________________
૨૫૦
સમાધિમરણ
ધર્માત્મા સંત–મુનિ તો ઉપસર્ગ આવ્યો જાણીને શાંતિથી ધ્યાનમાં ઊભા રહી ગયા. લૂંટારાઓ તેમને મારવાની તૈયારીમાં હતા પણ તે જ વખતે ત્યાં એક રાજા આવી ચડ્યો; રાજા સજ્જન હતો ને બહાદુર હતો. મુનિ અને લૂંટારાઓને દેખી તે તરત પરિસ્થિતિ સમજી ગયો. દુષ્ટ લૂંટારાઓના પંજામાંથી મુનિની રક્ષા કરવા તેણે લૂંટારાઓને ઘણા સમજાવ્યા કે આ નિર્દોષ ધર્માત્માને હેરાન ન કરો. પણ માંસના લોભી લૂંટારાઓ કોઈ રીતે માન્યા નહિ, ને તેમણે તો મુનિને મારવાની તૈયારી કરી.
લૂંટારાઓને મુનિને મારવાના ભાવ અને રાજાને મુનિને બચાવવાના ભાવ
ત્યારે રાજાથી રહેવાયું નહીં, તેણે મુનિની રક્ષા કરવા લૂંટારાઓનો સામનો કર્યો, ચાલીસ લૂંટારાઓ પણ એક સાથે રાજા ઉપર તૂટી પડ્યા. પણ બહાદુર રાજાએ તે બધા લૂંટારાઓને
મારીને મુનિની રક્ષા કરી.
લૂંટારાઓ ન મુનિને - મારી શક્યા, કે ન રાજાને મારી શક્યા. હવે આપણે અહીં બે વાત વિચારવાની છે :
(૧) રાજા દ્વારા તે ચાલીસ લૂંટારા હણાયા.
(૨) લૂંટારાઓ વડે એક પણ માણસ મર્યો નહિ. તો હવે બેમાંથી વધારે હિંસક કોને કહીશું? રાજાને વધુ [ હસક કહીશું કે લૂંટારાઓને?
2 // D (
ચોક્કસપણે લૂંટારાઓ ને જ વધુ હિંસક કહીશું.
અને રાજાને હિંસક નહીં કહીને તેના કાર્યની પ્રશંસા T કરીશું.
(૧) ચાલીસ ચોરોને માર્યા છતાં રાજાની હિંસા કેમ ગણી નહીં?