________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૫૩ ગુણસેન, અશિર્માને રંજાડે તેથી કંટાળીને તાપસી દીક્ષા લીધી ૨. ગુણસેનકુમાર અને અગ્નિશર્માનું દૃષ્ટાંત-ગુણસેનકુમાર રાજાનો પુત્ર હતો અને અગ્નિશર્મા પુરોહિત પુત્ર હતો. તે પૂર્વના અશુભ કર્મના ઉદયથી કદરૂપો હતો. પેટ મોટું તેથી રાજકુમારને તેની મશ્કરી કરવી બહુ ગમતી. તેને રોજ બોલાવે અને બધા છોકરા ભેગા થઈ તેને ગધેડા ઉપર બેસાડે. તેના માથા ઉપર સુપડાનું છત્ર કરી તેનું હાસ્ય કરતા હતા.
તેથી અગ્નિશર્માને મનમાં બહુ દુઃખ થતું; પણ રાજાનો પુત્ર તેથી તે કંઈ કરી શકતો નહીં અંતે રાજપુત્રથી કંટાળીને તેણે તાપસી દીક્ષા લીધી.
તાપસી દીક્ષામાં પણ હેરાન કરે માટે ભવોભવ એને મારનારો થાઉં ગુણસેન રાજા થયો. યોગાનુયોગે તે તાપસોના આશ્રમમાં ગયો. ત્યાં અગ્નિશર્મા મહિના મહિનાના ઉપવાસ કરતો હતો. રાજાએ તેને પારણા કરવા માટે પોતાને ઘેર આવવા આમંત્રણ આપ્યું.