________________
પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ
૧૪૯
આ પ્રમાણે અજ્ઞાની જીવ આ સંસારરૂપી નગરમાં આંધળો થઈને ફરે છે. તેને આ જન્મમરણના ફેરામાંથી બચવા માટે માત્ર એક આ મનુષ્ય દેહ જ છે. પણ આ લક્ષચોરાશીમાંથી ફરતો ફરતો જ્યારે આ મનુષ્ય દેહરૂપ દરવાજા પાસે આવે છે ત્યારે વિષયભોગરૂપી ખૂજલી તેને સતાવે છે; આથી તેને મળેલો દુર્લભ મનુષ્યજન્મ પણ નિરર્થક ચાલ્યો જાય છે. અને પાછો ચોરાશી લાખ જીવાયોનિમાં મોહવશ ફર્યા કરે છે. પણ હવે વૈરાગ્યની માતા સમાન એવી બારભાવનાઓનું ચિંતન કર્યા કરે અને મંત્રનો જાપ રાતદિવસ રાખે તો જરૂર આ જીવની વિષયવૃત્તિ છૂટી જઈ સમાધિમરણ થાય.” (સુબોધ કથાસાગરમાંથી)
પ.પૂ.પ્રભુશ્રીજીએ ઘોડનદી નામના ગામમાં એક સાથ્વીને
અપૂર્વ આત્મબોઘ આપી કરાવેલ સમાધિમરણ “ચોમાસું પૂરું કરી શ્રી લલ્લુજી દક્ષિણમાં વિચરતા વિચરતા ઘોરનદી નામના ગામમાં થોડો કાળ રહ્યા હતા. તે જ ગામની એક બાઈ અને તેની દીકરીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી. તે બીજી આર્જાઓ સાથે ચોમાસામાં ત્યાં રહેલી. પણ તે બાઈની માંદગી બહુ હોવાથી ચોમાસા પછી પણ ત્યાં રોકાવું થયેલું. તેમના સંઘાડાના સાધુઓને તે આર્જાઓએ પત્ર લખી જણાવેલું કે એક આર્જા માંદી છે તેને સંથારો (મરણ પહેલાંનું તપ) કરાવવા માટે શું કરવું? તે સાધુઓએ શ્રી લલ્લુજી ઘોડનદીમાં ગયા છે એમ સાંભળેલું અને ખંભાતના સંઘાડા પ્રત્યે તેમને માન હોવાથી તેમણે આર્યાને જણાવ્યું કે શ્રી લલ્લુજીની આજ્ઞા પ્રમાણે વર્તજો. આર્જાઓને સમાચાર મળ્યા તે જ રાત્રે તે બાઈને મંદવાડ વધી જવાથી બેશુદ્ધ થઈ ગઈ. તેથી હવે દેહ છૂટી જશે એમ જાણી ગોરાણીએ (મોટાં સાધ્વીએ) તેને જીવતા સુધી ચારે પ્રકારના આહારના ત્યાગના પચખાણ આપી સૂત્રપાઠ ભણી સંથારો કરાવ્યો. કારણ કે એ સંપ્રદાયમાં કોઈ સંથારા સિવાય મરી જાય તો તેની અને ઉપર સંભાળ રાખનારની અપકીર્તિ થતી.”
ચાર પ્રકારના આહારનો ત્યાગ કાવ્યો પણ સાધ્વીએ પાણી માગ્યું
જેમ જેમ રાત વીતતી ગઈ અને પ્રભાત થવા આવ્યું તેમ તેમ બાઈ શુદ્ધિમાં આવતી ગઈ અને સવારે પાણી પીવા માગ્યું. ગોરાણી તો ગભરાઈ—ચારે પ્રકારના આહારનાં પચખાણ આપ્યાં છે અને પાણી માગે છે તે કેમ અપાય? ગભરાતી ગભરાતી ગોરાણી શ્રી લલ્લુજી ઊતર્યા હતા ત્યાં ગઈ અને બધી વાત તેમને જણાવી; તેમના સાધુઓને સમાચાર પણ જણાવ્યા. “પણ રાત્રે પૂછવા અવાય નહીં અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચખાણ આપી દીધા છે. હવે કેમ કરવું? સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે. કૃપા કરીને કોઈ રસ્તો બતાવો.” એવી વિનંતી ગોરાણીએ કરી. તેને શાંત કરીને પાછી મોકલી અને પોતે આર્યાઓના ઉપાશ્રયે પધાર્યા. સર્વેએ વિનય સાચવ્યો. પછી શ્રી લલ્લુજી તે માંદી બાઈને જોઈને બોલ્યા, “બાઈ, કંઈ ગભરાવવાનું કારણ