________________
૩૨૧
સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ગંભીર રહી સંસારના બીજ જે રાગદ્વેષ છે તેને બાળીને ભસ્મ કરી શકે. ૨૦.
ઘોર વેદના ઘણી આવે પણ આકુળ વ્યાકુળ ના થાઓ, દેહ ભિન્ન નિજ જ્ઞાયક ભાવે અખંડ અનુભવમાં જાઓ. પૂર્વ પુરુષોની તલ્લીનતા એવા ટાણે અચળ રહી,
તેની સંસ્કૃતિ કરતા ઉરમાં ધીરજ-ધારા રહે વહીઃ– ૨૧ અર્થ – પોતાની જે પૂર્વે બાંધેલી ઘોર વેદના ઘણી આવે તો પણ આકુળ વ્યાકુળ થાઓ નહીં. પણ પોતાના આત્માને દેહથી ભિન્ન ભાવી જ્ઞાયકભાવે એટલે માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહી પોતાના અખંડ આત્મ અનુભવમાં જવાનો પુરુષાર્થ કરો. ઘોર વેદનાના સમયે પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોની આત્મામાં તલ્લીનતા કેવી અચળ રહી
હતી તેની સારી રીતે સ્મૃતિ કરતાં આપણા હૃદયમાં પણ ધીરજની ધારા પ્રગટપણે વહેતી રહે છે. ૨૧
[lr[
માને
ઊભા માતા વાઘણ ત્યાં આવી, પંજો મારી; પકડી, ફાડી ખાય અંગ સઘળાં ચાવી; દુષ્ટ-દાઢમાં ચવાય પણ ઉત્તમ આત્માર્થ નહીં તજતા, આરાધકતા અચળ કરી તે સમ્યક્ રત્નત્રયી સજતા. ૨૨