પોતાના શુદ્ધ સ્વરૂપને મેળવવા પુરુષાર્થશીલ બને છે. પાકા. જન્મ મહોત્સવ સમ સંતો તો મૃત્યુમહોત્સવ પર્વ ગણે, સત્કાર્યો નિષ્કામ કરેલાં દે સંતોષ અપૂર્વ-પણે; Page #303 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અભુત સમજણ ૨૯૯ આત્મા નિત્ય પ્રતીત થયો તો મરણ કહો કોને મારે? જે ઉત્પન્ન થયું તે મરશે, દેહ નહીં હું, સુવિચારે. ૫ અર્થ – સંત પુરુષો તો જન્મ મહોત્સવની જેમ મૃત્યુ મહોત્સવને પર્વ ગણે છે. કેમકે શુદ્ધના લક્ષે શુભ કાર્યો નિસ્પૃહભાવે જીવનમાં જે કરેલા હોય તે અંત વખતે તેમને અપૂર્વ સંતોષ આપે છે. વળી જેને આત્મા અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ” મનાયો તેને મરણ કહો કેવી રીતે મારી શકે? આ દેહ ઉત્પન્ન થયો માટે એ મરશે, એનો નાશ થશે; જ્યારે હું દેહાદિ સ્વરૂપ નથી પણ અવિનાશી એવો હું આત્મા છું એમ સમ્યક વિચારણા કરવાથી સમાધિમરણના વખતે પણ ચિત્તમાં શાંતિ રહે છે. તેથી તેમને મન મૃત્યુ મહોત્સવ છે. આ મૃત્યુ મહોત્સવ તમને ઉચ્ચ પદવી આપનાર છે. હું ચેતન અવિનાશી જુદો, દેહ વિનાશી વિષે વસતો, વગર કહ્યું વહેલે-મોડે જડ કાયયોગ દીસે ખસતો; કરોડ ઉપાય કર્યો નહિ ટકશે, કાયા અમર ન કોઈ તે ણ ૧ , અનંત દેહ આવા તો મૂક્યા; હું રત્નત્રયનો જ ધણી. ૬ અર્થ - તેઓ વિચારે છે કે હું ચૈતન્ય આત્મા અવિનાશી હોવા છતાં કર્માધીન આ વિનાશી એવા શરીરમાં વાસ કરીને રહેલો છું. વગર કહ્યું વહેલું કે મોડે બધાનો જડ એવો આ કાયાનો સંયોગ નાશ પામતો દેખાય છે. કરોડો ઉપાય કરવા છતાં પણ આ દેહનો સંયોગ ટકી રહે એમ નથી. કારણકે કોઈની કાયા આ જગતમાં અમર નથી. આવા અનંત દેહ ધારણ કરીને છોડ્યા છે. જ્યારે હું તો સદા તેનો તે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનો જ ધણી આત્મા છું. દેખવું, જાણવું, સ્થિર થવું એ મારો સ્વભાવ છે. તે કોઈ કાળે નાશ પામે એમ નથી. કા. રત્નત્રયીરૂપ ધર્મ જ દુર્લભ, દેહ જતાં પણ તે ન તજું, સંસાર-પરિભ્રમથી બચવું છે, બચાવનાર સુધર્મ ભજું; દેહ ઉપરની મમતા તર્જી, પંડિતમરણ પુરુષાર્થ કરું, સફળ સમાધિ-મરણ સાધવા મહત્ માર્ગને અનુસરું. ૭ અર્થ :- સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમય એ મારો ધર્મ એટલે સ્વભાવ છે. તેને દેહ છૂટી જતાં પણ તજું નહીં. કેમકે મારે ચતુર્ગતિરૂપ સંસાર પરિભ્રમણથી હવે બચવું છે. માટે પરિભ્રમણથી બચાવનાર સર્વજ્ઞના ધર્મને જ સુશરણરૂપ માની નિરંતર ભજું. છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ એમ જાણી દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરું. તથા બાહ્ય તેમજ અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી પંડિત મરણ સાધવાનો પુરુષાર્થ કરું. ગોમ્મદસારમાં પાંચ પ્રકારના મરણ કહ્યા છે. મિથ્યાવૃષ્ટિનું મરણ તે બાળબાળમરણ, Page #304 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ અવિરત સમ્યદૃષ્ટિનું મરણ તે બાળમરણ, દેશવિરતિ શ્રાવકનું મરણ તે બાળપંડિતમરણ, સર્વ વિરતિ મુનિનું મરણ તે પંડિત મરણ અને કેવળી ભગવાનના દેહત્યાગની સ્થિતિને પંડિતપંડિત મરણ જણાવેલ છે. એમાં ઉત્તમ પ્રકારના સમાધિમરણને સાધવા મોટા પુરુષો જે માર્ગે ગયા તે માર્ગને હું પણ અનુસરું. ।।ા ૩૦૦ સ્નેહ સગાં-સંબંધી પરના તજી તજાવું આમ કહી :દેહષ્ટિએ સ્નેહ ટકે છે, સ્વરૂપ-વિચારે સ્નેહ નહીં. દેહદાન દેનારી માતા, દીકરા-દીકરી દેહ તણાં, સ્ત્રી સુખ દેહ તણાં દેનારી, દેહસગાં સર્વે ય ગણ્યાં. ૮ અર્થ :- સ્ત્રીપુત્રાદિ સગાં સંબંધીઓ ઉપરના સ્નેહને હું તજી તેમને પણ તજાવું. તેમને આ પ્રમાણે કહ્યું કે દેહદૃષ્ટિ રાખવાથી આ પરસ્પર મોહ ટકે છે, પણ આત્માના અવિનાશી શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવાથી એક બીજા પ્રત્યેનો આ મોહ વિલય પામે છે. માતા પણ આ દેહને જ જન્મ આપનારી છે. દીકરા કે દીકરી પણ આ દેહના જ સંબંધી છે. સ્ત્રી પણ આ દેહના જ સુખને દેનારી છે. સર્વને આ દેહના કારણે સગાં ગણેલા છે. જો દેહ ન હોય તો આમાંનું એક્કે સગું ગણાતું નથી. ।।૮।। હે! દેહ તણાં સંબંધી સર્વે, આજ સુધી સંબંધ રહ્યો; દેહ વિનાશિક નાશ થવાનો અવસર મેં અતિ નિકટ લહ્યો. આયુષ-આધીન દેહ રહે, નહિ સ્નેહ ઘટે એ દેહ તણો; રાખ્યો રહે નહિ દેહ, ભલે સૌ સ્નેહ દેહ પર ધો ઘણો. ૯ અર્થ હે દેહતણા સગાં સંબંધીઓ ! તમારા સર્વેનો આજ સુધી સંબંધ રહ્યો. હવે નાશવંત એવા આ દેહને નાશ થવાનો અવસર નિકટ આવી ગયો છે. આયુષ્યને આધીન આ દેહ રહે છે. માટે આ દેહનો સ્નેહ રાખવો યોગ્ય નથી. ભગવાન મહાવીર પણ જે દેહને રાખી શક્યા નહીં તેવા દેહને આપણે કેવી રીતે રાખી શકીશું? ભલે તમે બધા આ દેહ ઉપર ઘણો સ્નેહ ધારી રાખો તો પણ તેને કોઈ રાખી શકે એમ નથી. II૯લા અગ્નિમાં બળી ભસ્મ થશે, ૫૨માણુ બની વીખરાઈ જશે, પત્તો પછી લાગે નહિ એનો, દેહ-સ્નેહ ક્યાંથી ટકશે? જ્ઞાન-સ્વરૂપ આત્મા અવિનાશી મને માર્ની સૌ સુખી થ જા " દેહ નથી હું, આત્મા છું તો, દેહ-સ્નેહ સૌ ભૂલી જજો. ૧૦ અર્થ :– આ દેહ તો અગ્નિમાં બળી ભસ્મ થઈ જશે, અને તેના પરમાણુ બની ચારે દિશાઓમાં વિખરાઈ જશે. પછી એનો કંઈ પત્તો લાગશે નહીં. પ.પૂ.પ્રભુશ્રીજી કહે - આ દેહ તો રાખના પડીકાં છે, નાખી દેવા જેવા છે. આવા નાશવંત દેહનો સ્નેહ ક્યાં સુધી ટકી શકશે? Page #305 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ માટે જ્ઞાનસ્વરૂપ એવો હું અવિનાશી આત્મા છું એમ મને માની સૌ સુખી થજો. હું દેહ નથી પણ આત્મા છું, તો આ દેહ પ્રત્યેનો સ્નેહ તમે સૌ ભુલી જજો. ૧૦ના જ્ઞાન-સ્વરૂપ મુજ ઉજ્જવળ કરવા, વીતરાગતા પ્રાપ્ત થ વ し " સત્પુરુષાર્થ કરીશ હવે હું રાગાદિક દોષો હણવા. વિપરીતતાવશ બહુ ભટક્યો હું ચાર ગતિમાં દેહ ધરી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચ૨ણરૂપ સ્વરૂપ માન્યતા હવે કરી. ૧૧ અર્થ : ઃ– મારા આત્માનું જ્ઞાનસ્વરૂપ નિર્મળ કરવા તેમજ વીતરાગતા પ્રાપ્ત કરવા માટે હવે હું સર્વ રાગ દ્વેષાદિ કષાયભાવોને હણવાનો સત્પુરુષાર્થ કરીશ. દેહમાં આત્મબુદ્ધિ કરીને વિપરીતતાવશ હું ચાર ગતિમાં નવા નવા દેહ ધારણ કરીને બહુ ભટક્યો, પણ હવે સમ્યક્દર્શન, જ્ઞાન, ચરણરૂપ એટલે દેખવું, જાણવું અને સ્થિર થવું એ મારા આત્માનો સ્વભાવ છે એમ જાણી તેવી જ માન્યતા હવે હૃદયમાં ધારણ કરી છે. ।।૧૧।। ક્યાં મારી સર્વજ્ઞ દશા ને ક્યાં એકેન્દ્રિય ક્ષુદ્ર ભવો! કર્મભાવથી હું કંટાળ્યો, સર્વ કર્મનો ક્ષય કરવો; વીતરાગ-વચને હું જાગ્યો, સ્વજનો સર્વ, સહાય કરો, રાગ-દ્વેષથી જીવ હણાતો બચાવવા વૈરાગ્ય ધરો.’ ૧૨ ૩૦૧ અર્થ :– ક્યાં મારા આત્માની મૂળ સ્વરૂપે સર્વજ્ઞ દશા અને ક્યાં ઝાડપાન જેવા એકેન્દ્રિય ક્ષુદ્ર એટલે હલકા ભવોમાં જન્મ લેવો. હવે આવા કર્મ બંધાય તેવા ભાવથી હું કંટાળ્યો છું. હવે તો સર્વ પ્રકારના કર્મનો ક્ષય કરવો છે. વીતરાગ પુરુષોના વચનથી મને આ જાગૃતિ આવી છે. માટે હે સ્વજન કહેવાતા કુટુંબીઓ! તમે મને મારી સર્વજ્ઞદશા પ્રાપ્ત કરવામાં બધા સહાય કરો. રાગદ્વેષના ભાવોને લઈને અનાદિથી આ જીવ હણાતો આવ્યો છે, માટે તેને દુઃખથી બચાવવા સર્વે વૈરાગ્યને ધારણ કરો. ।।૧૨।। વગર હકે ધન-ધરતી કો'ના હોય દબાવ્યાં કપટ કરી, તો માલિકને પાછા સોંપી કરે ખુશી બહુ વિનય ધરી; વેર-વિરોધે વિમુખ રહેલા પ્રતિ પણ પ્રેમ સહિત કહે : “ભાઈ, ભૂલથી હૂઁભવ્યા તમને, ક્ષમા આપની પાર્ષી " ચ 3 " હ ૧ અર્થ ઃ– હક વગરનું કોઈનું ધન કે જમીન કપટ કરીને દબાવ્યા હોય તો માલિકને તે વિનયસહિત પાછા સોંપીને ખુશી કરે. વેર વિરોધથી કોઈ વિમુખ રહેલા હોય તેમના પ્રતિ પણ પ્રેમસહિત કહે કે ભાઈ, મેં તમને મારી ભુલથી દુભવ્યા છે માટે આ પાપી આપની પાસે તેની ક્ષમા Page #306 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ માગે છે. ।।૧૩।। સાંસારિક ચિન્તા તર્જી શોધે સદ્ગુરુ, મરણ-સુધારક જે, મહાભાગ્યથી મળી આવે તો વિનયે તુર્ત ઉપાસી લે. એકાંતે ગુરુનિકટ કપટ વણ હે અપરાધ બધા ભવના, પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવાની પરે ભાવના એકમના. ૧૪ અર્થ :— હવે સાંસારિક બધી ચિંતાઓ તજી દઈ મરણ સુધારનાર એવા સદ્ગુરુની શોધ કરે. જેમ શ્રી અનુપચંદ મલુકચંદ ભરૂચવાળાએ પરમકૃપાળુદેવ પ્રત્યે સમાધિમરણમાં સહાયક થવાની ભાવના દર્શાવી હતી. તેમના ભાવ પ્રમાણે પાલીતાણા ઉપર ચઢતા હાર્ટએટેક આવવાથી બેઠા હતા. ત્યાં ૫.પૂ. પ્રભુશ્રીજી ઉપરથી નીચે ઊતરતા મળી ગયા. પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને હે પ્રભુ ! હે પ્રભુ ! ની ગાથા વારંવાર બોલવા જણાવ્યું. તે બોલતા બોલતા જ તેમના પ્રાણપંખેરુ ઊડી ગયા. તેમના ભાવ પ્રમાણે યોગ પણ મળી આવ્યો. મહાભાગ્યથી આવો યોગ મળી આવે તો વિનયપૂર્વક તેની તરત ઉપાસના કરવી. સદ્ગુરુનો યોગ હોય તો તેમની પાસે એકાંતમાં આખા ભવમાં જે જે અપરાધ થયા હોય તે કપટ વગર બધા કહી દેવા. તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તે એકમના એટલે ખરાભાવથી લઈને શુદ્ધ થવાની ભાવના રાખવી. ।।૧૪।। સદ્ગુરુયોગે શક્તિ પેખી અંતપર્યંત મહાવ્રત લે, અથવા ત્યાગ યથાશક્તિ પરૌં મહાવ્રત ભાવે ઉર ખીલે; રોગ-વેદના વખતે ધીરજ ધરી સમભાવે સહન કરે, શત્રુ-મિત્ર, સંયોગ-વિયોગે નહીં અલ્પ પણ ચિત્ત ધરે. ૧૫ સમાધિમરણ અર્થ :— સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયે પોતાની શક્તિ જોઈ મરણપર્યંત મહાવ્રતને અંગીકાર = કરે. અથવા યથાશક્તિ ત્યાગ ગ્રહણ કરીને હૃદયમાં મહાવ્રતની ભાવના જાગૃત રાખે. રોગની વેદના વખતે ધીરજ ધરી સમભાવથી તે સહન કરે. શત્રુ મિત્ર પ્રત્યે કે જે સંયોગ છે તેનો વિયોગ થઈ જશે એવા કોઈ વિકલ્પને અલ્પ પણ મનમાં ધારણ કરે નહીં. ।૧૫।। મરણ અનંતાનંત કર્યાં, નથી પંડિત-મરણ કર્યું જ કદા, થયું હોત સમાધિ-મરણ કી હોત ન આ મૃત્યુ-વિપદા. ભવ-અટવીમાં રાગાદિ વશ ભટકાવાનું કેમ ટળે? એ અભિલાષા ઉર પરે, વળી ચિંતે લાગ ફરી ન મળે. ૧૬ અર્થ – વળી વિચારે છે કે મેં પૂર્વે અનંતાનંત મરણ કર્યાં પણ આત્મજ્ઞાન સહિત મુનિનું મરણ જે પંડિત મરણ કહેવાય છે એવું મરણ મેં કદી કર્યું નથી. જો મારું પૂર્વે કદી સમાધિમરણ થયું હોત તો આ મૃત્યુની વિપદા કહેતા વિપત્તિ અથવા પીડા મને હોત નહીં. સંસારરૂપી અટવી કહેતા જંગલમાં રાગાદિ મોહવશ ભટકવાનું કેવી રીતે ટળે? એ Page #307 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ અભિલાષા હૃદયમાં રહે છે. વળી ચિંતન કરવાથી એમ લાગે છે કે આવો લાગ એટલે આવી રૂડી જોગવાઈ ફરી ફરી મળવાની નથી. ।।૧૬। દેહ પ્રતિ વૈરાગ્ય રહે, અતિ ખેદ ભીતિ દુખ શોક ટળે, સત્ય શરણના ગ્રહણ તણું બળ અંતિમ કાળે નક્કી ૧. ܢ મ ; તે અર્થે સુવિચાર થવાને મૃત્યુ-મહોત્સવ ગ્રંથ ભલો, સત્પુરુષે જ કહ્યો ઉપકારક, સાર સુણો તેનો વિમલો : ૧૭ -- કે અર્થ ઃ— જે જીવને આ દેહ પ્રત્યે વૈરાગ્ય રહે અને અત્યંત ખેદ, ભય, દુઃખ કે શોક ટળી જાય તો સાચું વીતરાગનું શરણ ગ્રહણ કરવાનું બળ અંત કાળે તેને જરૂર પ્રાપ્ત થાય. આવી સુવિચારણા ઉત્પન્ન કરવાને માટે ‘મૃત્યુ મહોત્સવ' નામનો એક ભલો ગ્રંથ છે. તે સત્પુરુષે ઉપકાર કરવા માટે કહ્યો છે. તેનો વિમલો એટલે પવિત્ર સાર અત્રે જણાવું છું તે તમે સાંભળો. ।।૧૭। મુક્તિપુર લગી ચાલે તેવું બોધિ-સમાધિ-સુભાતું ચઢું, તે દેવા વીતરાગ પ્રભુને વીનવી સત્થ૨ણે જ રહ્યું. તન-પિંજર મુજ જીર્ણ થયું છે કૃમિકુલ-જાલે ખદબદતું, ભસ્મ થવાનું, તેનો ભય શો? જ્ઞાનતનું હું, અભય ૨હ્યું. ૧૮ ૩૦૩ - અર્થ :– હે પ્રભુ! મુક્તિપુર એટલે મોક્ષનગર સુધી ચાલે એવા બોધિ સમાધિરૂપ સમ્યક્ ભાતાને હું ઇચ્છું છું. સમ્યક્ દર્શનજ્ઞાનચારિત્ર એ રત્નત્રય છે એને બોધિ પણ કહેવાય છે. તે સાથે મરણ તે સમાધિમરણ છે. એવા બોધિ સહિત સમાધિમરણને હું ચાહું છું. તે આપવા માટે વીતરાગપ્રભુને વિનંતી કરી તેમના જ સત્શરણમાં સ્થિર રહ્યું. હવે મારું આ શરીરરૂપી હાડપિંજર જીર્ણ થઈ ગયું છે અને કૃમિઓના જાળથી ખદબદે છે. તે શરીર હવે ભસ્મ થવાનું છે. તો તેનો મને ભય શો? હું તો જ્ઞાનતનુ કહેતા જ્ઞાનરૂપી શરીરવાળો આત્મા છું; માટે હમેશાં અભય રહું. 