________________
સમાધિમરણ
અવિરત સમ્યદૃષ્ટિનું મરણ તે બાળમરણ, દેશવિરતિ શ્રાવકનું મરણ તે બાળપંડિતમરણ, સર્વ વિરતિ મુનિનું મરણ તે પંડિત મરણ અને કેવળી ભગવાનના દેહત્યાગની સ્થિતિને પંડિતપંડિત મરણ જણાવેલ છે. એમાં ઉત્તમ પ્રકારના સમાધિમરણને સાધવા મોટા પુરુષો જે માર્ગે ગયા તે માર્ગને હું પણ અનુસરું. ।।ા
૩૦૦
સ્નેહ સગાં-સંબંધી પરના તજી તજાવું આમ કહી :દેહષ્ટિએ સ્નેહ ટકે છે, સ્વરૂપ-વિચારે સ્નેહ નહીં. દેહદાન દેનારી માતા, દીકરા-દીકરી દેહ તણાં,
સ્ત્રી સુખ દેહ તણાં દેનારી, દેહસગાં સર્વે ય ગણ્યાં. ૮
અર્થ :- સ્ત્રીપુત્રાદિ સગાં સંબંધીઓ ઉપરના સ્નેહને હું તજી તેમને પણ તજાવું. તેમને આ પ્રમાણે કહ્યું કે દેહદૃષ્ટિ રાખવાથી આ પરસ્પર મોહ ટકે છે, પણ આત્માના અવિનાશી શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવાથી એક બીજા પ્રત્યેનો આ મોહ વિલય પામે છે. માતા પણ આ દેહને જ જન્મ આપનારી છે. દીકરા કે દીકરી પણ આ દેહના જ સંબંધી છે. સ્ત્રી પણ આ દેહના જ સુખને દેનારી છે. સર્વને આ દેહના કારણે સગાં ગણેલા છે. જો દેહ ન હોય તો આમાંનું એક્કે સગું ગણાતું નથી. ।।૮।।
હે! દેહ તણાં સંબંધી સર્વે, આજ સુધી સંબંધ રહ્યો; દેહ વિનાશિક નાશ થવાનો અવસર મેં અતિ નિકટ લહ્યો. આયુષ-આધીન દેહ રહે, નહિ સ્નેહ ઘટે એ દેહ તણો; રાખ્યો રહે નહિ દેહ, ભલે સૌ સ્નેહ દેહ પર ધો ઘણો. ૯
અર્થ હે દેહતણા સગાં સંબંધીઓ ! તમારા સર્વેનો આજ સુધી સંબંધ રહ્યો. હવે નાશવંત એવા આ દેહને નાશ થવાનો અવસર નિકટ આવી ગયો છે.
આયુષ્યને આધીન આ દેહ રહે છે. માટે આ દેહનો સ્નેહ રાખવો યોગ્ય નથી. ભગવાન મહાવીર પણ જે દેહને રાખી શક્યા નહીં તેવા દેહને આપણે કેવી રીતે રાખી શકીશું? ભલે તમે બધા આ દેહ ઉપર ઘણો સ્નેહ ધારી રાખો તો પણ તેને કોઈ રાખી શકે એમ નથી. II૯લા
અગ્નિમાં બળી ભસ્મ થશે, ૫૨માણુ બની વીખરાઈ જશે, પત્તો પછી લાગે નહિ એનો, દેહ-સ્નેહ ક્યાંથી ટકશે? જ્ઞાન-સ્વરૂપ આત્મા અવિનાશી મને માર્ની સૌ સુખી
થ
જા
"
દેહ નથી હું, આત્મા છું તો, દેહ-સ્નેહ સૌ ભૂલી જજો. ૧૦
અર્થ :– આ દેહ તો અગ્નિમાં બળી ભસ્મ થઈ જશે, અને તેના પરમાણુ બની ચારે દિશાઓમાં વિખરાઈ જશે. પછી એનો કંઈ પત્તો લાગશે નહીં. પ.પૂ.પ્રભુશ્રીજી કહે - આ દેહ તો રાખના પડીકાં છે, નાખી દેવા જેવા છે. આવા નાશવંત દેહનો સ્નેહ ક્યાં સુધી ટકી શકશે?