________________
૧૯૮
સમાધિમરણ
મહાપુરુષો આપણને તારી શકે તેમ છે. તેમનો વિયોગ જીવને સાલશે ત્યારે જીવનું કલ્યાણ થવું સંભવે છે. આ વાત હૈયે બેસવી અઘરી છે. તેને માટે સત્સંગની જરૂર છે. આ વાત સૌને ચેતવા જેવી છે. દ્રષ્ટિ ફેરવવાની છે એટલું પણ આટલા ઉપરથી સમજાશે તોપણ ઘણું છે. જે કરવું છે તેને માટે પુરુષાર્થ કરવો ઘટે. જે આખરે આપણને રોવરાવે તેના તરફથી વૃત્તિ હઠાવી આપણા ઉદ્ધાર તરફ લક્ષ લેવા યોગ્ય છેજી. તેની ભાવના રાખી હશે તો અનુકૂળતા આવ્યું તે કામ થઈ શકશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૫૮૯) મંત્રના અભ્યાસથી વિકલ્પો શેકાય; શાંતિનું કારણ થાય અને સમાધિમરણ આવે
સમાધિમરણ થાય તો આ મનુષ્યભવની સફળતા ગણાય. તે અર્થે અત્યારથી તૈયારી કરવી ઘટે છે. પોતાનાથી બનતું સદ્ગુરુ આશ્રયે જીવ કરી છૂટે તો તેને એટલો તો સંતોષ આખરે રહે કે મારાથી બનતું મેં કર્યું છે. આગળ કરી મૂકેલું આખરે કામ આવે છે. માટે મંત્રનો વિશેષ અભ્યાસ રાખ્યો હશે તો તે સમાધિમરણનું કારણ બને તેમ છેજી. જાગૃતિના વખતમાં વારંવાર તેને યાદ કરવામાં કાળ ગળાય તો અભ્યાસ પડી જાય, ઘણા વિકલ્પો તેથી રોકાય અને શાંતિનું કારણ બને. ઇચ્છાઓનો પ્રવાહ કર્મબંધનું કારણ છે. તે રોકવા પણ મંત્રસ્મરણ અત્યંત આવશ્યક છે'.” (બો.૩ પૃ.૫૯૬)
અત્યારે અકસ્માત મરણ આવે તો શું કરવું?
તે પ્રથમ વિચારવું. શરીરની અશક્તિ, પ્રમાદ, માનપૂજાની પ્રેરણા આદિ અનેક સંકટો ઓળંગી સગુરુના ચરણનું શરણ મરણ સુધી ટકાવી રાખવાનું છે. હજી તો એવી ભારે કસોટી આવી નથી, છતાં તેને માટે તૈયારી રાખી હશે તો તેવા પ્રસંગે પહોંચી વળાશે. માટે રોજ મરણના પ્રસંગને વિચારી “મારે મરણની તૈયારી રોજ કરતા રહેવું છે. અત્યારે ધારો કે એવો પ્રસંગ એકાએક આવી પડે તો પહેલું મને શું સાંભરે કે શું સંભારવા યોગ્ય છે ? શામાં બળ કરીને પણ મારે વૃત્તિ રોકી રાખવી ? અત્યંત દુઃખ વધતું જતું હોય ત્યારે કેવી
આત્મભાવના પ્રત્યે ખેંચ રાખવી ? કેમ ઉપયોગ નાશવંત વસ્તુઓ પ્રત્યેથી પાછો વાળી શાશ્વત, સચ્ચિદાનંદ, અનંતસુખમય આત્મા પ્રત્યે વાળવો ? આ બાબતોનો વિચાર, નિર્ણય કરી તેવા અભ્યાસની કાળજી રાખી હશે તો આખરે ગભરામણ નહીં થાય, પણ જોયેલે રસ્તે નિર્ભયપણે મુસાફરી થાય, તેમ સહજસ્વભાવે આત્મભાવમાં વૃત્તિ રહે અને સમાધિમરણ થાય; માટે બીજી બાબતો બને તેટલી ગૌણ કરી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં