________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૫. શ્રી પાર્શ્વનાથ અને કમઠનું દૃષ્ટાંત
શ્રી પાર્શ્વનાથ
ભગવાન પ્રત્યે કમઠે
દેશ ભવ સુધી વેર લીધું. દસમા ભવમાં
દ્વેષથી પ્રભુ ઉપર ખુબ જળ વરસાવી તેમને ડુબાડવાનો પ્રયત્ન કર્યો; પણ ધરણેન્દ્રનું આસન કંપાયમાન થવાથી ત્યાં
આવી ધરણેન્દ્ર પદ્માવતીએ તેમને ઉપર
ઉઠાવી લીધા અને
પ્રભુના શિર ઉપર છત્રરૂપે નાગની ફણાઓ કરી.
તેથી કમઠનો જીવ જે સંવર નામે દેવ હતો તે ધરણેન્દ્ર
ની દૃષ્ટિ પડતા જ ત્યાંથી ડરીને ભાગી
ગયો.
-1{{Ñ
AN
૨૬૭
કોઈ પ્રત્યે દ્વેષ રાખે તો તેના જ ઘેર જન્મે
“દ્વેષ થાય ત્યારે થાય છે કે આનું મોઢું પણ ન જોઉં, સંબંધ ન રાખું; પણ પાછું જીવને ત્યાં જ જન્મવું પડે છે. પ્રભુશ્રીજી એક દૃષ્ટાંત આપતા કે એક મુનિ ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે ગયા, વખતે ગૃહસ્થ અને તેની સ્ત્રી પોતાના છોકરાને રમાડતા હતા તે જોઈ મુનિ હસ્યા. ગૃહસ્થે પૂછ્યું કેમ હસ્યા ? મુનિએ કહ્યું, “તમને ખોટું ન લાગે તો કહું. તમારી સ્ત્રીથી જે પુરુષ ક્રીડા કરતો હતો તેને તમે માર્યો હતો, તે જ મરીને આ તમારો છોકરો થયો છે.’' (બો.૨ પૃ.૨૪)