________________
૧૪૮
સમાધિમરણ
વિષયથી અંધ બની આ જીવ ચોરાશી લાખ જીવયોનિમાં ફર્યા જ કરે છે
"आपदां प्रथितः पंथा इंद्रियाणामसंयमः ।
तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम" ॥ અર્થ :-ઇંદ્રિયોને સંયમમાં ન રાખવી, તે જ દુઃખનો પ્રસિદ્ધ માર્ગ છે. અને તેનો જય કરવો તે જ સુખનો સાચો માર્ગ છે. તારી જે ઇચ્છા હોય તેમ કર.
એક આંગળાનું દ્રષ્ટાંત- એક આંધળો હતો. તે એક નગરમાં આવ્યો. ત્યાં ઘણી અડચણો પડવાથી તે મૂંઝાયો, તેથી નગર બહાર જવાનો તેણે વિચાર કર્યો. સૌ કોઈ તેને ધક્કા મારે પણ કોઈ રસ્તો બતાવે નહિ. તેમાં એક દયાળુ માણસ મળ્યો, તેણે કિલ્લો બતાવીને કહ્યું કે, આ નગરની બહાર નીકળવાનો એક જ દરવાજો છે, માટે આ કિલ્લાને હાથ લગાડી ચાલ્યો જા, એટલે દરવાજો આવશે.”
| | | | | | | | | | |
- IS 1-1 -
આંધળાએ તે પ્રમાણે ચાલવા માંડ્યું. રસ્તામાં ગંદા નાળાં આવે, ખાડાટેકરા આવે, ત્યાં પડી જાય, પણ પાછો જલદી ઊઠી દીવાલે હાથ લગાડી ચાલવા માંડે. એમ ચાલતાં ચાલતાં દરવાજો સમીપ આવ્યો પણ કર્મસંયોગે માથામાં ખૂજલી થવાથી બહુ ચેળ આવી. તેથી તે બેય હાથે ખંજવાળવા લાગ્યો અને ચાલતો રહ્યો. તેથી તે દરવાજો જતો રહ્યો, પછી દીવાલે પાછો હાથ મૂક્યો. આમ આખું નગર ફર્યો પણ તે દરવાજામાંથી બહાર નીકળી શક્યો નહીં.