________________
૨૦૨
સમાધિમરણ
ભાવનામાં દેહ છૂટે તો તેનું સમાધિમરણ થયું ગણાય એવું ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ઉપદેશ્ય છેજી. આ પત્ર મળે ત્યારથી તેવી ગોઠવણ કરવા વિનંતી છેજી. જ્યાં બને ત્યાં જાતે કે કોઈ મુમુક્ષુ દ્વારા તેમ કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૯૩૬) મનને સ્મરણમાં ભક્તિમાં, વાંચનમાં રોકવું પણ નવરું કદી ન રાખવું
સ્મરણ નિરંતર રહે એવી ટેવ પાડી મૂકી હોય તો તે દુઃખના વખતમાં આર્તધ્યાન ન થવા દે અને સુખના વખતમાં માન, લોભ, શાતાની ઇચ્છા વધવા ન દે. માટે મનને રોકવા માટે ૫. ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલું સ્મરણરૂપ હથિયાર સર્વ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગે કામ આવે તેવું છે. માટે મનને વીલું ન મૂકવું. કંઈ ને કંઈ તેને કામ સોંપવું. કાં તો સ્મરણમાં, ભક્તિમાં, ગોખવામાં, ફેરવવામાં, વાંચવામાં, વિચારવામાં, કોઈને કંઈ જ્ઞાની પુરુષની વાત કહેવા-ચર્ચવામાં, કિંઈ આત્મા સંબંધી પ્રશ્નાદિ પૂછવામાં કે સદ્ભાવના કરવામાં
મનને જરૂર રોક્યા જ કરવું. નહીં તો નવરું પડ્યું નખ્ખોદ વાળે, તેવો એનો અનાદિનો અભ્યાસ છે. તે ફેરવવા અસત્સંગના ગેરલાભ વિચારવા અને સત્પરુષના યોગે, સદ્ધોધના પ્રસંગે, પરમ સત્સંગના મહાભાગ્યકાળે કેવા છૂટવાના ભાવ નિરંતર વર્ધમાન થતા તે સંભારી, મંદ પડતા ભાવોને ઉત્તેજન મળે, વૈરાગ્યની વૃદ્ધિ થાય તથા સત્સંગની ભૂખ જાગે તેમ પ્રયત્ન કર્યા કરવો ઘટે છેજ. મનુષ્યભવમાં જે કંઈ હવે જીવવાનું બાકી રહ્યું હોય તે માત્ર આત્મહિતની વૃદ્ધિમાં જ વપરાય અને શાતાની ભીખ ટળે તેવી ભાવના ચિંતવવી.
“लाख बातकी बात यह, तोकुं देई बताय । परमातम पद जो चहै, रागद्वेष तज, भाई ॥"-श्री चिदानन्दजी
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૯૭૦) સમાધિમરણની આરાઘના શાંત, અસંગ વાતાવરણમાં થાય તો વધારે યોગ્ય
“દિવાળીના દિવસો સમાધિમરણ અર્થે સાધના કરવાના છે. તે આવા શાંત અસંગ વાતાવરણમાં ગાળવાનું ભાગ્ય પ્રાપ્ત થાય તો સારું, નહીં તો યથાપ્રારબ્ધ જ્યાં રહેવું થાય ત્યાં માળા વગેરે ક્રમ સમાધિમરણ અર્થે કર્તવ્ય છેજ.” (બો.૩ પૃ.૯૭૨)
જગતને ભૂલવું અને જે થાય તે યોગ્ય માનવું તો સમાધિમરણ થાય
મનને પરમકૃપાળુદેવનાં વચનોના વિચારમાં રોકી જગતને ભૂલી જવાનું શીખવાનું છેજી. સમાધિ-મરણ કરવું હોય તેણે તો જે થાય તે ભલું માનવાનો નિર્ણય કરવો ઘટે છે. અંતરવૃત્તિઓ કેમ વર્તે છે તેની તપાસ રાખવાનો અને તેનો પણ સંક્ષેપ કરવાનો અભ્યાસ કર્તવ્ય છેજી.”
(બો. ૩ પૃ.૯૭૨)