________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૧૯૭
હું અને મારું” એ મોહ રાજાના મંત્રથી આખું જગત ગાંડું “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્વાશે.” શ્રીમદ્ રાજચંદ્ર
વિ. આપનો પત્ર મળ્યો. પૂ....ને નિકટના સગાના મરણને કારણે શોક રહ્યા કરે છે એમ લખ્યું તે જાણ્યું. એક મહાત્મા લખે છે : “મોહાધીન જીવોએ જ્યાં જ્યાં વિશ્વાસ કર્યો છે, તેથી બીજું કોઈ ભયભર્યું સ્થાન તેને માટે નથી અને જ્યાંથી તેને ભયની શંકાઓ થયા કરે છે તેથી બીજું તેને નિર્ભય થવાનું સ્થાન નથી.” એટલે જીવે મોહવશે આ મારા ભાઈ, આ મારી મા, આ મારા પતિ, આ મારાં સંતાન એમ માન્યું છે, તે બધાં સુખનાં કારણ છે એમ માન્યું છે, ત્યાં જ દુઃખ આવીને વસે છે અને વિયોગાદિ કારણે તે પોતાનું પોત પ્રકાશે છે.
અમદાવાદમાં હુલ્લડ થયું કે પરદેશમાં બૉમ્બથી હોનારત થઈ તેમાં કેટલા બધા માણસોનાં પ્રાણ ગયા, કેટલીય બહેનોના ભાઈ, કેટલીય માતાનાં સંતાન, કેટલીય બહેનોના ભાણેજ અને કેટલીય પત્નીઓના પતિઓનો વિયોગ થયો, છતાં જ્યાં મારાપણું માન્યું નથી ત્યાં દુઃખ થતું નથી. તેથી ‘હું ને મારું” એ મોહનો મંત્ર છે. તેથી જગત આખું ગાંડું થઈ રહ્યું છે. તેમાંથી જેમણે સપુરુષનો આશ્રય ગ્રહી તે મંત્રને ભૂલવાનો પ્રયત્ન કર્યો અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્રનું આરાધન કર્યું તેને મોહ સતાવતો નથી.” (બો.૩ પૃ.૫૮૮)
સહજાત્મસ્વરૂપ અને સહજાત્મસ્વરૂપ એ મારું સ્વરૂપ જેમને મોહ સતાવે છે તેમણે હજી જોઈએ તેવું આરાધન કર્યું નથી, ખરો આશ્રય-ભક્તિમાર્ગ ગ્રહ્યો નથી, હજી સમજણમાં ખામી છે. સમજાય તો તો હું આત્મા છું, નિત્ય છું, કર્તા છું, ભોક્તા છું, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે તે મારે આ ભવમાં આદરવો છે એમ લાગે. પોતા સંબંધી ભૂલ ચાલી આવી છે તેથી હું દેહ છું, હું મરી જઈશ, હું શું કરું ? શું ભોગવું ? મોક્ષ થાય તેમ નથી. મોક્ષનો ઉપાય શું હશે ?’ એમ રહ્યા કરે છે તેથી સફુરુષાર્થ થતો નથી. તે ભૂલને લઈને બીજાને પણ “આ મારો ભાઈ છે, તે મરી ગયો, તે શું કરશે ? શું ભોગવતો હશે ? તેનો મોક્ષ નથી; તેને હવે કોઈ ઉપાય નથી' વગેરે કલ્પનાઓ કરે છે.” (બો.૩ પૃ.૫૮૯)
પોતે મોહરૂપી ઝેર પીએ છે અને બીજાને પણ પાય છે. પણ ખરી રીતે વિચારીએ તો તે હતો ત્યારે તેણે શું તમારું હિત કર્યું ? તે વધારે જીવત તો તમારું શું ભલું કરત ? માત્ર જીવે તેને નિમિત્તે પોતે મોહ પોપ્યો છે અને તેને પણ મોહના કારણરૂપ પોતે થયેલ છે. આમ જીવ પોતે મોહરૂપી ઝેર પીએ છે અને બીજાને પાય છે. એમ બન્નેનું માઠું કરવામાં જીવે મણા રાખી નથી. જગતમાં કોઈ આપણું છે નહીં, અને થવાનું નથી. માત્ર એક સપુરુષો નિષ્કારણ કરુણા કરનાર જગતના સાચા મિત્ર, સાચા ભાઈ આદિ છે. તે