________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૦૧
પરમકૃપાળુદેવના શરણે જ જીવવું અને શરણે જ દેહ ત્યાગ કરવો
પરમકૃપાળુદેવ પ્રત્યે જેની અટળ શ્રદ્ધા છે તેને કંઈ પણ ગભરાવાનું કારણ નથી. સંયોગો તો સર્વ છૂટવાના જ છે. જે જવા બેઠું છે, રાખ્યું રહે તેમ નથી, તેની ફિકર કોણ વિચારવાન કરે ? જ્યાં સુધી નરભવની કાયાનો જોગ છે ત્યાં સુધી પરમકૃપાળુદેવને શરણે જીવવું છે અને અંતે તેને જ આશ્રયે દેહ છોડવો છે એમ જેનો નિશ્ચય છે તેને પછી વેદના કે મુશ્કેલીઓ ગમે તે આવો પણ તેની સામે પડી તે સમાધિમરણ કરી શકે છે. ક્ષણેક્ષણ સત્સાધનમાં ગાળવા કાળજી રાખે છે તેને ધન્ય છે. આત્મવિચાર આત્મભાવના અપર્વ છેછે.” (બો.૩ ૫.૬ર૪).
જીવની જેટલી યોગ્યતા તેટલી સદ્ગુરુની કૃપા
“પૂ...ના મોટા ભાઈના દેહત્યાગ સંબંધે ખેદ કર્તવ્ય નથી. ખેદને વૈરાગ્યમાં પલટાવવા યોગ્ય છે. જેના હાથમાં હજી મનુષ્યભવનો દુર્લભ યોગ છે તેણે તેનો ઉત્તમ રીતે ઉપયોગ કરવા યોગ્ય છે. ‘હિંમતે મરદા તો મદદે ખુદા” એ કહેવત યાદ રાખી સદ્ ગુરુશરણે આત્મહિતમાં યથાશક્તિ પુરુષાર્થ કર્તવ્ય છે. જીવની યોગ્યતા પ્રમાણે સગુરુકૃપા થાય છે માટે યોગ્યતા લાવો, યોગ્યતા લાવો એમ પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા; તેનું વિસ્મરણ ન થાય તેમ કર્તવ્ય છે. આજીવિકા પૂરતું ખોટી થવું પડે તે બાદ કરતાં બાકીનો વખત પરભવને અર્થે કમાણી કરવામાં ગાળવો છે એવો મુમુક્ષજીવને નિશ્ચય કર્તવ્ય છે. સમાધિમરણની ભાવના દરેકે રોજ કર્તવ્ય છે. તે અર્થે પોતાનાથી શું શું બની શકે એમ છે એનો પણ વિચાર કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૩૦)
મંત્ર દરદીના કાનમાં રાતદિવસ પsચા કરે તેવી ગોઠવણ જરૂર કરવી “પૂ. ની માંદગી ગંભીર છે એમ જાણ્યું. ખમી ખમાવી પરમકૃપાળુદેવના શરણમાં રહેવાની ભાવના કરી તે જ આધારે જીવન હોય ત્યાં સુધી ભાવ દૃઢ રાખી અંતે જ્ઞાનીને શરણે પરમકૃપાળુદેવને આશરે દેહ છોડવાની ભલામણ છેજી. મંત્રમાં મન અહોરાત્ર રહે તેવી છેવટે ગોઠવણ થાય તો જરૂર કર્તવ્ય છેજી. પોતાનાથી ન બોલાય તો જે સેવામાં હોય તેણે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ”એ મંત્ર દરદીના કાનમાં પડ્યા કરે તેટલા ઉતાવળા અવાજે બોલ્યા કરવા યોગ્ય છે અને સાંભળનારે આ મારી સમાધિમરણની ખરી દવા છે એમ જાણી વેદનામાંથી મન ખસેડી પરમકૃપાળુ પરમાત્માના સ્વરૂપમાં મનને સ્થાપવા પ્રયત્ન કર્તવ્ય છે). એમ મંત્રની
|
.