________________
૯૮
સમાધિમરણ
“નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય;
કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિન્તા જાય.” “તે ઓસડ પી જા. ફલાણાભાઈ ન આવ્યા, તે ચિંતા શાની કરે છે? શું કરવા પોક મૂકે છે? બધું માનવું મૂકી દો; આત્માને માનો. કંઈ રહેવાનું નથી. તો પછી તે તારું કેમ થશે?” (ઉ.પૃ.૪૭૩)
રાગદ્વેષમાં સમભાવ રાખવાથી સર્વ દુઃખનો ક્ષય એક ચોરનું વ્રત- “એક ચોરને ફાંસીની શિક્ષા થઈ. પ્રધાન વિચક્ષણ હતો. તેણે શૂળી ઉપર મરણની સન્મુખ થયેલા ચોરને પૂછ્યું, “તને કોઈનું શરણ છે ? સંસારમાં જે કાંઈ તારું માનતો હતો તેમાંનું કોઈ અત્યારે શરણ છે ?” ચોરે કહ્યું, “અત્યારે તો મને કોઈનું શરણ નથી.” પ્રધાને કહ્યું “હું એક વાત કહું તે લક્ષમાં લઈશ ? લઈશ તો તારું કામ થઈ જશે.” ચોરે કહ્યું, “જરૂર લક્ષમાં લઈશ, મને કૃપા કરીને કહો.”
--
દુઃખના વખતમ હિતશિક્ષા ઘણી આતુરતાથી ગ્રહણ થઈ શકે છે. એટલે પ્રધાને કહ્યું, “સમભાવ.” ગમે તેટલું દુઃખ આવે તો આવો, મરણ આવે તો આવો, પણ હું તેને સમભાવથી સહન કરીશ. તે દુઃખ નાશ પામશે, પણ મારું સ્વરૂપ નાશ પામે તેવું નથી, માટે સમભાવમાં રહેવું. ચોરે સમભાવનું શરણ ગ્રહણ કર્યું. તે મરણ પામી દેવગતિ પામ્યો.
પ્રધાને શૂળી ઉપર ચડેલા ચોર સાથે વાત કરી, એમ રાજાએ જાણ્યું ત્યારે તેને કેદ પકડવા તથા તેનાં ઘર લૂંટાવી મંગાવવા સિપાઈઓ મોકલ્યા.
સિપાઈઓ પ્રધાનને ઘેર લૂંટવા આવ્યા. ત્યાં કોઈ એક અજાણ્યો રક્ષક થઈ બેઠો હતો, તેણે બધા સિપાઈઓને મારી હઠાવી કાઢી મૂક્યા.
પછી રાજા પોતે આવ્યો. તેણે જોયું કે આ રક્ષક જણાતો માણસ તે મનુષ્ય નથી, પણ દેવ