________________
૨૬૮
સમાધિમરણ
આત્માને કદી મરણ છે જ નહીં એમ માની સદા નિર્ભય રહું (૪) ભય-જે કર્મના ઉદયથી અમુક સ્થાનો કે પદાર્થ દેખી ભય લાગે તે ભયસંજ્ઞા. કોઈ પણ પ્રાણી પ્રત્યે આપણા વતી ભય લાગે નહીં એમ વર્તવા જણાવ્યું. નહીં તો બીજા ભવમાં તે ડરપોક થાય.
માટે ભયસંજ્ઞાને નિવારી નિડર થવા માટે આ માળા ગણું છું, એમ ભાવના ભાવવી. આત્મા અજર અમર અવિનાશી છે એમ જાણી નિર્ભય રહું. તેના માટે ભયભંજન એવા ભગવાનને સંભારી નિર્ભય રહું.
“ધર્મ ધરણ તારણતરણ,
શરણચરણ સન્માન; વિજ્ઞહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન.”
-શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૨) ૧. પ. પૂ. પ્રભુશ્રીજીનું હૃત-પ.પૂ.પ્રભુશ્રીજી ગિરનાર પર્વત ઉપરની ગુફામાં શ્રી મોહનલાલજી મહારાજ સાથે નિર્ભયપણે ત્રણ દિવસ રહ્યાં હતા. ત્યાં રાત્રે વ્યંતરો વગેરે દેવોએ વિજળીના ચમકારા સાથે અનેક ઉપસર્ગો કર્યા છતાં પોતે નિડર રહી ત્યાં જ રહ્યા.
૨. કામદેવ શ્રાવકનું ઉષ્ણત-કામદેવ શ્રાવક નિર્ભયપણે રાત્રે સ્મશાનમાં ધ્યાન ધરતા. તે વખતે દેવે તેમને ચલાયમાન કરવા આખી રાત ઉપસર્ગ કર્યા છતાં તે નિર્ભય રહ્યા. તેથી દેવે પ્રગટ થઈ તેમની માફી માગી.
તેમનું દ્રષ્ટાંત ભગવાન મહાવીર સાધુ સાધ્વીઓને આપતા હતા.