119211 મૃત્યુમહોત્સવ પ્રાપ્ત થયે, ભય કેમ ઘટે? પટ જેમ તજું, દેહ-દેશ મૂકી દેશાંતરમાં જતાં સમાધિભાવ ભજું. સત્કર્મોનું ફળ દે સ્વર્ગે લઈ જઈ મૃત્યુ મિત્ર ખરો, તો ડર કોણ મરણનો રાખે? સર્વ મળી સત્કાર કરો. ૧૯ અર્થ :– મૃત્યુ મહોત્સવ પ્રાપ્ત થયો છે તો તેનો ભય રાખવો કેમ ઘટે ? જેમ જૂનું વસ્ત્ર મૂકી નવું પહેરતા શોક શો ? તેમ જીર્ણ શરીર મૂકી દઈ નવું ધારણ કરવામાં શોક શો કરવો? દેહરૂપી દેશ મૂકી નવા દેશમાં જતાં સ્વસ્થભાવ રાખું. સમાધિભાવ સહિત મરણ કરું તો આ મૃત્યુ મિત્ર મને સ્વર્ગે લઈ જઈ શુભ કર્મોનું ફળ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સમાધિમરણ આપશે. તો આ મરણનો ડર કોણ રાખે? માટે બધા ભેગા મળી મરણરૂપી આ મિત્રનો સત્કાર કરો. I૧૯ાા તન-પિંજરમાં પૂરી પડે છે ગર્ભ-કાળથી કર્મ-અરિ, કોણ મને ત્યાંથી છોડાવે? મૃત્યુરાજની મદદ ખરી. દેહ માત્ર ગણી બીજ સૌ દુખનું દેહ-વાસના દૂર કરે, આતમજ્ઞાની, મૃત્યુ મિત્રની કૃપા વડે મુક્તિ ય વરે. ૨૦ અર્થ - શરીરરૂપી પાંજરામાં ગર્ભકાળથી પૂરીને આ કર્મરૂપી શત્રુ મને પીડા આપે છે. ત્યાંથી મને કોણ છોડાવી શકે? તેમાં મૃત્યુરાજની મદદ કામ લાગે એમ છે. સર્વ દુઃખનું બીજ માત્ર આ દેહ છે, એમ ગણી દેહની વાસના એટલે મૂર્છાને દૂર કરે તો આત્મજ્ઞાન પામે. આત્મજ્ઞાની પુરુષો તો આ મૃત્યુરૂપી મિત્રની કૃપાવડે મુક્તિને પણ મેળવી લે છે. ||૨૦ણી. કલ્પતરું સમ મૃત્યુ-યોગે જો આત્માર્થ ન સિદ્ધ કર્યો, તો આવી તક ક્યાંથી મળશે? ભવ ભવ ભમશે ભ મ ણ ત ભ ય છે . ' દેહાદિક સી જીર્ણ હરી લઈ દે મૃત્યુ સૌ નવું નવું, પુણ્યોદય સમ મરણ ગણાય; તેથી મુદિત ન કેમ થવું? ૨૧ અર્થ :- કલ્પવૃક્ષ સમાન મૃત્યુનો યોગ પ્રાપ્ત થયા છતાં જો સમાધિમરણ કરીને આત્માર્થ સિદ્ધ ન કર્યો તો ફરી આવી તક ક્યાંથી મળશે? ભવોભવ ત્રસ સ્થાવર યોનિમાં ભયનો માર્યો જીવ ભટક્યા જ કરશે. શરીર આદિ જે સર્વ જીર્ણ થઈ ગયા તેને હરી લઈ મૃત્યુ મિત્ર સૌ નવા નવા પદાર્થોને આપે છે. તેથી પુણ્યોદય સમાન આ મરણનો યોગ ગણાય. તો તે વડે મુદિત એટલે આનંદિત કેમ ન થવું? અર્થાત્ હર્ષ કેમ ન માનવો? સારવા દેહ વિષે પણ સુખ-દુખ વદે, સ્વયં દેહથી દુર થતો. જીવ મરણ કોનું માને છે? કેમ મરણથી ર્હે ડરતો? આસક્તિ સંસાર તણી ઉર રાખે જીંવ મરતાં ડરશે, જ્ઞાન અને વૈરાગ્ય ધર્યો ઉલ્લાસ ઉરે અંતે ખુરશે. ૨૨ અર્થ :- આ જીવ દેહમાં રહીને પણ સુખદુઃખને વેદે છે. તેમાં પણ મુખ્યત્વે અશાતા જ વેદે છે. વળી આ દેહમાંથી જીવ પોતે જ બહાર નીકળીને શરીરથી દૂર થાય છે, તો પછી આ જીવ મરણ કોનું માને છે? અને મરણથી કેમ ડરતો રહે છે? સંસારની આસક્તિ જ્યાં સુધી હૃદયમાં હશે ત્યાં સુધી આ જીવ મરણથી ડરતો રહેશે. પણ જ્ઞાન અને વૈરાગ્ય કહેતા સાચી સમજણ અને અનાસક્તભાવ ધારણ કરશે તો મરણના અંત Page #309 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ૩૦૫ સમયે હૃદયમાં ઉલ્લાસભાવ સ્કુરાયમાન થશે અને ઉત્તમ સમાધિમરણને પામશે. રા. પુરપતિ સુકત-ફળ ભોગવવા જ્યાં પોતે તૈયાર થયો. પંચભૂત-પ્રપંચ ન ખાળે, કોણ કહે : ઑવ કેમ ગયો? સપુરુષોને મૃત્યુંકાળે વ્યાધિ-વેદના જે આવે, દેહ-મોહ તે પૂર્ણ સજાવે સ્વરૂપ-સુખમાં મન લાવે. ૨૩ અર્થ :- શરીરરૂપી નગરીનો રાજા એવો આ આત્મા પોતાના જ કરેલા સુકૃત એટલે સારા કર્મોના પુણ્યફળ ભોગવવા જ્યારે દેવાદિક ગતિમાં જવા તૈયાર થયો, ત્યારે પંચભૂતનું બનેલું આ પ્રપંચમય શરીર તેને ખાળી એટલે રોકી શકે નહીં. કેમકે તે તો જડ છે. જડ એવું શરીર તો કહી શકે નહીં કે હે આત્મા! તું મારી પાસેથી કેમ ગયો? સપુરુષોને મૃત્યુ સમયે વ્યાધિ વેદના આવે તે દેહ ઉપરના મોહને પૂર્ણ તજવામાં નિમિત્તભૂત બને છે. તેઓ પોતાના મનને તે વખતે સ્વરૂપ સુખમાં લીન કરે છે. “મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે.” (પૃ.૩૭૯) ૨૩. સંતાપ સહન મૃત્યુનો કરીને અમૃતલીલા જ્ઞાની લહે. જેમ ઘડો કાચો અગ્નિમાં તાપ સહી શિવ-શીર્ષ રહે. કષ્ટ સહી વ્રત-ફળ ઑવ પામે; તે જ સમાધિ-મરણ સુખે સુખે પામે છંવ, અંતે જો શુભ ધ્યાને ચિત્ત ચઢે. ૨૪ અર્થ :- મૃત્યુનો સંતાપ સહન કરીને અમૃતલીલા એટલે અવિનાશી લીલાસ્વરૂપ એવા મોક્ષને જ્ઞાની પુરુષો પામે છે. જેમ કાચો ઘડો અગ્નિમાં પરિપક્વ થઈને શિવલિંગ ઉપર બિરાજમાન થાય છે, તેમ શુદ્ધ આત્માને પ્રાપ્ત એવા જ્ઞાની પુરુષ મોક્ષના શિખર ઉપર જઈને બિરાજમાન થાય છે. અનેક પ્રકારના કષ્ટ સહીને વ્રતનું ફળ જીવો પામે છે તે જ ફળ સમાધિમરણ વડે જીવો સુખે સુખે પામી શકે છે, જો અંત વખતે શુભધ્યાનમાં ચિત્ત રહે તો; અર્થાત્ અંત વખતે દેહકુટુંબ પ્રત્યે ચિત્ત ન રાખતાં સદ્ગુરુ શરણમાં ચિત્ત રહ્યું તો ઉત્તમ ફળ સહેજે પ્રાપ્ત થવા યોગ્ય છે. ૨૪. આર્તધ્યાન તજીં શાંતિપૂર્વક દેહ તજે જે સધર્મી, પશુ, નરક, નીચ ગતિ નવ પામે, થાય સુરેશ્વર સ ત ક મ ી . તપના તાપ સહીને અંતે કે વ્રત પાળી, સુશાસ્ત્ર ભણી, કરવા યોગ્ય સમાધિ-મૃત્યુ; તે થયું તો થઈ વાત ઘણી. ૨૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સમાધિમરણ અર્થ :- આર્તધ્યાનનો ત્યાગ કરી શાંતિપૂર્વક જે સદ્ધર્મી આ દેહનો ત્યાગ કરશે તે પશુ, નરક કે નીચ ગતિ પામશે નહીં. પણ તે સત્કર્મી સુરેશ્વર કહેતા સુરનો ઈશ્વર અર્થાત્ ઇન્દ્રની પદવી પણ પામી શકે. તપના તાપ સહન કરીને કે વ્રત પાળીને કે સુશાસ્ત્ર ભણીને જે કરવા યોગ્ય અંતમાં સમાધિમરણ છે તે જો થઈ ગયું તો ઘણી મોટી વાત થઈ ગઈ. કેમકે અનાદિકાળમાં અનંત જન્મમરણ કરતાં છતાં પણ તે હજુ સુધી પ્રાપ્ત થયું નથી માટે. /પા. “અતિ પરિચિત પ્રતિ થાય અવજ્ઞા', “પ્રીતિ નવીન પર ઝટ પ્રગટ 5 ' , એમ કહે જન; તો પરિચિત આ દેહ બદલતાં ડર ન ઘટે. સમાધિમરણ કરી, અમરગતિ વરી, ફરી નરભવ ઉત્તમ ૫ | મ ૧ , નટ સમ જગ-જન-મન રંજનથી જીંવ બનશે શિવપદ-સ્વામી. ૨૬ અર્થ:- લોકોમાં એમ કહેવાય છે કે અતિ પરિચિત પ્રત્યે અવજ્ઞા થાય, અને નવી વસ્તુ ઉપર ઝટ પ્રેમ આવે છે. તો પછી અતિ પરિચિત એવા દેહને બદલતા ડર લાગવો ન જોઈએ. સુખે સુખે તેનું મમત્વ ત્યાગવું જોઈએ. હવે સમાધિમરણ સાધવાથી, અમરગતિ કહેતા દેવગતિ પામી, ફરી ત્યાંથી ચ્યવી ઉત્તમ મનુષ્ય અવતાર લઈ, કર્મવશાત્ નટની જેમ જગતમાં જનમનરંજન કરતો આજ સુધી ફરતો હતો તે મટી જઈ આ જીવ શિવપદ એટલે મોક્ષપદનો સ્વામી બનશે. ૨કા. સમાધિ-મરણની તૈયારી તો કૃશતા કાય-કષાય તણી કહી સલ્તાત્રે જ્ઞાની જનોએ આત્મહિતનો હેતુ ગણી; રહો પોષતા કાયાને તો વિષય-વાસના તીવ્ર થશે, નિર્મળતા આત્માની ટળશે, કામ-ક્રોધ અરિ-બળ વ ધ શ . . ૨ ૭ અર્થ :- સમાધિમરણ માટે શું શું કરવું તે હવે જણાવે છે : સમાધિમરણની તૈયારી માટે તપશ્ચર્યા વડે કાયાને કૃશ કરવી અને રાગદ્વેષ મોહને ઘટાડી કષાયોને કૃશ કરવા. કષાયોને કૃશ કર્યા વગર એકલી કાયાની કૃશતા કરવી તે વૃથા છે. એમ જ્ઞાનીજનોએ આત્મહિતનું કારણ જાણી શાસ્ત્રોમાં આ વાત કહી છે. કાયાને જો પોષતા રહીશું તો વિષયવાસના તીવ્ર થશે. તેથી આત્માની નિર્મળતા ટળશે અને કામ ક્રોધાદિ શત્રુઓનું પણ બળ વધી જશે. /૨શી. વાત-પિત્ત-આદિથી રોગો વધતાં અતિ દુર્બાન થશે, જીવ પરિષહ સહવાનું નહિ સાહસ ઉર ધરી શકશે. આળસ, નિદ્રા, પ્રમાદ વધતાં ભવભ્રમણ-કારણ વધશે, Page #311 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ૩૦૭ માટે અનશન આદિ ક્રમથી શરીર કૃશ કરવું પડશે. ૨૮ અર્થ :- કાયાને વિશેષ ખવડાવી પુષ્ટ કરવાથી વાત-પિત્ત-કફના રોગોની વૃદ્ધિ થશે. તેના વડે અતિ દુર્બાન થશે. પછી ભૂખ તરસના પરિષહ સહન કરવાનું સાહસ પણ જીવ કરી શકશે નહીં. વિશેષ ખાવાથી આળસ, નિદ્રા, પ્રમાદ આદિ વધતાં સંસાર પરિભ્રમણનું કારણ વધશે. માટે ઉપવાસ, ઉણોદરી, કાયક્લેશ, વૃત્તિસંક્ષેપ આદિના અભ્યાસક્રમથી શરીર કૃશ કરવું પડશે. ૨૮ દેહેન્દ્રિય આદિ ઉપરથી મમતા તર્જી વૈરાગ્ય ધરો, આહાર તણા સ્વાદો પ્રતિ અરુચિ ધરી નિજ જીંવને બોધ કરો: “હે! જીંવ, તેં સંસારભ્રમણમાં ભમતાં અતિ આહાર કર્યા, દરેક ભવ દીઠ કણ કણ લેતાં અનંત મેરું-jજ ભર્યા. ૨૯ અર્થ:- દેહ અને ઇન્દ્રિયો આદિ ઉપરથી મમતા તજી વૈરાગ્ય ધારણ કરો, આહારના સ્વાદો પ્રત્યે અરુચિ ધરી પોતાના આત્માને બોધ કરો. હે જીવ! તેં સંસારભ્રમણમાં ભમતા ઘણો આહાર કર્યો છે. દરેક ભવ દીઠ એક એક કણ લઈએ તો પણ અનંત મેરુપર્વત જેટલા ઢગલા થઈ જાય. //રા . અનંત ભવમાં પાણી પીધું, બિંદુ બિંદુ ભવદીઠ લેતાં, અનંત સમુદ્ર ભરાઈ જાય; તો ય ન તૃમિ તે દેતાં. મરણ સમીપ હવે તો ભાસે, તે શું તૃમિ દઈ શકશે? ઉદર-પોષણે પાપ કર્યો તે પરભવ ભોગવવાં પડશે. ૩૦ અર્થ – અનંતભવમાં એટલું પાણી પીધું છે કે એક એક જન્મનું એક એક ટીપું લઈએ તો પણ અનંત સમુદ્ર ભરાઈ જાય. આટલા આહારપાણીથી પણ જીવને તૃમિ થઈ નહીં. હવે તો રોગ વૃદ્ધાવસ્થાના કારણે મરણ સમીપ જણાય છે. તો તે અલ્પ આહાર શું તૃમિ દઈ શકશે? પણ આ પેટ ભરવા માટે જે જે પ્રકારના અસત્ય કે આરંભ આદિના પાપ સેવ્યા હશે તેના ફળ પરભવમાં ભોગવવા પડશે. ૩૦ના પાપી પેટ તણી વેઠે તું દીન, પરાધીન, નીચ થયો, રાત-દિવસ કે ભક્ષ્ય-અભક્ષ્ય શુદ્ધિ તણો ના લક્ષ લહ્યો; રસ-લંપટતા હજું ય ન છૂટે, તો વ્રત, સંયમ, યશ નાશે, મરણ બગાડી દુર્ગતિદુખમાં જીવ પરાધીન બની, જાશે.” ૩૧ અર્થ :- આ પાપી પેટ માટે તું દીન બની પરાધીન થયો, નીચ વૃત્તિઓ પણ સેવી. સ્વાદનો લંપટી બની રાતદિવસ ભક્ષ્ય અભક્ષ્યની શુદ્ધિનો પણ લક્ષ રાખ્યો નહીં. રસની લંપટતા હજી પણ છૂટતી નથી. તો તે વ્રત, સંયમ, યશનો નાશ કરશે અને અંતે મરણ બગાડી દુર્ગતિના દુઃખમાં પડી જીવ પરાધીન બની જશે. ll૩૧ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સમાધિમરણ એમ વિચારી ઉપવાસાદિક તપ-અભ્યાસ કર્યા કરવો, અલ્પ અને નીરસ આહારે ઉદર-ખાડો કદી ભરવો; શરીર, શક્તિ, આયુષ્યસ્થિતિ નીરખી જળ ને દૂધ લેવાં, પછી છાશ જળ, પ્રાસુક જળ લે, અંતે તે પણ તર્જી દેવાં. ૩૨ અર્થ :- એમ વિચારીને ઉપવાસ આદિ તપનો અભ્યાસ કરવો. અલ્પ અને નીરસ આહારથી આ ઉદર એટલે પેટનો ખાડો કદી ભરવો. શરીરની શક્તિ અને આયુષ્ય સ્થિતિને જોઈ અર્થાત્ રોગાદિના કારણે શરીર ટકી શકે એમ ન લાગતું હોય તો જળ અને દૂધ જ લેવા. પછી છાસ તથા ઉકાળેલું પાણી પીને રહે. પછી કેવળ પાણી જ પીએ. એમ ક્રમે કરીને સમસ્ત આહારનો ત્યાગ કરી અંતે તે પણ તજી દેવા. આમ ધર્મધ્યાન સહિત ભારે પુરુષાર્થથી દેહનો ત્યાગ કરે તે કાય સલ્લેખના કહેવાય છે. ૩રા મસા સમા આ દેહની વૃદ્ધિ આખર સુધી કહો કોણ ચ હવે ? ક્રમે ક્રમે કરી કૂશ કાયા પણ તજવા તત્પર સર્વ રહે. આપઘાતની કહે ક્રિયા આ અણસમજું ઉપલકબુદ્ધિ; આતમહિત સમજી, સદ્ગુરુની આજ્ઞાએ અનુપમ શુદ્ધિ. ૩૩ અર્થ :- મસાની સમાન આ દેહની વૃદ્ધિ મૃત્યુના આખર સમય સુધી કહો કોણ ચહે? ક્રમે ક્રમે કરીને પણ આ કાયાને કશ કરી, તજવા માટે સમાધિમરણના આરાધક સર્વ ઇચ્છે છે. સલ્લેખના એટલે સંથારો કરી દેહત્યાગની ક્રિયાને અણસમજુ ઉપલક બુદ્ધિવાળા જીવો આપઘાતની ક્રિયા કહે છે. પણ એમાં પોતાના આત્માનું હિત સમજી સદ્ગુરુ આજ્ઞાએ જો કરવામાં આવે તો તે અનુપમ શુદ્ધિનું કારણ છે. ૩૩ મહાવ્રત, અણુવ્રત, સંયમ, શીલ, તપ, ધર્મ-ધ્યાન જ્યાં સુધી થાયે, દુષ્કાળાદિક આફતથી ના ધર્મ-નિયમ જો લૂંટાયે, ત્યાં સુધી ઔષધ-આહારે આ દેહ તણી રક્ષા કરવી, માનવ દેહ જ ઉત્તમ સાધન, ધર્મવૃદ્ધિ-બુદ્ધિ ધરવી. ૩૪ અર્થ :- મહાવ્રત, અણુવ્રત, સંયમ, શીલ, તપ, ધર્મધ્યાન જ્યાં સુધી આ દેહથી સધાતા હોય, દુષ્કાળથી કે અસાધ્ય રોગથી પણ ધર્મના નિયમો લૂંટાતા ન હોય અર્થાત્ બરાબર ધર્મ આરાધના થતી હોય ત્યાં સુધી ઔષધ કે આહારથી આ દેહની રક્ષા કરવી. કારણકે એક માનવદેહ જ ધર્મની વૃદ્ધિ કરવા માટે ઉત્તમ સાધન છે એમ બુદ્ધિમાં ધારવું. ૩૪ અન્ય ગતિમાં સંયમ-સાધન ઉત્તમ રીતે નહિ જ બને, ધર્મ-સાધના થતી હોય તો કરી લેવી જ અનન્ય મને. લૌકિક કીર્તિ કાજે ક્રિયા કરે કરાવે મૂઢમતિ; Page #313 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ૩૦૯ આત્મહિત ચૂકે તે જીવો “આતમઘાતી” કે “કુમતિ'. ૩૫ અર્થ - અન્ય દેવ, નારકી કે તિર્યંચના દેહમાં ઉત્તમ રીતે સંયમની સાધના નહિ જ બની શકે. માટે આ મનુષ્યદેહમાં ધર્મની સાધના થતી હોય તો અનન્ય મને તે કરી જ લેવી. લૌકિક કીર્તિ માટે કોઈ ક્રિયા કરે કે કરાવે તે મૂઢ મતિવાળો છે. આવા મનુષ્યભવમાં જે પોતાનું આત્મહિત ચૂકે તે જીવો પોતાના આત્માની ઘાત ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણથી કરે છે. અથવા તે કુમતિને ધારણ કરનાર છે. રૂપા હવે ‘ભગવતી આરાધના'ના આધારે આગળની ગાથાઓ જણાવે છે : કામ, ક્રોધ, મોહાદિ કષાયો કૃશ કરવાના મુખ્ય કહ્યા, રોગી ગરીબ કુશ કાયા સહ પણ સમાધિમરણ અયોગ્ય લ હ્ય છે . ક્ષમા ખગથી ક્રોધ હણો, ધરી લઘુતા, નિર્મૂળ માન કરો, સરળ બની માયા-મૅળ બાળો, સંતોષે સૌ લોભ હરો. ૩૬ અર્થ :- સમાધિમરણ માટે કામ, ક્રોધ, મોહાદિ કષાયોને મુખ્ય કુશ કરવા કહ્યું છે. રોગી, ગરીબ, કુશ કાયાવાળા હોય, પણ તેમના કષાયો કુશ ન હોવાથી તે સમાધિમરણને માટે અયોગ્ય કહ્યાં છે. ક્ષમારૂપ ખડ્ઝ એટલે તરવારથી ક્રોધને હણો, લઘુતા ધારણ કરીને માનને નિર્મૂળ કરો, સરળ બની માયાને મૂળથી બાળી નાખો અને સંતોષ ધારણ કરીને સર્વ લોભનો નાશ કરો, તો સમાધિમરણની પ્રાપ્તિ થશે. ૩૧ાા કષાય દોષ વિચારી વિચારી શમાવવા અભ્યાસ કરો, અગ્નિ પરે પગ જેમ ન દેતા. તેમ કષાયો પરિહરો. કદરૂપું મુખ થાય કષાયે, રક્ત નયન થઈ તન કંપે, પિશાચ સમ ચેષ્ટા પ્રગટાવી, રહેવા દે નહિ સુખ-સંપે. ૩૭ અર્થ - કષાયના દુર્ગુણોને વિચારી વિચારીને શમાવવાનો અભ્યાસ કરો. જેમ અગ્નિ ઉપર આપણે પગ દેતા નથી તેમ કષાયોને પણ અગ્નિ જેવા ગણી તેનો ત્યાગ કરો. ક્રોધ કષાયવડે મોટું કદરૂપું થાય છે. અને આંખો લાલ થઈ શરીર કંપવા લાગે છે. વળી રાક્ષસ સમાન ચેષ્ટાઓ કરાવી સુખ શાંતિથી રહેવા દેતા નથી. //૩ાા તપસૅપ પલ્લવ ભસ્મ કરી દે, શુંભકર્મ-જલ શોષી લે, કાદવ ખાઈ બને મન-સરિતા, કઠોરતા વ્યાપે દિલે; પ્રાણીઘાત કરાવે, જૂઠી વચન-પ્રવૃત્તિ પ્રેરે છે, આજ્ઞા પૂજ્ય પુરુષની ભેલવે, યશ-ધનને સંહારે છે. ૩૮ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમાધિમરણ અર્થ :- ક્રોધ છે તે તપરૂપ પલ્લવ એટલે કૂંપળ અર્થાત્ નવાં ઉગેલાં કપરૂપ પાંદડાને ભસ્મ કરી દે, શુભકર્મરૂપી જળને શોષી લે છે. ક્રોધાદિ કષાયથી મનરૂપી નદી તે કાદવની ખાઈ બની જાય છે અને મનમાં કઠોરતા વ્યાપે છે. ક્રોધ પોતાના કે પરનો પ્રાણ ઘાત પણ કરાવે અને જૂઠ બોલવામાં પ્રેરણા આપે છે. ક્રોધ સપુરુષની આજ્ઞાને ભુલાવે છે અને પોતાના યશરૂપી ધનનો પણ નાશ કરે છે. ૩૮ાા પરનિંદા પ્રેરે, ગુણ ઢાંકે, મૈત્રી-મૂળ ઉખાડે છે, વીસરાવે ઉપકાર કરેલા, અપકારો વળગાડે છે; અનેક પાપ કરાવી જીવને કષાય નરકે નાખે છે, તેથી સુજ્ઞ ઍવો તો નિત્યે ઉપશમ-રસ ઉર રાખે છે. ૩૯ અર્થ - ક્રોધાદિ કષાયો જીવને પરનિંદામાં પ્રેરે છે, બીજાના ગુણોને ઢાંકે છે અને ક્રોધ કરી મૈત્રીના મૂળને ઊખેડી નાખે છે. કરેલા ઉપકારોને ભુલાવી અપકાર કરવામાં પ્રેરણા આપે છે. આ પ્રમાણે અનેક પાપો કરાવી કષાય ભાવો જીવને નરકમાં નાખે છે. તેથી સુજ્ઞ એટલે વિચારવાન જીવો તો નિત્યે ઉપશમરસ અથવા કષાયોને શમાવારૂપ શાંતરસને હૃદયમાં રાખે છે. //૩૯ાા પર વસ્તુમાં મમતા કરતાં કષાય-કારણ જાગે છે, તેથી ત્યાગ પરિગ્રહનો કરી, નિજ હિતમાં જીંવ લાગે વચન સહન ના થયું” પવન તે ક્રોધ-અનલ ઉશ્કેરે છે, પ્રતિવચન કૅપ ઇંધન નાખી સદ્વર્તન ખંખેરે છે. ૪૦ અર્થ :- હવે કષાય ઉદ્ભવવાના કારણ શું છે તે જણાવે છે :- જગતના પર પદાર્થોમાં મમતા એટલે મારાપણું કરવું તે કષાય જન્મવાનું કારણ છે. તેથી પરિગ્રહનો ત્યાગ કરીને સાધક પોતાના આત્મહિતમાં લાગે છે. જો વચન કોઈનું