________________
સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ
૩૧૫
તમારા કૃત્યથી બધા ધર્માત્મા જીવોની નિંદા થશે. તથા તમે બગલા જેવા ઠગ છો, એવા દૃષ્ટાંતરૂપ બનશો. ભોળા જીવોને તમે દાખલારૂપ બની તેમને પણ શિથિલતામાં દોરી જશો. I૪ો.
જેમ સુભટ અગ્રેસર કોઈ, ભુજા બજાવી ખડો થયો, પણ શત્રુ સામે લડતાં જો ભય પામીને નાસી ગયો; તો નાના નોકર શું લડશે? મરણ ભીતિ પણ નહીં જશે;
તિરસ્કાર સહી જગમાં જીવવું લજ્જાયુક્ત અયુક્ત થશે. ૫ અર્થ:- જેમ કોઈ અગ્રેસર કહેતા આગેવાન સુભટ ભુજા બજાવી એટલે હાથ ઊંચા કરી લડવા માટે ઊભો થયો, પણ શત્રુ સામે લડતાં જો ભય પામીને નાસી ગયો, તો નાના નોકર શું લડી શકશે? કાયર થવાથી તેમના મરણનો ભય પણ જશે નહીં; અને વળી તિરસ્કારને સહન કરી જગતમાં જીવવું તે લજ્જાયુક્ત અને અયોગ્ય બની જશે. પા.
તેમ ત્યાગ, વ્રત, સંયમની લઈ મહા પ્રતિજ્ઞા સંઘ વિષે, દુખ દેખીને ડરી જતાં કે શિથિલ થયે શું લાભ દીસે? નિંદાપાત્ર થવાશે જગમાં, કર્મ અશુભ નહિ છોડી દે,
કર્મ આકરાં, લાંબી મુદતનાં આવી ભાવિ બગાડી દે. ૬ અર્થ :- તેમ તમે ત્યાગ વ્રત સંયમની મહા પ્રતિજ્ઞા ચતુર્વિધ સંઘ સમક્ષ લઈને હવે દુઃખ દેખી ડરી જવાથી કે શિથિલ પરિણામી થવાથી તમને શું લાભ થશે?
જગતમાં તમે નિંદાના પાત્ર બનશો. અશુભ કર્મો પણ તમને છોડશે નહીં. પણ આકરાં કર્મ લાંબી મુદતના બાંધી તમે તમારું ભાવિ એટલે ભવિષ્ય પણ બગાડી દેશો. કા
તમે માનતા : “ભક્ત હું પ્રભુનો, આજ્ઞા પ્રભુની પાળું છું; વ્રત, શીલ, સંયમ પ્રભુ-પ્રીત્યર્થે ધરી, બોધે મન વાળું છું; અનંત ભવમાં દુર્લભ શ્રદ્ધા, જ્ઞાન, ચરણ તે પ્રગટાવ્યાં,
મિથ્યા દર્શન-જ્ઞાન, અવિરતિ ગુરુકૃપાએ અટકાવ્યાં.”૭ અર્થ :- તમે એમ માનો છો કે હું પ્રભુનો ભક્ત છું. પ્રભુની આજ્ઞા પાળું છું. વ્રત, શીલ, સંયમને પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટે તે અર્થે ધારણ કરીને, પ્રભુના બોધમાં મનને વાળું છું. તથા અનંતભવોમાં દુર્લભ એવી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર તે મેં પ્રગટાવ્યા છે. અને ગુરુકૃપાએ મિથ્યાદર્શન, જ્ઞાન તથા અવિરતિને અટકાવી હું ચારિત્ર ધર્મને પામ્યો છું એવી તમારી માન્યતા મિથ્યા ઠરશે. આશા.
એવો નિર્ણય છતાં હવે કંઈ વ્યાધિ-વેદના આવી કે પરિષહ-કાળે ભય પામો તો કાયરતા હંફાવી દે.