________________
૨૧૬
સમાધિમરણ
સપુરુષનો નિશ્ચય કરી તેનો આશ્રય કદી છોડવો નહીં
પૂજ્યશ્રી–જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી ભગવાનનો આશ્રય કરવો. મરણની છેલ્લી અણી સુધી પણ છોડવા જેવું નથી. મહાપુરુષનું એક વચન પણ ગ્રહણ કર્યું તો તેનો મોક્ષ થાય એવું છે. પોતે અણસમજણવાળો હોય પણ જેણે આત્મા જામ્યો છે તેનું વચન મને માન્ય છે એટલું થયું તો કલ્યાણ થાય. જ્ઞાનીનું એક વચન ગ્રહણ કર્યું તો સાચા માર્ગે એટલે મોક્ષમાર્ગ ચઢી જાય. ઘણો લાભ છે. જીવને સત્પરુષનો નિશ્ચય થાય અને પછી તેના આશ્રયે ચાલે તો
કલ્યાણ થાય. અબુધ અને અશક્ત જીવોનો પણ એક વચનથી મોક્ષ થઈ જાય. સંસાર દુઃખનો દરિયો છે તેમાં આ જીવને જ્ઞાની પુરુષનો આશ્રય મળે તો પાર થાય. જ્ઞાની પુરુષનો આશ્રય મળ્યો તો મોક્ષ જ મળશે, એવું દ્રઢ રાખવું. મરતી વખતે પણ જ્ઞાની પુરુષનો આશ્રય છોડવો નહીં.” (બો.૨ પૃ.૩૫૦)
દેહ છૂટે પણ હું કદી મરું નહીં “દ્વાદશાંગીનો સાર એ છે કે દેહાદિભાવ છોડીને, જે થાય તેની જાણનાર હું છું, દેહ છૂટે પણ હું નહીં કરું, એમ દેહાધ્યાસ છોડવો. એથી કલ્યાણ છે. શરીરની શોભા કરે છે અને માને છે કે “હું સારું કરું છું. શરીર છૂટી જાય તો મોક્ષ થાય. દેહને અંગે હર્ષશોક થાય છે. મિથ્યાભાવ છે તે “દેહ તે હું એમ મનાવે તેથી રાગદ્વેષ થયા કરે છે. બધાંય શાસ્ત્રોનો સાર એ છે કે દેહાદિ સંબંધી હર્ષવિષાદ ન કરવો. પોતાનું શુદ્ધ સ્વરૂપ આત્મા છે, એવી ભાવના કરવાની છે. એ તો શાસ્ત્રો ન ભણ્યો હોય તો પણ કરી શકે.
ખેદ કરવાની જરૂર નથી. હું નથી ભણ્યો, હું ધર્મ નથી પામ્યો, એમ ન કરતાં વીતરાગ ભગવાનનો કહેલો ધર્મ સાચો છે, આટલો ભવ એને આશ્રયે જ ગાળવો છે. એટલું થયું તો બધું કરી ચૂક્યો. વેદના વખતે વૃત્તિ મંદ પડે ત્યારે જેણે અખંડ નિશ્ચય રાખ્યો હોય એવા મહાપુરુષોના ચરિત્રો વિચારવાં. વૃત્તિ ભગવાનમાં રહે તો પુરુષાર્થ થાય. માથે મરણ છે માટે જેટલું થાય તેટલું કરી લેવું.” (બો.૨ પૃ.૩૫૦)
મરણ અનિશ્ચિત માટે સમાધિમરણની તૈયારી કરી રાખવી આખી જિંદગી સુધી જે સત્સંગાદિ સાધનો કરવાં છે, તે એક સમાધિમરણ થાય તે માટે કરવાં છે. જેમ કોઈ ભણીને બાર મહિને પરીક્ષા આપે છે, તેમાં પાસ થાય તો તેનું ભણેલું સફળ છે. તેમ આખી જિંદગી સુધી સત્સંગ આદિ સાધના કરી સમાધિમરણ કરવાની જરૂર છે. અને તેને માટે જ બધાં સાધનો છે. જેમ બધાં કામો છે તેમ સમાધિમરણ પણ એક જરૂરનું કામ છે. બીજાં કામ તો ન કરે તો પણ ચાલે, પણ મરણ તો અવશ્ય આવવાનું છે. આપણે કોઈ ગામ જવું