સહન ન થયું તો તે વચન પવન સમાન બની ક્રોધરૂપી અગ્નિને ઉશ્કેરે છે. તેમાં સામા વચન બોલવારૂપ લાકડા નાખી ક્રોધાગ્નિને વધારી પોતાનું સદ્વર્તન ખંખેરે છે અર્થાત્ પોતાનું પોત બતાવી આપે છે કે મારા કષાયો ઘટ્યા નથી. ૪૦ના સાથે સમ્યક્ દર્શન ખોવે, પાપબીજ ઑવ વાવે છે, ભવ-ભ્રમણે કારણ એ જાણી, સમજુ ક્રોધ શમાવે છે; સજ્જનની શિખામણ સુણે, થયેલ દોષ ખમાવે છે, દોષો તજવા કરી પ્રતિજ્ઞા, મસ્તક નિજ નમાવે છે. ૪૧ અર્થ - કષાયના પ્રવર્તનથી જીવ સમ્યદર્શનને પણ ખોઈ નાખી પાપના બીજ વાવે Page #315 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ૩૧૧ છે. સંસાર ભ્રમણનું કારણ પણ કષાય છે એમ જાણીને સમજુ પુરુષો ક્રોધને શમાવે છે. તે સજ્જન પુરુષોની શિખામણ સાંભળી પોતાના થયેલા દોષોને ખમાવે છે. અને નવા દોષો ન થવા માટે પ્રતિજ્ઞા કરીને પોતાનું મસ્તક નમાવી ક્ષમા માગે છે. I૪૧ાા હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, ત્રણ વેદ, વળી સંજ્ઞા ભય, મૈથુન, આહાર, પરિગ્રહ-કુશ કરવા ધરજો પ્રજ્ઞા. રસ, ઋદ્ધિ, શાતા ગારવ ત્રણ, વેશ્યા અશુભ, વિભાવ ત જા રે ; વધતા ત્યારે કષાયતનને કૃશ કરી શુદ્ધ સ્વરૂપ ભજો. ૪૨ અર્થ:- હવે કષાયના કારણ એવા નવ નોકષાય વગેરેને દૂર કરવા જણાવે છે : હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ આ નવ નોકષાય, વળી ભય, મૈથુન, આહાર, પરિગ્રહ એ ચાર સંજ્ઞાને પાતળી પાડવા માટે તમારી પ્રજ્ઞાનો ઉપયોગ કરજો. પછી ત્રણ ગારવ. ગારવ એટલે ગર્વ. રસ ગારવ એટલે અમે તો બે શાક સિવાય ખાઈએ નહીં વગેરે, ઋદ્ધિ ગારવ એટલે મારા જેવી રિદ્ધિ કોની પાસે છે અને શાતા ગારવ એટલે મારે તો નખમાય રોગ નથી, મારે માથું પણ કોઈ દિવસ દુઃખે નહીં વગેરે ભાવો ત્યાગવા યોગ્ય છે. તથા લેશ્યા છ છે. કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ્મ અને શુક્લ. તેમાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા ત્યાગવા યોગ્ય છે. આ બધા વિભાવ ભાવો સમાધિમરણમાં બાધક છે. માટે ત્યાગભાવને વધારી કષાયરૂપી શરીરને પ્રથમ કૃશ કરી શુદ્ધ સહજાત્મસ્વરૂપની ભજના કર્યા કરો તો સમાધિમરણની પ્રાપ્તિ થશે. I૪રા. વિષય-કષાય પ્રબળ શત્રુસમ દુર્જય પણ ઍવ જીતે તો; સુલભ સમાધિ-મરણ બને છે, ખરેખરો શૂરવીર એ તો; વાસુદેવ વા ચક્રવર્તી પણ કષાય વશ નરકે જાતા, વિષય-કષાયો જીત્યા તેનાં યશગીત ગંધર્વો ગાતા. ૪૩ અર્થ - વિષયકષાય એ જીવના પ્રકૃષ્ટ બળવાન શત્રુ સમાન દુર્જય છે. છતાં તેને જીવ જો જીતે તો સમાધિમરણ કરવું સુલભ બને છે. એને જીતનાર ખરેખરો શૂરવીર છે. વાસુદેવ અથવા ચક્રવર્તીઓ પણ કષાયને વશ બની નરકે જાય છે. માટે વિષયકષાય જેણે જીત્યા તેના યશગીતો ગંધર્વો એટલે દેવલોકમાં સંગીત કરનાર દેવો પણ ગાય છે. ૪૩ના સાધક સંઘ કરે વૈયાવચ દે ઉપદેશ સુ-સંઘપતિ, વળી નિર્ધામક વાચક મુનિ દે સાધક મુનિને મદદ અતિ; Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સમાધિમરણ આરાધક સુશ્રદ્ધાવાળા હોય ગૃહસ્થ, સુસંગ ચહે, ત્યાગી, વિરાગી, સુશ્રુત, સુધર્મા શોધી શિક્ષા નિત્ય અર્થ :- સમાધિમરણના સાધકની, ચતુર્વિધ સંઘ જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કહેવાય તે બધા વૈયાવચ્ચ એટલે સેવા કરે છે. સુસંઘપતિ કહેતા આચાર્ય ભગવંત સાધકને ઉપદેશ આપે છે. વળી નિર્ધામક એટલે સેવા કરનાર સાધુ અને વાચક એટલે ઉપાધ્યાય સાધક મુનિને સમાધિમરણ કરવામાં ઘણી મદદ આપે છે. સમાધિમરણ કરનાર જો શ્રદ્ધાવંત ગૃહસ્થ હોય તો તે હમેશાં સત્સંગને ઇચ્છે છે. ત્યાગી, વૈરાગી, બહુશ્રત અને ધર્માત્માને શોધી તેમની પાસેથી રોજ શિક્ષા ગ્રહણ કરે છે. ૪૪. સદારાધના સમ્યક્ દર્શન-જ્ઞાન-ચરણ-તપ રૂપ ગણી કળિકાળમાં અસત્યસંગે વિરલ ગૃહાશ્રમમાંહિ ભણી; તોપણ ઉત્તમ જનને યોગે સત્પરુષાર્થ સફલ થાશે, સ્નેહ, મોહનો પાશ તજી આરાધક શાંત સ્થળે જાશે. ૪૫ અર્થ – મહાપુરુષોએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર - તપને સદ્ આરાધના ગણી છે. પણ આ કળિકાળમાં આરંભ પરિગ્રહના અસત પ્રસંગો ગૃહસ્થાશ્રમમાં હોવાથી આ આરાધના ત્યાં કરવી વિરલ છે. તોપણ ઉત્તમ પુરુષોના યોગમાં સસ્તુરુષાર્થ કરવામાં આવે તો સફળ થઈ શકે એમ છે. તે માટે સમાધિમરણનો આરાધક કુટુંબ વગેરેના મોહના પાશ એટલે જાળને તજી દઈ શાંત સ્થળે આરાધના કરવા માટે જશે તો સફળતા પામશે. I૪પના શાંતિ-સ્થળ એકાન્ત વિષે પણ પરવશ સંગ-પ્રસંગ પડે, તો કરી ત્યાગ જ વાતચીતનો, મૌન રહ્યું નહિ કાંઈ નડે; શુદ્ધ સ્વરૃપનું સ્મરણ, શ્રવણ, સજ્જનસંગે ઑવ જો કરશે, તો કળિકાળ વિષે પણ સંયમ સાધી ઉર હિતથી ભરશે. ૪૬ અર્થ :- સમાધિમરણના આરાધકને એકાંત એવા શાંતિ સ્થળમાં પણ જો પરવશ કરે એવા સંગપ્રસંગ આવી પડે તો વાતચીતનો જ ત્યાગ કરી દેવો. મૌન ધારણ કરવાથી તે વિક્ષેપ નડશે નહીં. શુદ્ધ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કે જ્ઞાની પુરુષના બોધનું Page #317 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ૩૧૩ શ્રવણ, જો જ્ઞાનીપુરુષના આશ્રિતના સંગે જીવ કરશે તો આ કળિકાળમાં પણ સંયમની આરાધના કરીને તે ભવ્યાત્મા પોતાના આત્માનું હિત કરી શકશે. ૪૬ાા સ્વ-પરધર્મ પોષે પરમાર્થી ઉપદેશક કરુણા-સિલ્યું, સંયમ, ત્યાગ, વ્રત, શુભ ધ્યાને આરાધક મન જોડી દીધુંપ્રભાવના તો ઉત્તમ કીધી; તર્જી આળસ સેવા સાધે, કર્મવશે આરાધક વર્તે વિપરીત, પણ ના રીસ વાધે. ૪૭ અર્થ - સ્વ-પર ધર્મને પોષણ આપનાર એવા પારમાર્થિક કરુણાસિંધુ ઉપદેશક ગુરુએ સમાધિમરણના આરાધકનું મન, સંયમ, ત્યાગ, વ્રત કે શુભધ્યાનમાં જોડવામાં મદદ કરીને ઉત્તમ પ્રભાવના કરી તથા આળસ તજીને સેવા કરી છતાં કર્મવશાત્ આરાધક વિપરીત રીતે વર્તે તો પણ તે ક્રોધને વશ થતાં નથી. //૪શા. તિરસ્કાર કરી કરે અવજ્ઞા, ભૂખ-તરસ ના સહી શકે, વ્રત તોડે આરાધક, તોયે નિર્યાપક ના ફરજ ચૂકે; ધીરજ રાખી સ્નેહભર્યા હૃદયંગમ વચને તે સિંચે ધર્મભાવરૃપ લતા મનોહર, આરાધક-ઉર લે ઊંચે. ૪૮ અર્થ :- સમાધિમરણનો આરાધક ભૂખ તરસનું દુઃખ સહન ન થવાથી આચાર્ય કે ઉપાધ્યાયની અવજ્ઞા કરે, તિરસ્કાર કરે, વ્રત તોડે તો પણ નિર્યાપક એટલે સંથારો કરેલો હોય તેને સદુપદેશથી દ્રઢ કરનાર સાધુ, ચુતગુરુ કે શિક્ષાગુરુ તે પોતાની ફરજ ચૂક્તા નથી. પણ ધીરજ રાખીને સ્નેહભર્યા હૃદયંગમ એટલે હૃદયસ્પર્શી વચનરૂપ જળવડે ધર્મભાવરૂપ સુંદર લતાને પોષે છે. જેથી આરાધકનું મન શાંત બનીને ફરીથી સમાધિમરણને સારી રીતે સાધે છે. ૪૮ાા . (૫૩) સમાજ-સ્મરણ ભાગ-૨ ઉપદેશક કરુણારસ-વચને આરાધક-દુખ દૂર કરે - “હે! આત્માર્થી, કાયરતા તજીં, ખરી શૂરવીરતા ધાર, Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સમાધિમરણ અ ૨ ૧ સાવધાન થા, અવસર આવ્યો, ર્જીવન સફળ કરવા કાજે, ધરી દીનતા રુદન કરે પણ કર્મ નહીં તેથી લાજે. ૧ અર્થ :- ઉપદેશક એવા આચાર્ય ભગવંત દયાથી ભરપૂર વચન કહી સમાધિમરણ માટે તત્પર થયેલ આરાધકના દુઃખને દૂર કરે છે. તેઓ કહે છે કે હે આત્માર્થી! તું કાયરતા તજીને ખરી શૂરવીરતાને ધારણ કર. અરે! હવે તો સાવધાન થા. તારું જીવન સફળ કરવાનો આ અવસર આવ્યો છે. તું દીનતાને ધારણ કરી રુદન કરે છે પણ તેથી કંઈ કર્મને લાજ આવવાની નથી. I૧ાા. કોઈ સમર્થ નથી દુઃખ લેવા કે સુખ દેવા વિશ્વ વિષે, કર્મ-ઉદયને કોઈ ન રોકે, લોક બધો બળતો દીસે; ધર્મ-વિમુખ કરી કાયરતા, બન્ને લોક બગાડી દે, અપયશ, દુર્ગતિ દેનારી આ કાયરતા ઝટ છોડી દે. ૨ અર્થ – આ વિશ્વમાં કોઈ આપણું દુઃખ લેવા કે સુખ આપવા માટે સમર્થ નથી. પોતાના કર્મ ઉદયને કોઈ રોકી શકે એમ નથી. આખો લોક બધો ત્રિવિધ તાપથી બળતો જણાય છે. કાયરતા એ જીવને ધર્મથી વિમુખ બનાવી આ લોક, પરલોક બન્ને બગાડી દે એવી છે. તે અપયશ અને દુર્ગતિને દેનારી છે. માટે એવી કાયરતાને તું શીધ્ર છોડી દે. //રા ધીરજ ધારી, ક્લેશરહિત થઈ, સહનશીલતા જો ધરશો, તો કર્મો જૂનાં ઘૂંટી જાશે, નવાં નહીં સંચય કરશો. “આપ ઉપાસક આત્મધર્મના, ધર્માત્મા” જગ-જીભ કહે, શ્રદ્ધાવંત-શિરોમણિ, ત્યાગી', લોકવાયકા એમ લહે. ૩ અર્થ :- ધીરજ ધારણ કરીને, ક્લેશરહિત ભાવવાળા થઈ સહનશીલતાને જો ધારણ કરશો તો જૂના કર્મો બધા છૂટી જશે અને નવા કર્મોનો પણ સંચય કરશો નહીં. આપ તો આત્મધર્મના ઉપાસક છો, જગતજીવોના મોઢે ધર્માત્મા કહેવાઓ છો. તમને લોકો શ્રદ્ધાનંતમાં શિરોમણિ સમાન અને ત્યાગી ગણે છે. તેમાં યથાશક્તિએ સંયમ, વ્રતની ગ્રહી પ્રતિજ્ઞા હિતકારી, હવે શિથિલતા કેમ કરો છો, અપયશ, દુર્ગતિ દેનારી ? ધર્માત્મા સૌ નિંદાશે, બગ-ઠગ રૃપનું દ્રષ્ટાન્ન થશો, ભોળા ઑવને દઈ દાખલો શિથિલતામાં દોરી જશો. ૪ અર્થ :- યથાશક્તિએ તમે સંયમવ્રતની આત્મહિતકારી પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે, તો હવે અપયશ અને દુર્ગતિને દેનારી એવી શિથિલતાને કેમ આચરો છો? Page #319 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ૩૧૫ તમારા કૃત્યથી બધા ધર્માત્મા જીવોની નિંદા થશે. તથા તમે બગલા જેવા ઠગ છો, એવા દૃષ્ટાંતરૂપ બનશો. ભોળા જીવોને તમે દાખલારૂપ બની તેમને પણ શિથિલતામાં દોરી જશો. I૪ો. જેમ સુભટ અગ્રેસર કોઈ, ભુજા બજાવી ખડો થયો, પણ શત્રુ સામે લડતાં જો ભય પામીને નાસી ગયો; તો નાના નોકર શું લડશે? મરણ ભીતિ પણ નહીં જશે; તિરસ્કાર સહી જગમાં જીવવું લજ્જાયુક્ત અયુક્ત થશે. ૫ અર્થ:- જેમ કોઈ અગ્રેસર કહેતા આગેવાન સુભટ ભુજા બજાવી એટલે હાથ ઊંચા કરી લડવા માટે ઊભો થયો, પણ શત્રુ સામે લડતાં જો ભય પામીને નાસી ગયો, તો નાના નોકર શું લડી શકશે? કાયર થવાથી તેમના મરણનો ભય પણ જશે નહીં; અને વળી તિરસ્કારને સહન કરી જગતમાં જીવવું તે લજ્જાયુક્ત અને અયોગ્ય બની જશે. પા. તેમ ત્યાગ, વ્રત, સંયમની લઈ મહા પ્રતિજ્ઞા સંઘ વિષે, દુખ દેખીને ડરી જતાં કે શિથિલ થયે શું લાભ દીસે? નિંદાપાત્ર થવાશે જગમાં, કર્મ અશુભ નહિ છોડી દે, કર્મ આકરાં, લાંબી મુદતનાં આવી ભાવિ બગાડી દે. ૬ અર્થ :- તેમ તમે ત્યાગ વ્રત સંયમની મહા પ્રતિજ્ઞા ચતુર્વિધ સંઘ સમક્ષ લઈને હવે દુઃખ દેખી ડરી જવાથી કે શિથિલ પરિણામી થવાથી તમને શું લાભ થશે? જગતમાં તમે નિંદાના પાત્ર બનશો. અશુભ કર્મો પણ તમને છોડશે નહીં. પણ આકરાં કર્મ લાંબી મુદતના બાંધી તમે તમારું ભાવિ એટલે ભવિષ્ય પણ બગાડી દેશો. કા તમે માનતા : “ભક્ત હું પ્રભુનો, આજ્ઞા પ્રભુની પાળું છું; વ્રત, શીલ, સંયમ પ્રભુ-પ્રીત્યર્થે ધરી, બોધે મન વાળું છું; અનંત ભવમાં દુર્લભ શ્રદ્ધા, જ્ઞાન, ચરણ તે પ્રગટાવ્યાં, મિથ્યા દર્શન-જ્ઞાન, અવિરતિ ગુરુકૃપાએ અટકાવ્યાં.”૭ અર્થ :- તમે એમ માનો છો કે હું પ્રભુનો ભક્ત છું. પ્રભુની આજ્ઞા પાળું છું. વ્રત, શીલ, સંયમને પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટે તે અર્થે ધારણ કરીને, પ્રભુના બોધમાં મનને વાળું છું. તથા અનંતભવોમાં દુર્લભ એવી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર તે મેં પ્રગટાવ્યા છે. અને ગુરુકૃપાએ મિથ્યાદર્શન, જ્ઞાન તથા અવિરતિને અટકાવી હું ચારિત્ર ધર્મને પામ્યો છું એવી તમારી માન્યતા મિથ્યા ઠરશે. આશા. એવો નિર્ણય છતાં હવે કંઈ વ્યાધિ-વેદના આવી કે પરિષહ-કાળે ભય પામો તો કાયરતા હંફાવી દે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સમાધિમરણ દુખનો ડર ના ઘટે આટલો, બહુ તો દેહ તજાવી દે, દેહ જરૂર જવાનો છે આ, આત્મહિતે તક આવી છે. ૮ અર્થ :- એવો નિર્ણય તમે કરેલો છતાં હવે શરીરમાં વ્યાધિ વેદના આવવાથી આવા પરિષદકાળે તમે ભય પામો તો એ કાયરતા આત્મગુણોને હંફાવી એટલે હચમચાવી દેશે. દુઃખનો ડર તમને આટલો ઘટતો નથી. બહુ તો આ દુઃખ દેહ છોડાવી દેશે. આ દેહ તો બધાનો જરૂર જવાનો છે. પણ આત્માનું હિત કરવાની આ અમૂલ્ય તક તમારા માટે આવી છે તે હવે જવા દેશો નહીં. પાટા વીતરાગ ગુરુએ ઉપદેશ્યાં વ્રત, તપ, સંયમ આરાધો, કરી આરાધન વિષે અચળ મન, મરણ થયે નિજહિત સ . ધ ! ) ; સંપત્તિ ત્રણ લોકની સઘળી નાશવંત, તૃણસમ, પરની; અનંત સુખ દેનારી આ તો અવિનાશી, વળી નિજ ઘરની. ૯ અર્થ - વીતરાગ ગુરુ ભગવંતે ઉપદેશેલા આ વ્રત, તપ, સંયમની આરાધના કરો. તેમાં મનને અચળ સ્થિર કરો અને સમાધિમરણ કરી તમારા આત્માનું હિત સાધો. ત્રણે લોકની ભૌતિક સંપત્તિ તો બધી નાશવંત, નૃણ સમ અને આત્માથી બધી પર છે. જ્યારે વ્રત, તપ, સંયમની સંપત્તિ તે અનંત સુખ દેનારી, અવિનાશી અને વળી પોતાના ઘરની છે; માટે સર્વકાળ સ્થિર રહે એવી છે. પાલાા સમ્યવ્રુષ્ટિ વ્રતવાળા ગૃહી, મુનિ, વાચક, આચાર્ય મહા, નિર્ભયતા ધરી પૈર્યસહિત ચહે મરવાનો લાભ, અહા! તમે ય નિરંતર કરી ભાવના, હવે સમાધિમરણ વરો, મનવાંછિત આ ઉત્સવ આવ્યો, સમતા ધરી, આનંદ ક ૨ | ને . ૧ અર્થ :- અહો! મહાન એવા અવિરત સમ્યકદ્રષ્ટિ, વ્રતવાળા દેશવ્રતી શ્રાવક, સર્વ વિરતિ મુનિ, વાચક એટલે ઉપાધ્યાય અને આચાર્ય ભગવંત સર્વ નિર્ભયતાને ધારણ કરી પૈર્યસહિત સમાધિમરણ કરવાના જ લાભને ઇચ્છે છે. તમે પણ નિરંતર એ જ ભાવનાને ભાવી છે, તો હવે સમાધિમરણને પ્રસન્ન ચિત્તે પ્રાપ્ત કરો. આ તમારા મનવાંછિતને પૂર્ણ કરવાનો ઉત્સવ આવ્યો છે. માટે સમતા ધારી સમાધિમરણને પામી આત્મસ્વરૂપમાં સદા આનંદ કરો. ૧૦ા વધે વેદના તે ઉપકારક, સમજું જનને શોક નહીં, મોહ દેહ પરથી છૂટે તો ઘણી નિર્જરા થતી, કહી. વિષયભોગ અણગમતા લાગે, ઉદાસીનતા સહજ રહે, પર-દ્રવ્યોની મમતા મટશે, મૃત્યુ-ભય નહિ જીવ લહે. ૧૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ૩૧૭ અર્થ :- સમજુ પુરુષો વેદના વધે તેને ઉપકારક માનીને શોક કરતા નથી. વ્યાધિ વેદનાના કારણે દેહ ઉપરથી મોહ છૂટે તો ઘણી નિર્જરા થાય એમ મહાપુરુષોએ કહ્યું છે. પાંચ ઇન્દ્રિયોના વિષયભોગ તે સમયે અણગમતા લાગે છે અને સહજે બીજા પદાર્થો ઉપર ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ રહે છે. એવા સમયે પર દ્રવ્યોની મમતા મૂર્છા મટી જઈ મૃત્યુનો ભય પણ જીવને રહેતો નથી. કારણકે જીવીત