________________
૨૫૨
સમાધિમરણ
(૧) હાસ્ય- નોકષાય છે. કષાય ઉત્પન્ન થવાનું કારણ છે. જેના ઉદયથી હસવું આવે. ૧. દ્રોપદીનું હૃષ્ટાંત- હસ્તિનાપુરમાં પાંડવોએ પોતાના મહેલમાં એવી રચના કરી હતી કે જ્યાં પાણી હોય ત્યાં જમીન દેખાય અને જ્યાં જમીન હોય ત્યાં પાણી દેખાય. દુર્યોધન હસ્તિનાપુર આવ્યો ત્યારે જ્યાં જમીન હતી ત્યાં કપડાં ઉંચા લીધા અને જ્યાં પાણી હતું ત્યાં એમને એમ ચાલ્યો, તેથી કપડાં પલળી ગયા. તે જોઈ દ્રોપદીએ મહેલ ઉપરથી દુર્યોધનને ઉદ્દેશીને હાસ્યમાં કહ્યું કે આંધળાના પુત્રો આંધળા. બાપ આંધળા અને બેટા પણ આંધળા.
તેનું પરિણામ શું આવ્યું? આખું મહાભારતનું યુદ્ધ રચાયું અને હજારો માણસોની હત્યા થઈ. તેથી ગંભીરતા ગુણ મેળવવા આ માળા ગણું છું.
હાસ્યનો વિપરીત ગુણ ગંભીરતા છે. સત્પરુષો સાગર જેવા ગંભીર હોય છે. જે માણસ ગંભીર હોય તેને લોકો પણ વખાણે છે. કારણ કે એ મોટો ગુણ છે. હાસ્ય ઉપર બીજાં દ્રષ્ટાંત છે તે નીચે મુજબ છે –