________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
અંત સમયે સ્વરૂપ પ્રાપ્તિ માટે પરમકૃપાળુદેવનું શરણ છોડવું નહીં “શ્રી ગજસુકુમારને અસહ્ય વેદનીમાં પણ મોક્ષમાર્ગરૂપ શુદ્ધ ઉપયોગ રહેવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ મોક્ષ થયો હતો. શ્રી દેવકરણજી મુનિને ક્લૉરોફોર્મ સૂંઘાડ્યા વિના સાત વાર પગનું ઑપરેશન કર્યું અને છેલ્લી વખતે દેહ છૂટી ગયો પણ પરમકૃપાળુદેવનું શરણ ન છોડ્યું, તે મહાપુરુષને આશ્રયે દેહ છોડી સ્વરૂપપ્રાપ્તિ કરી લીધી. આપણે માટે પણ એ જ માર્ગ છે. સમાધિમરણ કરવું હોય તેને તો વેદનીયકર્મ આવકારદાયક છે. સમાધિમરણ વખતે કેવા ભાવ રાખવા ? તે શીખવાની નિશાળરૂપ અશાતાવેદનીય
છે. શાતાવેદનીયમાં દેહ ને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું દુઃખ આવ્યે ખસી જાય છે, પણ વેદના ભોગવતાં ભોગવતાં દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી આખરે સમાધિમરણ કરાવે છેજી.’’ (બો૩ પૃ.૪૯૧)
૧૯૫
જોષીનું માને પણ સત્પુરુષ કહે તને મરણ ઝડપી લેશે પણ તે મનાતું નથી
“જો કોઈ જોષીએ હાથ જોઈને કહ્યું હોય કે આ મહિનામાં તમારી ઘાત છે તો કેટલી બધી ચેતવણી જીવ રાખે છે ! દેવું કરે નહીં; કોઈ મોટાં કામ હાથમાં લે નહીં; કંઈક નિવૃત્તિ મેળવી દાન, પુણ્ય, જપ, તપ, સારા કામમાં ભાવ રાખે; પાપ કરતાં ડરે કે પાપ કરીને હવે મરી જવું નથી. આટલો વિશ્વાસ અજ્ઞાની એવા જોષીનો જીવને આવે છે; પણ સત્પુરુષો પોકારી પોકારીને કહે છે તે જ માનવા યોગ્ય છે કે આ અનિત્ય અસાર સંસારમાં જીવ મહેમાન જેવો છે; બે દહાડા રહ્યો ન રહ્યો ત્યાં તો મરણ ઝડપીને ઉપાડી જશે, કોઈ તેને અંત વખતે બચાવનાર કે દુઃખમાં ભાગ પડાવનાર નથી. એકલો આવ્યો છે અને નહીં ચેતે તો ખાલી હાથે એકલો ચાલ્યો જશે. માટે
આ નાશવંત દુઃખની મૂર્તિ જેવા દેહમાં મોહ રાખીને આત્માને ઘણા કાળ સુધી રિબાવું પડે તેવાં કામમાં, મોહમાં ચિત્ત રાખવા જેવું નથી. આખા લોકમાં ચોરાશી લાખ જીવાયોનિમાં જીવ રઝળ્યો, અનંત દુઃખ ભોગવ્યાં પણ પોતાનો આત્મા સમીપ છતાં તેનું ઓળખાણ થયું નહીં, આત્માના સમાધિસુખનું ભાન થયું નહીં, દુર્લભ મનુષ્યદેહ, ઉત્તમ કુળ, સત્સંગ અને સત્સાધન પામ્યા છતાં જીવ પ્રમાદ છોડે નહીં તો કોઈ કાળે કલ્યાણ થાય નહીં.” (બો.૩ પૃ.૫૧૦)
સમાધિમરણ માટે વાંચન ભક્તિની જરૂર
“વિ. શુભેચ્છાસંપન્ન સાધ્વીજી...નો પત્ર મળ્યો. તેમાં તમારા સમાગમથી તેમને સમાધિમરણના સાધનની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. જે જિજ્ઞાસા જાગી છે તે વર્ધમાન થાય તેવું વાંચન, ભક્તિ, સત્સમાગમની તેમને જરૂર છેજી. (બો.૩ પૃ.૫૧૫)
જે ભાવો અત્યારે કરીશું તેવી મતિ મરણ વખતે આવશે
“માંદગી કરતાં માંદગી પૂરી થવા આવે ત્યારે વિશેષ કાળજી દાક્તરો રાખે છે, તેમ મુમુક્ષુજીવ પણ માંદગીને પ્રસંગે જેમ મરણ સમીપ લાગતું તેમ ત્યાર પછી પણ મરણને સમીપ જ