રહે તો પણ વેદનાના દુઃખ જીવે ભોગવવા પડે છે. ૧૧ાા. કાયર થઈ હિમ્મત ના હારો, ડર્યો ન કર્મ-ઉદય ટળશે; અવસર આ ધીરજ ધરવાનો શૂરવીર થાતાં જય મ ળ શ . . રુદન કરી તરફડશો તોપણ ક્રૂર કર્મ નહિ દયા ધરે, આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે? ૧૨ અર્થ :- હવે કાયર થઈ હિમ્મતને હારો નહીં. કેમકે ડરવાથી કંઈ કર્મઉદય ટળશે નહીં. આ ધીરજ ધરવાનો અવસર છે. શૂરવીર થાઓ તેથી સમાધિમરણ થઈ વિજય પ્રાપ્ત થશે. રુદન કરી તમે તરફડશો તો પણ ક્રૂર એવા કર્મો તમારા પર દયા કરશે નહીં. તો આર્તધ્યાન કરી દુર્ગતિને આપે એવા કર્મોની કમાણી કોણ સમજુ જન કરે? ૧રા ક્ષત્રિય કુળના સચ્ચા બચ્ચા સામે મોઢે શસ્ત્ર સહે, શત્રુને નહિ પૂઠ બતાવે, કેસરિયાં કરી મરણ ચહે; તેમ વીર વીતરાગ શરણ લઈ અશુભ કર્મ-પ્રહાર સહે, દેહત્યાગ કરે પણ દીનતા કે કાયરતા કેમ ચહે? ૧૩ અર્થ :- ક્ષત્રિયકુળના સચ્ચા બચ્ચા એટલે ખરા પુત્રો તો લડાઈમાં સામે જઈ શસ્ત્રના પ્રહારો સહન કરે. તે શત્રુને કદી પૂઠ બતાવી ભાગી જાય નહીં. ભલે કેસરિયાં કરી મરણને શરણ થવું પડે તો થાય પણ પાછીપાની કરે નહીં. તેમ શૂરવીર એવો આત્માર્થી પણ વીતરાગ ભગવંતનું શરણ લઈ અશુભ કર્મોના પ્રહારને સમભાવે સહન કરે છે. તે દેહત્યાગ કરે પણ દીનતા કે કાયરતાને કદી ઇચ્છે નહીં. ૧૩ી કોઈ મહામુનિને દુષ્ટોએ ઇંધન ખડકીને બાળ્યા, વચન-અગોચર સહી વેદના દેહ દંડ મુનિએ ટાળ્યાપૂર્વ કર્મનું દેવું ઝાઝું તુર્ત પતાવ્યું ધૈર્ય ધરી, ઊભા ઊભા તે બળી ગયા નિજ સ્વરૃપ અખંડિત સાધ્ય અર્થ – કોઈ સુદર્શન શેઠ જેવા મહામુનિ મહાત્માઓને દુષ્ટોએ લાકડા ખડકીને બાળી નાખ્યા. વચનથી કહી શકાય નહીં એવી ઘોર વેદનાને સહન કરી મુનિએ કર્મોના ફળથી પડતા Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સમાધિમરણ દેહના દંડને સમતાએ ભોગવી ટાળી દીધા. પૂર્વકમોંનું ઘણું દેવું હતું. તે ધૈર્ય ધારણ કરીને ગજસુકુમાર જેવાએ તુર્ત પતાવી દીધું. ઊભા ઊભા બળી જઈ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને અખંડપણે સાધ્ય કરી કેવળજ્ઞાન પ્રગટાવી લીધું. ૧૪ો. આત્મજ્ઞાન ને પરમ શરણનો કોણ પ્રભાવ કહી શ ક શ ને ? દેહાદિથી ભિન્ન અનુભવ આત્માનો એ અજબ દીસે. અકંપપણું અનુભવી મુનિવરનું નિર્ભયતા ઉરમાં ભરશે, ભવદુખ-દાવાનળથી બળતા પામરને પણ ઉદ્ધરશે. ૧૫ અર્થ - સુદર્શન શેઠ અને ગજસુકુમાર જેવા મુનિવરોએ જે અસહ્ય પરિષહો સહન કર્યા તેનું કારણ આત્મજ્ઞાન અને પરમ શરણભાવ છે. તેનો પ્રભાવ વાણીથી કોણ કહી શકશે? દેહાદિથી ભિન્ન આત્માનો અનુભવ એ જ અજબ ગજબ છે. જેના બળે આવા પરિષહો સહન કરી શકાય છે. આત્મઅનુભવી એવા મુનિવરોનું અકંપપણું વિચારીને જે ભવ્ય નિર્ભયતાને હૃદયમાં ધારણ કરશે તે સંસાર દુઃખ દાવાનલથી બળતા એવા પામર જીવો પણ ઉદ્ધારને પામી જશે. ૧પના પરમ ધર્મનું શરણ ગ્રહીને સર્વ વેદના હવે સહો, કર્મ-કસોટી કસે શરીરને, જ્ઞાતા-દ્રષ્ટા તમે રહો. નથી અનંત ભવમાં આવ્યો અવસર આવો હિતકારી, ઑતી જવા આવ્યા છો બાજી, હવે નહીં જાઓ હારી. ૧૬ અર્થ – પરમધર્મ જેમાં પ્રગટ છે એવા શુદ્ધ આત્માનું શરણ ગ્રહણ કરીને સર્વ વેદનાને હવે સહન કરો. કર્મરૂપી કસોટી શરીરને કસે છે પણ તમે તેના માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહો અર્થાત્ આર્તધ્યાનનો ત્યાગ કરો. ભૂતકાળના અનંતભવોમાં આવો આત્માને હિતકારી અવસર આવ્યો નથી. તમે દેહાધ્યાસ છોડવાની બાજીને જીતી જવા આવ્યા છો તો હવે આર્તધ્યાન કરી બાજીને હારી જાઓ નહીં. ૧૬ાા. આખા ભવમાં ભણી ભણીને જ્ઞાન ઉપાર્જન જે કીધું, શ્રદ્ધા ઉજ્વળ કરી સદા છે, તપ ત્યાગાદિ વ્રત લીધું; તે સૌ આ અવસરને કાજે સદવર્તન સંચિત કર્યું, શિથિલ થતાં જો ભ્રષ્ટ થયા તો પૂર્વપ્રવર્તન કપટ ઠર્યું. ૧૭ અર્થ :- આખા ભવમાં ભણી ભણીને તમે જે જ્ઞાન ઉપાર્જન કર્યું, કે હમેશાં શ્રદ્ધાને ઉજ્વલ કરવાનો પ્રયત્ન કરી તપ ત્યાગાદિ વ્રત લીધા, તે સર્વ આ સમાધિમરણના અવસરને Page #323 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ૩૧૯ માટે. તેના માટે તમે પુરુષાર્થ કરીને આજ સુધી સદ્વર્તનનો સંચય કર્યો છે, તો હવે જો શિથિલ થઈને ભ્રષ્ટ થયા તો પૂર્વે કરેલું તમારું બધું પ્રવર્તન કપટ ઠરશે. I/૧૭થી સમતા, ધીરજ તજવાથી નહિ વ્યાધિ, વેદના મરણ આત્માને અજ્ઞાન ભાવથી દુર્ગતિ દુઃખો માત્ર મળે. ભેલી ભયાનક વનમાં ભમતાં, કે દુષ્કાળ કડક પડતાં પક્ષાઘાત, મરકી, પ્લેગે, વા ગડ-ગૂમડે તન સડતાં. ૧૮ અર્થ :- આત્માને ઉદ્ધારક એવી સમતા કે ધીરજનો ત્યાગ કરવાથી તમારી વ્યાધિ, વેદના કે મરણ ટળી જશે નહીં. પણ આવા અજ્ઞાન ભાવ કરવાથી આત્માને માત્ર દુર્ગતિના દુઃખો ભોગવવા પડશે. માર્ગમાં ભૂલી ભયંકર વનમાં ભમતા છતાં કે કડક દુષ્કાળ આવી પડે, કે પક્ષાઘાત અર્થાત્ લકવો થઈ આવે, કે મરકી, પ્લેગના રોગ ફાટી નીકળે અથવા ગડગૂમડે શરીર આખું સડવા માંડે તો પણ ઉત્તમ આરાધક હોય તે લીધેલા નિયમને તોડી ધર્મનો ત્યાગ કરે નહીં. ૧૮ ઉત્તમ કુળમાં જન્મેલા જન નિંદ્ય ન કોઈ કાર્ય કરે; મદિરા, માંસ, અભક્ષ્ય ફળો, મંદાદિક ખાઈ ન ર્જીવન ધ ૨ હિંસાદિક કુકર્મ કરે ના, મરણ તણો સ્વીકાર કરે, પણ લીધેલા નિયમ ન તોડે, સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ધરે. ૧૯ અર્થ:- ઉત્તમકુળમાં જન્મેલા ભવ્યો ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ નીંદનીય એવું કોઈ કાર્ય કરે નહીં. દારૂ, માંસ, અભક્ષ્ય ફળો કે કંદમૂળાદિ ખાઈને જીવન રાખવા ઇચ્છે નહીં. હિંસાદિક કોઈ કાર્ય કરે નહીં. મરણનો સ્વીકાર કરે પણ લીધેલા નિયમને તોડે નહીં. સપુરુષે કહેલા વચનો ઉપર સમ્યક્ શ્રદ્ધા રાખી તેમના જ બોધેલા સમ્યકજ્ઞાનનું અનુસરણ કરે. ./૧૯ો તેનું જ જીવન સફળ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સમાધિમરણ સમજવું; વ્રત, તપ, ધ મ " સ ફ ળ તેના; જગમાં તે પ્રશંસાલાયક સ્વર્ગ-સુખે પણ ધર્મ માનવ થઈ ઉત્તમ પદ પામે, મેરું સમ પરિષહ-કાળે; સમુદ્ર સમ ગંભીર રહીને, ભવનાં બીજ બધાં બાળે. ૨૦ અર્થ – એવા ઉત્તમ જીવોનું જ જીવન સફળ સમજવું. વ્રત, તપ, ધર્મ પણ તેના સફળ છે. જગતમાં તે જ પ્રશંસવાલાયક છે કે જે સ્વર્ગના સુખમાં પણ ધર્મને છોડતા નથી. એવા જીવો સ્વર્ગથી ચ્યવી માનવ થઈ ઉત્તમપદ પામે અને પરિષહ કાળે પણ મેરુ સમાન સ્થિર રહી શકે અને સમુદ્ર જેવા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ગંભીર રહી સંસારના બીજ જે રાગદ્વેષ છે તેને બાળીને ભસ્મ કરી શકે. ૨૦. ઘોર વેદના ઘણી આવે પણ આકુળ વ્યાકુળ ના થાઓ, દેહ ભિન્ન નિજ જ્ઞાયક ભાવે અખંડ અનુભવમાં જાઓ. પૂર્વ પુરુષોની તલ્લીનતા એવા ટાણે અચળ રહી, તેની સંસ્કૃતિ કરતા ઉરમાં ધીરજ-ધારા રહે વહીઃ– ૨૧ અર્થ – પોતાની જે પૂર્વે બાંધેલી ઘોર વેદના ઘણી આવે તો પણ આકુળ વ્યાકુળ થાઓ નહીં. પણ પોતાના આત્માને દેહથી ભિન્ન ભાવી જ્ઞાયકભાવે એટલે માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહી પોતાના અખંડ આત્મ અનુભવમાં જવાનો પુરુષાર્થ કરો. ઘોર વેદનાના સમયે પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોની આત્મામાં તલ્લીનતા કેવી અચળ રહી હતી તેની સારી રીતે સ્મૃતિ કરતાં આપણા હૃદયમાં પણ ધીરજની ધારા પ્રગટપણે વહેતી રહે છે. ૨૧ [lr[ માને ઊભા માતા વાઘણ ત્યાં આવી, પંજો મારી; પકડી, ફાડી ખાય અંગ સઘળાં ચાવી; દુષ્ટ-દાઢમાં ચવાય પણ ઉત્તમ આત્માર્થ નહીં તજતા, આરાધકતા અચળ કરી તે સમ્યક્ રત્નત્રયી સજતા. ૨૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સમાધિમરણ અર્થ :શ્રી સુકોશલમુનિ ધ્યાનમાં ઊભા છે. તેમની આ ભવની જ માતા જે વાઘણ બનેલી તે ત્યાં આવી. મુનિને પંજો મારી, પકડી, ફાડી તેમના સઘળા અંગ ચાવી ચાવીને ખાવા લાગી. દુષ્ટ એવી વાઘણના દાઢમાં ચવાતાં છતાં ઉત્તમ આત્માર્થનો લક્ષ ભૂલતા નથી. મુનિની આરાધકતા ત્યાં પણ અચળ રહી. તે સમયે પણ સમ્ય દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયની આરાધના જ તેઓ કરતા હતા. સુકોશલ મુનિનું દ્રષ્ટાંત :- સાકેતપુર નગરમાં રાજા કીર્તિધર, રાણી સહદેવી અને તેમનો આ પુત્ર સકોશલ હતો. કીર્તિધર રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એકવાર ગોચરી માટે નગરમાં આવતા હતા ત્યારે રાણી સહદેવીએ તેમને જોઈ માણસ મોકલી નગર બહાર કઢાવ્યા. કારણ તેમનો ઉપદેશ સાંભળી કદાચ મારો પુત્ર પણ તેમની સાથે દીક્ષા લઈ ચાલ્યો જાય. રાજાને નગર બહાર કઢાવતા ધાવમાતાએ જોઈ લીધું. તેથી તેની આંખમાં આંસુ જોઈ સુકોશલ- કુમારે કારણ પૂછ્યું. તેણે રાજાને નગર બહાર કઢાવ્યાની વાત કહી. તે સાંભળી સુકોશલકુમારને પણ વૈરાગ્ય આવી ગયો અને પિતા પાસે જઈ દીક્ષા લઈ લીધી. તેથી માતા પુત્રના વિયોગે આર્તધ્યાન કરી મરણ પામીને વાઘણ થઈ. જંગલમાં સુકોશલ મુનિના અંગને ચાવતા પુત્રની દાઢ સોનાની જોઈ જાતિસ્મરણજ્ઞાન થયું કે ઓ હો! આ તો મારો પુત્ર હતો. તે વખતે પાસે જ રહેલા કીર્તિધર મુનિએ વાઘણને બોધ આપ્યો. તેથી તેણીએ પશ્ચાત્તાપ વડે આત્મનિંદા કરી. પછી વ્રત ગ્રહણ કરી અનશન લઈને આઠમા દેવલોકે ગઈ. અને કીર્તિધર મુનિ તથા સુકોશલ મુનિ બેય કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. રરા નવદીક્ષિત સુકુમાલ મુનિને ખાય શિયાળ બચ્ચા સાથે, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ પગ પૂરો કરી, પેટ ફાડતાં થાય મરણ ત્રીજી રાતે. રાઈ ખૂંચે તેવા કોમળ નર ઘોર વેદના સહે, અહો! તો તમને શું ભૂખતરસનું દુઃખ અસહ્ય જણાય, કહો! ૨૩ અર્થ:- આખી અવન્તિ એટલે ઉજ્જૈનમાં સુકુમાળ એવા સુકુમાલે દીક્ષા લીધી. એકવાર આ નવદીક્ષિત મુનિ જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા હતા. ત્યાં એક શિયાળ તેના બચ્ચા સાથે આવી તેમને ખાવા લાગ્યું. પગ પૂરો કરી પેટ ફાડતા ત્રીજી રાતે તેમનું મરણ થયું. રાઈ ખૂંચે તેવા કોમળ તે નર હતા છતાં ઘોર વેદનાને સહન કરી. તો અહો! તમને આ ભૂખ તરસનું દુઃખ પણ અસહ્ય જણાય છે? આના કરતાં તેમને કેટલું દુઃખ હશે છતાં સમતાએ સહન કરી ઉત્તમ ગતિને પામ્યા. અવન્તિ સુકુમાલનું દૃષ્ટાંત - ઉજ્જયની નગરી માં ભદ્રા શેઠાણીનો પુત્ર અવન્તિ સુકુમાલ હતો. બત્રીસ કન્યાઓ પરણ્યો હતો. એક વાર આર્ય સુહસ્તિ-સૂરિનો સ્વાધ્યાય સાંભળી પોતાને જાતિસ્મરણ-જ્ઞાન ઉપર્યું. પૂર્વભવમાં નલિની ગુલ્મ વિમાનમાંથી હું અહીં આવ્યો છું. તે જાણતાં અહીનાં ભોગ, દેવતાઈ ભોગ આગળ તુચ્છ જણાયા. તેથી કોઈને જાણ ન થાય તેમ મહેલમાંથી રાત્રે નીચે ઊતરી મુનિ પાસે જઈ દીક્ષા લઈ લીધી. ત્યાંથી મુનિ સાથે વિહાર કરી, અંતે અનશન કરી કાઉ- સગ ધ્યાનમાં ઊભા રહ્યા. ત્યાં પૂર્વભવ માં અપમાનિત કરેલ ભાભીનો જીવ શિયા- ળણી થયેલ, તે પોતાના બચ્ચા સાથે ત્યાં આવી તેમનો પગ ખાઈ પેટ ફાડતાં ત્રીજી રાતે સમાધિમરણ સાધી પાછા નલિની ગુલ્મ વિમાનમાં જઈ ઉત્પન્ન થયા. સમતાભાવે દુઃખ સહન કરવાથી કમોંની બળવાન નિર્જરા થઈ. ૨૩ પૂર્વભવમાં અવન્તિ સુકુમાળના મોટા ભાઈએ દીક્ષા લીધેલી. તેમને પાછા ઘરે લાવવા માટે ભાભી વારંવાર દિયરને કહ્યા કરે. દિયરે કહ્યું કે દિક્ષિત મુનિને પાછા ઘરે આવવા માટે કેમ કહેવાય? છતાં વારંવાર ઘરે લાવવાની વાત ભાભી કહેતા, એકવાર ગુસ્સો આવવાથી ભાભીને લાત મારી. ત્યારે ભાભીએ પણ એવો ભાવ કર્યો કે હમણાં તો હું અબળા છું પણ આવતા ભવમાં એના પગને ખાનારી થાઉં. તેથી મરીને શિયાળણી થઈ. પરવશ ચાર ગતિમાં વેઠ્યાં દુઃખ, હવે ખુશીથી સહવાં, મરવાની ય ન ઇચ્છા કરવી, ભય તર્જી સલ્તરણાં ગ્રહવાં. સ્વજન-મિત્રની સ્મૃતિ તજો; નહિ ભોગ નિદાન કદી ક ૨ શ ! ) એ અતિચારો રહિત સમાધિ-મરણ કરો તો ભવ તરશો.” ૨૪ અર્થ :- ચારે ગતિમાં આપણા આત્માએ પરવશપણે અનંત દુઃખો વેઠ્યા છતાં હવે જે Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સમાધિમરણ દુઃખ આવે તેને સ્વેચ્છાએ ખુશીથી સહન કરવા જોઈએ. દુઃખ દેખી મરવાની પણ ઇચ્છા કરવી નહીં. પણ મરણનો ભય ત્યાગી સલ્હરણાં ગ્રહવા અર્થાત્ સદેવગુરુધર્મનું શરણ અંગીકાર કરવું. સજ્જન એટલે પોતાના કુટુંબીઓ કે મિત્રની સ્મૃતિનો પણ ત્યાગ કરવો અને ભોગ નિદાન એટલે ભોગને અર્થે કોઈ પણ પ્રકારનું નિયાણું કરવું નહીં. એમ અતિચારરહિત શુદ્ધભાવથી સમાધિમરણ કરશો તો તમે ભવસાગરને જરૂર તરી જશો. ૨૪ વીર હાક “વારસ અહો! મહાવીરના શૂરવીરતા રેલાવજો, કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો; રે! સિંહના સંતાનને શિયાળ શું કરનાર છે? મરણાંત સંકટમાં ટકે, તે ટેકના ધરનાર છે. ૧ અર્થ - અહો! શબ્દ આશ્ચર્ય સૂચક છે, કે તમે કોના વારસદાર છો! ભગવાન મહાવીરના. મહાભાગ્ય યોગે આવા હુંડાઅવસર્પિણી કાળમાં પણ તમને ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ વીતરાગમાર્ગની પરમકૃપાળુદેવ દ્વારા પ્રાપ્તિ થઈ, તેની શ્રદ્ધા આવી અને તે વીતરાગમાર્ગના તમે અનુયાયી બન્યા - વારસદાર બન્યા. તો હવે વ્યાધિપ્રસંગે કે મરણ પ્રસંગે શૂરવીરતા જ બતાવજો. કોઈ દિવસ કાયરતાનું પ્રદર્શન કરશો નહીં. પણ તમારા શૂરવીરપણાથી આવેલ કષ્ટોને પણ કંપાવજો અર્થાત આવેલ વ્યાધિને પોતાની ન માનતા આત્મભાવનામાં મનને લઈ જઈ સદા સ્મરણમાં રહી કે પરમકૃપાળુદેવના વચનના વિચારમાં રહી શૂરવીરપણું જ બતાવજો કે આ વ્યાધિ મને નથી કે હું કદી મરતો નથી. ' અરે! જંગલમાં સિંહના બચ્ચાને શિયાળ શું કરનાર છે? તેમ નરસિંહ જેવા ભગવાન મહાવીરના સંતાનને અર્થાત્ સાચા અનુયાયીને શિયાળ જેવા કર્મો શું કરવાના હતા? એ તો જવા આવે છે, તેથી આત્મા હલકો થાય છે. મરણાંત સંકટમાં પણ જે ટકી રહે અર્થાત્ હું આત્મા છું. મને મરણ છે જ નહીં, તો મને ભય શાનો? એવી દ્રઢ શ્રદ્ધાથી જે આત્મભાવમાં ટકી રહે તે જ ખરેખરા ટેકના ધરનાર છે અર્થાત્ ખરી શ્રદ્ધાના ધારક છે. ૧ કાયા તણી દરકાર શી? જો શત્રુવટ સમજાય તો, કુળવંત કુળવટ ના તજે, શું સિંહ તરણાં ખાય જો? સર્વજ્ઞની સમજણ ગ્રહે તે મરણને શાને ગણે? ક્ષત્રિય જો