________________
૩૨૨
સમાધિમરણ
અર્થ :શ્રી સુકોશલમુનિ ધ્યાનમાં ઊભા છે. તેમની આ ભવની જ માતા જે વાઘણ બનેલી તે ત્યાં આવી. મુનિને પંજો
મારી, પકડી, ફાડી તેમના સઘળા અંગ ચાવી ચાવીને ખાવા લાગી. દુષ્ટ એવી વાઘણના દાઢમાં ચવાતાં છતાં ઉત્તમ આત્માર્થનો લક્ષ ભૂલતા નથી. મુનિની આરાધકતા ત્યાં પણ અચળ રહી. તે સમયે પણ સમ્ય દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયની આરાધના જ તેઓ કરતા હતા.
સુકોશલ મુનિનું દ્રષ્ટાંત :- સાકેતપુર નગરમાં રાજા કીર્તિધર, રાણી સહદેવી અને તેમનો આ પુત્ર સકોશલ હતો. કીર્તિધર રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એકવાર ગોચરી માટે નગરમાં આવતા હતા ત્યારે રાણી સહદેવીએ તેમને જોઈ માણસ મોકલી નગર બહાર કઢાવ્યા. કારણ તેમનો ઉપદેશ સાંભળી કદાચ મારો પુત્ર પણ તેમની સાથે દીક્ષા લઈ ચાલ્યો જાય.
રાજાને નગર બહાર કઢાવતા ધાવમાતાએ જોઈ લીધું. તેથી તેની આંખમાં આંસુ જોઈ સુકોશલ- કુમારે કારણ પૂછ્યું. તેણે રાજાને નગર બહાર કઢાવ્યાની વાત કહી. તે સાંભળી સુકોશલકુમારને પણ વૈરાગ્ય આવી ગયો અને પિતા પાસે જઈ દીક્ષા લઈ લીધી.
તેથી માતા પુત્રના વિયોગે આર્તધ્યાન કરી મરણ પામીને વાઘણ થઈ. જંગલમાં સુકોશલ મુનિના અંગને ચાવતા પુત્રની દાઢ સોનાની જોઈ જાતિસ્મરણજ્ઞાન થયું કે ઓ હો! આ તો મારો પુત્ર હતો.
તે વખતે પાસે જ રહેલા કીર્તિધર મુનિએ વાઘણને બોધ આપ્યો. તેથી તેણીએ પશ્ચાત્તાપ વડે આત્મનિંદા કરી. પછી વ્રત ગ્રહણ કરી અનશન લઈને આઠમા દેવલોકે ગઈ. અને કીર્તિધર મુનિ તથા સુકોશલ મુનિ બેય કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. રરા
નવદીક્ષિત સુકુમાલ મુનિને ખાય શિયાળ બચ્ચા સાથે,