________________
‘ઉપદેશામૃત’માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
આવ્યું? સમજ. સમજ્યું છૂટકો છે. ‘જ્ઞાનીના ગમ્યા, જેમ નાખે તે સમા,’ તે શું ? જ્ઞાની જેમ છે તેમ જુએ છે. બૈરાં પારકાની કાંણ પોતાને ઘેર લાવે છે અને રુવે છે; તેમ બધી દુનિયા કરે છે. પારકાને ઘેર મરણ, તેમાં મારે શું? જેની ગણતરી કરવાની છે તેની ગણતરી કરતો નથી અને પારકાની પોક મૂકે છે. છોકરું થયું, પછી ૨માડીને સુખ માને છે! તેને કહ્યું હોય કે આ તો તારો વેરી છે, તો હા કહે, પણ પાછો રમાડવા માંડે; તેમ જીવ કહે છે ખરો, પણ માનતો નથી. સમજીને શમાઈ જવાનું છે. કોઈને કંઈ કહેવાનું નથી.’’ (ઉ.પૃ.૪૭૨)
3
૯૭
આત્માનું કોઈ કાળે મરણ નથી તો તું કોને રડે છે?
“વેદનીને કહ્યું હોય, તું બે મિનિટ ઊભી રહે તો તે ઊભી નહિ રહે; પૈસાને કહ્યું હોય, તમે બે મિનિટ રહો તો નહીં રહે. જે જવા આવ્યું છે તેને માટે તું શાની ૨ડાકૂટ કરે છે? કરવાની છે સમજ. સમજ્યું છૂટકો છે, બીજો ઉપાય નથી. બધા ઘણા મરી ગયા. તું મરી જવાનો છે. તેથી આત્મા મર્યો? ના. તો પછી તું કોને રડે છે? કોની પોક મૂકે છે? આ જ ભૂલ છે. ભૂલ તો કાઢવી જ પડશે. ‘પિંગ ધણી માથે કિયો.’ તે કરી લે.’