________________
‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
ડોસીના કહેવાથી તેના માથા પર ભારો ચડાવીને મોત અને જમ ના દૂતો ચાલ્યા ગયા.
ડોસી તે દિવસથી મોતનું નામ જ લેવાનું ભૂલી ગઈ અને દુઃખમાં પણ સુખ માનીને સંતોષથી રહેવા લાગી. લાકડાંનો ભારો ઉપાડીને જીવનાર એવી ઘરડી ડોસીને પણ આ દેહમાંથી નીકળવું ગમતું નથી. (શ્રી સુબોધ કથાસાગરમાંથી)
૯૯
“મુનિ મો—કોઈ માણસે ધન દાટ્યું હોય અને ચોર લઈ ગયા પછી જમીન સરખી હતી તેવી કરે તો ખબર ન પડે ત્યાં સુધી ખેદ થતો નથી, પણ જાણે છે ત્યારે ખેદ થાય છે. તેમ ક્ષણે ક્ષણે મરણ થાય છે તેની ખબર નથી પણ મરણ વખતે દેહ છૂટતી વખતે ખેદ કરે છે.
પ્રભુશ્રી—તેનો હોય તો છૂટે શાનો ? પારકું હોય તેટલું જાય. મરણ સંભારનારમાં એવા પણ સ્યાદ્વાદી હોય છે કે મરણ આવશે તો એકઠું કરેલું છોકરાં ખાશે એમ કહે પણ વૈરાગ્ય પામતા નથી. આત્મા ક્યાં કોઈનો છોકરો થયો છે ? પણ વ્યવહારે હોય તે કહેવાય. રાખનાં પડીકાં જેવો વ્યવહાર કરી નાખવો. કારણ કે તે બધું ખોટું નીકળ્યું છે, તેમાં સાર નથી. તે ક્યાં આત્માના ગુણ છે ? આત્મા જ સત્ય છે.’’ (ઉ.પૃ.૨૮૭)
જે જન્મે તે મરે જ, એ તો કુદરતનો નિયમ છે
એક સત્સંગીનું દૃષ્ટાંત–એક સ્થળે એક ભક્તોનું ટોળું પરમાત્માની ભક્તિ કરતું હતું. એવામાં એક માણસ ત્યાં આવ્યો અને બોલ્યા વિના રુદન કરવા લાગ્યો. ઘણી વાર સુધી કોઈએ તેની સામું પણ ન જોયું. અંતે ટોળામાંથી એક જણે પૂછ્યું કે કેમ રડો છો? ત્યારે તે બોલ્યો : ‘તમારો છોકરો મરી ગયો છે, તેથી મને રડવું આવે છે, બહુ દુઃખ થાય છે. એ માઠા સમાચાર આપવા જ હું અહીં આવ્યો છું.’ તે બોલ્યો : ‘તેમાં તમે આટલા બધા શા માટે રડો છો? મરણ તો સ્વાભાવિક છે. જે જન્મે એ તો મરે જ' એ કુદરતનો નિયમ છે. એમાં ગભરાવાનું શું છે?