વીર-હાક સુણે તો ચઢે ઝટ તે રણે. ૨ અર્થ - કાયા એટલે શરીર. એ મારા આત્મા માટે શત્રુનું કામ કરે છે. મારા આત્માને શરીરમાં મોહ કરાવી, તેને પોતાનું મનાવી, અહંભાવને દૃઢ કરાવે છે. દેહમાં આત્મબુદ્ધિ કરાવી Page #329 -------------------------------------------------------------------------- ________________ અંત સમય ઉપકારી વ્હેલા આવજો ૩૨૫ મને અનંત સંસારમાં રઝળાવનાર આ કાયા હોવાથી તે મારા શત્રુ જેવી છે, વેરી છે. જો આ કાયા શત્રુ સમાન સમજાય તો તેની દરકાર-તેની સંભાળ કોણ કરે? સમજુ પુરુષ તો ન કરે.. જેમ ઉત્તમ કુળવાન પુરુષ પોતાના કુળની રીતિને તજે નહીં અથવા સિંહ તે વળી ઘાસના તરણાનો ભક્ષ કરે? ન જ કરે. તેમ સર્વજ્ઞ એવા ભગવાન મહાવીરના બોધની જે સાચી સમજણ ધરાવે છે, તે આત્માને મૃત્યુ છે એમ કદી માનતો નથી. પણ તેથી વિપરીત મૃત્યુને તો તે મહોત્સવ માની સમાધિમરણ કરવા વધારે ઉત્સાહિત બને છે. જેમ ક્ષત્રિય પુરુષ વીર-હાક એટલે યુદ્ધ પ્રસંગે યોદ્ધાની ભયંકર ચીસ સાંભળી કે રણભેરીનો અવાજ સાંભળી, શીધ્ર યુદ્ધ કરવા તૈયાર થઈ જાય; તેમ ભગવાન મહાવીરનો વારસદાર મરણ જેવા યુદ્ધ પ્રસંગે પુરુષના બોધબળે મહાન આત્મબળ વાપરીને કમને હણવા તૈયાર થઈ જાય. અને તેમાં જીત મેળવી સમાધિમરણને સાધે છે પણ કદી કાયર થતો નથી. ૨ ખંધક મુનિના શિષ્ય સો ઘાણી વિષે પિલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમ પદ ભાઈ તે; નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘ ણ છે , એ મોક્ષગામી સપુરુષના ચરણમાં હો વંદના! ૩ અર્થ :- ખંધકમુનિના પાંચસો શિષ્યોને ઘાણીમાં ઘાલી પીલી નાખ્યા. એવા સર્વોપરી સંકટને સમતાભાવે સહન કરી તેઓ ઉત્તમ મોક્ષપદને પામ્યા. આવા મહાન સંકટને તેઓએ સમતા ભાવે કેવી રીતે સહન કર્યો? તો કે સમ્યકુદ્રષ્ટિથી. તેઓ એમ માનતા કે પોતાનો આત્મા અમર છે, તે કદી જભ્યો નથી તો તેને મરણ ક્યાંથી હોય. કોઈ પુદ્ગલના સંયોગથી આત્માને ઉત્પન્ન કરી શકાય નહીં; માટે તેનો કદી નાશ પણ હોય નહીં; તેથી આત્મા સદૈવ નિત્ય જ છે એમ માનીને ઘણા જીવો પોતાની અમરતા એટલે અમર એવા શુદ્ધ આત્મપદને પામી મોક્ષસુખને વર્યા છે. એવા મોક્ષગામી બધા સટુરુષોના ચરણકમળમાં મારી ભાવભક્તિ સહિત અનંતવાર વંદના હો. ૩ સંગ્રામ આ શૂરવીરનો આવ્યો અપૂર્વ દીપાવજો, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવજો; સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સ મ ] [ ધ મ ૨ ણ મ ' , મિત્રો સમાન સહાય કરશે મન ધરો પ્રભુ ચરણમાં. ૪ અર્થ:- હવે તમારો આ મરણ પ્રસંગ આવ્યો છે તે સંગ્રામ એટલે યુદ્ધના પ્રસંગ જેવો છે. તેને શુરવીરોનો પ્રસંગ માની તમે પણ કર્મો સામે શુરવીરપણું બતાવી આ પ્રસંગને અપૂર્વ રીતે દીપાવજો અર્થાત્ સત્પરુષના બોધબળે કે મંત્રબળે આત્મભાવ ટકાવી રાખી દેહભાવને ગૌણ કરજો. જેમ પરમકૃપાળુદેવે કહ્યું તેમ - “હું દેહાદિસ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સમાધિમરણ નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” એ ભાવ ટકાવી રાખજો. એ ભાવને ભૂલી, દેહભાવ કે વેદનાના ભાવમાં જઈ, કે કુટુંબના મોહમાં તણાઈ જઈને પાછી પાની કરશો નહીં; પણ જરૂર પડ્યે ગુરુરાજ પરમકૃપાળુદેવ પોતાની પાસે જ છે એમ ભાવના ભાવજો. મંત્ર છે તે પરમકૃપાળુદેવનું જ સ્વરૂપ છે. અને મૂળ સ્વરૂપે જોતાં પોતાનું પણ એ જ સ્વરૂપ છે. એમ માની સમતાને ધારણ કરજો. જો વેદનાના સમયમાં સમતા, સહનશીલતા, ક્ષમા અને ધીરજ રાખશો તો સમાધિમરણ કરાવવામાં તે મિત્રો સમાન તમને સહાય કરશે. અને તમારું મન તો પરમકૃપાળુદેવના ચરણમાં કે સ્મરણમાં જ રાખશો. ૪ કેવળ અસંગ દશા વરો, પ્રતિબંધ સર્વે ટાળજો, સ્વચ્છંદ છોડી શુદ્ધ ભાવે સર્વમાં પ્રભુ ભાળજો; દુશ્મન પ્રમાદ હણી હવે જાગૃત રહો, જાગૃત રહો! સદ્ગુરુશરણે હૃદય રાખી, અભય આનંદીત હો! પ” અર્થ - આ સંસારમાં કોઈ કોઈનું નથી. બધા ઋણ સંબંધે આવી મળ્યા છે. લેણાદેણી પૂરી થયે બધા સંબંધ છૂટી જશે. બધા મારા આત્માને પ્રતિબંધરૂપ છે. મને સંસારમાં ખાળી રાખ- નાર છે, કર્મ બંધાવનાર છે. જ્યારે હું તો નિશ્ચયનયે અસંગ છું, કર્મોના બંધનથી રહિત છું. તો હવે સર્વ પ્રતિબંધને ટાળી, મારી અસંગ દશાને જ પ્રાપ્ત કરું જેથી ફરી જન્મમરણનો ફેરો રહે નહીં. - હવે અસંગદશાને પામવા સ્વચ્છંદ છોડી શુદ્ધભાવે ગુરુ આજ્ઞાનું પાલન કરું અને સર્વ આત્મામાં સમવૃષ્ટિ દઈ, બધા આત્માઓ પ્રભુ જેવા છે, શુદ્ધ આત્મા છે એમ માની રાગદ્વેષના ભાવોનો ત્યાગ કરું. અનાદિકાળથી પ્રમાદે જીવનું ભૂંડું કર્યું છે. માટે હવે ઉપયોગને આત્મભાવમાં રાખી, સ્મરણમાં રાખી દુશ્મન એવા પ્રમાદને હણી, સદા જાગૃત રહું. તથા મારા હૃદયમાં સદ્ગુરુ પરમકૃપાળુદેવનું શરણ રાખી, મરણ પ્રસંગે પણ નિર્ભય રહું અને સદા આનંદમાં રહું. કેમકે મરણ મને છે જ નહીં, હું તો પરમકૃપાળુદેવે જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો આત્મા છું, સહજાત્મસ્વરૂપ છું; તો મારે હવે ફિકર શાની? ફિકરના ફાંકા મારી હવે તો સદા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રના રટણમાં જ નિશદિન રહું જેથી સમાધિમરણને પામી આ ભવે મારા આત્માનું કલ્યાણ થાય. અંત સમય ઉપકારી વ્હેલા આવજે અમને અંત સમય ઉપકારી વ્હેલા આવજો રે– શ્રીમદ્ સદ્ગુરુ નામ તમારું, પ્રાણ જતાં પણ ન કરું ન્યારું; મનહર મંગળ મૂર્તિ મને બતાવજો રેઅમને. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ અર્થ :- હે પ્રભુ! આપ અમારા અંત સમયે એટલે દેહત્યાગના સમયે જરૂર વહેલા વહેલા પધારજો. આપનું શ્રીમદ્ સદ્ગુરુ નામ છે, તેને હું મારા પ્રાણ ચાલ્યા જાય તો પણ મારા હૃદયમાંથી ન્યારું કરીશ નહીં; અને સહજાત્મસ્વરૂપી એવા આપ પ્રભુના ધ્યાનમાં કે આજ્ઞામાં જ રહીશ. માટે મારા અંતસમયે તો હે નાથ! આપની મનને હરણ કરનાર એવી શુદ્ધ ચૈતન્યમય મંગળમૂર્તિના મને સાક્ષાત્ દર્શન કરાવજો, અર્થાત્ મને અંત સમયે શુદ્ધ આત્માનું ભાન આપી સમ્મદર્શનની પ્રાપ્તિ કરાવજો; એવી મારી આપ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. વિકટ સમય સાચવજો વ્હાલા, કહું કોટિ કરી કાલાવાલા; આવી દીનદયાળ દયા દરશાવજો રે –અમને. અર્થ :- મરણનો સમય ઘણો વિકટ હોય છે. માટે તે સમયે મારી આપ જરૂર સંભાળ લેજો. એના માટે હું કોટિ એટલે અનેક પ્રકારે કાલાવાલા કરીને આપને આ વિનંતી કરું છું. માટે હે દીન ઉપર દયા કરનાર એવા દીનદયાળ પ્રભુ! આપ મારા મરણ સમયે આવીને, મારા ઉપર દયા દર્શાવી, મારું મરણ સુધારવાની અવશ્ય કૃપા કરજો. વસમી અંત સમયની વેલા, હારે ધાજો વ્હાલા વ્હેલા; પ્રણતપાળનું પહેલા પણ પરખાવજો રે–અમને અર્થ - હે નાથ! અંતસમયની વેળા ઘણી વસમી હોય છે. ભલભલા ભાન ભૂલી જાય છે. તે આપ જાણો જ છો. માટે મારું મરણ સુધારવા આપ વહેલા વહેલા મારી હારે ધાજો - એટલે મારી સંભાળ લેવા આપ ઘણી જ તાકીદથી આવી રહેજો. કેમકે આપ પ્રણતપાળ છો અર્થાત્ ભક્તજનની પહેલી રક્ષા કરવી એવો આપનો પણ એટલે પ્રણ અર્થાત્ પ્રતિજ્ઞા છે. તે મને પણ પરખાવજો અર્થાત્ મને પણ તે બતાવી આપી મારું પણ કલ્યાણ કરજો. આપ મારા પરમોપકારી પ્રભુ છો, માટે અંત સમયે આપ જરૂર વહેલા વહેલા પધારજો. મરકટ જેવું મન અમારું, તત્ત્વતઃ તોડે તાન તમારું; અંતરનું અંધારું સદ્ય સમાવજો રે–અમને અર્થ - હે નાથ! અમારું મન તો મરકટ એટલે વાંદરા જેવું અત્યંત ચંચલ છે. તે હમેશાં આ સંસારમાં પાંચ ઇન્દ્રિયના વિષયો અને તેને લઈને કષાયના જ વિચારો કર્યા કરે છે. તેમાં જ મન આસક્ત થઈને રહે છે. તે વિષયકષાયની તાન એટલે તલ્લીનતાને આપનું બાંધેલું તત્ત્વ એટલે વસ્તુના વાસ્તવિક સ્વરૂપને બતાવનારું એવું આપનું જ્ઞાન, તોડી નાખે છે. અર્થાત્ સંસાર પ્રત્યે રહેલી આસક્તિને તોડી નાખી આત્મજ્ઞાન પ્રત્યેની રૂચિને વધારે છે. માટે હવે સદ્ય એટલે જલ્દીથી આપના જ્ઞાનબળે અમારા અંતરમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને શમાવી મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવજો. અને એના માટે જ આપ અમારા અંત સમયે જરૂર વહેલા વહેલા પધારજો. દેજો દર્શન જનમનહારી, પરમકૃપાળુ બિરુદ વિચારી; Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સમાધિમરણ રત્નત્રય બલિહારી બાપ બચાવજો રે–અમને અર્થ :- હે પ્રભુ! આપ અમારા અંત સમયે દર્શન આપી સમ્યક્રદર્શનની પ્રાપ્તિ કરાવજો. એ સમ્યદર્શન સકળ આરાધક જીવોના મનને હરણ કરનારું છે. વળી હે નાથ! આપનું પરમકૃપાળુ એવું બિરુદ એટલે નામ અથવા પદવી છે. તે વિચારીને હે રત્નત્રય બલિહારી એટલે રત્નત્રયનો ખાસ ગુણ જેનામાં છે એવા બળવાન આપ અમારા બાપ છો; માટે પુત્ર ઉપર દયા લાવીને મને અંત સમયે આધ્યાનથી બચાવી સમાધિમરણ કરાવજો. અને એના માટે જ આપ ઉપકારી પ્રભુ અમારા અંત સમયે વહેલા વહેલા પધારજો; એવી અમારી આપ પ્રભુ પ્રત્યે હૃદયની ભાવભીની પ્રાર્થના છે. સમાધિમરણમાં સહાયક થાય એવી અનેક શાસ્ત્રોમાંથી ઉદ્ધત બોઘા ઉપદેશામૃત'માંથી – “ “મનને લઈને આ બધું છે.” માટે ચિત્તવૃત્તિ કોઈ સત્પરુષે કહેલા વચન ઉપર પ્રેરી કાળ વ્યતીત કરવા જેવું છેજી તે આ - १ चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतुणो। માસનં સુ સદ્ધ સંગમમિ ય વરિયં | (ઉત્તરાધ્યયન ૩,૧) ૧. ચારે અંગો ય દુષ્માપ્ય જીવોને જગમાં ઘણાં; મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વીર્ય-ફુરણા. ભાવાર્થ – મોક્ષ પામવાનાં ઉત્કૃષ્ટ ચાર અંગ છે : (૧) મનુષ્યપણું, (૨) શ્રુત (સત્પરુષના મુખની વાણી) નું શ્રવણ, (૩) સદ્ધર્મ ઉપર શ્રદ્ધા, (૪) સંયમને વિષે બળ-વીર્ય ફોરવવું. એ ચાર મોટાં કારણો આ સંસારમાં મળવાં દુર્લભ છે. २ अहमिक्को खलु सुद्धो, निम्ममओ णाणदंसणसमग्गो । તfહ્મ ટિો તtતો, સર્વે રવયં મિ | (સમયસાર૦ ૭૩) ભાવાર્થ – હું એક છું, પરપુગલથી ન્યારો છું, નિશ્ચયનયે કરીને શુદ્ધ છું, અજ્ઞાન-મેલથી વારો છું, મમતાથી રહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું, હું મારા જ્ઞાન-સ્વભાવ સહિત છું, ચેતના ગુણ મારી સત્તા છે, હું મારા આત્મસ્વરૂપને ધ્યાતો સર્વ કર્મનો ક્ષય કરું છું. ३ झाइ झाइ परमप्पा, अप्पसमाणो गणिज्जइ परो वि । ऊज्झइ राग य दोसो छिज्जइ तेण संसारो॥ ભાવાર્થ – પરમાત્મસ્વરૂપનું ધ્યાન ધરો, ધ્યાન ધરો. અન્યને પણ પોતાના આત્મા સમાન ગણો. રાગ અને દ્વેષ ત્યજો. તો તેથી સંસારનું બંધન છેદાય છે. ४ मा मुज्झह, मा रज्जह, मा दुसह इट्टणिट्ठअत्थेसु । - Page #333 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રતિક્રમણ સૂત્ર', “ભગવતીઆરાધના ભાગ-૨' માંથી ૩૨૯ થિમિચ્છદ નટ્ટુ વિત્ત વિવિત્તજ્ઞાણપ્રસિદ્ધિ II(દ્રવ્યસંગ્રહ૦૪૮) ભાવાર્થ :- હે ! ભવ્યજનો, જો તમે નાના પ્રકારનાં ધ્યાન-ધર્મ, શુક્લાદિ કે નિર્વિકલ્પ ધ્યાનને અર્થે ચિત્તને સ્થિર કરવા ઇચ્છા રાખતા હો તો ઇષ્ટ-અનિષ્ટરૂપ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ ન કરો, દ્વેષ ન કરો અને મોહ ન કરો. ५ मा चिट्ठह, मा जंपह, मा चिंतह किं वि जेण होइ थिरो। __ अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं ॥ ભાવાર્થ – હે જ્ઞાની જનો ! તમે કંઈ પણ ચેષ્ટા ન કરો અથવા કાયાની પ્રવૃત્તિ ન કરો, કંઈ પણ બોલો નહીં, કંઈ પણ વિચારો નહીં. એટલે તમારો આત્મા આત્મામાં સ્થિર થાય; કેમકે આત્મામાં તલ્લીન થવું એ જ પરમ ધ્યાન છે. ६. खामेमि सव्व जीवे, सव्वे जीवा खमन्तु मे । मित्ति मे सव्व भूएसु, वेरं मझं न केणइ ॥ ભાવાર્થ :- સર્વ જીવ પ્રત્યે હું નમાવું છું, સર્વ જીવ મારા અપરાધની ક્ષમા આપો. સર્વ જીવો પ્રત્યે મારે મૈત્રીભાવ છે, કોઈ પ્રત્યે પણ મારે વેરભાવ નથી. આ પત્રમાંની છયે ગાથાઓ મોઢે કરવી અને તેમાં આ અર્થ છે તેનો વિચાર કરવો. એટલો લક્ષ રાખશો.” (ઉપદેશામૃત પૃ.૧૧૫) "एगोहं नथ्थि मे कोइ, नाहमण्णस्स कस्सइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ ॥ અર્થ –હું એક છું. મારું કોઈ નથી. હું અન્ય કોઈનો નથી. એ પ્રમાણે અદીન મનવાળો થઈને હું પોતે પોતાને શિખામણ આપું છું.” “एगो मे सस्सदो अप्पा णाणदंसणलक्खणो । સેલા છે વહિરા માવા, સર્વે સંનોગવવUTI || (સંથારા પોરિસી) અર્થ–એક જ્ઞાનદર્શનવાળો શાશ્વત આત્મા તે જ મારો છે; બાકીના સર્વ સંયોગજન્ય વિનાશી પદાર્થો મારાથી પર છે.” "संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा । તમાં સંડો સંવંયં સવૅ તિવિરેન વોસિરે ! (મૂલાચાર ૪૯) અર્થ-આ જીવને પરદ્રવ્યના સંયોગથી દુઃખપરંપરા પ્રાપ્ત થઈ છે. માટે મન-વચન-કાયાથી સર્વ સંયોગ-સંબંધોને હું છોડું છું. अरिहंतो महदेवो जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं इअ सम्मत्तं मए गहिअं ॥ અર્થ-જીવન પર્યત અરિહંત મારા દેવ છે, સાચા સાધુ મારા ગુરુ છે અને કેવળી ભગવાને Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ કહેલાં તત્ત્વ તે ધર્મ છે. આ પ્રકારે મેં સમ્યક્ત્વને ગ્રહણ કર્યું છે.’” -ઉપદેશામૃત (પૃ.૧૬૫) * ‘પ્રતિક્રમણ સૂત્ર'માંથી * સર્વ જીવોને હું ખમાવું છું; સર્વ જીવો મને ક્ષમા કરો “ખમિઅ-ખમાવિએ મઈ ખમહ, સવ્વહ જીવ-નિકાય * * 1 સિદ્ધહ સાખ આલોયણ, મુઝ્ઝહ વઈર ન ભાવ. ।।૧૫।। અર્થ :—હે જીવ-સમૂહ ! તમે ખમત-ખામણા કરીને સર્વે મારા પર ક્ષમા કરો. હું સિદ્ધોની સાક્ષીએ આલોચના કરું છું કે મારે કોઈ પણ જીવ સાથે વૈર-ભાવ નથી. ।।૧૫। સવ્વ જીવા કમ્મ-વસ, ચઉદહ-રાજ-ભમંત । તે મે સવ્વ ખમાવિઆ, મુજ્સ વિ તેહ ખમંત ॥૧૬॥ અર્થ :—સર્વે જીવો કર્મ-વશ હોઈને ચૌદ રાજલોકમાં ભ્રમણ કરે છે, તે સર્વને મેં ખમાવ્યા છે, તેઓ મને પણ ક્ષમા કરો. ।।૧૬।। રું મણેણ બદ્ધ, જે જે વાયાઈ ભાસિરૂં પાવ I ♥ ♥ કાએણ કર્યાં, મિચ્છા મિદુક્કડં તસ્સ ।।૧૭।। અર્થ :—જે જે પાપ મનથી બાંધ્યું હોય, જે જે પાપ વચનથી કહ્યું હોય, જે જે પાપ કાયાથી કર્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ.” ।।