SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ સમાધિમરણ થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષોના વચનામૃતથી, તથા સાધુપુરુષના આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરવો, એ જ કર્તવ્ય છે.” (વ.પૃ.૫૦૧) દેહનો વિનાશ જાણી વિચારવાન પુરુષો પ્રથમથી જ તેના મમત્વને ત્યાગે છે શ્રી માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજ સ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણ કાળે શરણ સહિત છતા ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણ કાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે.” (વ.પૃ.૫૬૨) અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પરુષોને નમસ્કાર અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પરુષોને નમસ્કાર છે. તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપ.” (વ.પૃ.૬૦૪) મોક્ષ સિવાય જગતમાં ગમે ત્યાં જીવનો અનિશ્ચિત નિવાસ છે “આર્ય ત્રિભુવને અલ્પસમયમાં શાંતવૃત્તિથી દેહોત્સર્ગ કર્યાના ખબર શ્રત થયા. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યું. જીવનાં વિવિધ પ્રકારનાં મુખ્ય સ્થાનક છે. દેવલોકમાં ઇન્દ્ર તથા સામાન્ય ત્રાયશ્ચિંશદાદિકનાં
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy