________________
૯૬
‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.’
આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આત્મ-ભાવનાનો
પુરુષાર્થ રાખવો.” (ઉ.પૃ.૩૯૦) પરવસ્તુમાં મારાપણું એ જ દુઃખ
“બધું ખોટું છે. તેમાં મારું, મારું માની માની શાનો રુએ છે? દુઃખરૂપ છે તેમાં સુખ ક્યાંથી હોય ? આત્મામાં દુઃખ છે? પછી શાનો બીવે છે ? વેદની આવી હોય તે જોયા કર. સમકિતી તેને શાતા માને છે. તે શું કરે છે? જોયા કરે છે. તેનામાં શું
સમાધિમરણ
“સૌ ફિકરના ફાકા મારો, એક આત્મભાવમાં રહો. દુઃખ આવે તો આવો, રોગ આવે તો આવો, ધન જતું રહે તો જાઓ; છેવટે, આ દેહ જતો હોય તો જાઓ. તેથી મારું કંઈ જવાનું નથી, મને કંઈ નુકસાન થવાનું નથી. એમાંનું કાંઈ પણ મારું નથી. મારું છે તે જ મારું છે. ‘તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ ?’ બીજું બધું તો કર્મકલંક છે. જે આવે છે તે જવા માટે. તેથી ભાર હલકો થાય છે. દેવું પતે છે.
જ્ઞાની મહા સુખમાં રહે છે, આનંદમાં રહે છે. ફિકર માત્રના ફાકા મારો; એક સત્, શીલ અને ભક્તિમાં મંડ્યા રહો.