૧૭|| (સંથારાપારસી) * ‘ભગવતી આરાધના ભાગ-૨' માંથી – * સમાધિમરણ શરીર ટકે ત્યાં સુધી મોક્ષ ઉપાય સાધવો “कि पुण अवसेसाणं दुक्खक्खयकारणाय साहूणं । હોર્ ન ઉમ્મિવન્વં સપન્નવામ્મિ હોમ્મિ || ગાથા ૩૦૩ અર્થ :–શરીર છે ત્યાં સુધી દુઃખનો ક્ષય કરવા માટે, મોક્ષ પ્રાપ્તિ માટે, બીજા મુનિઓએ આ દુઃખદાયક-વિઘ્નથી ભરપૂર એવા લોકમાં તપમાં ઉદ્યમ કેમ ન કરવો ? અવશ્ય કરવો જોઈએ. મૃત્યુ સંબંઘી વિવેચન આ જગતમાં મનુષ્યના આયુષ્ય, શરીર, બળ અને આરોગ્યનો નાશ ક્યારે થશે તે કંઈ કહી શકાતું નથી કે સમજી શકાતું નથી. મૃત્યુ દાવાનળ સમાન છે, તે આ સંપૂર્ણ જગતરૂપી વનને ક્યારે બાળી નાખશે તે આપણે જાણતા નથી, કળી શકતા નથી. Page #335 -------------------------------------------------------------------------- ________________ ‘ભગવતીઆરાધના ભાગ-૨' માંથી ૩૩૧ મૃત્યુ આવ્યું નથી ત્યાં સુધીમાં આરાધના કરી લેવી જોઈએ. મૃત્યુ આજ નથી આવ્યું તો એક પખવાડિયામાં, એક માસ બાદ, બે માસ, છ માસ કે એક વર્ષ સુધી આવશે જ નહિ એમ નિશ્ચયપૂર્વક કહી શકતા નથી. એક ક્ષણમાં પણ મૃત્યુ પોતાનું સ્વરૂપ બતાવી શકે છે. એટલે જ્યાં સુધી આયુષ્ય પૂરું થતું નથી અને મૃત્યુ આવતું નથી ત્યાં સુધી તપશ્ચર્યામાં પોતાનું વીર્ય-પરાક્રમ બતાવવું જોઈએ, ઉદ્યમ કરી લેવો જોઈએ. મૃત્યુ અમુક સ્થાને રહે છે એવો પ્રદેશ પણ તેનો નિશ્ચિત નથી. ગાડી, મોટર, વિ. જમીન ઉપર જ ચાલે છે, ગમન કરે છે. નક્ષત્ર-ગણ આકાશમાં જ ગમન કરે છે, મગરમચ્છ, અન્ય માછલાં વિ. જળચર પ્રાણીઓ પાણીમાં જ ફરે છે પરંતુ અત્યંત દુઃખદાયક આ મૃત્યુ તો સ્થળમાં, જળમાં અને આકાશમાં સર્વત્ર ભ્રમણ કરતું વિચરે છે. એવા અનેક સ્થળો અને પ્રદેશો છે કે જ્યાં અગ્નિ, ચંદ્ર, સૂર્ય, ઇન્દ્ર, ઠંડો કે ગરમ પવન અને બરફ પ્રવેશ કરી શકતાં નથી; એવા પ્રદેશોમાં પણ મૃત્યુનો તો અપ્રતિહત-રોકટોક વગર સંચાર થાય છે. મૃત્યુથી બચાવનાર આ જગતમાં કોઈ વ્યક્તિ કે પદાર્થ નથી વાત, પિત્ત અને કફ આ ત્રણની ન્યૂનાધિકતા રોગ ઉત્પન્ન થવામાં કારણભૂત છે પરંતુ અપમૃત્યુ માટે તો સર્વ પદાર્થો કારણ બની શકે છે. વાત, પિત્ત, કફ, ઠંડી, ગરમી, વરસાદ, તડકો, છાંયો વિ.ના પ્રતિકારના, નિવારવાના સાધનો પણ છે, પરંતુ આ સંસારમાં મૃત્યુને નિવારનાર, પ્રતિકાર કરનાર કોઈ પણ એવા પદાર્થ નથી કે તેને દૂર કરી શકે. શિયાળો, ઉનાળો, ચોમાસું આ ઋતુઓ સમયે સમયે આવે છે એનું જ્ઞાન જગતના લોકોને હોય છે પરંતુ મૃત્યુના આવવાના કાળને કોઈ જાણતું નથી કે ક્યારે તે આવશે? જ્યારે રાહુના મોઢામાં ચંદ્રનો પ્રવેશ થાય છે ત્યારે તેને તેમાંથી છોડાવનાર કોઈ હિતકારી પદાર્થ કે સાધન હોતું નથી. તેવી જ રીતે મૃત્યુ જ્યારે જીવને પકડી લે છે ત્યારે તેને તેનાથી બચાવનાર કે છોડાવનાર આ જગતમાં કોઈ વ્યક્તિ કે પદાર્થ નથી. મૃત્યુ પ્રાણીને અચાનક જ આવી પકડી લે છે મૃત્યુ સિવાય બીજા પણ એવા પદાર્થો છે કે જેનાથી પ્રાણીઓને ભય ઉત્પન્ન થાય છે. જેમકે–દુષ્ટ રોગ, વજપાત વિ. થી ભય ઉત્પન્ન થાય છે, વજપાત આકાશમાંથી અચાનક જ પડે છે, તેવી જ રીતે મૃત્યુ પણ પ્રાણીઓને અણધાર્યું પકડી લે છે. રોગથી ઘેરાયેલા શરીરમાં બળ, રૂપ વિગેરે ટકી શકતા નથી? આયુષ્ય, બળ, રૂપ વિગેરે ત્યાં સુધી જ સ્થિર રહી શકે છે કે જ્યાં સુધી તેમાં રોગો ઉત્પન્ન થતા નથી. રોગથી ઘેરાયેલા શરીરમાં બળ, રૂપ વિગેરે ટકી શકતા નથી. જ્યાં સુધી પવન ફૂંકાતો નથી, વાયુ સુસવાટા કરતો વહેતો નથી ત્યાં સુધી ફળ વૃક્ષમાં સ્થિર રહી શકે છે, પડતું નથી. તેવી જ રીતે શરીરની સ્થિતિ છે. શરીર જ્યારે વ્યાધિગ્રસ્ત બને છે ત્યારે સુખપૂર્વક આત્મહિત થઈ શકતું નથી. જેમ અગ્નિથી ઘર ચારે તરફ ઘેરાઈ ગયું હોય અને તેનો ઉપાય કરવો ખૂબ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સમાધિમરણ અશક્ય બની જાય છે તેમ શરીર ઉપર કાબૂ રહી શકતો નથી. રાગ અને મોહને ઉગતા જ દાબવા શરીરમાં રોગ ન હોય તો પણ જ્યારે મિત્ર સમાન દેખાતો રાગશત્રુ આ મનુષ્યના ચિત્તને ઉદ્વેગ પમાડે છે ત્યારે આ માણસના ઘેર્યની, સમતાની પાળ ટટી જાય છે. તે ધીરજ રાખી શકતો નથી. વૈદ્ય, ડૉક્ટરના કુશળતાભર્યા ઉપચારથી પિત્તાદિનો પ્રકોપ શાંત થઈ શકે છે પરંતુ પ્રાણીઓનું અહિત કરનાર રાગભાવ શાંત થવો બહુ મુશ્કેલ છે. જ્યાં સુધી મૃત્યુ, રોગ અને રાગ વિશેષ વધે નહીં ત્યાં સુધી ઘર્મ કરી લો વાત, પિત્તનો પ્રકોપ શાંત થતાં પ્રાણી જેમ પોતાનું કાર્ય દત્તચિત્ત થઈને કરે છે, કાર્ય કરવામાં તેનું મન ચોંટે છે તેવી રીતે પૂર્વકમ શાંત થતાં, રાગભાવ ઉપશમતાં, માણસ આત્મકલ્યાણ કરવામાં સમર્થ થાય છે. આ પ્રમાણે જગતમાં મૃત્યુ, રોગ અને રાગ એ ત્રણેય તપ કરવામાં વિધ્ધ પાડે છે. આમ વિચાર કરીને જ્યાં સુધી આ ત્રણ મૃત્યુ, રોગ અને રાગનો વિશેષ ઉદ્ભવ ન થાય ત્યાં સુધીમાં તમને વિષે પુરુષાર્થ-ઉદ્યોગ કરી લેવો જોઈએ. સમાધિ મરણનું ફળ एगम्मि भवग्गहणे समाधिमरणेण जो मदो जीवो । ए हु सो हिंडदि बहुसो सस्तट्ठभवे पमोत्तूण । અર્થ –જે જીવો એક ભવમાં સમાધિમરણથી મરે છે તેને અનેક ભવો ધારણ કરી સંસારમાં પરિભ્રમણ કરવું પડતું નથી. તેને સાત આઠ ભવો ધારણ કર્યા બાદ અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. (ગાથા ૬૮૨) ક્ષાપક પાસે નહિ જનાર ભવાન નથી सोदूण उत्तमठ्ठस्स, साधणं तिव्वभत्तिसंजुत्तो । जदि णोवयादि का उत्तमट्ठमरणम्मि से मत्ती ॥ અર્થ :-ઉત્તમાર્થ-મોક્ષપ્રાપ્તિ માટે કોઈ મુનિ સમાધિમરણ સાધી રહ્યો છે એવું સાંભળીને પણ જે મુનિ તીવ્રભક્તિ અને ખૂબ આદરપૂર્વક તેના દર્શન માટે જતા નથી તેની ઉત્તમાર્થ મરણમાં ભક્તિ નથી એમ સમજવું. (ગાથા ૬૮૩) સમાધિમરણના ભક્તિના અભાવથી દોષ जत्थ पुण उत्तट्ठमरणम्मि भत्ति ण विज्जदे तस्स । किह उत्तमठ्ठमरणं संपज्जदि मरणकालम्मि ॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ આત્માનુશાસન'માંથી ૩૩૩ અર્થ :–જેની ઉત્તમાર્થમરણમાં-સમાધિમરણમાં ભક્તિ નથી તેને મરણ સમયે ઉત્તમાર્થ મરણની પ્રાપ્તિ કેવી રીતે થશે? તે તો આર્તધ્યાનાદિ અશુભધ્યાનમાં મૃત્યુ પામશે.” (ગાથા ૬૮૪) કલકલ કરનારને ક્ષપક પાસે જવા ન દેવો. सद्दवदीणं पासं, अल्लियदु असंवुडाण दादव्वं । तेसिं असंवुडगिराहिं होज्ज खवयस्स असमाधी ॥ અર્થ –જે લોકો વચનગુતિ અને ભાષાસમિતિનું પાલન કરતા નથી, જેઓ આગમ વિરુદ્ધ બોલે છે, ખૂબ બડબડાટ-કલકલ કરે છે એવા લોકોને ક્ષપક(સમાધિમરણ કરનાર)ની પાસે જવા ન દેવા જોઈએ. કારણ કે તેમની અસંબદ્ધ ભાષા સાંભળી લપકનું ચિત્ત વિક્ષુબ્ધ થશે અને રત્નત્રયમાં સ્થિર થશે નહિ, અને શરીરે ક્ષીણ બનેલો તે ક્ષેપક ક્રોધયુક્ત સંકલેશ પરિણામી બની જશે તેથી આગમવિરુદ્ધ અને અનર્ગળ ભાષણ કરનારને ક્ષેપકની પાસે જવા દેવાનું નિષેધવામાં આવ્યું છે.” (ગાથા ૬૮૫) રત્નકરંદ શ્રાવકાચાર'માંથી - સવિચાર સમાધિમરણ “સંયમનું પાલન ન થઈ શકે તેવું જીર્ણ શરીર થઈ ગયું હોય, તેવું ઘડપણ આવી જાય, દ્રષ્ટિ અતિ મંદ થઈ જાય, પગે ચાલી શકાય નહિ, અસાધ્ય રોગ થઈ જાય, મરણ-કાળ અતિ નિકટ આવે-આવી દશામાં પોતાના શરીરને પાકાં પાન સમાન અથવા તેલરહિત દીપક સમાન સ્વયં વિનાશસભૂખ જાણી કાય-કષાયની કષતા માટે અંતમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી ધર્મધ્યાન સહિત મરણ કરવું તે સવિચાર સમાધિમરણ છે. જો મરણમાં કોઈ સંદેહ હોય તો મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરવામાં આવે કે “જો આ ઉપસર્ગમાં મારું મરણ થઈ જશે તો મારે આહારાદિનો સર્વથા ત્યાગ છે અને કદાચિત્ જીવન બાકી રહેશે તો આહારાદિકને ગ્રહણ કરીશ.” ૧૨૨ સમાધિમરણની આવશ્યકતા રોગાદિક થતાં યથાશક્તિ ઔષધ કરે, પણ જ્યારે અસાધ્ય રોગ થઈ જાય, કોઈ રીતે ઉપચારથી લાભ ન થાય ત્યારે આ શરીર દુષ્ટ સમાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય કહ્યું છે અને ઇચ્છિત ફળદાતા ધર્મને વિશેષતાથી પાલન કરવા યોગ્ય કહેલ છે. મરણ બાદ બીજું શરીર પણ મળે છે, પરંતુ ધર્મપાલન કરવાની યોગ્યતા મળવી અતિશય દુર્લભ છે. આથી વિધિપૂર્વક દેહના ત્યાગમાં દુઃખી ન થતાં સંયમપૂર્વક મન-વચન-કાયનો ઉપયોગ આત્મામાં એકત્રિત કરવો જોઈએ Page #338 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણ ૩૩૪ અને “જન્મ, જરા અને મૃત્યુ શરીર સંબંધી છે, મને નથી.’’—એવું ચિંતવન કરી, નિર્મમત્વી થઈ વિધિપૂર્વક આહાર ઘટાડી, પોતાની ત્રિકાળી અકષાય જ્ઞાતામાત્ર સ્વરૂપના લક્ષે કાયા કૃષ કરવી જોઈએ અને શાસ્ત્રામૃતના પાનથી કષાયો પાતળા પાડવા જોઈએ. પછી ચાર પ્રકારના સંઘની (મુનિ, આર્થિકા, શ્રાવક, શ્રાવિકાની) સાક્ષી વડે સમાધિમરણમાં સાવધાન-ઉદ્યમવંત થવું.” “......જે જીવ પોતાની પૂર્વાવસ્થામાં ધર્મથી વિમુખ રહે છે અર્થાત્ જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રત-નિયમાદિ ધર્મારાધના નથી કરી તે જીવ અંતકાળમાં ધર્મસન્મુખ અર્થાત્ સંન્યાસયુક્ત કદી થઈ શકતો નથી; કેમ કે ચંદ્રપ્રભચરિત્રના પ્રથમ સર્ગમાં કહ્યું છે કે— “વિરત્તનામ્યાસનિવન્ધનેરિતા ગુળેપુ ોષેષુ ચ નાયતે મતિઃ ।” અર્થાત્ ચિરકાળના અભ્યાસથી પ્રેરિત બુદ્ધિ, ગુણોમાં યા દોષોમાં ઉત્પન્ન થાય છે..... માટે સમાધિમરણ તે જ ધારણ કરી શકે છે કે જે પ્રથમ અવસ્થાથી જ ધર્મની આરાધનામાં બરાબર સાવધાન રહેલો હોય.’’ * “આત્માનુશાસન'માંથી - - * * “પળિયાં મિષે તુજ બુદ્ધિ શુદ્ધિ બહાર નીકળવા કરે; શી રીત બિચારો વૃદ્ધ ત્યાં પરલોક અર્થે કંઈ સ્મરે ! ८ ૬ હે ભવ્ય ! સફેદ વાળને બ્હાને તારી બુદ્ધિની શુદ્ધતા શરીરમાંથી બહાર નીકળી રહી હોય છે, એવી વૃદ્ધાવસ્થામાં શક્તિહીન થયેલો તું પરલોકને અર્થે કે પોતાના સંબંધીનો કાંઈ પણ વિચાર શું કરી શકીશ? તું એમ સમજે છે કે યૌવન અવસ્થામાં ધન, સ્ત્રી આદિ સામગ્રી મેળવી પ્રથમ આ લોકનું સુખ ભોગવું. પછી વૃદ્ધાવસ્થામાં ધર્મસેવન કરી પરલોકને અર્થે યત્ન કરીશ. પણ ભાઈ! વૃદ્ધાવસ્થામાં તો ધવલ કેશને બહાને તારી બુદ્ધિની શુદ્ધતા ચાલી જશે. અને બુદ્ધિની શુદ્ધતા વિના, વિચારશક્તિ ચાલી જતાં આ લોક સંબંધી કાર્યોનો પણ વિચાર યથાર્થપણે થવો મુશ્કેલ છે તો પછી પરલોકને માટે વિચાર કે પુરુષાર્થ ક્યાંથી થશે? વૃદ્ધાવસ્થામાં તો જીવ અર્ધું બળેલું મડદું જ જાણો. વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શિથિલ અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. ત્યાં ધર્મસાધનાનું સામર્થ્ય રહેતું નથી. માટે અત્યારે યુવાવસ્થામાં જ ધર્મસાધનામાં પ્રમાદ ન કરતાં જાગૃત થા, જાગૃત થા. ૮૬૮ તું બાળકાળે વિકલ અંગે હિતાહિત ન જાણતો, ત્યમ યૌવને કામાંધ કામિની તરુવનમાં રઝળતો; વય મધ્યમાં ધનની તૃષાથી ખિન્ન પશુ! કૃષ્યાદિથી, Page #339 -------------------------------------------------------------------------- ________________ સમાધિસોપાન”, “પરમાત્મપ્રકાશ'માંથી ૩૩૫ વૃદ્ધત્વમાં તું અર્ધમૃત! ક્યાં ભવસફળતા ધર્મથી? ૮૯ આ જીવ બાલ્યાવસ્થામાં શરીર પરિપુષ્ટ નહિ હોવાથી અહિતને જાણતો નથી. યુવાવસ્થામાં કામથી અંધ બનીને સ્ત્રીઓરૂપ વૃક્ષથી સઘન યૌવનરૂપ વનમાં વિષયસામગ્રીની ખોજમાં વિચરે છે. તેથી તેમાં પણ હિતાહિતને જાણતો નથી. મધ્યમ વયમાં પશુ સમાન અજ્ઞાની થઈને તૃષ્ણાના પૂરમાં તણાઈને કૃષિ આદિ એટલે ખેતી, વેપાર આદિ દ્વારા ધન કમાવામાં તત્પર રહી ખેદખિન્ન થયા કરે છે. તેથી આ અવસ્થામાં પણ હિતાહિતને જાણતો નથી. વૃદ્ધાવસ્થામાં અર્થો મરેલા જેવો શરીરથી શિથિલ થઈ જાય છે. તેથી તેમાં પણ હિતાહિતનો વિવેક રહેતો નથી. આવી દશામાં હે ભવ્ય! કઈ અવસ્થામાં તું ધર્મનું આચરણ કરીને આ જન્મ સફળ કરી શકીશ? તે મહાપુરુષોને ધન્ય છે કે જેમણે યુવાવસ્થામાં જ ભુક્તભોગી થઈને અથવા પ્રથમથી જ પ્રાપ્ત ભોગોને ત્યાગીને, મોહની જાળને તોડીને આત્માને સ્વતંત્ર મુક્ત સહજાત્મ-પદે સ્થાપન કરવા દુર્ધર પુરુષાર્થ કરી આત્મદશા પ્રગટાવી, અંતમાં મુક્તિપુરી પહોંચવા ભાગ્યશાળી બન્યા, સહજાત્મસ્વરૂપમાં મગ્ન થઈ તાર્થ થયા. નમન હો તે પરમપુરુષોને! ૮૯ જનની ઉદર વિષ્ઠાગૃહે ચિર કર્મવશ દુઃખમાં રહી, ભૂખ તરસથી મોં ફાડી ખાવા એંઠ માતાની સહી; ત્યાં હલન-ચલન રહિત સ્થિર રહી, ભયભર્યો કૃમિ સહ રહ્યો, જન્મિત્! થયો ભયભીત મરણે, માનું તે કારણ અહો! ૯૯ આ જીવ ગર્ભાવસ્થામાં કર્મ આધીન થઈ, પરવશપણે, ચિરકાળ સુધી માતાના પેટરૂપ વિષ્ટાગૃહમાં રહે છે. ત્યાં ભૂખ-તરસથી પીડા પામતો તૃષ્ણા વધી જવાથી માતા દ્વારા ખાવામાં આવેલ ભોજન (એંઠ)ની મોં ખોલીને પ્રતીક્ષા કર્યા કરે છે, રાહ જોયા કરે છે. ત્યાં જગા સાંકડી હોવાથી હાથ પગનું હલન-ચલન કરી શકતો નથી. તથા પેટમાં રહેલા કીડાઓ સાથે રહીને જન્મ વેળાનાં દુઃખથી ભયભીત થાય છે. હે જન્મ લેવાવાળા જન્મિનું, તું જે મરણથી ડરે છે તેનું કારણ એમ સમજાય છે કે આગલા જન્મનાં દુઃખથી ભયભીત તું આ મરણ પછી ફરી જન્મવું જ પડશે એમ જાણી થનાર જન્મનાં અસહ્ય દુઃખથી જ ડરે છે. કારણ કે જન્મનાં દુઃખ તારા અનુભવમાં આવી ચૂક્યા છે. અહી ઉભેલા અલંકારથી કવિએ ડરવાનું કારણ કલ્પનાદ્વારા સિદ્ધ કરી બતાવ્યું જે પરમરણ અનિવાર્ય ત્યાં નિજ માની કરતા નિજ મૃત્યુકાળે તેમ કરતા જે અતિ આક્રંદને; જડબુદ્ધિ નિર્ભય થઈ, સમાધિમરણ સાધે શું અરે ! પરભવ અને યશ તે બગાડે, પ્રાજ્ઞ શોક ન કંઈ કરે. ૧૮૫ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સમાધિમરણ જે જડબુદ્ધિ જીવ, પોતાથી અન્ય એવાં સ્ત્રી, પુત્ર, મિત્ર, આદિનાં ન નિવારી શકાય તેવાં મરણ જોઈ તે પ્રસંગે, પોતાનાં સમજીને મમતાભાવથી અતિશય વિલાપ કરે છે, તે જડબુદ્ધિને, નિર્ભયતાપૂર્વક સમાધિમરણ કરવાથી જે મહાન કીર્તિ અને પરલોકની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તે કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. માટે બુદ્ધિમાન મનુષ્ય મરણ પ્રાપ્ત થતાં કોઈ પ્રકારનો શોક નહિ કરવો જોઈએ. જે જે જન્મ્યા છે તે તે અવશ્ય મરણ પામશે જ. તેના મરણને કોઈ રોકી શકનાર નથી જ. આમ જ્યાં સિદ્ધાંત છે, ત્યાં પછી સ્ત્રી, પુત્ર, મિત્ર પ્રત્યક્ષ આપણાથી ભિન્ન છે–પોતાનાં નથી–તેને પોતાનાં માનીને આ જીવ તેના મરણ થતાં કેમ રડે છે, કે શોક કરે છે? એ શોચનીય છે. એ જ પ્રકારે જ્યારે પોતાનું મરણ સન્મુખ આવે છે ત્યારે પણ વિલાપ કરે છે, તેથી તેની અપકીર્તિ થાય છે અને પરલોકમાં ગતિ પણ બગડે છે. તેથી તે જો નિર્ભયતાપૂર્વક મમતા ત્યાગીને સમાધિ મરણને સ્વીકારે છે તો તેની કીર્તિ પ્રસરે છે અને પરલોકમાં સ્વર્ગાદિ અભ્યદયની સિદ્ધિ પણ અવશ્ય થાય છે. માટે વિવેકી આત્માર્થી મનુષ્યોનું કર્તવ્ય છે કે મરણ પોતાનું કે પરનું જ્યારે અનિવાર્ય છે ત્યારે તેવા પ્રસંગે તેણે શોક તજીને, મમતા તજીને, સમાધિમરણ સાધવા જ શૂરવીર થવું.” (૧૮૫) સમાધિસોપાનમાંથી - સમાધિમરણ કરવા અર્થે સલ્લેખનાના પ્રકાર “સલ્લેખના બે પ્રકારની છે. એક કાયસલ્લેખના; બીજી કષાયસલ્લેખના. અહીં સલ્લેખનાનો અર્થ સમ્યક્ટ્રકારે કુશ કરવું એવો છે. કાયસલ્લેખના- કાયાને કૂશ કરવી તે કાયસલ્લેખના છે. આ કાયાને જેમ જેમ પુષ્ટ કરો, સુખશીલિયા રાખો તેમ તેમ ઇંદ્રિયના વિષયોની તીવ્ર લાલસા ઉપજાવે છે, આત્માની નિર્મળતાનો નાશ કરે છે; કામ-લોભાદિકને વધારે છે; નિદ્રા, પ્રમાદ, આળસ આદિને વધારે છે. પરિષહ સહન કરવામાં અસમર્થ થાય છે, ત્યાગ સંયમ માટે તૈયાર થતી નથી. આત્માને દુર્ગતિમાં વાત-પિત્ત-કફ આદિ અનેક રોગો ઉત્પન્ન કરી મહા દુર્ગાન કરાવી સંસારપરિભ્રમણ કરાવે છે. તેથી અનશન આદિ તપશ્ચર્યા કરીને આ શરીરને કૃશ કરવું, જેથી રોગાદિ વેદના ઊપજતી નથી, પરિણામ મંદ, પુરુષાર્થહીન, જડ જેવાં થતાં નથી”....