________________
૧૯૬
સમાધિમરણ
સમજીને ધર્મમાં વૃત્તિ રાખવાનો જ્ઞાનીનો માર્ગ આરાધે છે અને આપણે બધાએ તે જ અંગીકાર કર્તવ્ય છેજી. સમાધિમરણ કરવાની ભાવનાવાળા સર્વેએ ક્ષણેક્ષણ સમાધિભાવને પોષે તેમ વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે, કારણ કે મરણ વખતે અત્યારે જે ભાવો કરીએ છીએ તેની રહસ્યભૂત મતિ આવે છે, તો જ્યારથી જાગ્યા ત્યારથી સવાર ગણી છેવટની ઘડીની અત્યારથી જ તૈયારી કરતા રહેનાર વિવેકી ગણવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા, સાંભળવા, વિચારવા અને સ્મૃતિમાં રાખી તેમાં ઉપયોગ રાખતા રહેવા વિનય વિનંતી છેy.” (બો.૩ પૃ.૫૪૩) જીવને પકડ થાય તો બાળાભોળાનું પણ કામ થાય
“વેરા ગામનાં પૂ. જીલા નામનાં એક ડોસી આશ્રમમાં ઘણા વખતથી રહેતાં, વળી તેમના ગામે પણ જતાં; પણ મંદવાડ થાય ત્યારે જરૂર આશ્રમમાં જ આવતાં. એમ બે વાર સખત માંદગી આશ્રમમાં તેમણે ભોગવી હતી અને ત્રીજી વખત ઘણાં માંદાં થયા ત્યારે પણ આશ્રમમાં આવી ગયાં અને ભાદરવા સુદ બીજની રાત્રે તેમનો દેહ છૂટ્યો હતો. ૫.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે બાલાભોળાનાં કામ થઈ જાય તેવો આ માર્ગ છે. જીવને પકડ થવી જોઈએ. તેમણે સાંભળેલું કે આ આશ્રમમાં દેહ છૂટે તેને સમાધિમરણ થાય એમ પ.પૂ.પ્રભુશ્રીજીએ કહેલું; તેથી તેવી જ તેમની ભાવના રહ્યા કરતી હતી અને અંતે તેમની ભાવના સફળ થઈ છેજી. ગમે ત્યાં રહ્યા છતાં ભાવના તો થઈ શકે છે અને ભાવના
પ્રમાણે જ બંધન કે નિર્જરા થાય છેજી.” (બો.૩ પૃ.૫૫૩) જે ઘર્મની સંભાળ લે તેની ઘર્મ સંભાળ લે અને પરભવમાં પણ સાથે આવે
“મુંબઈવાળા પૂ. મણિભાઈ કલ્યાણજીનાં બહેન પૂ. મણિબહેને પર્યુષણ પહેલાં થોડા દિવસ ઉપર દેહત્યાગ કર્યોતેમની મોટી ઉંમર હતી છતાં માળા ફેરવવાનો એમણે એટલો બધો અભ્યાસ રાખેલો કે એમને પથારીમાં સૂતાં હોય તોપણ હાથ માળા ફેરવતા હોય તેમ હાલ્યા કરતો. પૂછે કે શું કરો છો, તો માળા ફેરવું છું એમ જવાબ આપતાં. બીજું મારે હવે શું કરવાનું છે ? આટલુંય નહીં કરું ? એમ કહેતાં. શું બોલો છો એમ પૂછે તો મંત્ર બોલી બતાવતાં. આ વાત ગઈ કાલે સાંભળી, તે ઉપરથી વિશેષ દૃઢતા થઈ કે જેણે ધર્મની સંભાળ જિંદગી પર્યત લીધી હોય તેની સંભાળ ધર્મ જરૂર આખર સુધી લે છે ને પરભવમાં પણ તે સાથે આવે છે. આવી અગત્યની વાત જેણે વિસારી મૂકી છે અને ધંધા તથા વ્યવહારમાં જે ગૂંચાઈ રહેલા હોય તે આખરે પસ્તાય છે, તેમણે કંઈ કર્યું હોતું નથી, કંઈ વિશ્વાસનું બળ હોતું નથી તેથી મરણ વખતે નારકી જીવોની પેઠે પોકાર કર્યા કરે છે; દુઃખી થઈ, શોકસહિત, વાસના સહિત મરી અધોગતિએ જાય છે.” (બો.૩ પૃ.૫૫૪)