________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૪૯
અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ક્ષય થવા માટે ચાર માળા ગણાશે અપ્રત્યાખ્યાનાવરણીય કષાય- અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લોભને હણવા ૪ માળા ગણાશે.
અપ્રત્યાખ્યાનાવરણીય જોગ- ક્રોધથી ભિન્ન થયેલાં મન, પૃથ્વીની તરાડની સમાન ઘણી મુશ્કેલીથી સંધાય છે.” (ધર્મામૃત પૃ.૨૪૯)
અપ્રત્યાખ્યાવરણીય માન– તે અસ્થિ એટલે હાડકા સમાન કઠણ છે. તેને વાળતા તૂટી જાય પણ વળે નહીં.
અપ્રત્યાખ્યાનાવરણીય માયા– તે મેઢાના શિંગડા સમાન વક્ર છે.
અપ્રત્યાખ્યાનાવરણીય લોભ- તે ગાડાના પૈડાની વચ્ચે ગ્રીઝથી યુક્ત કાળા મેલ સમાન છે. તેનો ડાઘ કાઢવો ઘણો અઘરો છે.
આ ચારેય કષાયોનું ફળ તિર્યંચગતિ છે. આ અપ્રત્યાખ્યાનાવરણીય કષાય તે જીવને અલ્પ પણ વ્રત ન આવવા દે તેવો છે. આ કષાય જવાથી શ્રાવકના વ્રત આવે છે.
પ્રત્યાખ્યાનવરણીય કષાય ક્ષય થવા માટે ચાર માળા ગણાશે પ્રત્યાખ્યાનાવરણીય કષાય-- હવે પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લોભનો નાશ કરવા ૪ માળા ગણાશે.
“પ્રત્યાખ્યાનાવરણીય ક્રોઘ– ક્રોધથી ભિન્ન થયેલાં મન ધૂળમાં દોરેલી લીટી સમાન ઓછી મુશ્કેલીથી સંધાય છે.” (ધર્મામૃત પૃ.૨૪૯)
“પ્રત્યાખ્યાનાવરણીય માન– કાષ્ઠ સમાન છે. તેને ઓછી મહેનતે દૂર કરી શકાય છે. “પ્રત્યાખ્યાનાવરણીય માયા- તે બળદના મૂત્ર સમાન વાંકી ધારવાળી છે. “પ્રત્યાખ્યાનાવરણીય લોભ- તે શરીરના મેલ સમાન છે. એ ચારેય પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભનું ફળ મનુષ્યગતિ છે.
આ પ્રત્યાખ્યાનાવરણીય કષાય હોય ત્યાં સુધી સર્વ વિરતિ અથવા મુનિપણું ન આવવા દે એવો આ કષાય છે. તે દેશવિરતિ શ્રાવક હોવાથી કોઈ મંદિર તોડવા આવે તો તેનો સામનો કરે અથવા દેવગુરુધર્મની અવજ્ઞા થતી હોય તો તેને પણ દૂર કરવા પ્રયત્ન કરે. જેમ કે
રાજાએ ચાલીસ ચોરોનો સામનો કરી મુનિની રક્ષા કરી પ્રત્યાખ્યાનીકષાય ઉપર ચાલીસ ચોર અને રાજાનું વ્રત- “એક જંગલમાં ૪૦ લૂંટારાઓ રહેતા હતા. તેઓ ક્રપરિણામી અને માંસાહારી હતા. જંગલમાં શિકારની શોધમાં તેઓ ફરતા હતા.
એવામાં એક ધર્માત્મા–સંત તે જંગલમાંથી પસાર થતા હતા; આત્માને જાણનારા અને વીતરાગ ભાવમાં મહાલનારા તે સંત, દુષ્ટ લૂંટારાઓની નજરે પડ્યા. એટલે તેમને મારી નાખવા અને તેમનું માંસ ખાવા તે લૂંટારાઓ તેમની પાછળ પડ્યા.