(પૃ. ૩૪૮) કષાયસલ્લેખના- “જેવી રીતે કાયાને તપશ્ચરણ વડે કૃશ કરવી, તેવી જ રીતે રાગ, દ્વેષ, મોહ આદિ કષાયોને પણ સાથે સાથે કૃશ કરવા તે કષાયસલ્લેખના છે. કષાયોની સલ્લેખના વગર કાયાની સલ્લેખના વૃથા છે. કાયાનું કૃષપણું તો પરવશપણે રોગી ગરીબ મિથ્યાવૃષ્ટિને પણ હોય છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ‘ધર્મામૃત’માંથી ૩૩૭ દેહની સાથે રાગ, દ્વેષ, મોહાદિકને કૃશ કરી આ લોક પરલોક સંબંધી સમસ્ત વાંછાનો અભાવ કરી, દેહ, જીવન, મરણ, કુટુંબ, પરિગ્રહ આદિ સર્વ પરદ્રવ્ય ઉપરથી મમતા છોડી પરમ વીતરાગતા સહિત, સંયમ સહિત મરણ કરવું તે કષાયસલ્લેખના છે. વિષય, કષાયને જીતનારની જ સમાધિમરણ માટે યોગ્યતા ગણાય છે. વિષય કષાયને વશ હોય તેને સમાધિમરણ થાય નહીં.” (પૃ.૩૫૧) * પરમાત્મપ્રકાશ'માંથી * * “જે સમાધિ કરતા નથી, છેદી વિષય કષાય; યોગિન્, તે પરમાત્મના આરાધક ન જ થાય. ૧૯૨ વિષય અને કષાયોને મૂળમાંથી દૂર કરીને જે ત્રણ ગુતિરૂપ પરમ સમાધિને ધારણ કરતા નથી તે હે યોગી ! પરમાત્માના આરાધક થતા નથી. વિષયકષાય શુદ્ધાત્મતત્ત્વના શત્રુઓ છે. જ્યાં સુધી તેઓને ટાળવામાં ન આવે ત્યાં સુધી આત્મા પરમાત્માનો આરાધક ન થઈ શકે. વિષય કષાયના પ્રસંગોથી અત્યંત દૂર રહેનાર પવિત્ર આત્મા જ શુદ્ધાત્માનો આરાધક હોઈ શકે છે, આકંઠ વિષયકષાયોમાં ડૂબેલા જીવ પરમાત્મ તત્ત્વથી અત્યંત દૂર છે. સમાધિ-ધ્યાનથી પરમાત્માની આરાધના થાય છે. તે ધ્યાનના મુખ્ય પાંચ કારણો છે. "वैराग्यं तत्त्वविज्ञानं नैर्ग्रन्थ्यं वशचित्तता । जितपरीषहत्वं च पञ्चैते ध्यानहेतवः ॥” અર્થાત્ વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, નિર્પ્રન્થતા (પરિગ્રહ રહિતપણું), મનોજય, અને આવેલા ઉપસર્ગ તથા પરિષહોનો જય આ પાંચ ધ્યાનનાં કારણો છે. વિષયકષાયની નિવૃત્તિરૂપ અને શુદ્ધાત્માનુભૂતિ સ્વભાવવાળો વૈરાગ્ય છે, શુદ્ધાત્માની ઉપલબ્ધિ રૂપ તત્ત્વવિજ્ઞાન છે, બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગયુક્ત નિગ્રન્થતા છે, નિશ્ર્ચિતપણે આત્માનુભૂતિરૂપ મનોજય છે, અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં બાહ્ય સહાયક—આવેલા ઉપસર્ગોને જીતીને આત્મામાં સ્થિર રહેવારૂપ—પરિષહજય છે. આ કારણોની પ્રાપ્તિથી ધ્યાન સંપૂર્ણપણે થાય છે અને તેથી પરમાનંદરૂપ પરમાત્માનો અનુભવ થાય છે. ૧૯૨ પરમ સમાધિ ધરીય જે ૫૨માત્મા ન લહેત; તે મુનિઓ બહુવિધ સહે, ભવદુઃખકાળ અનંત. ૧૯૩ જે મુનિઓ પરમ સમાધિને ધારણ કરીને પણ આત્માને જાણતા નથી, તે અનેક પ્રકારનાં સંસાર સંબંધી દુ:ખોને અનંત કાળ સુધી ભોગવે છે અને પરિભ્રમણ કર્યા કરે છે. માનસિક પીડાને આધિ કહે છે, અને દેહ સંબંધી દુઃખોને વ્યાધિ કહેવામાં આવે છે. પરબ્રહ્મ જાણ્યા વિના આ જીવ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સમાધિમરણ આધિ-વ્યાધિ ઉપરાંત અનેક કષ્ટો સહન કરી રહ્યો છે. તથા વીતરાગ પરમ આહલાદરૂપ આત્મિક સુખથી સદેવ વિમુખ રહે છે. માટે દુઃખથી મુક્ત થવાની ઇચ્છાવાળાએ રાગાદિ વિકારો તજી આત્મામાં સ્થિર થઈ નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપની ભાવના કરવી જોઈએ. ૧૯૩ ભાવ શુભાશુભ જ્યાંસુધી, સર્વ તૂટી નહિ જાય ; પરમ સમાધિ ન ત્યાં ઉરે, કહે જ્ઞાની જિનરાય. ૧૯૪ જ્યાં સુધી સમસ્ત શુભાશુભ ભાવો વિકલ્પો છૂટતા નથી ત્યાં સુધી મનમાં પરમ સમાધિ નથી, એમ કેવલી ભગવાન કહે છે.” (પરમાત્મપ્રકાશ પૃ.૩૩૩) “ઘર્મામૃત'માંથી – સમાધિમરણ અર્થે કરવાની સલ્લેખનાની વિધિને વર્ણવવા માટે પ્રથમ સાધકના લક્ષણને કહે છે "देहाहारेहितत्यागात् ध्यानशुद्धयाऽऽत्मशोधनम् यो जीवितान्ते सम्प्रीतः साधयत्येष साधकः ॥१॥ જે સર્વાંગમાં ધ્યાનના આનંદથી યુક્ત પ્રસન્ન થયેલો, જીવનને અંતે અર્થાત્ પ્રાણોનો નાશ થતી વખતે, શરીરના મમત્વનો ત્યાગ, ચાર પ્રકારના આહારનો ત્યાગ અને મનવચનકાયાના વ્યાપારરૂપ ઈહિતના ત્યાગથી, આર્તરૌદ્રધ્યાનને છોડીને આત્મામાં રહેવારૂપ નિર્વિકલ્પ સમાધિવડે, મોહરાગદ્વેષને દૂર કરીને રત્નત્રયમાં પરિણતિ કરવારૂપ આત્મશુદ્ધિને સાધે છે તે સાધક છે.” (પૃ.૫૭૩) “વફાય: સ્વચ્છોડનુવર્ય ચાતુ પ્રતિવર્યચ રોગિત: | उपकारं विपर्यस्यं-स्त्याज्यः सद्भिः खलो यथा ॥६॥ સ્વસ્થ નીરોગી કાયાને પથ્ય આહાર-વિહારવડે સ્વસ્થતામાં જ જાળવી રાખવાયોગ્ય છે, તેમાં રોગ ઊપજતાં નિર્દોષ ઔષધાદિવડે ઉપચાર કરવાયોગ્ય છે અને એ પ્રકારે ઉપકાર કરવા છતાં પણ અધર્મ, રોગવૃદ્ધિ આદિ વિપરીત પરિણામ આવતું હોય ત્યારે સર્જનોએ તે દેહને દુષ્ટજન જેવો ગણીને ત્યાગવાયોગ્ય છે. શરીરને અર્થે ધર્મનાશનો અત્યંત નિષેધ છે તે કહે છે “नावश्यं नाशिने हिंस्यो धर्मो देहाय कामदः । देहो नष्टो पुनर्लभ्यो धर्मस्त्वत्यन्तदुर्लभः ॥७॥ અવશ્ય નાશ પામવાયોગ્ય એવા દેહને અર્થે ઇચ્છિતને આપનાર એવા ધર્મનો નાશ કરવો યોગ્ય નથી, કારણકે દેહનો નાશ થતાં ફરીથી બીજો દેહ પ્રાપ્ત થવા યોગ્ય છે, પરંતુ ધર્મનો નાશ ૧ છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ સહજ સુખસાધન”માંથી ૩૩૯ થતાં તે ફરીથી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે.” (પૃ.૫૭૪) “ઉપસર્ગથી અચાનક મરણ આવી પડતાં સંક્ષિપ્ત પ્રાયોપગમન-વિધિ કરે એમ કહે છે ___ भृशापवर्तकवशात् कदलीघातवत्सकृत् । विरमित्यायुषि प्रायमविचारं समाचरेत् ॥११॥ કદલીઘાત એટલે કેળના સ્તંભને કાપતાં બધાં પડ એક સાથે કપાઈ જાય છે તેવી રીતે તીવ્ર મૃત્યુના કારણથી આયુષ એકાએક ગળી જઈ પૂરું થવા માંડે ત્યારે શીધ્ર અવિચાર પ્રાયોપગમનવિધિને મુમુક્ષુ સાવધાનીથી આચરે. જેમકે : “આહાર શરીર ને ઉપધિ, પચખું પાપ અઢાર; મરણ આવે તો વસીરે, જીવું તો આગાર.” (પૃ.૫૭૬) "आस्तां स्तेयमभिध्याऽपि विध्याप्याऽग्निरिव त्वया । हरन् परस्वं तदसून् जिहीर्षन् स्वं हिनस्ति हि ॥८५॥ અહો સમાધિમરણના અર્થી! ચોરી તો શું પણ પરધનની ઇચ્છાને પણ તારે અગ્નિ સમાન બુઝાવી નાખવી જોઈએ. પરધનને હરનાર પરના પ્રાણ હણવાની ઇચ્છા કરતો અવશ્ય પોતાને હણે છે. અર્થાત્ પરધન ચોરનારને પરના પ્રાણ હણવાની ઇચ્છા પણ થાય છે. એવી ભાવહિંસાથી કર્મ બાંધી દુઃખ પામવારૂપ સ્વાત્માની હિંસા અવશ્ય થાય છે. બ્રહ્મચર્યની દ્રઢતા કરાવવા કહે છે– पूर्वेऽपि बहवो यत्रस्सखलित्वा नोद्गताः पुनः । तत्परं ब्रह्म चरितुं ब्रह्मचर्यं परं चर ॥८७॥ જે વ્રતમાં પૂર્વે ઘણા મોટા મુનિવરો પણ જરા અલન પામતાં ભ્રષ્ટ થવાથી ફરી ઊંચા આવ્યા નથી, તે બ્રહ્મચર્યવ્રતને તું દેહથી ભિન્ન અને નિર્વિકલ્પ એવા તારા શુદ્ધાત્મસ્વરૂપ પરબ્રહ્મનો અનુભવ કરવાને અર્થે ઉત્કૃષ્ટપણે-જરા પણ અતિચાર લગાવ્યા વિના ધારણ કર.” (પૃ.૫૯૭) "श्रुतस्कन्धस्य वाक्यं वा पदं वाऽक्षरमेव वा । यत्किाद्रिोचते तत्रालम्ब्य चित्तलयं नय ॥९१॥ અહો વ્યવહાર આરાધનામાં પરિણમેલા આરાધકરાજ! આચારાંગ આદિ દ્વાદશાંગ તથા તેથી ભિન્ન પ્રકીર્ણક આદિ અંગબાહ્ય મળી જે શ્રુતસ્કંધ છે તેમાંથી તને જે રુચે તે એક વાક્ય જેમ કે નમો અરિહંતાણં” અથવા એક પદ જેમકે “અર્ટ અથવા એક અક્ષર જેમકે આ સિ ૩ સા માંથી કોઈ એકનું અવલંબન લઈને તેમાં ચિત્તને લીન કર. અર્થાત્ શ્રુતસ્કંધમાંથી ગમે તે વાક્ય, પદ કે અક્ષર હોય પરંતુ તેમાં જીવની રુચિ અને ચિત્તની લીનતા થવી એ મુખ્ય પ્રયોજન છે. शुद्धं श्रुतेन स्वात्मानं गृहीत्वाऽऽर्य स्वसंविदा । Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સમાધિમરણ भावयंस्तल्लयापास्तचिन्तो मृत्वैहि निर्वृतिम् ॥१२॥ હે આરાધનામાં તત્પર આર્ય! ‘ો ને સાસરો વા' ઇત્યાદિ શ્રુતજ્ઞાનવડે રાગદ્વેષનોહરહિત પોતાના શુદ્ધ આત્માનું ગ્રહણ કરીને સ્વસંવેદનવડે ભાવના કરતો તેમાં ચિત્તની લીનતા કરવાથી વિક્મરહિત થયેલો તું મરણ કરીને મુક્તિ પ્રત્યે જા. અર્થાત્ ઉપર મુજબ શુદ્ધાત્મામાં સ્થિર થઈને સમાધિમરણ કરનાર ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ પામે.” (પૃ.૫૯૯) “दुःखं संकल्पयन्ते स्वे समारोप्य वपुर्जडाः । स्वतो वपुः पृथक्ककृत्य भेदज्ञाः सुखमासते ॥९७॥ જડ જેવા બહિરાત્મા જીવો શરીરને આત્મામાં એકપણે આરોપણ કરીને “હું દુઃખી છું” એમ માને છે અને આત્મા અને શરીરના ભેદને જાણનારા જ્ઞાનીઓ તો શરીરને આત્માથી ભિન્નપણે અવલોકીને પોતાના આત્માના દર્શનથી ઉદ્ભવતા સુખપૂર્વક રહે છે. परायत्तेन दुःखानि बाढं सोढानि संसृतौ । त्वयाऽद्य स्ववशः किति सहेच्छन्निर्जरां पराम् ॥९८|| હે સાધક! અનાદિસંસારમાં પરાધીનપણે તેં બહુ દુઃખ સહ્યાં છે. હવે અત્યારે આ સમાધિમરણના અવસરે ઉત્કૃષ્ટ સંવરયુક્ત નિર્જરાને ઇચ્છતો એવો તું સ્વાધીનપણે કંઈક દુઃખ સહન કર.” (પૃ.૬૦૧) સહજસુખસાદન' માંથી – મનુષ્ય મરે ત્યારે તરત જ બીજા ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય. “એક મનુષ્ય જ્યારે મરે છે ત્યારે તરત જ બીજા ઉત્પત્તિ સ્થાન ઉપર પહોંચી જાય છે. વચમાં જતી વખતે એક સમય, બે સમય, કે ત્રણ સમય લાગે છે ત્યાં સુધી પૂર્વ શરીરની માફક આત્માનો આકાર બની રહે છે. જ્યારે ઉત્પત્તિ સ્થાન પર પહોંચે છે ત્યારે ત્યાં જેવા પુદ્ગલને ગ્રહણ કરે છે તેના સમાન આકાર નાનો કે મોટો થઈ જાય છે. પછી જેમ જેમ શરીર વધે છે તેમ તેમ આકાર ફેલાતો જાય છે. શરીરમાં જ આત્મા ફેલાયો છે બહાર નહીં, એ વાતનો અનુભવ વિચારવાનને થઈ શકે છે. આપણને દુઃખ કે સુખનો અનુભવ શરીરમાં જ થાય છે, શરીરથી બહાર નહીં. જો કોઈ માનવના આખા શરીરમાં આગ લાગે અને શરીરની બહાર પણ આગ હોય તો તે માનવને આખા શરીરમાંની આગની વેદનાનું દુઃખ થશે, શરીરની બહારની આગની વેદના થશે નહીં. જો આત્મા શરીરના કોઈ સ્થાનમાં હોય, સર્વ સ્થાનમાં વ્યાપક ન હોય તો જે સ્થાનમાં જીવ હોય ત્યાં જ સુખદુઃખનો અનુભવ થાય, સર્વાગે ન થાય; પરંતુ થાય છે સર્વાગે, તેથી જીવ શરીરપ્રમાણ આકારધારી છે. કોઈ પણ ઇન્દ્રિય દ્વારા મનોજ્ઞ પદાર્થનો રાગસહિત ભોગ કરવામાં Page #345 -------------------------------------------------------------------------- ________________ લેખસંગ્રહ', “મૂલાચાર'માંથી ૩૪૧ આવે તો સર્વાગે સુખનો અનુભવ થાય છે. શરીરપ્રમાણ રહેવા છતાં નીચે લખેલાં સાત પ્રકારના કારણથી આત્મા ફેલાઈને શરીરથી બહાર જાય છે અને પાછો શરીર પ્રમાણ થઈ જાય છે. આ અવસ્થાને સમુઘાત કહે છે. સાત પ્રકારના સમુદ્યાત ૧. વેદના :-શરીરમાં દુઃખના નિમિત્તથી આત્મપ્રદેશ કાંઈક બહાર નીકળે છે. ૨. કષાય ક્રોધાદિ કષાયના નિમિત્તથી પ્રદેશ બહાર નીકળે છે. ૩. મારણાંતિક ઃ-મરણની થોડીવાર પહેલાં કોઈક જીવના પ્રદેશ ફેલાઈને જ્યાં જન્મ લેવાનો છે ત્યાં સુધી પહોંચે છે, સ્પર્શ કરીને પાછા આવે છે, પછી મરણ થાય છે. ૪. ફિયિક :-વૈક્રિયિક શરીરધારી પોતાના શરીરથી ભિન્ન બીજાં શરીર બનાવે છે, તેમાં આત્માને ફેલાવીને તેનાથી કામ લે છે. પ. તેજસ :-(૧) શુભ તેજસ–કોઈક તપસ્વી મુનિને ક્યાંક દુર્ભિક્ષ કે રોગનો સંચાર દેખીને દયા આવી જાય ત્યારે તેના જમણા અંધમાંથી તૈજસ શરીરની સાથે આત્મા ફેલાઈને નીકળે છે. તેનાથી કષ્ટ દૂર થઈ જાય છે. (૨) અશુભ તૈજસ-કોઈ તપસ્વીને ઉપસર્ગ પડવાથી ક્રોધ આવી જાય, ત્યારે તેના ડાબા સ્કંધમાંથી અશુભ તૈજસ શરીરની સાથે આત્મા ફેલાય છે અને તે શરીર કોપના પાત્રને (જેના પ્રત્યે મુનિને ક્રોધ ઊપજ્યો હોય તેને) ભસ્મ કરી દે છે તથા તપસ્વી પણ ભસ્મ થઈ જાય છે. ૬. આહારક -કોઈ ઋદ્ધિધારી મુનિના મસ્તકથી આહારક શરીર બહુ સુંદર પુરુષાકારે નીકળે છે, તેની સાથે આત્મા ફેલાને જ્યાં કેવલી કે શ્રુતકેવળી હોય છે ત્યાં સુધી જાય છે. દર્શન કરીને પાછું આવે છે, તેથી મુનિના સંશય મટી જાય છે. ૭. કેવળ :-કોઈ અરિહંત, કેવળીનું આયુષ્ય અલ્પ હોય છે, અને બીજા કર્મોની સ્થિતિ અધિક હોય છે, ત્યારે આયુની બરાબર બધાં કર્મોની સ્થિતિ કરવા માટે આત્માના પ્રદેશો લોકવ્યાપી થઈ જાય છે.” (સહજ સુખ સાધન પૃ.