________________
૨૬૬
સમાધિમરણ
પ્રથમ જેણે તે ધન દાટ્યું હતું, તેનો માલિક સાપ થઈને તે ધન ઉપર દર કરીને રહ્યો. ત્યાંથી મરી આકડાનું ઝાડ થઈ તે ધન દાટેલી જમીન ઉપર જ ઊગ્યો. આ બધું સાંભળી સુરપ્રિયને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પાપથી છૂટવા હવે હું આત્મહત્યા
મુનિ ભગવંતે કહ્યું—આત્મહત્યા કરવાથી પાપથી છૂટાય નહીં પણ અધિક પાપ થાય છે. ક્રોધ ને માયા પર વિજય મેળવીને હવે સંવર અને સંવેગ રસમાં ઝીલી સુગતિને પ્રાપ્ત કર.” મુનિરાજની આ વાણી સુરપ્રિયના હૃદયમાં ઊતરી ગઈ. જ્યાં ધન દાટેલું હતું ત્યાંથી બધું ધન કાઢી તેનું દાન કરી, રત્નમાળા રાજાને આપી પોતે દીક્ષા લઈ લીધી.
શ્રેષથી નવા નવા ભવ ઘરી એકબીજાને મારવાના ભાવ સુરપ્રિયમુનિ વિહાર કરતા કરતા સુસમાપુરમાં આવ્યા. સુંદરશેઠનો જીવ ઘો મરીને હવે સિંચાણો પક્ષી થયો હતો. મુનિ પ્રત્યેના દ્વેષથી તેણે, રાજાની રાણીએ રત્નમાળા કાઢીને મુકી હતી તે લઈ મુનિ આગળ જઈને નાખી. રાજાએ તપાસ કરાવતાં મુનિ આગળથી રત્નમાળા મળી.
રાજાએ કહ્યું : મુનિને ફાંસીએ ચઢાવો.
ફાંસીએ ચઢાવ્યા પછી દોરી ખેંચવા લાગ્યા કે દોરી તુટી ગઈ અને ફાંસી તુટીને સિંહાસન બની ગયું. મુનિરાજ તો ધ્યાનાવસ્થામાં જ રહ્યાં હતા. તેના પરિણામે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. દેવોએ સુવર્ણનું કમળ રચ્યું. રાજા વગેરે બધા દર્શન કરવા આવ્યા. રાજાએ મુનિની ક્ષમા
માગી. સામે બેઠેલો સિંચાણો પક્ષી મુનિ પ્રત્યે દ્વેષ ભાવ રાખતો હતો તેને ઉદ્દેશીને કેવળી ભગવંત બોલ્યા–તારા ઘણા દુષ્કર્મો નાશ પામી ગયા છે. તે સાંભળી સિંચાણો પણ જાતિસ્મરણજ્ઞાન પામ્યો. આવા દ્વેષથી ભવોભવ એક બીજાને મારે અને દુર્ગતિમાં જાય છે. માટે કોઈ પ્રત્યે દ્વેષ કરવો નહીં.