________________
૨૭૨
સમાધિમરણ
૩. શ્રીકૃષ્ણ મહારાજનું કૃષ્ણત-શુદ્ધ સમ્યત્વ પામેલા એવા શ્રીકૃષ્ણ મહારાજાએ ગંધાતા કૂતરામાં પણ ગુણ જોયો.
તેના દાંત જોઈને આનંદ પામી બોલી ઊઠ્યા કે એના દાંત કેવા સુંદર છે, પણ દુર્ગધ જોઈ જુગુપ્સા કરી નહીં.
૪. રાજા અને મંત્રીનું દૃષ્ટાંતરાજા અને મંત્રી વગેરે ઘણા લોકો બહાર ફરવા ગયા હતા. ત્યાં આખા ગામનું પાણી આવતું હોવાથી ગટરમાં દુર્ગધ આવતી હતી. રાજા વગેરે બધાએ નાક ઉપર કપડું મૂક્યું. પણ મંત્રીએ નાક બંધ કર્યું નહીં. રાજાએ કહ્યું કે કેવી ભયંકર દુર્ગધ આવે છે. મંત્રી કહે મહારાજ પાણી તો નિર્મળ જ છે. રાજા કહે,
ના આ પાણી તો ગંધાતું છે. મંત્રી કહે આપને કોઈ વખત બતાવીશ. પછી મંત્રીએ એકવાર તે