૩૫૧) લેખ સંગ્રહ' માંથી – ૧. “ધર્મના પ્રભાવે જે સુખસંપત્તિ પામ્યા છતાં જે કોઈ ધર્મની જ અવગણના કરે તે સ્વઉપકારી ધર્મનો દ્રોહ કરનાર પોતાનું ભવિષ્ય શી રીતે સુધારી શકશે? તેનું અંત સમયે સમાધિમરણ કેવી રીતે થશે? ૨. કોઈ રીતે પૂર્વ પુણ્યયોગે આવી સામગ્રી પામ્યા છતાં જે પ્રમાદથી ધર્મનું સેવન કરતો નથી તેને પાછળથી અવસાન વખતે બહુ બહુ ઝૂરવું પડે છે, અર્થાત્ અત્યંત દુઃખી થવું પડે છે. ૩. કાદવમાં ખૂંચેલો હાથી, ગલગ્રહિત મચ્છ, જાળમાં ફસાયેલું મૃગ અને પાશમાં પડેલું પંખી Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સમાધિમરણ જેમ ઝૂરે છે તેમ સુકૃતકમાણી વગરના જીવને મરણ સમયે ઝૂરવું પડે છે. ૪. લક્ષ્મી, યૌવન અને આયુષ્ય વગેરે બધું અસ્થિર હોવાથી ધર્મસેવનમાં જે પ્રમાદ કરે છે તે કાયર પુરુષ છે, સત્યુષ નથી. જે માણસ ધર્મસાધન કરવામાં વાયદા કરે છે અને આ દેખાતી ક્ષણિક વસ્તુઓમાં આસક્ત બની જાય છે તે જ તેમની દુર્ભવ્યતા બતાવે છે. ભવભીરું સત્નો તો ભવનું સ્વરૂપ વિચારી ધર્મસેવનમાં શીધ્ર સજ્જ થઈ જાય છે - લગારે પ્રમાદ કરતા નથી. ૫. જો તું અચિંત્ય એવાં ઉત્તમ ફળરૂપ સમાધિમરણની ઇચ્છા કરતો હોય તો ધર્મ વિષે દૃઢ આદર કર. ધર્મને જ અપૂર્વ ચિંતામણિ, કામધેનુ, કામઘટ અને કલ્પવૃક્ષ સમજી તેની પ્રાપ્તિ માટે વૃઢ આદર કર.” (પૃ.૩૦) ૧. “જેમ દાંત વગરનો હાથી, વેગ વગરનો ઘોડો, ચંદ્ર વગરની રાત્રિ, સુગંધ વગરનું ફૂલ, જળ વગરનું સરોવર, છાયા વગરનું વૃક્ષ, મીઠા વગરનું ભોજન, ગુણ વગરનો પુત્ર, ચારિત્ર વગરનો સાધુ અને દ્રવ્ય વગરનું ઘર એ બધાં શોભતા નથી તેમ ધર્મકળા વગરનો માનવ પણ શોભા પામતો નથી - શોભી શકતો નથી. ૨. સુકૃત કરવામાં તત્પર રહેનારા પુરુષો પુણ્યબળવડે સૌ કરતા ચડી જાય છે, અને જેમ વૃક્ષોને વેલડીઓ વીંટાઈ જાય છે તેમ તેમને સંપદાઓ વીંટી વળે છે. ૩. ઉત્તમ જનોનાં હદયમાં આ ચાર વાનાં વસી રહે છે – (૧) સપાત્રદાન. (૨) મધરી વાણી. (૩) વીતરાગ-પૂજાભક્તિ અને (૪) સદગુરુ સેવા. એનાથી જીવ સ્વઉન્નતિ સાધે છે. સમાધિમરણની યોગ્યતા પામે છે. ૪. સંતોષી, વિનયી, દયા-દાન રુચિવાળો અને પ્રસન્ન હૃદયવાળો મનુષ્ય માનવગતિમાંથી આવીને અવતરેલો સમજવો અને તેને જ માનવધર્મની યોગ્યતાવાળો જાણવો. ૫. જે દ્રવ્ય ઉત્તમ ક્ષેત્રમાં વિવેકથી વપરાય છે તે જ દ્રવ્ય પ્રશંસવાયોગ્ય છે. ૬. બધા કુળમાં શ્રાવક કુળપ્રધાન છે, બધા દેવોમાં જિનેશ્વર દેવ પ્રધાન છે, બધા દાનમાં અભયદાન પ્રધાન છે અને બધા મરણમાં સમાધિમરણ પ્રધાન છે. ૭. પરભવતમાં જતાં ધર્મરૂપી ભાતું સાથે હોય તો જ માણસને અંતસમયે ખરો દિલાસો મળે છે. તેથી સુકૃત કરણી કરી લેવામાં એક ક્ષણમાત્ર પણ વિલંબ ન કરવો; કેમકે પળે પળે આયુષ્ય ખૂટતું જાય છે. ૮. હે ભવ્યજનો! ધર્મકાર્ય કરવાના વાયદા ન કરો. જે ધર્મકૃત્ય આવતી કાલે કરવા ધારતા હો તે હમણાં જ કરો, કેમકે ક્ષણ ક્ષણ જતાં આયુષ્ય પૂરું થઈ જાય છે અને મરણ નજીક આવે છે. માટે સમાધિમરણની તૈયારી કરી લેવી. (પૃ.૨૩). * Page #347 -------------------------------------------------------------------------- ________________ મૂલાચાર”માંથી ३४३ 'भूलायार'मांथी“आगे मरणके समय पीडा हो तो कौनसी औषधि करना उसे कहते हैं; जिनवचनमौषधमिदं विषयसुखविरेचनं अमृतभूतं । जरामरणव्याधिवेदनानां क्षयकरणं सर्वदुःखानाम् ॥१५॥ अर्थ-यह जिनवचन ही औषध है । जो कि इंद्रिय जनित विषयसुखोंका विरेचन करनेवाली (दूर करनेवाली) है, अमृतस्वरूप है और जरा मरण व्याधि वेदना आदि सब दुःखोंका नाश करनेवाली है। भावार्थ-जैसे औषधि रोगोंको मिटा देती है उसी तरह जिनवाणी भी जन्ममरण आदि दुःखोको मिटाके अमर पदको प्राप्त करदेती है । इसलिये अमृतऔषधि जिनवचन ही है ॥१५॥ आगे उस समय शरण क्या है यह बतलाते हैं; ज्ञानं शरणं मम दर्शनशरणं च चारित्रशरणं च । तपः संयमश्च शरणं भगवान् शरणो महावीरः ॥१६॥ अर्थ-हे क्षपक तुझे ऐसी भावना करनी चाहिये कि, मेरे यथार्थ ज्ञान ही शरण (सहायक) है, प्रशम संवेग अनुकंपा आस्तिक्यकी प्रगटतारूप सम्यग्दर्शन ही शरण है, आस्रव बंधकी निवृत्तिरूप चारित्र ही मेरे शरण है, बारहप्रकार तप और इंद्रिय प्राण संयम ही शरण है तथा अनंत ज्ञान सुखादि सहित श्री महावीरस्वामी हितोपदेशी ही शरण हैं । इनके सिवाय अन्य कुदेवादिका शरण मेरे नहीं है । ॥१६॥ आगे आराधनाके फलको कहते हैं; __ आराधनोपयुक्तः कालं कृत्वा सुविहितः सम्यक् । उत्कृष्टं त्रीन् भवान् गत्वा च लभते निर्वाणम् ॥१७॥ अर्थ-सम्यग्दर्शन आदि चार आराधनाकर उपयुक्त हुआ अतिचार रहित आचरणवाला जो मुनि वह अच्छीतरह मरणकर उत्कृष्ट तीन भव पाकर निर्वाण (मोक्ष) को पाता है ॥९७॥ ऐसा सुनकर क्षपक कारणपूर्वक परिणाम करनेका अभिलाषी हुआ कहता है श्रमणो मम इति च प्रथमः द्वितीयः सर्वत्र संयतो ममेति । सर्व च व्युत्सृजामि च एतदू भणितं समासेन ॥९८॥ अर्थ-क्षपक विचारता है कि मैं प्रथम तो श्रमण अर्थात् समरसीभावकर सहित हूं और दूसरे सब भावोमें संयमी हूं इसकारण सब अयोग्य भावोंको छोडता हूं । इसतरह संक्षेपसे आलोचना कहा ॥९८॥ आगे फिर दृढ परिणामोंको दिखलाते हैं: लब्धमलब्धपूर्व जिनवचनसुभाषितं अमृतभूतं । Page #348 -------------------------------------------------------------------------- ________________ ३४४ સમાધિમરણ गृहीतः सुगतिमार्गः नाहं मरणाविभेमि ॥१९॥ अर्थ-क्षपक विचारता है कि मैंने प्रमाणनयसे अविरुद्ध सुखका कारण जो पूर्वमें नहीं पाया ऐसे जिनवचनको प्राप्त किया और मोक्षमार्ग भी ग्रहण किया । अब मैं मरणसे नहीं डरता ॥ भावार्थ-जबतक अज्ञान था तबतक यथार्थस्वरूप नहीं जाना इसलिये मरणका डर था, अब जिनवचनसे यथार्थ स्वरूपका ग्रहण हुआ, मोक्षमार्गमें प्रवृत्ति हुई तब मरणका भय जाता रहा ॥९९॥ धीरेणापि मर्तव्यं निर्धेर्येणापि अवश्यं मर्तव्यं । यदि द्वाभ्यामपि मर्तव्यं वरं हि धीरत्वेन मर्तव्यम् ॥१०॥ अर्थ-क्षपक विचारता है कि धीर (दृढचित्त) भी मरेगा और धैर्यरहित भी अवश्य मरेगा । यदि दोनों तरहसे ही मरना है तो धीर (क्लेशरहित)पनसे ही मरना श्रेष्ठ है, कायरपनसे पापबंध विशेष करता है इसलिये मरणसमय कायर नहीं होना चाहिये ॥१००॥ शीलेनापि मर्तव्यं निःशीलेनापि अवश्यं मर्तव्यम् । यदि बाभ्यामपि मर्तव्यं वरं हि शीलत्वेन मर्तव्यम् ॥१०१॥ अर्थ-जो शील (व्रतकी रक्षा) वाले हैं वे भी मरेंगे और जो भूखप्यास आदिकी पीड़ासे मरण होनेके भयसे व्रत शील छोड़ देते हैं वे भी काल आनेपर अवश्य मरेंगे । यदि दोनों तरह से ही मरना है तो शीलसहित ही मरना अच्छा है । व्रतशील छोड देनेसे पापबंध अधिक होगा और मरना तो पड़ेगा ही ॥१०१॥ इसलिये शीलसहित ही मरना श्रेष्ठ है ऐसा कहते हैं; चिरोपितब्रह्मचारी प्रस्फोट्य शेषं कर्म । आनुपूर्व्या विशुद्धः शुद्धः सिद्धिं गतिं याति ॥१०२।। अर्थ-जिसने बहुतकालतक ब्रह्मचर्यव्रत सेवन किया है ऐसा मुनि शेष ज्ञानावरणादि कर्मोंकी निर्जराकर क्रमसे अपूर्व अपूर्व विशुद्ध परिणामोंकर अथवा गुणस्थानके क्रमसे असंख्यातगुणश्रेणी निर्जराकर कर्मकलंकसे रहित हुआ केवलज्ञानादि शुद्ध भावोंकर युक्त होके परमस्थान मोक्षको प्राप्त होता है । ऐसे आराधनाका उपाय जानना ॥१०२॥ आगे आराधकका स्वरूप कहते है निर्ममः निरहंकारः निष्कषायः जितेंद्रियः धीरः । अनिदानः दृष्टिसंपन्नः प्रियमाण आराधको भवति ॥१०३॥ अर्थ-जो मरणकरनेवाला ऐसा हो-चेतन अचेतन परवस्तुमें ममता (मोह) नहीं हो, अभिमान रहित हो, क्रोधादिकषाय रहित हो, जितेंद्रिय हो अर्थात् विषयसुखोंसे उदासीन तथा अतींद्रियसुखमें लीन हो, पराक्रम सहित हो, शिथिल न हो, भोगोकी वाछांकर रहित हो और Page #349 -------------------------------------------------------------------------- ________________ મૂલાચાર'માંથી ૩૪૫ सम्यग्दर्शनको अच्छी तरह प्राप्त हुआ हो । ऐसा जीव आराधक हो सकता है ॥१०३॥ आगे इसी बातका समर्थन करते हैं निष्कषायस्य दांतस्य शूरस्य व्यवसायिनः । संसारभयभीतस्य प्रत्याख्यानं सुखं भवेत् ॥१०४॥ अर्थ-ऐसे मुनिराजकी आराधना सुखका निमित्त होती है जो कषाय रहित हो, इंद्रियोंको वश करनेवाला हो, शूर हो कायर न हो, चारित्रमें उद्यमी लीन हो और संसारके भयसे डरता हो, चतुर्गतिके दुःखोके स्वरूपको जानता हो । ऐसा मरण करनेवाला आराधनाका आराधक हो सकता है ॥१०४॥ अब कथनको संकोचते हुए आराधनाका फल कहते हैं एतत् प्रत्याख्यानं यः कुर्यात् मरणदेशकाले । धीरो अमूढसंज्ञः स गच्छति उत्तमं स्थानम् ॥१०५॥ अर्थ-जो मुनि मरणके देशकालमें धैर्य सहित, आहारादिसंज्ञामें अलुब्ध हुआ (आहारादिको नहीं चाहता हुआ) इस प्रत्याख्यानको करता है वह मोक्षस्थानको प्राप्त होता है । आराधनाका फल निर्वाण है यह तात्पर्य जानना ॥१०५।। आगे अंतमंगलपूर्वक प्रार्थना करते हैं वीरो जरामरणरिपुः वीरो विज्ञानज्ञानसंपन्नः । लोकस्य उद्योतकरो जिनवरचंद्रो दिशतु बोधिम् ॥१०६॥ अर्थ-बुढापा तथा मरणके शत्रुको दूर करनेवाले, विशेष लक्ष्मीको देनेवाले, चारित्र और ज्ञानकर सहित, भव्यजीवोंके मिथ्यात्व अंधकारको मिटाके ज्ञानरूप प्रकाशका करनेवाले और सामान्य केवलियोंमें प्रधान चंद्रमाके समान आनंद करनेवाले ऐसे महावीर प्रभु चौबीसवें तीर्थंकर हमें समाधिकी प्राप्ति करावे । इस प्रकार अंतमंगलकर क्षपकको समाधिकी प्राप्तिके कारण महावीर स्वामीका स्मरण दिखलाया ॥१०६॥ या गतिः अर्हतां निष्ठितार्थानां या गतिः । या गतिः वीतमोहानां सा मे भवतु सर्वदा ॥११६॥ अर्थ-जो अरहंतोकी गति है, जो सिद्धोंकी गति है, जो वीतरागछद्मस्थोंकी गति है वही गति सर्वदा (हमेशा) मेरी भी हो । यही आराधनाका फल चाहता हूं अन्य नहीं ॥११६॥ आगे उत्तमार्थ त्यागका फल कहते हैं एकं पंडितमरणं छिनत्ति जातिशतानि बहूनि । तन्मरणेन मर्तव्यं येन मृतं सुमृतं भवति ॥११७॥ अर्थ-एक भी पंडितमरण सैकडों जन्मोंका छेदनेवाला है, इसलिये ऐसा मरण करना चाहिये जिससे मरना अच्छा कहलाये अर्थात् फिर जन्म नहीं धारण करना पडे ॥११७।। आगे मरणकालमें समाधिधारणका फल कहते है एकस्मिन भवग्रहणे समाधिमरणं लभते यदि जीवः । सप्ताष्टभवग्रहणे निर्वाणमनुत्तरं लभते ॥११८॥ अर्थ-जो यह जीव एक ही पर्यायमें संन्यास मरणको प्राप्त हो जाय तो सात आठ पर्यायें बीत जानेपर अवश्य मोक्षको पाता है ॥११८॥ यहां भावलिंगीके लिये ही कहा गया है। Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સમાધિમરણ ૨૧૭ ૨૨૩ ૨૨૪ ૨૨૮ ૨૪૯ ૨પર ર૫૩ ૨૫૫ ૨૫ ) ૨૫૭ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૬૧ ૨૬ર 0 ૨૬૩ ૨૬૪ ૨૬૭ ૨૬૮ ગ્રંથમાં આવેલ હૃષ્ટાંતોની સૂચિ ૧. એક સાધુ લબ્ધિવાળાનું દ્રષ્ટાંત ૩ | ૪૦. એક મુનીમનું દ્રષ્ટાંત ૨. શ્રી પાનબેનનું દ્રષ્ટાંત ૪૧. શ્રી કુંવરબેનનું દ્રષ્ટાંત ૩. વણાગ નટવર રાજા ૪૨. શ્રી સાકરબેનનું દ્રષ્ટાંત અને તેના સારથિનું દ્રષ્ટાંત ૪૩. પદ્મરુચિ શેઠનું દ્રષ્ટાંત ૪. એક દરિદ્ર બ્રાહ્મણનું દ્રષ્ટાંત ૪૪. ચાલીસ ચોર અને રાજાનું દ્રષ્ટાંત ૫. શ્રી ભાઈલાલભાઈનું દ્રષ્ટાંત | ૪૫. દ્રૌપદીનું દ્રષ્ટાંત ૬. શ્રી ફુલચંદજીનું દ્રષ્ટાંત ૪૬. ગુણસેનકુમાર અને અગ્નિશર્માનું દ્રષ્ટાંત ૭. શ્રી છીતુભાઈનાં બાનું દ્રષ્ટાંત ૨૨ ૪૭. એક રાજકુમારનું દ્રષ્ટાંત ૮. માણેક ડોસીનું દ્રષ્ટાંત ૪૮. શ્રી નેમિનાથ અને રાજુલનું દ્રષ્ટાંત ૯. શ્રી અર્જુનનું દ્રષ્ટાંત ૪૯, માણેકજીશેઠનું દ્રષ્ટાંત ૧૦. કુંતલારાણીનું દ્રષ્ટાંત ૨૮ ૫૦. શ્રી રત્નાકરસૂરિનું દ્રષ્ટાંત ૧૧. શ્રી જીરણશેઠનું દ્રષ્ટાંત | ૫૧. મુંજરાજાનું દ્રષ્ટાંત ૧૨. ભરવાડ અને નારદજીનું દ્રષ્ટાંત | પર. શ્રી રામ અને લક્ષ્મણનું દ્રષ્ટાંત ૧૩. એક રાજાનું દ્રષ્ટાંત ૫૩. એક ખેડૂતનું દ્રષ્ટાંત ૧૪. શિવભૂતિનું દ્રષ્ટાંત ૫૪. ત્રિપુષ્ટ વાસુદેવનું દ્રષ્ટાંત ૧૫. જનક વિદેહીનું દ્રષ્ટાંત ૫૫. બે ભાઈનું દ્રષ્ટાંત ૧૬. શ્રી ધીરજલાલનું દ્રષ્ટાંત ૫૬. સુંદર શેઠ અને તેના પુત્રનું દ્રષ્ટાંત ૧૭. નંદન રાજકુમારનું દ્રષ્ટાંત ૫૭. શ્રી પાર્શ્વનાથ અને કમઠનું દ્રષ્ટાંત ૧૮. રાક્ષસી વિદ્યાધરનું દ્રષ્ટાંત ૯૪ ૫૮. પ.પૂ.પ્રભુશ્રીજીનું દૃષ્ટાંત ૧૯, એક ચોરનું દ્રષ્ટાંત ૫૯. કામદેવ શ્રાવકનું દ્રષ્ટાંત ૨૦. એક નિરાધાર ડોસીનું દ્રષ્ટાંત | ૬૦. અર્જુનમાળીનું દ્રષ્ટાંત ૨૧. એક સત્સંગીનું દ્રષ્ટાંત ૬૧. એક શેઠનું દ્રષ્ટાંત ૨૨. એક મુલ્લાનું દ્રષ્ટાંત ૧૦૦ ૬૨. પ્રભાવતી રાણીનું દ્રષ્ટાંત ૨૩. શ્રીમંત વણિકનું દ્રષ્ટાંત ૧૦૧ ૬૩. એક શેઠ પુત્રીનું દ્રષ્ટાંત ૨૪. હુંડિક ચોરનું દ્રષ્ટાંત ૧૦૬ ૬૪. શ્રી કૃષ્ણ મહારાજનું દ્રષ્ટાંત ૨૫. વસિષ્ઠમુનિનું દ્રષ્ટાંત ૧૦૭ ૬૫. રાજા અને મંત્રીનું દ્રષ્ટાંત ૨૬. પુત્રવધૂનું દ્રષ્ટાંત ૧૧૨ ૬૬. એક સ્ત્રીનું દ્રષ્ટાંત ૨૭. એક કૂતરાનું દ્રષ્ટાંત ૧૧૪ ૬૭. વેશ્યામાં રાગનું દ્રષ્ટાંત ૨૮. ભોજરાજાનું દ્રષ્ટાંત ૧૨૨ | ૬૮. નાગિલ અને નાગિલાનું દ્રષ્ટાંત ૨૯. ધર્મરાજા યુધિષ્ઠિરનું દ્રષ્ટાંત ૬૯. ગોત્રાસનું દ્રષ્ટાંત ૩૦. સુવ્રત શેઠનું દ્રષ્ટાંત ૧૩ર ૭૦. ગંધર્વ અને નાગદત્તનું દ્રષ્ટાંત ૩૧. એક આંધળાનું દ્રષ્ટાંત ૧૪૮ ૭૧. સાધુનું દ્રષ્ટાંત ૩૨. નંદ મણિકારનું દ્રષ્ટાંત ૭૨. રત્નચૂડ વણિકનું દ્રષ્ટાંત ૩૩. જિનધર્મ અને સાગરદત્તનું દ્રષ્ટાંત ૭૩. ભૂંડ અને વાઘનું દ્રષ્ટાંત ૩૪. એક શેઠપુત્રનું દ્રષ્ટાંત ૧૭૬ ૭૪. શ્રી મલ્લિનાથનું દ્રષ્ટાંત ૩૫. ક્ષુલ્લક શિષ્યનું દ્રષ્ટાંત ૧૭૯ ૭૫. સાધ્વીનું દ્રષ્ટાંત ૩૬. પંડિતજીનું દ્રષ્ટાંત ૧૮૫ ૭૬. મેતારક મુનિના પૂર્વભવનું દ્રષ્ટાંત ૩૭. એક વણિકનું દ્રષ્ટાંત ૧૮૯ ૭૭. રૂપી સાધ્વીનું દ્રષ્ટાંત ૩૮. નિર્મોહી કુટુંબની કથા ૨૦૩ ૭૮. સુકોશલ મુનિનું દ્રષ્ટાંત ૩૯. એક ઘડાનું દ્રષ્ટાંત ૨૦૮ | ૭૯. અવન્તિ સુકુમાલનું દૃષ્ટાંત ૨૬૮ ૯૬ ! ૯૮ ૨૬૯ ૨૭૦ ૨૭૦ ૨૭૨ ૨૭૨ ૨૭૪ ૨૭૫ ૨૭૬ ૧૨૫ ૨૭૯ ૨૮૨ ૨૮૫ ૨૮૬ ૨૯૦ ૧૬૦ ૧૭૩ ૨૯૧ ર૯૨ ૨૯૩ ૩૧૯ ૩૨૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ 622