________________
૧૫૦
સમાધિમરણ
નથી. ખુશીથી જે આહારપાણીની જરૂર પડે તે વાપરજે.”
તે બાઈ બોલી, “ના, મહારાજ, મને પચખાણ કરાવ્યાં છે એમ કહે છે; પણ પાણી વિના મારે નહીં ચાલે એમ લાગે છે.”
પોતે માગ્યા વગરના પચખાણ તે દુપચખાણ છે “શ્રી લલ્લુજીએ હિમ્મત આપતાં કહ્યું, “જો, બાઈ, તારી માગણી સિવાય જે પચખાણ આપ્યાં છે તે દુપચખાણ છે; સુપચખાણ નથી. એ પચખાણ તોડવાથી તને જે પાપ લાગે એમ લાગતું હોય તે હું મારે માથે વહોરી લઉં છું. તારી મરજીમાં આવે તેવાં શુદ્ધ આહાર-પાણી વાપરવામાં હવે હરકત માનીશ નહીં.”
બધાં સાંભળનારાને બહુ નવાઈ લાગી. પણ તે માંદી બાઈએ કહ્યું : “મારે પાણી સિવાય ત્રણે પ્રકારના આહારનો ત્યાગ કરવો છે. મારું મરણ સુધારવા કૃપા કરજો.”
તે બાઈની સમાધિ-મરણની ભાવના તેમજ વિનંતિને લઈને શ્રી લલ્લુજી રોજ તેમને ઉપાશ્રય જતા અને તેને સમજાય તેવાં સપુરુષોના વચનોનું વિવેચન કરતા, ઉપદેશ આપતા. તેમના વચનો બીજાં સાંભળનારને બહુ ભારે લાગતાં પણ મહાપુરુષના યોગબળ આગળ કોઈ કંઈ બોલી શકતું નહીં. આ પ્રસંગનું વર્ણન પોણે ઘણી વખત શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગ્યવાહક વાણીમાં
કહેતા.”