________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૭૧
પ્રભાવતી રાણી અને રાજા પોતાનો દોષ કાઢતાં એમને સાફ કરે છે. તેટલામાં તેમના ઉપરી જ દુર્ગધમય ઊલટી કરી. ત્યારે રાજા રાણી વિચારે છે કે અમારાથી આહારમાં ભૂલથી કંઈ બીજુ અપાઈ ગયું હશે એમ માન્યું. પણ સમ્યદ્રષ્ટિનું નિર્વિચિકિત્સક અંગ પ્રગટેલું તેથી એમણે જુગુપ્સા કરી નહીં.
મુમુક્ષુ વગેરેના મળમૂત્ર, કફ વગેરે જોઈ દુર્ગચ્છા કરવી નહીં. પણ તેમની સેવા ચાકરી કરવી. દુર્ગચ્છા કરવાથી કેવું ફળ આવે તેનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે :
૨. એક શેઠ પુત્રીનું દ્રષ્ટાંત-એક શેઠની પુત્રી હતી. શેઠને ત્યાં ગ્રીષ્મ ઋતુમાં મુનિ ભગવંત વહોરવા પધાર્યા. શેઠે પુત્રીને વહોરાવવા કહ્યું. તે વહોરાવતી વખતે મુનિના શરીરમાંથી પસીનાની વાસ આવવાથી તેણે મોઢું મચકોર્યું. અને વિચારવા લાગી કે આ કેવો ધર્મ કે નાહવાનું પણ નહીં. એમ ધર્મ પ્રત્યે અને મુનિ પ્રત્યે જુગુપ્સા કરવાથી તે વૈશ્યાના પેટે અવતરી, અને તેનું શારીર પણ અત્યંત દુધવાળું થયું. | માટે મારામાં નિર્વિચિકિત્સક ગુણ પ્રગટે, તેના માટે આ માળા ફેરવું છું.