________________
૨૭૦
સમાધિમરણ
છે માટે અશોક દશા પ્રાપ્ત કરવા આ માળા ફેરવું છું.
૨. એક શેઠનું દૃષ્ટાંતશેઠ અપાસરામાં મોડા આવ્યા ત્યારે એક જણે પૂછ્યું કે કેમ આજે મોડું થયું? ત્યારે શેઠે કહ્યું કે ઘરના મહેમાનને વળાવવા ગયો હતો.
પોતાનો જ પુત્ર મરી ગયો હતો છતાં તેને મહેમાન સમજી શોક ન કર્યો. પણ શાંતિ રાખી.
(૬) જુગુપ્સા-જેના ઉદયથી દુર્ગધવાળા પદાર્થો દેખી ધૃણા થાય; તિરસ્કાર થાય છે. એવી ધૃણા અથવા વિચિકિત્સા મને થાય નહીં, તેના માટે આ માળા ફેરવું છું.
૧. પ્રભાવતી રાણીનું દૃષ્ટાંત-પ્રભાવતી રાણીને ત્યાં દેવ સાધુવેષે પરીક્ષા કરવા માટે આવ્યો. પ્રભાવતી રાણીએ ભાવથી આહાર પાણી આપ્યા. પણ દેવે માયાથી ત્યાં દુર્ગધમય ઊલટી કરી. તેથી ઘરના નોકર ચાકર પણ ત્યાંથી ખસી ગયા.