________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
વચનોનો વિચાર બને તો બધા એકઠા મળીને કે તેવો જોગ ન હોય તો સૌએ એકાંતે પોતાને માટે કર્તવ્ય છેજી. તેમાં ગાળેલો કાળ અલેખે નહીં જાય, બલકે એ જ ખરું જીવન છે.” (બો.૩ પૃ.૬૦૮) સાચી ભક્તિ હોય તો પરમકૃપાળુદેવનું યોગબળ આખર વખતે હાજર થાય “દોહરો– પિતા-પુત્ર પતિ-પત્નસ્ત્વની સાંસારિક સગાઈ; સત્પુરુષ સાચા સગા, આત્મિક સુખ કમાઈ.
પૂ. સદ્ગત જેશંગભાઈના આપે ગુણગ્રામ લખ્યા તે યથાર્થ છે. પ. પૂ. પ્રભુશ્રીજીના યોગે તેમનો આત્મા પરમાર્થપ્રેમી બન્યો હતો. ઘણી દૃષ્ટાંત લેવા જેવી લઘુતા તેમણે આરાધી હતી. ટૂંકામાં પાછલું જીવન તેમણે સુધારી લીધું. કર્મ તો પૂર્વે બાંધેલાં ગમે તેવાં ઉદય આવે. શ્રી શ્રેણિક જેવાને આખરે મૂંઝવ્યા હતા. હું અમદાવાદ ગયો ત્યારે તેમનું ચિત્ત ઠેકાણે નહીં રહેતું હોવાથી એક દિવસ રોકાઈ પાછો અગાસ ગયેલો. પણ પછી પત્ર હતો તેમાં તેમની આખર અવસ્થા
૧૯૯
વિષે પૂ॰ દેવશીભાઈએ લખેલું કે તમારા ગયા પછી ચિત્તની અસ્થિરતા ઓછી થયેલી અને છેલ્લા બે ત્રણ દિવસો તો શાંતિમાં ગયા. આહાર, પાણીનો છેલ્લા ત્રણ દિવસ તેમણે ત્યાગ રાખેલો. બીજાં સગાંવહાલાં આગ્રહ કરે તો હાથ જોડી ના પાડે. બોલાતું નહીં, કંઈ લખતા પણ પછી લીટા થઈ જતા. પોતે ભાનમાં ઠેઠ સુધી હતા. માળા વગેરે ફેરવતા. ભક્તિમાં ધ્યાન રાખતા. છેવટના ભાગમાં આંખે વધારે દેખાતું હતું.
બે દિવસ ઉપર એક મુમુક્ષુભાઈ ૮૫ વર્ષની ઉંમરે ખોજ-પારડીમાં ગુજરી ગયાના સમાચાર હતા. તેમને ઘણો થોડો સમાગમ છતાં એક અઠવાડિયું બેભાન (ચિત્તભ્રમ) જેવું રહેલું અને છેલ્લે દિવસે આખો દિવસ ચિત્ત ઠેકાણે આવ્યું. ભક્તિભાવમાં વૃત્તિ રાખતા અને શાંતભાવે દેહ છોડ્યો. આમ પરમકૃપાળુદેવનું યોગબળ આખર વખતે હાજર થાય છે અને શરણરૂપ બને છે તો પૂ॰ શેઠજીને તો ઘણા કાળનું આરાધન હતું તે કેમ છૂટે ? આપણે જ્યાં સુધી હજી મનુષ્યભવનો જોગ છે ત્યાં સુધી મરણની તૈયારી વિશેષ વિશેષ જાગૃતિપૂર્વક કરી લેવી ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ’” (બો.૩ પૃ.૬૧૩)
મંત્ર કે ઘર્મની વાત તેમના કાનમાં પડ્યા કરે તેમ કરવું
“પૂ...નાં માતુશ્રીની માંદગી સંબંધનો તાર મળ્યો છેજી. તેમના (માજીના) કાનમાં મંત્રનું સાધન પડ્યા જ કરે એમ કર્તવ્ય છેજી. ભલે ભાનમાં ન હોય તોપણ મંત્ર તેમના આગળ ચાલુ રહે એમ કલાક કલાક વારાફરતી માથે લેનાર થાય તો સ્મરણ કરનારને તો લાભ જ છે. સમાધિમરણ કરાવનારને પણ ઘણો લાભ થાય છેજી. આયુષ્ય હોય તો બચે, પણ આ ધર્મપ્રેમ પોતાને અને સાંભળનારને લાભકારક છે એમ માની, જેનાથી બને તે કલાક બે કલાક દિવસે રાત્રે તેમના આગળ જાપ કરવાનું રાખશે તેને એ નિમિત્તે લાભ થવા યોગ્ય છેજી. એમાં કંઈ ભણતરનું કે