________________
સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો
૬૩
સ્થાન છે. મનુષ્યમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તથા માંડલિકાદિકના સ્થાન છે. તિર્યંચમાં પણ કયાંએક ઇષ્ટ ભોગભૂખ્યાદિક સ્થાન છે. તે સર્વ સ્થાનને જીવ છાંડશે એ નિઃસંદેહ છે. જ્ઞાતિ, ગોત્રી અને બંધુ આદિક એ સર્વનો અશાશ્વત અનિત્ય એવો આ વાસ છે. શાંતિઃ” (વ.પૃ.૬૫૦)
કર્મતત્ત્વને વિચારી નવા ન બંધાય, એ ત્રિભુવનનો મુખ્ય લક્ષ હતો. “આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા, તેથી ખેદ થયો તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિનપ્રતિદિન શાંતાવસ્થાએ કરી તેનો આત્મા સ્વરૂપલક્ષિત થતો હતો. કર્મતત્વને સક્ષ્મપણે વિચારી. નિદિધ્યાસન કરી આત્માને તદનુયાયી પરિણતિનો નિરોધ થાય એ તેનો મુખ્ય લક્ષ હતો. વિશેષ આયુષ્ય હોત તો તે મુમુક્ષુ ચારિત્રમોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (વ.પ્ર.૯૫૧)
આહાર લેતાં કે છોડતાં દુઃખ થાય તો આહારનો ત્યાગ કરવો. “જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી. તેમાં પણ અપવાદ હોય છે. જ્ઞાનીએ કાંઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી.” (વ.પૃ.૭૭૮)
મોત મટાડી શકે એવી કોઈ દવા જગતમાં નથી “જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણોસંયુક્ત જોઈ છે, પરંતુ મોત મટાડી શકે એવી