________________
૧૭૨
સમાધિમરણ
હોય તો તેમાં ભળવા કરતાં સપુરુષે આપેલાં સત્સાધન, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, મંત્ર આદિમાં ચિત્ત વારંવાર બળ કરીને રોકવાથી આર્તધ્યાન એટલે “હું દુઃખી છું, દુઃખી છું' એવો ભાવ મટી જઈ ભક્તિમાં આનંદ આવશે.” (બો.૩ પૃ.૧૭૪) પારકી પંચાત મૂકી, મળેલી તકનો પૂરો લાભ લેવો
આ જોગ અચાનક લૂંટાઈ જતા પહેલાં ‘ઝબકે મોતી પરોવી લે વીજળીના ઝબકારે મોતીમાં દોરો પરોવી લે તેમ અત્યારની મળેલી સામગ્રી નકામી વહી જવા ન દેવી ઘટે. પોતાના આત્માનો વિચાર કરવાનું જરૂરનું કામ ચૂકીને જીવ પારકી પંચાતમાં ખોટી થાય છે તેમાંથી તેને પોતાના ભણી વાળી આત્માનું હિત થાય તેમ વર્તવા લક્ષ રાખવો ઘટે છેજી. “પગ તળે રેલો તો પારકી વાત પડી મેલો તેમ દરેકને માથે મરણ છે, સમાધિમરણ થાય તેવી તૈયારી કરવાનું કામ દરેકને માથે છે; તેને માટે જીવ રોજ શું કરે છે અને શું શું કરવા યોગ્ય છે તેનો હિસાબ રાખીને મનને નકામા હર્ષશોકમાં જતું રોકવું.” (બો.૩ પૃ.૧૭૮)
“ત્રણ સંબંધે આવી મળ્યાં સુત વિત્ત દારા ને દેહ; લેવા દેવા જ્યાં મિટે, મારગ લાગશે તેહ. નિશ્ચે જાણો રહેવું નથી, જૂઠો જગત વિશ્વાસ; એથી રહેજે તું અળગો, આઠે પહોર ઉદાસ. ફોગટ ફંદ સંસારનો, સ્વારથનો છે સ્નેહ; અંતે કોઈ કોઈનું નથી, તું તો તેહનો તેહ. ખોળે ખોટું સર્વે પડે, ન જડે નામ ને રૂપ; બાંધી ફુધી ઊભું કર્યું, જેવું કાષ્ઠ સ્વરૂપ. વીતરાગતા સૂચક, વીતરાગ મહાપર્વ; વીતરાગતા કારણે, આરાધો નિઃગર્વ.
વેદનીમાં આર્તધ્યાન કરે તો ઢોર પશુની ગતિ થાય.
“પૂ...નાં ધર્મપત્નીની માંદગી સંબંધી પત્ર આજે મળ્યો છેજી. તેમને જણાવશો કે પૂર્વે જીવે જે પાપ કરેલાં તેના ફળરૂપે આ દુઃખ દેખવું પડે છે. તે થાય છે દેહમાં અને અજ્ઞાનથી મને થાય છે એમ જીવ માની લે છે. સુખ અને દુઃખ બન્ને મનની કલ્પના છે અને તે કરવા યોગ્ય નથી એમ જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે, તે ભૂલીને હું દુઃખી