________________
૨૦૦
સમાધિમરણ
સમજાવાનું કામ નથી. માત્ર ત્યાં જઈ મંત્ર બોલવાનો છે તે બાઈ-ભાઈ બધાંથી બને તેવું છેજી. લૌકિક રિવાજમાં માંદાને જોવા જાય છે, તેને બદલે “ધર્મ આરાધવા જાઉં છું એ ભાવ કરી પોતાના આત્માને એટલી વાર સંસારભાવથી દૂર કરી ધર્મભાવના વાતાવરણમાં રાખવા તુલ્ય છેજી. માંદાને, વૃદ્ધને જોઈને સામાન્ય રીતે મરણ સાંભરે, સંસાર પ્રત્યેથી વૈરાગ્ય થાય; તો આ તો સાધર્મિક, વયોવૃદ્ધ છેવટની સેવાને યોગ્ય છે. જેનાથી જેટલો બને તેટલો લાભ લેવા યોગ્ય છેજી. ઘરના માણસોએ પણ તેમની બનતી સેવા, ખાસ કરીને ધર્મની વાત તેમના કાનમાં હરઘડીએ
પડ્યા કરે તેમ કર્તવ્ય છેજી. લગ્નના પ્રસંગમાં જીવ રજાઓ લઈને નોકરી-ધંધામાંથી વખત મેળવી ખોટી થાય છે; તેથી વધારે અગત્યનો આ પ્રસંગ છે તે જણાવવા આ લખ્યું છે, તે લક્ષમાં લઈ દરેકે પોતાથી બનતી મદદ માજીના નિમિત્તે કર્તવ્ય છેજી. પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા–બાળા ભોળાનાં કામ થઈ જાય તેવો આ માર્ગ છે. અને માજી પણ તેવા જૂના જમાનાનાં ભોળાં છે. તેમની સેવા તે આપણા આત્માની જ સેવા છે.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(બો.૩ પૃ.૬૧૯) સાથે કંઈ આવે નહીં એમ જાણી મરણની તૈયારી કરે તે જ ખરા વિચારવાના
“ચક્રવર્તી જેવા અતુલ્ય પુણ્ય સંચયવાળા અને સંસારભરમાં મહાન મનાતા પણ ખાલી હાથે ચાલી નીકળ્યા, કોઈ તો નરકે ગયા, તો આ પામર જીવ આ સંસારમાંથી શું સાથે લઈ જવા વિચાર કરી તેમાં જ તલ્લીન થઈ રહ્યો છે ? તે બહુ બહુ વિચારવા જેવું છેજી. મરણની તૈયારી જે સમજુ પુરુષો યથાશક્તિ કરી રહ્યા છે તે જ વિચારવાન ગણવા યોગ્ય છે.....
જેને જેટલી પરમકૃપાળુદેવ પ્રત્યે શરણભાવના છે તેનું મરણ તે પ્રમાણમાં સુધરે છે. પૂ. કુંદનમલજીની શ્રદ્ધા સારી હતી અને પહેલાં કરતાં પુરુષાર્થ વધારતા જતા હતા. તેનું ફળ તે લઈ ગયા. આપણે પણ ચેતતા રહેવાની જરૂર છેજી. સાથે આવે તેવી બાબતોનો વિશેષ લક્ષ રાખવો ઘટે છે. આ નાશવંત વસ્તુઓનો મોહ ઓછો કરી આત્મહિતમાં વિશેષ વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૨૧)
સપુરુષ મળ્યા માટે આ ભવે કાગડા, કૂતરાની મોતે મરવું નથી
આપણે પણ મરણનો પ્રસંગ માથે છે, તેની તૈયારી કરવી છે. આ ભવમાં સત્પરુષનો યોગ થયો છે, તો હવે કાગડા-કૂતરાના મોતે મરવું નથી, પણ સમાધિમરણ કરવાનો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છે. તે અર્થે સત્સંગ, સલ્લાસ્ત્ર, સદ્વિચાર અને સદ્વર્તનનું બળ બને તેટલું સંઘરવું છે. લૌકિક વિચારોમાં મન તણાતું રોકીને સદ્ગુરુની આજ્ઞાએ જીવવું છે અને સદ્ગુરુને આશ્રયે જ દેહ છોડવો છે. આટલો નિર્ણય કરી લેવાય તો બાકીનું જીવન સુખરૂપ લાગે અને સમાધિમરણનું કારણ બને.” (બો.૩ પૃ.૬૨૩)