________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૬૯
3. અજુનમાળીનું દૃષ્ટાંત- અર્જુનમાળી ૬ જણને રોજ મારતો હતો. કારણકે તેના શારીરમાં યક્ષે પ્રવેશ કર્યો હતો. ૬ જણને માર્યા પછી એ દિશા તરફ લોકો જતા હતા.
એ દિશા તરફ જ ભગવાન મહાવીર પધાર્યા. શેઠપુત્ર સુદર્શને વિચાર્યું કે મારે તો ભગવાનના દર્શન કર્યા વગર આહારપાણી લેવા નથી. તેથી તે ભગવાનના દર્શન કરવા માટે ઘરથી રવાના થયો. ઘરના બધાએ ના પાડી છતાં પણ શેઠપુત્ર ભગવાનના દર્શન કરવા ગયો. રસ્તામાં અર્જુન માળી મારવા માટે આવ્યો પણ એ તો નિર્ભય રહ્યો અને સાગાર અનશન લઈને ત્યાંજ ધ્યાનમાં ઊભો રહી ગયો. યક્ષ પણ ધ્યાનના પ્રભાવે અર્જુન માળીમાંથી નાસી ગયો.
એમ મરણના કે રોગના કે કોઈ દુઃખના પ્રસંગે પણ હું નિર્ભય રહું, એ ગુણ મેળવવા માટે આ માળા ફેરવું છું એમ ભાવના કરવી.
(૫) શોક-જેના ઉદયથી ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ થાય છે ત્યારે જીવને શોક થાય છે, અફસોસ થાય છે. એનાથી નવીન કર્મનો બંધ થાય છે. શોક એ આર્તધ્યાન છે. એનાથી તિર્યંચગતિમાં જવું પડે છે. એમ વિચારી શોકરહિત થવા અથવા શાંતભાવમાં રહેવા માટે આ માળા ફેરવું છું.
૧. સુકૌશલકુમારની માતાનું દૃષ્ટાંત-સુકૌશલકુમારે દીક્ષા લીધી. તેથી તેની માતા અત્યંત શોકાતુર થઈ મહેલ ઉપરથી પડતું મૂક્યું. આમ આર્તધ્યાનથી મરણ કરીને તે વાઘણ થઈ