________________
૨૪૮
સમાધિમરણ ક્રોધ, માન, માયા, લોભમાંથી એક પણ હશે તો નરકે લઈ જશે
ક્રોધ, માન, માયા, લોભ વગેરે થી પોતાના સ્વરૂપની ઘાત થાય છે. ક્રોધ, માન, માયા, લોભ લૂંટી જશે, માટે આપણે પણ ચેતવાનું છે કે મનુષ્યભવ લૂંટાઈ ન જાય. ક્રોધ, માન, માયા, લોભમાંથી એક પણ હશે તો નરકે લઈ જશે. સંસારમાં બેભાનપણે પ્રવર્તવા જેવું નથી.” (બો.૨ પૃ.૨૪)
“અનંતાનુબંધી ક્રોધ– ક્રોધથી ભિન્ન થયેલાં મન પર્વતમાં પડેલી ફાટની સમાન એક થવા અશક્ય છે.
(ધર્મામૃત પૃ.૨૪૯) અનંતાનુબંધી માન- તે પથ્થરના થાંભલા સમાન છે તે કદી નમે નહીં.
અનંતાનુબંધી માયા- તે વાંસ ના મૂળ જેવી વક્ર છે તેમજ
અનંતાનુબંધી લોભ- તે કીરમજીના રંગ જેવો છે. કપડું ફાટે પણ આ રંગ ફીટે નહીં.
એ ચારે અનંતાનુબંધી કષાયોનું ફળ નરકગતિ છે.
ચાર કષાયોને હણવા તેના પ્રતિપક્ષી ગુણની ભાવના કરવી
આ ચાર અનંતાનુબંધી કષાયને
ક્ષય કરવા માટે ૪ માળા ફેરવતી વખતે ક્રોધને જીતવા ક્ષમા, માનને દબાવવા વિનય, માયાને મારવા સરળતા અને લોભ કષાયને હણવા સંતોષ ભાવનો વિચાર કરવો યોગ્ય છે. આ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણીય કે પ્રત્યાખ્યાનાવરણીય અથવા સંજ્વલન કષાયોને કાઢવા માળા ગણતી વખતે આ ઉપરના જ ક્રમ પ્રમાણે ક્ષમા, વિનય, સરળતા અને સંતોષભાવનો વિચાર કરવો યોગ્ય છે.