________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
કેમકે રાજાને ચોરોને મારવાનો ભાવ ન હતો. પણ મુનિની રક્ષા કરવાનો ભાવ હતો. જ્યારે લૂંટારાઓને મુનિને મારવાના ભાવ હોવાથી તેઓ મરીને નરકમાં ગયા. રાજાને મુનિને બચાવવાના ભાવ હોવાથી તે સ્વર્ગમાં ગયો. અને મુનિ મહાત્માને બન્ને પ્રત્યે સમભાવ હોવાથી તેઓ મોક્ષે પધાર્યા.” (જૈનધર્મની વાર્તાઓમાંથી)
સંજ્વલન કષાય ક્ષય થવા માટે ચાર માળા ગણાશે
સંજ્વલન કષાય-હવે સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભને ક્ષય કરવા ૪ માળા ગણાશે.
“સંજ્વલન ક્રોઘ ક્રોધથી ભિન્ન થયેલાં મન પાણીમાં દોરેલી લીટી જેમ તરત મળી જાય તેમ સહેજે પાછાં એક
થઈ જાય છે.’’ (ધર્મામૃત પૃ.૨૪૯)
૨૫૧
સંજ્વલન માન– તે નેતરની સોટી સમાન છે. તે વાળીએ તો તરત વળી જાય. સંજ્વલન માયા- તે ચામરના વાળની વક્રતા જેવી છે. જે વાળવાથી સહેજે વળી જાય. સંજ્વલન લોભ– તે હળદરીયા રંગ જેવો છે તેને ઊડી જતાં વાર લાગે નહીં. સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેયનું ફળ દેવગતિ છે.
સંજ્વલન કષાય હોય ત્યાં સુધી સંપૂર્ણ (યથાખ્યાત) ચારિત્ર અથવા કેવળજ્ઞાન પ્રગટે નહીં. આત્મજ્ઞાની ગુરુ શિષ્યને કડવા વચનથી ઉપદેશ આપે પણ તેમના મનમાં શિષ્યના દોષો કઢાવી તેનું ભલું કરવાના ભાવ હોવાથી તે સંજ્વલન કષાય છે.
નવ નોકષાય ક્ષય થવા માટે નવ માળા ગણાશે
નવ નોકષાય-એ નવ નોકષાય, તે કષાયભાવ ઉત્પન્ન થવાના કારણો છે. હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ નવ નોકષાય ક્ષય કરવા માટે અનુક્રમે નવ માળા ફેરવાશે. તે માળાઓ ફેરવતી વખતે દરેકના પ્રતિપક્ષી ગુણની ભાવના કરવી. જેમકે હાસ્ય નોકષાય ક્ષય થવા માટે માળા ફેરવતી વખતે મને ગંભીરતાનો ગુણ પ્રાપ્ત થાઓ એ ભાવનાથી ફેરવવી. એમ દરેક માળા ફેરવતી વખતે કયો ગુણ પ્રગટાવવો છે તેનો લક્ષ રાખી માળાઓ ફેરવવી. હાસ્ય એ મોહિની છે અને મોહભાવ અનેક ઉપદ્રવોનું કારણ બને છે. જેમકે