________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૧’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
હોય ત્યારે એક-બે દિવસ રોકાઈને પણ જઈએ છીએ;, પણ મરણ કંઈ રોકી શકાતું નથી; માટે સમાધિમરણની તૈયારી કરી રાખવી.’’ (બો.૧ પૃ.૧૨૩)
આલોચના કરવાથી ઘણા પાપો નાશ પામે
૨૧૭
“પૂજ્યશ્રી–મનુષ્યભવમાં છેલ્લું કામ સમાધિમરણ કરવાનું છે. ગમે તેટલું કર્યું હોય પણ સમાધિમરણ ન થાય તો કંઈ નથી. એની પણ તૈયારી કરવાની છે. આલોચના કરવાથી ઘણાં પાપો જાય છે. ગુરુ ન હોય તો આત્માની સાક્ષીએ ભાવના કરવાની કે હે ભગવાન! મારે પાપનો ત્યાગ છે. સાક્ષી ન હોય તો પણ આત્માની સાક્ષીએ ત્યાગ કરવો. મરતાં સુધી મોહ છૂટતો નથી. પહેલાંથી તૈયારી કરી હોય, વૈરાગ્ય હોય તો (સમાધિમરણ) થાય. ગમે તેવા પરિષહ આવે, તોપણ સહન કરવા છે, એવી ભાવના હોય તો વ્રત લેવું. બધાને તૈયારી કરવાની છે. દેહના સુખની ઇચ્છા છોડવી. પરિષ–સહનશક્તિ હોય તો હવે મારે કશુંયે ન જોઈએ, એવી ભાવના કરવી. કોઈ જોગ ન હોય તો ભગવાન પાસે ભાવના કરવી. દિવાળી આવે ત્યારે લોકો સરવૈયું કાઢે છે, તેમ સમાધિમરણ વખતે સરવૈયું કાઢવાનું છે. મરણ આવે તો ભલે આવો. ગમે તેટલું દુઃખ થાય, દુઃખ તો જવાનું છે, પણ આત્માને કંઈ થવાનું નથી. સમાધિમરણનું કારણ સમભાવ છે. બીજા મનમાં વિકલ્પ આવે નહીં એવું કરવાનું છે. સમાધિમરણ વખતે બીજાને દુ:ખી કર્યા હોય તેને સંતોષ પમાડે અને પોતાના દોષોની નિંદા કરે.” (બો.૧ પૃ.૧૯૬)
થયેલા પાપની માફી માગી મન શુદ્ધ કરે તો સમાધિમરણ થાય
એક મુનીમનું દૃષ્ટાંત– એક સત્સંગમંડળ પ્રતિદિન નિયમસર એકઠું થાય અને ઇશ્વર સંબંધી વાતો કરે તથા આનંદાશ્રુ સાથે ધ્યાન-ભજન કરે. આ બધું પાસે રહેનારો એક શેઠનો મુનીમ રોજ જુએ. જેવો સંગ તેવો રંગ લાગે. હમેશાં જેવા વાતાવરણમાં રહીએ તેવા થઈ જઈએ. એ નિયમ અનુસાર તે મુનીમ પણ સત્સંગમાં ભળ્યો.